Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/005312/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Gવું દર્શન Gળવો સમાજ આણવત અનુશાસ્તા ગણાધિપતિ તુલસી -- Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ યુરોપના પ્રશાસનિક અધિકારીઓ એક એવી મુદ્રાની શોધમાં છે કે જે સઘળા દેશોમાં ચાલી શકે. આ અર્થ શાસ્ત્રીય દૃષ્ટિકોણ છે. વિચાર અને વ્યવહારની ભૂમિકા ઉપર ‘ભાઈચારો’ એક એવી મુદ્રા છે, જેનો ઉપયોગ વિશ્વના તમામ દેશોમાં થઈ શકે છે. આદિમ યુગમાં એવી મુદ્રા નહોતી. માનવી પણ પશુઓની જેમ આરણ્યક જીવન જીવતો હતો. પક્ષી યુગલોની જેમ યૌગલિક વ્યવસ્થામાં રહેતો હતો. અંતિમ કુલ ક૨ નાભિના પુત્ર ત્રષભે સામાજિક વ્યવસ્થાનો સૂટપાત કર્યો. ભાઈચારાની કથા તે યુગ સાથે સંલગ્ન છે. * વસુ ધૈવ કુટુંબકમ્ ની કલ્પના ભાઈચારાની ભૂમિકા પ૨ જ ક્રિયાન્વિત થઈ શકે છે. ‘મિત્તિ મે સવ ભૂએસુ 'તમામ પ્રાણીઓ સાથે મારે મૈત્રી છે- આ સંકલ્પ ભાઈચારાની ભાવઘારામાં જ ફલિત થાય છે. | ભાઈચારો શબ્દનો સીધોસાદો અર્થ છે ભાઈ જેવો વ્યવહાર. તે પ્રેમ, સૌહાર્દ, પોતાનાપણું, નિકટતા અને ભાતૃભાવનું પ્રતીક છે. Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ છાનું દર્શન કરી નવી સમાજ ગણાધિપતિ તુલસી અનેકાન્ત ભારતી પ્રકાશન અમદાવાદ-૧૫. TTTTTTTTTTTTTTTTTTT TTTTTTTTTTTTTTTTI Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ હિન્દી આવૃત્તિ સંપાદિકા : સાધ્વીપ્રમુખા કનકપ્રભા ગુજરાતી આવૃત્તિ અનુવાદક તથા સંપાદક : રોહિત શાહ સંસ્થાપક અને નિર્દેશક : શુભકરણ સુરાણા કિંમતઃ પાંસઠ રૂપિયા Jain Educationa International પ્રકાશકઃ સંતોમાર સુરાણા નિર્દેશક ઃ અનેકાન્ત ભારતી પ્રકાશન ઈ-ચારુલ, સહજાનંદ કોલેજ પાસે, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ માર્ગ, આંબાવાડી, અમદાવાદ-૧૫. ફોનઃ ૪૬૭૭૩૯, ૩૬૧૧૨૯. * : લેસર ટાઈપ સેટિંગ શ્રી ગ્રાફિક્સ શાહીબાગ, અમદાવાદ-૪. ફોનઃ ૭૮૬૮૦૭૦ આવૃત્તિ : પ્રથમ, દીપોત્સવ-૧૯૯૬ II મુદ્રકઃ મારુતિ પ્રિન્ટર્સ તાવડીપુરા, શાહીબાગ, અમદાવાદ-૪. ફોનઃ ૫૬૨૧૩૧૨, ૫૬૨૫૫૫૯ For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ | અનેકાન્ત ભારતી પ્રકાશન | પેટ્રન શ્રી મીઠાલાલજી પોરવાલ [સિંગલ ટ્રાન્સપોર્ટ કોપ.] 1 શ્રી ચંદનમલ ભંવરલાલ સુરાણા [અરુણા પ્રોસેસર્સ પ્રા. લિ.] III Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્વકથ્ય ) સમય સતત પરિવર્તનશીલ રહે છે. સમય જ શા માટે, સઘળું પરિવર્તનશીલ રહે છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની ત્રિપદી પરિવર્તનની શાશ્વત કથા છે. પરિવર્તનની અનિવાર્યતામાં પણ માણસ ખૂબ ઓછો પરિવર્તન પામે છે. જો સમયની સાથે સાથે માનવી વિવેકપૂર્વક પરિવર્તન પામવાનું શીખી લે તો સમયનાં પાંદડાં તેના કર્તુત્વને ઢાંકી શકે નહિ. સંસારની અન્ય વસ્તુઓ પરિવર્તન પામે છે, તેમનામાં ચિંતન કે વિવેકનો યોગ હોતો નથી. પરંતુ માનવી વિચારી શકે છે અને પોતાના વિવેકનો ઉપયોગ કરીને સાચી દિશામાં પરિવર્તન પણ કરી શકે છે. ચિંતન અને વિવેકના અભાવે નવી દિશાઓ મળતી નથી. ફક્ત પરંપરાઓના વાહક બનીને જીવવું, ચીલા ઉપર ચાલવું અથવા અતીતને સતત પુનરાવર્તિત કરતા રહેવું એ પણ જીવનની એક શૈલી છે. પરંતુ તેમાં માનવી માત્ર યંત્ર બની રહે છે. યંત્ર બનીને જીવવામાં આપણી આસ્થા નથી. ભારતીય દર્શનોમાં એક એવું પણ દર્શન છે, જે ક્ષણજીવી છે. તેના મત મુજબ જે કોઈનું અસ્તિત્વ છે, તે એક ક્ષણથી અધિક સમય ટકી શકતું નથી. જે પ્રથમ ક્ષણ છે તે બીજી ક્ષણે સમાપ્ત થઈ જાય છે. તેને બદલે નવું નિમણિ થઈ જાય છે. આવા પરિવર્તનમાં પણ આપણો વિશ્વાસ દઢ થતો નથી. મૌલિકતાની સુરક્ષા સહિત થતું પરિવર્તન જ આપણને અભીષ્ટ છે. આ જૈન દર્શનનું પરિવર્તન છે. તેના મત મુજબ નવું ઉત્પન્ન થાય છે, જૂનું નાશ પામે છે પરંતુ મૂળ તત્ત્વ યથાવત્ રહે છે. પરિવર્તનનો અસ્વીકાર કરવો તે જડતા છે અને મૂળની અસુરક્ષા પ્રવાહપાતિતા છે. જડતામાં નવા વિકાસની શક્યતા ક્ષીણ થઈ જાય છે અને પ્રવાહપાતિતામાં મૂળ ઉખડી જાય છે. આ બંનેથી બચનાર વ્યક્તિ મૌલિકતાના આકાશમાં પરિવર્તનનો ચંદ્ર ઉગાડવામાં કામિયાબ થઈ શકે છે. મૌલિકતાની સુરક્ષા સહિત થતાં પરિવર્તનોનો સંબંધ આચાર, વ્યવહાર, વેશભૂષા, રીતરિવાજ સુધી જ સીમિત નથી. વ્યક્તિનું ચિંતન અને લેખન પણ તેનાથી પ્રભાવિત થાય તેવી અપેક્ષા છે. સત્ય શાશ્વત હોય છે પરંતુ તેની અભિવ્યક્તિની રીત બદલાતી રહે છે. ભોજન બનાવવાની સામગ્રી તો એની એ જ હોય છે, પરંતુ રસોઈકળામાં નિપુણ ગૃહિણી એક Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જ પદાર્થને અલગ અલગ વીસ પ્રકારમાં બદલી નાખે છે. પરિવર્તન સહિત તૈયાર થતા ભોજનથી ક્યારેય અરુચિ થતી નથી. એ જ રીતે લેખક પોતાના વાચકોને એક જ પ્રકારની સામગ્રી પીરસીને વૈચારિક દષ્ટિએ નવી તાળી આપી શકતો નથી. તેથી લેખકે ભાવ, શિલ્પ વગેરેમાં બંધાઈ રહેવું ન જોઈએ. લેખકીય ધર્મ એ છે કે તે ન તો પૂરેપૂરો ખુલ્લો રહે અને ન તો પૂરેપૂરો બંધાયેલો રહે. કુસલે પુણ નો બદ્ધ નો મુશ્કે- કુશળ એ છે જે ન તો બદ્ધ હોય અને ન તો મુક્ત હોય. “આયારો’નું આ સૂત્ર ચિંતનને એક નવી જ ભૂમિકા પ્રદાન કરે છે. મીડિયા (માધ્યમ)ની નવી ક્રાંતિ છે-નવાં નવાં દશ્ય અને શ્રાવ્ય ઉપકરણોનો આવિષ્કાર થવી અને રેડિયોની સંસ્કૃતિએ માનવી માટે માહિતીનું ક્ષેત્ર વ્યાપક બનાવી દીધું છે. તેના પાWપ્રભાવે માનવીની વાચનની પ્રવૃત્તિને સીમિત કરી દીધી છે. આવા સંજોગોમાં નવા વિચાર અને તેની નવા સ્વરૂપમાં અભિવ્યક્તિ જ વાચકને પ્રભાવિત કરી શકે છે. પ્રત્યેક યુગને પોતાનું એક દર્શન હોય છે, પ્રત્યેક સમાજને પણ એક દર્શન હોય છે અને પ્રત્યેક યુગની પ્રતિનિધિ વ્યક્તિને પણ પોતાનું એક દર્શન હોય છે. સામાન્ય રીતે સામાન્ય માનવીને દર્શનની પરંપરા વારસામાં મળતી હોય છે. તે માત્ર પ્રણમ્ય જ નથી હોતી, ઉપાદેય પણ હોય છે. ભગવાન મહાવીર ભારતના શ્રદ્ધેય મહાપુરુષો પૈકીના એક છે. તેમનું દર્શન સ્વયં સવાંગસંપૂર્ણ દર્શન છે. તેઓ આધ્યાત્મિક પુરુષ હતા. પરંતુ વિજ્ઞાનનાં રહસ્યો તેમના માટે અજાયાં નહોતાં. તેમની વાણીમાં આધ્યાત્મિક સૂત્રોની જેમ જ વૈજ્ઞાનિક સૂત્રોને પણ પામી શકાય છે. આધુનિક વિજ્ઞાન ખાસ અર્વાચીન નથી. આમ છતાં તેને પોતાની ટેનિક છે. અધ્યાત્મ અને વિજ્ઞાન આ બંનેના આધારે એક નવા દર્શનનો વિકાસ કરીને તેને સમાજ માટે ઉપયોગી બનાવવાના ઉદ્દેશ થકી અમે એક કાર્યનો પ્રારંભ કર્યો છે. અણુવ્રત, પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાન સ્વરૂપે તે દર્શન એક નવા સમાજનું દર્શન બને તેવી અપેક્ષા છે. અણુવ્રત એક આદર્શ માનવીનું મોડલ છે. પ્રેક્ષાધ્યાન તે મોડલને અનુરૂપ જીવન જીવવાનો પ્રયોગ છે. જીવનવિજ્ઞાન જીવવાની કલા છે. જીવનના પ્રારંભથી જ આ કલાનું પ્રશિક્ષણ સુલભ થઈ જાય તો અણુવ્રત અને પ્રેક્ષાધ્યાન તેની સાથે સ્વાભાવિક રીતે જ ફલિત થઈ શકે છે. તે માટે શિક્ષણની પ્રણાલીની સાથે જીવનવિજ્ઞાનનો યોગ આવશ્યક છે. શિક્ષણ વિષે વિચારનારા અનેક લોકો તેના પરિવર્તનની અનુશંસા કરે છે. મારું VI Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ચિંતન તેનાથી અલગ છે. મારી દષ્ટિએ શિક્ષણ પ્રણાલી તો સારી છે પરંતુ અપર્યાપ્ત છે, અધૂરી છે. તે અધૂરાપણાને પૂર્ણ કરી દેવામાં આવે તો દેશની - નવી પેઢીને ઉજ્જવળ ભવિષ્ય પ્રદાન કરી શકાય છે. - વીસમી સદીના આખરી બે ત્રણ દસકાઓને આર્થિક પ્રતિસ્પધીઓના દસકા કહી શકાય છે. અર્થકન્દ્રિત દષ્ટિકોણ ગમે તે રીતે અર્થનું ઉપાર્જન કરવાનું અને ઉપભોગની સામગ્રીના ઢગલા કરવાનું દર્શન આપે છે. આવા સંજોગોમાં પણ લોકો ગાંધીના અર્થશાસ્ત્રની વાતો કરે છે. માનું ચિંતન અર્થસાપેક્ષ હતું. તેમના અર્થશાસ્ત્રનો આધાર લઈને સમાજવ્યવસ્થાને ચલાવવાનો પ્રયત્ન પણ થયો. કેટલાક લોકો પૂછે છે કે શું મહાવીરનું પણ અર્થશાસ્ત્ર હોઈ શકે? આ પ્રશ્ન પણ સહેતુક છે. મહાવીર મોક્ષશાસ્ત્રના પ્રવક્તા હતા. મોક્ષ અને અર્થની દિશાઓ સર્વથા ભિન્ન છે. આ ભિન્નતા હોવા છતાં પણ મહાવીરના અર્થશાસ્ત્રીય વિચારો અત્યંત વિલક્ષણ છે. આ દષ્ટિએ જોતાં એમ સ્વીકારવું પડશે કે મહાવીરના દર્શનમાં અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રોનાં બીજ મળે છે. અર્થના સંદર્ભમાં લોકોના ભિન્ન ભિન્ન ખ્યાલો પ્રવર્તે છે. કેટલાક લોકો અર્થને ઉપયોગી માને છે તો કેટલાક લોકો તેને અનર્થનું મૂળ સમજે છે. મહાવીરના મત અનુસાર અર્થ અથવા પદાર્થ ન તો અર્થનું મૂળ છે અને ન તો અનર્થનું મૂળ છે. અર્થ અને અનર્થનો સર્જક સ્વયં માનવી છે. તેનો દષ્ટિકોણ જ તેનો નિર્ધારિક બને છે. આવાં અનેક તત્ત્વોને અભિવ્યક્ત કરનારું પુસ્તક છે “નવું દર્શનઃ નવો સમાજ. આ પ્રસ્તુત કતિમાં અણુવ્રત, પ્રેક્ષાધ્યાન, જીવનવિજ્ઞાન અને મહાવીરના અર્થશાસ્ત્ર સંબંધી જેટલા વિચાર છે તેને મેં માત્ર વાણી આપી છે. તેને ગ્રહણ કરનાર ઉપયુક્ત પાત્ર ન મળ્યું હોત તો એ વાણી વેરવિખેર થઈ જાત. સાધ્વીપ્રમુખા કનકપ્રભાએ મારા વિચારોના પ્રવાહને બંધનું એક સ્વરૂપ આપીને વાચકો માટે ઉપયોગી બનાવ્યા છે. આ કાર્યમાં તેમની નિષ્ઠા અને લગનનો ઉલ્લેખ કરીને હું તેને ભારેખમ બનાવવા ઇચ્છતો નથી. છતાં એટલું અવશ્ય ઈચ્છું છું કે સાહિત્યના લેખન અને સંપાદનમાં તેમની આ ઓળખ બીજાઓ માટે પ્રેરણા બને. જૈન વિશ્વ ભારતી અણુવ્રત અનુશાસ્તા તુલસી લાડનું ૧ મે, ૧૯૯૬ VII Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય [હિન્દી ] કોઈક પુસ્તકમાં મેં એક નવા સંવિધાનના નિર્માણની વાત વાંચી. તે સંવિધાનના નિર્માણમાં દેશના પ્રબુદ્ધ વર્ગનો સહયોગ આવશ્યક માનવામાં આવ્યો હતો. વિશ્વવિદ્યાલયોના ઉપકુલપતિ, અધ્યાપક, બુદ્ધિજીવી, ચિત્રકાર, કલાકાર, કવિ, સંગીતજ્ઞ વગેરે સૌ તે કાર્યમાં સહભાગી બને, જેમણે પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે. તેમાં નોબલ પુરસ્કાર વિજેતા વ્યક્તિઓની સાથે ઉચ્ચસ્તરના લેખકો, નવલકથાકારો વગેરેને પણ સામેલ કરવાનું લક્ષ્ય છે. તેમની સમક્ષ સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પ્રજાતંત્રની સફળતાનો હશે. આ પ્રશ્નના પરિપ્રેક્ષ્યમાં રાષ્ટ્રીય સ્તરે આયોજિત સંગોષ્ઠીઓમાં રાષ્ટ્રીય પ્રતિનિધિઓને સંમિલિત કરવામાં આવશે. વૈશ્વિક સ્તરે ઉક્ત મુદ્દાઓની સમીક્ષા કરવા માટે આંતરરાષ્ટ્રીય સંમેલનના આયોજનની યોજના છે. આ યોજના અંતર્ગત વિશ્વનો બુદ્ધિજીવી વર્ગ મનુષ્યતાનું ભાગ્ય નક્કી ક૨શે. આ વાત બીજા શબ્દોમાં એ રીતે પણ કહી શકાય કે જે નવું સંવિધાન બનશે તે મનુષ્યતાનું સંવિધાન બનશે. વિશ્વમાનવને નજર સામે રાખીને મનુષ્યતાનું સંવિધાન બનાવવાની વાત સાંભળવા અને વાંચવામાં જેટલી આકર્ષક લાગે છે એટલું જ તેને વ્યાવહારિક રૂપ આપવાનું જટિલ પણ છે. જટિલતાનું કારણ માનવીની સુવિધાવાદી, ઉપભોક્તાવાદી અને સ્વાર્થવાદી મનોવૃત્તિ છે. આ મનોવૃત્તિ હોય ત્યાં સુધી મનુષ્યતાને કેન્દ્રમાં રાખીને વિચારવાનું અથવા તો કંઈક કરવાના સંકલ્પનું સફળ થવું સંભવિત નથી. આ સંદર્ભમાં એક વાત ઉપર ગંભીરતાપૂર્વક ચિંતન કરવું પડશે. પ્રજાતંત્રની સફળતા માટે સંવિધાન બન્યું છે, નવું Jain Educationa International .IX For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સંવિધાન પણ બની શકે છે. પરંતુ જીવનનું કોઈ વિધાન છે કે નહિ ? જીવનની કોઈ શૈલી છે કે નહિ ? આ એક યક્ષ પ્રશ્ન છે. તેના વિષે કોઈ ગંભીર વિચાર અને તેની ક્રિયાન્વિતીનો પ્રયત્ન અત્યંત અલ્પ થાય છે. કેટલાક લોકો એકવીસમી સદીને ધ્યાનમાં રાખીને માનવજીવન સંબંધી નવી કલ્પનાઓ કરી રહ્યા છે. એકવીસમી સદીનો પ્રારંભ થવાને હવે ઝાઝો સમય નથી. માત્ર ચાર વર્ષનો અંતરાલ છે. પંચવર્ષીય યોજનાઓની દૃષ્ટિએ પણ નવી સદી વિષે વિચારવાનું હવે અપ્રાસંગિક નથી. પરંતુ આવતીકાલ, ભવિષ્ય અથવા એકવીસમી સદીના બહાને આજની ઉપેક્ષા શાને ? આજના માનવીની આકાંક્ષાઓ કઈ છે ? તેની પૂર્તિ માટે શી અપેક્ષાઓ છે ? આ પ્રશ્નને ટાળી દેવાનું પણ યોગ્ય નથી. તેથી વર્તમાન જીવનશૈલીની સમીક્ષા અને નવી જીવનશૈલીના નિર્ધારણ પ્રત્યે ધ્યાન આપવું આવશ્યક જણાય છે. પ્રત્યેક દેશને પોતપોતાનું દર્શન હોય છે. દર્શન વગર ન તો રાજનીતિ ચાલે છે, ન સમાજનીતિ ચાલે છે, અને ન તો ધર્મનીતિ ચાલે છે. ભારતીય દર્શનના પાયામાં ત્યાગ, પ્રેમ, સંયમ, સાહસ, ધૃતિ, વિનમ્રતા, કરુણા, સહયોગ વગેરે ભરપૂર પ્રમાણમાં હતાં. ભારતીય સમાજની જીવનશૈલી પણ ઉક્ત તત્ત્વોથી ઓતપ્રોત હતી. અહીં ત્યાગનું સિંહાસન ભોગથી ઉપર રહેતું હતું. મોટા મોટા રાજા-મહારાજાઓ ત્યાગી સંતોનાં ચરણોમાં પ્રણામ કરતા હતા. લોકજીવનમાં પ્રેમનો પ્રવાહ વહેતો હતો. સ્વજન-પરિજનની તો શી વાત, અપરિચિત લોકો પ્રત્યે પણ સદ્ભાવના અને સત્કારનો ભાવ રહેતો હતો. ભારતીય લોકોની પાસે વૈભવની કમી નહોતી. પરંતુ સંયમપૂર્વક જીવનયાપન કરનારા લોકોને આદરની નજરે જોવામાં આવતા હતા. ભારતીય વીરોનાં સાહસોની ગાથાઓથી ઇતિહાસ ગૌરવાન્વિત થયો છે. પરંતુ અપહરણ અને હત્યાઓની આજના જેવી પરંપરા ત્યારે નહોતી. આતંકવાદનો આટલો બધો દુર્દમ આતંક પણ નહોતો. ધૃતિ, વિનમ્રતા, કરુણા, વગેરે વિધાયક ભાવો થકી તેમનાં જીવનમાં સભરતા, સરસતા અને ઉત્સાહ છલકાતાં હતાં. સહયોગની ભાવનાને કારણે સૌકોઈ પરસ્પર નિકટતા અને આત્મીયતાનો અનુભવ કરતા હતા. Jain Educationa International X For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનું જીવન અને દર્શન ભારdય સંસ્કૃતિનો આદર્શ છે. તેમના જેવું જીવન-સૌકોઈ ન જીવી શકે તે સાચું છે, પરંતુ તેમણે તો ગૃહસ્થ જીવનને સ્વસ્થ તથા પ્રશસ્ત બનાવવા માટે પણ કેટલાંક જીવનમૂલ્યો અથવા ચારિત્રિક આદર્શી પ્રસ્તુત કર્યા હતાં. તે આદર્શે જનજીવન સાથે ગુંથાયેલા રહ્યા હોત તો માનવીનું જીવન આટલું કઠિન ન હોત, પરંતુ તે આદર્શો ક્યાંક ખોવાઈ ગયા. તે આદર્શોને લોકજીવન સાથે જોડવા માટે અવારનવાર કેટલાક પ્રયત્નો થયા છે, થઈ રહ્યા છે. અણુવ્રત અનુશાસ્તા ગણાધિપતિ ગુરુદેવ શ્રી તુલસી તેમના સમર્થ પ્રતિનિધિ છે. તેઓ છેલ્લી લગભગ અડધી શતાબ્દીથી નૈતિક તેમજ ચારિત્રિક મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવાનું કાર્ય કરી રહ્યા છે. તેમના કાર્યક્રમોમાં અણુવ્રત એક મુખ્ય કાર્યક્રમ છે. તેના આધારે તેમણે દૂર દૂરના પ્રદેશોની લાંબી પદયાત્રાઓ કરી. વ્યક્તિસંપર્ક, કથા-વાત, પ્રવચન, પ્રશિક્ષણ, સાહિત્ય વગેરે તેની કાર્યશૈલીનાં અંગો છે. નૈતિકતા અથવા ચારિત્ર વિષે હિન્દી ભાષામાં તેમનું જેટલું સાહિત્ય છે તેની તુલના કદાચ થઈ શકે તેમ નથી. “નવું દર્શનઃ નવો સમાજ” એ જ સાહિત્યશ્રેણીની એક નૂતન કડી મહાવીરદર્શનના આધારે શું કોઈ જીવનશૈલી વિકસિત થઈ શકે ખરી? આ પ્રશ્નનું સમાધાન છે- “નવું દર્શન : નવો સમાજ.' ઉપભોક્તા મૂલ્યોની સંસ્કૃતિમાં સંયમને એક ખીંટી પર ટીંગાવીને જીવી શકાય છે, આ ભ્રમણા તોડનારી કૃતિ છે- “નવું દર્શનઃ નવો સમાજ.' ભગવાન મહાવીર ધર્મના પ્રવર્તક અને મોક્ષના સાધક હતા. અર્થશાસ્ત્રના સંદર્ભમાં તેમનું કોઈ વૈચારિક અવદાન નથી. આ વિચારધારાને નવી દિશા પ્રદાન કરનારું પુસ્તક છે- “નવું દર્શન : નવો સમાજ.' પ્રસ્તુત કૃતિમાં મુખ્યત્વે ચાર વિષયોને કેન્દ્રમાં રાખીને વિચારયાત્રા કરવામાં આવી છે- અણુવ્રત, પ્રેક્ષાધ્યાન, જીવનવિજ્ઞાન અને મહાવીરનું અર્થશાસ્ત્ર. અન્ય વિષયો તરીકે તેની સામગ્રી ૪૧ શીર્ષકોમાં સમાવેલી છે. એમ તો સંપૂર્ણ સામગ્રી ચાર વર્ગોમાં વિભક્ત છે. અણુવ્રત વિષે ૧૫ લેખ છે. પ્રેક્ષાધ્યાન વિષેના ૧૧ લેખ છે. જીવનવિજ્ઞાન સંબંધી માહિતી આપતા ૬ લેખો છે તથા XI Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ મહાવીરના અર્થશાસ્ત્ર વિષયક ૮ લેખો છે. આ ચાર વર્ગોની સામગ્રી વ્યક્તિને સત્યનિષ્ઠ અને ચારિત્રનિષ્ઠ જીવનની પ્રેરણા આપનારી છે. સત્યની પ્રેરણા જેટલી સુગમ છે, એટલે તેને આત્મસાત્ કરવાનું કઠિન છે. સાધનાના ક્ષેત્રમાં સત્યનો વિજય સ્પષ્ટ છે, પરંતુ વ્યવહારની ભૂમિકા ઉપર સત્યનિષ્ઠાની કસોટીઓ પણ થાય છે. આ વિચારનો સાક્ષાત્કાર કરાવનાર પ્રસ્તુત કૃતિનો અંતિમ લેખ છે. “સત્યમેવ જયતે'. અંતે કહેવાયેલી વાત મનને વિશેષ પ્રભાવિત કરે છે. આ કારણે જ તેને અંતે મૂકવામાં આવી છે. આમ સવશે એ સ્વીકારી શકાય છે કે મહાવીરદર્શનના આધારે સ્વસ્થ જીવન જીવવા ઈચ્છતા લોકો માટે આ કૃતિ સમગ્ર માર્ગદર્શન છે. આ વાંચનારને એવો અનુભવ નહીં થાય કે આ પુસ્તક કોઈ જાતિવિશેષ, સંપ્રદાયવિશેષ, કાલવિશેષ, વયવિશેષ, વગવિશેષ કે દેશવિશેષ માટે લખવામાં આવ્યું છે. તેની સાર્વજનિનતા જ તેના સર્જન, સંપાદન અને મુદ્રણની સાર્થકતા છે. લાડનું સાધ્વીપ્રમુખાકનકપ્રભા ૧ મે, ૧૯૬. XII Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ | પારદર્શક વિક ઈતિહાસની વાતો અનેક લોકો કરતા હોય છે. ભવિષ્યની કલ્પનાઓ અને તરંગો પણ અનેક લોકો કરતા હોય છે. પરંતુ વર્તમાનના પરિઘમાં રહીને ચિવનાથાષા ભૂતકાળની સંસ્કૃતિ તથા ભવિષ્યની આવશ્યકતાઓને સમાંતરે ચલાવવાનું કામ બહુ ઓછા લોકો કરી શકતા હોય છે, કારણ કે એ માટે પ્રજ્ઞાપૂર્ણ પ્રતિભા અને તટસ્થ દૃષ્ટિકોણની અપેક્ષા રહે છે. યુગપુરુષ શ્રી તુલસીજીના અત્રે ગ્રંથસ્થ વિચારો ખૂબ સમ્યક અને હદયંગમ છે. તેમના વિચારના કેન્દ્રમાં માણસ છે. ધર્મ અને વિજ્ઞાનના સમન્વય થકી, માનવઉત્કર્ષની વાત કરનાર આ મનીષી પાસે ગજબનું ભાષાસામર્થ્ય પણ છે. ગહન વાતને પણ સહજ રીતે તેઓ વ્યક્ત કરે છે. બીજી રીતે કહીએ તો "વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી" એવી ભાવનાનો અહીં ઉદ્ઘોષ થયો છે. "નવું દર્શન : નવો સમાજ" એટલે અતીતથી આરંભાયેલી અનંતકાળા સુધીની વિચારયાત્રા. આ માત્ર વિચારયાત્રા જ નથી, અણુવ્રત, પ્રેક્ષાધ્યાન અને જીવન વિજ્ઞાન નો પ્રાયોગિક ત્રિવેણી સંગમ છે. સંઘના XIII Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ચિંતનધારા અને સબળ પ્રયોગધારાનો સંગમ એટલે જ "નવું દર્શન ઃ નવો સમાજ." આ ગ્રંથમાં માત્ર અધ્યાત્મપાથેય જ નથી, માનવસંબંધોની માવજતનું માર્ગદર્શન પણ છે. તનાવમુક્તિના ઉપાયો પણ છે. શિક્ષણ વિશેના તેમજ અર્થશાસ્ત્ર અંગેના વ્યાવહારિક વિચારો પણ છે. પર્યાવરણથી માંડીને પરમ ધામ સુધીની પારદર્શક ચિંતનયાત્રા કરાવતો આ ગ્રંથ કોઈપણ વય, જાતિ કે કક્ષાની વ્યક્તિને કોઈપણ યુગમાં પથદર્શન કરાવશે તેવી શ્રદ્ધા જાગે છે. પ્રસ્તુત ગ્રંથના અનુવાદ-સંપાદન કાર્યના મારા આનંદમાં સહભાગી થવા સૌ ભાવકમિત્રોને-જિજ્ઞાસુઓને હાર્દિક આમંત્રણ. Jain Educationa International ‘અનેકાન્ત ‘ ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ્સ, સંઘવી હાઈસ્કૂલ રેલવે કૉસિંગ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. $lot: 7473207 XIV . For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ક્રમ-અનુક્રમ સઘળા દેશોનો એક સિક્કો : ભાઈચારો શિક્ષણનું પ્રાણતત્ત્વ ક્યાં ખોવાઇ ગયું ? નાશનો પર્યાય નશો ૧. ૨. ૩. ૪. અશ્લિલતાની સમસ્યા · અણુવ્રતનું સમાધાન ૫. લોકતંત્રશુદ્ધિની પ્રક્રિયા ૬. મત કોને આપવો ? કેવી રીતે આપવો ? ૭. અણુવ્રતની દાર્શનિક પૃષ્ઠભૂમિ ૮. અપરાધી મનોવૃત્તિનું શુદ્ધીકરણ શક્ય છે ૯. સંબંધોનો સાગર : વિવેકનો સેતુ ૧૦. સંયુક્ત પરિવારની સંસ્કૃતિ ઉ૫૨ આક્રમણ નવા માનવીનો જન્મ ૧૧. ૧૨. આવશ્યક છે અહિંસાનું પ્રશિક્ષણ ૧૩. અપરાધની ચેતના ક્યાંથી આવે છે ? ૧૪. જીવનશૈલી અને સ્વાસ્થ્ય ૧૫. સ્વસ્થ વ્યક્તિઃ સ્વસ્થ સમાજ ૧૬. ભાવોના દર્પણમાં પોતાનું પ્રતિબિંબ ૧૭. વ્યક્તિત્વવિકાસના ઘટકો ૧૮. તનાવથી મુક્તિ શક્ય છે ૧૯. સમયનું પ્રબંધન ૨૦. સંયમની સાધના અને સ્વપ્રબંધન Jain Educationa International XV For Personal and Private Use Only ૧૭ ૨૨ ૨૯ ૩૬ ૪૩ ૪૯ ૫૫ ૫૮ ૬૪ ૪|||||||૪||૩||હ ૧૦૮ ૧૧૩ ૧૨૦ ૧૨૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩) ૧૩s - - - - - - - ૧૪૩ - - - - - - - - - - - ૧૪૯ ૧૫૪ ૧૬૦) ૧પ ૧૭) - - - - - ૧૭૬ ૧૮૩ - - - - - ૨૧. સ્વસ્થ જીવનનો પ્રથમ ઘટક : શારીરિક સ્વાસ્ક ૨૨. સ્વસ્થ જીવનનો બીજો ઘટક : માનસિક સ્વાથ્ય ૨૩. સ્વસ્થ જીવનનો ત્રીજો ઘટક : ભાવાત્મક સ્વાથ્ય ૨૪. કાર્યક્ષેત્રમાં નિપુણતા ૨૫. પ્રેક્ષા છે એક જીવનદર્શન ૨૬. જૈન પરંપરામાં ધ્યાન ૨૭. આધ્યાત્મિક વૈજ્ઞાનિક વ્યક્તિત્વ | ૨૮. જીવનશૈલીમાં કૌશલનો પ્રવેશ જરૂરી છે ૨૯ શિક્ષણની નવી દિશા ૩૦. સમાજ-સંરચનાનો આધાર [૩૧. ઊજળા ભવિષ્યનું આશ્વાસન ૩૨. એકવીસમી સદીનો માનવી કેવો હશે ? ૩૩. મહાવીરનું અર્થશાસ્ત્ર (૩૪. સમાજવાદ, સામ્યવાદ અને મૂડીવાદ ૩િપ. ગરીબી અને બેકારીની સમસ્યા ૩૬. અમીરી અને ગરીબી : બંને અભિશાપ ૩૭. સંતુલિત જીવનશૈલીનો આધાર ૩િ૮. પર્યાવરણ અને અર્થશાસ્ત્ર ૩૯. અર્થશાસ્ત્રના બે અધ્યાયઃ સાધનશુદ્ધિ અને સંયમ ૪૦. અર્થશાસ્ત્રની વૈકાલિક અવધારણા ૪૧. સત્યમેવ જયતે ૧૮૯] - - - - - - - - - - - - - - - - ૧૯૫ ૨૦૨ ૨૦૭| ૨૧૩ ૨૨૦ ૨૨૭] ૨૩૩ - - ૨૩૯ ૨૪૫ - - - ૨૫૧ XVI Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ liા સઘળા દેશોનો એક સિક્કો : ભાઈચારો • * * છે કે હક છે. પણ એ મને જ ! યુરોપના પ્રશાસનિક અધિકારીઓ એક એવી મુલાની શૌધામાં છે કે જે સઘળા દેશોમાં ચાલી શકે. આ અર્થશાસ્ત્રીય દષ્ટિકોણ છે. વિચાર અને વ્યવહારની ભૂમિકા ઉપર ભાઈચારો એક એવી મુલા છે, જેનો ઉપયોગ વિશ્વના તમામ દેશોમાં થઈ શકે છે. આદિમ યુગામાં એવી મુદ્રા નહોતી. માનવી પણ પશુઓની જેમ આરાસ્થાક છતાના જીવતો હતો. પક્ષી યુગલોની જેમ યૌગલિક વ્યવસ્થામાં રહેતો હતો. અંતિમ કુલકર નાભિના પુત્ર ઋષભે સામાજિક વ્યવસ્થાનો સૂત્રઘાત કર્યો. ભાઈચારાની કથા તે યુગ સાથે સંલગ્ન છે. જાદવ ની કલ્પના ભાઈચારાની ભૂમિકા પર જ ક્રિયાન્વિત થઈ શકે છે. “મિતિ એ સવ ભૂએસ- તમામ પ્રાણીઓ સાથે મારે મૈત્રી છે. આ સાં કહ્યું ભાઈચારાની ભાવધારામાં જ ફલિત થાય છે. ભાઈચારો શબ્દનો સીધોસાદો અર્થ છે ભાઈ જેવો વ્યવહાર. તે પ્રેમ, સૌહાર્દ, પોતાનાપણું, નિકટતા અને ભાતૃભાવનું પ્રતીક છે. એક રાજસ્થાની કહેવત છે. બૈઠણો ભાયાં મેં, હુવા ભલાઈ બૈર હી! જીમણો માં રે હાથ રો, હુવા ભલાઈ જૈર હી # કહેવતોનો પ્રત્યક્ષ સંબંધ લોકજીવન સાથે અથવા શાકાત સચ્ચાઈ સાથે હોય છે. માતાની મમતાથી ભાવિત ભોજનામાં વિશ્વની કલ્પના જ અસ્વાભાવિક લાગે છે. માતા ગમે તેવી હોય તો પણ પોતાના પુત્રને વિષ આપી શકતી નથી. એ જ રીતે ભાઈઓ સાથે દુશમનીની વાત પણ સ્વાભાવિક નથી. સામાન્ય રીતે ભાઈ સાથે વેરભાવ હોતો નથી. કોઈ કારણે વેરભાવ થઈ જાય તો પણ સાથે Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ મળીને બેસવાથી તે ટકી શકતો નથી. કોઈ ભાઈ પોતાના ભાઈને દગો કરી શકતો નથી કે તેને નુકસાન પહોંચાડી શકતો નથી. ભાઈ પોતાના ભાઈને સહયોગ આપીને કશું અહેસાન કરતો નથી, અહંકાર પણ કરતો નથી. એવી જ રીતે ભાઈ પાસેથી કશુંક લેવામાં સંકોચ પણ થતો નથી. ભારતીય સંસ્કૃતિનો આદર્શ એવ માનુષી જાતિ સમય બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે અને માનવીના વિચાર પણ બદલાય છે. આ પરિવર્તનમાં અનેક નિમિત્ત બને છે. તેમાં એક મોટું નિમિત્ત આર્થિક છે. માનવીના જીવનયાપનમાં અર્થ અવિભાજ્ય તત્ત્વ છે. તેના વગર કોઈ કામ ચાલતું નથી. પરંતુ જે યુગમાં અર્થ જ સર્વસ્વ બની જાય, ત્યાં બીજી બાબતો ગૌણ થઈ જાય છે. અર્થને જ સર્વસ્વ માનનાર વ્યક્તિ ભાઈચારાનું મહત્ત્વ સમજે તે શક્ય નથી. તે અર્થ માટે માતા-પિતા, પત્ની અને બાળકોની ઉપેક્ષા કરી દે છે. તો પછી ભાઈની તો વાત જ શી કરવી ? એક ભાઈ દ્વારા બીજા ભાઈની ગરદન પર છૂરી ચલાવવાની માનસિકતા આજે સામાન્ય બની રહી છે. તૂટતા સંબંધો અને વિખેરાતાં પરિવારોની સૌથી મોટી ત્રાસદાયકતા એ છે કે માનવી બીજાઓ સાથે જેટલો હળીમળીને રહે છે એટલો જ ભાઈ સાથે પરાયો બનતો જાય છે. આટલું થવા છતાં પણ ભાઈચારો લુપ્ત થઈ શકતો નથી. કારણ કે ભાઈચારાનો ભાઈ શબ્દ માત્ર સહોદરનો જ પયિ નથી, તેનો પ્રયોગ વ્યાપક સંદભોંમાં થયો છે. એક માતાના બે પુત્રો પરસ્પર ભાઈ હોય છે. કાકા, મામા, માસી, ફોઈ વગેરેના પુત્રો સાથે પણ ભાઈનો સંબંધ હોય છે. સમાન આસ્થા, સમાન વિશ્વાસ, સમાન રીતરિવાજ, સમાન વ્યવસાય, સમાન જાતિ, સમાન મજહબ વગેરે પણ ભાઈચારાની ભાવનાને દઢ કરે છે. તેથી પણ મોટી વાત છે – “એકૈવ માનુષી જાતિઃ' મનુષ્ય જાતિ એક છે. આ એકત્વના નામ ઉપર તમામ મનુષ્ય પરસ્પર ભાઈ છે. ‘હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સબ આપસ મેં ભાઈ ભાઈ-' આ સંસ્કાર ભારતીય લોકોને વારસામાં મળેલા છે. ભાઈચારાના વિકાસની જરૂર છે અણુવ્રત દર્શનની આધારશીલાનું એક મહત્ત્વપૂર્ણ બિંદુ છે ભાઈચારો. આજે ભાઈચારાની ભાવનાને ઊધઈ વળગી છે. આ Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ કારણે તે ક્ષત-વિક્ષત થઈ રહી છે. એક સમય એવો હતો કે જ્યારે પરિવારના તમામ સભ્યો સાથે રહેતા હતા. એકબીજાનાં સુખ-દુઃખમાં સહભાગી બનતા હતા. એક ભાઈ રુગ્ણ, અપંગ કે દિવંગત થાય તો તેનો પરિવાર નિરાધાર બનતો નહોતો. અત્યારે બે ભાઈઓ પણ સાથે રહેવાની સ્થિતિમાં નથી. તેમના અંતઃકરણમાં વહેતી ભાતૃત્વ ભાવની સરિતા સુકાઈ ગઈ છે. તેથી ભાઈચારાની ભાવનાનો વિકાસ વિશેષ અપેક્ષિત બન્યો છે. એક પાડોશમાં રહેતા હિંદુ અને મુસલમાન પરિવારને પ્રેમપૂર્વક રહેતા અમે જોયા છે. તેઓ પરસ્પર કાકા, મોટાબાપા જેવા આત્મીય સંબંધોની મીઠાશમાં જીવતા હતા. એકબીજા પ્રત્યે તેમને અગાધ વિશ્વાસ હતો.