________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
આ પ્રક્રિયા કરતી વખતે જો જીવ પ્રમાદ કરે છે તો તેનાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નાશ તો પામે છે, પણ તેનો અમુક ભાગ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયોમાં પરિણમે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયમાંથી ઉદ્ભવેલા અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયનાં પરમાણુઓ અન્ય એ પ્રકારના કષાયો કરતાં વધારે શક્તિશાળી હોય છે, અને તેનો સીધો સંબંધ કેવળજ્ઞાન તથા કેવળદર્શનનાં અંતરાય સાથે થાય છે. પરિણામે કેવળજ્ઞાન તથા દર્શનના પૂર્વે બાંધેલા જે અંતરાયો આત્મપ્રદેશ પર છવાયેલાં છે તેને તે વધુ ઘટ્ટ કરે છે. અને તે જીવ એ પ્રમાણમાં હીનવીર્ય બને છે. હીનવીર્ય થવાથી તેની સંસારની આસક્તિ વધે છે, તેનાં ફળરૂપે તેનાં જ્ઞાન અને દર્શનનાં આવરણોમાં વધારો થાય છે. આમ એક પ્રમાદને કારણે જીવ મોહ, અંતરાય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ એ ચારે ઘાતીકર્મો મોટાં કરે છે; અને તેનાં અનુસંધાનમાં ત્રણ અથવા ચાર અઘાતીકર્મો પણ વધારે છે.
ક્ષાયિક સમકિત લેવાની પ્રક્રિયા વખતે જીવ પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરે છે ત્યારે તેમાં સદ્ગુરુને લગતાં પરમાણુઓ વધારે હોય છે. આથી તેનાં કર્મ પુદ્ગલનાં પરમાણુઓ ઉપર સર્વ સદ્ગુરુનું કવચ બને છે. પ્રત્યક્ષ સદ્ગુરુનાં કવચ કરતાં આ કવચ વિશેષ શક્તિશાળી તથા મજબૂત હોય છે, કારણ કે તેમાં સર્વ પરમેષ્ટિના કલ્યાણભાવ ભળેલા હોય છે. તે કવચના આધારે, જીવના આત્મપ્રદેશ પર ચારિત્રમોહનાં પરમાણુઓની જે ચીકાશ રહેલી હોય છે, તે ચીકાશ તેનાં આત્માનાં ભાનને ભૂલાવી શકતી નથી. ક્ષાયિક સમકિત પછી જીવને આત્માનાં અસ્તિત્વનું ભાન સતત રહ્યા કરે છે, અર્થાત્ આત્માનાં મૂળ સ્વરૂપની પ્રતીતિ મળ્યા કરે છે.
ક્ષાયિક સમકિત મેળવ્યા પછી તે જીવ ચારિત્રમોહ ક્ષીણ કરવા તરફ વળે છે. ચારિત્રમોહની ઉત્પત્તિ બે કારણે થાય છેઃ સ્વચ્છંદ અને પ્રમાદ.
ભક્તિ એ જ્ઞાનની જનની છે; ભક્તિ પ્રેરિત જ્ઞાન એ આજ્ઞાની જનની છે; અને આજ્ઞા એ મોક્ષની જનની છે. આ પરથી સમજાય છે કે ભક્તિનું ઊંડાણ મોક્ષ
૨૩