________________
ધર્મપરીક્ષા-શ્લોક ૧
इह हि सर्वज्ञोपज्ञे प्रवचने प्रविततनयभङ्गप्रमाणगम्भोरे परममाध्यस्थ्यपवित्रितैः श्रीसिद्धसेनहरिभद्रप्रभृतिसूरेभिर्विशदोकतेऽपि दुषमादोषानुभावात् केषांचिद् दुर्विदग्धोपदेशविप्रतारितानां भूयः शङ्खोदयः प्रादुर्भवतीतितन्निरासेन तन्मनोनमल्यमाधातुं धर्मपरीक्षानामायं ग्रन्थः प्रारभ्यते, तस्य चेयमादिगाथा -
पणमिय पासजिणिदं धम्मपरिक्खाविहिं पवक्खामि ।
गुरुपरिवाडीसुद्धं आगमजुत्तीहिं अविरुद्धं ॥१॥ [प्रगम्य पार्श्वजिनेन्द्रं धर्मपरीक्षा विधि प्रदक्ष्ये । गुरुपरिपाटीशुद्धम् आगमयुक्तिभ्यामविरुद्धम् ॥१॥
पणमियत्ति । प्रणम्य-प्रकर्षेण भक्तिश्रद्धाऽतिशयलक्षणेन नत्वा, पार्श्वजिनेन्द्रम्, अनेन प्रारिप्सित. प्रतिबन्धकदुरितनिरासार्थ शिष्टाचारपरिपालनार्थ च मङ्गलमाचरितम्,धर्मस्य-धर्मत्वेनाभ्युपगतस्य,परीक्षा विधि अयमित्थंभूतोऽनित्थंभूतो वेति विशेषनिर्धारणप्रकारं प्रवक्ष्ये । प्रेक्षावत्प्रवृत्त्युपयोगिविषयाभिधान प्रतिज्ञेयम् । प्रयोजनादयस्तु सामर्थ्यगम्याः धर्मप्रतिपादकस्यास्य ग्रन्थस्य धर्मशास्त्रप्रयोजनादिभिरेव प्रयोजनादिमत्त्वादिति । किंभूतं धर्मपरीक्षाविधिम् ? गुरुपरिपाटीशुद्धम् = अविच्छिन्नपूर्वाचार्य परम्परा वचनानुसरणपवित्रम्, तथा आगमयुक्तिभ्यां = सिद्धान्ततर्काभ्यामविरुद्धं = अबाधितार्थम् । एतेनाभि निवेशमूलकस्वकपोलकल्पनाशङ्का परिहृता भवति । इयं हि ज्ञानांशदुर्विदग्धानामैहिकार्थमात्रलुब्धानां
સવિસ્તૃતનય-ભાંગા અને પ્રમાણેથી ગંભીર તેમજ પરમમાધ્યશ્યથી પવિત્ર એવા અને શ્રી શિ સેનસરિશ્રીહરિભદ્રસાર વગેરે આચાર્યોથી સ્પષ્ટ કરાએલા એવા પણ સર્વદેશિત આ પ્રવચન અંગે (પ્રવચનના સિદ્ધાન્ત અંગે) દુષમકાલના પ્રભાવે કેટલાક દોઢડાહ્યાઓના ઉપદેશથી ઠગાઈ ગએલા કેટલાક જીવને પુનઃ શંકા જાગે છે તેથી તે શંકાઓને દૂર કરવા દ્વારા તેઓનું ચિત્ત નિર્મળ કરવા ધમપરીક્ષા નામને આ ગ્રન્થ શરૂ કરાય છે. તેની આ પ્રથમ ગાથા છે.
ગાથા : શ્રી પાર્શ્વજિનેશ્વરને પ્રણામ કરીને, ગુરુપરંપરાથી શુદ્ધ અને આગમ તેમજ યુક્તને અવિરુદ્ધ એવી ધર્મ પરીક્ષાવિધિને કહીશ.
અહીં શ્રી પાર્શ્વજિનેન્દ્રને પ્રણામ કરીને એટલે અત્યંત ઉછાળા મારતી ભાક્તરૂપ અને શ્રદ્ધારૂપ પ્રકષથી ભગવાનને નમીને. આનાથી પ્રારંભ કરવાને ઇચ્છાએલ ગ્રન્થના પ્રતિબંધક દુરિતેને દૂર કરવા તેમજ શિષ્ટાચારનું પરિપાલન કરવા મંગલ કર્યું“ધર્મની પરીક્ષાવિધિ કહીશ” એવું જે કહ્યું છે તેમાં (૧) ધર્મ એટલે ધર્મ તરીકે અભ્યયગત સ્વીકારેલ સિદ્ધાન્તાદિ, નહિ કે ધર્મ તરીકે નિશ્ચિત (સિદ્ધ) થઈ ગએલ સિદ્ધાન્તાદિ, કેમકે એની તો પરીક્ષા જ કરવાની હોતી નથી. અને (૨) પરીક્ષાવિધિ એટલે “આ (ધર્મ તરીકે સ્વીકારેલ સિદ્ધાન્ત વગેરે) આવો છે કે આ નથી” એ વિશેષ નિર્ણય, (તેને કહીશ). આનાથી બુદ્ધિમાન પુરૂષોની પ્રવૃત્તિ થવામાં ઉપયોગી એવી વિષયકથનરૂપ પ્રતિજ્ઞા સૂચવી પ્રજન-સંબધઅધિકારી વગેરે સામર્થ્યગમ્ય છે. અર્થાત આગમાદિ ધર્મશાસ્ત્રના જે શિષ્યાનુગ્રહ-પદાર્થ. બધ-મેક્ષ વગેરે પ્રજનાદિ હોય તે જ આના પણ જાણી લેવા કેમકે તે શાસ્ત્રના વિષયભૂત ધર્મનું જ આ ગ્રંથ પણ પ્રતિપાદન કરે છે. વળી આ ધર્મ પરીક્ષાવિધિ પૂર્વાચાર્યોની અવિચ્છિન્ન પરંપરાને અનુસરનારી હોઈ પવિત્ર છે તેમજ આગમ અને યક્તિઓથી બાધિત ન થાય તેવા અર્થોને કહેનાર છે. તેથી આને વિશે કેઈએ “આ માત્ર