આજે તે વિશ્વાસને શું થઈ ગયું છે ? કોઈ મંદિરને તોડે છે તો કોઈ મસ્જિદને ધ્વસ્ત કરે છે. મંદિર અને મસ્જિદને ચુંટણીનો મુદ્દો બનાવવામાં આવે છે. કોમવાદનું આ ભૂત માનવીના માથા ઉપર સવાર થઈને નાચી રહ્યું છે. જાતિવાદની દીવાલો ઊંચી થતી જાય છે. છૂત અછૂતનો રોગ માનવતાને ખંડિત કરી રહ્યો છે. રંગભેદની નીતિ માનવીય સંબંધોમાં ખાઈઓ સર્જી રહી છે. આ બધાં એવાં કારણો છે કે જે આપણને સૌને ભાઈચારાની વાતનું મહત્ત્વ સમજવા વિવશ કરી રહ્યાં છે. ભાષા પણ એક અવરોધ છે મજહબ, જાતિ વગેરેની જેમ ભાષા પણ ભાઈચારાનાં મૂળ કાપવાની કુહાડી બની જાય છે. દક્ષિણ ભારતમાં હિંદી ભાષાના વિરોધે કેવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ! તે વિરોધમાં વિદ્યાર્થીઓની શહાદતે ઇતિહાસનાં પૃષ્ઠોને જે કલંકિત કર્યાં છે, તેને શું ક્યારેય ધોઈ શકાશે ? સમજાતું નથી કે શું ભાષા પણ કોઇ વિવાદની બાબત છે ? ભાષા તો ભાવોની અભિવ્યક્તિનું માધ્યમ માત્ર છે, તેને વિવાદનો વિષય બનાવીને ભાષાવાદ ફેલાવનારા લોકો ક્યારેય માનવજાતિનું કલ્યાણ કરી શકતા નથી. અમે દક્ષિણ ભારતની યાત્રા કરી અનેક વ્યક્તિઓએ અમને કહ્યું, “આપ દક્ષિણ તરફ ન જશો કદાચ જવું જરૂરી જ હોય તો ત્યાં હિંદી ભાષામાં ન બોલશો. જો હિંદી ભાષામાં જ બોલવાનું થાય તો પોતાના આવાસ સ્થળની બહાર ન જશો'. આવો પરામર્શ આપના૨ વ્યક્તિઓમાં એક નામ સઘળા દેશોનો એક સિક્કો ભાઇચારો Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ મોરારજી દેસાઈનું પણ હતું. અમે દક્ષિણની યાત્રામાં ભાષાવિવાદના કેન્દ્ર ચિદમ્બરમ્માં ગયા. ત્યાં અન્નામલે વિશ્વવિદ્યાલયમાં અમારો કાર્યક્રમ હતો. કેટલાક લોકોને આશંકા હતી કે હિંદી ભાષાને કારણે વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ કંઈક ગરબડ ઊભી કરશે. મેં મારા પ્રવચનના પ્રારંભમાં તમિલ ભાષામાં બે વાક્યો રજૂ કર્યા- “જો હું તમિલ ભાષા જાણતો હોત અને તમિલ ભાષામાં બોલી શકતો હોત તો મને પ્રસન્નતાનો અનુભવ થાત. હું તમિલ ભાષા જાણતો નથી તેથી મારી વાત હિંદીમાં કહી રહ્યો છું. ત્યાર બાદ મેં આખું પ્રવચન હિંદીમાં ભાષામાં આપ્યું. તેનો અનુવાદ તમિલ ભાષામાં કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ અત્યંત શાંતિ, સ્થિરતા અને પ્રસન્નતાપૂર્વક પ્રવચન સાંભળ્યું. તેથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે તેમના મનમાં ભાષાની બાબતે કોઈ આગ્રહ નહોતો. તેમને રાજનીતિનાં મહોરાં બનાવીને હિંદી-વિરોધનું વાતાવરણ સર્જવામાં આવ્યું હતું. ભાઈચારાનાં સાધક અને બાધક તત્વો ભાઈચારો એવું તત્ત્વ છે કે જે સંવેદનાના શ્રોતને પ્રવાહમાન રાખે છે. જ્યાં સંવેદનાઓ લીલીછમ હોય છે, ત્યાં માનવી પોતાના ચિંતન અને વ્યવહાર દ્વારા કોઈને દુઃખી કરી શકતો નથી. જ્યાં ભાતૃભાવ મુખર હોય છે ત્યાં કોઈપણ કાર્ય બોજ બનતું નથી. એક છોકરી પોતાના ભાઈને ઊંચકીને પર્વત ઉપર ચડી રહી હતી. સામેથી એક સંન્યાસી નીચે ઊતરી રહ્યા હતા. તેમણે છોકરીને કહ્યું, “બેટા આટલો બધો ભાર ઊંચકીને તું પર્વત ચડી રહી છે, તને થાક તો નથી લાગ્યો ને ?' સંન્યાસીની વાત સાંભળીને છોકરી છંછેડાઈને બોલી, બાબા ! ભાર ક્યાં છે ? આ તો મારો ભાઈ છે !' સંન્યાસી હતુપ્રભ બની ગયા. તેમને નવો બોધપાઠ મળ્યો. તેમણે મનોમન કહ્યું, “ આ નાનકડી છોકરી પોતાના ભાઈને ભાર માનતી નથી અને હું તો સંન્યાસને પણ ભાર સમજી રહ્યો છું !' ભાઇચારો અત્યંત ઉપયોગી છે છતાં તેમાં ઓટ કેમ આવી ? આ પ્રશ્ન ઉપર વિચાર કરવામાં આવે તો કેટલાંક કારણો જાણવા મળે છે. સ્વાર્થી મનોવૃત્તિ, કષાયની તીવ્રતા, આધ્યાત્મિક આસ્થાની ઓછપ, વિધાયક દૃષ્ટિકોણનો અભાવ વગેરે તત્ત્વો ભાઈચારા માટે બાધક છે. તેમને ખતમ કરવા માટે દઢ સંકલ્પ સહિત સહિષ્ણુતા, મૈત્રી, સામંજસ્ય વગેરે અનુપ્રેક્ષાઓનો અભ્યાસ આવશ્યક છે. જેમ ક8:કાકાનવું દર્શન નવોસમાજ કરી 00000 Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ જેમ અભ્યાસ પુષ્ટ બનતો જશે તેમ તેમ મનુષ્યનાં મન, વચન અને કર્મ ઉપર ભાઈચારાનો પ્રભાવ આપોઆપ સ્થપાતો જશે. માનવતાનો પાયો અણુવ્રત એક એવું આંદોલન છે જે જાતિ, સંપ્રદાય, પ્રાંત, વર્ગ, વર્ણ, લિંગ, રંગ, ભાષા વગેરે તમામ ભેદરેખાઓથી અલિપ્ત માનવીય દૃષ્ટિથી કામ કરી રહ્યું છે. હિંદુ હોય કે મુસલમાન, શીખ હોય કે ઈસાઈ, જો તે અણુવ્રતી હશે તો પરસ્પર ભાઈ ભાઈ બનશે. આ ભૂમિકા ઉપર એમ સમજી શકાય છે કે અણુવ્રત માત્ર નૈતિકતાનું અભિયાન નથી, તે વિશ્વબંધુત્વ અથવા તો ભાઈચારાનું અભિયાન છે. ભાઈચારાનું એક અદ્ભુત ઉદાહરણ હૈદ્રાબાદથી ૨૭પ કિલોમીટર દૂર ગુલબગ જિલ્લાના ટિનટિની ગામમાં જોવા મળે છે. ત્યાંના હિંદુ અને મુસલમાન છેલ્લી ચાર શતાબ્દીઓથી એક જ સંતને એક જ પૂજાસ્થળ ઉપર પૂજતા રહ્યા છે. તે સંત મૂલતઃ હિંદુ હતા. આગળ જતાં તે સૂફી મતથી પ્રભાવિત થયા. હિંદુ લોકો તેમને મોનેશ્વર બાબાના નામથી માને છે અને મુસલમાનો મોના પૈયા તરીકે તેમને સંબોધે છે. આસ્થાના દરેક પ્રતીકમાં માનવીની આવી સમન્વયાત્મક ભાવના વિકસિત થઈ જાય તો ભાઈચારાનો સિક્કો સમગ્ર વિશ્વમાં ચલાવી શકાય. અણુવ્રતનું લક્ષ્ય એ નથી કે જાતિઓ, સંપ્રદાયો, ભાષાઓ વગેરેનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય કારણ કે કોઈક દષ્ટિએ તે બધું આવશ્યક છે, પરંતુ તેને કારણે જે વિવાદ થાય છે, જે સંઘર્ષ થાય છે, જે અંતર વધે છે, જે ઉન્માદ વધે છે, જે આક્રમક મનોભાવનો ઉછેર થાય છે તે અનુચિત છે. આ તમામ પરિસ્થિતિઓના કારણે નવી નવી સમસ્યાઓ પેદા થઈ રહી છે. સમસ્યા ભલે ગમે તેટલી મોટી અને જટિલ કેમ ન હોય, પરંતુ ભાઈચારાની ભાવના દ્વારા તેનું સમાધાન અવશ્ય થઈ શકે છે. તે માનવતાની બુનિયાદ છે. તેને જેટલી મજબૂત કરવામાં આવશે એટલો જ માનવતાનો મહેલ ઊંચો અને મજબૂત કરી શકાશે. દરર સઘળા દેશોનો એક સિક્કો ભાઈચારો ર0રર Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ લાલા શિક્ષણનુંલા પ્રાણતત્ત્વાલ લાલાશ ક્યાં લાખોવાઈ લાગયું પારણા અમેરિકાના રાષ્ટ્રપતિ બિલિટને વીસમી સદીના નવમા શતકને ડિકેડ ઓફ ધ બ્રેન - મસ્તિષ્કના દશક તરીકે ઓળખાવ્યો છે. આ દશકમાં મસ્તિષ્કની સંરચના અને કાર્યકલાપો ઉપર બહુમુખી સંશોધન થયું. સંશોધકોએ અનેક નિષ્કર્ષ રજૂ કર્યા. તેમના નિષ્કર્ષોનું એક બિંદુ છે- માનસિક વ્યાયામથી મસ્તિષ્કને અધિક સારી રીતે પરિચાલિત કરી શકાય છે. માનસિક વ્યાયામનો શિક્ષણ સાથે ખૂબ ઊંડો સંબંધ છે. શિક્ષણ દ્વારા માત્ર પુસ્તકીયું જ્ઞાન જ ઉપલબ્ધ થતું નથી, પરંતુ મન પણ પ્રશિક્ષિત બને છે. શિક્ષણ સમાજને સંસ્કારિત કરવાનું અભિકરણ છે. શિક્ષણ હોય અને જીવનમાં સંસ્કાર તથા શુદ્ધીકરણ ન આવે તો એમ માનવું કે તેમાં કંઈક ઊણપ છે. સૂરજના પ્રકાશ થકી સૂરજમુખીનું ફૂલ ન ખીલે તો પછી તે શેનાથી ખીલશે ? શિક્ષણ સંસ્કાર-નિમણિનું સૌથી પ્રશસ્ત માધ્યમ છે. તે માનવીને જીવનની પ્રકૃતિથી આગળ જઈને સંસ્કૃતિ સાથે જોડે છે. તેમાં પણ વિકૃતિનું દર્શન થતું હોય તો સમાજને શિક્ષણ દ્વારા શું મળશે? સંસ્કારોનું સર્જન કોના દ્વારા? માનવીને સૌથી પ્રથમ સંસ્કાર માતા દ્વારા મળે છે. સંસ્કાર-નિમણના ક્ષેત્રમાં જન્મદાતા માતાનું જેટલું મહત્ત્વ છે, તેનાથી જરાય ઓછું માતૃભાષા અને માતૃભૂમિનું મહત્ત્વ નથી. જો શિક્ષણ માતા પાસેથી ન મળે, માતૃભાષા દ્વારા ન મળે અને માતૃભૂમિમાં ન મળે તો તેની પાસેથી સંસ્કારોની આશા કેવી રીતે રાખી શકાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ભારતને સ્વતંત્ર થયાને પાંચ દશકા પૂરા થવા આવ્યા છે. આટલો દીર્ઘકાળ વીતી જવા છતાં દેશની શિક્ષણ પદ્ધતિનું નિધરિણ, થઈ શક્યું નથી તે કેવી વિચિત્ર વાત છે ! મિશ્રિત શિક્ષણપ્રણાલી અને સંચારમાધ્યમોનાં સાંસ્કૃતિક પરિણામોનું અધ્યયન કરવામાં આવે તો પરિસ્થિતિ અત્યંત નિરાશાજનક પ્રતીત થાય છે. આજે માતાનું સ્થાન આયાએ લઈ લીધું છે. પ્રભાતિયાંનું સ્થાન ફિલ્મી ગીતો લઈ રહ્યાં છે. ઢીંગલા-ઢીંગલીની રમતમાં જે સર્જનાત્મક ચિંતન હતું તે આજે પિસ્તોલ-રોકેટ જેવાં રમકડાંને કારણે ખંડનાત્મક બની રહ્યું છે. બે અઢી વર્ષનાં બાળકો સ્કૂલની દિનચર્યામાં બંધાઈને ઘરેલું વાતાવરણ દ્વારા પ્રાપ્ત થતા મુક્ત શિક્ષણથી વંચિત રહી જાય છે. સંપન્ન લોકો પોતાનાં બાળકોને પબ્લિક સ્કૂલોમાં કે કોન્વેન્ટ્સ સ્કૂલોમાં ભણાવે છે. ત્યાં સ્વાભાવિક રીતે પ્રવેશ ન મળે તો મોટી રકમોનું ડોનેશન આપીને પ્રવેશની સુવિધા મેળવે છે. તે સ્કૂલોમાં માતૃભાષાની જે ઉપેક્ષા થઈ રહી છે. તે સાંભળીને પીડા ઊપજે છે. વિદેશી ભાષાઓ પ્રત્યે અમારા મનમાં ધૃણા કે ધિક્કારની ભાવના નથી, પરંતુ આજે જે સ્વરૂપે અંગ્રેજી ભાષાનો પ્રભાવ વધી રહ્યો છે તે સ્વરૂપે ભારતીય ભાષાઓ ઉપેક્ષાના ડંખ ભોગવી રહી છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓની તો વાત જ ક્યાં રહી ? - હિંદી પણ જીવનમાંથી જાણે કે વિદાય લઈ રહી છે. શિક્ષણના ક્ષેત્રમાં એક એકથી ચડિયાતી ડિગ્રીઓથી સન્માનિત ભારતીય યુવક ધર્મ કે દર્શનનાં હિંદી પુસ્તકોને વાંચી નથી શકતો, સમજી નથી શકતો આ કેવું ત્રાસદાયક છે ! સંસ્કૃતિનું પરિવર્તન શિક્ષણ વિકાસનું અવિભાજ્ય અંગ છે. અંધવિશ્વાસ, સામાજિક કુરિવાજો, અનુચિત માન્યતાઓ અને જીવનગત વિકૃતિઓમાં શુદ્ધિ લાવવાનું માધ્યમ શિક્ષણ છે. એક તરફ શિક્ષણ જીવવાની કલા શીખવે છે, તો બીજી તરફ પારસ્પરિક વ્યવસાયમાં નિપુણતા આણે છે. શિક્ષિત લોકો પોતાના ઉદ્દેશ તરફ વિશેષ જાગરૂક બને છે. તેમ સમકાલીન પડકારોને ઝીલવા માટે કટિબદ્ધ રહે છે. પરંતુ આ બધું ત્યારે શક્ય છે જ્યારે જીવનમૂલ્યો અને સાંસ્કૃતિક મૂલ્યોનું શિક્ષણ પ્રાપ્ત થાય. વર્તમાન શિક્ષણપ્રણાલીમાં આવું કશું જ નથી એમ પણ નથી. પરંતુ પોતાની ભાષા અને સંસ્કૃતિને ગૌણ જાણકારી માટે શિક્ષણનું પ્રાણતત્ત્વ ક્યાં ખોવાઈ ગયું છેજેઓ રાજકારાકાકા Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ બનાવાવાને કારણે શિક્ષણની સાથે એવી પણ કેટલીક વાતો પણ આવાતી જાય છે જે ન આવવી જોઈએ. સોંપ્રત યુગનાં બાળકો પોતાનાં માતા-પિતાને કેવાં સંબોધનો દ્વારા બોલાવે છે? તેમને માતાજી-પિતાજી કહેવામાં સંકોચ થાય છે. તેમણી માતાનું મમ મમ્મી કે મમાં કરી દીધું છે. પિતાને ડેડી કહેતાં કહેતાં કે કહેવા લાગ્યા છે. તેઓ સવારે ઊઠીને સુપ્રભાતમ્ કહેવાનું ભૂલી ગયાં છે. હવે તેઓ ગુડમોર્નિંગ કહીને દિવસનો પ્રારંભ કરે છે. માતા-પિતા તગોરે પૂજ્યજનો અને ગુરુજનોની સામે હાથ જોડવાનું અને તેમનાં ચરણોમાં વંદન કરવાનું જાણે કે પછાતપણાનું પ્રતીક બની ગયું છે. નાનાં બાળકો પણ મોટા લોકો સાથે હાથ મિલાવીને મુશા આવ્યા છે. તેઓ વય અને બાય બાય કહીને સ્કૂલે જાય છે, ત્યારે તેમનાં માતા-uિતા પણ ગૌરવનો અનુભવ કરે છે. આ બધી વાતો જોઈ-સાંભાળીને ભારે અચરજ થાય છે. ખાણીપીણીમાં પરિવર્તન, વેશભૂષામાં પરિવર્તન. રહેણીકરણીમાં પરિવર્તન બોલચાલની ભાષામાં પરિવર્તન. નાનાં મોટોના વ્યવહારોમાં પરિવર્તન. પારંપરિક પર્વ-તહેવારો પણ બદભાઈ ગાયા. આજકાલ લોકો પોતાનાં બાળકોના જન્મદિવસ કેવી -શીને ઉજવો છે ! તેમને ખબર જ નથી કે ભારતીય વિધિ મુજબ પણ જન્મદિવસ ઉજવી શકાય છે. કેક કાપવી, મીણબત્તીઓ ઓલવવી તાગોરે પ્રક્રિયા, ક્રિશ્ચિયન પદ્ધતિ મુજબની છે. આ માટે દોષિત કોને ગાણશો ? બાળ કોને ષ દેવાનું તો વ્યર્થ છે. લાઈફ સ્ટાન્ડર્ડના નામે તેમને જે રીતરિવાજ શીખવાડવામાં આવે છે, તેથી તેમના જીવનમાંથી. ભારતીયતાનો લોપ થઈ રહ્યો છે. અભિભાવક આ દષ્ટિએ કોઈ જ વિચારતા નથી. આવા સંજોગોમાં શિક્ષણના માધ્યમ દ્વારા જ સંસ્કૃતિને સુરક્ષિત રાખી શકાશે. શાસ્તુપાળ અને મહાભામિનું મહત્વ માતૃભાષાના મહત્ત્વનો અસ્વીકાર કરનારા લોકો માતૃભૂમિનું મૂલ્યાંકન કેવી રીતે કરશે ? ઉચ્ચ શિક્ષણ અથવા વિશીષ યોગ્યતાના નામે દેશની પ્રતિભાઓનું વિદેશમાં પલાયન થવું એ. એક બાહુ મોટો પડકાર છે. અમે એમ કહેવા નથી માગતા કે બીજા દેશોમાં જઈને નવી વાત ન શીખવી જોઈએ. જ્ઞાનાર્જન માટે વિદ્યાર્થી Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ગમે ત્યાં જાય અને ગમે ત્યાં રહે એ તો ચિંતાનો કોઈ વિષય નથી. પરંતુ ચિંતાનો વિષય છે માતૃભૂમિ પ્રત્યેનાં પોતાનાં કર્તવ્યોની વિસ્મૃતિ. આર્થિક પ્રલોભન અને સુખસુવિધાનું આકર્ષણ વ્યક્તિને પોતાના મૂળથી ઉખાડીને ગમે ત્યાં સ્થાપિત કરી શકે છે. આ માન્યતા સત્ય પુરવાર થઈ રહી છે. આજે ભારતીય લોકોને ભારતીય હોવાનું ગૌરવ નથી. હોય પણ કઈ રીતે ? જ્યાં સુધી શિક્ષણનું ભારતીયકરણ નહીં થાય, ભારતીયતા પ્રત્યે આદર નહીં વધે. શિક્ષણ ભારતમાં અપાય છે છતાં ત્યાં ભારતીય ભાષાઓની પ્રધાનતા નથી. ભારતીય સંસ્કૃતિની પ્રધાનતા નથી. દેશની સરકાર અને દેશની શિક્ષણ સંસ્થાઓ માત્ર મૂકદર્શક બની ગયાં છે. દેશના શિક્ષણશાસ્ત્રીઓમાં એટલું સાહસ નથી કે તેઓ ભારતીય ભાષાઓ અને ભારતીય સંસ્કૃતિની તરફદારી કરી શકે. ભારતની મૂળ ભાષાઓ છે. સંસ્કૃત અને પ્રાકૃત. પ્રાચીન કાળમાં આ ભાષાઓમાં હજારો ગ્રંથો લખાયા. આપણા સાંસ્કૃતિક વારસાના ગ્રંથ વેદ, આગમ અને પિટક છે. તેમની ભાષા સંસ્કૃત, પ્રાકૃત અને પાલી છે. વેદોના પછીના સમયમાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય વગેરેએ ખૂબ ગંભીર ગ્રંથો લખ્યા. આગમોનું વ્યાખ્યાસાહિત્ય અને અન્ય આધ્યાત્મિક ગ્રંથો લખનારા જેન આચાયોમાં આચાર્ય કુંદકુંદ, ઉમાસ્વાતિ, સિદ્ધસેન, સમંતભદ્ર, હેમચંદ્ર, હરિભદ્ર, અકલંક, જિનસેન વગેરે નામો ઉલ્લેખનીય છે. બૌદ્ધ દર્શનના વિદ્વાનોમાં દિનાગ, ધમકીતિ, અશ્વઘોષ, વસુમિત્ર, બુદ્ધઘોષ વગેરે પ્રસિદ્ધ છે. ઉચ્ચકોટિના કાવ્યસાહિત્યનું સર્જન કરનારા મનીષીઓમાં મહાકવિ કાલિદાસ, માઘ, ભવભૂતિ, બાણભટ્ટ, દણ્ડી, વગેરેનાં નામ લેવામાં આવે છે. આવા વિદ્વાનોની યાદી ખૂબ લાંબી છે. અહીં તો તેમનું માત્ર સૂચન જ કરવામાં આવ્યું છે. આ એવા વિદ્વાનો છે, જે પૈકીના પ્રત્યેક વિદ્વાને લાખો પદ્યોની રચના કરી છે. તેમની રચનાઓ શું છે ? સંસ્કૃતિની જીવંત પ્રતિમાઓ છે. તેમાં હજારો વર્ષની સંસ્કૃતિ અને સભ્યતાને ઠાંસી ઠાંસીને ભરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિને જાણવા-સમજવા માટે સંસ્કૃત અને પ્રાકૃતમાં લખાયેલા પ્રાચીન ગ્રંથરત્નોને જ એક માત્ર આધાર બનાવવો પડશે. કારણ શરણ she શિક્ષણનું પ્રાણતત્ત્વ ક્યાં ખોવાઈ ગયું પારકાવાસાકરણારાણાવાળા Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સાધુવાદ સર્વોચ્ચ ન્યાયાલયને થવું તો એમ જોઈતું હતું કે ભારતીય શિક્ષણશાસ્ત્રીઓ દ્વારા સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓને અનિવાર્ય ભાષા તરીકે અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી હોત. પરંતુ થયું છે એનાથી તદ્દન ઊલટું. અનિવાર્ય તો દૂર રહ્યું. વૈકલ્પિક ભાષા તરીકે પણ આ ભાષાઓને સ્વીકૃતિ મળી નથી. ભારત સરકારે પ્રાકૃત તો ઠીક સંસ્કૃતને પણ મહત્ત્વ આપ્યું નથી. કહેવાય છે તો એમ કે - સક્કર્ષ પાગય ચેવ પસ€ ઇસિભાસિય- સંસ્કૃત અને પ્રાકૃત શ્રેષ્ઠ ભાષાઓ છે, તે ઋષિઓ દ્વારા બોલવામાં આવતી ભાષાઓ છે. આવી શ્રેષ્ઠ ભાષાઓની પોતાના જ દેશમાં થતી ઘોર ઉપેક્ષા જોઈને સર્વોચ્ચ અદાલતનું ધ્યાન એ તરફ ગયું. ન્યાયમૂર્તિ કુલદીપ સિન્હા અને બી. એલ. હંસારિયાની ખંડપીઠે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડને નિર્દેશ કર્યો કે અભ્યાસક્રમમાં સંસ્કૃતને વૈકલ્પિક વિષય તરીકે સામેલ કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય એ તમામ લોકો માટે ઉત્સાહપ્રેરક છે કે જેઓ ભારતીય સંસ્કૃતિને સુરક્ષિત રાખવા ઝંખે છે. એ જ દિવસોમાં સર્વોચ્ચ અદાલતે બીજો પણ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તે મુજબ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવામાં આવશે. ઉપરોક્ત બંને ચુકાદા સાંભળ્યા પછી સર્વોચ્ચ અદાલતને સાધુવાદ (ધન્યવાદ) આપવાનું મન થાય છે. વિદ્વાન ન્યાયાધીશોના આ નિર્ણય, માત્ર ન્યાયની દિશામાં જ નહીં, ભારતીય સંસ્કૃતિની સુરક્ષા માટેનાં પણ નક્કર કદમ છે. જો કે પ્રાકૃત ભાષા હજી પણ તેમની નજરથી ઓજલ છે, પરંતુ તેમણે એટલું તો પુરવાર કરી જ દીધું છે કે સંસ્કૃતના અધ્યયન વગર ભારતીય દર્શનો અને સંસ્કૃતિનું જ્ઞાન સંભવિત નથી. ભારતીય શિક્ષણપ્રણાલીમાં ગુરુકુળોની પરંપરા સહમત રહી છે. ગુરુકુળ નિતાંત અનોપચારિક શિક્ષણ કેન્દ્રો બની રહેતાં હતાં. ત્યાં આજીવિકાની સાથે જીવનનિમણિનું શિક્ષણ મળતું હતું. પરાવિદ્યા અને અપરાવિદ્યા તરીકે આધ્યાત્મિક અને લૌકિક બંને પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું. એક તરફ વિદ્યાર્થીને શસ્ત્રવિદ્યા, કૃષિ વગેરેનું વ્યાવહારિક જ્ઞાન આપવામાં આવતું હતું, તો બીજી તરફ વિનમ્રતા, સહિષ્ણુતા, કરુણા, સંયમ, શ્રમ, સ્વાવલંબન વગેરે ચારિત્રિક મૂલ્યોનું જ્ઞાન પણ આપવામાં આવતું Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ હતું. વર્તમાનમાં શિક્ષણ એકાંગી બની ગયું છે. જો હજી પણ તેમાં ભારતીય સંસ્કૃતિનાં મૂળતત્ત્વોનો સમાવેશ કરવામાં આવે તો આગામી દશકમાં સંસ્કારોની સારી ફસલ તૈયાર થઈ શકે તેમ છે. શિક્ષણની નવી દિશા શિક્ષણના ભારતીયકરણની ચર્ચાનો અર્થ એવો નથી કે અત્યારની શિક્ષણપ્રણાલીમાં માત્ર દોષો જ દોષો છે. અમે એ વાતને હંમેશાં સ્વીકારી છે કે આપણી શિક્ષણ પદ્ધતિ તદ્દનખોટી નથી. આજે જે વૈજ્ઞાનિક વિકાસ, આર્થિક પ્રગતિ અને પ્રૌદ્યોગિક ક્ષેત્રમાં જે નવી ઉપલબ્ધિઓ મળી છે તે કોઈ ખોટી પ્રણાલી દ્વારા કેવી રીતે શક્ય બની શકે ? તબીબી ક્ષેત્રમાં નિતનવી ટેક્નિક્સ વિક્સી રહી છે તે શિક્ષણનું જ પરિણામ છે ને ! લૌકિક દૃષ્ટિએ અકલ્પિક વિકાસ થયો હોવા છતાં એ વાત દીવા જેવી સ્પષ્ટ છે કે દેશનું ચારિત્રિક પાસે ધૂંધળું બન્યું છે. આ ક્ષેત્રમાં શિક્ષણે કશું જ ઉલ્લેખનીય કામ કર્યું નથી. તેથી શિક્ષણને જીવનમૂલ્યોના સંદર્ભમાં પ્રાયોગિક બનાવવાની અપેક્ષા છે. બાબુ જગજીવનરામજીએ પોતાનો માર્મિક અનુભવ આ પ્રમાણે કહ્યો હતો - “હું મારી વિદેશયાત્રા દરમ્યાન એક વખત જાપાન ગયો. ત્યાં એક સ્ટેશન પર ગાડી થોભી ને પછી આગળ ચાલી. તેમાં સેંકડો મજૂરો ટિકિટ વગર ચડી ગયા. મેં વિચાર્યું કે ભારતની જેમ અહીં પણ રેલવે યાત્રા આવી રીતે જ થતી હશે. મેં મારા મનની વાત એક મજૂરને કહી. તેણે કહ્યું, “બાબુજી, આપ કેવી વાત કરો છો ? અમને અહીં ટિકિટ લેવાનો સમય મળતો નથી. આગળ જઈને અમે ટીટીને પૂરા પૈસા ચૂકવી દઈશું. અમારા દેશની ધરતી ઉપર એક પણ માણસ એવો નાલાયક નથી કે જે પોતાના સ્વાર્થ માટે રાષ્ટ્રને નુકસાન કરે.' આ એવો પ્રસંગ છે જે સંસ્કારોના તફાવતની કથા વ્યક્ત કરે છે. ભારત મહાન છે. તેની સંસ્કૃતિ મહાન છે. તેનો વારસો મહાન છે, પરંતુ તે આપણી શિક્ષણ પદ્ધતિમાંથી નીકળી ગયો છે. જે ચારિત્ર શિક્ષણનું અંગ જ નથી, તે વિદ્યાર્થીઓના જીવનમાં ક્યાંથી આવશે ? ધંતૂરાનું બીજ વાવીને કેરીના ફળની આશા શી રીતે રાખી શકાય ? એમ લાગે છે કે આપણા શિક્ષણનું પ્રાણતત્ત્વ લુપ્ત થઈ ગયું છે. હવે તેને પુનઃ શિક્ષણ સાથે સંયોજિત કરવાની અપેક્ષા છે. રાકાર રાક શિક્ષણનું