________________
શ્રીવિજયસૂરિકૃત– ગુણને સમૂહ પ્રાપ્ત થાય છે. ગુણનો સમૂહ એટલે સમ્યગ દર્શન (સમકીત) જ્ઞાન તથા ચારિત્ર વગેરેની આરાધના રૂપ ગણે. જે તેવા પ્રકારને લઘુકમી જવ આર્ય દેશને આશ્રય કરે તે તેનામાં ઉપર કહેલ ગુણને સમૂહ પ્રાપ્ત થાય છે. કહેવાને સાર એ છે કે લઘુકમી જીવ હેય તથા ધર્મબુદ્ધિવાળે હોય તે છતાં જે અનાર્ય દેશને ત્યાગ કરે નહિ તે. તેને ગુણ સમૂહ પ્રાપ્ત થ નથી, અથવા આ ગુણ સમૂહ પ્રાપ્ત થવામાં આર્ય દેશ કારણ છે એમ કવિરાજ જણાવે છે. આજ બાબતને જણાવવાને માટે અહીં આદ્રકુમારનું દષ્ટાન્ત જાણવું. (આ દષ્ટાન્ત-ગાથાને સ્પષ્ટાર્થ પૂરો કરીને ટુંકાણમાં જણાવવામાં આવશે.) અહીં કવિશ્રી આર્ય દેશને મહિમા ઉપમા દ્વારા પણ લૌકિક દૃષ્ટાન્ત આપીને સમજાવે છે. તે આ પ્રમાણે–પુરાણ કથામાં જણાવ્યું છે કે - જ્યારે દેવેએ સમુદ્રનું મંથન કર્યું એટલે સમુદ્રને વલે
ત્યારે તે સમુદ્રમાંથી અનેક રત્ન નીકળ્યાં. તે વખતે તેમાંથી ચંદ્ર તથા કૌસ્તુભમણિ પણ નીવ્યા હતા. તેમાંથી ચંદ્રને શંકરે ગંગાથી શુભતા મસ્તકને વિષે ધારણ કર્યો. કવિશ્રી કહે છે કે ખારા સમુદ્રમાં પડી રહેલા ચંદ્રની શોભા અને તેજ ચંદ્ર જ્યારે શંકરે પિતાના મસ્તકને વિષે ધારણ કર્યો ત્યારની તેની શોભા તે સરખી ક્યાંથી હાય. અથવા ખારા સમુદ્રને આશ્રય કરનાર ચંદ્રની શોભા નહિ જેવી જ હતી, પરંતુ જ્યારે તે ચંદ્રને શંકરે ગંગાથી શોભતા પોતાના મસ્તકને વિષે ધારણ કર્યો ત્યારે તેની શોભા અનેક ગણી વધી જાય છે. વળી તે ખારા સમુદ્રમાં રહેલા કોસ્તુભમણિની શોભા પણ ઘણું થડી હતી, પરંતુ જ્યારે હરિએ (વિષ્ણુએ)