________________
કેવળી પ્રભુનો સાથ
સાનુકૂળ સંજોગોમાં જીવ લોભ (રાગ) તથા માન (દ્વેષ) વેદે છે. તથા પ્રતિકૂળ સંજોગોમાં જીવ માયા (રાગ) તથા ક્રોધ (દ્વેષ) વેદે છે. સાનુકૂળ સંજોગ પ્રાથમિક કે મધ્યમ કક્ષાના હોય છે ત્યારે જીવ મુખ્યત્વે લોભ(રાગ) વેદે છે, અને સાનુકૂળતા મધ્યમથી તીવ્ર થાય છે ત્યારે જીવ લોભ(રાગ)ના કારણથી માન(દ્વેષ)નું વેદન કરે છે.
એ જ પ્રકારે પ્રતિકૂળ સંજોગો જ્યારે પ્રાથમિક હોય છે ત્યારે જીવ માયા (રાગ) નું વેદન કરે છે અને તેનું રૂપ મધ્યમ કે તીવ્ર બને છે ત્યારે એ જીવ માયાથી ઉપજતા ક્રોધ(દ્વેષ)ને વેદે છે. આ પરથી સમજાય છે કે દ્વેષ એ પરિણામ છે અને રાગ એ મુખ્ય કારણ છે. રાગ ગર્ભિત દ્વેષ અન્ય કર્મનું કારણ બને છે.
જીવ જ્યારે પુરુષાર્થ કરી મોક્ષ મેળવવાનો નિશ્ચય કરે છે, ત્યારે તેણે આ રાગદ્વેષના કાર્યકારણના વ્યૂહને તોડવો પડે છે. જીવ જ્યારે રાગ ગર્ભિત દ્વેષનું વેદન કરે છે ત્યારે તેને અન્ય કર્મો બંધાવાના જ છે. તેથી જીવને જો આ સ્થિતિ તોડવી જ હોય તો પ્રથમ ભૂમિકાએ તેણે મધ્યમ કે તીવ્ર સાનુકૂળ સંજોગોમાં લોભથી ઉપજતા માનના બંધને મંદ કે ક્ષય કરવો ઘટે, અને પ્રતિકૂળ સંજોગોમાં તેણે માયાના લીધે ઉપજતા ક્રોધના બંધને મંદ કે ક્ષય કરવો ઘટે. આ પુરુષાર્થથી જીવ ક્રમે ક્રમે મધ્યમ સંજોગોમાં રાગ અને દ્વેષને છૂટાં કરી શકે છે. અને તીવ્ર પુરુષાર્થથી તીવ્ર સંજોગોમાં પણ તે રાગ તથા દ્વેષને છૂટા કરી શકે છે. જીવ સર્વ સત્પુરુષોનો સાથ લઈ મંદ તથા મધ્યમ સંજોગોમાં રાગદ્વેષને છૂટાં રાખી શકે છે. તીવ્ર ઉદય વખતે તેને સર્વ સત્પુરુષ પ્રેરિત પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ રાગ દ્વેષને છૂટાં રાખવા માટે જરૂરી બને છે. સમયં શોર્ય મા પમાય' ના રહસ્યની આ પ્રથમ ભૂમિકા કહી શકાય, જેમાં સામાન્યપણે સાથે ઉદયમાં રહેતા રાગદ્વેષને રાગ તથા દ્વેષરૂપે છૂટા પાડી એક પછી એક ઉદયમાં આવે એવી સ્થિતિ તે રાગદ્વેષની કરી શકે છે.
આ રાગદ્વેષ એકબીજા સાથે શા માટે જોડાય છે ? સાનુકૂળ સંજોગમાં જીવને લોભ અને માન કષાય પ્રવર્તે છે. એટલે કે તે રાગના ઘટક લોભ પ્રતિ રાગ કરે છે અને
૫૨