________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
આ અપૂર્વ અને દુષ્કર કાર્ય ક૨વા માટે આત્માને આજ્ઞામાં રહેવાની અનિવાર્યતા છે. માટે જ્યારે જીવ તેનાં મન, વચન અને કાયાને તેના સદ્ગુરુને સોંપે છે તે પછી જ આ સ્થિતિ સંભવે છે. જીવ માટે પૂર્વ પુરુષાર્થમાંથી વર્તમાનમાં સ૨વાનું અને વર્તમાન પુરુષાર્થમાંથી ભાવિમાં સરવાનું કાર્ય પૂર્ણ આજ્ઞાનો અનુભવ કર્યા પછી જ શક્ય બને છે. આ અપૂર્વ કાર્યને બાધા આપે છે જીવનો પ્રમાદ. પૂર્વ પુરુષાર્થમાંથી વર્તમાન પુરુષાર્થમાં જવાની આજ્ઞા હોય અને જીવ જો મોહને લીધે તેમાં વિલંબ કરે તો એ જીવનો પ્રમાદ છે. જે પ્રમાણમાં જીવનો પ્રમાદ હોય તે પ્રમાણમાં એ જીવ અંતરાયરૂપ શાતા-અશાતા વેદનીય બાંધે છે; જે કેવળજ્ઞાનની પ્રાપ્તિને દુષ્કર અને દૂર કરે છે. એ જ રીતે જો જીવને વર્તમાન પુરુષાર્થમાંથી ભાવિ પુરુષાર્થમાં જવાની આજ્ઞા હોય અને તેમાં મોહને લીધે જીવ વિલંબ કરે તો તે અંતરાયરૂપ શાતા વેદનીય બાંધે છે. જીવ જો પૂર્ણ આજ્ઞામાં રહે છે અને ભૂત, વર્તમાન અને ભાવિમાં પ્રમાદ વગર આજ્ઞાનુસાર સરે છે તો એ જીવ પૂર્વ પુરુષાર્થથી પાપપુણ્ય બાળે છે, એ પુણ્ય અમુક માત્રામાં રહે ત્યારે તેને આજ્ઞા મળે છે કે હવે વર્તમાનનો પુરુષાર્થ કર. પ્રમાદરહિતપણે એ કાર્ય જીવ જો કરે તો તે સર્વ પુણ્યને કેવળજ્ઞાન પહેલાં ભોગવાય તેવા પરમાર્થ પુણ્યમાં ફેરવે છે. એ પરમાર્થ પુણ્ય અમુક માત્રાનું થાય ત્યારે એ જીવને ભાવિનો પુરુષાર્થ કરવાની આજ્ઞા મળે છે. પ્રમાદ વગર એ આજ્ઞા પાળવાથી તે જીવનાં પરમાર્થ પુણ્ય કેવળજ્ઞાન પછી વેદાય એવા પરમાર્થ પુણ્યમાં પરિણમે છે.
છઠ્ઠા સાતમા ગુણસ્થાને પ્રમાદ વગર આજ્ઞા પાળીને ભૂતકાળના પુરુષાર્થને વર્તમાનના પુરુષાર્થમાં ફેરવવો અને વર્તમાનના પુરુષાર્થને ભાવિના પુરુષાર્થમાં ફેરવવો એટલે શું?
છઠ્ઠા ગુણસ્થાને જીવ પોતાનાં મન, વચન, કાયા સદ્ગુરુને સોંપ્યા પછી જ આવે છે, ત્યારથી તે પોતાના સ્વચ્છંદને મુખ્યતાએ દબાવે છે અને પૂર્વ કર્મના ઉદયાનુસાર સમપરિણામે રહેવા પ્રયત્નશીલ થાય છે. તેવા કાળમાં પૂર્વે સેવેલી સંસારની અભિપ્સા તે સદ્ગુરુના આશ્રયે ત્યાગી, સ્વરૂપ સ્થિરતાની લગની કરવામાં મંડયો રહે છે. આ પુરુષાર્થ તે પૂર્વ પુરુષાર્થને વર્તમાનના પુરુષાર્થમાં ફેરવવો. જ્યાં સુધી તે પૂર્ણ આજ્ઞામાં
૪૫