________________
કેવળી પ્રભુનો સાથ
સાથે જોડાયેલા ક્રોધ, માન, માયા અને લોભને છૂટા પાડી શકે છે, પણ શાતા વેદનીય સાથે જોડાયેલા ક્રોધ, માન, માયા અને લોભને છૂટા પાડી શકતો નથી. આ અપૂર્ણ કાર્યને લીધે જીવમાં જેટલી માત્રામાં અહિંસા ખીલવી જોઇએ, અને સંસારની જેટલી માત્રામાં સુખબુદ્ધિ ઘટવી જોઇએ તેટલી માત્રામાં તે કાર્ય થતું નથી. પરિણામે તે મોહ તોડવા સાથે જ્ઞાન તથા દર્શનનાં આવરણો ક્ષીણ કરી શકતો નથી. શેષ રહેલાં આવરણને લીધે તેને સંસારની અસારતા જેટલી લાગવી જોઇએ તેટલી લાગતી નથી, અને તેને કારણે શાતાવેદનીય અને આત્મસુખ વચ્ચેનો તફાવત તેને યથાર્થતાએ સમજાતો નથી. આથી આત્મસુખનાં વેદન વખતે તે શાતા વેદનીયનો પણ આત્માથી હકાર કરે છે. આ અશુભ કાર્યને લીધે જીવ આત્મસુખ, ક્ષપકશ્રેણિ અને કેવળજ્ઞાનનાં અંતરાય બાંધે છે. પરિણામે સાંસારિક પુણ્યનો જથ્થો વિપુલ થતો જાય છે અને કેવળજ્ઞાન લેવામાં વિલંબ થાય છે.
આનાથી વિરુદ્ધ જ્યારે જીવ આજ્ઞામાં રહી, વિનયી બની સદ્ગુરુને આધીન થાય છે ત્યારે તેનાં અંતરમાં શતાવેદનીયનો સૂક્ષ્મ રીતે નકાર થાય છે. આ શુભ કાર્યને લીધે તેને આત્મસુખ જ વહાલું લાગે છે. પરિણામે અંતરાયના બંધ થતા નથી. જેનાં ફળરૂપે તેને સત્પષ, પૂર્ણ સત્પરુષ કે પરમ સત્પરુષ પાસેથી કલ્યાણભાવ વધારે મળે છે, કેમકે કલ્યાણનાં પરમાણુના ભાવો તેના આત્માએ વેરેલા ભાવના સમાન હોય છે. ધર્માસ્તિકાયની સહાયથી જીવ એ કલ્યાણનાં પુદ્ગલોને ખેંચે છે. તે પુગલો સદ્ગુરુના આજ્ઞારસમાં ભળી જઈ તપુરુષનો આજ્ઞારસ નિર્માણ કરે છે. આ આજ્ઞારસ વિશુદ્ધ હોય છે, તેના પ્રભાવથી તે જીવ સર્વ સપુરુષ પ્રત્યે પોતાના સદ્દગુરુ જેટલો જ તાદાસ્યભાવ કેળવી શકે છે. એ દ્વારા જીવને પોતાના ગુરુ જેવા સગુણો બીજા અનેક જીવોમાં છે તેની જાણ થતાં, તેનો સદ્ગુરુ પ્રતિનો મારાપણાનો ભાવ મંદ થતો જાય છે. સાથે સાથે સગુરુ જે બીજા આત્માઓ કરતાં વધારે નિસ્પૃહ છે તે મારા નથી, તો બીજું કોઈ આ સંસારમાં મારું કેવી રીતે હોઈ શકે? આ પ્રકારનો વૈરાગ્યમય ઉદાસીનભાવ એ જીવ વેદે છે. આ ભાવથી તેની સંસારની સુખબુદ્ધિ તૂટતી જાય છે, અને સૂક્ષ્મ હિંસાથી પણ તે જીવ નિર્વતતો જાય છે. આમ થવાથી તેનાં જ્ઞાન