________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
બીજા બંને માર્ગમાં પ્રાર્થનાનું ગૌણપણું હોવાને લીધે સાધકને ઉત્તમનો સાથ ઓછા પ્રમાણમાં મળે છે. આ બંને માર્ગમાં મુખ્ય પાયો જીવનાં સામર્થ્ય પર રહેલો છે, ઉત્તમનો સાથ ગૌણતાએ રહે છે. તેથી જીવ સિદ્ધિ તો મેળવી શકે છે, પણ તે માટે તેણે ઘણો વિશેષ પુરુષાર્થ કરવો પડે છે. અને કરેલા પરિશ્રમના આધારે સિદ્ધિ મળતી હોવાથી, પોતે જે મેળવ્યું છે તે કેટલું મુશ્કેલીથી મળ્યું છે તેનો અનુભવ માનભાવ કેળવવા પ્રતિ તેને દોરી જાય છે. કેળવેલા માન કષાયને કારણે સાધકમાં પ્રમાદનું જોર વધે છે. પોતાના પુરુષાર્થથી મળ્યું છે એવો ભાવ વર્તતો હોવાથી માર્ગદર્શક પ્રતિ યથાયોગ્ય અહોભાવ કે વિનયભાવ જાગતા નથી, અને પોતે ધારે તે મેળવી શકશે એવો અહંભાવ કેટલીક વાર મળેલી સિદ્ધિનો દુરુપયોગ કરવા તેને પ્રેરે છે. જે પ્રમાદને વધારી જીવને પતન પ્રતિ પણ દોરી જાય છે. આવું ન બને તો પણ તેને પ્રમાદને ત્યાગી અપ્રમાદી થવા ખૂબ ખૂબ પુરુષાર્થ કરવો પડે છે. અનાદિકાળથી જીવે આરાધેલો પ્રમાદ ઉત્તમના સહવાસ વિના છૂટતો નથી. માનભાવને કારણે જીવમાં સંસારશાતાની સ્પૃહા જન્મે છે, વધે છે અને જીવને સ્વરૂપવિમુખ કરે છે. જે કરેલા પુરુષાર્થને નિષ્ફળ કરી શકે છે. તેથી આ બંને માર્ગે આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવા જીવે ‘ભક્તિમાર્ગ' કરતાં ઘણો ઘણો વિશેષ પુરુષાર્થ પ્રમાદરહિત બની કરવો પડે છે. આથી સર્વ ઉત્તમ જ્ઞાનીઓએ પોતાના અનુભવના આધારે ‘ભક્તિમાર્ગને સ્વરૂપસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ અને શ્રેષ્ઠ માર્ગ તરીકે ગણાવ્યો છે.
‘ભક્તિમાર્ગમાં સાધક ઉત્તમનો આશ્રય સ્વીકારે છે, તેના પ્રતિ પ્રેમભાવ, શ્રદ્ધાભાવ, અર્પણભાવ અને અહોભાવ કેળવતાં જઈ પોતાના અનાદિકાળથી નડતા માનભાવને ઓગાળે છે, અને ઉત્તમ આત્માનાં જાણપણાનો સાથ લઈ, સીધા ધોરી માર્ગે, ક્યાંય આડાઅવળા ક્લેશકારી માર્ગે ફંટાયા વિના આત્મશુદ્ધિ મેળવે છે. અને ગુરુ તથા પંચપરમેષ્ટિ ભગવંતના રક્ષણનું કવચ તેને મળતું હોવાથી તે માન અને પ્રમાદથી બચી, ઉત્તમ આરાધન કરવા ભાગ્યશાળી થાય છે.
અનાદિ કાળથી જીવને આત્મવિકાસ કરવામાં સ્વચ્છંદ, પ્રમાદ તથા માનભાવ ખૂબ જ વિઘ્નો કરતા આવ્યા છે. સત્પષની કૃપાથી જ્યાં થોડો વિકાસ જીવ