પ્રાણતત્ત્વજ્યાં ખોવાઈ ગયું કરડીઝાઝsews રાકર Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણની એક નવી દિશા છે જીવનવિજ્ઞાન. તેમાં વિદ્યાર્થીના બૌદ્ધિક વિકાસની સાથે સાથે શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસનું પણ પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે. સર્વાંગીણ વ્યક્તિત્વ-નિર્માણ તે તેનું લક્ષ્ય છે. તેમાં સંસ્કારનિર્માણ અને સંસ્કૃતિની સુરક્ષા ઉપર યોગ્ય ઝોક આપવામાં આવ્યો છે. જો દેશની સંસ્કૃતિને પુનર્જીવિત કરવી હોય તો અને શિક્ષણસંસ્થાઓમાં અધ્યયન કરતા વિદ્યાર્થીઓને સાચા સંસ્કાર આપવા હોય તો શિક્ષણની સાર્થોસાથ જીવનવિજ્ઞાનને જોડવાથી જ તે આકાંક્ષા ફલિત થઈ શકશે. Jain Educationa International નવું દર્શન નવો સમાજ For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ , કા પાનાશનો પર્યાય નશો સર્જન અને નિમણિનાં સ્વપ્નો ભારે મોહક અને કાર્યકારી હોય છે. જે સમાજ કે રાષ્ટ્રમાં આવાં સ્વપ્નો જોવામાં આવતાં નથી ત્યાં એક પ્રકારની ઘેરી સુષુપ્તિ રહે છે. સ્વપ્નો જોવાં એ રચનાત્મક જીવનશૈલીનું મુખ્ય ઘટક છે. જે વ્યક્તિ અથવા વર્ગ સ્વપ્નો જોવાથી ડરે છે તે ક્યારેય કોઈ મોટું કામ કરી શકતો નથી. સ્વપ્નો જોવાનો એક ચોક્કસ સમય હોય છે. બાળકો સ્વપ્નો જોઈ શકતાં નથી, કારણ કે તેઓ માત્ર વર્તમાનમાં જીવે છે. વર્તમાનમાં જીવનારાઓને સ્વપ્નજગત સાથે કશો સંબંધ હોઈ શકતો નથી. વૃદ્ધો સ્વપ્નો જોઈ શકતા નથી, કારણ કે તેઓ માત્ર અતીતમાં જીવવાની રુચિ ધરાવે છે. ખુલ્લી આંખો વડે દૂરના ભવિષ્યને નિહાળવાનું સાહસ તેમનામાં હોતું નથી. આ બે પેઢીઓની વચ્ચે એક ત્રીજી પેઢી છે. યુવાપેઢી તે વર્તમાનમાં જીવવા છતાં ભવિષ્યને પોતાની નજર સામેથી ઓજલ થવા દેતી નથી. પરંતુ તે પેઢી છેલ્લા એક દશકાથી જાણે એવી અપંગ થઈ ગઈ છે કે સર્જન અને નિમણિનાં સ્વપ્નો જોવાનું જ ભૂલી ગઈ છે ! પ્રશ્ન એ છે કે તે અપંગ કેમ બની ? તેની ચેતના કુંઠિત કેવી રીતે થઈ ? તેનો વિવેક ક્યાં ગયો ? તે શા માટે અપરાધો તરફ ઉન્મુખ બની ? તેને મતિભ્રમ કેમ થઈ ગયો ? તે જીવનના યથાર્થ સામે કેમ આંખ આડા કાન કરવા લાગી ? આ તમામ પ્રશ્નનો ઉત્તર એક જ છેનશાની સંસ્કૃતિ. આ સંસ્કૃતિએ જ યુવાપેઢી ઉપર જુલમ ગુજાર્યો છે. નશાની આદત કેવી રીતે પડે છે ? કોઈ પણ બાળક જન્મની સાથે નશાની આદત લઈને આવતું નથી. આ આદત પરિસ્થિતિ અને વાતાવરણની ઉપજ છે. મેડિકલ સાયન્સ એમ માને છે કે વ્યક્તિત્વનાં ઘટકતત્ત્વો જીન્સમાં હોય છે. જીન્સનું અધ્યયન કરીને એમ કહી શકાય છે કે કયું બાળક આગળ Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જઈને શું બનશે. એટલું જ નહીં જીન્સ-પરિવર્તન દ્વારા ઇચ્છિત વ્યક્તિત્વ-નિર્માણ પણ કરી શકાશે. આજની વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ જોતાં આ કલ્પના અશક્ય લાગતી નથી. સવાલ એક જ છે કે શું આ ટેક્નિક માનવીને માનવી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. ખરી ? શું ટેક્નિક દ્વારા માનવીને અનુચિત અને અહિતકર આદતોમાંથી ઉગારી શકાશે ખરો ? શું આવી ટેક્નિક સ્વભાવપરિવર્તનની પ્રક્રિયામાં સહયોગી બની શકશે ખરી ? વર્તમાન પેઢીના જીન્સમાં એવાં કયાં કયાં તત્ત્વો છે, જે તેને નશાની અંધારી સુરંગોમાં ધકેલે છે ? - એક યુવક વ્યાવસાયિક વ્યસ્તતા દ્વારા મળેલાં થાક અને મુશ્કેલીઓને દૂર કરવા માટે માદક તથા નશીલા પદાર્થોનું સેવન કરે છે. બે-ચાર વખતની જરૂરિયાત થોડા વખતમાં જ તેના જીવનનો અનિવાર્ય હિસ્સો બની રહે છે. પછી પોતે ગમે તેટલું ચાહે તો પણ તેને છોડી શકતો નથી. આર્થિક ચિંતા અને પારિવારિક તનાવથી કંટાળેલા યુવકનાં કદમ બહેકી જાય છે. તે ધૂમ્રપાન, હેરોઈન વગેરે દ્રવ્યોનો પ્રયોગ કરવા લાગે છે. એક દિવસનો પ્રયોગ તેના મનમાં એવી તલપ જગાડે છે કે તે પોતાને રોકી નથી શકતો. તેના સ્નાયુઓની માંગ વધતી જાય છે. તે પોતાનું સઘળું લૂંટાવીને પણ તે આદતનું પોષણ કરવા દોડે છે. કોઈ યુવક પોતાની નીરસ અને સૂની જિંદગીથી કંટાળીને નશાની શરણાગતિ સ્વીકારે છે. શરૂઆતમાં તેને એવો અનુભવ થાય છે કે જાણે તેના જીવનમાં તાજગી આવી ગઈ. તે તેને જ જીવન માનીને અપનાવી લે છે. જ્યારે તેનો ભ્રમ તૂટે છે ત્યારે તો તે પૂરેપૂરો પરવશ બની ગયો હોય છે. મારા તમામ સાથીદારોમાં હું સૌથી વધુ આધુનિક છું, એવી ભાવનાથી પ્રેરિત થઈને એક યુવક શરાબની દુકાને પહોંચી ગયો. પહેલી વખત શરાબનો સ્વાદ તેને રૂચિકર લાગ્યો નહીં. પરંતુ તેના મનમાં એક ભૂત સવાર થઈ ગયું હતું. તે શરાબ પીતો રહ્યો. પરિવારનાં સ્વજનોને ખબર પડી ત્યાં સુધીમાં તો શરાબ તે યુવકને જ પીવા લાગ્યો હતો. સાથીદારોનાં પ્રતિષ્ઠા અને આગ્રહ પણ એક કારણ છે કે જે Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ કોઈપણ યુવાનને ગુમરાહ કરી શકે છે. કેટલાક યુવકો હાઈ સોસાયટીના નામે પોતાની સંસ્કૃતિને વિસરી જાય છે. કેટલાક લોકો એવા પણ છે જેમની સામે કોઈ કારણ ન હોવા છતાં તેઓ નશાના શિકાર બની ગયા છે. બીજા લોકોને નશીલા પદાર્થોનું સેવન કરતા જોઈને તેમના મનમાં કુતૂહલ જાગ્યું અને તેમના પગ લપસી ગયા છે. કેટલાક લોકો સંઘર્ષો સામે ઝઝૂમવા માટે આ હથિયારનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ કારણે નવા સંઘર્ષોની એવી શરૂઆત થાય છે કે જેનો કોઈ અંત દેખાતો નથી. નશો એક જાગતિક સમસ્યા છે નશાની પ્રવૃત્તિ કોઈ એક વર્ગ, સમાજ કે દેશમાં જ નથી, સમગ્ર વિશ્વ તેનાથી પ્રભાવિત છે. તેનો આરંભ ક્યારે, ક્યાં અને કઈ રીતે થયો તે સંશોધનનો વિષય છે. છેલ્લા કેટલાક દશકાઓથી સમગ્ર જગતના લોકો ધૂમ્રપાન અને મદ્યપાન કરી રહ્યા છે. અત્યારના એક-બે દશકાઓમાં નશાનાં જેટલાં સ્વરૂપો જોવા મળે છે, તેમના વિશે વાંચી-સાંભળીને એમ લાગે છે કે જાણે માનવજાતિના વિનાશ માટે કોઈ ભયંકર ષયંત્ર રચવામાં ન આવ્યું હોય ! બીડી, સિગારેટ, ગાંજો, ચરસ, ભાંગ, અફીણ, સ્મેક, હેરોઈન, મારિજુઆના, હશીશ, વારવિચુરેદસ, એમ્ફાસમાઇસિન વગેરે વિચિત્ર-વિચિત્ર પદાર્થો છે. સૌથી મોટી આપત્તિ એ છે કે આ પદાર્થોનો પ્રવેશ વિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં ભણતા વિદ્યાર્થીઓમાં થઈ ગયો છે. આશ્ચર્યનો વિષય છે કે આજે નાની નાની દુકાનોમાં પણ ચુટકી, ગુટકા, પાનપરાગ, રજનીગંધા વગેરે આકર્ષક નામવાળા પદાર્થો આકર્ષક પડીકીઓમાં ઝૂલતા જોવા મળે છે. બે-ત્રણ વર્ષનાં નાનાં નાનાં બાળકો તે ખરીદવા માટે આતુર રહે છે અને તેમના અભિભાવકો (વડીલો) દુષ્પરિણામોની ચિંતા કર્યા વગર પોતાનાં બાળકોનાં હાથમાં તે પડીકીઓ પકડાવી દે છે. કેટલાક લોકો પોતે તો માદક અને નશીલા પદાર્થોનું સેવન કરે છે, પરંતુ પોતાનાં બાળકોને તેનાથી દૂર રાખવા ઇચ્છે છે. આ પ્રકારના નિષેધથી બાળકનું આકર્ષણ દૃઢ બને છે. એક પિતા ઘરમાં કોઈને કાંઈ જ કહ્યા વગર શરાબના અડ્ડા ઉપર પહોંચી ગયો. તેણે પાછળ વળીને જોયું તો તે સ્તબ્ધ થઈ ગયો. તેનો વીસ વર્ષનો એકનો એક દીકરો પણ ત્યાં આવી રહ્યો હતો. પુત્ર સામે થોડાંક ડગલાં નાશનો પર્યાય નશો ૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ આગળ વધીને તે ધીમેથી બોલ્યો, “બેટા ! તું અહીં શા માટે આવ્યો ?' સંકોચ અને ભયરહિત પુત્ર બોલ્યો, “પિતાજી ! આપે જ તો કહ્યું હતું કે વડીલોના પગલે પગલે ચાલવું જોઈએ ! મેં આપની શિખામણનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે.” નશો માત્ર મનુષ્યના શરીરને પ્રભાવિત કરતો નથી, તેનો દુગ્ધભાવ મન અને ભાવો સુધી પહોંચી જાય છે. શારીરિક કક્ષાએ અસાધ્ય બીમારીઓનો ઉદ્દભવ થાય છે તે પ્રત્યક્ષ છે. ફેફસાંનું કેન્સર, મોઢાનું કેન્સર, શ્વાસરોગ, હૃદયરોગ, વગેરે બીમારીઓ તમાકુના સેવનથી થાય છે. દુનિયાના આંકડાઓની વાત એક બાજુ છોડી દઈએ. ભારતના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલાં સર્વેક્ષણ દ્વારા જાણવા મળે છે કે અહીં દર વર્ષે ૬ થી ૮ લાખ વ્યક્તિઓ તમાકુ-જનિત બીમારીઓના કારણે મૃત્યુ પામે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના એક રિપોર્ટ મુજબ અમેરિકામાં ૬ લાખ તથા યુરોપમાં ૧૦ લાખથી પણ વધુ લોકો દર વર્ષે તમાકુના કારણે કમોતે મૃત્યુ પામે છે. નશાને કારણે થતી માનસિક અને ભાવાત્મક વિકૃતિઓ માનવીમાં અપરાધ ચેતના જગાડે છે. હિંસા, આતંક, બળાત્કાર, હત્યા વગેરે ક્રૂર અપરાધોની પાછળ માનવીની માનસિક વિકૃતિનો સૌથી મોટો હાથ છે. નહિતર આભિજાત્યકુળોમાં જન્મેલા કિશોરો અને યુવાનો હત્યા કે બળાત્કારની વાત વિચારી જ કેમ શકે ? એક સમય એવો હતો કે જ્યારે એમ કહેવામાં આવતું કે આભિજાત્ય વર્ગની વ્યક્તિ મરવાનું સ્વીકારશે, પરંતુ ખોટું કામ કરવાનું તે ક્યારેય નહીં સ્વીકારી શકે. ધન-વૈભવ અને જીવનથી પણ અધિક મૂલ્ય તે પોતાની ઈજ્જતને આપતો હતો. આજે તે માપદંડ ક્યાં ખોવાઈ ગયો ? નશાની સંસ્કૃતિએ માનવીની આર્થિક શુચિતા અને નૈતિક નિષ્ઠાને ખતમ કરી દીધાં છે. સોનાની થાળીમાં લોઢાની મેખ માનવજીવનને ખૂબ ઊંચું માનવામાં આવ્યું છે. ન હિ માનુષાત્ શ્રેષ્ઠતાં હિ કિંચિત્ માનવજીવન કરતાં ચઢિયાતું બીજું કશું જ નથી. જગતમાં ચાર ચીજો દુર્લભ છે- માનવજન્મ, ધર્મનું શ્રવણ, સત્ય પ્રત્યે શ્રદ્ધા અને સાચી દિશામાં પરાક્રમ. હું ઘણી વખત વિચાર કરું છું કે માનવજીવનને શ્રેષ્ઠ માનવાનું કારણ શું છે ? માનવી અને પશુ કર૦૦રુew:: ::નવું દર્શન નવો સમાજEled Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ વચ્ચેની ભેદરેખા છે- વિવેક. પશુમાં કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો વિવેક હોતો નથી, જ્યારે માનવીમાં આ બાબતની ઊંડી સમજ જોવા મળે છે. માનવીની પાસે જેવું મસ્તિષ્ક છે તેવું કદાચ અન્ય કોઈ પ્રાણી પાસે નથી. કર્મોની મજબૂત સાંકળને તોડીને મુક્ત થવાની ક્ષમતા માનવશરીરમાં છે. ખૂબ અધિક શક્તિ તથા ઐશ્વર્યથી સંપન્ન દેવને પણ મુક્ત થવા માટે મનુષ્યનું શરીર ધારણ કરવું પડે H• માનવીના વિકાસની અસીમ સંભાવનાઓ છે. તેની પાસે જ્ઞાન અને આસ્થાની સાથોસાથ ચારિત્રનું બળ છે. મનુષ્ય દેવોની પૂજા-ઉપાસના કરે એમાં કશું વિસ્મય નથી. વિસ્મયની બાબત તો એ છે કે ચારિત્ર બળના પ્રભાવથી દેવો મનુષ્યની સેવા કરે છે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય છે કે જ્યારે મનુષ્ય પવિત્ર જીવન જીવે. કલંકિત અને ખંડનાત્મક જીવન ક્યારેય શ્રેષ્ઠતાનું સૂચક બની શકે નહીં. માનવીની સર્વોત્કૃષ્ટતાને સૌથી વધુ નિકૃષ્ટ બનાવનારું કોઈ તત્ત્વ હોય તો તે નશો છે. સોનાની થાળીમાં લોઢાની મેખ જેમ કઢંગી લાગે છે, તેનાથી પણ વધુ કઢંગાપણું નશાને કારણે આવે છે. અન્ય પણ અનેક દુર્વ્યસનો છે, જે માનવતાના કદને વામણું કરે છે. પરંતુ માદક અને નશીલી ચીજો દુર્વ્યસનોની જનેતા છે. અપેક્ષા તો એવી છે કે માનવીનું જીવન તમામ પ્રકારનાં દુર્વ્યસનોથી મુક્ત રહે, પરંતુ પ્રાથમિકરૂપે બરબાદીનો ઇતિહાસ સર્જના૨ા નશાથી મુક્તિ મળે તો માનવજીવનની ઉત્કૃષ્ટતા પુરવા૨ થઈ શકે. આદતનું પરિવર્તન શક્ય છે કેટલાક લોકો માને છે કે એક વખત જે કોઇ આદત પડી ગઈ તેને બદલવાનું શક્ય નથી. પોતાની માન્યતાના સમર્થનમાં તેઓ એક કહેવત રજૂ કરે છે. 8151 પડ્યા સ્વભાવ, જાસી જીવ સ્યું। નીમ ન મીઠો હોય, જો સીંચો ગુડ ધીવ સ્યું ॥ જે મનુષ્યનો જેવો સ્વભાવ બની જાય છે તે પછી જીવનભર એવો જ રહે છે. લીમડાના વૃક્ષને ગોળ અને ઘીનું સિંચન આપવા છતાં તે મીઠો થઈ શકતો નથી. એ જ રીતે માનવીની આદતોમાં પણ પરિવર્તન આવતું નથી. Jain Educationa International નાશનો પર્યાય નશો ૩૩ For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ આ વિચાર સાથે હું સહમત નથી. જો માણસ બદલાય જ નહીં તો તેને ઉપદેશ આપવાની પરંપરાનો પણ કોઈ અર્થ જ ન રહે. તમામ ધમોંમાં ઉપદેશ આપવાની પદ્ધતિ છે. અને તેનો પ્રભાવ પણ નજર સામે છે. વિદ્યાર્થીઓને ઉપદેશ આપવામાં આવે છે, સૈનિકોને પણ ઘણુંબધું શિખવાડવામાં આવે છે. ઘર-ગૃહસ્થીનાં કાર્યો તથા વ્યવસાયમાં નિપુણતા લાવવા માટે પણ પ્રશિક્ષણ આપવામાં આવે છે. અત્યારના એક-બે દશકાઓમાં તો પ્રશિક્ષણની ઘણીબધી શાખાઓ વિકસિત થયેલી જોવા મળે છે. જો પ્રશિક્ષણ દ્વારા વ્યક્તિમાં કોઈ વિશેષતા ન આવતી હોત તો તે માટે આટલો બધો સમય, શ્રમ અને અર્થનો વ્યય કોણ કરે ? દરેક વ્યક્તિ સો ટકા પરિવર્તન પામશે એમ કહેવું કદાચ અતિકલ્પના છે. અતિશયોક્તિમાં મને વિશ્વાસ નથી અને ના તો નિરાશાનો ચક્રટ્યૂહ રચવા ઇચ્છું છું. વ્યાવહારિક વાત તો માત્ર એટલી જ છે કે વ્યક્તિ પોતે બદલવા ઇચ્છે અને તેને અનુકૂળ વાતાવરણ તથા સુયોગ્ય પ્રશિક્ષકનો યોગ મળે તો તેના જીવનમાં રૂપાંતરણ થઈ શકે છે. મારી પદયાત્રા દરમ્યાન મેં દેશના લાખો-લાખો લોકોનો પ્રત્યક્ષ સંપર્ક કર્યો. તેમની વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓનું અધ્યયન પણ કર્યું. અન્ય સમસ્યાઓની સાથે માદક તથા નશીલા પદાથોનાં સેવન દ્વારા ઉપજેલી સમસ્યાઓ વિશેષ જ્વલંત હતી. આ જ સમસ્યા પ્રત્યે લોકોને સચેત કરવામાં આવ્યા. તેનાથી મુક્તિ મેળવવા માટે અણુવ્રતની આચારસંહિતા સમજાવવામાં આવી તથા તેની માનસિકતાને બદલવામાં આવી. આથી હજારો વ્યક્તિઓ વ્યસનમુક્ત બની ગઈ. મારા પોતાના અનુભવથી હું એમ માનું છું કે વ્યક્તિમાં રૂપાંતરણ ચોક્કસ થઈ શકે છે. રૂપાંતરણની પ્રક્રિયા પરિવર્તન બે કક્ષાએ થઈ શકે છે ? શારીરિક સ્તર ઉપર અને ભાવનાના સ્તર ઉપર. માત્ર શારીરિક સ્તર ઉપર થતું પરિવર્તન અસ્થાયી હોય છે. વ્યક્તિના ભાવ બદલવામાં આવે તો પરિવર્તનમાં સ્થાયિત્વ પ્રગટે છે. ભીતરનું પરિવર્તન વ્યવહારમાં પ્રગટ થઈ જાય છે. પરિવર્તન આપોઆપ પણ થઈ શકે છે અને કોઈક પ્રશિક્ષકના સહયોગ દ્વારા પણ થઈ શકે છે. તેને માટે વ્યક્તિએ અપાયજ્ઞ અને ઉપાયજ્ઞ થવું જરૂરી છે. અપાયો-દોષોને જાણ્યા વગર કોઈપણ કાકાનવું દર્શનનો સમાજEas૩૪we seઝ Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ આદતને છોડવાનું માનસ બની શકતું નથી. માદક અને નશીલા પદાર્થો દ્વારા મળનારાં દુષ્પરિણામોની સમુચિત જાણકારી વ્યક્તિને તેનાથી બચવાની પ્રેરણા આપે છે. ત્યારબાદ તેના ઉપાયોની શોધ શરૂ થાય છે. ઉપાયો જાણ્યા પછી જ તેના પ્રયોગોની વાત આવે છે. પ્રયોગનું નિશ્ચિત પરિણામ આવશે જ એવી આસ્થા રૂપાંતરણની દિશા તરફનું પ્રથમ કદમ છે. અધ્યાત્મ આપણો શાશ્વત વારસો છે. વિજ્ઞાન આધુનિક યુગનું અવદાન છે. અધ્યાત્મ અને વિજ્ઞાન બંને મનુષ્યને બદલવાના પ્રયોગો કરી શકે છે. એક વૈજ્ઞાનિકે નશાની આદતથી ગ્રસ્ત વ્યક્તિઓ ઉપર પ્રયોગ કર્યો. તેમના કાન ઉપર વિદ્યુત પ્રકંપન આપ્યાં. ૧૭ થી ૫૦ વ્યક્તિઓને શરાબ તેમજ સિગારેટ પ્રત્યે ધૃણા થઈ ગઈ. પ્રેક્ષાધ્યાનના પ્રશિક્ષક અપ્રમાદ કેન્દ્ર- કાન ઉપર ધ્યાનનો પ્રયોગ કરાવે છે, નશાની આદત છૂટી જાય છે. એ જ રીતે જ્યોતિકેન્દ્ર, દર્શન કેન્દ્ર વગેરે ચૈતન્ય કેન્દ્ર ઉપર ધ્યાનનો અભ્યાસ કરવાથી ભાવો અને આવેગોનું નિયંત્રણ થાય છે, પરિણામે વ્યક્તિ પરિવર્તન પામે છે. અણુવ્રત ચારિત્રનિમણિનું બીજું આંદોલન છે. નશો ચારિત્રના મૂળને ખતમ કરે છે. નશો નાશનો પર્યાય છે. આ દષ્ટિએ નશામુક્તિ અભિયાન અણુવ્રતનો એક નક્કર કાર્યક્રમ છે. સામાજિક દષ્ટિએ પણ તેનું ઘણું મૂલ્ય છે. આ ક્ષેત્રમાં કામ કરતી અન્ય સંસ્થાઓ, સ્વયંસેવી કાર્યકર્તાઓ તથા અણુવ્રત કાર્યકર્તાઓ સહિયારા-સઘન પ્રયત્નો કરે તો સ્વસ્થ વ્યક્તિ અને સ્વસ્થ સમાજની સંરચનાનું સ્વપ્ન સાકાર થઈ શકે તેમ છે. જ કરાવનાશનો પર્યાયનો ૩પ૪:: Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ અશ્લિલતાની સમસ્યા લા અણુવ્રતનું સમાધાન ક છે : : : : : જ વર્તમાન જીવનશૈલીની પ્રખર સમસ્યાઓ પૈકી એક સમસ્યા છેઅશ્લિલતા. આ સમસ્યા ઉપર વિચાર કરતાં પહેલાં એ સમજવું આવશ્યક છે કે શ્લિલતા અને અશ્લિલતા શું છે ? આચાર્ય હેમચંદ્ર શ્લિલ શબ્દને વૈભવસંપન્ન વ્યક્તિનો વાચક માન્યો છે. આ અર્થમાં શ્લિલતા એટલે સંપન્નતા. જો આ અર્થ માન્ય કરીએ તો અશ્લિલતાનો અર્થ થશે દરિદ્રતા. આ અર્થમાં સમ્યકુ સંસ્કારોના દારિદ્રને અશ્લિલતા માની શકાય. સાહિત્યની ભાષામાં શ્લિલતા એટલે શિષ્ટતા અથવા શાલીનતા. આ સંદર્ભમાં અશ્લિલતાનો અર્થ છે. અશિષ્ટતા અથવા અશાલીનતા. અંગ્રેજી શબ્દકોષમાં શિષ્ટાચાર, ભદ્રતા અથવા સૌજન્યતા માટે “કર્ટસી' શબ્દનો પ્રયોગ જોવા મળે છે. આ શબ્દપ્રયોગો ઉપર ધ્યાન આપવામાં આવે તો અશ્લિલતા શબ્દ અશિષ્ટતા, અભદ્રતા અને દરિદ્રતાનો બોધક બને છે. તેને ભાષા અને વ્યવહાર બંને સાથે સંબંધ છે. કેટલાક લોકોની ભાષા શિષ્ટજનસંમત નથી હોતી. કેટલીક વ્યક્તિ પોતાની બોલચાલની ભાષામાં પણ ગાળાગાળી કરે છે. કેટલીક વ્યક્તિ અંદરોઅંદર વૈમનસ્યને કારણે અપશબ્દોનો પ્રયોગ કરે છે. તેને અશિષ્ટતા કહી શકાય, પરંતુ અશ્લિલતાની સમસ્યા સાથે તેનો સીધો સંબંધ નથી. શ્લિલતા અને અશ્લિલતાનો પ્રશ્ન મારા મત પ્રમાણે તે ભાષા, તે વ્યવહાર અને તે દશ્ય અશ્લિલ ગણાવું જોઈએ કે જે કામુકતાને ઉત્તેજનારું હોય, જેને શિષ્ટ સમાજમાં લાજનક તથા વર્ષ માનવામાં આવતું હોય તથા સમૂહમાં જેની અભિવ્યક્તિ કરતાં સંકોચનો અનુભવ થતો હોય. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સેક્સની બાબતે ખુલ્લાપણાનું નામ છે અશ્લિલતા. નવું દર્શની નવોસમાજLI: કાકડી Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ આજની ભાષામાં બેડરૂમની ઘટનાને ડ્રોંઈગ રૂમમાં લાવવાનો પ્રયત્ન એ જ અશ્લિલતા છે, પછી ભલે તે દશ્ય હોય, શ્રાવ્ય હોય કે પછી ક્રિયાત્મક હોય. સમાજમાં જેટલા સંબંધ હોય છે તે દરેકની મર્યાદા હોય છે. સંબંધોના આધારે જ વ્યવહારનું નિર્ધારણ થાય છે. પત્નીની સાથે જે વ્યવહાર થાય છે, તે બીજાઓ સાથે કરી શકાતો નથી. બીજાઓની સામે પણ તે વ્યવહાર કરી શકાતો નથી. પતિ-પત્નીનો સંબંધ નિતાંત વૈયક્તિક હોય છે, તેને સાર્વજનિક બનાવી શકાય નહીં. આધુનિક સભ્યતાને બહાને કેટલાક દેશો અને કેટલાક સમાજોમાં એમ થતું ચાલ્યું, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં આ અતિરેકને ક્યારેય માન્યતા મળી નથી. કેટલીક વ્યક્તિઓ પ્રશ્ન કરે છે કે લોકો જે સંવાદો, ગીતો કે દશ્યોને સાંભળવા, જોવા કે વાંચવાનું પસંદ કરે છે, તેમના વિશે શ્લિલતા કે અશ્લિલતાની વાત જ શા માટે કરવી ? કેટલીક વ્યક્તિઓ માને છે કે શ્કિલ અને અશ્લિલ જેવું કશું હોતું નથી. વ્યક્તિની જેવી દૃષ્ટિ હોય છે તેથી તેને પ્રતીતિ થાય છે. લેખક સહજભાવે જે કાંઈ લખે છે તેનો અશ્લિલ અર્થ શા માટે કરવો ? મર્યાદાનું ભાન આવશ્યક છે શ્લિલતા અને અશ્લિલતાની માન્યતા એ કોઈ નવો મુદ્દો નથી. તે આજે જેટલો વિવાદાસ્પદ છે, તેટલો જ પ્રાચીન કાળમાં પણ વિવાદાસ્પદ હતો. હા, એ બીજી વાત છે કે તે સમયે આવી ચચનેિ પણ ત્યાજ્ય માનવામાં આવતી હતી. આજે તેને સ્વીકાર્યું જ નહીં, અનિવાર્ય માનવામાં આવે છે ! સમય-સમયની વાત છે. માન્યતાઓમાં પરિવર્તન તો આવતાં જ રહે છે. આજે એનાટોમીશરીરરચના વિજ્ઞાન ભણનારા વિદ્યાર્થીઓ કહે છે કે “અમને શરીરસંરચના વિશેનાં તમામ રહસ્યોની ખબર છે. આવા સંજોગોમાં આપણા વડીલો અને વૃદ્ધો કેટલીક વાતો શા માટે છુપાવે છે ?' પ્રશ્ન. છુપાવવાનો કે ન છૂપાવવાનો નથી, મયદાનો છે. શું કોઈ યુવક પોતાની બે પેઢીઓની વચ્ચે બેસીને સઘળું કહી શકે ખરો અથવા જોઈ શકે ખરો ? પ્રાચીનકાળમાં લગ્નની વય ખૂબ નાની રાખવામાં આવતી હતી. પરંતુ લગ્ન થયા પછી પણ ઘણાં વર્ષો સુધી પતિ પત્ની વચ્ચે કરુee:09: અશ્લિલતાની સમસ્યા અણવતન્ન્સમાધાતા ૩૭૪ Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સંબંધ રહેતો નહોતો. મુક્ત ભ્રમણની વાત તો ઠીક, તેમના મિલનપ્રસંગ ઉપ૨ પણ પરિવારનું નિયંત્રણ રહેતું હતું. તેમનામાં પારસ્પરિક આલાપ-સંલાપ થતો નહોતો. ચાલો, આજે જમાનો બદલાયો છે એ વાત સ્વીકારી. પુખ્ત થયા પછી લગ્ન થાય છે, છતાં કોઈક તો મર્યાદા હોવી જ જોઈએ. મર્યાદા-બોધ વગ૨ ક૨ણીય અને અકરણીયનો વિવેક જળવાતો નથી. વિવેકશૂન્ય કાર્ય સારું કઈ રીતે હોઇ શકે? સંયમનું મૂલ્ય સીમા, મર્યાદા, સંયમ, અનુશાસન, નિયંત્રણ વગેરે શબ્દો અત્યંત મૂલ્યવાન છે. તેમની મૂલ્યવત્તા શબ્દસંરચનાના આધારે નહિ, જીવનનિર્માણના આધારે છે. જ્યાં સીમાઓ તૂટે છે, લક્ષ્મણરેખાઓ ભૂંસાઇ જાય છે ત્યાં સીતાઓનું હરણ થતું રહે છે. એક વખત સીમા તૂટી જાય, રસ્તો ખૂલી જાય ત્યાં સંકોચ કે લજ્જા નામનું તત્ત્વ અદશ્ય થઈ જાય છે. પછી મનોરંજનના નામે તે સઘળું સ્વીકારી લેવામાં આવે છે જે અગાઉ સામાજિક અને પારિવારિક વાતાવરણમાં વર્જિત હતું. કેટલાક લોકો એમ માને છે કે પ્રતિબંધ આકર્ષણ વધારે છે. માત્ર પુખ્તો માટે જ જે ફિલ્મો બતાવવામાં આવે છે, તેમના પ્રત્યે કિશોરપેઢીની ઉત્સુકતા પ્રબળ રહે છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ આ વાત સાચી હોઇ શકે છે, છતાં આત્મસંયમ અને સામાજિક અનુશાસનના સિદ્ધાંતનો તેની સાથે કોઈ મેળ નથી. જો ક્યાંય કશું વર્જિત કે પ્રતિબંધિત નહિ રહે તો માણસ અને પશુના વ્યવહારમાં પણ કોઈ તફાવત રહેશે નહિ. આ દૃષ્ટિએ સંયમનું મૂલ્ય આપોઆપ પ્રમાણિત થઈ જાય છે. અશ્લિલતાના મુખ્ય સ્રોત વર્તમાન યુગમાં જાહેરખબર, દૂરદર્શન અને સિનેમા વગેરે એવાં માધ્યમો છે કે જે તમામ પ્રકારની સામાજિક વર્જનાઓ તોડીને અશ્લિલતાને નિર્વસ્ત્ર કરી રહ્યાં છે. જાહેરખબર-કંપનીઓને કદાચ એ ખબર નથી કે ભારતની ગરિમાપૂર્ણ સાંસ્કૃતિક પરંપરાઓની હત્યા કરીને માનવજાતિનું તેઓ કેટલું મોટું અહિત કરી રહી છે. તેમની નજર માત્ર પૈસા ઉપર જ ઠરેલી છે. નહિતર દરેક ચીજની જાહેરખબરમાં સ્ત્રીઓનાં અર્ધનગ્ન ચિત્રો શા માટે બતાવવામાં નવું દર્શન નવો સમાજ ૩૮ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ આવે છે ? માત્ર સ્ત્રીઓના ઉપયોગની ચીજો ઉપર જ નહીં, પુરુષો અને બાળકોના ઉપયોગની વસ્તુઓ તથા પત્ર-પત્રિકાઓમાં સ્ત્રીને જે સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, તેનાથી કામુકતા ન વધે તો બીજું શું થાય ? દૂરદર્શનની ટેકનોલોજીનો મૂળભૂત ઉદ્દેશ સંચારવ્યવસ્થાને દ્રુતગામી બનાવવાનો તથા માનવીય અને સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રસારણ હશે, પરંતુ આજે તે કેટલી વિકૃતિઓને જન્મ આપી રહી છે તે કોઈનાથી અજાણ્યું નથી. નવી નવી ચેનલો, નવી ધારાવાહિકો. અને નવી નવી જાહેરખબરો. એમ લાગે છે કે જાણે કોઈ મહામાયાએ માનવીની જીવનશૈલીને જ અસ્તવ્યસ્ત કરી દીધી ન હોય ! દૂરદર્શન ઉપર જ્યારે નવા નવા ચહેરા જોવા મળે છે ત્યારે મહિલાઓ રસોડાને ભૂલી જાય છે તથા બાળકો હોમવર્ક ભૂલી જાય છે. સ્વાધ્યાય, ધ્યાન જેવી પ્રવૃત્તિઓની તો વાત જ શી કરવી, દિનચર્યાની આવશ્યક કામ પણ ચૂકી જવાય છે અને અતિથિઓની પણ ઉપેક્ષા થાય છે ! સિનેમાનો ઇતિહાસ વધુમાં વધુ એકસો વર્ષ જૂનો છે. ઈ.