________________
કેવળી પ્રભુનો સાથ
નથી થઈ હોતી; તેમ છતાં તેના કષાય પરિણામ અતિમંદ અથવા નહિવત્ હોય છે. એટલું જ નહિ પણ થયેલી આત્માની શુદ્ધિનાં કારણે તેનાં મન, વચન, કાયા વિશેષ બળવાન થયા હોય છે. પરિણામે તે શુક્લધ્યાનમાં અશાતાવેદનીય કર્મ મોટા પ્રમાણમાં બાળે છે. પણ વર્તતી સંસારી સ્પૃહાના કારણે શાતાવેદનીય કર્મનો મોટો જથ્થો ન બાળતાં આત્મપ્રદેશ પર સાચવી રાખે છે. આથી પૂર્વ સંચિત સંસારી શાતાવેદનીય કર્મ જળવાઈ રહે છે, અને તે પરમાર્થ પુણ્યમાં પલટાતું નથી. બીજી બાજુ અતિમંદ કષાય, સ્પૃહા અને બળવાન યોગના લીધે ઘણા મોટા પ્રમાણમાં સંસારી શાતાવેદનીય કર્મનો આશ્રવ તેને થાય છે. મંદ કષાય હોવાથી ઘાતી કર્મની માત્રા અતિ અલ્પ હોય તે સ્વાભાવિક છે અને બળવાન યોગના લીધે આશ્રવાતા પરમાણુઓનો જથ્થો ખૂબ મોટો હોય છે, તે વર્તતી સ્પૃહાને કારણે સંસારી શાતાવેદનીય રૂપે પરિણમે છે. તે પૂર્વનાં સંસારી પુણ્યમાં ભળી જાય છે અને શાતાવેદનીયનો જથ્થો પ્રમાદને કારણે મોટો ને મોટો થતો જ જાય છે. જે ભોગવવા તેણે લાંબા આયુષ્યનો દેવલોકનો ભવ પસાર કરવો પડે છે. આમ આત્મપ્રદેશ પર જમા થયેલા સંસારી શાતાવેદનીય કર્મના જથ્થાને સ્પૃહાને કારણે દેવલોકના અતિ વૈભવશાળી ભોગ ભોગવવામાં જ વાપરી શકાતો હોવાથી તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ લંબાઈ જાય છે. પ્રત્યેક શુક્લધ્યાનના સ્પર્શ વખતે તે નિકાચીત ન હોય તેવા અશાતાવેદનીય કર્મને બાળતો જાય છે, અને સંસારી શાતાવેદનીય કર્મને સાચવવા ઉપરાંત ઘણાં નવાં કર્મો ઉપાર્જન કરતો જાય છે.
આ રીતે દેવલોકના સુખ ભોગવી લિપ્ત બની મનુષ્ય જન્મ તે ધારણ કરે છે ત્યારે પ્રભુની સમર્થ સહાય હોય તો પોતાની સંસારી સ્પૃહા તોડી, શ્રેણિની ઉત્તમ તૈયારી કરે છે. પરંતુ તે વખતે પણ જો પ્રમાદી રહે તો ફરીથી ઉપરની વણઝાર ચાલુ રહે છે, અને તેમાં ય જો શ્રેણિ માંડે તો તે બાંધેલા સંસારી શાતા વેદનીયના પ્રભાવથી ઉપશમ શ્રેણિમાં ચાલ્યો જાય છે. ૧૧મેથી નીચે ઉતરી તે જીવ ફરીથી પુરુષાર્થ કરી, સવળો બની પોતાનું કાર્ય પૂરું કરી શકે છે, પણ તેમાં તેને સંસાર ઘણો ભોગવવો પડે છે. કેવળજ્ઞાન પણ ઉતરતી વયે આવે છે.
૪૮