________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
અને દર્શન વિશુદ્ધ થતાં જાય છે. જ્ઞાન તથા દર્શનની વિશુદ્ધિથી તે જીવને આત્મસુખ અને શાતા વેદનીય વચ્ચેનો ફરક બરાબર સમજાય છે. પરિણામે તે શાતા વેદનીયનો પણ નકાર કરી શકે છે. શાતા વેદનીયનો નકાર થતાં એ સંસારી પુણ્યનો નકા૨ ક૨ે છે અને તે આત્મસુખનો હકાર વેદી, એ પુણ્યને આત્મસમાધિરૂપ શાંતિ માટે વાપરે છે. આત્મસમાધિ આવતાં તે આશ્રવને તોડે છે, અને નિર્જરામાં જથ્થાને જલદીથી ખાલી કરે છે. કર્મનો જથ્થો નીકળવાથી તે આત્મા વિશુદ્ધ થતો જાય છે. અને તે સાતમા ઉત્કૃષ્ટ ગુણસ્થાન તરફ પ્રગતિ કરે છે. આ ગુણસ્થાનના (સાતમાના) અનુભવથી એ જીવ ‘પ૨મ ભક્તિ’ તથા ‘પરમ આજ્ઞા’નો અનુભવ કરે છે, સંસારપુણ્યને પરમાર્થ પુણ્યમાં ફેરવે છે અને પંચપરમેષ્ટિ ભગવંતનો અપૂર્વ સાથ પામવા માટે પાત્રતા કેળવતો જાય છે, જે શ્રેણિની તૈયારીરૂપ છે.
પંચપરમેષ્ટિ ભગવંતના ૧૦૮ ગુણો છે. તે ગુણોનો આધાર આત્માના અપૂર્વ સ્વભાવ અને અપૂર્વ ગુણો ૫૨ રહેલો છે. પૂર્ણ શુધ્ધ થાય ત્યારે સર્વ આત્મામાં આ ગુણો સમાન અને સરખા હોવા છતાં, પંચપરમેષ્ટિ ભગવંતમાં એ ગુણો દશા અને પદવી અનુસાર જુદા પડે છે. બીજી અપેક્ષાએ વિચારીએ તો એ ગુણો આત્માના અપૂર્વ સ્વભાવ અને ગુણો પર આધારિત હોવાને લીધે આ ગુણોનું મહાત્મ્ય એકથી ચૌદ ગુણસ્થાન સુધી રહેલું છે. વળી એ મહાત્મ્ય અમુક ઇષ્ટ ભગવંત માટે સિમિત ન બનતાં, પાંચે પરમેષ્ટિનું મહાત્મ્ય દરેક ગુણસ્થાને અને આત્માનું છઠ્ઠું પદ પ્રાપ્ત કરવા માટે કાર્યકારી અને માર્ગદર્શક નીવડે છે.
અહીં પ્રશ્ન થઈ આવે છે કે ૧૦૮ ગુણોનું મૂળ એક જ હોય તો તેમાં ફરક શેના કારણે આવે છે? આત્માનાં અપૂર્વ સ્વભાવની શુદ્ધિ અને સિદ્ધિ મુખ્ય બે પદાર્થ પર આધારિત છેઃ ૧. આજ્ઞા ૨. પ્રમાદ.
આજ્ઞા એ મોક્ષ મેળવવાનો સીધો, સહેલો અને ધોરી માર્ગ છે. આજ્ઞામાં આત્માનાં ચેતનત્વનો અનુભવ છે; અને પુદ્ગલ પદાર્થથી ભિન્ન, માત્ર આત્મિક સમૃદ્ધિનો આનંદ છે. પરંતુ જ્ઞાની ભગવંત જાણે છે કે જીવ અનાદિકાળથી આ
૩૧