સ. ૧૮૬૫માં ફ્રાંસના લુનિએર બંધુઓએ પહેલી વખત આ નવા કલાક્ષેત્રને જન્મ આપ્યો. પ્રસિદ્ધ નવલકથાકાર મેક્સિમ ગોર્કીએ આ ક્ષેત્રની ક્ષમતાઓ તથા તેમાં સંભવિત વિકૃતિઓની કલ્પના શરૂથી જ કરી દીધી હતી. જો સિનેમાને જ્ઞાનવર્ધન તથા મનોરંજનનાં સાધન સુધી સીમિત રાખવામાં આવ્યું હોત તો કદાચ તેના ઉપર કોઈ પ્રશ્ન ચિલ મૂકવું પડ્યું ન હોત, પરંતુ જ્યારથી આ કલાનું વ્યાવસાયીકરણ થયું, ત્યારથી તેમાં વિકૃતિઓનો પ્રવેશ શરૂ થઈ ગયો. જે ફિલ્મ ઉદ્યોગ માનવતાની શોધ અને ઓળખ માટે સહાયક બની શકે તેમ હતો, તે અપરાધ અને અશ્લિલતાનો પ્રેરણાસ્રોત બની ગયો. સિનેના જગતની ઉશૃંખલ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે સેન્સર બોર્ડ બન્યું. આજે જેટલી ફિલ્મો પડદા ઉપર રજૂ થાય છે તેમને સેન્સર બોર્ડની નજરથી પસાર થઈને આવવું પડે છે. આ વ્યવસ્થા હોવા છતાં ફિલ્મોનાં ગીતો અને સંવાદોમાં આજે જેવી સામગ્રી પિરસાઈ રહી છે તે તો શરમને પણ શરમનો અનુભવ કરાવનારી છે. સેન્સરબોર્ડની કાતર આવા પ્રસંગોમાં કેમ બુઠ્ઠી થઈ જાય છે ? આ એક પડકારભર્યો પ્રશ્ન છે. તેનો સામનો કલાકાર, esses અલિલતાની સમસ્યા અનતનું સમાધાન ૩૯૪રરકારક Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યકાર, નિમતિ, નિર્દેશક, સરકાર અને પ્રજા સૌ સાથે મળીને કરશે તો જ કાંઈક સમાધાન મળશે. દ્વિીમાર્ગ ઉપર ઊભેલી પેઢીઓ સાંપ્રત યુગની યુવાપેઢી અને કિશોર પેઢી સંશયના દ્વિમાર્ગ પર ઊભેલી છે. એક તરફ વિલાસિતા તથા સુવિધાવાદનું આકર્ષણ, તો બીજી તરફ સાંસ્કૃતિક તથા પારસ્પરિક મૂલ્યોનું બંધન. ક્યારેક તે આકર્ષણથી બંધાઈને એ માર્ગે આગળ વધવા માગે છે કે તો ક્યારેક મૂલ્યોના બંધનથી પરેશાન થઈને પાછા વળવા ચાહે છે. એક વિચિત્ર પ્રકારની અવઢવભરી સ્થિતિ છે. આ સ્થિતિમાં તે હજારો યુવકો અને કિશોરો માટે ગૌરવ છે કે જેઓ આજે પણ પોતાના મન ઉપર લગામ રાખી શક્યા છે. અશ્લિલતાના વાતાવરણમાં રહેવા છતાં તેનાથી તેઓ અપ્રભાવિત છે. અનુસ્રોતમાં વહેતા લોકોની ભીડમાં ઊભા રહેવા છતાં સામાપ્રવાહની દિશામાં આગળ વધવા માટે તેઓ કટિબદ્ધ છે. એવા લોકો ઉપર આપણી સંસ્કૃતિને ગૌરવ છે, પરંપરાને ગૌરવ છે અને એ મૂલ્યોને પણ ગૌરવ છે કે જે આજે ખતમ થવાની અણી ઉપર છે. આ દેશમાં હજારો વર્ષ પૂર્વે જે મહાપુરુષો થયા હતા તેઓ ભવિષ્યદષ્ટા હતા. તેમને હાથની રેખાઓની જેમ સ્પષ્ટ દેખાતું હતું કે આગામી યુગમાં મનુષ્ય વિકૃતિઓની અંધારી સુરંગોમાં ઊતરી જશે. તેમને આભાસ થઈ ગયો હતો કે માણસ ઉચિત અને અનુચિતની સીમારેખાને ઓળંગી જશે. એટલે જ તેમણે કહ્યું હતું કે – અંગપર્સંગસંઠાણું,ચારુલ્લવિયપેરિયા ઈન્દીર્ણ તંગનિઝાએ, કામરાગવિવઢણ II સ્ત્રીઓનાં અંગ-પ્રત્યંગ, મધુર વાણી તથા કટાક્ષોને ન જુઓતે તરફ ધ્યાન ન આપો. કારણ કે તે બધાં કામુકતાને વધારનારાં છે. કેટલાક લોકો પ્રશ્ન ઉઠાવે છે કે આપણા મહાપુરુષોએ સાક્ષાત રૂપમાં સ્ત્રીનાં અંગ-પ્રત્યંગોને જોવાનો તથા તેમની સાથે આલાપ-સંલાપ કરવાનો નિષેધ કર્યો છે. જાહેરખબરો તથા ફિલ્મોમાં તો સ્ત્રીઓનાં ચિત્રો હોય છે. ચિત્ર જોવામાં વળી શી બૂરાઈ છે ? આ પ્રશ્નનો ઉત્તર આપવાની મારે જરૂર નથી. ભગવાન મહાવીર જાણતા હતા કે વ્યક્તિ પોતાના બચાવ માટે પ્રશ્ન ઉપસ્થિત કરી શકે છે. એટલે તેમણે પહેલેથી જ કહ્યું છે કે – ર૪ર૪ર૪૪we:www નવું દર્શની નવોસમાજ ક80%eseટર Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ચિત્તભિત્તિ નનિઝાએ, નારિવા સુઅલંકિયા ભમ્બરં પિવદદ્ગુણ, દિપિડિસમાહરે ! આભૂષણોથી અલંકૃત સ્ત્રીની તો વાત શી કરવી, સ્ત્રીઓનાં ચિત્રોથી ચિત્રિત ભીંતને પણ ન જોવી જોઈએ. કદાચ એવી સ્ત્રી અથવા ભીંત પર નજર પડી જાય તો તેને તરત જ એવી રીતે પાછી ખેંચી લો જેવી રીતે મધ્યાહ્નના સૂર્ય ઉપર પડેલી નજર આપોઆપ પાછી વળે છે. - આ એક એવો બોધપાઠ છે, કે જે આત્માને પવિત્ર રાખવા માટે આપવામાં આવ્યો છે. જે માનવજાતિએ તેને ઊંડાણથી વાંચ્યો હોત અને પ્રાયોગિક રૂપે સ્વીકાર્યો હોત તો તે આ ક્ષેત્રમાં આટલી અશ્રુંખલ બની ન હોત. સામાજિક સ્વાથ્યનો આધાર શાસ્ત્રીય સત્ય અને આત્માની પવિત્રતા માટે સૌને આસ્થા હોય તે જરૂરી નથી, પરંતુ સામાજિક સ્વાચ્ય તો સૌકોઈ માટે આવશ્યક છે. વ્યક્તિગત જીવનના પણ કેટલાક આદશ હોય છે. માત્ર આ બે બિંદુઓ ઉપર થોભીને વિચાર કરવામાં આવે તો શ્લિલતા, અશ્લિલતા, શિષ્ટતા, અશિષ્ટતા સારાપણું-ભૂંડાપણું વગેરેની ભેદરેખા આપોઆપ દોરાઈ જશે. કેટલાક તથાકથિત યોગીઓ તથા ભગવાનોએ સેક્સને ખુલ્લું કરવામાં પોતાનો સંપૂર્ણ યોગ આપ્યો છે. તેમણે તેમ કરીને સમાજમાં વિપ્લવ મચાવી દીધો. સ્થિતિ એવા નાજુક તબક્કા ઉપર પહોંચી ગઈ કે તેમની વિરુદ્ધમાં બોલનારાઓની પણ તેમણે ખૂબ ખબ૨ લીધી. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ પણ એક શાશ્વત સત્ય છે કે જ્યારે જ્યારે કોઈ મહાપુરુષ અથવા મહાન વિચારકે પોતાના યુગની વિસંગતિઓના વિરોધમાં અવાજ ઉઠાવ્યો ત્યારે ત્યારે તેને દબાવવાના ઉગ્ર પ્રયત્નો કરવામાં આવ્યા. વિસંગતિઓનો સંબંધ ધર્મ સાથે હોય કે સમાજ સાથે, તેમને દૂર કરવાનું અભિયાન જીવ સટોસટની બાજી લગાવીને જ ચલાવી શકાય છે. અણુવ્રત : એક અભિયાન અણુવ્રત રાષ્ટ્રીય ચારિત્રનિમણિ માટે ચલાવવામાં આવી રહેલું એક અભિયાન છે. તેની આસ્થા સજા અને કાનૂનમાં નથી, પરંતુ રાજકારઅલિલતાની સમસ્યાઅણુવ્રતનું સમાધાન ૪:૪૪૪૪૪૪૪:૪૦% Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ હૃદયપરિવર્તનમાં છે. છતાં એમ માનવામાં આવે છે કે માત્ર હૃદયપરિવર્તન દ્વારા સામાજિક વિસંગતિઓને દૂર કરી શકાશે નહિ. તે ઉપરાંત વ્યવસ્થાનું પરિવર્તન આવશ્યક છે. માનવીનું મન પણ બદલાય અને વ્યવસ્થા પણ બદલાય તો મુશ્કેલમાં મુશ્કેલ લાગતું કાર્ય પણ સરળતાથી પાર પાડી શકાય છે. અશ્લિલતાની સમસ્યા સામે લડવા માટે પણ આ જ ઉપાય કામિયાબ બની શકે તેમ છે. અણુવ્રતનો એક સંકલ્પ છે- નવા માણસનું નિર્માણ. તે રાષ્ટ્રો, પ્રાંતો, સંપ્રદાયો, વગ અને જાતિઓના વાડાઓથી મુક્ત બને. તે મંદિરો, મસ્જિદો, ગિરજાઘરો, ગુરુદ્વારો અને ધર્મસ્થાનોમાં બદ્ધ આસ્થાને નિબંધ કરે. તે હિંસા, આતંક, ચોરી, વ્યસન, અશ્લિલતા વગેરે દુરાચરણોથી મુક્ત બને. તે કલા, સાહિત્ય, સંગીત, નૃત્ય વગેરે સાંસ્કૃતિક પરંપરાઓમાં ઘૂસણખોરી કરતી વિકૃતિઓને મિટાવીને સામાજિક સ્વાથ્યનું પોષણ કરે. આવા માનવના નિમણિ દ્વારા એક નવા યુગનો પ્રારંભ થાય. તે યુગ અહિંસાનો યુગ હશે, ચારિત્રનિમણિનો યુગ હશે. માનવતાનો યુગ હશે અને સાચી જીવનશૈલીથી જીવતા માનવીનો યુગ હશે. Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ આ લોકતંત્ર-શુદ્ધિની પ્રક્રિયા જગતમાં અનેક પ્રકારની શાસનપ્રણાલીઓ પ્રચલિત છે. તેમાં ગણતંત્ર, રાજતંત્ર, અધિનાયકતંત્ર લોકતંત્ર વગેરે મુખ્ય છે. આ બધામાં કર્યું તંત્ર સારું છે ? આ પ્રશ્નનો ઉત્તર નિરપેક્ષ ન હોઇ શકે. પ્રત્યેક તંત્રમાં કેટલીક ખૂબીઓ અને કેટલીક ખામીઓ હોઈ શકે છે. હજી સુધી કોઈપણ તંત્ર સમગ્ર રૂપમાં સારું કે સંપૂર્ણ સાચું પ્રમાણિત થઈ શક્યું નથી. આમ છતાં વર્તમાનમાં હવાની દિશા લોકતંત્ર તરફ પ્રતીત થાય છે. જગતના અનેક દેશોમાં લોકતાંત્રિક પદ્ધતિથી રાજ્યનું સંચાલન ચાલી રહ્યું છે. જ્યાં લોકતંત્ર નથી ત્યાંના લોકો તેનું સ્વપ્ન જોઈ રહ્યા છે. તેનો અર્થ એ થયો કે અન્ય તંત્રોની તુલનાએ લોકતંત્ર પ્રત્યે લોકોની આસ્થા પ્રબળ છે. લોકતંત્રની શ્રેષ્ઠતાનાં અનેક કારણો છે. સૌથી અધિક મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેમાં પ્રત્યેક વ્યક્તિને શિખર સુધી પહોંચવાની તક મળી શકે છે. અન્ય તંત્રોમાં સામૂહિક નેતૃત્વની પરંપરા હોય કે એકલ નેતૃત્વની, પ્રત્યેક વ્યક્તિને શિખર ઉપર જોવાની કલ્પના કરી શકાતી નથી. એકતંત્ર અને અધિનાયકતંત્રમાં સત્તાના વિરોધમાં બોલનાર નિશ્ચિત બનીને જીવી શકતો નથી. ઇતિહાસ બતાવે છે કે એવી વ્યક્તિને અનેક પ્રકારની યાતનાઓ અથવા મૃત્યુદંડ સહન કરવા પડતા હોય છે. જ્યારે લોકતંત્રમાં રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીને પણ અદાલતના દરવાજે ઊભા કરી શકાય છે. લોકોની આકાંક્ષાઓની પૂર્તિનો અવકાશ જેટલો લોકતંત્રમાં છે તેટલો એકતંત્રમાં હોઈ શકે નહીં. લોકતંત્ર નિષ્ફળ કેમ? લોકતંત્રમાં સારાપણાની પ્રબળ સંભાવના હોવા છતાં તે સફળ થઈ શક્યું નથી તે ચિંતાનો વિષય છે. લોકતંત્રની નિષ્ફળતાનાં કારણોની મીમાંસા કરવામાં આવે તો એક લાંબી કારણ શ્રેણી રજૂ રાકાર રાક લોકતંત્રશુદ્ધિની પ્રક્રિયા સરકારી Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ કરી શકાય તેમ છે. પરંતુ વિચારવાનું એ છે કે તેનાથી લાભ શો થાય ? લોકોમાં જે થોડી ઘણી આસ્થા આ તંત્ર પ્રત્યે રહી છે તે પણ ખતમ થઈ જશે. મારો પોતાનો મત એવો છે કે કોઈ પણ તંત્ર, મંત્ર કે યંત્ર ત્યાં સુધી સફળ થઈ શકતું નથી, જ્યાં સુધી માણસ સાચા અર્થમાં માણસ બનતો નથી. તંત્રનો સંચાલક માણસ હોય છે. તે સંચાલનમાં જેટલી અનૈતિકતા દાખવશે, એટલું જ તંત્ર વિકૃત થતું જશે. વિકૃત તંત્રના આધારે સ્વસ્થ સમાજ કે રાષ્ટ્રની કલ્પના થઈ શકે નહિ. લોકતંત્ર સર્વોત્તમ શાસનતંત્ર છે, જો તે તંત્રને સંચાલિત કરનાર અને તેનું ચયન કરના વ્યક્તિ સાચી હોય તો. લોકતંત્ર સૌથી દુર્બળ શાસનતંત્ર છે, જો નેતા અને પ્રજા સાચાં ન હોય. લોકતંત્રમાં લખવા, બોલવા અને વિચારવાની સ્વતંત્રતા છે, પરંતુ એનો અર્થ એ નથી કે વ્યક્તિ ઉર્ફોખલ બની જાય. લોકતંત્રમાં પ્રત્યેક વ્યક્તિને સત્તાના સિંહાસન ઉપર બેસવાનો અધિકાર છે. પરંતુ ચરિત્રબળ અને બુદ્ધિબળ રહિત વ્યક્તિના હાથમાં સત્તા આવે તો તેનું કેવું પરિણામ આવે ? લોકતંત્રની સફળતાનાં સૂત્રો ભારત એક એવો દેશ છે જ્યાં ભગવાન મહાવીરના અનેકાંત દર્શનને ફાલવા-ફૂલવાની તક મળી છે. અનેકાન્ત લોકતંત્રની આધારશિલા છે. સાપેક્ષતા, સમાનતા, સહઅસ્તિત્વ અને સ્વતંત્રતા અનેકાન્તનાં ઘટકતત્ત્વો છે. આ જ તત્ત્વોના આધારે લોકતંત્ર ચાલી શકે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણને કહ્યું હતું, આજનું લોકતંત્ર ભગવાન મહાવીરના અનેકાન્ત દર્શનનું પરિણામ છે.' લોકતંત્રમાં આસ્થા રાખનારા લોકો અનેકાન્ત દર્શનનો ઉપયોગ કરે તો લોકતંત્રની સફળતામાં કોઈ સંદેહ રહે નહીં. વાણી અને વિચારની સ્વતંત્રતાનો સીધો સંબંધ અહિંસા સાથે અવરોધ હિંસા છે. દમન હિંસા છે. દેશના નાગરિકોને વિચાર કરવાની તથા બોલવાની સ્વતંત્રતા ત્યાં જ મળી શકે છે કે જ્યાં અહિંસામાં અટલ વિશ્વાસ હોય. સત્તાના વિરોધમાં બોલનારા લોકોને જ્યાં શાંતિપૂર્વક સાંભળવામાં આવે છે ત્યાં લોકતંત્ર સફળ રાનવું દર્શન :નલેસમા:રારા ઝાટકીટર Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ થાય છે. વિરોધી અવાજને કચડી નાંખવા માટે બંદુકની ભાષાનો પ્રયોગ સર્વથા અલોકતાંત્રિક છે. આવી પદ્ધતિ જ્યાં અપનાવવામાં આવશે ત્યાં લોકતંત્રની નિર્મમ હત્યા થશે. પણ લોકતંત્રની કરોડરજ્જુ શરી૨ કરોડરજ્જુના આધારે ચાલે છે. લોકતંત્ર ચૂંટણીના આધારે ચાલે છે. આ અર્થમાં જોઈએ તો ચૂંટણી લોકતંત્રની કરોડરજ્જુ છે. ચૂંટણીનું લક્ષ્ય યોગ્ય કામ માટે યોગ્ય વ્યક્તિની પસંદગીનું છે. આજની ચૂંટણી-પ્રક્રિયા જોતાં એમ લાગે છે કે મૂળ લક્ષ્ય વિસ્તૃત થઈ ગયું છે અને જેમ તેમ કરીને સત્તા મેળવવી એ જ જાણે કે ચૂંટણીનું લક્ષ્ય બની ગયું છે. આ ચૂંટણીએ ઉમેદવાર, મતદાતા અને ચૂંટણી કિંમશનની જ નહીં, લોકતંત્રની ગરીમાના ધૂળમાં મેળવી છે. એક છોકરો માટી ખોદતો હતો. પિતાએ તેને પૂછ્યું, ‘તું શું કરે છે ?' છોકરો બોલ્યો, “પિતાજી ! હું આપનું નામ શોધી રહ્યો છું.' પિતાએ વિસ્મયથી પૂછ્યું, ‘મારું નામ અહીં ક્યાંથી મળશે ?' છોકરાએ કહ્યું, ‘પિતાજી ! આપે જ તો મને કહ્યું હતું કે મેં આપનું નામ માટીમાં મેળવી દીધું છે !' શું આવા પુત્રો પોતાના પિતાનું નામ રોશન કરી શકે ખરા ? લોકતંત્રના સપૂતોએ પણ તેની સાથે કંઈક આવો જ વ્યવહા૨ કર્યો છે. જ્યારે દેશના નેતાઓને કહેવામાં આવે છે કે તેઓ લોકતંત્ર સાથે કેવી ગંદી રમત રમી રહ્યા છે ત્યારે તેમનાં મોં સિવાઈ જાય છે. લોકતંત્રની ના તો કોઈ જાતિ છે, ના તો કોઈ તેનો સંપ્રદાય. છતાં તેને જાતિવાદ અને સંપ્રદાયવાદની સાથે જોડવાનો દુષ્પ્રયાસ કરવામાં આવે છે. જે દેશમાં જાતિ, સંપ્રદાય અને ધન (પૈસા)ના આધારે ચૂંટણી થતી હોય તે રાષ્ટ્ર લોકતંત્ર સાથે વિડંબના કરે છે એમ માનવું રહ્યું. જટાયુ વૃત્તિને જગાડવાનું જરૂરી છે લોકતંત્રનાં મૂળ મજબૂત કરવા માટે ચૂંટણીની પ્રક્રિયાને સ્વસ્થ બનાવવાનું આવશ્યક છે. ચૂંટણીની પ્રક્રિયા ખોટી હશે તો લોકતંત્રનાં મૂળ સડી જશે. આ વાત તમામ લોકો સમજે છે કે ચૂંટણીનો ભ્રષ્ટાચાર દ્રૌપદીનાં વસ્ત્ર જેવો બની ગયો છે, પરંતુ તેનો વિરોધ લોકતંત્ર શુદ્ધિની પ્રક્રિયા Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ કરવાની ક્ષમતાને લકવો લાગી ગયો છે. એક ઊંડી ખામોશી અને નિર્માલ્યતા સતત વૃદ્ધિ પામી રહ્યાં છે. બૂરાઈ જોઈને આંખો બંધ કરી લેવી અથવા તો કાનમાં આંગળી દબાવી દેવી એ પર્યાપ્ત નથી. તેની વિરુદ્ધમાં વ્યાપક લોકચેતના જગાડવાની અપેક્ષા છે. મહાત્મા ગાંધીની દષ્ટિએ ભ્રષ્ટાચાર વધવાનું સૌથી મોટું કારણ જટાયુવૃત્તિ'નો લોપ થયો છે તે છે. રાવણે સીતાનું અપહરણ કર્યું. તે તેને જબરજસ્તી પોતાના વિમાનમાં બેસાડીને લઈ જઈ રહ્યો હતો. જટાયુએ સીતાનું કરુણ છંદન સાંભળ્યું. તે જાણતો હતો કે રાવણના સકંજામાંથી સીતાને મૂક્ત કરાવવાનું સામર્થ્ય તેનામાં નથી. છતાં તેના માટે તેનો અર્થ એવો નહોતો કે રાવણ સાથે યુદ્ધ કર્યા વગર સીતાને લઈ જવા દેવાં. તેણે મોતનો સ્વીકાર કરીને રાવણ સામે મુકાબલો કર્યો. જ્યાં સુધી એના શરીરમાં શક્તિ હતી ત્યાં સુધી તે રાવણ સાથે લડતો રહ્યો. આજે ભ્રષ્ટાચારનો રાવણ માનવતારૂપી-સીતાનું અપહરણ કરીને લઈ જઈ રહ્યો છે. કરોડો લોકોની આંખોની સામે આ થઈ રહ્યું. છે. પરંતુ કોઈપણ જટાયુ આગળ આવીને તેનો વિરોધ કરવાની સ્થિતિમાં નથી. ભ્રષ્ટાચાર પ્રત્યે પ્રજાનું આ મૌન, આ ઉપેક્ષાભાવ તેની વૃદ્ધિ નહિ કરે તો બીજું શું કરશે ? આજે જ્યારે રાજનૈતિક પક્ષો, અધિકારી વર્ગ, સરકારી અને બિનસરકારી તંત્ર તથા પ્રજા- આ સૌ અનુભવ કરે છે કે ચૂંટણીની પદ્ધતિ ખોટી છે ભ્રષ્ટાચારના આરોપોથી જ નહીં વાસ્તવિક ભ્રષ્ટાચારથી લિપ્ત છે. ચૂંટણી જીતવા માટે પાણીની જેમ પૈસા વેડફવામાં આવે છે. તેથી તે બોજરૂપ છે. પરંતુ પરિવર્તનની દિશામાં કોઈ એક પગલું પણ ભરતું નથી. આ વર્ષે એક વ્યક્તિએ ચૂંટણીના ભ્રષ્ટાચારની વિરોધમાં અવાજ ઉઠાવ્યો છે. તેણે સૌને ચોંકાવી દીધા છે. લોકોને આશંકા છે કે સંવિધાનમાં (બંધારણમાં) પરિવર્તનનું વિધેયક લાવીને તે અવાજને દબાવી દેવામાં આવશે. તે શક્ય છે. લોકતંત્ર કરતાં પણ સવાઈ બોલબાલા સ્વાર્થતંત્રની છે. તેની સામે રાષ્ટ્ર, સંવિધાન અને પ્રજા બધું જ ગૌણ છે. જો આવા સમયે પ્રત્યેક વ્યક્તિની જટાયું વૃત્તિને જગાડી શકાય અને ચૂંટણીના ભ્રષ્ટાચારના વિરોધમાં એક પ્રબળ અવાજ તૈયાર કરી શકાય, તે સ્વરને સ્થિરતા મળી શકે તો લોકતંત્રના મૂળને સિંચન પ્રાપ્ત થઈ શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ લોકતંત્રના સારથિઓની અહંતા લોકતંત્રનો રથ કાદવમાં ફસાયેલો છે. રથના સારથિઓ તેને તેમાંથી બહાર કાઢવા માગે છે, પરંતુ તેઓ તેમ કરવાની કલા જાણતા નથી. તેઓ જેટલું જોર કરે છે તેટલો રથ વધુ ને વધુ ઊંડો ફસાતો જાય છે. કારણ સ્પષ્ટ છે. સારથિ યોગ્ય નથી. તેમની યોગ્યતા માટે કોઈ ચોક્કસ માપદંડ નથી. સત્તા અને અર્થના પ્રભાવથી અથવા જાતિ અને સંપ્રદાયની પ્રતિબદ્ધતાથી લોકસભા અને વિધાનસભાઓની ટિકિટ મળી શકે છે. મતદાતા પ્રલોભન, ભય અને પ્રતિબદ્ધતાથી ઘેરાઈને ઊભો છે. વોટ મેળવવા માટે ઇચ્છનીય તથા અનિરછનીય તમામ પ્રકારના ઉપાયો અજમાવામાં આવી રહ્યા છે. આવા સંજોગોમાં યોગ્ય વ્યક્તિઓની પસંદગી કઈ રીતે થઈ શકે ? જે લોકો લોકતંત્રનો રથ ચલાવી રહ્યા છે, તેમના પ્રશિક્ષણની પણ કોઈ વ્યવસ્થા નથી. અબુધ બાળકોને ભણાવવા માટે પ્રશિક્ષિત અધ્યાપકની પસંદગી થાય છે, પરંતુ રાષ્ટ્રનું સંચાલન કરવા માટે ના તો શૈક્ષણિક યોગ્યતાની અપેક્ષા છે અને ના તો આંતરિક અહંતાની. સંયમ, આત્માનુશાસન, સહિષ્ણુતા, પ્રામાણિકતા જેવાં મૂલ્યોને અહેતાની કસોટીઓ તરીકે સ્વીકારવામાં આવે તો યુગના વર્તમાન પ્રવાહને વાળી શકાય છે. અણુવ્રત આંદોલનનો એક કાર્યક્રમ છે. લોકતંત્રની શુદ્ધિ. ઈ.સ. ૧૯૪૬ થી નૈતિક તેમજ ચારિત્રિક મૂલ્યોને લોકજીવનમાં પ્રતિષ્ઠિત કરવા માટે તે સક્રિય છે. ચૂંટણીની પ્રક્રિયાના શુદ્ધીકરણની દૃષ્ટિએ અણુવતે કેટલાક માપદંડ રજૂ કર્યા છે. તે મુજબ વોટ મેળવવાની અધિકારી એ જ વ્યક્તિ છે કે – જે ઈમાનદાર હોય. જે નશામુક્ત હોય. જે ચારિત્રવાન હોય. જે કાર્યનિપુણ હોય. જે જાતિ અને સંપ્રદાયથી બંધાયેલ ન હોય. જે રાષ્ટ્રના લોકો જાગૃત નથી હોતા તેમનું તંત્ર સ્વસ્થ હોઈ નથી હોતું. લોકતંત્રને સ્વસ્થ અને વિશ્વસ્ત બનાવવું હોય તો એવા ક0eeeeeeees લોકતંત્રશુદ્ધિની પ્રક્રિયા ૭:: કાકી કાકી કાકી Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉમેદવારની પસંદગી કરવી પડશે, જે ઉપરોક્ત અહંતાઓથી સંપન્ન હોય. પસંદગીની જવાબદારી લોકોની છે. તેથી લોકમતને ચારિત્રના સંદર્ભમાં જાગૃત કરવાનું જરૂરી છે. જે દિવસે મતદાતા અને ઉમેદવાર ચારિત્રના આધારે ચૂંટણીના મહાસાગરમાં ઊતરશે તે જ દિવસે લોકતંત્રને વિજયશ્રી પ્રાપ્ત થઈ શકશે. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ િમત કોને આપવો ? patanકેવી રીતે શા આપવો ? પ્રત્યેક યુગનો વર્તમાન સત્યને શૂળી પર ચડાવે છે અને ભવિષ્ય તેની આરતી ઉતારે છે. રાજનીતિનું એક સત્ય છે. લોકતંત્ર. ભારતીય લોકતાંત્રિક શાસનપ્રણાલીનો ઇતિહાસ ઝાઝો જૂનો નથી. બ્રિટીશ શાસનને વિદાય આપીને ભારતીય રાજનીતિના આગેવાનોએ લોકતંત્રનો સ્વીકાર કર્યો. બ્રિટીશ શાસન પાસેથી. વિરાસતમાં મળેલી આ શાસનપ્રણાલીને વિવેકપૂર્વક અપનાવવામાં આવી કે તેને અપનાવવામાં કોઈ અવરોધ હતો ? આ પ્રશ્ન અડધી સદી પહેલાંના અતીતમાં ડોકિયું કરવા માટે મજબૂર કરે છે. તે સમયે ભારતમાં સ્વતંત્રતાનો જુવાળ હતો. દેશની યુવાપેઢી તે જુવાળથી પ્રભાવિત હતી. મહાત્મા ગાંધીનું નેતૃત્વ યુવકો માટે બહુ મોટું આશ્વાસન હતું. તેમણે આઝાદી માટે અનેક યાતનાઓ ભોગવી. તેમના પ્રેરણાસ્રોત ગાંધી અહિંસાના ઉપાસક હતા. તેમણે અહિંસાના દુર્ભેદ્ય કિલ્લામાં ઊભા રહીને ભારતને સ્વતંત્રતા અપાવી. સ્વતંત્રતાની પહેલાં તેમની સમક્ષ સંજોગો એટલા અનુકૂળ નહોતા. અને સ્વતંત્રતા પછી તેમની હત્યા થઈ ગઈ. જો તે હયાત હોત તો કદાચ લોકચેતનામાં લોકતંત્ર માટે અનુકૂળ વિવેક જગાડી શક્યા હોત. સ્વતંત્રતા પ્રાપ્ત કરવી તે એક વાત છે અને તે અનુભૂતિને જીવવી તે બીજી વાત છે. સ્વતંત્ર ભારતના નાગરિકોની મનોદશા આજે પણ સ્વસ્થ નથી. તેઓ લોકતંત્રમાં જીવતા હોવા છતાં અલોકતાંત્રિક અવ્યવસ્થાઓ ભોગવી રહ્યા છે. આથી એમ કહી શકાય કે લોકતંત્રનો સ્વીકાર અપક્વ માનસિક ભૂમિકા ઉપર થયો છે. તેને માટે કોઈપણ પ્રકારની પૂર્વતૈયારી હતી નહીં. કરામત કોને આપવો કેવી રીતે આપવો ફરાર Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ તરસ હતી, પરંતુ પાણી વ્યવસ્થા નહોતી લોકતાંત્રિક શાસનપ્રણાલીને સ્વીકારવાની માનસિક સજ્જતા પછી જ ભારત આઝાદ બન્યો આ વાતને કદાચ કોઈ ન પણ સ્વીકારે કારણ કે તે સમય ગુલામીની બેડીઓમાં તરફડવાનો સમય હતો. પ્રત્યેક વ્યક્તિનું માનસ ખુલ્લા આકાશમાં ઉડ્ડયન કરવા માટે આતુર હતું. તે દિવસો પણ મેં જોયા છે. બાળપણમાં એક કસબામાં રહેવા છતાં દેશભક્તિથી છલોછશ્વ ગીતો સાંભળ્યાં હતાં. કિશોરોના મનમાં પણ ગુલામીની પીડા હતી. પરંતુ તેને તૈયારી (સજ્જતા) કહી શકાય નહીં. તે એક અભીપ્સા હતી. દેશને સ્વતંત્ર કરાવવાની ભાવનાનો વેગ હતો. લોકતંત્ર માટેની તૈયારી એટલે લોકપ્રશિક્ષણ. શું ક્યારેય ભારતીય લોકોને લોકતંત્રનો અર્થ સમજાવવામાં આવ્યો છે ખરો ? શું ક્યારેય પ્રજાને તેનું વિધિવત્ પ્રશિક્ષિણ આપવામાં આવ્યું છે ખરું ? લોકતાંત્રિક વ્યવસ્થામાં પ્રજાની શી જવાબદારી છે તેનું તેને ક્યારેય ભાન કરાવવામાં આવ્યું છે ખરું ? જવાબદારીના જ્ઞાનની સાથે જવાબદારીના નિવહિની પ્રેરણા જગાડવામાં આવી છે ખરી ? આ તમામ પ્રશ્નોના ઉત્તર નકારાત્મક હોય તો એમ માનવું જોઈએ કે સ્વતંત્રતાની તરસ તો ઊંડી હતી, પરંતુ પાણી પીવાની કોઈ વ્યવસ્થા નહોતી. વ્યવસ્થાના અભાવે લોકતંત્રની દુર્દશા થાય તો એમાં કશું આશ્ચર્ય નથી. લક્ષદિરના આંદો લોકતંત્રનું પ્રાણતત્ત્વ છે લોકપ્રશિક્ષણ. તે ખૂબ પહેલાં થવું જોઈતું હતું. પચાસ વર્ષથી વધુ સમય સુધી તે ન થઈ શક્યું હોય તો તેમાં દોષ કોનો? તે માટે પ્રજાને દોષિત કહી નહીં શકાય. કારણ કે ભીડને કોઈ વાદ નથી હોતો. રાષ્ટ્રના સંચાલક લોકો નીતિ-નિધરિણ કરે છે અને તેને અમલમાં મૂકે છે. કોઈ પણ વાદના પ્રવર્તનની પૂર્વે તેનો શિક્ષણમાં પ્રવેશ થવો આવશ્યક છે. દેશના કરોડો વિદ્યાર્થીઓને લોકતંત્રનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હોત તો આજે ઘેર ઘેર લોકતંત્રની સચોટ વ્યાખ્યા કરનારા અને તે મુજબ જીવન જીવનારા લોકો જોવા મળતા હોત. આજે વિદ્યાર્થીઓએ લોકતંત્રને જે સ્વરૂપે ઓળખ્યું છે તે માત્ર વોટ મેળવવાના સાધન તરીકે ઓળખ્યું છે. જેમ તેમ કરીને વોટ લેવો અને આપવો- એ જ વિદ્યાર્થીઓના શિક્ષણનું એક અંગ બની રહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવિદ્યાલયો તથા મહાવિદ્યાલયોની તો વાત જ જવા દો. તેને માટે વિદ્યાલયોમાં પણ સંઘર્ષ શરૂ થઈ જાય છે ! આ સંજોગોમાંથી બચવાનો સાર્થક અને સફળ ઉપાય છે - લોકતંત્રનું સમુચિત પ્રશિક્ષણ. આ પ્રશિક્ષણનાં કેટલાંક બિંદુઓ નીચે મુજબ હોઈ શકે છેલોક શું છે? તેનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? તંત્ર શું છે ? ભારતની સામાજિક અને સાંસ્કૃતિક રચના અનુસાર તંત્રને કેવું સ્વરૂપ આપવું જોઈએ ? મત (વોટ) શું