________________
કેવળી પ્રભુનો સાથ
આ દુષ્કર, અપૂર્વ અને સાદિ અનુભવ સહજતાએ પ્રાપ્ત થાય છે. આથી સ્પષ્ટ થાય છે કે આજ્ઞા એ મોક્ષ મેળવવાનો ટૂંકામાં ટૂંકો માર્ગ છે.
આ વિચારણામાં એક વિરોધાભાસ સર્જાય છે. શાસ્ત્રો કહે છે કે કેવળજ્ઞાન લેતાં પહેલાં ૩-૪ દિવસ માટે જીવ મુખ્યતાએ એકત્વાદિ બાર ભાવનામાં સતત રમે છે. એ ભાવથી એ જીવ પોતે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ભિન્ન છે, ન્યારો છે એવી સ્થિતિ દઢપણે અનુભવે છે. એ ભાવની પરાકાષ્ઠા એ છે કે મોક્ષ, ક્ષપક શ્રેણિ, ધર્મ વગેરે ભાવથી પણ તે નિસ્પૃહ અને નિવૃત્ત થતો જાય છે. આવી નિસ્પૃહતાવાળો જીવ આજ્ઞા પાળવાના ભાવથી પણ નિસ્પૃહ થઈ જાય તે સ્વાભાવિક છે તો પછી તે શ્રેણિમાં આજ્ઞાપાલન કેવી રીતે કરે છે?
શ્રેણિમાં આત્મા તેની સહજ સ્થિતિમાં હોય છે. જે જીવ ઉપશમ શ્રેણિમાં જાય છે તે પોતાના આત્માને જથ્થારૂપે જુએ છે. તે આગળ વધે છે, પણ એ શ્રેણિ અધવચથી છોડી શકતો નથી. એ આત્માએ નિયમથી ૧૧મા ગુણસ્થાન સુધી જવું જ પડે છે. એ સાબિત કરે છે કે જે તીવ્રતાથી એ શ્રેણિમાં પ્રવેશ કરે છે, તેની તીવ્રતામાં એ ધરખમ વધારો કે ઘટાડો કરી શકતો નથી. તેનું કારણ એ સમજાય છે કે શ્રેણિમાં આત્મા મન કે ઇન્દ્રિયનો ઉપયોગ કરતો નથી. તો પછી શ્રેણિના પુરુષાર્થની અને આજ્ઞાપાલનની તૈયારી જીવ ક્યારે કરે છે?
પ્રભુ પ્રાર્થનાને લીધે ખુલાસો મળે છે કે શ્રેણિના કાર્યની તૈયારી જીવ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને કરે છે. આ બે ગુણસ્થાનો ૧ થી ૫ અને ૮ થી ૧૪ ગુણસ્થાન સેતુરૂપ છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને જીવ ભૂત, વર્તમાન અને ભાવિના પુરુષાર્થને એકત્રિત કરે છે. ત્રણ કાળના પુરુષાર્થના સંગમથી જીવ ૬-૭ ગુણસ્થાને રહી, સિદ્ધભૂમિની સહજ સ્થિતિ માટેના પુરુષાર્થની શુદ્ધિનો ભાવ (પ્રાર્થના) કરી શકે છે. આ જ ભાવ પરમકૃપાળુ રાજપ્રભુએ “અપૂર્વ અવસર’માં ભાવ્યો છે. આ ભાવના આધારે જીવ ૧ થી ૫ ગુણસ્થાન સુધીના પૂર્વ પુરુષાર્થને ૬-૭માં ગુણસ્થાનના વર્તમાન પુરુષાર્થમાં પરિણાવે છે અને એ વર્તમાન પુરુષાર્થને ૮-૧૪ ગુણસ્થાનના ભાવિ પુરુષાર્થમાં પલટાવી શકે છે. આ ત્રણ કાળનું સંમેલન માત્ર ૬-૭ ગુણસ્થાને થાય છે.
४४