________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
ગ્રહણ કરેલાં કલ્યાણનાં પરમાણુઓનાં નિમિત્તથી, સગુરુ પ્રતિનાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાનાં બળથી, તથા સગુરુની આંતરશૈલીના સાથથી જીવને થોડા કાળ માટે સંસારનો ઉગ્ર નકાર આવે છે. પરિણામે તે પરમાણુઓ અતિઉગ્ર બને છે. પરમાણુઓની આ ઉગ્રતાને કારણે મિથ્યાત્વ તેને દબાવી શકતું નથી, બલ્ક તે પોતે દબાય છે. તે વખતે ધ્યાનરૂપી તપનાં કારણે તે સંકોચાયેલું ઈધણ (કલ્યાણનાં પરમાણુઓ) વિસ્ફોટ પામે છે. તે સળગીને મિથ્યાત્વને બાળી તેનાં ચિથરે ચિથરાં ઊડાડે છે. આમ આ કલ્યાણનાં પરમાણુઓ મિથ્યાત્વને બાળવામાં ઈધનનું કામ કરે છે. મિથ્યાત્વનો જે ગઠ્ઠો પૂરેપૂરો બળી જાય છે તેનો ક્ષય થાય છે. અને જે ગઠ્ઠો અધૂરો બળે છે તેને જીવ નીચેના થરમાં (આત્મપ્રદેશ પાસેના થરમાં) ધકેલી ઉપશમાવે છે. આ પ્રકારની પ્રક્રિયા જીવ અનંતાનુબંધી કષાય માટે પણ કરે છે. આ પ્રક્રિયા કરતાં કરતાં તે જીવ ધ્યાનમાં સ્થિર થાય છે અને તેનું મિથ્યાત્વનું ઉપરનું પડ ક્રમે ક્રમે ક્ષીણ થતું જાય છે. તે જીવ ઉપશમ સમ્યકત્વ મેળવે છે. તે જ રીતે અપ્રમાદી બની પુરુષાર્થ કરતાં કરતાં જીવ ક્ષયોપશમ સમકિત મેળવે છે. તેનાથી શેષ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય દબાઈ જાય છે. ઉદિત થઈ શકતાં નથી.
સમ્યકત્વ લીધા પછી જીવની આત્મસ્થિતિ લગભગ આ પ્રકારની થાય છે –
/000000000000000000 પ્રત્યક્ષ સદગસ કરીનમાહ અને ચારિત્રમોહનો થર. કોઈ
રિક કર્મનાં પુદ્ગલ
--આત્મપ્રદેશ આજ્ઞા કવુચ
જ દર્શનમોહ અને ચારિત્રમોહનો થરા ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
-પરમાણુઓ
ક્ષયોપશમ સમકિત થતાં જીવને “પ્રત્યક્ષ સદ્ગુરુ આજ્ઞાકવચ મળે છે, જેથી શેષ રહેલાં મિથ્યાત્વ કે અનંતાનુબંધી કષાય ઉદયમાં આવી શકતાં નથી. આ કવચના આશ્રયને લીધે જીવનું સમ્યકત્વ વમાતું નથી; માત્ર દૂષિત થાય છે. પ્રત્યક્ષ સદ્ગુરુનું આજ્ઞાકવચ કર્મનાં પરમાણુઓને એવી રીતે દબાવે છે કે નીચેના થરમાં રહેલા મિથ્યાત્વનાં દળિયાં જોર કરી ઉદયમાં આવી શકતાં નથી. જ્યાં સુધી જીવ અપ્રમાદી
૧૭