________________
કેવળી પ્રભુનો સાથ
માટે જીવે પોતાના માન કષાયને ત્યાગવો પડે છે અથવા દબાવવો પડે છે. તેથી જીવ પ્રાર્થનામાં અનાયાસે વ્યવહારલોભને પરમાર્થલોભમાં પરિણમાવે છે; અને માનને છોડે છે. લોભ અને માન એ બે કષાય જેમ રાગ કે દ્વેષ કરવા માટે મુખ્ય કારણરૂપ છે, તેમ એ બે કષાય પ્રમાદના પણ મુખ્ય હેતુ છે. પરંતુ પ્રાર્થનામાં અન્ય પવિત્ર આત્માનો સાથ તેણે સહજતાથી પ્રાર્યો હોવાથી લોભને પરમાર્થરૂપ બનાવવાનું અને માનને દબાવવાનું કે તોડવાનું કાર્ય સુલભ બને છે. વળી જો પ્રાર્થના પરમાર્થ હોય તો એ જીવ પંચપરમેષ્ટિ ભગવંતનો પરોક્ષ સાથ પણ માગે છે, જેથી તે સહજતાએ આજ્ઞારાધનમાં જઈ શકે છે. આજ્ઞાનું આરાધન યથાર્થતાએ કરવાથી ક્રમે ક્રમે જીવની ભૂમિકા અને કાર્ય શુદ્ધ થતાં જાય છે. પરિણામે એ ઘાતકર્મો અને અશુભ અઘાતી કર્મોનો પણ ત્યાગ કરી શકે છે. આ પ્રક્રિયાથી જીવ ઉત્તમ સંવર સાધી શકે છે.
સંવર કર્યા પછી પૂર્વસંચિત કર્મની નિર્જરા કરવા માટે બીજા બે સાધનો ક્ષમાપના અને મંત્રસ્મરણ તૈયાર જ હોય છે. મંત્રસ્મરણથી સંવર તથા નિર્જરા બંને સાધી શકાય છે. અને ક્ષમાપનાથી નિર્જરા બળવાન કરી શકાય છે. પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણની પ્રક્રિયા તથા કાર્યનો સૂક્ષ્મતાથી અને ઊંડાણથી વિચાર કરીએ છીએ ત્યારે જણાય છે કે મંત્રસ્મરણ એ પરિણામ છે, અને પ્રાર્થના તથા ક્ષમાપના એ બંને તેનાં કારણ રૂપ છે. પ્રાર્થના એ ક્ષમાપનાનું કારણ છે અને ક્ષમાપના તથા પ્રાર્થના એ મંત્રસ્મરણનાં કારણરૂપ છે. આ દૃષ્ટિથી વિચારતાં આ ત્રણ પુરુષાર્થ માટે ત્રણ વિભાગ રચાય છે – ૧. પ્રાર્થનાથી પ્રેરિત ક્ષમાપના અને મંત્રસ્મરણ: આપણે જાણીએ છીએ
તેમ પ્રાર્થના કરવાથી ઉત્તમ આત્મા પ્રતિ જીવનમાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા કેળવાય છે. ઉત્તમ આત્મા માટે તે બળવાન અહોભાવ વેદે છે, અને એ દ્વારા શુદ્ધાત્મા પ્રતિ તેનું શ્રધ્ધાન અતૂટ બને છે. આ શ્રદ્ધાનના મુખ્યપણાથી જીવ સમ્યક્દર્શનનું આરાધન કરે છે. અને તેના અનુસંધાનમાં પોતે ભૂતકાળમાં કરેલી સર્વ ભૂલોનો એકરાર કરી,
૬૦