________________
કેવળી પ્રભુનો સાથ
અને માન, માયા કે લોભ એ કારણ છે. તેથી માન, માયા કે લોભને દબાવીએ ત્યારે ક્રોધ ક્ષીણ કરી શકાય છે, પણ ક્રોધને દબાવવાથી માન કે અન્ય કષાય ક્ષીણ થઈ શકતા નથી. આ કારણે આત્મા પહેલાં ક્રોધનો ક્ષય કરે છે અને પછી માનનો ક્ષય કરી શકે છે. હવે બાકી રહ્યા રાગના ભાવને ઉત્પન્ન કરનાર માયા અને લોભ કષાય. માયા કષાયમાં મુખ્યત્વે સંસારી ભાવ રહેલો છે, તો લોભ કષાયમાં ઘણા પ્રમાણમાં પરમાર્થ લોભ હોય છે. સાતમા ગુણસ્થાન સુધીના પુરુષાર્થમાં સંસારી લોભ ઘણોખરો જીવ તોડી નાખે છે, પણ આત્મશુદ્ધિ મેળવવાનો, ક્ષપક શ્રેણિ માંડવાનો, કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનો, મોક્ષમાં જવાનો, એવો એવો પરમાર્થ લોભ તેને વર્તતો હોય છે. તે લોભ અન્ય વ્યવહારિક લોભ પહેલાં ક્ષીણ થાય તો તે જીવ પાછો સંસારી બની જાય; કારણ કે તેનો સાંસારિક માયા કષાય તૂટી ન શકતાં બીજા અનેક કષાયો અને કર્મોનો આશ્રવ જીવ કરી બેસે. આથી માયા કષાય તૂટયા પછી આંશિક બાકી રહેલો વ્યવહાર લોભ અને બચેલો સઘળો પરમાર્થ લોભ ક્ષય કરી જીવ સંપૂર્ણ કષાય રહિત બને છે. આ પરથી કષાયો ક્રોધ, માન, માયા, લોભ એ ક્રમથી કેમ જાય છે તે સમજાશે.
ક્ષપક શ્રેણિમાં દશમા ગુણસ્થાનના અંતભાગમાં ચારે કષાયો પૂર્ણતાએ ક્ષય થતા હોવાથી, કષાયને કારણે બંધાતા જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મ બંધાતાં અટકી જાય છે. મોહનો નાશ થતાં આત્મા દશમાથી બારમા ગુણસ્થાને આવી, પૂર્વે બાંધેલા અને શેષ રહેલાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય કર્મને નિ:શેષ કરી કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરી પૂર્ણ વીતરાગી બની યથાખ્યાત ચારિત્રનો ધારક બને છે.
ક્ષપક શ્રેણિમાં દશમાં ગુણસ્થાને આત્માના ચારે કષાયો ક્ષીણ થાય છે, તેથી તેને અગ્યારમે ગુણસ્થાને જવાનો અવકાશ રહેતો નથી, એટલું જ નહિ પણ મોહનો નાશ થતાં તેની સંસારી પદાર્થો પ્રત્યેની સુખબુદ્ધિ સંપૂર્ણતયા ક્ષય પામે છે એટલે તેને જ્ઞાનાવરણનો નવો બંધ પડતો નથી, સાથે સાથે આત્મા સ્વરૂપસિદ્ધિ માટે પ્રવર્તતો હોવાથી તે પોતાના આત્માને સ્વરૂપથી વિમુખ કરતાં અટકી જતો હોવાથી દર્શનાવરણ કર્મનો નવો બંધ પામતો નથી, અને સ્વપરના આત્માને સ્વરૂપથી જુદા કરવા રૂપ
૫૮