છે? તેનું મહત્વ શું છે? મત મેળવવાનો અધિકારી કોણ છે ? તેની અહંતાઓ કેવી હોવી જોઈએ? મત આપવાનો અધિકરી કોણ છે ? ચૂંટણીની પ્રક્રિયા શું છે અને તે માટે પ્રચાર-પ્રસારની મર્યાદાઓ શી હોવી જોઈએ? આ ચૂંટણીના પરિણામને જય-પરાજયની ભાવનાથી દૂર રહીને સહજ રૂપે કેવી રીતે સ્વીકારવામાં આવે ? ચૂંટણીમાં બહુમતી મેળવનારા ઉમેદવારોની દેશ અને પોતાના વિસ્તારના લોકો પ્રત્યેની શી જવાબદારી છે ? આ જ પ્રમાણે કેટલાંક અન્ય બિંદુઓ પણ હોઈ શકે છે કે જે ચૂંટણી-પ્રક્રિયાને ભય, પ્રલોભન, હિંસા અન્યાય વગેરે દુષ્પવૃત્તિઓથી મુક્ત કરીને સાચા અર્થમાં લોકતંત્રને પ્રભાવી બનાવી શકે. અત્યાર સુધી લોક-પ્રશિક્ષણનો ઉપક્રમ શરૂ થયો ન હોવાને કારણે સમગ્ર દેશને દુષ્પરિણામો ભોગવવાં પડ્યાં છે. “ભૂલ્યા ત્યાંથી ફરી ગણો' અથવા “જાગ્યા ત્યારથી સવારનો બોધપાઠ લઈને આ દિશામાં કોઈ સફળ પ્રયત્ન કરવામાં આવે તો આગામી પેઢીઓને તૈયાર કરી શકાય તેમ છે. આગ લાગ્યા પછી કૂવો ખોદવો શિક્ષણના માધ્યમ વડે લોકપ્રશિક્ષણની વકીલાત કરનારાઓ કહી શકે છે કે પ્રશિક્ષણના અભાવે ડોક્ટર, વૈજ્ઞાનિક, એન્જિનીયર વગેરે કેવી રીતે બન્યા હોત ? આ સંદર્ભમાં સાપેક્ષ દષ્ટિકોણથી વિચાર કરવાની અપેક્ષા છે. તે લોકો પ્રશિક્ષિત હોય છે. પરંતુ જાણકારી મતષ્ઠો આપવો કેવી રીતે આપવોwwારા સાકાર Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પોતપોતાના વ્યવસાયમાં. એમ પણ કહી શકાય કે તેમને પૈસા કમાવાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. જ્યાં સુધી માનવીય મૂલ્યોનું પ્રશિક્ષણ નહીં મળે ત્યાં સુધી સમસ્યા ઉકેલાશે નહીં. આજે મૂલ્યપરક શિક્ષણની વાત પણ ચાલી રહી છે, પરંતુ તેની સાથે પ્રાયોગિક પાસું ન હોવાને કારણે તે રૂપાંતરણમાં સફળ થઈ શકતું નથી. અણુવ્રત અને જીવનવિજ્ઞાન દ્વારા અમે આ ક્ષેત્રમાં કંઈક કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં જ્યાં કામ થયું છે ત્યાં થોડીક સંભાવનાઓ વધી છે. નામ આ રહે કે તે, એ માટે મારો કોઈ આગ્રહ નથી. જરૂર તો છે લોકોને પ્રશિક્ષિત કરવાની. નહિતર સમય હાથમાંથી સરકી જશે અને જગતના આટલા મોટા લોકશાહી દેશમાં જે કાંઈ થવું જોઈએ તે થઈ શકશે નહીં. લોકસભા અને વિધાનસભાની કેટલીક ચૂંટણીઓનાં પડઘમ સંભળાઈ રહ્યાં છે. આવા સમયે લોકતંત્રના પ્રશિક્ષણની વાત આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવી લાગશે. કારણ કે દીર્ઘકાલીન યોજના. વગર આ કામ થઈ જ ન શકે. આવા વિચાર સાથે હું અસહમત નથી, પરંતુ તાત્કાલિક રૂપે કશું જ ન કરવું એમાં વળી શું ઔચિત્ય છે? ભારતીય લોકતંત્ર ઉપર અવારનવાર સંકટનાં વાદળો ઘેરાતાં રહ્યાં છે. તાજેતરમાં જ થયેલા હવાલાકાંડે તો દેશના દિગ્ગજ નેતાઓને આરોપોના ભરડામાં લઈ લીધા છે. શું આ ઓછું પ્રશિક્ષિણ છે ? સ્થૂળ રૂપે પણ આવી ઘટનાઓથી બચવાનો પ્રયત્ન થાય તો સૂક્ષ્મ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. સારાં વ્યક્તિત્વોની તંગી નથી કેટલાક લોકો એમ વિચારે છે કે કોઈ પણ ઉમેદવારને મત આપવો જોઈએ નહીં. તેમની દષ્ટિમાં કોઈપણ ઉમેદવાર નિષ્કલંક નથી. સઘળા ચોર છે. કોઈ મોટો ચોર છે તો કોઈ નાનો ચોર છે. આ વિચાર સાથે હું સહમત નથી. દેશમાં સારી વ્યક્તિઓ નથી એમ કહેવું સાચું નથી. સારી વ્યક્તિઓ અનેક છે. શક્ય છે કે તેઓ અજાણ હોય. તેઓ સૌની સામે આવતા નથી. શક્ય છે કે તેઓ નિસ્પૃહ છે. દેશની રાજનીતિમાં તેઓ રસ લેતા નથી. શક્ય છે કે તેઓ ઉદાસીન છે. કોઈપણ પ્રપંચમાં ફસાવા તે ઈચ્છતા નથી. શક્ય છે કે તેઓ ભયભીત છે. ભયને કારણે તેઓ બોલી શકતા નથી. તેથી તમામ લોકોને એક જ ત્રાજવે તોલવાનું વાજબી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ લોકતંત્રમાં મત માગવાની બાબતને અનિચ્છનીય માનવામાં આવતી નથી. સવાલ એ છે કે મત કેવી રીતે માગવામાં આવે છે અને કેવી રીતે આપવામાં આવે છે. મતના આધારે સત્તાના સિંહાસન સુધી પહોંચવું તે મોટી વાત નથી. મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે કઈ વ્યક્તિ ત્યાં પ્રતિષ્ઠિત થઈ રહી છે અને કઈ રીતે પ્રતિષ્ઠિત થઈ રહી છે. જાતિય અને સાંપ્રદાયિક બાબતોને આધારે થતાં મતદાન મતદાતા અને ઉમેદવાર- બંનેની અહંતા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. ચૂંટણીને કારણે જે વાતાવરણ બનેલું છે. તે જોતાં એક મુદ્દા ઉપર ધ્યાન આપવું ખૂબ આવશ્યક છે. આ ધ્યાન મતદાતાઓએ આપવાનું છે. તેઓ ભલે કોઈપણ વ્યક્તિને પોતાનો મત આપે, પરંતુ જાતિ, સંપ્રદાય અને પાર્ટીના આધારે મત ન આપે. તેઓ જે વ્યક્તિને પોતાનો મત આપે તે વ્યક્તિ નશાબાજ કે દગાખોર ન હોય. જાહેરમાં આર્થિક અનીતિઓથી ખરડાયેલો ઉમેદવાર પ્રજાનું હિત સંપાદન કઈ રીતે કરી શકે? અપરાધોની ભૂમિકા સાથે સંકળાયેલો માણસ પ્રજાને સાચો ન્યાય કઈ રીતે આપી શકે? જે વ્યક્તિ મત મેળવવા માટે કાંઈ પણ કરી શકે છે, તે પોતાની ખુરશી બચાવવા માટે કાંઈ પણ કરતાં સંકોચ કેમ અનુભવશે ? પ્રાદેશિક કે કેન્દ્રિય કોઈ પણ કક્ષાએ થતી ચૂંટણીમાં આર્થિક પ્રલોભન, માદક દ્રવ્યોનો ઉપયોગ, શત્રુશક્તિ તથા અસામાજિક તત્ત્વોની મદદ વગેરે જોવા મળે છે, તેનાથી લોકતંત્રની પ્રતિષ્ઠા કલંકિત બને છે. આઘાતો પણ ઉપયોગી ભારત જેવો મહાન દેશ આજે સંસ્કૃતિઓ, મજહબો, કોમો અને સ્વાર્થપ્રેરિત રાજનીતિના આધારે તૈયાર થતા પક્ષોમાં વિભાજિત થઈ ગયો છે. આ જેટલું કડવું સત્ય છે તેનાથી પણ વધુ કડવું સત્ય એ છે કે માણસ અંદરથી વિભાજિત થઈ ગયો છે. તેની સંવેદનાના સ્રોત સુકાતા જાય છે. તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી રહ્યો છે. તેના આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર અર્થ અને સત્તા બની ગયાં છે. આવા સંજોગોમાં ઉપદ્રવોને કેવી રીતે રોકી શકાય ? આને કારણે લોકો નિરાશ થઈ રહ્યા છે. હું તો હજી પણ નિરાશ નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે ભયંકર આઘાત લાગ્યા છે અથવા લાગી રહ્યા છે તે જાગરૂકતા માટે ઉપયોગી બની શકે તેમ છે. કોઈ વ્યક્તિના માથા ઉપર ભારે આઘાત લાગે. આઘાતને કારણે તેની ખોપડી ખૂલી જાય કરીe રમતોને આપતો સ્કેવી રીતે આપવો ૩weets Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ તો એમ કહેવામાં આવે છે કે તેનું ભાગ્ય ખૂલી ગયું. દેશને લાગેલા આઘાતો વડે કોઈ માર્ગ મોકળો થઈ જાય તો સંસદની ગરીમા અખંડ રહી શકે છે. સંસદની પોતાની જવાબદારી હોય છે. અને ન્યાયપાલિકાને પણ પોતાની જવાબદારી હોય છે. જો સંસદનું કામ ન્યાયપાલિકાએ કરવું પડે તો એનાથી મોટી મજાક બીજી શી હોઈ શકે ? બંધારણના નિર્માણ અને રાષ્ટ્રના સંચાલનની જવાબદારી સંસદસભ્યોની હોય છે. હજી પણ જો સંસદ સાચા અર્થમાં સંસદ બની રહે અને તેમાં ખોટી વ્યક્તિઓનો પ્રવેશ ન થાય તો ભૂલ સુધારવાનું શક્ય છે. આ ત્યારે જ થઈ શકશે જ્યારે દેશના મતદારો લોકતાંત્રિક આસ્થાવાળા, ચારિત્રશીલ, કર્મશીલ અને ચિંતનશીલ લોકોની શોધ કરીને તેમને અનુરોધ કરે કે તેઓ તેમના મતનો ઉપયોગ કરે. લોકસભાની પીઠ ઉપર અણુવ્રતનો એક કાર્યક્રમ છે- ચૂંટણીશુદ્ધિ. અણુવ્રતી કાર્યકર્તા પોતાની ક્ષમતા પ્રમાણે કાર્યમાં જોડાયેલા છે. દેશભરની અણુવ્રત સમિતિઓ જાગરૂક થઈ રહી છે. નાગોર અને ચૂરુ જિલ્લામાં ‘અણુવ્રત રથયાત્રા’ દ્વારા લોકચેતના જગાડવાનું કામ થઈ રહ્યું છે. લાડનુંમાં આયોજિત ‘લોકતંત્ર અને ચૂંટણીશુદ્ધિ' સંગોષ્ઠીએ પણ વાતાવરણ જમાવ્યું છે. અમારું એક જ સ્વપ્ન છે કે દેશની પ્રતિમા સુંદર અને સાફસુથરી હોય. કેટલાક લોકોએ મને કહ્યું, ‘સારા સારા અણુવ્રતીઓને ચૂંટણીમાં ઊભા રાખવા જોઈએ.' આ કામ અમારું નથી. અમારી પોતાની મર્યાદાઓ છે. અમારે ન તો દેશની સક્રિય રાજનીતિ સાથે જોડાવાનું છે અને ન તો કોઈ પક્ષવિશેષ કે વ્યક્તિવિશેષને મહત્ત્વ આપવાનું છે. દેશની પ્રજાને અમારું એ જ આહ્વાન છે કે લોકતંત્રની પવિત્રતાને સુરક્ષિત રાખવા માટે તે સંપૂર્ણ જાગરૂક રહે. લોકસભા જેવી પવિત્ર પીઠ ઉપર અયોગ્ય તત્ત્વ પ્રતિષ્ઠિત થઈ જશે તો તેની પવિત્રતા સુરક્ષિત નહીં રહી શકે. Jain Educationa International નવું દર્શન નો સમાજ For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ TET-I TET ITI JITE પાલા અણુવ્રતની દાર્શનિકો ભારતનો આત્મા શો છે ? આ પ્રશ્નનો સીધોસાદો ઉત્તર છેઅધ્યાત્મ. અધ્યાત્મના ક્ષેત્રમાં વિકાસની પોતાની પરિભાષા છે. તે અનુસાર સડકો, બંધો, વિદ્યુતપરિયોજનાઓ, ઔદ્યોગિક પ્રતિષ્ઠાન, ભવ્ય ભવનો, વાહનો, કોમ્યુટરો તથા યંત્રમાનવોના આધારે વિકાસનું માપન થઈ શકતું નથી. વિકાસનું મૂળ હાર્દ છે- સંયમ, સાદગી, ભાઈચારો, અનુશાસન વગેરે જીવનમૂલ્યો. બીજા શબ્દોમાં કહીએ તો વ્રતચેતનાનો વિકાસ જ સાચા અર્થમાં વિકાસ છે. ભારતીય લોકજીવનમાં કાનૂન અને સજા કરતાં પણ કોઈ સવાયું તત્ત્વ હોય તો તે વ્રત છે. આજથી પચાસ વર્ષ પહેલાં ભારત ઉપર વિદેશી ગુલામીના પંજાની પક્કડ હતી. ભારતવાસીઓએ દેશને સ્વતંત્ર કરવાનો સંકલ્પ કર્યો. સંકલ્પસિદ્ધિ માટે પુરુષાર્થનો પ્રયોગ થયો. સંકલ્પ ફળ્યો. ભારત સ્વતંત્ર દેશ બન્યો. પરંતુ સ્વતંત્રતાનો આનંદ મળ્યો નહિ. અનાચારના કાળા ઓળા ભય ફેલાવી રહ્યા હતા. તેવા સમયે એક નૈતિક આંદોલન તરીકે અણુવ્રતનો આવિભતિ થયો. નાનક્તા રૂપમાં જે અભિયાન ચાલ્યું તે આજે બીજમાંથી વટવૃક્ષ બનીને, દેશની સીમાઓ પાર કરીને આંતરરાષ્ટ્રીય આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અણુવ્રત બે શબ્દોના સંયોગથી બનેલો એક શબ્દ છે. કોઈપણ વ્રત પોતે અણુ નથી હોતું. પરંતુ આ સાપેક્ષ ચિતન છે. મહાવ્રતની તુલનામાં અણુવ્રત શબ્દનો ઉપયોગ થયો. આ વિભાજન મૂળભૂત રીતે ભગવાન મહાવીરે કર્યું. અણુવ્રત શબ્દ અમે તેમની પાસેથી જ લીધો અને વિશેષ વ્યાપક બનાવવાનો પ્રયત્ન કર્યો અણુ એટલે શકારણ કરણાભાલાણીતાણાવતીની દાણનિક ભકિત Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ નાનો.“વ્રત એટલે નિયમ. નાનાં નાનાં નિયમનોની આચારસંહિતાને અણુવ્રત નામ મળ્યું. આ કોઈ જાતિ, સંપ્રદાય, દેશ, વેશ કે ભાષાથી બંધાયેલું નથી. તે માનવીય આચારસંહિતા છે. માનવધર્મ અને માનવજીવનની ન્યૂનતમ મર્યાદા છે. આજે સમગ્ર જગત બારુદના ઢગલા ઉપર ઊભેલું છે. હિંસા અને આતંકની દહેશત છે. અર્થ અને સત્તાની અંધાધૂંધી છે. નૈતિકતા, પ્રામાણિકતા, સંયમ, સદાચાર વગેરે માનવીય મૂલ્યો ગૌણ થઈ રહ્યાં છે. આ પ્રવાહને જો રોકવામાં નહીં આવે તો કલ્પના પણ થઈ શકતી નથી કે માનવજાતિનું શું થશે. ચારે તરફ નિરાશાનું ચિત્ર છવાઈ રહ્યું છે. આવા સમયમાં જ આશાનું કિરણ હોય તો તે એક માત્ર અણુવ્રત છે. અણુવ્રત કોઈ એવો આદર્શ નથી કે જેને ચલાવવાનું મુશ્કેલ લાગે. તે એક સુંદર જીવનની રૂપરેખા છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર જીવનમાં તેને ઉતારી શકાય છે. તે એક એવી રૂપરેખા છે કે જે સુખ, શાંતિ અને સંતુલનસહિત જીવવાનું વાતાવરણ આપે છે. પ્રત્યેક માનવી સુખ-શાંતિનો ઇચ્છુક છે, પરંતુ તે પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવતો નથી. વ્રતોના પાલન દ્વારા જીવનની શૈલી બદલાય છે. આ પરિવર્તનમાં જ સુખ-શાંતિની સંભાવના જગાડી શકાય છે. આજનો યુગ ભારે વિષમ છે. આવી વિષમતાથી ભરેલી પરિસ્થિતિઓ વચ્ચે શું અણુવ્રતની રૂપરેખામાં જીવનને ગોઠવી શકાશે ખરું ? આ પ્રશ્નનો જવાબ છે- પ્રેક્ષા ધ્યાન. જેન આગમોના આધારે શોધવામાં આવેલી અને પ્રયોગ દ્વારા અનુભવવામાં આવેલી પ્રવિધિ એટલે પ્રેક્ષાધ્યાન. તેનો અભ્યાસ કરવાથી વ્યક્તિત્વનું રૂપાંતરણ થાય છે. તે સંજોગોમાં અણુવ્રત જીવનની સહજ શૈલી બની શકે છે. અણુવ્રત શું છે ? તે કોઈ બંધન નથી. કોઈ હાઉ નથી. તે એક એવી ચેતના છે કે જ્યાં હિંસા અને ક્રૂરતા અશક્ય બની જાય છે. આ ચેતનાને વિકસિત કરનાર વ્યક્તિ ન તો કોઈ નિર્દોષ પ્રાણીની હત્યા કરે છે, ન આક્રમણ કરે છે. ન તોડફોડવાળી પ્રવૃત્તિઓમાં ભાગીદાર બને છે. જાતિવાદ અને સંપ્રદાયવાદથી તે દૂર રહે છે. અસ્પૃશ્યતાને તે પાપ સમજે છે. અર્થને તે પોતાના જીવનનું સાધ્ય નહિ માત્ર સાધન સમજે છે. તેથી આર્થિક પવિત્રતા પ્રત્યે તે જાગરૂક રહે છે. મતના Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ક્રય-વિક્રય અને સામાજિક કુરિવાજોથી તે દૂર રહે છે. વ્યસનમુક્ત જીવન અને પર્યાવરણની સમસ્યા પ્રત્યે સાવધાની રાખીને તે સંયમને જ જીવન માને છે. સંયમ જીવન છે અને અસંયમ મૃત્યુ છે. આ દર્શનની પૃષ્ઠભૂમિ ઉપર અણુવ્રતે એક નારો આપ્યો - ‘સંયમ જ જીવન છે.’ સંયમનો ઉપદેશ આત્માનુશાસનની ભૂમિકા ઉપર જ ફળદાયી. નિવડી શકે. આ દૃષ્ટિએ અણુવ્રતનો નારો છે- “નિજ ૫૨ શાસન, પછી જ અનુશાસન’. જાતિ અને સંપ્રદાયની દીવાલો મનુષ્યને વિભાજિત કરે છે. આવી દીવાલો પારદર્શક બને, માનવી માનવીની નજીક આવે. એ ધ્યેયને માટે અણુવ્રતે નારો આપ્યો- પહેલાં ઈન્સાન ઈન્સાન, પછી જ તે હિંદુ કે મુસલમાન.' વિશ્વમાનવ સાથે સંબંધ સ્થાપવા માટે અને વસુધૈવ કુટુંબકનો બોધપાઠ શિખવવા માટે અણુવ્રતનો નારો છે આપણે સૌ એક છીએ.’ સમસ્યાઓ વધતી જાય છે. તેમનાં નવાં નવાં સ્વરૂપો સામે આવે છે. તેમનું સમાધાન ત્યાં સુધી નહિ મળે જ્યાં સુધી યુગપ્રવાહને બદલવામાં નહિ આવે. તેથી અણુવ્રતે નારો આપ્યો બદલાય યુગની ધારા, અણુવ્રતો દ્વારા’. - વિજ્ઞાન અને ધર્મ અલગ અલગ રહે તો બંને અધૂરાં છે. તે દિવસ માનવતાના ઇતિહાસનો નવો દિવસ હશે કે જ્યારે ધર્મ અને વિજ્ઞાન એકબીજાનાં પૂરક બનીને કામ કરશે. તે દિવસે અણુવ્રતની નિષ્ઠા ફળદાયી બનશે અને માનવીને સાચું જીવન જીવવાનું પ્રશિક્ષણ મળી રહેશે. Jain Educationa International અણુવ્રતની દાર્શનિક પૃષ્ઠભૂમિ ૫૭ For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ . માનવી કર્મશીલ પ્રાણી છે. તે કર્મ કરતો રહે છે. કર્મનાં બે સ્વરૂપ છે. ઃ સત્ અને અસત્ બીજા શબ્દોમાં તેમને પાપ અને પુણ્ય કહેવામાં આવે છે. માનવીય મૂલ્યોના સંદર્ભમાં તેમને નૈતિક અને અનૈતિક તત્ત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. જે કર્મ વ્યક્તિને બાંધે નહીં, ક્યાંય મૂંઝવે નહીં, છળકપટ માટે વિવશ ન કરે તે કર્મ પુણ્ય અથવા નૈતિક મૂલ્ય છે. જે કર્મ વ્યક્તિને ભીતરમાં જતાં રોકે છે, મૂંઝવે છે, અપરાધની અંધારી ગલીઓમાં ધકેલે છે તે પાપ કે અનૈતિક કર્મ છે. ધાર્મિક સિદ્ધાંત તરીકે પ્રતિપાદિત પુણ્ય કે પાપને માનો કે ન માનો, અપરાધને પાપ માનવામાં તો કોઈને કોઈ મુશ્કેલી પડતી નથી. આ કારણે અપરાધી વ્યક્તિને ક્યારેય કોઈ પણ પ્રકારની સદ્ભાવના પ્રાપ્ત થતી નથી. છે. અપરાધી મનોવૃત્તિનું શુદ્ધીકરણ શક્ય છે સામાન્ય રીતે નીતિ તરીકે એમ કહેવામાં આવે છે કે પાપની ઘૃણા કરો પાપીની નહીં. અપરાધની ઘૃણા કરો અપરાધીની નહીં. પરંતુ જોવા એમ મળે છે કે કોઈ વ્યક્તિ વારંવાર અપરાધ કરે છે, અપરાધી તરીકે તે કુખ્યાત થઈ જાય છે. પછી અપરાધ અને અપરાધી એક જ બની જાય છે. એક દૃષ્ટિએ તે યોગ્ય પણ છે. કારણ કે અપરાધને પોતાની સત્તા ક્યાં હોય છે ? અસત્, અનૈતિક અથવા સમાજવિરોધી, રાષ્ટ્રવિરોધી, કર્મ કોઈ કરે છે ત્યારે તે અપરાધ બને Jain Educationa International અપરાધ શા માટે થાય છે અપરાધને ક્યારેય સામાજિક સ્વીકૃતિ મળી નથી. છતાં પ્રત્યેક યુગમાં અપરાધ થતા રહે છે. પ્રશ્ન એ ઉદ્ભવે છે કે વ્યક્તિ અપરાધ નવું દર્શન તો સમાજની For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ શા માટે કરે છે. અપરાધી મનોવૃત્તિનો જન્મ અને વિકાસ મોહની પ્રેરણા છે, તે કર્મશાસ્ત્રીય દષ્ટિકોણ છે. ચરિત્ર પ્રત્યે આસ્થા અને આકર્ષણના અભાવે વ્યક્તિ અપરાધની દિશામાં આગળ વધે છે, આ નૈતિક દ્રષ્ટિકોણ છે. અભાવ, પ્રતિસ્પર્ધા અને આકાંક્ષાના દબાણ હેઠળ વ્યક્તિ અપરાધી બને છે. તે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. ટૂંકમાં એવો નિષ્કર્ષ મળે છે કે અભાવ અને અતિભાવ વ્યક્તિને અપરાધની સીડી ચડવાની પ્રેરણા આપે છે. જે સમાજવ્યવસ્થામાં કેટલાક લોકો ભૌતિક સમૃદ્ધિના શિખર ઉપર બિરાજે છે અને કેટલાક લોકોને રાત-દિવસ પરિશ્રમ કરવા છતાં પેટ ભરવા જેટલું પણ મળતું નથી, ત્યાં અપરાધી મનોવૃત્તિનો જન્મ થાય છે. ધોલનગર (ગુજરાત)નરેશનો સેવક તેમના પગ દબાવી રહ્યો હતો. રાજાને ઊંઘ આવી ગઈ. સેવકે આંગળીમાં પહેરેલી સોનાની વીંટી કાઢી લીધી. રાજાને સેવક માટે શંકા ઉપજી, પરંતુ કાંઈ જ કહ્યું નહીં. બીજા દિવસે સેવક ફરીથી પગ દબાવવા આવ્યો. રાજાએ નિદ્રાનું બહાનું બનાવ્યું. સેવકે બીજા પગની આંગળી ઉપરથી આભૂષણ કાઢવાનો પ્રયત્ન કર્યો. રાજાએ કહ્યું, એક તો રહેવા દે !” સેવક ભોંઠો પડી ગયો. તેનું મન પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યું. તેણે રાજાની માફી માંગી. રાજાએ કહ્યું“આ ભૂલ તારી નથી મારી છે. તને પગાર ઓછો મળે છે. આટલા પગારમાં તારું ભરણપોષણ થઈ શકતું નથી. મેં એ બાબત તરફ ક્યારેય લક્ષ્ય આપ્યું નથી. મારી લાપરવાહીને કારણે તારા મનમાં અપરાધી વૃત્તિનો જન્મ થયો.' એમ કહેવામાં આવે છે કે તે દિવસથી રાજાએ પોતાના તમામ કર્મચારીઓનો પગાર વધારી દીધો હતો. અપરાધી કોણ? માનવી પૂર્ણ નથી હોતો. તેનામાં દુર્બળતાઓ હોય છે. તેનાથી પ્રમાદ થઈ જાય છે. સામાન્ય પ્રમાદ અપરાધ નથી બનતો. તેથી નાની મોટી ભૂલો કરનાર વ્યક્તિ અપરાધી કહેવાતી નથી. અપરાધી તો એ છે કે જે સમાજવિરોધી અને રાષ્ટ્રવિરોધી કાર્યો ઇરાદાપૂર્વક કરે છે અને કેદી બનીને જેલમાં જવા છતાં તેનાથી અળગા થવાનું ધ્યેય રાખતો નથી. જેલની સજા ભોગવીને બહાર નીકળ્યા પછી તે શું કરશે ? આવો પ્રશ્ન તેની સામે ઉદ્દભવતાં તેનો જવાબ એવો વિચારે છે કે જે ગફલતને કારણે પોતે પકડાઈ ગયો હતો તેવી ગફલતથી wateasedeewઅપરાધી મનોવૃત્તિનું કિરણ શક છે મહeweeeee Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ બચવાનો પોતે પ્રયાસ કરશે. અપરાધ માટે જેના મનમાં ગ્લાનિ નથી થતી, પ્રાયશ્ચિત્ત નથી થતું, અને એવો વિચાર પણ નથી આવતો કે મેં પ્રમાદવશ જે અપરાધ કરી લીધો તે હવે પછી ક્યારેય નહીં કરું, તેવી વ્યક્તિ માન્ય અપરાધી હોય છે. અભાવ, પ્રતિશોધ (બદલો), મહત્ત્વાકાંક્ષા વગેરે કેટલાંક એવાં કારણો છે કે જે અપરાધી મનોવૃત્તિને જન્મ આપે છે. જ્યાં સુધી આ કારણોની સત્તા રહેશે ત્યાં સુધી અપરાધીઓની નવી નવી યાદીઓ બનતી જ રહેશે. અપરાધ કેમ વધે છે ? એક સમય એવો હતો કે જ્યારે અપરાધીને સામાજિક સ્વીકૃતિ મળતી નહોતી. તેના તરફ આંગળી ચિંધવામાં આવતી હતી. તેને દુરાચારી, હત્યાચારી, હિંસક અને ગુનેગાર માનવામાં આવતો હતો. સમાજના ઉપેક્ષાપૂર્ણ અને અનાદરપૂર્ણ દૃષ્ટિકોણને કા૨ણે અપરાધ કરનાર વ્યક્તિ શરમ અનુભવતી હતી. તેને એમ લાગતું હતું કે પોતે કોઈને પોતાનું મોઢું બતાવવા યોગ્ય નથી. પરંતુ આજની બદલાયેલી પરિસ્થિતિઓમાં સૌપ્રથમ તો એ બાબતનો વિકાસ થયૌ છે કે આંગળી ચિંધવાનુ ઓછું થતું ગયું છે. કોઈ વ્યક્તિ ખોટું આચરણ કરી રહી હોય તો એમાં મારે શું કરવાનું ? એવી ઉપેક્ષાત્મક વૃત્તિએ સમાજનું બહુ મોટું અહિત કર્યું છે. કોઈપણ પ્રકારની રોકટોક ન હોવાને કા૨ણે અપરાધીને ખુલ્લેઆમ ગુના કરવાની તક મળે છે. વાત અહીં જ સમાપ્ત થતી નથી. હવે તો અપરાધીઓને આશ્રય પણ આપવામાં આવે છે. અપરાધનું સામાજીકરણ અથવા રાજનીતિકરણ થઈ રહ્યું છે. આ અત્યંત ખતરનાક ખેલ છે. તેમાં જોડાનાર વ્યક્તિ કોઈ આત્મઘાતી કક્ષાથી ઊતરતી નથી. એક વિદ્યાર્થીએ નાનો અપરાધ કર્યો. તેની માતાએ તેને ઠપકો તો ન આપ્યો, પરંતુ પ્રોત્સાહન આપ્યું. વિદ્યાર્થીને ઉચિત-અનુચિતનું જ્ઞાન મળ્યું નહીં. તે નાના નાના અપરાધ કરતો રહ્યો. તેના મનમાંથી ભય નીકળી ગયો. આગળ જતાં એક કુખ્યાત અપરાધી તરીકે તે ઓળખાવા લાગ્યો. એક વખત તે પકડાઈ ગયો. તેને ફાંસીની સજા થઈ. ફાંસી આપતાં પહેલાં તેણે પોતાની મા સાથે અભદ્ર વ્યવહાર કર્યો. કોઈકે તેને એવા વ્યવહાર માટેનું કારણ પૂછ્યું. તેણે કહ્યું, “મારી માતાએ મારા અપરાધોને પ્રોત્સાહન ન આપ્યું હોત તો આજે મારી નવું દર્શન નવો સમાજની Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ આ દુર્દશા ન થઈ હોત.” માનવી કેવળ પોતાની તાકાતથી જ કોઈ ક્ષેત્રમાં આગળ વધી શકતો નથી. પ્રોત્સાહન અને સંરક્ષણ તેની સારી કે ખોટી બંને પ્રકારની વૃત્તિઓને વિકસિત કરે છે. સામાન્ય પ્રોત્સાહનથી પણ વ્યક્તિના જીવનની દિશા બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં રાજનૈતિક સંરક્ષણ મેળવનાર વ્યક્તિ કોઈ દુસ્સાહસ કરી બેસે તો એમાં આશ્ચર્ય શું છે? આ જ કારણે આજની રાજનીતિ પણ ભ્રષ્ટાચારનો પયયિ બની રહી છે. લોકતાંત્રિક શાસનપ્રણાલીનો એક આયનો છે. સંસદ. સરકારી ગોટાળા અને અવ્યવસ્થાઓની તપાસ માટે સમિતિ તો બને છે. તેના રિપોર્ટ્સમાં સત્તારૂઢ લોકો ઉપર આરોપ-પ્રત્યારોપ થવા એ કોઈ નવી વાત નથી. પરંતુ પ્રસિદ્ધ અપરાધીઓના દુરાચારોની પોલ ખોલવાથી જે મોટા મોટા અપરાધીઓના ચહેરા ખુલ્લા પડે છે તેને કારણે વિશ્વાસનાં મૂળ હચમચી જાય છે. શું આ સ્થિતિ ભારત જેવા અધ્યાત્મપ્રધાન દેશ માટે શોભાસ્પદ છે? આપણી ચિંતાનો વિષય એમ કહેવામાં આવે છે કે ભારત અધ્યાત્મપ્રધાન દેશ છે. હા, ક્યારેક ભૂતકાળમાં આ દેશમાં આધ્યાત્મિક મૂલ્યોની પ્રધાનતા હશે તેના આધારે આમ કહેવાતું હશે. આજે તે મૂલ્યોની પ્રધાનતા નથી એમ હું કહેવા માગતો નથી. મારા મત મુજબ કોઈ પણ રાષ્ટ્ર સર્વથા ધર્મપ્રધાન કે ધર્મહીન ક્યારે બને છે ? પ્રત્યેક યુગ ઉપર ભલાઈ અને બૂરાઈનાં પ્રતિબિંબ જોઈ શકાય છે. આજે તમામ લોકો ખરાબ છે એવી વાત નથી. પ્રાચીન કાળમાં બધા જ લોકો સારા જ હતા એમ કહેવું પણ સાચું નથી. સારાપણું અને ખરાબપણું દરેક યુગમાં સાથે સાથે રહે છે. ક્યારેક એક પલ્લું નમું છે તો ક્યારેક બીજું પલ્લું નમે છે. આજે આપણી ચિંતાનો વિષય બૂરાઈનું પલ્લું નમી રહ્યું છે તે છે. બૂરાઈનું પલ્લું ભારે થયું તેનું સૌથી મોટું કારણ છે લોકપ્રવાહ. જે યુગમાં લોકો ભૌતિકવાદ અને સુવિધાવાદ તરફ દોડે છે તે યુગમાં આધ્યાત્મિકતાનો ક્ષય થાય છે. મૂલ્યહીનતાના સંસ્કાર વ્યક્તિને સત્તા અને સંપદા તરફ ધકેલે છે. સત્તા અને સંપદાનો જેટલો ઉત્કર્ષ થાય છે, તેટલી ભોગ અને સુવિધાની લાલસા પ્રબળ થાય છે. તેનો સંબંધ કોઈ વ્યક્તિવિશેષ સાથે નથી. અ થી હ સુધી દરેક પ્રકારના લોકો ઉપર તેનો પ્રભાવ છે. સામાન્ય ઝૂંપડીથી માંડીને wwwારા અપરાધી મનોવૃત્તિનું શુદ્ધિકરણ કરાશેદવાર રક્ષા