________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
કોઈ કાર્ય કરતો ન હોવાથી પરમાર્થ અંતરાયનો એક પણ નવો બંધ થતો નથી. આમ મોહનો નાશ થતાં અન્ય ત્રણે ઘાતી કર્મનાં નવા બંધ અટકી જાય છે. તેથી બારમા ગુણસ્થાને તો તેણે પૂર્વે સંચિત કરેલા બાકીના ત્રણ ઘાતી કર્મનો ક્ષય કરવાનો રહે છે. મોહ જતાં આત્મપ્રદેશો અકંપ થઈ જાય છે તેથી તેના પર ચીટકેલા ઘાતી કર્મનાં પરમાણુઓ નિરાધાર થઈ જાય છે. એટલે તેને ખેરવવાં ખૂબ સહેલાં થઈ જાય છે. દશમા ગુણસ્થાને આત્માનો ઉપયોગ જે એકમ સંખ્યાવર્ત થયો હોય છે તે અતિ અલ્પ સંખ્યાનો બારમા ગુણસ્થાને આવતાં થઈ જાય છે. તેથી પોતાના આત્માના ગુણના ઘાતક સર્વ પરમાણુઓને તે સ્પષ્ટતાથી જોઈ શકે છે, એટલે ઉદયમાં આવતા અને ભાવિમાં ઉદયમાં આવી શકે તેવા કર્મ પરમાણુઓને ઉણા કરી વર્તમાનમાં ઉદેરી તેને તે ક્ષીણ કરે છે. અને પોતાની શુદ્ધિ સમર્થતાથી વધારે છે. પહેલાં અંતરાય તોડે છે, તે પછી જ્ઞાનાવરણ તોડી જ્ઞાન વિશુદ્ધ કરે છે અને તેની સહાયથી દર્શનાવરણ ક્ષીણ કરતો જાય છે. છેલ્લા સમયે જ્ઞાનાવરણ પૂર્ણ ક્ષીણ કરી, દર્શનાવરણને પણ ક્ષીણ કરે છે – પહેલા સમયે કેવળજ્ઞાન અને બીજા સમયે કેવળદર્શન પ્રાપ્ત કરી કેવળી બની ૧૩માં ગુણસ્થાને આવે છે. તે પછી જ્ઞાનદર્શન એક જ સમયે તેને પ્રવર્તે છે.
રત્નત્રયનાં આરાધનનો પ્રભાવ.
પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ એ ત્રણ પુરુષાર્થ જીવને રત્નત્રયની આરાધના કરાવે છે. આ આરાધન પ્રમાદને જીતવા માટે પરમ બાંધવરૂપ બની આત્માને પરમપદ સુધીની કાર્યસિદ્ધિ કરાવે છે. આ ત્રણે પુરુષાર્થ જીવને અજ્ઞાન અવસ્થાથી શરૂ કરી તેરમા ગુણસ્થાને પહોંચવા સુધીનો વિકાસ કરવામાં સહાયરૂપ થાય છે. અને તે ત્રણે પુરુષાર્થ જીવને પ્રમાદનો ત્યાગ કરવામાં મદદ કરે છે.
પ્રાર્થના' એ આ આરાધનનો પહેલો ભાગ છે. પ્રાર્થના એટલે પોતાથી ઉચ્ચ દશાવાન શુદ્ધ આત્મા પાસે કાર્યસિદ્ધિ કરવા માટે કરેલી અર્ચના. પ્રાર્થનારૂપી પુરુષાર્થ કરવામાં જીવ પોતાના કાર્યસિદ્ધિ કરવાના લોભને અન્ય ઉત્તમ આત્માના લોભમાં ભેળવી પરમ આર્દ્ર હૃદયથી વિનંતિ કરે છે. આ ભાવની સત્ય સ્વરૂપે સિદ્ધિ કરવા
પ૯