________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
કારણ કે તેમાં રાગ અને દ્વેષના કષાયોનું મિશ્રણ થતું નથી પણ રાગ-રાગનું અને દ્વેષ-દ્વેષનું મિશ્રણ થાય છે. આમ આ ભૂમિકામાં જીવ રાગ અને દ્વેષના ઘટકોને અલગ કરે છે, રાગના પ્રતિકરૂપ લોભ-માયાને એકબીજામાં ભેળવે છે અને દ્વેષના પ્રતિકરૂપ માન અને ક્રોધને એકબીજામાં ભેળવે છે. અને એ રીતે રાગદ્વેષના જોડકાંનું બળ તોડી નાખે છે.
તે પછી આ પ્રક્રિયાની ચોથી ભૂમિકા આવે છે. તેમાં જીવ ચારે કષાયને છૂટા રાખતા શીખે છે, કોઈ બે કષાયને એકબીજામાં ભળવા દેતો નથી, એટલે કે ક્રોધ, માન, માયા અને લોભ એ ચારમાંનો કોઈ પણ કષાય બીજા કોઈ પણ કષાયમાં એકરૂપ થતો નથી. આમ થવાથી રાગ અને દ્વેષના ઉદયનો ક્ષય થાય છે. આ નિશ્ચયનયથી “અપ્રમાદી” દશા છે. સાતમા ગુણસ્થાને આગળ વધી, આત્મપ્રદેશ પર રહેલા રાગદ્વેષને આ રીતે છૂટા પાડી, સર્વ કષાયોને અલગ અલગ સ્થિતિમાં લાવે છે ત્યારે જીવ ક્ષપક શ્રેણિ માંડવા માટે તૈયાર થાય છે. પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણના પરમાણુઓને ઉત્તમતાએ ગ્રહણ કરી, અપ્રમાદી બની આજ્ઞાધીનપણે ચારે કષાયોને જીવ છૂટા પાડે છે તેથી તે કષાયોની જીવમાં વિભાવ ઉત્પન્ન કરવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે. અને તે બધા કષાયોને હણવાની શક્તિ જીવમાં પ્રગટ થતી જાય છે. વિભાવ ઉત્પન્ન થવા માટે કષાયનું જોડકું – તેનો ઉદય અગત્યનું કાર્ય કરે છે. એક એક નિર્બળ કષાય જીવને સહેલાઈથી વિભાવભાવમાં લઈ જતા નથી કારણ કે તેને સર્વ સત્પુરુષનું આજ્ઞા કવચ હોય છે. આ પ્રક્રિયા દ્વારા જીવ સાતમા ગુણસ્થાને મધ્યમ કે તીવ્ર વિભાવ રહિત બની અલગ થયેલા કષાયોને ક્ષીણ કરતો જાય છે. અને પોતાની શ્રેણિ ચડવાની તૈયારી કરતો જાય છે.
આ ચારે કષાયો જેમ જેમ ક્ષીણ થતા જાય છે તેમ તેમ આત્માના મૂળભૂત ગુણો ખીલતા જાય છે. ક્રોધ કષાયની ક્ષીણતાથી ઉત્તમ ક્ષમા ખીલે છે, માન કષાયની ક્ષીણતાથી ઉત્તમ માર્દવ ગુણ ખીલે, માયા કષાય ક્ષીણ થતાં થતાં ઉત્તમ આર્જવ ગુણને ખીલવે છે, અને એ જ રીતે લોભ કષાય ક્ષીણ થઈ ઉત્તમ શૌચ-પવિત્રતાની ખીલવણી આત્માને આપતો જાય છે. જેટલા મોટા પ્રમાણમાં આ ગુણો છઠ્ઠા સાતમા ગુણસ્થાન
૫૫