કકકકક્સ Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રપતિ ભવન સુધી તેનો પ્રભાવ છે. એક ભિખારીથી માંડીને મોટા મઠાધીશ સુધી સૌ તેના દાસ છે. કેટલીક વિરલ વ્યક્તિઓ જ એવી હશે કે જે સત્તા અને સંપદા કરતાં વધારે મહત્ત્વ ચારિત્રને આપતી હોય. ચારિત્ર માટે ઊંડી આસ્થા રાખનારા અને તેને પોતાના જીવનનો અભિન્ન ભાગ બનાવનાર વ્યક્તિ જ આદર્શ હોઈ શકે છે. એક સમય એવો હતો કે જ્યારે એમ કહેવાતું હતું કે રાજેન્દ્ર બાબુને જુઓ, રાધાકૃષ્ણને જુઓ, પુરુષોત્તમદાસ ટંડનને જુઓ, આચાર્ય વિનોબાને જુઓ, અમુક-અમુકને જુઓ. પરંતુ આજે આપણી સામે એવો આદર્શ પુરુષ કોણ છે ? શું આદર્શ પુરુષોનો એટલો બધો અભાવ થઈ ગયો છે કે તેમની શોધ કરવા છતાં બે-ચાર નામ પણ ન મળે ? જો આવી સ્થિતિ લાંબા સમય સુધી ટકી રહેશે તો સમગ્ર માનવજાત માટે આદર્શ માપદંડનો અભાવ થઈ જશે. પ્રતિસ્રોતગામિતા ભૌતિકતાનો વધતો જતો પ્રભાવ અને ચારિત્રનિષ્ઠાનો અભાવ આ બંને દ્વારા ઉત્પન્ન સમસ્યાઓનું સમાધાન મહાવીરવાણીમાંથી મળી શકે તેમ છે. ભગવાન મહાવીરે કહ્યું, ડિસોયમેવ અપ્પા દાયવો હોઉકામેણું-' જે વ્યક્તિએ કંઈક બનવું છે, તેણે સામાપ્રવાહમાં તરવું પડશે. અનુસ્રોતમાં તણાવાનું તો સરળ છે પરંતુ તેમાં લક્ષ્ય સુધી પહોંચવાની પ્રતિબદ્ધતા નથી. પ્રતિસ્રોતગામિતાની ક્ષમતા જેનામાં હોય છે, તે ચોક્કસ પોતાની મંજિલ સુધી પહોંચી શકે છે. અપરાધી મનોવૃત્તિને બદલવી તે પ્રતિસ્રોતમાં વહેવા સમાન છે. કેટલાક લોકો એવું સાહસ નહીં કરે તો અપરાધના સામાજીકરણ કે રાજનીતિકરણની પ્રક્રિયા અટકશે નહિ. માનવીની ચેતનાને અપરાધમુક્તિની દિશા બક્ષવી તે અણુવ્રતનું લક્ષ્ય છે. આ અભિયાનને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો અમારો સંકલ્પ છે. આવા લક્ષ્યથી પ્રેરિત કેટલીક અન્ય વ્યક્તિઓ અને સંગઠનો પણ હોઈ શકે છે. એક ઉદ્દેશપૂર્વક કામ કરનાર તમામ શક્તિઓ એકસાથે જોડાઈને બીડું ઝડપે તો અપરાધના ઘેરા થતા જતા પ્રવાહને નિયંત્રિત કરી શકાય તેમ છે. પરંતુ તે માટે પોતાની જાતને જોવાનું તથા કષ્ટ સહન કરવા માટે તૈયાર કરવાનું જરૂરી છે. રુગ્ણ સમાજને સ્વસ્થતાનું આશ્વાસન જે સમાજ અને રાષ્ટ્રમાં અપરાધીઓની સંખ્યા મોટી હોય છે, નવું દર્શન Jain Educationa International નવો ર સામાન For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ તે રુણ બને છે. રુણાવસ્થા ક્યારેય કામ્ય હોઈ શકતી નથી. એક વ્યક્તિ બીમાર થાય છે તો સમગ્ર પરિવાર તેનાથી પ્રભાવિત થાય છે. કોઈ ઔદ્યોગિક સંસ્થા બીમાર પડે છે તો તેનાથી સમગ્ર વ્યવસાયજગત પ્રભાવિત થાય છે. એ જ રીતે સમાજ અને રાષ્ટ્રની રુણતા સમગ્ર માનવજાતિને પ્રભાવિત કરે છે. આજે સમાજ અને રાષ્ટ્રને અસ્વસ્થ બનાવનારા રોગોની યાદી બનાવવામાં આવે તો તે પ્રલંબ બની શકે તેમ છે. મુખ્ય મુખ્ય મુદ્દાઓનું સંકલન કરવામાં આવે તો પણ આ જોખમની ગંભીરતાનો અનુભવ થઈ શકે તેમ છે. હત્યા, બળાત્કાર, ચોરી, ધાડ, અપહરણ, આતંકવાદ. યુદ્ધોન્માદ, જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ, રંગભેદ, આર્થિક અશુચિતા, માદક અને નશીલા પદાર્થો, પ્રદૂષણ, ચૂંટણીના ભ્રષ્ટાચાર, ચારિત્રહનન વગેરે ન જાણે કેટકેટલાં જંતુઓ છે કે જે માનવ મસ્તિષ્કને વિકૃત કરી રહ્યાં છે ! આ વિકૃતિ માનવીને ક્યાં લઈ જઈને મૂકશે? જો રસાતાળથી પણ નીચે કોઈ જગ્યા હશે તો ત્યાં સુધી જવામાં તેને કોઈ અવરોધ નહીં નડે. જે દિવસે આ વિષાણુઓ (જંતુઓ)નો નાશ કરવામાં આવશે, એ દિવસે માનવસંસ્કૃતિના ઇતિહાસમાં નવો સૂર્યોદય થશે. અવિશ્વાસ, અસ્થિરતા અને અનાસ્થાના ઘેરા થતા અંધારા સાથે લડવા માટે “અણુવ્રત પાક્ષિક’ એક નાનકડો દીવો બનીને ઊભું છે. તેની શક્તિ મર્યાદિત છે, છતાં તે એક એક ડગલે માર્ગને પ્રકાશથી ભરી શકે છે. અણુ કદમાં ખૂબ સૂક્ષ્મ હોય છે, પરંતુ તેની શક્તિ અસીમ હોય છે. અણુવ્રતનો કાર્યક્રમ ખૂબ નાનો છે, પરંતુ તેનું કાર્યક્ષેત્ર વ્યાપક છે. અપરાધમુક્તિની દિશામાં તેનો સમુચિત ઉપયોગ થઈ શકે તો નિરાશામાં આશાનો સંચાર થઈ શકે તેમ છે. જલારાવાર વાળા લાયમાલ અપરાધી મનોવૃત્તિનું શુદ્ધિકરણ કveણે ઉટ Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ C સંબંધોનો સાગર ની વિવેકનો સેતુ માનવી જગતનું સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. તેની શ્રેષ્ઠતાનાં ઘટક તત્ત્વો ત્રણ છે- શરીરસંરચના, મસ્તિષ્ક અને વિવેક. તેના શરીરમાં કરોડ૨જ્જુનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેના આધારે તે ટટ્ટાર ચાલી શકે છે. નહિતર અન્ય પશુઓની જેમ તે પણ ચોપગો હોત. તેનું મસ્તિષ્ક અત્યંત વિકસિત છે. જ્ઞાન- વિજ્ઞાનનાં નવાં નવાં સંશોધનો તેના વિકસિત મસ્તિષ્કની ભેટ છે. તેનો વિવેક જાગૃત છે. તેના આધારે તે હેય અને ઉપાદેય વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરી શકે છે. આ ત્રણે તત્ત્વો જગતનાં અન્ય પ્રાણીઓ કરતાં માનવીને વિશિષ્ટ બનાવનારાં છે. સંબંધનો ચતુષ્કોણ માનવી ચિંતનશીલ પ્રાણી છે તેથી તેના સંબંધોનું જગત અત્યંત વ્યાપક છે. એક દૃષ્ટિએ જોવા જઈએ તો તેનો સંબંધ જગતનાં તમામ પ્રાણીઓ સાથે છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ સમગ્ર પૃથ્વી એક કુટુંબ સમાન છે. આવી કલ્પના માનવીના વ્યાપક સંબંધોને આધારે જ બની છે. આ કલ્પનામાં પશુ-પક્ષી વગેરે મોટાં પ્રાણીઓ, કીડા-મંકોડા વગેરે નાનાં નાનાં જંતુઓનો જ નહીં, પૃથ્વી, પાણી, વનસ્પતિ વગેરે સૂક્ષ્મ જીવોનો પણ સમાવેશ છે. આ વ્યાપક દૃષ્ટિકોણ ખૂબ ઉપયોગી છે ' છતાં આ વ્યાપકતાને સમજવાનું તથા તેને અનુરૂપ આચરણ કરવાનું આસાન નથી. Jain Educationa International ઉપર જે ભૂમિકાની ચર્ચા કરવામાં આવી છે તે નિશ્ચયની ભૂમિકા છે. વ્યવહારની ભૂમિકા ઉપર માનવીના સંબંધોનો એક ચતુષ્કોણ બની શકે છે. પ્રથમ કોણમાં તે પોતાના પરિવાર સાથે જોડાઈને રહે છે. બીજો કોણ તેના સામાજિક સંબંધોને સાંકળે છે. નવું દર્શન નવો અનાજ For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો કોણ તેની રાષ્ટ્રીય ચેતનાને ઝંકૃત કરે છે. ચોથો કોણ તેને વિશ્વાત્મા સાથે સાંકળે છે. જો માનવી પોતાના સંબંધોને યથાર્થ પરિપ્રેક્ષમાં સમજે અને પૂરી સમજદારી સહિત નિર્વાહ કરે તો તે ઘણું બધું પામી શકે છે. અદ્વૈતની સમસ્યા જો માનવી એકલો જ હોત તો તેની સામે કોઈ મુશ્કેલી ન હોત. એકલા હોવાનો અર્થ છે અદ્વૈત થઈ જવું. જ્યાં દ્વૈત ન હોય ત્યાં પ્રેમ પણ કોની સાથે થાય અને ઝઘડો પણ કોની સાથે થાય ? અદ્વૈતની સ્થિતિમાં ન કોઈ પોતાનું હોય કે ન કોઈ પારકું. જ્યાં બે છે જ નહિ, ત્યાં કોણ નાનું હોય અને કોણ મોટું ? સંગ્રહ, લૂંટફાટ, ચોરી વગેરે મનોવૃત્તિઓ દ્વૈતની સ્થિતિમાં જ ઉછેર પામે છે. માનવી જો એકલો જ હોય તો કોઈ પણ પ્રકારની સમસ્યાના ઉદ્ભવ માટે સંભાવના રહે નહિ. આ ચિંતનના આધારે એમ માની શકાય કે દ્વૈત હોવું એ જ સૌથી મોટી સમસ્યા છે. દ્વૈતમાં સમસ્યાઓની સંભાવના જોઈને કોઈ માણસ એમ વિચારી શકે છે કે તે પોતે એકલો જ રહેશે. પરંતુ એકલા રહેવાનું પણ તેના માટે શક્ય નથી. એકલાપણું માનવીને તોડી નાખે છે. માનવી તો શું બ્રહ્મા પણ એકલા રહે તો ખુશ ન રહી શકે. સ એકાકી ન રેમે’ - એકલાપણામાં બ્રહ્માનું મન લાગતું નથી, આ પૌરાણિક કિંવદન્તી સંબંધોની સાર્થકતાને પ્રકાશમાં લાવે છે. - સમાધાનની શોધ શા માટે છૂટી ગઈ ? એક કરતાં બે અથવા વધારે થવાથી સમસ્યાઓ ઉદ્દભવે છે. આ આશંકા કરીને માનવી એકલો રહી શકતો નથી કારણ કે તે પ્રત્યેક સમસ્યાનું સમાધાન શોધવાનું જાણે છે. જો તે સમાધાન ન શોધી શકે તો તેને મળેલી શક્તિઓનો પછી ઉપયોગ જ શો રહ્યો ? માનવી વિચારતો રહે, સમજતો રહે અને પોતાનો માર્ગ પોતે જ મોકળો કરતો રહે તો કોઈપણ સમસ્યા તેના માટે અવરોધ પેદા કરી શકશે નહીં. મુશ્કેલી ત્યાં જ હોય છે જ્યાં માનવી ન પોતાને સમજે છે, ન તો સંબંધોને સમજે છે અને ના તો સંબંધો થકી ઉત્પન્ન થનારી સમસ્યાઓનું સમાધાન શોધે છે. પશુજગત ઘણું મોટું છે. વનસ્પતિજગત તેનાથી પણ મોટું છે. સંબંધોનો સાગર વિવેકનો સેતુ” Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ તેમને પણ પોતાની સમસ્યાઓ તો હશે, પરંતુ તેમના દ્વારા માનવીને કોઈ મુશ્કેલી નથી પડતી. તેને મુશ્કેલીનો અનુભવ અવશ્ય થાત, જો તેનામાં સંવેદનશીલતા હોત. સંવેદનશીલતા એવું દર્પણ છે જેની ઉપર પ્રાણીમાત્રનાં સુખ-દુઃખનાં પ્રકંપનો પોતાનાં પ્રતિબિંબ પાડ્યા કરે છે. જ્યારથી આ દર્પણ ધૂંધળું થયું છે, ત્યારથી માણસે અન્ય પ્રાણીઓ વિશે વિચારવાનું છોડી દીધું છે. ધરતીનું અતિશય દોહન, પાણીનો અપવ્યય અને તેને પ્રદૂષિત કરનારી પ્રવૃત્તિઓ, જંગલો-વૃક્ષોનું છેદન વગેરે આ જ માનસિકતાનું પરિણામ છે. ધરતી અને સૂરજની વચ્ચે વિરલ પટ્ટ ઓઝોનની ક્ષતિ આપણા સૌના જીવન માટે ભયંકર જોખમ રૂપ છે. વૈજ્ઞાનિકોની આ ચેતવણી હોવા છતાં પ્રકૃતિ અને પ્રાણીજગત સાથે મનુષ્યના સંબંધોમાં વધતું જતું અંતર તેની સંવેદનહીનતા નથી તો બીજું શું છે? જવાબદારીનો અનુભવ માનવી પાસે એવી શક્તિ છે કે જેના દ્વારા તે સમગ્ર વિશ્વની સમસ્યાઓ ઉકેલી શકે, પરંતુ તે પોતાની સમસ્યાઓમાં એટલો બધો અટવાઈ ગયો છે કે કોઈ અન્યના વિષે વિચારવા માટે તેની પાસે ફરસદ જ રહેતી નથી. વૈશ્વિક સમસ્યાઓને આપણે એક વખત એક બાજુ મૂકી પણ દઈએ તોય માનવીય સમસ્યાઓ કંઈ ઓછી નથી. સમસ્યા ભલે પયવિરણની હોય, શસ્ત્રાસ્ત્રોની પ્રતિસ્પધનિી હોય, આતંકવાદની હોય, ગરીબીની હોય, જાતિવાદની હોય, સંપ્રદાયવાદની હોય, નૈતિક મૂલ્યોના લાસની હોય કે પછી સંબંધોમાં વધતી જતી તિરાડોની હોય- તેનો સર્જક તો સ્વયે મનુષ્ય જ છે. આ સ્થિતિમાં તેના સમાધાનની જવાબદારી પણ તેના જ માથે આવે છે. અપેક્ષા એવી છે કે માનવી પોતાની જવાબદારીનો પ્રામાણિકતાભર્યો અનુભવ કરે. એમ પણ કહેવામાં આવે છે કે માનવીનો પ્રેમ ધરતી જેવો છે. ધરતીમાં કોઈ એક દાણો વાવે છે તો તે અનેક દાણાઓથી ભરેલાં ટૂંડાં આપે છે. સંબંધોની ધરતી આવી જ રીતે ફળદ્રુપ બને છે. પરંતુ તેમાં જે કોઈ ઉપકારનો દાણો (બીજ) વાવે જ નહીં. સંબંધોનું સિંચન કરે જ નહીં, તો પછી ફસલ ક્યાંથી ઊગશે? માની લઈએ કે નિઃસ્વાર્થી ભાવથી કોઈકને માટે કશુંક કરનાર વ્યક્તિઓની સંખ્યા સદાય નગણ્ય જેવી રહે છે. છતાં જ્યાં મંગલમાધુર્યથી ઓતપ્રોત સંબંધોનું Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ઝરણું સુકાઈ જાય ત્યાં છેવટે ઉલ્લાસભરી સ્રોતસ્વિની કેવી રીતે વહી શકે? મહાપથ પર પણ ચાલે છે માનવીય સંબંધોની મહાવીથી એટલી બધી કેંટકાકીર્ણ તો નથી જ, છતાં યુગીન ચિંતને તેને વિશે કેટલીક આશંકાઓ પેદા કરી છે. આ જ કારણે માનવી તેના ઉપર ચાલતાં ગભરાય છે. સામાજિક અસ્તવ્યસ્તતા અને પારિવારિક વેરવિખેરપણાની પાછળ આ માનસિકતા જ સક્રિય છે. એકલતાની પરેશાનીએ તેને ફરી એક વખત વિચાર કરવા માટે વિવશ કરી મૂક્યો છે. પરંતુ જે માર્ગ એક વખત છૂટી જાય છે તેને ફરીથી મેળવવાનું સરળ નથી હોતું. વ્યક્તિવાદી મનોવૃત્તિ, વ્યવસાય, રહેઠાણ, શિક્ષણ, વાહનવ્યવહાર વગેરેની સમસ્યાઓથી ઘેરાયેલા માણસે વિભક્ત પરિવારોની સંસ્કૃતિ અપનાવી. પરંતુ સમસ્યાઓ ઘટવાને બદલે વધતી રહી છે. સુખદુઃખમાં પરિવારનો સહયોગ ન રહેવાથી સમગ્ર બોજ એકલી એક જ વ્યક્તિએ ઉઠાવવો પડે છે. બીમારી, વિયોગ, વિકલાંગતા અને બેકારીના સંજોગોમાં આ અહેસાસ વિશેષ તીવ્રતર બને છે. સંબંધોના આ મહાપથ ઉપર કોણ ચાલી શકશે ? આ પ્રશ્નનો ઉત્તર મહાવીર-વાણીમાં ઉપલબ્ધ છે. ભગવાન મહાવીરે કહ્યું, “પણયા વીરા મહાવિહી' જે વીર છે તે મહાપથનો પથિક બની શકે છે. જે વીર છે તે સમસ્યાઓનું સમાધાન શોધી શકે છે. જે વીર છે તે સંબંધોના મહાસાગરમાં ડૂબકી મારીને રત્નો પ્રાપ્ત કરી શકે છે. વીર તે છે જે સામંજસ્યમાં શ્રદ્ધા રાખે છે, સહઅસ્તિત્વમાં વિશ્વાસ કરે છે. અને સહન કરવાનું જાણે છે. સંવેદનશીલતાની ધરતી ઉપર ઊગેલા સંબંધોના છોડને પલ્લવિત, પુષ્પિત તથા વટવૃક્ષની જેમ છત્રછાયાવાળા બનાવવા માટે માનવી પોતાના ચિંતન અને વિવેકનો વ્યાપક ઉપયોગ કરે તો તે પોતાની અને આ સમગ્ર વિશ્વની સમસ્યાઓ સામે ઝઝૂમી શકે છે. Jain Educationa International ધોનો સાગર વિવેકનો સેતુ” For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૦ a સંયુક્ત પરિવારની સંસ્કૃતિ ઉપર આક્રમણલાલ સોની બીજનું પોતાનું અસ્તિત્વ હોય છે, છતાં તે છોડ બનવા ઇચ્છે છે. છોડ બનવા માટે તેણે પોતાના અસ્તિત્વનું વિસર્જન કરવું પડે છે, તેણે માટીમાં મળી જવું પડે છે. આમ કર્યા વગર તે છોડ બની શકતું નથી. અસ્તિત્વને બચાવવાની ચિંતામાં વિસ્તારની પ્રક્રિયાનો પ્રારંભ થઈ શકતો નથી. વ્યક્તિ એકલી જન્મે છે અને એકલી મૃત્યુ પામે છે. આમ છતાં તે પરિવારમાં ભળીને જીવે છે. પરિવાર સાથે જોડાઈ જવાને કારણે તેણે પોતાની ઈચ્છાઓ અને રચિઓનું બલિદાન પણ આપવું પડે છે, બીજાઓ માટે જીવવાનો સંકલ્પ પણ કેળવવો પડે છે. આમ કર્યા વગર પરિવાર નામનો બગીચો સજાવી શકાતો નથી. વ્યક્તિને બચાવવાની ચિંતામાં પરિવારનું સ્વરૂપ ઘડી શકાતું નથી. પરિવારની વ્યાખ્યા અનેક વ્યક્તિઓના સંયોજનનું નામ પરિવાર છે. તેનાં અનેક સ્વરૂપો બને છે - - લોહીના સંબંધથી જોડાયેલી વ્યક્તિઓનું સંયોજન. - એક જ ઉદ્દેશથી પ્રેરાયેલી વ્યક્તિઓનું સંયોજન. - સહકર્મી વ્યક્તિઓનું સંયોજન. - એક જ ધર્મમાં શ્રદ્ધા ધરાવતી વ્યક્તિઓનું સંયોજન. - કોઈ સંસ્થા કે સંગઠન સાથે જોડાયેલી વ્યક્તિઓનું સંયોજન. પરિવારનાં આ ભિન્ન ભિન્ન સ્વરૂપોમાં પ્રથમ સ્વરૂપ સિવાયનાં બાકીનાં તમામ સ્વરૂપોમાં પરસ્પર સંવાદ હોઈ પણ શકે કાકા છોકરા પાછા નવું દર્શન નવોસમાજEBકઈses Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ છે અને નથી પણ હોઈ શકતો. કારણ કે કેટલાક સંબંધો અલ્પકાળના હોય છે તો કેટલાક સંબંધો ચોક્કસ કામ કરવાની સમયમર્યાદા પૂરતા જ હોય છે. લોહીનો સંબંધ સહજ અને અનૌપચારિક હોય છે તેથી સામાન્ય રીતે પરિવારના પરિઘમાં એ જ સંબંધથી જોડાયેલી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જ્યાં પરિવાર હોય છે ત્યાં સંગંઠનની અપેક્ષા રહે છે. સંગઠનના અભાવે પરિવારના સભ્યો ન તો કોઈ મોટું કામ કરી શકે છે અને ન તો કોઈ મોટી સમસ્યાનો ઉકેલ પામી શકે છે. આર્થિક વિપન્નતાના દિવસોમાં એક શેઠે પોતાના સમગ્ર પરિવારને જંગલમાં જવાનો આદેશ આપ્યો. પરિવારના તમામ સભ્યો જંગલમાં પહોંચીને એક વૃક્ષની નીચે બેઠા. શેઠે તેમને એક દોરડું વણવાનું કહ્યું. નાના મોટા તમામ સભ્યો કામે લાગી ગયા. વૃક્ષની ઉપર કોઈ એક યક્ષનો નિવાસ હતો. તે સંદિગ્ધ બન્યો. તેણે દોરડાં વણવાનું કારણ પૂછ્યું. શેઠે કહ્યું, “અમે તને બાંધી દઈશું.’ યક્ષનો સંદેહ વિશ્વાસમાં પરિવર્તન પામ્યો. તેણે શેઠને ઘણું બધું ધન આપીને સંભવિત બંધનથી છૂટકારો મેળવ્યો. જો શેઠનો પરિવાર સંગઠિત ન હોત તો તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોત. સંયુક્ત પરિવારો ઉપર હુમલો એક સમય એવો હતો કે જ્યારે પરિવાર નામની સંસ્થા સ્વાભાવિક રૂપે ચાલતી હતી. તેના માટે ન તો ક્યાંય શિક્ષણ-પ્રશિક્ષણની વ્યવસ્થા હતી અને ન તો કોઈ પરિસંવાદોનું આયોજન થતું હતું. પરિવારને સંચાલિત ક૨વાનું શિક્ષણ વારસામાં મળતું હતું. ત્રણેક દશકા પૂર્વે ભારતીય પરિવારોમાં સંયુક્ત જીવનશૈલીને ગૌરવભર્યું સ્થાન મળેલું હતું. એક એક પરિવારમાં ત્રીસ-ચાલીસ અથવા તેના કરતાં પણ વધારે સભ્યો પણ રહેતા હતા. કેટલાંક પિરવારોમાં આ આંકડો લગભગ સો સુધી પણ પહોંચી જતો હતો. તે પરિવારોમાં આવકજાવકનો હિસાબ સામૂહિક રીતે રહેતો હતો. જમીન જાયદાદ, મકાન, સંપત્તિ વગેરે ઉપ૨ સામૂહિક સ્વામિત્વ રહેતું હતું. પરિવારનો કોઈ સભ્ય બીમાર થઈ જાય, કોઈકની નોકરી છૂટી જાય અથવા તો અન્ય કોઈ અણધારી ઘટના ઘટે તો સંબંધિત વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારનો બોજ રહેતો નહીં. પતિના સંયુક્ત પરિવારની સંસ્કૃતિ ઉપર આક્રમણ Fe Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ પછી વિયોગિની વિધવા અસહાય બનતી નહોતી. બાળકોનો સંબંધ સગાં ભાઈબહેનો પૂરતો જ સીમિત નહોતો. પરિવારના તમામ સભ્યોમાં વિશિષ્ટ પ્રકારનો તાલમેળ રહેતો હતો. તેથી સુખ-દુઃખ જેવા સંવેદનશીલ પ્રસંગોમાં પણ પરિવારના પ્રત્યેક સભ્યની સંયુક્ત ભાગીદારી રહેતી હતી. સંયુક્ત પરિવારની સંસ્કૃતિ ઉપર પ્રથમ આક્રમણ એ દિવસે થયું જે દિવસે અનેક લોકોના સહવાસમાં પ્રદૂષણની કલ્પના કરવામાં આવી. આ વાત કોઈ ભારતીય દિમાગની ઉપજ હોત તો કદાચ તે તરફ આટલું બધું ધ્યાન જાત નહીં. પરંતુ આવો અવાજ પશ્ચિમના વાયુમંડળમાં ઉદ્દભવ્યો અને ત્યાંની સીમાઓ પાર કરીને તે અવાજ ભારત સુધી પહોંચ્યો. આ જ કારણે તેનું મહત્ત્વ વિશેષ થઈ ગયું. છેલ્લા બે ત્રણ દશકાઓમાં મોટે ભાગે પ્રત્યેક ભારતીયની એવી માન્યતા બની ગઈ છે કે મોટાં પરિવારો અવ્યવસ્થા પેદા કરે છે. જેટલા ભાઈઓ તેટલાં ઘરો અથવા જેટલી વહુઓ તેટલાં રસોડાં, આ પ્રકારની માન્યતાના આધારે બે કે તેથી વધુ ભાઈઓનું એકસાથે રહેવું એ આશ્ચર્યનો વિષય બની ગયો. સંયુક્ત પરિવારના લાભો ઘણા લોકોના એકસાથે રહેવાથી કેટલીક મુશ્કેલીઓ ઊભી થવાની સંભાવનાનો અસ્વીકાર કરી શકાય તેમ નથી. પરંતુ થોડીક અસુવિધાથી બચવા માટે મોટાં હિતોનું બલિદાન આપવાનું કઈ રીતે ઉચિત ગણાય ? તાત્કાલિક સુવિધા-દુવિધા કરતાં વધારે મહત્ત્વપૂર્ણ પ્રશ્ન તો ભાવિ પેઢીના વ્યક્તિત્વ તેમજ ચારિત્રનો છે. મોટાં પરિવારોમાં ઉછે૨ પામતાં બાળકોનો દૃષ્ટિકોણ વ્યાપક હોય છે. તેઓ પોતાનાં વડીલોનાં લાડ પ્યાર પામે છે અને પોતાના કરતાં નાનાંઓને તે વહેંચે પણ છે. તેમનામાં બીજાઓને સહન કરવાની મનોવૃત્તિનો વિકાસ થાય છે. સંવેગો ઉપર નિયંત્રણની ક્ષમતા મોટાં પરિવારોમાં જેટલી કેળવાય છે તેટલી વિભક્ત (સંયુક્ત) પરિવારોમાં કેળવાતી નથી. કેટલાક મનોવૈજ્ઞાનિકોનું મંતવ્ય એવું છે કે વિભક્ત પરિવારોનાં બાળકો ક્રોધી, આગ્રહી અને વિધ્વંસકારી વિશેષ બને છે. તેમનામાં અસુવિધાની ભાવના સ્વાભાવિક જોવા મળે છે. પરિણામે અનેક પ્રકારની કુંઠિતતાઓ પેદા થાય છે. સંયુક્ત પરિવારમાં સુરક્ષાનું આશ્વાસન ટકી રહે છે. ત્યાં Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ માતાપિતા કરતાં પણ વિશેષ સંપર્ક દાદા-દાદી વગેરે વડીલો સાથે રહે છે. ત્યાં આનંદપ્રમોદના અનેક અવસર સુલભ બને છે. તે અવસરોમાં આભિજાત્ય સંસ્કૃતિનો પ્રભાવ પણ જોવા મળે છે. સામૂહિકતામાં સુંદર કામ કરવાથી સૌનું પ્રોત્સાહન મળે છે, એ જ રીતે ખોટું કામ કરવાથી વારંવાર આંગળી પણ ચીંધવામાં આવે છે. કોઈ વ્યક્તિ પોતે ભૂલ કરે કે ન કરે પરંતુ બીજાઓ તરફ થતો વ્યવહાર તેને સજાગ કરી દે છે. સંયુક્ત પરિવારમાં સેવા અને સહયોગની ભાવનાનો પણ વિકાસ થાય છે. વિભક્ત પરિવારોમાં માતા-પિતાનું અધિક સામીપ્ય બાળકોને માનસિક રીતે તેમનાથી દૂર કરી દે છે. સંયુક્ત પરિવારમાં બાળકો અને મોટાંઓની વચ્ચે એક ચોક્કસ પ્રકારનું અંતર રહે છે. તેથી તેમને માનસિક રીતે વિશેષ નજીક લાવે છે. આ બધાના સારરૂપે એમ માની શકાય કે પરિવારોના ખંડને વ્યક્તિનાં ચિંતન તથા વ્યવહારને જ નહીં, સામાજિક મૂલ્ય-માપદંડોને પણ ભારે પ્રભાવિત કયાં છે. વિભાજનનાં કારણો પારિવારિક તેમજ સામાજિક વિભાજનને કારણે વધનારી સમસ્યાઓથી ગભરાઈને લોકો પૂછે છે કે પરિવારો કેમ તૂટે છે. વર્તમાન સંજોગોમાં આ પ્રશ્ન ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સારી વાત તો એ છે કે આ વિષયમાં યુવાનો અને વડીલોની પેઢીના વિચારો પ્રાપ્ત કરવામાં આવે. જે લોકોએ વિભાજનની મુશ્કેલીઓ ભોગવી છે તેઓ પોતાના અનુભવો કહે અને તે લોકો પણ પોતાનું ચિંતન વ્યક્ત કરે કે જેઓ અનિચ્છાએ પણ એવું જીવન જીવવા માટે વિવશ બન્યાં છે. અનુભવો અને વિચારોની આ યાત્રામાં કોઈક વળાંક તો એવો આવી શકે છે કે જ્યાં આશાનો ઝાંખો દીવો એક વખત ફરીથી પ્રજ્જવલિત થઈ ઊઠે. મારા ખ્યાલ પ્રમાણે પારિવારિક, સામાજિક અથવા કોઈપણ સંગઠનના વિભાજન માટે મુખ્ય ત્રણ કારણો હોય છે? - સક્ષમ નેતૃત્વનો અભાવ - યોગ્ય વ્યવસ્થાનો અભાવ - પારસ્પરિક સામંજસ્યનો અભાવ અક્ષમ નેતા કોઈપણ સંગઠનને લાંબા સમય સુધી ચલાવી હeeીરાકસંયુક્ત પરિવારની સંસ્કૃતિ ઉપર હમણા ૭: Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ શકતો નથી. તેના કેટલાક નિર્ણયો જ સંગઠનને છિન્નભિન્ન કરી નાંખે છે તેથી સમૂહની મુખ્ય વ્યક્તિનું ખૂબ યોગ્ય અને સક્ષમ હોવું આવશ્યક છે. નેતા સક્ષમ હોય છતાં વ્યવસ્થાતંત્રની શિથિલતા હશે તો સંગઠનનો પાયો ડગી જશે. વ્યવસાયના જગતમાં વ્યવસ્થાતંત્રને અપાતા મહત્ત્વનું આ જ એક માત્ર કારણ છે. સમૂહની સુવ્યવસ્થા માટે વ્યવસ્થાના સમગ્ર ઢાંચા ઉપર ધ્યાન આપવું નિતાન્ત અપેક્ષિત છે. નેતા સક્ષમ હોય, વ્યવસ્થા પણ યોગ્ય હોય, પરંતુ તે સમૂહ સાથે સંકળાયેલી વ્યક્તિઓ વચ્ચે જો સામંજસ્ય ન હોય તો તે વિભાજનના સંજોગો ઊભા કરે છે. સામંજસ્ય માટે સૌથી પહેલી અપેક્ષા છે- સ્વની સીમાનો વિસ્તાર. સમૂહ સાથે સંકળાયેલી કોઈપણ વ્યક્તિ જ્યાં સુધી વ્યક્તિવાદી મનોવૃત્તિમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી તે સામૂહિક હિતોને મહત્ત્વ આપી શકશે નહીં. સામંજસ્યનું બીજું સૂત્ર છે સહનશીલતા. જે વ્યક્તિ સહન કરી શકતી નથી તે કોઈપણ પરિસ્થિતિમાં સમાયોજિત થઈ શકતી નથી. સહનશીલતાનો વિકાસ કરવા માટે સંવેગો ઉપર નિયંત્રણનો અભ્યાસ અનિવાર્ય છે. સામંજસ્યની અનુપ્રેક્ષા દ્વારા આ અભ્યાસને પુષ્ટ કરી શકાય છે. જે યુગમાં વિભક્ત પરિવારોની મુખ્ય સત્તા સ્થપાઈ જાય તે યુગમાં સામૂહિક જીવનશૈલી અથવા તો સંયુક્ત પરિવારની વાત અચરજ જેવી લાગવા માંડે છે. પરંતુ તેના વગર પરિવારોનું જેવું ચરિત્ર જોવા મળે છે તે સૌ કોઈ માટે ચિંતાનો વિષય છે. આ જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનું પણ સરળ નથી. આમ છતાં અલ્પકાલિક શિબિરોમાં સામૂહિકતા દ્વારા જે લાભ જોવા મળે છે તે માનવીનું ધ્યાન ખેંચે છે. એવો વિશ્વાસ વ્યક્ત કરી શકાય તેમ ક Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ * * * *** : : :: :: lan નવા માનવીનો જન્મ થી નવા માનવીના જન્મની કલ્પના જેટલી સુખદ છે તેટલી જ કઠિન તેની પ્રક્રિયા છે. એક માતા પોતાના પ્રથમ સંતાનની કલ્પનાથી રોમાંચિત થઈ ઊઠે છે. પરંતુ પ્રસવની પીડા તો તેણે જ સહન કરવી પડે છે. એક દૃષ્ટિએ જોઈએ તો નવા માણસનો જન્મ ક્યારે નથી થતો ? જન્મ લેનાર પ્રત્યેક માનવી નવો જ તો હોય છે ! એક દાર્શનિક કોઈ એક ગામમાં ગયો. ત્યાં એક જગાએ અનેક ગ્રામજનો ઊભેલા હતા. દાર્શનિકે તેમને પૂછ્યું, “ભાઈઓ આપના ગામમાં કોઈ મોટા માણસનો જન્મ થયો છે ખરો ?' ગ્રામજનો પ્રશ્ન સાંભળીને ચોંકી ઊઠ્યા. તેમાંથી એક જણ બોલ્યો, “ભાઈસાહેબ ! અમારા ગામમાં તો માત્ર જ બાળકો જ જન્મે છે. મોટો માણસ તો કોઈ જમ્યો જ નથી.' ભણ્યા ગયા વગરની ગ્રામીણ વ્યક્તિએ જીવનનું બહુ મોટું સત્ય પ્રગટ કરી દીધું. વાસ્તવિકતા એ જ છે કે આ જગતમાં જન્મ વખતે કોઈ મોટો માણસ નથી હોતો. રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ગાંધી, ભિક્ષુ વગેરે જેટલા મહાપુરુષો થયા છે તે સૌએ બાળક તરીકે જ જન્મ લીધો હતો. તેમણે પુરુષાર્થ કર્યો, પોતાના કર્તુત્વને વફાદાર રહ્યા પરિણામે તેઓ મહાપુરુષ બની ગયા. જન્મ અથવા નિર્માણની ચર્ચા ઉત્ક્રાંતિવાદના જનક ડાર્વિનની થિયરી માનવીને વાનરનું સંતાન કહે છે. તેના મત પ્રમાણે નવા માનવીના જન્મની કથા લખી શકાય છે. પરંતુ ડાર્વિનનો ખ્યાલ જૈન સિદ્ધાંતની કસોટી ઉપર ખરો પુરવાર થતો નથી. તેથી નવા માણસનો સંબંધ તેના જન્મ સાથે નહિ, નિમણિ સાથે જોડવો પડશે. જન્મ અને નિમણિ બંને અલગ અલગ પરિસ્થિતિઓ છે. મહાભારતનો કણ કહે છે કે, દેવાયત કુલે જન્મ, મદાયત તુ પૌરુષમ્' કયા કુળમાં જન્મ લેવો તે ભાગ્યને અધીન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ મારા અધીન પુરુષાર્થ છે. તેમાં મેં કોઈ કસર બાકી રાખી નથી. આજે મારું જે વ્યક્તિત્વ બન્યું છે તે મારા પુરુષાર્થનું જ પરિણામ છે. માનવી ઈચ્છે છે કે તેનું રૂપ નવું બને. નવીનતા સૌને આકર્ષે છે. આજે માનવી જૂનો બની ગયો છે. તેનું રૂપ દરેક રીતે જાણે કે જીર્ણશીર્ણ બની ગયું છે. તેને કાપકૂપ કરીને ઠીક કરવાનું શક્ય લાગતું નથી. આ દષ્ટિએ નવા જન્મની વાત મનને તો સારી લાગે છે પરંતુ જે સંદર્ભમાં મેં નવા માનવીની ચર્ચા કરી છે, તેનો સંબંધ તેનાં રંગરૂપ કે આકારપ્રકાર સાથે નથી. “નવાનો મને અભિપ્રેત અર્થ છેચિંતનની નવીનતા, સર્જનશીલતા, વર્ચસ્વ અને હકારાત્મક દૃષ્ટિકોણ. આ વિશિષ્ટતાઓથી સંપન્ન માનવીને પેદા કરવાનું કદાચ કોઈના હાથમાં નથી, પરંતુ આવા વ્યક્તિત્વનું નિર્માણ કરી શકાય છે. મેડિકલ સાયન્સમાં થયેલાં સંશોધનના આધારે એમ કહી શકાય કે જીન્સના પરિવર્તન દ્વારા વાંછિત સંતાન મેળવી શકાય છે. વૈજ્ઞાનિક, એન્જિનીયર, ડોક્ટર, રાજનેતા કે અભિનેતાના જીન્સનો પ્રક્ષેપ કરીને ભાવિ સંતાનનું વ્યક્તિત્વ તે જ રૂપમાં વિકસિત કરવાની શક્યતાનો અસ્વીકાર કરવાનો કોઈ અર્થ નથી. વિજ્ઞાન પ્રત્યે કોઈપણ પ્રકારનો અવિશ્વાસ કે દુરાગ્રહનો કોઈ ભાવ પણ નથી, પરંતુ જ્યાં સુધી તેનું વ્યાવહારિક રૂપ જોવા મળતું નથી, ત્યાં સુધી તેના વિશે વિશેષ વિશ્વાસ થવો યોગ્ય નથી. વ્યક્તિત્વનું નિર્માણ શક્ય છે. મનોવિજ્ઞાનના મત મુજબ વ્યક્તિત્વનિમણિના બે ઘટક છે- વંશ વારસો અને પ્રશિક્ષણ. જીન્સના આધારે વ્યક્તિત્વનો વિકાસ આનુવંશિક સંસ્કારનું મહત્ત્વ પ્રમાણિત કરે છે. દ્વિતીય ઘટક છે પ્રશિક્ષણ. પ્રશિક્ષણ દ્વારા વ્યક્તિત્વનિમણિનો એક પ્રયત્ન અમે યોગક્ષેમ વર્ષ (ઈ.