________________
છે. અહીં પેટી જેવુ સૂત્ર છે. અને અર્થ જેવી વસ્ત્રાદિ વસ્તુઓ છે. પેટી એક અને વસ્તુઓ અનેક છે તેમ સૂત્ર એક છે અને અર્થો અનેક છે પ્રથમ શબ્દ (સૂત્ર) છે. અને પછી તેનો અર્થ છે. કારણ કે સૂત્ર વિના અર્થ કોનો ? વ્યવહા૨માં પણ પ્રથમ સૂત્ર જ મનાય છે.અને પછી તેનો અર્થ વૃતિ-વાર્તિક આદિ રૂપે છે. પ્રશ્નોના ઉત્તરમાં પૂ. ટીકાકાર જણાવે છે. અત્યં માસફ અહિા, પુખ્ત પુંયંતિ નળરા.' કે પેટીમાં ભ૨વાની વસ્તુઓ કપડા આદિ કરતા પણ પેટી મોટી ી છે. તે પણ બરાબર છે. કા૨ણ કે એ પેટી માં ભરેલા કપડામાંથી એક કપડુ કાઢીને અનેક પેટીઓને તે વડે બાંધી શકાય છે, ઢાંકી શકાય છે. તો અહીં અંદરના વસ્ત્રાદિ વસ્તુઓ પેટી કરતા મોટી થઈ. તેવી જ રીતે અર્થને આધારે જ સૂત્રોની રચના થઈ છે. એકાદ અર્થ ને આધારે અનેક સૂત્રો ની રચના થઈ છે. તેથી સૂત્ર કરતા અર્થની મહત્તા વધી જાય છે. એમ અપેક્ષા ષ્ટિએ કહ્યું છે.
અનુયોગના પર્યાયો
अणुयोगो अणियोगो भासा विभासा य वत्तियं चेव । अणुओगस तु णामा एगट्ठिया पंच ॥
વિશેષાવશ્યક ભાષ્યની ૧૩૮૨ મી આ ગાથામાં (આવશ્યક નિત્તિ ની ૧૨૬ મી) પૂ. ભદ્રબાહુ સ્વામીએ અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા, અને વાર્તિક આ બધા અનુયોગના પર્યાયો છે. આ બધાનું નિવ૨ણ પૂ. જિનભદ્રણિએ વિશાષાવશ્યક ભાષ્યમાં ક્યું છે. તથા પૂ. સંઘદાસ ણિએ બૃહત્કલ્પ ભાષ્યમાં ર્યુ છે.
―――――――
अहिगो जोगो निजोगो जहाडइदाहो भवे निडाहोति ।
अथ नित्तं सुतं पवइ चरणं जओ मुक्खो || गा. १९४
બૃહત્કલ્પભાષ્યમાં નિયોગની વ્યાખ્યા દ૨મ્યાન જણાવે છે કે સૂત્રની સાથે જ્યારે અર્થ જોડવામાં આવે છે ત્યારે જ તેનું મુલ્ય મહત્ત્વ વધી જાય છે. આ અર્થનો સૂત્રની સાથે જોડાયેલા અર્થનું મહત્ત્વ છે અને અર્થની સાથે જોડાયેલા સુત્રનું હાર્દ પ્રકટ થાય છે. અને તેના ફળ સ્વરૂપે ચારિત્રની નિષ્પત્તિ થાય છે. જેથી આગળ મોક્ષની પ્રાપ્તિ થાય છે. દાખલા તરીકે