________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
ભૂત પુરુષાર્થને વર્તમાનના પુરુષાર્થમાં જવાની પ્રક્રિયાને સાધુસાધ્વીજીનો આંતર પુરુષાર્થ કહ્યો છે કારણ કે તેમાં મુખ્યતાએ શ્રી સાધુસાધ્વીજીનાં કલ્યાણનાં પરમાણુઓ કાર્યરત હોય છે. તેવી જ રીતે વર્તમાન પુરુષાર્થને શુદ્ધ કરવો અને ભાવિ પુરુષાર્થ માટે પ્રાર્થના કરવી તેને શ્રી ઉપાધ્યાયજીનો પુરુષાર્થ કહ્યો છે, કારણ કે આ પ્રક્રિયા કરવામાં સૌથી વિશેષ સહાય શ્રી ઉપાધ્યાયજીનાં કલ્યાણનાં પરમાણુઓમાંથી જીવને મળે છે. વર્તમાન પુરુષાર્થને પૂર્ણ આજ્ઞાથી અતિશુધ્ધ અને શુક્લ કરવો અને ભાવિ પુરુષાર્થને પૂર્ણ આજ્ઞા દ્વારા પરિણમાવવો એને શ્રી આચાર્યજીનો પુરુષાર્થ કહ્યો છે. આ બધી તૈયારી જીવ છઠ્ઠા સાતમાં ગુણસ્થાને રહીને કરે છે. અને એ પુરુષાર્થ દ્વારા તે શ્રેણિનાં કાર્યની તૈયારી કરે છે. જે પ્રકારે તે આત્મા શ્રેણિ માંડતાં પહેલાં છઠ્ઠા સાતમા ગુણસ્થાને રહીને પુરુષાર્થ કરે છે, તે પ્રકારે તેનો શ્રેણિમાં કરવાનો પુરુષાર્થ નક્કી થાય છે. આ પુરુષાર્થને આધારે જ તે જીવ ઉપશમ શ્રેણિમાં જશે કે ક્ષપક શ્રેણિમાં જશે તે નક્કી થાય છે. એટલું જ નહિ પણ એ શ્રેણિ તે કેટલા કાળ પછી માંડી શકશે તે પણ તેના છઠ્ઠા-સાતમા ગુણસ્થાનના પુરુષાર્થના પ્રકારના આધારે જ નક્કી થાય છે. વળી, ક્ષપક શ્રેણિ શરૂ કર્યા પછી કેટલા કાળે તે સર્વજ્ઞપણું મેળવશે તે પણ તેના ૬-૭ ગુણસ્થાનના પુરુષાર્થને આધારે નિશ્ચિત થાય છે. ઓછામાં ઓછા નવમા સમયે અને ઉત્કૃષ્ટ બે ઘડીમાં જીવ કેવળજ્ઞાન મેળવી શકે છે, એવો શાસ્ત્રનો અભિપ્રાય પણ જીવના પુરુષાર્થના આધારે જ ઘડાયો છે.
શ્રેણિ માટેનો બધો પુરુષાર્થ જીવે છઠ્ઠા સાતમા ગુણસ્થાને કરવાનો હોવાથી એ વખતે પ્રમાદી થવાથી કે અપ્રમાદી થવાથી પરિણામમાં કેવો ફેરફાર સર્જાય છે તે સમજવું જરૂરી બને છે.
છઠ્ઠા ગુણસ્થાને જીવનાં મન, વચન, કાયા તેના સદ્ગરને અને તે દ્વારા શ્રી પ્રભુને સોંપાય છે, એથી એણે ત્યારથી આજ્ઞાનુસાર વર્તવાનું રહે છે. જ્યારે આ જીવને પૂર્વ કર્માનુસાર સંસારી શાતાની સ્પૃહા છઠ્ઠા ગુણસ્થાને જન્મે છે ત્યારે તે પ્રમાણમાં પ્રમાદી બન્યો હોવાથી સંસારી શાતાવેદનીય મોટા પ્રમાણમાં આશ્રવે છે. અને એ પછી જ્યારે પુરુષાર્થ કરી શુક્લધ્યાનમાં જાય છે ત્યારે તેની સંસારી શાતાની સ્પૃહા ક્ષીણ
9