________________
નહિં બીતે, ગૃહસ્થ ધર્મને ઉચિત સર્વ પ્રવૃત્તિ કરતે. અંત સમયે દશ પ્રકારની આરાધના કરી–સાતક્ષેત્રે ધન વાપરી-ઘરમાં જ અણસણ કરી સમાધિ સહિત કાલ કરી બારમા દેવલોકના ઈન્દ્રને સામાનિક દેવતા બાવીર સાગરોપમના આયુષ્યવાળો થયે. ત્યાંથી એવી અનુક્રમે મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામીને મેક્ષે જશે. શ્રી ગૌતમકુલકની પ્રથમ ગાથાના નવ દ્રષ્ટાંતે પૂર્ણ થયા. હવે બીજી ગાથાને પ્રથમપદને સંબંધ કહે છે. પ્રથમ ગાથામાં છેડે બાલપંડિત એટલે મિત્રજીવ વર્ણવ્યા તેથી હવે બીજી ગાથામાં એકલા પંડિત છ વર્ણવે છે. ते पंडिया जे विरया विरोहे, ते साहुणा जे समय चरन्ति ते सत्तिणा जे न चलति धम्म ते बांधवा जे वसणे हवति ॥२॥
તેને જ પંડિત કહેવાય છે કે જે ક્રોધથી વિરામ પામેલ છે. તે સાધુ છે કે જે સમતાને આચરે છે. તે સત્વશાળી છે કે જે ધર્મથી ચલાયમાન થતાં નથી અને તેજ બાંધવો છે કે જે સંકટમાં પણ ઊભા રહે છે. (દર જતાં રહેતા નથી) પંડિત આ પદપર દ્રાવિડને વારિખિલ્લનું દષ્ટાંત.
પ્રથમ તીર્થંકર પ્રભુ કષભદેવ પ્રભુને દ્રવિડના પુત્ર હતું. જેના નામથી જગતમાં દ્રાવિડ નામે દેશ પ્રસિદ્ધ થયો. તે દ્રવિડ રાજાને બે પુત્ર થયા. તેમાં એકનું નામ દ્રાવિડ હતું અને બીજાનું નામ વારિખલ હતું. એક દિવસ દ્રવિડ રાજાએ દ્રાવિડને મિથિલાનું રાજ્ય આપ્યું અને વારિખિલ્લ રાજાને લાખ ગામ આપીને પોતે પ્રભુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું.
એક દિવસ દ્રાવિડે વારિખિલનું રાજ્ય ચઢતું ચઢતું જોયું. તેથી તેની ચઢિયાતી દેખી ખમી શક્યું નહિ. તેથી વારિખિલ ઉપર શ્રેષ કરવા લાગ્યું. તે વાત વારિખિલે પણ જાણી ત્યારે તેણે પણ દ્રવિહનું રાજ્ય લેવાને ઉપાય કરવા લાગ્યા. એ રીતે બન્ને ભાઈઓ પર સ્પર વિરને ધારણ કરતાં હતા. પણ મુખથી મીઠું બેલતાં હતાં.
કકકકoceeeeeeeeeeededestrosassagesoreseeseedsedeseofessodesedeedeera