સ. ૧૯૮૬) માં કર્યો હતો. અમારું લક્ષ્ય હતું. આધ્યાત્મિકવૈજ્ઞાનિક વ્યક્તિત્વનું નિમણ. માત્ર આધ્યાત્મિક અથવા માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વડે યુગીન સમસ્યાઓનું સમાધાન શોધી શકાતું નથી. અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વિત વિચાર જ સમાધાયક બની શકે છે. અધ્યાત્મ અને વિજ્ઞાન બંનેનું લક્ષ્ય સત્યની શોધનું છે. એકની શોધનું આધારબિંદુ આત્મા છે અને બીજાની શોધનો વિષય પદાર્થ છે. બંનેનું પ્રસ્થાન અજ્ઞાતને જ્ઞાત કરવાની દિશામાં છે. અધ્યાત્મનો Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ વિકાસ શાસ્ત્રોના આધારે થઈ શકે છે, પરંતુ કોઈપણ સાચો આધ્યાત્મિક માત્ર ત્યાં જ જઈને અટકતો નથી. અપ્પણા સચ્ચમેસેજ્જા - સત્યને જાતે શોધો. ભગવાન મહાવીરનો નિર્દેશ જ સત્યને શોધવાની પ્રેરણા આપે છે. અધ્યાત્મના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું નિર્માણ જ આધ્યાત્મિકવૈજ્ઞાનિક વ્યક્તિત્વનું નિમણિ છે. પ્રશિક્ષણની પ્રક્રિયા સમીચીન, વ્યવસ્થિત અને દીર્ઘકાલીન હોય તો તેનાં યોગ્ય પરિણામો અવશ્ય મળી શકે છે. અવળું થઈ જાય તો! - કેટલીક વ્યક્તિઓ આનુવંશિકતાને વિશેષ મહત્ત્વ આપે છે. તેઓ પ્રશિક્ષણમાં વિશ્વાસ ઓછો રાખે છે. જીન્સ વિષે અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકો પણ સંસ્કારોના સંક્રમણની સંભાવના સ્વીકારીને જ આગળ ચાલે છે. તેમાં ક્યારેક ક્યારેક કશુંક અણધાર્યું પણ પરિણામ આવી શકે છે. બનડ શો એક સભામાં ગયા. ત્યાં એક સુંદર યુવતી સાથે તેમની મુલાકાત થઈ. તેમની વિદ્વત્તાથી પ્રભાવિત થઈને તે યુવતીએ કહ્યું, “શોહું આપની સાથે લગ્ન કરવા ઇચ્છું છું. મારી અપેક્ષા એવી છે કે હું આપના જેવા વિદ્વાન અને મારા જેવા સુંદર પુત્રને જન્મ આપી શકું.' આ વાત સાંભળીને શોએ હસતાં હસતાં કહ્યું, “તમારી આકાંક્ષા ખૂબ ઊંચી છે. કદાચ એનાથી અવળું થાય તો શું થાય ? તમારી કલ્પનાના પુત્રમાં મારું રૂપ અને તમારી બુદ્ધિ જો આવી જાય તો ?' બનડ શોનું ચિંતન નવા માનવીના જન્મમાં પણ અપ્રાસંગિક લાગતું નથી. કારણ કે નવો જન્મ લઈને પણ વારસામાં જૂના જીર્ણશીર્ણ સંસ્કારો લઈને આવનાર શું કરશે ? મારા મતે નવા માનવીનો જન્મ એટલે નવા સંસ્કારોનું નિમણિ. મોડેલ તરીકે એક માનવીનું સ્વરૂપ રજૂ કરવામાં આવે તો તેના આધારે લાખના નિમણિની સંભાવના કરી શકાય છે. એક દીવો હજારો દીવા પ્રગટાવી શકે છે, તેમ એક સંસ્કારી માણસ લાખો લોકોનો પ્રેરણાસ્રોત શું ન બની શકે? નવા માનવીનું મોડેલ નવા માનવીની કલ્પના દ્વારા જ કેટલાક લોકોને રોમાંચનો Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ અનુભવ થઈ શકે છે. તેઓ એમ વિચારતા હશે કે નવો માનવી કોણ હશે ? તેનું નિમણિ કેવી રીતે થશે ? શું તે અતિ માનવ હશે ? શું તેનામાં કોઈપણ પ્રકારની માનવીય દુર્બળતા નહીં હોય ? આવા બધાં પ્રશ્નોમાં અટવાયા વગર જ હું મારી કલ્પનાના માનવીનું મોડેલ અત્રે રજૂ કરી રહ્યો છું: - નવો માનવી જાતિવાદ અને સંપ્રદાયવાદનાં બંધનોથી મુક્ત હશે. - નવો માનવી સાંપ્રદાયિક નહીં, ધાર્મિક હશે. - નવો માનવી અહિંસા પ્રત્યે શ્રદ્ધાશીલ હશે. તે હિંસાના હથિયારનો ઉપયોગ નહીં કરે. - નવો માનવી લોકતંત્રનાં મૂળ નહીં કાપે, પરંતુ તે તેમને વધુ ઊંડાં બનાવશે. - નવો માનવી પર્યાવરણને પ્રદૂષિત નહીં કરે, પરંતુ તેની સુરક્ષા માટે જાગરૂક રહેશે. - નવો માનવી નશાખોરીથી મુક્ત હશે. - નવો માનવી અર્થને જીવનનું સાધન માનશે, તેને સાધ્ય માનીને અટકી નહીં જાય. - નવો માનવી યુગશૈલીના પ્રવાહમાં તણાશે નહીં. તેની જીવનશૈલી સુચિંતિત હશે. અવરોધ યુગનો નહીં પણ મનનો નવા માનવીના મોડેલ વિષે ચર્ચા દરમિયાન કેટલાક લોકો નિરાશા ભરી વાતો કરે છે. તેઓ વિચારે છે કે વર્તમાન યુગની પરિસ્થિતિઓ કોઈ પણ વ્યક્તિની જીવનશૈલીમાં પરિવર્તન લાવી શકે તેમ નથી. આ તો ટાળી દેવાની (ભાગેડુવૃત્તિની) વાત છે, બહાનાબાજીનો દૃષ્ટિકોણ છે. જે લોકોએ કાંઈ જ કરવું નથી, પોતાની જાતને બદલવી નથી તે લોકો યુગનો દોષ જુએ છે. માનવીનો સંકલ્પ અને પુરુષાર્થ પ્રબળ હોય તો કોઈ પણ યુગમાં કામ કરી જ શકાય છે. તૈત્તિરીય ઉપનિષમાં યુગોની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે. કલિઃ શયાનો ભવતિ, સંજિહાનતુ દ્વાપરઃા ઉતિષ્ઠનું ત્રેતા ભવતિ, કૃતં સંપઘતે ચરનું Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ જે સૂતેલો છે તે કળિયુગ છે. આ વાતને એમ પણ કહી શકાય કે સૂઈ રહેનારા માટે પ્રત્યેક યુગ કળિયુગ છે. જે જાગ્રત છે, તે દ્વાપર છે. દ્વાપરની ડેલીએ પગ મૂક્યા પછી કોઈ સૂઈ શકતું નથી. જે ઊઠે છે તે ત્રેતા છે. ઊંઘમાંથી જાગ્યા પછી પણ જે આળસ કરે છે, તે ઘડિયાળનું એલાર્મ સાંભળ્યા પછી પણ પથારીમાં સૂઈ રહેવાનો અભિનય કરતો રહે છે. જે ચાલે છે તે સત્યને પામે છે. જે ચાલે છે તે મંજિલ સુધી પહોંચે છે. ચાલવું એ સત્યુગની નિશાની છે. પ્રમાદ અને નિરાશાથી ગભરાયેલી વ્યક્તિ માટે કોઈ પણ યુગ સારો હોતો નથી. સમયનું નામ લઈને પરિસ્થિતિઓ સામે ઝૂકી જનાર વ્યક્તિ ક્યારેય નવું નિમણિ કરી શકતી નથી. યોગ્ય સમયે યોગ્ય દિશામાં કરવામાં આવતો પુરુષાર્થ નિશ્ચિત રૂપે ફળદાયી બને છે. તેવી શ્રદ્ધા સાથે નવું પ્રસ્થાન થવું જોઈએ. નવા માનવીના જન્મ કે નિમણની આ પ્રક્રિયા છે. વૈયક્તિક અને સામૂહિક બંને કક્ષાએ એક પ્રબળ પ્રયત્નની અપેક્ષા છે. અપેક્ષા છેસંપૂર્ણ શલ્યકિયાની નવીનતા માટે એક બીજી કલ્પના પણ કામ કરે છે. તે પ્રમાણે અતિ પ્રાચીન ફરીથી નવું બની જાય છે. વેશભૂષા, આભૂષણ અને કેટલીક પરંપરાઓને આ વાત ઘણે ભાગે લાગુ પડે છે. જ્યાં સુધી માનવીનો પ્રશ્ન છે ત્યાં સુધી મને નથી લાગતું કે તે જૂનો થઈ ગયો હોવાથી નવા માનવીનો જન્મ જરૂરી બન્યો છે. તેના નવીનીકરણનો મુખ્ય હેતુ તેના ચારિત્રમાં પ્રવેશેલો સડો છે. ચરિત્રનો સડો એક એવી બીમારી છે કે જેની કોઈ દવા નથી. તે માટે સંપૂર્ણ શલ્યક્રિયાની અપેક્ષા છે, નહિતર તેનું સંક્રમણ ભાવિ પેઢીઓમાં પણ થતું રહેશે. સડેલા ચારિત્રની બીમારી લઈને કોઈપણ પેઢી નવી સદીમાં પ્રવેશ કરશે તો તે સ્વસ્થ અને શક્તિસંપન્ન બની શકશે નહીં. તેથી નવા માનવીના જન્મની જરૂર છે. વીસમી સદીની એક મોટી ત્રાસદાયક વાત છે જીવનનાં શાશ્વત મૂલ્યોનો લોપ. તેમને શોધવાં હોય તો ક્યાં શોધીશું ? આવા સંજોગોમાં પ્રાચીન મૂલ્યોની પુનસ્થપનાની પ્રતીક્ષા છોડી દઈને નવાં મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવાનું અનિવાર્ય બન્યું છે. જે દિવસે આ કામ થશે. એ જ દિવસે આ ધરતી ઉપર નવા માનવીનો જન્મ થઈ જશે. Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ મૂલ્ય-રાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એક સમય એવો હતો કે જ્યારે કોઈ વ્યક્તિ ગુનો કરતી તો સૌને તેમાં કંઈક નવું લાગતું. કોઈ વ્યક્તિ સામાજિક માનમર્યાદાઓને તોડતી તો તેના તરફ હજારો આંગળીઓ ચિંધાતી. કોઈ વ્યક્તિ અનૈતિક આચરણ કરતી તો તેને હેય દૃષ્ટિથી જોવામાં આવતી. આજે તે દૃષ્ટિ ક્યાં ખોવાઈ ગઈ છે ? આજે અતિક્રમણ તરફ ચિંધાતી આંગળીઓને શું થઈ ગયું છે ? આજે કોઈના અપરાધ પ્રત્યે કેમ આશ્ચર્ય થતું નથી ? પરિસ્થિતિવશ કોઈ વ્યક્તિ ક્યારેક ખોટું આચરણ કરી બેસે તો આંખ ઉઠાવીને ચાલવાનું સાહસ તે ગુમાવી દેતી હતી. આજે હત્યા અને તોડફોડ કરનારાં અસામાજિક તત્ત્વો ગર્વથી છાતી કાઢીને ચાલતાં જોવા મળે છે. ઈઝરાઈલના પ્રધાનમંત્રી પિત્ઝાક રોબીનનો હત્યારો યિગોર આમિર પોતાની સફળતા માટે સંતોષ પ્રગટ કરે છે. શું આ મૂલ્યહ્રાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ નથી ? મર્યાદા, લાજ, સંવેદના અને કરુણા જેવાં માનવીય મૂલ્યોનો દુષ્કાળ માનવજાતિ ઉપર કાળો કેર વરસાવી રહ્યો છે. જો આ સ્થિતિથી માનવીને બચાવવો હોય તો નવા માનવીને જન્મ આપવો જ પડશે. આ કાર્યમાં અણુવ્રત પૂર્ણ સહયોગી બની શકે તેમ છે. સમયના બહાને સંજોગો સામે ઝૂકી જનારી વ્યક્તિ ક્યારેય નવું નિર્માણ કરી શકતી નથી. યોગ્ય સમયે યોગ્ય દિશામાં કરવામાં આવેલો પુરુષાર્થ ચોક્કસ ફ્ળદાયી બનશે એવી આસ્થાસહિત નવું પ્રસ્થાન કરીએ. નવા માનવીના જન્મ કે નિર્માણની આ જ પ્રક્રિયા છે. વૈયક્તિક અને સામૂહિક બંને કક્ષાએ એક પ્રબળ પ્રયત્નની અપેક્ષા છે. Jain Educationa International નવું દર્શન નવો સમાજની For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ કક મા આવશ્યક છે આ અહિંસાનું પ્રશિક્ષણ કરી છે ? માનવી હિંસા કરે છે, તે તેનો સ્વભાવ છે, એવું કેટલાક લોકો માને છે. જીવો જીવસ્ય જીવનમુ - એક જીવનું જીવન બીજા જીવ ઉપર આશ્રિત છે, આ કલ્પનાના અંધારે મૃત્યુના ભયથી વ્યાકુળ માનવી હિંસા માટે પ્રવૃત્ત થાય છે. માનવી હિંસા વગર જીવી નથી શકતો એ વાત એક હદ સુધી સાચી હોઈ શકે છે. પરંતુ હિંસા તેનો સ્વભાવ નથી. હિંસાની જેમ અસત્ય બોલવું, ચોરી, સંગ્રહની મનોવૃત્તિ, ભોગાસક્તિ, વગેરે વૃત્તિઓ પણ માનવીનો સ્વભાવ નથી. તેમને વિભાવ માનવાનું ઉચિત લાગે છે. જે વિભાવ છે તે બીમારી છે અને જે સ્વભાવ છે તે સ્વાચ્ય છે. મુશ્કેલી એક જ છે કે માનવી સ્વાભાવને વિભાવ અને વિભાવને સ્વભાવ સમજી લે છે. આ કારણે તે પોતાની બીમારી અથવા સ્વાથ્યને પણ સમજી નથી શકતો. માણસ જ્યારે પણ શારીરિક કક્ષાએ બીમાર પડે છે, ત્યારે ડોક્ટર પાસે જાય છે. બીમારીનું સંપૂર્ણ વર્ણન કરીને તે ઈલાજ કરાવે છે. બીમારીનું સાચું વર્ણન, નિદાન, ઔષધી, ડોક્ટરનો આત્મીય વ્યવહાર અને પથ્ય-પરહેજ (ચરી)ની જાગરૂકતા આ તમામ યોગ મળે છે ત્યારે બીમારી દૂર થઈ શકે છે. જે લોકો બીમારીને બીમારી માનતા નથી, તેનું નિદાન કે ઉપચાર કરાવતા નથી. તથા પથ્ય-પરહેજ તરફ ધ્યાન આપતા નથી, તેઓ સ્વાથ્યની આશા કેવી રીતે રાખી શકે? હિંસા એક બીમારી છે. હિંસા એક ભાવનાત્મક બીમારી છે. તેનો સંબંધ કર્યો સાથે છે, સંસ્કારો સાથે છે. જે વ્યક્તિને આ બીમારી લાગુ પડે છે, તે અકારણ Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ જ આક્રમક થઈ ઊઠે છે. ક્યારેક તે મનોરંજનના નામે અનર્થ હિંસાના ક્ષેત્રમાં ઊતરી પડે છે. ક્યારેક તે જીભના સ્વાદમાં આસક્ત બનીને પશુ-પક્ષીઓનો વધ કરે છે. ક્યારેક બદલાની ભાવનાથી પ્રેરાઈને તે કોઈકની હત્યા કરી દે છે. ક્યારેક ક્યારેક તેની ભીતરમાં જાગતા અસુરક્ષના ભાવ પણ તેને હિંસા કરવા માટે વિવશ બનાવે છે. હિંસાની મનોવૃત્તિનો ઉપચાર ત્યાં સુધી થઈ શકતો નથી, જ્યાં સુધી તેને એક બીમારી તરીકે સમજવામાં ના આવે. જ્યારે બીમારીનું જ્ઞાન જ નહીં હોય તો તેનો ઈલાજ કોણ કરાવશે ? શિક્ષણ, વેપાર, રાજનીતિ વગેરે દરેક ક્ષેત્રમાં વધતી જતી હિંસાને નિયંત્રિત કરવા માટે કોઈ કુશળ ચિકિત્સકની અપેક્ષા છે. હિંસા વધી રહી છે. કારણ કે તેનું વિધિવત્ પ્રશિક્ષણ મળે છે. હિંસાની જેમ અહિંસાનું પ્રશિક્ષણ મળતું રહે તો હિંસાને રોકી શકાય છે. શું ક્યાંય અહિંસાના પ્રશિક્ષણની વ્યવસ્થા છે ખરી ? કોણ છે અહિંસાના પ્રશિક્ષક ? પ્રશિક્ષણની સાધનસામગ્રી શી હોઈ શકે છે ? આવા પ્રશ્નો ઉપર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. હું જે સમજી શક્યો છું તે પ્રમાણે અહિંસાનું પ્રશિક્ષણ પુસ્તકોના માધ્યમથી થઈ શકતું નથી. પુસ્તકો દ્વારા અહિંસા વિષે માહિતી મળી શકે છે, પરંતુ તે જીવનની સાથે જોડાઈ શકતી નથી. જ્યાં સુધી અહિંસા આત્મસાત્ નહીં થાય, ત્યાં સુધી હિંસાની બીમારી મટી શકશે નહીં. પ્રશિક્ષણની સાથે અનુસંધાન અને પ્રયોગ અહિંસાનું પ્રશિક્ષણ આપણને અભિષ્ટ છે. તેની આગળ અને પાછળ બે તત્ત્વો વધુ જોડવાથી પ્રશિક્ષણની પ્રક્રિયા સવાંગીણ બને છે. તે બે તત્ત્વો છે- અનુસંધાન અને પ્રયોગ. જ્યાં સુધી અહિંસા વિષે નવું અનુસંધાન નહીં થાય, ત્યાં સુધી તેની તેજસ્વિતા સ્થાપિત થઈ શકશે નહીં. વૈજ્ઞાનિક લોકો પદાર્થના નાના નાના કણો વિશે સંશોધન કરીને તેમને મહત્ત્વપૂર્ણ તથા ઉપયોગી પ્રમાણિત કરી દે છે. આજે લોકો અહિંસાને કાયરોનું હથિયાર ગણાવે છે. અહિંસાનિષ્ઠ વ્યક્તિઓની ટીકા કરે છે. કેમ ? કારણ સ્પષ્ટ છે. પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં અહિંસાની જે ગુણ-ગરિમા ગાવામાં આવી છે તેને શું કદીય અનુસંધાનનો વિષય બનાવ્યો છે ખરો ? અહિંસા સવભૂયખેમકરી - અહિંસા સઘળાં પ્રાણીઓનું કલ્યાણ કરનારી છે, આ એક તથ્ય પણ અનુસંધાન દ્વારા પ્રમાણિત થઈ જાત તો હિંસાને રી નવું દર્શન નવોસમાજEl૮: રીટાટર રર૪ Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ખુલ્લું તાંડવ કરવાની તક ન મળી હોત. અનુસંધાન પછી પ્રશિક્ષણની વાત આવે છે. અહિંસા શું છે ? તેની ક્ષમતા કેટલી છે ? તેનો ઉપયોગ શો છે ? તેને કઈ રીતે કામમાં લઈ શકાય છે ? તેનાં પરિણામો કયાં હોઈ શકે છે ? વગેરે મુદ્દાઓને નજર સામે રાખીને તેનું વ્યાવહારિક પ્રશિક્ષણ થતું રહે તો અહિંસા જીવનશૈલીને દૃઢ કરનાર રસાયણ બની શકે છે. પ્રશિક્ષણ પછી પ્રયોગની વાત આવે છે. ભોજન ગમે તેટલું સ્વાદિષ્ટ અને પોષક હોય, પરંતુ જ્યાં સુધી તે ઉપયોગમાં ન આવે ત્યાં સુધી તેની ગુણવત્તા પ્રમાણિત કરશે નહીં. સિદ્ધાંત ગમે તેટલો ભવ્ય હોય પણ જ્યાં સુધી તેનો પ્રયોગ ન થાય ત્યાં સુધી તે ઉપાદેય બની શકશે નહીં. અહિંસા આપણી માતા છે. તેની છત્રછાયામાં સમગ્ર માનવજાતિ નિશ્ચિંત થઈને જીવી શકે છે. પરંતુ આં ત્યારે જ શક્ય છે જ્યારે સમતા, મૈત્રી, અભય, સહિષ્ણુતા વગેરે સ્વરૂપે તેનો પ્રયોગ થતો રહેશે. અહિંસાનું અનુસંધાન, પ્રશિક્ષણ અને પ્રયોગ આ ત્રિપદીમાં જીવનદાયિની શક્તિ છે, તેવી શ્રદ્ધાનું નિર્માણ થવાથી જ અહિંસાનું વર્ચસ્વ દૃઢ બની શકે છે. અહિંસાના પ્રશિક્ષક કોણ બનશે ! લોકજીવનમાં અહિંસાને પ્રતિષ્ઠિત કરવા માટે અહિંસાના પ્રશિક્ષણની આવશ્યકતાનો અનુભવ થઈ રહ્યો છે. પ્રશ્ન એ છે કે અહિંસાના પ્રશિક્ષકો કોણ બનશે ? તે માટે આપણે એવી વ્યક્તિઓની શોધ કરવી પડશે કે જે નૈસગ્દિક રૂપે જ અહિંસાનિષ્ઠ હોય અથવા અભ્યાસથી અહિંસક બની ચૂકી હોય. ઉદાહરણ તરીકે મહાત્મા ગાંધીને રજૂ કરી શકાય છે. તેમની પાસે જનાર અને રહેનાર વ્યક્તિઓને અનાયાસે જ તેમના જીવનમાં અહિંસાની ઝલક જોવા મળતી હતી. ગાંધીજીને વાંચનારાઓ જાણે છે કે તેમણે પોતાના જીવનમાં અહિંસાને કેટલી નિષ્ઠા સહિત જીવી હતી. ગાંધીજી દરરોજ દાતણ કરતા હતા. દાતણ માટે વૃક્ષની આખી ડાળીને તોડવાનું તેમને રુચિકર લાગતું નહોતું. તેમણે એવું કરનાર સહકર્મી તરફ તાત્કાલિક આંગળી ચીંધીને તેને સજાગ કરી દીધો. હાથ ધોવા માટે તે ખૂબ થોડું પાણી વાપરતા હતા. થોડાક જ પાણીથી થતા કાર્ય માટે વધુ પાણી ઢોળી દેવાતું જોઈને તેમના આત્માને પીડા થતી હતી. પલંગને એક સ્થળેથી બીજા સ્થળે આવશ્યક છે અહિંસાનું પ્રશિક્ષણ Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ખસેડવાની વાત હોય તો એ ધ્યાન રાખતા કે પલંગને ખેંચવાથી કોઈ જીવની હિંસા ન થઈ જાય. તેમના પગ સાફ કરવા માટે જે પથ્થર રાખવામાં આવતો, તેને પણ પ્રમાદવશ ક્યાંક ખોઈ નાખવામાં આવતો તો તેમને ભારે કષ્ટનો અનુભવ થતો. ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા આવા તો અનેક પ્રસંગો છે, જે તેમની આધ્યાત્મિકતા અથવા અહિંસાની નિષ્ઠાને પ્રગટ કરે છે. અહિંસાને આ સ્વરૂપે જીવનાર વ્યક્તિ જ અહિંસાનું સક્રિય પ્રશિક્ષણ આપી શકે છે. અહિંસાના સંદર્ભમાં મહાવીરની ષ્ટિ મહાત્મા ગાંધીના જીવનપ્રસંગો વાંચવાથી એમ લગે છે કે તેમણે અહિંસાનો સમગ્ર પાઠ ભગવાન મહાવીર પાસેથી વાંચ્યો હતો. પ્રકૃતિ તરફ મહાવીરનો દૃષ્ટિકોણ હંમેશાં સકારાત્મક હતો. તેમણે કહેલું. પુર્વિન ખણે ન ખણાવર્ષે, સીઓદગંનપિએ પિયાવએ અગણિસöજા સુનિસિયં, તં ન જલે ન જલાવએ જે સ ભિક્ષ્ પૃથ્વીનું ખનન કરવું કે કરાવવું તે હિંસા છે. શીતોદક પીવું અને પીવડાવું તે હિંસા છે. શસ્ત્ર સમાન સુતીક્ષ્ણ અગ્નિ સળગાવવો કે સળગાવડાવવો તે હિંસા છે. જે આવી હિંસાથી અલિપ્ત રહે છે તે ભિક્ષુ છે. ભગવાન મહાવીરે પૃથ્વી, પાણીની જેમ પંખા વગેરે દ્વારા હવા મેળવવી, હરિયાળીનું છેદન- ભેદન કરવું અને ત્રસ જીવોનો વધ કરવો વગેરેને હિંસા ગણાવ્યાં છે. પ્રકૃતિનું અસીમ દોહન કરનારા લોકો મહાવીરના આ બોધપાઠ દ્વારા થોડીક પણ પ્રેરણા લઈ શકે તો તેમના જીવન ઉપર અહિંસાનો પ્રભાવ પડી શકે છે. પરંતુ આશ્ચર્ય તો એ વાતનું છે કે ભગવાન મહાવીર પ્રત્યે આસ્થાીલ તેમના અનુયાયી સમાજમાં અહિંસાના પ્રશિક્ષણની કોઈ વ્યવસ્થા નથી. આ જ કારણે જૈન સમાજમાં પણ કેટલાક ખાસ પ્રસંગોએ ફળો અને શાકભાજીઓને પશુ-પક્ષીઓનો આકાર આપીને સજાવવામાં આવે છે. શાકાહારી ભોજનને એવી અભિધા આપવામાં આવે છે, જે તેમના માંસાહારી હોવાનો ભ્રમ જગાડે છે. તેનાથી અનર્થ હિંસાને દર્શનના નામ રોશન Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રોત્સાહન મળે છે. તેથી અહિંસાના પ્રશિક્ષણમાં એવી વ્યાવહારિક વાતોને પણ જોડવી જોઈએ કે જે અનિચ્છાએ પણ દેશની ભાવિ પેઢીને હિંસાની દિશામાં ધકેલે છે. મુશ્કેલ પરંતુ અશકય નહિ કેટલાક લોકો એમ વિચાર કરે છે કે અહિંસાના પ્રશિક્ષણની વાત સારી તો છે પરંતુ મુશ્કેલ છે. પ્રશિક્ષણ ભલે ગમે તે ચીજનું હોય, તે સરળ હોઈ શકે છે. હિંસાનું પ્રશિક્ષણ પણ સરળ ક્યાં છે ? જો તે સરળ હોત તો ભારત-ચીન યુદ્ધ વખતે ભારત હાર પામ્યું ન હોત. ભારતીય સૈનિકોએ ઊંચા પર્વતો ઉપર અસહ્ય ઠંડીમાં રહીને યુદ્ધ કરવાનું પ્રશિક્ષણ મેળવ્યું નહોતું. પરિણામે તેઓ હારી ગયા. ત્યાર પછી તેમને તેવું શિક્ષણ આપવામાં આવ્યું તો તેઓ તે પરિસ્થિતિમાં રહેવાના અભ્યાસુ બની ગયા. મારી સમજણ પ્રમાણે અહિંસાનું પ્રશિક્ષણ મુશ્કેલ છે ખરું, પરંતુ એટલું બધું મુકેલ પણ નથી કે તેને કોઈ પામી જ ન શકે. મૂળ વાત છે આસ્થાની. પ્રથમ એ આસ્થાનું નિમણિ થવું જરૂરી છે કે અહિંસા એક શક્તિ છે. અભ્યાસ વડે તે શક્તિને મેળવી શકાય છે, વધારી શકાય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. અહિંસાના પ્રશિક્ષણ દ્વારા હિંસા સમાપ્ત થઈ જશે એમ વિચારવું તે અતિકલ્પના જ ગણાશે. હિંસા સમાપ્ત થવાનો અર્થ છે “ જગતની સમાપ્તિ. જ્યાં સુધી જગત છે, ત્યાં સુધી મનુષ્યમાં કામ, ક્રોધ વગેરે નિષેધાત્મક ભાવ રહેશે જ. જ્યાં સુધી નિષેધાત્મક ભાવ હશે ત્યાં સુધી હિંસાની સત્તાને નિઃશેષ કરી શકાશે નહીં. હિંસાને મિટાવી નથી શકાતી. પરંતુ તેની ઉગ્રતાને ઘટાડી તો શકાય છે. અહિંસાના પ્રશિક્ષણની સૌથી મોટી સાર્થકતા એ છે કે હિંસાના જે નવા નવા ચહેરા માનવીય ગુણોને ભરખી જવા માટે કટિબદ્ધ થઈ રહ્યા છે, તેમને નિષ્ક્રિય બનાવવાનો પ્રયત્ન ચાલતો રહે. હિંસા કોણ કરે છે ? આ સંદર્ભમાં મહાવીરવાણીને ઉદ્ધત કરી શકાય છે. “આયારો'માં હિંસક વ્યક્તિની અંતરંગ ઓળખ આપતાં, કહેવામાં આવ્યું છે કે, “અદ્દે લોએ પરિજુણે, દુબોહે અવિજાણએ”- જે માનવી લોકાર્ત છે, વિષય-કષાય વગેરે માનસિક દોષોથી પીડિત છે, તે હિંસામાં પ્રવૃત્ત થાય છે. જે પરિજીણું છે, અભાવગ્રસ્ત છે, પદાર્થને મેળવવાની અભિલાષા હોવા છતાં તેનાથી વંચિત રહે છે તે હિંસા કરે રસધારણ ર ટા eોતાનાયકો અહિંસાનું પ્રશિક્ષણા કરારોટરહાલટારકારક Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ છે. જે દુઃસંબોધ હોય છે. સેંકડો