________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
ક્ષપકશ્રેણિમાં જીવ નિશ્ચયનયથી પ્રત્યેક ગુણસ્થાને કર્મની સ્થિતિ અને તેનો
જથ્થો સમાંતરે તોડતો જાય છે. ૫. ક્ષાયિક સમકિત વખતે ગુણશ્રેણિમાં જીવને મુખ્યત્વે પોતાના સદ્દગુરુનો સાથ
હોય છે, ક્ષપક શ્રેણિમાં તેને પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ હોય છે. ૬. ક્ષપક શ્રેણિમાં કર્મનો જથ્થો અને સ્થિતિ તોડવા સાથે જીવ જ્ઞાન, દર્શન
અને ચારિત્રની વિશુદ્ધિ પણ કરે છે. એટલે કે તેને કર્મનાં સંવર નિર્જરા
સાથે જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ થાય છે. આવી આ અભુત ક્ષપકશ્રેણિમાં મોહનીયનો ક્ષય કરવા માટે જીવ કઈ અને કેવી પ્રક્રિયા કરે છે, અને તેમાં પ્રમાદ તથા અપ્રમાદનો કેવો મહત્ત્વનો ફાળો હોય છે તે સમજવું જરૂરી છે.
રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.”
– શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર મિથ્યાત્વનો ક્ષય થયા પછી કર્મબંધ થવાનાં મુખ્ય કારણો બે રહે છે – રાગ અને વૈષ. રાગ એટલે માયા અને લોભનું મિશ્રણ તથા ઢેષ એટલે ક્રોધ અને માનનું મિશ્રણ. આ કષાયોથી આત્માને જે વિભાવનો ઉપદ્રવ થાય છે તેને લીધે તેને શુભાશુભ કર્મનો આશ્રવ થાય છે.
રાગદ્વેષ કરવા માટે સાનુકુળ અને પ્રતિકૂળ એ બે પ્રકારના સંજોગો જીવને નિમિત્ત બને છે. સાનુકૂળમાં ગમો હોવાથી રાગ અને પ્રતિકૂળમાં અણગમો હોવાથી જીવને દ્વેષ થાય છે. તેમાં જીવ સૂક્ષ્મતાએ રાગ સાથે દ્વેષનું વેદન કરે છે અને દ્વેષ સાથે રાગનું વેદન કરે છે. એ પરથી લક્ષ થાય છે કે રાગનાં બે ઘટક માયા અને લોભ તથા દ્વેષનાં બે ઘટક ક્રોધ અને માન સાનુકૂળ તથા પ્રતિકૂળ સંજોગ સાથે સંબંધ ધરાવે છે.
૫૧