________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
આખા લોકપ્રમાણ કરી, આત્મા પર રહેલા શેષ શુભ કર્મના પરમાણુઓને આખા લોકના પ્રદેશે પ્રદેશ પર, કેવળી સમુદ્દાત દ્વારા વેરી દે છે. તેમાં કેટલાક સ્કંધરૂપે અને અન્ય સૂક્ષ્મ પરમાણુરૂપે લોકમાં એવી રીતે ફેલાઈ જાય છે કે ક્યાંય પણ અપાત્રે દાન થતું નથી. આ પરમાણુઓ અન્ય પરમેષ્ટિના કલ્યાણભાવના સ્કંધ સાથે જોડાઈ સિદ્ધના પરમાણુઓ બને છે. અને તે માત્ર પાત્ર જીવો દ્વારા જ ગ્રહણ કરાય છે. લોકમાં રહેલા સાધુસાધ્વી સિદ્ધ થતા ભગવાનથી ફેલાતા પરમાણુઓ ગ્રહણ કરવા ઉત્સુક હોય છે, તેમની આ ઉત્સુકતા કેવળી સમુદ્દાત શક્ય બનાવે છે. આ પ્રક્રિયામાં જો એક સમય માટે પણ પ્રમાદ થાય (જે સંભવિત નથી) તો આત્માની મુક્તિ લંબાઈ જાય. પ્રભુજી સમુદ્દાત કર્યા પછી યોગ રુંધન કરે છે અને પછીના એક સમયમાં પ્રભુ સિધ્ધ થાય છે.
અન્ય સર્વ પરમેષ્ટિના કલ્યાણના પરમાણુઓ પરમેષ્ટિ વસતા હોય ત્યાં આસપાસમાં ફેલાય છે. ત્યારે શ્રી સિધ્ધ થતા પ્રભુના પરમાણુઓ એક સાથે આખા લોકમાં ફેલાય છે. આ પરમાણુના સ્પર્શથી કેટલાય ત્રસનાડી બહાર રહેલા એકેંદ્રિય ત્રસનાડીમાં આવી શકે છે, નિત્ય નિગોદમાં જન્મમરણના ત્રાસમાં સબડતા જીવો પોતાના કર્મ હળવા કરી, આત્મપ્રદેશને નિરાવરણ કરી શકવાની પાત્રતા મેળવી શકે છે. અને એક જીવ સિધ્ધ થતા પરમાત્માના નિમિત્તથી નિત્યનિગોદમાંથી નીકળી પૃથ્વીકાયરૂપે પોતાનું સંસારનું પરિભ્રમણ શરૂ કરે છે. આમ સિધ્ધ થતા પ્રભુના નિમિત્તથી જગતજીવો પર ઘણો ઘણો ઉપકાર થાય છે.
શ્રેણિ એ આત્માએ કરેલા પૂર્વ પુરુષાર્થની સહજ સ્થિતિ છે. શ્રેણિમાં આત્મા સમય માત્રમાં ગુણસ્થાન ચડી શકે છે. એક સમય એક પ્રદેશ અને એક પરમાણુનું જ્ઞાન આત્માને કેવળજ્ઞાન થાય ત્યારે જ આવે છે અને કેવળજ્ઞાન થયા પછી એક સમયનું જ્ઞાન મેળવવા માટે આત્મા મન, વચન કે કાયાનો ઉપયોગ કરતો નથી. આ હકીકતનો વિચાર કરતાં સમજાય છે કે શ્રેણિમાં ગુણસ્થાન ચડવા માટે આત્મા એકે યોગનો ઉપયોગ કરતો નથી, તે માટે તે માત્ર આત્માનો જ ઉપયોગ કરે છે. આત્મા માટે આ અનુભવ અપૂર્વ છે. વ્યવહાર નયથી સમજી શકાય છે કે આજ્ઞારૂપી જાદુથી
૪૩