________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
૨. આત્મિક પ્રમાદમાં અમુક પ્રકારે થાક લાગવાથી જીવ સંસારપ્રમાદને
વેદે છે અને આજ્ઞામાર્ગને આનુસંગિકરૂપ ફળરૂપે વેદે છે. પહેલા માર્ગે જીવ આગળ વધે તો તે પરમ આજ્ઞા અને પરા આજ્ઞામાં સરે છે. અને તે જીવ નિયમથી ક્ષપક શ્રેણિમાં જાય છે. - બીજા માર્ગે આગળ વધતો જીવ પ્રમાદને પ્રાધાન્ય આપતા લોભને દબાવે છે, અને સૂક્ષ્મ માનને હકાર આપે છે, જેથી તે મુખ્યત્વે ઉપશમ શ્રેણિમાં જાય છે.
આ આજ્ઞા પાળવાના, સંસારી પ્રમાદને પોષવાના અને પરમાર્થ પ્રમાદને તજવાના તરતમપણાથી મુખ્ય પાંચ વિભાગ થાય છે, જે પંચપરમેષ્ટિરૂપ બને છે. સાધુસાધ્વીજીથી શરૂ કરી અરિહંત અને સિધ્ધ પર્વતના સર્વ પરમેષ્ટિ ચડતા ક્રમમાં આજ્ઞાનું પાલન કરે છે, સંસારની સ્પૃહા ત્યાગે છે અને એ દ્વારા સંસારી પ્રમાદને પોષે છે, અને આત્મશુદ્ધિ માટે સતત ઉદ્યમવંત બની પરમાર્થના પ્રમાદને ત્યાગતા જાય છે. આ સર્વની તરતમતાના કારણથી પાંચ પરમેષ્ટિ ભગવંતની કક્ષા સર્જાય છે. તેઓ સર્વ જુદી જુદી કક્ષાની આજ્ઞા પાળે છે, સંસારની વૃત્તિઓ પ્રતિનો પ્રમાદ વધારતા રહે છે અને પરમાર્થ પ્રતિના પ્રમાદને તજતા જાય છે. તે સર્વનાં અલગ અલગ ભેદ હોવાના કારણે શ્રી પંચપરમેષ્ટિના ૧૦૮ ગુણો સર્જાય છે. આ ગુણોને વિચારીએ તો આજ્ઞા, સંસારી પ્રમાદ તથા પરમાર્થ પ્રમાદના જુદી જુદી કક્ષાનાં મિશ્રણથી (permutations and combinations થી) અનંત ભાંગા થઈ જાય છે અને જિનમાર્ગના ઊંડાણનો લક્ષ આવે છે.
શ્રી જિનેશ્વર પ્રણીત નિર્ગથ માર્ગ પૂર્ણ આન્નાના પાયા પર રચાયેલો છે. મોહરૂપી મહાશત્રુના ક્ષયોપશમ કે ક્ષયના આધારે જે પ્રમાણમાં પ્રમાદ અપ્રમાદરૂપે પરિણમી જીવમાં ગુણો પ્રગટાવે છે, તે તે ગુણોના રહેવાના સ્થળના આધારથી ગુણસ્થાનની રચના થયેલી જણાય છે. જીવમાં જેમ જેમ મોહનો ક્ષય થતો જાય છે કે મોહ ઉપશાંત થતો જાય છે તેમ તેમ તેનામાં વિવિધ ગુણો ખીલતા જાય છે. જીવમાં જેમ જેમ વિશેષ
૩૩