________________
કેવળી પ્રભુનો સાથ
રહી પ્રત્યક્ષ સગુરુનાં આજ્ઞાકવચને મજબૂત બનાવતો રહે છે ત્યાં સુધી તેનાં દબાયેલાં મિથ્યાત્વનું અસ્તિત્વ ઘટતું જાય છે.
પરંતુ જીવ જો પ્રમાદી બને છે, એટલે કે તેની સંસારસ્પૃહા વધવા માંડે છે તો તેનું પ્રત્યક્ષ સગુરુ આજ્ઞાકવચ' નબળું થતું જાય છે, અને તેનાં મિથ્યાત્વનું જોર વધતું જાય છે, એ જોર તેનાં પર રહેલાં કર્મપરમાણુઓને ઉછાળે છે. આ ઉછાળાથી કર્મ પરમાણુઓ હલે છે, પરિણામે તે પરમાણુઓની વચ્ચે જગ્યા થાય છે. અને દબાઈને રહેલો મિથ્યાત્વરસ તે જગ્યામાં સ્થાન લે છે. ત્યાંથી એ મિથ્યાત્વ “પ્રત્યક્ષ સદ્ગુરુ આજ્ઞાકવચ'નો સીધો સ્પર્શ પામે છે. આવા સમયે પ્રમાદી બની જીવ જો સદેવ, સદ્ગુરુ કે સન્શાસ્ત્રની અશાતના કરી બેસે તો એનાથી બંધાતી અંતરાયને કારણે તેને પ્રત્યક્ષ સદ્ગુરુનું અનુસંધાન રહેતું નથી, અને તે જીવનાં પ્રત્યક્ષ સદ્ગુરુ આજ્ઞાકવચમાં તિરાડો પડે છે. એ તિરાડોમાં મિથ્યાત્વ ઉપર આવીને ભરાય છે, તિરાડોને મોટી કરે છે. આમ કરતાં કરતાં મિથ્યાત્વ જો કવચનાં ઉપરના ભાગમાં આવી જાય તો તે પ્રત્યક્ષ સગુરુ આજ્ઞાકવચનાં ટૂકડે ટૂકડા કરી ઉદય પામી જાય છે. પરિણામે જીવનું સમ્યકત્વ વમાઈ જાય છે.
જો કદાપિ મિથ્યાત્વ સાથે ચારિત્રમોહ પણ ભળેલો હોય તો તે જીવને અનંતાનુબંધી કષાય પણ ઉદયમાં આવી શકે છે. આમ બેવડો દોર હોય તો સમકિત જલદીથી વાઈ જાય છે. પણ સાથે સાથે એ પણ સમજી શકાશે કે બે તત્ત્વ ભેગા થતાં મિથ્યાત્વનું જોર પ્રમાણમાં ઓછું થાય, જેથી ફરીથી સમકિત પ્રાપ્ત કરવામાં આસાની આવે.
આ પ્રક્રિયા સમજતાં આ સમજાયું હશે કે પ્રત્યક્ષ સદ્ગુરુ આજ્ઞા કવચ અને મિથ્યાત્વ એ પ્રત્યક્ષ શત્રુઓ (direct enemy) છે અને પ્રત્યક્ષ સદ્ગુરુ આજ્ઞા કવચ અને ચારિત્ર મોહ અમુક અંશે પરોક્ષ શત્રુઓ (indirect enemy) છે. કારણ કે ચારિત્રમોહમાં અમુક અંશે પરમાર્થ લોભ પણ સમાયેલો છે, જેના નિમિત્તથી જીવને પ્રત્યક્ષ સદ્ગુરુ આજ્ઞાકવચ થયું હોય છે.
અપ્રમાદી રહેવાથી જીવનો સંસાર પ્રત્યેનો નકાર વધતો જાય છે અને પ્રત્યક્ષ સગુરુ આજ્ઞાકવચની સહાયથી જીવ, પ્રત્યક્ષ સગુરુ જેનાથી કલ્યાણ પામ્યા છે તે
૧૮