________________
- ગાયની સાથે વાછરડુ જોવામા આવે ત્યારે દોહતા દૂધની પ્રાપ્તિ થાય છે. તેમ સૂત્રની સાથે અર્થ જોડી સમજવામાં આવે તો ચારિત્ર રૂપી ફળ (દૂધ)ની પ્રાપ્તિ થાય છે.
જેવી રીતે રાજા લાખો રૂપીયા માટે પત્ર લખી આપે પરન્તુ તેની સહી કે રિાકકો ન હોય તો તેની કીમત કેટલી ? લાખ રૂપીયાના પત્ર સાથે સહી-
રિકા કરી આપે તો જ દ્રવ્યની પ્રાપ્તિ થાય. તેવી જ રીતે સૂત્રની સાથે જોડાયેલા અર્થથી આગળ ચારિત્રદ ફળોની પ્રાપ્તિ થાય છે - આ પ્રક્યિા અનુયોગની છે. અનુયોગ પતિ સૂત્રની સાથે અર્થને જોડી આપવાની પ્રકૃતિ છે. જેથી આગમોનાં બધા સૂરો - સિદ્ધાન્તોના અર્થો ખુલી જાય.
વિશેષાવશ્યકભાષ્ય તથા બૃહકલ્પભાષ્ય આદિમાં જે અનુયોગ ના પર્યાયો ની વિચારણા કરી છે એ સિદ્ધ કરે છે કે – પ્રસ્તુતમાં અનુયોગ ના પર્યાયો સર્વથા એકાર્થક નથી. પણ અનુયોગ ના જે વિવિધ પ્રકારો છે તેને પણ પર્યાચો ગણવામાં આવ્યા છે. તેથી એમ કહી શકાય કે સામાન્ય રૂપે એ પર્યાયો એક જ અર્થ ધરાવે છે. પ૨જુ તે બધામાં પોતાની આગવી વિશેષતા છે જ. તેથી આ પર્યાયો અનુયોગના વિવિધ પ્રકારે છે. વિશેષો છે. અર્થાત્ અનુયોગરૂપ દ્રવ્ય - અર્થના તે વિવિધ પર્યાચો પરિણામો છે. વિશેષો છે. અને વ્યાખ્યા કરવાના વિવિધ પ્રકારો છે.
સ્થાનાંગ સૂત્રના ૭૭ માં દ્રવ્યાનુયોગના ૧૦ પ્રકારો દર્શાવ્યા છે. તે પ્રકારોમાં દ્રવ્યની અનેક પ્રકારે સમજ આપવાનો પ્રયત્ન દષ્ટિગોચર થાય છે. દ્રવ્યાનુયોગ સંબંધી છે. સમગ્ર ભાવે અનુયોગ - વ્યાખ્યા પ્રકારની ચર્ચા છે. તેમાં એકાર્યકાનુયોગ જેવી બાબતનું અનુસરણ – અનુયોગદ્વા૨માં જયાં તે તે શબ્દ ના પર્યાયો આપ્યા છે, તેમાં જોવા મળે છે. તે ઉપરથી એમ કહી શકાય કે પર્યાય નિર્દેશ એ પણ અનુયોગનું એક અંગ મનાયું છે. (અનુયોગ દ્વા૨ સૂત્ર ૨૯, ૫૧, ૨)
સર્વ આગમ શાસ્ત્રોની વ્યાખ્યાના પ્રાચીન પ્રકારે જાણવાનું એક માત્ર સાધન તે અનુયોગ દ્વા૨ સૂત્ર છે. સર્વ આગમ શાસ્ત્રોમાં અનુયોગ દ્વાર સૂત્રમાં અપનાવેલી પદ્ધતિનો આદર-સ્વીકા૨ક૨વામાં આવ્યો છે. આગમોની