________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
આ આજ્ઞાપાલનની અમુક માત્રા પછી, અમુક શુદ્ધિ થયા પછી એ જીવને પંચપરમેષ્ટિ ભગવાન પાસેથી આજ્ઞા મળવાનું વરદાન મળે છે, તે વરદાનનું મહાત્મ એ છે કે એ જીવે જે આજ્ઞાધર્મનું પાલન કર્યું હતું તેની સહાયતા માટે તપ કરવાનું વરદાન મળે છે. આજ્ઞારૂપી તપ મળવાથી જીવને એટલી આજ્ઞા પાળવામાં પ્રમાદ થતો નથી. આમ પંચપરમેષ્ટિ ભગવંત તરફથી આજ્ઞાનું દાન મળવાને લીધે, તે જીવની શુદ્ધિ તથા ભાવના પ્રમાણમાં ઉત્તરોત્તર સાધુસાધ્વીથી શરૂ કરી, ઉપાધ્યાય, આચાર્ય, અરિહંત અને સિદ્ધ પાસેથી આજ્ઞા મળે છે. સંસારી કાર્યોમાં મુખ્યત્વે સાધુસાધ્વીજી અને ઉપાધ્યાયજી પાસેથી આજ્ઞા મળે છે, અપવાદરૂપે આચાર્યજી પાસેથી આજ્ઞા મળે છે. પરમાર્થ આરાધન માટે તેને આચાર્યજી, અરિહંત અને સિદ્ધપ્રભુ પાસેથી મુખ્યતાએ આજ્ઞા મળે છે. શ્રી પંચપરમેષ્ટિ તરફથી મળતી આજ્ઞાનું મહત્ત્વ એ છે કે એ આજ્ઞાથી કાર્યસિદ્ધિ ત્વરાથી થાય છે અને જીવને આજ્ઞા પાળવામાં પ્રમાદ આવતો નથી.
આ માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓના સ્કંધનું બંધારણ કઈ રીતે થાય છે તે જાણવું રસપ્રદ છે. આ સ્કંધોનું શુદ્ધિકરણ શ્રી ભગવંત દ્વારા કેવી રીતે થાય છે, વળી તે પરમાણુઓ ઉત્તરોત્તર કેવી રીતે વધારે સક્રિય અને વધારે શક્તિશાળી બને છે તે પણ સમજવા યોગ્ય છે.
પરમેષ્ટિપદમાં રહેલા સાધુસાધ્વીજી પૂર્વના પરમેષ્ટિએ છોડેલા કલ્યાણનાં પરમાણુઓને પરમાર્થ લોભ દ્વારા ખેંચે છે. તેમાં તેઓ પોતાનાં હૃદયમાં ઘંટેલો કલ્યાણભાવ ભેળવે છે. સ્વીકારેલા કલ્યાણનાં પરમાણુઓમાં પરમાર્થ લોભ (સ્પૃહા) રહેલ છે, તેથી એ પરમાણુઓમાં ચીકાશ થાય છે, અને તેઓ એકબીજાને સ્પશીને રહે છે. તેમાં વર્તતા લોભ કષાયની વિપરીત અસરરૂપે ગ્રહણકર્તામાં માન કષાય ઉદ્ભવે નહિ તે માટે અને લોભ કષાયને સમતોલન કરવા માટે ઉપાધ્યાયજીએ પ્રણીતેલા અને બોધેલા આજ્ઞારૂપી વિનયધર્મનો એમાં ઉમેરો થાય છે. આ રીતે આત્મામાં ચૂંટાઈને તૈયાર થયેલા કલ્યાણના પરમાણુઓને સાધુ-સાધ્વીજી જગતમાં વહેતા મૂકે છે.
જગતમાં આ રીતે ફેલાયેલા સાધુસાધ્વીજીનાં કલ્યાણનાં પરમાણુઓમાંનાં અમુક શ્રી ઉપાધ્યાયજી ગ્રહણ કરે છે ત્યારે તેઓ તેમાં પોતાનો વધારે શુધ્ધ અને સૂક્ષ્મ