________________
કેવળી પ્રભુનો સાથ
જ રાગદ્વેષને અલગ કરી શકે છે. બીજી અપેક્ષાએ વિચારતાં લાગે છે કે જીવે સદ્ગુરુ માટેના ભક્તિભાવ સાથે સંસારનો ભાવ કર્યો તેમાં એનાથી સગુનો અનાદર થયો અને તેને પરમાર્થ અંતરાય બંધાઈ.
એનાથી વિરુધ્ધ જ્યારે જીવ આજ્ઞામાં રહી પાંચમા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે ત્યારે તે દશાના પ્રમાણમાં વિશેષ આજ્ઞાધીન હોવાને લીધે તેની સગુરુ પ્રતિની ભક્તિ ઉત્તમ કહેવાય છે, તેનાથી તેની અંતરાય તૂટે છે. અંતરાય તૂટવાથી સર્વ સદ્ગુરુ આજ્ઞારસ વધારે શુદ્ધ માત્રામાં મળે છે; તે રસના પ્રભાવથી રાગદ્વેષના પુદ્ગલ સ્કંધો વધારે છૂટા પડે છે અને જીવમાં સંસારમોહ કરતાં ભક્તિ અને પરમાર્થ મોહ વિશેષતાએ – બળવાનપણે ઉત્પન્ન થાય છે.
જીવ જ્યારે પ્રમાદ સહિત પાંચમા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે ત્યારે રાગદ્વેષના સ્કંધો છૂટા પડયા હોવા છતાં એકબીજાની આસપાસમાં રહે છે. તેથી તેઓને ફરીથી એકરૂપ થવાની સંભાવના રહે છે, કારણ કે એ સગુરુ આજ્ઞારસમાં સાથે આવેલા મોહનાં પરમાણુઓ રાગદ્વેષને જોડવાની કડી બને છે. પરંતુ જ્યારે પૂર્ણ આજ્ઞાથી જીવ પાંચમાં ગુણસ્થાનનો સ્પર્શ કરે છે, ત્યારે તેના રાગદ્વેષના છૂટા પડેલા પુદ્ગલ સ્કંધો વચ્ચે ઘણું અંતર થઈ જાય છે. અને એ બંને વચ્ચે સગુરુના આજ્ઞારસથી દિવાલ થઈ જાય છે. પરિણામે છૂટા પડેલા સ્કંધો ફરીથી એકરૂપ થઈ શકતા નથી.
જ્યારે આ રાગદ્વેષના સ્કંધો પૂર્ણતાએ જુદા થઈ જાય છે અને વચ્ચે વચ્ચે સર્વ સદગુરુ આજ્ઞારસ તથા અમુક અંશે સર્વ પુરુષ આજ્ઞારસની દિવાલ થાય છે ત્યારે એ જીવ છઠ્ઠા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે. દ્વેષના સ્કંધો
રાગના સ્કંધ
આત્મપ્રદેશ
સર્વ સદ્ગુરુ અને અંશે સપુરુષ આજ્ઞારસ
૨૬