________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
આ વિસંયોજનની પ્રક્રિયા કરે છે. સમયની વૃદ્ધિ તેના પુરુષાર્થના બળ પર આધારિત છે. જેટલો સમય પ્રક્રિયા ચાલે તેટલો સમય તે શુક્લાનમાં રહ્યો કહેવાય. પૂર્વમાં જે રાગ અને દ્વેષના બંધ કરેલા છે તે જેમ જેમ ઉદયમાં આવતા જાય તેમ તેમ વિસંયોજન પામી નિર્ભરતા જાય છે. અને એ વખતે નવા રાગ કે દ્વેષના બંધ નહિવત્ થતા જાય છે. તેથી શુક્લધ્યાનમાં જીવ મોહનીયની બળવાન નિર્જરા કરી શકે છે. સાથે સાથે પોતાના પૂર્વ ભાવ અનુસાર તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મ પણ બળવાનપણે નિર્જરાવી શકે છે.
કોઈ કારણસ૨ જો જીવને પોતાના સદ્ગુરુ પાસેથી એ રસ પ્રાપ્ત થાય તેમ ન હોય, છતાં તેની છૂટવાની તમન્ના ખૂબ તીવ્ર હોય, તો તે બળવાન પ્રાર્થનાની સહાયતાથી અરિહંત પ્રભુ પાસેથી અથવા તો કેવળીપ્રભુ પાસેથી અમુક માત્રામાં શુદ્ધિ મેળવી શકે છે. આ શુદ્ધિ માટેનો પુરુષાર્થ પહેલા માર્ગ કરતાં ઘણો વધારે હોવો જરૂરી છે, કારણ કે અરિહંત પ્રભુ અને કેવળી પ્રભુ પૂર્ણ વીતરાગ છે, પણ સદ્ગુરુ પૂર્ણ વીતરાગ નથી, અમુક અંશે સ્પૃહાવાળા છે, તેથી પોતાની સ્પૃહાને કારણે તેઓ શિષ્યને વહેલી પ્રાપ્તિ કરાવે છે. કેવળીપ્રભુ પાસેથી જોઇતી શુદ્ધિ મળ્યા પછી તેને વરદાનરૂપે સર્વ સત્પુરુષ પ્રત્યે તાદાત્મ્યભાવ, પોતાના ગુરુ કરતાં થોડી ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે. આ તાદાત્મ્યભાવ મળતાં જીવને સત્પુરુષનો આજ્ઞારસ મળવા લાગે છે. આ આજ્ઞારસ મળતાં જીવનો સ્વચ્છંદ તૂટતો જાય છે, પ્રમાદ ઘટતો જાય છે, નબળો થતો જાય છે.
પ્રમાદ નબળો થવો એટલે શું? પ્રમાદ નબળો થવો એટલે રાગના સ્કંધોમાંથી માયા અને લોભ કષાય છૂટા થવા, તથા દ્વેષના સ્કંધોમાંથી ક્રોધ અને માનના કષાય છૂટા થવા. સત્પુરુષના આજ્ઞારસની સહાયથી રાગદ્વેષના સ્કંધોમાંથી માયા, લોભ, ક્રોધ તથા માનના સ્કંધો વિખૂટા પડતા જાય છે.
આ પ્રક્રિયા કરવામાં જીવ જો પ્રમાદી હોય તો એ સદ્ગુરુ આજ્ઞાને સત્પુરુષની આજ્ઞામાં પરિણમાવતી વખતે પૂર્ણ આજ્ઞાને બદલે સ્વચ્છંદ ભળેલી અપૂર્ણ આજ્ઞાપાલનમાં જાય છે. તેથી તેને જેનામાં સંસારસ્પૃહા વધારે હોય તેવા પ્રાથમિક સત્પુરુષનો આજ્ઞારસ વધારે પ્રાપ્ત થાય છે. આ આજ્ઞારસથી તે જીવ અશાતા વેદનીય
૨૯