________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
શ્રી ગણધરાદિ આચાર્યજી ધર્મરૂપી શસ્ત્રથી ચારિત્રમોહ અને ત્રણ શેષ ઘાતીકર્મોની સતત નિર્જરા કરે છે. આ ચારે ઘાતી કર્મોનાં છેદન સાથે શ્રી આચાર્યજી શાતા વેદનીય કર્મને કેવળજ્ઞાન પહેલાં વેદાય તેવા પરમાર્થ પુણ્યમાં પરિણમાવે છે અને કેવળજ્ઞાન પહેલાં વેદાય એવા પરમાર્થ પુણ્યને કેવળજ્ઞાન પછી વેદાય એવા પરમાર્થ પુણ્યમાં પરિણમાવે છે. આ પ્રક્રિયા મુખ્યત્વે આચાર્યજી છઠ્ઠા સાતમા ગુણસ્થાને કરી શકે છે. તેથી આ પ્રક્રિયા શ્રેણિમાં કરવા માટે આત્માને આચાર્યજીના સાથની અનિવાર્યતા રહે છે.
જીવ જ્યારે બારમા ગુણસ્થાને આવે છે ત્યારે મોહના ક્ષયને લીધે તથા બળવાન મન વચન કાયાના યોગને કારણે બળવાન શાતા વેદનીય બાંધે છે. એ શાતા વેદનીય તેના માટે ખૂબ ઉપયોગી છે, પણ તે કેવળજ્ઞાનને અંતરાયરૂપ થાય છે. તેથી જીવ ગણધરજી આદિ આચાર્યના કલ્યાણના ઉત્તમ પરમાણુઓનો સાથ લઈ તે શાતાવેદનીય કર્મને કેવળજ્ઞાન પહેલાં ભોગવી શકાય તેવા પરમાર્થ પુણ્યમાં રૂપાંતરિત કરે છે. અને તે પરમાર્થ પુણ્યને કેવળજ્ઞાન પછી વેદી શકાય તેવા પરમાર્થ પુણ્યમાં ફેરવે છે. જો તેને ગણધરાદિ આચાર્યનો આ સાથ ન હોય તો મોહરૂપ ઘાતીકર્મના ક્ષયથી બંધાતુ શાતાવેદનીય પુણ્ય કેવળજ્ઞાન મેળવવવામાં બાધારૂપ થાય. આ પ્રક્રિયા કરવા માટે જીવને ૧ થી ૧.૫(દોઢ) ગુણસ્થાનના વિકાસ જેટલો જ સમય મળે છે, અને શાતાવેદનીયના પરમાણુઓની સંખ્યા ઘાતીકર્મની સંખ્યા કરતાં અસંખ્યગણી હોય છે. વળી શાતા વેદનીય કર્મ, ઘાતીકર્મની જેમ સંકોચાઈ શકવાની પ્રકૃતિવાળું નથી. એટલે આ સંજોગોમાં આત્માને કર્મક્ષય કરવા માટે અરિહંત કરતાં મોટા સમૂહના સાથની જરૂર પડે છે. આ સાથ તેને ગણધરાદિ આચાર્ય પાસેથી મળી રહે છે. આ સાથથી આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આચાર્ય તરીકેના પોતાના કર્તવ્યમાં સમય માત્રનો પણ વિલંબ ન થાય તે હેતુથી શ્રી વીરપ્રભુએ ‘એક સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ' એવો બોધ પોતાના પટ્ટશિષ્ય ગૌતમસ્વામી ગણધરને આપ્યો જણાય છે.
શ્રી ઉપાધ્યાયજીનું મુખ્ય કર્તવ્ય એ છે કે જિનપ્રભુએ બોધેલા આજ્ઞાધર્મને અનુભવી, મુખ્યતાએ વાણી દ્વારા પાત્ર જીવોને શિખડાવવો. આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યાર
૪૧