________________
કેવળી પ્રભુનો સાથ
સુધીમાં ખીલે છે અને કષાય ક્ષીણ થાય છે તેટલી સુંદર અને સુલભ ક્ષેપક શ્રેણિ થાય છે. સાતમાં ગુણસ્થાને સત્તાગત રહેલા રાગદ્વેષનાં જોડકાના ઘટકો અલગ કષાયરૂપ બને છે, તેથી છઠ્ઠા ગુણસ્થાને આવ્યા પછી તે જીવને કષાયનો ઉપદ્રવ તૂટી જાય છે. તે પોતાની સર્વ ઉદયગત પ્રવૃત્તિ બળવાન અલિપ્તતાથી કરે છે, ઉત્તમ કર્મ નિર્જરા કરી શકે છે, અને અતિઅલ્પ ઘાતી કર્મોનો આશ્રવ કરે છે. તેથી તે જલદીથી ફરી સાતમા ગુણસ્થાને જઈ રાગદ્વેષના ઘટકોની અલગ કરવાની પ્રક્રિયા કરે છે, વિશેષ વીતરાગતા કેળવી છા ગુણસ્થાને આવે છે, અને એ દ્વારા શ્રેણિની તૈયારી કરે છે. પરંતુ જો આ ગુણસ્થાનોએ પ્રમાદી બની, સંસારી સ્પૃહામાં ચાલ્યો જાય છે, તો રાગદ્વેષનાં નવાં જોડકાંને આશ્રવી તેને ફરીથી અલગ કરવાની પ્રક્રિયા તેણે કરવી પડે છે, અને એ પ્રમાણમાં તેનો પુરુષાર્થ મંદ થાય છે, આશ્રવ વધે છે અને સંસાર પણ વધે છે.
આ પ્રમાણે પુરુષાર્થ કરી, પ્રમાદરહિત બની, ચારે કષાયોને છૂટા પાડી તેમને નિર્બળ બનાવી જીવ સાતમા અને છઠ્ઠા ગુણસ્થાનોએ ઉતર ચડ કરતાં કરતાં શ્રેણિની તૈયારી કરે છે. તે સાતમાં ગુણસ્થાને કષાયના અભાવથી જે શાંતિનું વદન થાય છે, તેના પ્રકાર સમજતાં શીખે છે. એટલે કે ક્રોધના અભાવથી ઉપજતી શાંતિ, માનના અભાવથી ઉપજતી શાંતિ, માયાના અભાવથી ઉપજતી શાંતિ અને લોભના અભાવથી ઉપજતી શાંતિનો ભેદ જાણે અને અનુભવે છે. જેમ જેમ આ કષાયોના ઘટકો છૂટા પડે છે, વધારે છૂટા થતા જાય છે, તેમ તેમ તે શાંતિના ભેદની અને કષાયના ભિન્ન પ્રકારોની ઊંડાણભરી તેમજ તેને મળતી જાય છે. આ પ્રક્રિયા જ્યારે વિશેષતાએ થાય છે ત્યારે તે ભેદની સ્મૃતિ તેને છઠ્ઠા ગુણસ્થાને આવ્યા પછી પણ રહે છે. અને તે શ્રેણિ માટેનો વિશેષ બળવાન પુરુષાર્થ કરી શકે છે. પરિણામે શ્રેણિ માંડતા ક્યા કષાયને ક્યા ક્રમથી તોડવો, ક્યું જોર સંસારવૃદ્ધિ કરે છે કે કઈ ક્ષીણતા સંસારક્ષય કરે છે તેની સ્પષ્ટ સમજણ તેને ઉત્તમ શ્રેણિ પ્રતિ દોરી જાય છે.
શ્રેણિ શરૂ કરતાં જ આત્મા સત્તાગત અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા તથા લોભના સ્કંધોનું વિસંયોજન શરૂ કરે છે. એટલે કે તે પ્રત્યેક કષાયને તેના સંજ્વલન રૂપમાં ફેરવતો જાય છે. શ્રેણિ માંડતાં રાગ કે દ્વેષ ના સ્કંધો સ્વતંત્ર અસ્તિત્વ
૫૬