પ્રયત્ન કરવા છતાં સંબોધ પામી શકતો નથી, તે હિંસાની દિશામાં કદમ માંડે છે. જે અવિજ્ઞાયક હોય છે, તત્ત્વને સમજતો નથી, તે હિંસાત્મક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. ફરી ફરીને વાત તો પાછી એ જ બિંદુ ઉપર જઈ પહોંચે છે કે જે મનુષ્ય આતુર છે, અસ્વસ્થ છે, તે હિંસા કરે છે. તેને હિંસાથી બચાવવા માટે માનસિક દૃષ્ટિથી સ્વસ્થ કરવો આવશ્યક છે. સ્વસ્થ થવાનો એક માત્ર ઉપાય છે અહિંસાનું પ્રશિક્ષણ. પ્રશિક્ષણનો સંબંધ ઉપદેશ સાથે નહિ, આચરણ સાથે છે. હિંસા ન કરો આ ઉપદેશ છે. જે દિવસે માનવીના આચરણમાંથી હિંસા નીકળી જશે એ જ દિવસે પ્રશિક્ષણ સાર્થક બની જશે. Jain Educationa International નવું દર્શન નવો સમાજ For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અપરાધની ચેતના ક્યાંથી આવે છે ? જૈન તીર્થંકરોએ આધ્યાત્મિક વિકાસની તરતમતાને ધ્યાનમાં રાખીને જીવની ચૌદ ભૂમિકાઓનું વર્ણન કર્યું છે. તેમને માટે જીવસ્થાન અથવા ગુણસ્થાન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ચૌદ ભૂમિકાઓમાં છ ભૂમિકાઓ સુધી ચેતનાનું તળિયું સાફસુથ રહેતું નથી. તેની ઉપ૨ વિકૃતિઓના ડાઘ પડતા રહે છે. ચેતનાને વિકૃત કરનાર સૌથી મોટું તત્ત્વ વિપરીત દૃષ્ટિકોણ છે. જ્યાં સુધી સાચા દૃષ્ટિકોણનું નિર્માણ થતું નથી, ત્યાં સુધી ચેતનાની પવિત્રતાનું લક્ષ્ય બની શકતું નથી. ચેતનાના વિકાસનું માપ તેની પવિત્રતાના આધારે જ શક્ય છે. ચેતના જેટલી પવિત્ર હશે એટલું જ વ્યક્તિનું આભામંડળ પણ ઉજ્જવળ અને પવિત્ર હશે. પવિત્ર આભામંડળવાળા ક્ષેત્રમાં અપરાધની ઘૂસણખોરી થઈ શકતી નથી. ચોથી ભૂમિકામાં દષ્ટિકોણ સમ્યક્ બને છે. વ્યક્તિ સારાને સારું અને ખરાબને ખરાબ સમજવા લાગે છે. કોઈ પ્રવૃત્તિને ખરાબ સમજવા છતાં તેને છોડી નથી શકાતી. નશો કરનાર વ્યક્તિ જાણે છે કે તેનું ભવિષ્ય અંધકારમય છે છતાં તે તેને છોડી શકતો નથી. કારણ કે સમ્યક્ દૃષ્ટિકોણનો સંબંધ દર્શન મોહના ક્ષય, ક્ષયોપશમ અથવા ઉપશમ સાથે છે. જ્યારે દુષ્પ્રવૃત્તિ છોડવામાં ચારિત્ર મોહનો ક્ષય, ક્ષયોપશમ અથવા ઉપશમ નિમિત્ત બને છે. તેથી પાંચમી ભૂમિકા ઉપર ઊભી રહેનાર વ્યક્તિ પોતાની ચારિત્રિક ઉજ્જવળતાની સુરક્ષા કરી શકતી નથી. Jain Educationa International છઠ્ઠી ભૂમિકામાં પહોંચનાર વ્યક્તિ પોતાના આચરણની પવિત્રતા માટે સંકલ્પિત હોય છે. જ્યાં સુધી જાગરૂકતા રહે છે ત્યાં સુધી તેનો સંકલ્પ પુષ્ટ થતો રહે છે. જાગરૂકતામાં ઊણપ આવતાં જ રાધાની ચેનામાંથી આવે છે. For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ તે અલિત થઈ જાય છે, સ્વીકૃત સંકલ્પને તોડી નાખે છે. તેની ચેતના ચંચળ બને છે અને તે અપરાધ જ્ઞતમાં પ્રવેશ કરી બેસે છે. અપરાધોનાં ચક્રભૂહમાં પ્રવેશ્યા પછી ત્યાંથી નીકળવાનું અસંભવ નહીં તો મુશ્કેલ તો જરૂર છે જ. અપરાધની દિશામાં પ્રસ્થાન માનવી સુખેથી જીવવા ઈચ્છે છે. મન સદા પ્રસન્નતાથી સભર રહે, એવી તેની આકાંક્ષા હોય છે. સુખ અથવા પ્રસન્નતા મેળવવાના અનેક રસ્તા હોઈ શકે છે. હું અહીં બે રસ્તાની વાત કરવા ઈચ્છું છું. સંસ્કારશીલતા અને સંસ્કારહીનતા. અધ્યાત્મના સંસ્કારોથી સંસ્કારિત વ્યક્તિ આત્માની પવિત્રતામાં સુખનો અનુભવ કરે છે. સંસ્કારહીન વ્યક્તિ ગમે તે રીતે સુખ સુવિધા મેળવવા ઇચ્છે છે. તે માત્ર વર્તમાનને જ જુએ છે અને સુખાભાસને પણ સુખ સમજીને સંતુષ્ટ થઈ જાય છે. સંસ્કારી વ્યક્તિ પ્રવૃત્તિના પરિણામનું પણ ધ્યાન રાખે છે. તે જાણે છે કે ક્ષણિક સુખ આપનાર પદાર્થ અને પ્રસંગ અત્યંત દુઃખનું કારણ બને છે. તેથી તે જીભને લોભાવનારા મધુબુંદના આકર્ષણમાં જીવન ઉપર તોળાઈ રહેલા ભયની ઉપેક્ષા કરતો નથી. ભૌતિક ચળકાટ, બાહ્ય આડંબર અને આધુનિક સુવિધાના આકર્ષણમાં બંધાયેલી વ્યક્તિ કરણીય અને અકરણીય વચ્ચેની ભેદરેખા મિટાવી દે છે. એવી વ્યક્તિની મનોવૃત્તિનું ચિત્રણ કરતાં એક સંસ્કૃત કવિએ લખ્યું છે કે થરંભિધાતુપર્ટછિન્યાકુર્યાત રાસબરોહણ યેનકેન પ્રકારેણ, પ્રસિદ્ધ પુરુષો ભવેત્તા ‘મારે પ્રસિદ્ધિ મેળવવી છે એવું ભૂત જેના માથા ઉપર સવાર થઈ જાય છે તે ઘડા ફોડે છે, કપડાં ફાડે છે, ગધેડા ઉપર સવારી કરે છે, અને ન કરવા જેવું કોઈ પણ કામ કરી નાખે છે. ગમે તે રીતે પ્રસિદ્ધિ મેળવવાની ભાવના મોહાવિલ ચેતનાનું પરિણામ છે. કારણ વગર સાત વ્યક્તિઓની હત્યા કરનાર વ્યક્તિ પકડાઈ ગઈ. તેને જેલની સજા થઈ. અખબારમાં તેનો ફોટો પ્રગટ થયો. જેલરે તેને તે અખબાર બતાવ્યું. તે ખુશીથી નાચવા લાગ્યો. જેલરે તે અસ્વાભાવિક મનોદશાનું કારણ પૂછ્યું. તો તે બોલ્યો, “મારું સ્વપ્ન Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ સાકાર થઈ ગયું. અખબારમાં મોટા મોટા લોકોના ફોટા જોઈને મને પણ ઈચ્છા થઈ કે મારો પણ ફોટો છપાવવો જોઈએ. મેં પ્રયત્ન કર્યો પરંતુ ફોટો છપાયો નહીં. છેવટે મેં હત્યા કરવાનો નિર્ણય કર્યો. આજે હું જેલમાં કેદી હોવા છતાં ખુશ છું. કારણ કે મારો ફોટો અખબારમાં છપાયો છે. પ્રસિદ્ધ થવાની આકાંક્ષાએ એક વ્યક્તિને હત્યાનો અપરાધી બનાવી દીધો. આ જ રીતે કંઈક મેળવવા અથવા કંઈક બનવાની અદમ્ય લાગણી વ્યક્તિની અપરાધચેતનાને જગાડી શકે અપરાધનાં મનોવૈજ્ઞાનિક કારણો અપરાધ ચેતના જાગવાનાં બે કારણો છે- અતીતના સંસ્કાર અને વર્તમાનનું વાતાવરણ. કેટલીક વ્યક્તિ પરિસ્થિતિજનિત મજબૂરી ન હોવા છતાં અપરાધી બની જાય છે. તેમને અપરાધી બનાવવામાં મુખ્ય ફાળો તેમના અર્જિત સંસ્કારોનો હોય છે. કેટલીક વ્યક્તિ વાતાવરણથી પ્રભાવિત થઈને અપરાધ કરે છે. એ વાતાવરણ પરિવારનું હોઈ શકે છે, મિત્રોનું હોઈ શકે છે, સમાજનું હોઈ શકે છે, અને દશ્ય-શ્રાવ્ય ઉપકરણોનું પણ હોઈ શકે છે. વર્તમાન યુગની કિશોર તથા યુવા પેઢીને અપરાધી બનાવવામાં સૌથી મોટી ભૂમિકા ફિલ્મોની છે. સિનેમા હોલમાં અથવા દૂરદર્શન પર બતાવવામાં આવતી ફિલ્મોમાં હિંસા અને સેક્સનાં એટલાં બધાં દશ્યો હોય છે કે તેમને વારંવાર જોનાર દર્શક તેમ કરવા માટે ઉત્પરિત થઈ જાય છે. લંડનમાં ભીડથી ભરેલા એક બજારમાં એક મહિલા પોતાના ત્રણ વર્ષના બાળકને લઈને ઘૂમી રહી હતી. એક શો રૂમ આગળ આવીને તે અટકી. તેણે બાળકને બહાર ઊભું રાખ્યું. તે શોપિંગ માટે શોરૂમમાં દાખલ થઈ. પાંચ મિનિટ પછી તે બહાર નીકળી તો ત્યાં બાળક નહોતું. તેણે બૂમો મારવાનું શરૂ કર્યું. પોલીસને માહિતી મળી. તરત બાળકની શોધ કરવામાં આવી. તે બજારથી થોડેક દૂર આવેલા એક સૂમસામ સ્થળેથી મૃત્યુ પામેલા બાળકનું શબ મળ્યું. આસપાસ ઊભેલા તેના બે હત્યારાઓને પણ પકડી લેવામાં આવ્યા. તેમની ઉંમર ૧૦-૧૧ વર્ષની હતી. તેમને બાળકની હત્યાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “અમે અનુભવ કરવા માગતા હતા કે હત્યાનો રોમાંચ કેવો હોય છે.” * ૬s.: ' ' Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ હત્યામાં રોમાંચની શોધ અને તે પણ કિશોરોની ! આજના સભ્યસમાજની સામે એક બહુ મોટો પ્રશ્ન ઊભો કરી રહી છે. શક્ય છે કે તે કિશોરોએ પરપીડનયુક્ત ફિલ્મો જોઈ હોય. ફિલ્મોમાં હત્યા કરનારાઓની ભીતરમાં જાગેલી ઉત્તેજનાથી ઉત્તેજિત થઈને એક માસૂમ બાળકની જીવનલીલા સમાપ્ત કરી દેવી તે કેટલો જઘન્ય અપરાધ છે ! આ એક દેશની ઘટના છે. સમગ્ર વિશ્વમાં ન જાણે આવી કેટલી ઘટનાઓ ઘટતી હશે ! હત્યાની જેમ બળાત્કાર પણ એક સંગીન અપરાધ છે. નારી-ઉત્પીડનની આ પ્રવૃત્તિ ઘટવાને બદલે વધતી જાય છે. કેન્દ્રિય ગૃહમંત્રાલયના અપરાધ રેકોર્ડ બ્યુરો દ્વારા એકત્ર કરવામાં આવેલા આંકડાઓ મુજબ છેલ્લા બે દશકાઓમાં બળાત્કારના કિસ્સાઓમાં ચારસો ટકા વધારો થયો છે. આવી અપરાધ ચેતનાની વૃદ્ધિમાં સિનેમા તથા દૂરદર્શનનો કેટલો હાથ છે, તે વિશે શોધ કે સર્વે કરનારાઓ બધું જાણે છે. અર્થ પણ એક કાર છે અપરાધ ચેતનાનું એક દ્વાર અર્થ છે. અર્થ જીવનયાપનનું સાધન છે, તે એક સત્ય છે. તેને સાધન તરીકે જ કામ લેવામાં આવ્યું હોત અને તેની શુચિતાની દષ્ટિએ ધ્યાન રાખવામાં આવ્યું હોત તો કોઈ સમસ્યા પેદા થઈ ન હોત. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે અર્થને સાધ્યના સિંહાસન ઉપર બેસાડવામાં આવે છે, તેને વિલાસિતા અને મોટાઈનું નિમિત્ત માનવામાં આવે છે. તથા તેની પ્રાપ્તિમાં શુચિતાની વાત ગૌણ બની જાય છે. ચોરીનો ધંધો આ ભૂમિકા ઉપર જ ફાલ્યો ફલ્યો છે. અત્યંત શરીફ અને આત્મીય લાગનારા સફેદ પોશ લોકો કેવો દગો દે છે તેની એક ઘટનાનો ઉલ્લેખ મળે છે. એક ભારતીય જૈન વિદેશ યાત્રાથી પાછા આવ્યા. દિલ્હીથી તેમને જયપુર જવાનું હતું. બસની ટિકિટ લેવા માટે તેઓ કતારમાં ઊભા હતા. એક અપરિચિત યુવકે તેમને ટિકિટ લાવી આપી. તેમની બેગો બસ ઉપર ચડાવી આપી. એક સહયાત્રી તરીકે તે તેમની પાસે બેસી ગયો. તેણે કહ્યું કે તે પણ જયપુર જઈ રહ્યો છે. પ્રાતઃકાળે ચાર વાગે બહરોડ બસસ્ટેન્ડ ઉપર બસ થોભી. ઘણા Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ યાત્રિકો નીચે ઊતરી ગયા. જૈન ભાઈને કંઈ ખાવાપીવાની ઇચ્છા નહોતી. તે પોતાની સીટ ઉપર બેસી રહ્યું. તેમના સહયાત્રી યુવક પકોડીઓ લઈને આવ્યા. જેનભાઈએ કહ્યું, “હજી સૂર્યોદય પણ થયો નથી. હું ખાઈશ નહીં.' ત્યાર પછી તે ઠંડુ પીણું લઈને આવ્યો. જેનભાઈએ તે તરફ અરુચિ દાખવી. એક અન્ય સહયાત્રી બોલ્યો, આ ભાઈ આપના માટે આટલું બધું કરે છે તો થોડુંક લઈ લો ને.' ઈચ્છા ન હોવા છતાં તે ના ન પાડી શક્યો. તેણે પીણું લીધું. બસ ચાલી. થોડીક વારમાં જ તેમણે પોતાના હોશ ગુમાવ્યા. બહરોડથી ઉપડેલી બસ જયપુર પહોંચી ગઈ, ત્યાં સુધી તે બેહોશ હતો. તેનો સહયાત્રી યુવક તેની બેગો લઈને ક્યારે, ક્યાં ઊતરી ગયો અને ક્યાં ચાલ્યો ગયો તેની કોઈને ખબર પડી નહીં. અહીં એક જ યુવકનો પ્રસંગ છે. આવા લોકોની મોટી ટોળી હોય છે. તેમનું કામ યોજનાબદ્ધ રીતે થતું હોય છે. સારા, સંભ્રાત પરિવારના સભ્યો અર્થના લોભમાં કેટલા નીચે ઊતરી જાય છે, તેનું આ એક ઉદાહરણ છે. સાચું જ તો કહ્યું છે કે, “અર્થ જ અનર્થનું મૂળ જરૂરી છે નિષ્ઠા અને સંકલ્પ ચેતનાની શુદ્ધ અવસ્થામાં અપરાધ થઈ શકતા નથી. જ્યાં પણ અપરાધ થાય છે ત્યાં ચેતના વિકતિ થઈ ગયેલી હોય છે. પ્રશ્ન ઉદ્દભવી શકે છે કે વિકત ચેતનાને ચેતના જ શા માટે સમજવી ? આપણા માનવા કે ન માનવાથી ચેતનાની વ્યાખ્યા બદલાઈ જવાની નથી. જૈનદર્શન પ્રમાણે જ્ઞાન, દર્શન, અને ઉપયોગ આત્મા છે. તો પ્રમાદ અને કષાય પણ આત્મા છે. આત્માની જેટલી અવસ્થાઓ છે, તે તમામ આત્મા છે. શુદ્ધ ચેતનાની જેમ વિકૃત ચેતના પણ ચેતના છે. ચેતનાને પવિત્ર બનાવવા માટે તેની વિકૃતિઓને દૂર કરવી જરૂરી છે, અપરાધ ચેતનાને બદલવી જરૂરી છે. અપરાધ ચેતનાને બદલવાની માનસિકતાનું નિર્માણ કરવામાં અણુવ્રત આચારસંહિતાનો ઉપયોગ કરી શકાય છે. તેની પ્રત્યેક ધારા વ્યક્તિના ચિંતનને નવી ક્ષિતિજ પ્રદાન કરી શકે છે. તેની સાથે સાહિત્યનો સ્વાધ્યાય એક એવો ઉપાય છે જે ચેતનાના શરીર ઉપર જામેલી વિકૃતિઓને દૂર કરી શકે છે. સાહિત્યનું એક રોચક શags લાલશeaderoseneતીuસની ચેતનાઓમાંથી માતે ડોક્ટર રહીe ટરાણte ટ Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ છે વાત. પ્રાચીન ઋષિમુનિઓએ વાતના માધ્યમ દ્વારા સંસ્કાર આપવાનો એક સાર્થક પ્રયત્ન કર્યો છે. હિતોપદેશ, પંચતંત્ર વગેરે ગ્રંથોનું નિમણિ સંભવતઃ આ જ ઉદેશથી કરવામાં આવ્યું છે. આજે વાતનું સ્થાન ટીવીએ લઈ લીધું છે. તેની સિરિયલો પણ નાની મોટી વાર્તાઓ જ કહે છે. પરંતુ ઉદેશ સાચો ન હોવાને કારણે તે વાતઓ બાળકોની અપરાધ ચેતનાને જગાડવામાં સહાયક બની રહી છે. અપરાધ ચેતના ક્યાંથી આવે છે? આ પ્રશ્નમાં અટવાઈ જવાથી સમાધાનનું સૂત્ર મળશે નહીં. ઊંડી નિષ્ઠા અને અતૂટ સંકલ્પસહિત ચેતનાના નિર્મળીકરણને મહત્ત્વ આપવું જોઈએ. સૈદ્ધાતિક અને પ્રાયોગિક- બંને કક્ષાએ સંસ્કાર પરિવર્તનનું અભિયાન ચલાવવામાં આવે તો સ્વસ્થ ચેતનાનો વિકાસ કરી શકાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ જી ૧૪ જીવનશૈલી અને સ્વાસ્થ્ય સારી વ્યક્તિ સારો સમાજ- આ પ્રત્યેક દેશ અને પ્રત્યેક સમયને અભીષ્ટ રહ્યું છે. માનવી તે માટે નિરંતર પ્રયત્નશીલ પણ રહ્યો છે, પરતું પ્રકૃતિનો નિયમ છે કે માત્ર સારું કે માત્ર બૂરું ક્યારેય હોતું નથી. માનવીની પ્રકૃતિનો પણ નિયમ છે કે સારા પ્રત્યે સૌને આકર્ષણ અને બૂરાઈ પ્રત્યે સૌને ઘૃણાભાવ નથી હોતો. ભિન્ન ભિન્ન રુચિ અને મતિના લોકો હોય છે. આ નિયમને જાણવા છતાં આપણે સારાના વિકાસ માટે ઉદ્યમશીલ છીએ. આ માનવીય મનન, મનીષા અને પુરુષાર્થનો નિષ્કર્ષ છે. જીવનશૈલીના સંદર્ભમાં આપણી સ્થાપના એવી છે કે અહિંસા, માનસિક શાંતિ તથા વિશ્વશાંતિ તરફ લઈ જતી જીવનશૈલી સારી છે. હિંસા, માનસિક અશાંતિ તથા વૈશ્વિક અશાંતિ તરફ લઈ જતી જીવનશૈલી સારી નથી. Jain Educationa International માનસિક શાંતિ અને વિશ્વશાંતિનું પ્રાણતત્વ સહિષ્ણુતા છે. પર્યાવરણ-પ્રદૂષણ તરફ આજનું વિશ્વમાનસ જેટલું જાગરૂક છે, તેટલું અસહિષ્ણુતાના પ્રદૂષણ પ્રત્યે જાગરૂક નથી. અસહિષ્ણુતાનું પ્રદૂષણ પર્યાવરણના પ્રદૂષણ કરતાં ઓછું ખતરનાક નથી. પર્યાવરણીય પ્રદૂષણ માનવીય અસ્તિત્વ માટે જોખમરૂપ બનશે ત્યારે બનશે, પરંતુ અસહિષ્ણુતાનું પ્રદૂષણ આજે પણ માનવીય અસ્તિત્વ માટે જોખમરૂપ બની રહ્યું છે. જાતિય અને સાંપ્રદાયિક અસહિષ્ણુતા માનવીને જંગલી જાનવર કરતાં પણ વધુ ક્રૂર બનાવી મૂકે છે, જેનું પ્રદર્શન થોડાક વખત પહેલાં સને ૧૯૯૪માં ખાંડા અને બોસ્નિયામાં જોવા મળ્યું. જે અસહિષ્ણુતાનો ઉદ્ભવ અહંકાર, ઘૃણા અને સત્તાલોલુપતાનાં જંગલોમાં થાય છે તે સમસ્યાના સમાધાન માટે માનવીની સંકલ્પશક્તિને ઢંઢોળવાનું આવશ્યક છે. જીવનશૈલી અને સ્વાસ્થયો For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ અણુવ્રત આંદોલન માનવીય સંકલ્પને જગાડવાનું આંદોલન છે. અમે અણુવ્રતના માધ્યમ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અને રુણજીવનશૈલીનું ચિત્ર પ્રસ્તુત કર્યું છે. તેની રૂપરેખા આ પ્રમાણ છેઃ સ્વસ્થ જીવનશૈલી રણજીવનશૈલી ૧. નિરપરાધની હિંસાનો ત્યાગ : સંકલ્પપૂર્વક નિરપરાધની હિંસા ૨. માનવીય એકતામાં વિશ્વાસ, જાતિય ઘૂણામુક્ત માનસ જાતિય વૃણાથી ગ્રસ્ત માનસ ૩. સાંપ્રદાયિક સદભાવ અથવા સૌહાર્દ સાંપ્રદાયિક કટ્ટરતા અને સંઘર્ષ ૪. વ્યસનમુક્ત જીવન ઃ માદક દ્રવ્યોથી આકાંત જીવન ૫. વ્યાવસાયિક પ્રામાણિકતા : આર્થિક અપરાધ ૬. સહઅસ્તિત્વની મનોવૃત્તિ ઃ આક્રામક મનોવૃત્તિ ૭. સંગ્રહની મયદાઓ : અસીમ સંગ્રહની મનોવૃત્તિ ૮. ઉપભોગની મર્યાદા અસીમ ઉપભોગની મનોવૃત્તિ ૯. પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા ઃ પર્યાવરણની ઉપેક્ષા જીવનશૈલીને સ્વસ્થ બનાવવા માટે મસ્તિષ્કીય પ્રશિક્ષણ આવશ્યક છે. તે પ્રશિક્ષણનું મહત્ત્વપૂર્ણ અંગ છે અનુપ્રેક્ષા. સિદ્ધાંતને માત્ર જાણવાથી પરિવર્તન લાવવાનું મુશ્કેલ છે. અભ્યાસથી પરિવર્તન આવી શકે છે. મનોવૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા પશુપક્ષીઓને પ્રશિક્ષિત કરી શકાતાં હોય, તો શું માનવીના મસ્તિષ્કને પ્રશિક્ષિત ન કરી શકાય ? કરી શકાય છે, તે એક સત્ય છે. ધ્યાન દ્વારા અલ્ફા કિરણોની વૃદ્ધિ થાય છે, પરિણામે ધ્યાન કરનાર વ્યક્તિને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. માનસિક શાંતિ. સહજ રીતે જીવનશૈલીને સ્વસ્થ બનાવી દે છે. જૂની આદતોને બદલવા તથા નવી આદતનોનું નિમણિ કરવા માટે મસ્તિષ્કને પ્રેરિત કરી શકાય છે. આ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા પ્રમાણિત થઈ રહ્યું છે. ભાવના માનવીય મસ્તિષ્કને પ્રભાવિત કરે છે. સ્નાયુ વિજ્ઞાન સંબંધી સંશોધનો વડે એ તથ્ય પણ સ્વીકૃત બન્યું છે. અનુપ્રેક્ષામાં કાયોત્સર્ગ અને ભાવના દ્વારા મસ્તિષ્કને પ્રભાવિત કરવાની પ્રક્રિયા સમાવિષ્ટ છે. ઉદાહરણ તરીકે સહિષ્ણુતાની અનુપ્રેક્ષાને પ્રસ્તુત કરી શકાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ સહિષ્ણુતાની અનુપ્રેક્ષા ૧. મહાપ્રાણ ધ્વનિ ૨. કાર્યોત્સર્ગ ૩. નીલા રંગનો શ્વાસ લો. એવો અનુભવ કરો કે શ્વાસની સાથે નીલા રંગના પરમાણું અંદર પ્રવેશ કરી રહ્યા છે. ૪. વિશુદ્ધિ કેન્દ્ર ઉપર નીલા રંગનું ધ્યાન કરો. ૫. જ્યોતિકેન્દ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને અનુપ્રેક્ષા કરો. શારીરિક સંવેદન ઋતુજનિક સંવેદન રોગજનિત સંવેદન માનસિક સંવેદન સુખ-દુઃખ અનુકૂળતા-પ્રતિકૂળતા સહિષ્ણુતાનો ભાવ પુષ્ટ થઈ રહ્યો છે. માનસિક સંતુલન દૃઢ થઈ રહ્યું છે- આવી શબ્દાવલીનું નવ વખત ઉચ્ચારણ કરો. ત્યાર બાદ તેનો નવ વખત માનસિક જપ કરો. અનુચિંતન કરો ભાવાત્મક સંવેદન વિરોધી વિચાર વિરોધી સ્વભાવ વિરોધી રુચિ આ સંવેદનો મને પ્રભાવિત કરે છે, પરંતુ તેમના પ્રભાવને ઘટાડવા છે. જો તેમનો પ્રભાવ વધશે તો શક્તિઓ ક્ષીણ થશે. હું જેટલો તેમનાથી ઓછો પ્રભાવિત થઈશ, એટલી જ મારી શક્તિઓ વધશે. તેથી સહિષ્ણુતાનો જીવનશૈલી અને સ્વાસ્થ્ય Jain Educationa International ૨ મિનિટ ૫ મિનિટ For Personal and Private Use Only ૩ મિનિટ ૩ મિનિટ Page #96 -------------------------------------------------------------------------- ________________ વિકાસ મારા જીવનની સફળતાનો મહામંત્ર છે ૧૦ મિનિટ ૬. મહાપ્રાણ ધ્વનિસહિત ધ્યાન સંપન્ન કરો. ૨ મિનિટ સ્વસ્થ જીવનશૈલીનાં પાંચ સૂત્રો ૧. સ્વસ્થ સમાજની રચના માટે સ્વસ્થ જીવનશૈલીની અનિવાર્ય અપેક્ષા છે, એવા દષ્ટિકોણનું નિધરિણ. ૨. જીવનશૈલીને બદલી શકાય છે, એવી દઢ આસ્થા અથવા દઢ નિશ્ચય. ૩. પરિવર્તનના પ્રયોગોની જાણકારી. ૪. પરિવર્તનના પ્રયોગોનો ચિરકાલીન અભ્યાસ ૫. અભ્યાસ દ્વારા જૂના સંસ્કારોના બદલે નવા સંસ્કારોનું નિમણિ. અમને પ્રસન્નતા છે કે જીવનશૈલીના સંદર્ભમાં ચિંતનની તક આપીને આયોજકોએ જગતના શુભ ભવિષ્ય તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ છે શા સ્વસ્થ સમાજa જ ' વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર ગમે તે હોય, સ્વસ્થ હોવું દરેકને માટે આવશ્યક છે. સ્વમિનું તિષ્ઠતીતિ સ્વસ્થ જે પોતે પોતાનામાં રહે છે તે સ્વસ્થ છે. સુશોભનાનિ અસ્થીનિ યસ્ય સઃ સ્વસ્થ જેનાં હાડકાં મજબૂત હોય છે તે સ્વસ્થ છે. અધ્યાત્મશાસ્ત્ર અને શરીરશાસ્ત્રની આ બે વ્યાખ્યાઓનું સમન્વિત સ્વરૂપ સ્વસ્થતાની સંક્ષિપ્ત તેમજ સારગર્ભિત વ્યાખ્યા છે. સ્વસ્થ કોણ હોય ? વ્યક્તિનું સ્વાચ્ય પાયો છે. વ્યક્તિ-વ્યક્તિના યોગ વડે સમાજ બને છે. અહીં સમાજનું સ્વાથ્ય અભિપ્રેત છે. સમાજ હોય અને તે વ્યવસ્થિત ન હોય તો તેની સંરચના થઈ શકતી નથી. સ્વસ્થ સમાજ સંરચનાની કલ્પના જેટલી સુખદ છે તેટલી તે સ્વરૂપે કામમાં આવે તો માનવલોક અત્યંત સુંદર બની શકે છે. સમાજ વ્યવસ્થામાં ઉદ્દભવતી વિકૃતિઓને જોઈને સ્વસ્થતાની વાત આકાશકુસુમવત્ બની રહી છે. આવા સંજોગોમાં આ વિષય ઉપર વિચારવું પણ આશ્ચર્યજનક લાગે છે. કેને ચિંતા છે? સ્વસ્થ સમાજસંરચના- ત્રણ સકારાદિના યોગથી બનેલો આ શબ્દ અથવા વાક્ય શબ્દ સંયોજનાની દષ્ટિએ મનને લોભાવનારો છે. પરંતુ એની ચિંતા કોને છે ? સઘળા લોકો પોતાના જીવનનિવહિમાં વ્યસ્ત-મસ્ત છે. ભારતીય પ્રજાનું ચિંતન એમ પણ અત્યંત સંકીર્ણ છે. તે જે સ્થિતિમાં જીવી રહી છે, તેમાં જ સંતુષ્ટ છે. તેના જીવનનિર્વાહમાં કોઈ અવરોધ આવતો નથી, ત્યાં સુધી દેશની સુવ્યવસ્થા કે દુર્વ્યવસ્થા વિશે કોઈને ચિંતા થતી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ આ દેશની ટપાથો ઉપર દિગી વિતાવનારા લોકોને સરકાર સામે કોઈ ફરિયાદ હોતી નથી. જ્યાં સુધી તેમને ત્યાંથી હટાવવામાં આવતા નથી. માલધારીઓ (વણઝારા)ની સમગ્ર જાતિ ક્યાંય ઘર બનાવીને રહેતી નથી. આ જાતિના લોકોનાં જન્મ, મરણ, લગ્ન, ઉત્સવ, વ્યવસાય, વિશ્રામ વગેરે તેમની ગાડીઓની આસપાસ જ થતું રહે છે. તેમને સ્થિર આવાસ આપવાની વાત કોઈ વિચારતું પણ હોય તો તેમના ગળે ઊતરતી નથી. રઝળપાટવાળી જિંદગીમાં જ તેમને સુખનો અનુભવ થાય છે. વાત ગાડીયાલુહારો, ફકીરો કે ભિખારીઓની નથીમાનસિકતાની છે. જ્યાં સુધી વ્યક્તિની માનસિકતા બદલાતી નથી ત્યાં સુધી સારી સ્થિતિ પણ તેને ખરાબ લાગે છે. આવી સ્થિતિમાં સ્વસ્થ સમાજના નિમણિની ચિંતા કોણ કરશે અને શા માટે કરશે ? આકર્ષણનાં બે બિંદુ જે લોકો સમાજમાં પોતાનાં મૂળ દઢ કરીને ઊભા છે તેમની સામે ભરણપોષણની સમસ્યા નથી, જે લોકો પતિ સુખ- સગવડો ભોગવી રહ્યા છે તે લોકો પણ સમાજનિમણની ચિંતાથી મુક્ત છે. તેમની સામે મુખ્યત્વે બે આકર્ષણ છે- કામ અને અર્થ. માનવીની કામનાઓ અને વાસનાઓનું જંગલ એટલું વિશાળ છે કે તેમાં ઘૂસ્યા પછી બહાર નીકળવાનો માર્ગ જ મળતો નથી. તે એક પ્રકારની ભૂલભુલામણી છે. તેમાં પ્રવેશ કરતી વખતે વ્યક્તિ એમ વિચારે છે કે તે અંદર ક્યાંય ખોવાશે નહીં. પરંતુ થોડેક દૂર ગયા પછી તે દિંગૂઢ બની જાય છે. ત્યાંથી નીકળવાનો બીજો રસ્તો શોધવાનું તો વધુ મુશ્કેલ છે, પણ તે પાછો મૂળ પ્રવેશદ્વાર સુધી પણ પહોંચી શકતો નથી. માનવીની પ્રવૃત્તિના કેન્દ્રમાં બીજું તત્ત્વ છે અર્થ. અર્થ જીવનની આવશ્યકતા છે. પરંતુ તેનો દરજ્જો ચરિત્ર કરતાં ઊંચો હોઈ શકે નહિ. જ્યાં અર્થ ખાતર ચરિત્ર અધમ કક્ષાએ પહોંચે છે ત્યાં વ્યક્તિ પોતાના નિર્માણની વાત પણ ભૂલી જાય છે. અર્થપ્રાપ્તિની લસ્યહીન પ્રતિસ્પધ ચારિત્રના કદને વામણું બનાવીને માનવીને પશુતા તરફ દોરી જાય છે. તેના વિવેક ઉપર પડદા પાથરે છે. આવા સંજોગોમાં સમાજને સ્વસ્થ બનાવવાની ચિંતા કોણ કરશે ? Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ બેચેની જરૂરી છે ચિંતનની કક્ષાએ ચિંતા એક વાત છે. ભીતરમાંથી નીકળેલી ચિંતા બીજી વાત છે. તેનાથી વ્યક્તિ બેચેન બની જાય છે. તેને માટે જે કાંઈ કરણીય હોય છે, તેને કર્યા વગર તે રહી શકતો નથી. સૂતાંજાગતાં, ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં તેને એ જ માત્ર દેખાય છે. શિષ્ય ગુરુની પાસે જઈને બોલ્યો, ‘ગુરુદેવ ! મને સાધનાનો માર્ગ બતાવો.' ગુરુએ કહ્યું, ‘કાલે આવજે.' બીજા દિવસે શિષ્ય ગયો. ગુરુએ તેને પછીના દિવસે આવવાની આજ્ઞા કરી. એક એક કરતાં સાત દિવસ વીતી ગયા. શિષ્યને સાધનાનો માર્ગ મળ્યો નહીં. તે થોડોક અધીર બન્યો. ગુરુ તેને પોતાની સાથે લઈને તળાવ પાસે ગયા. શિષ્યને પાણીમાં ડૂબાડીને ગુરુએ તેના માથા ઉપર હાથથી જોર કરીને તેને દબાવી રાખ્યો કે જેથી તે તેમાંથી નીકળીને બહાર ન આવી શકે. શિષ્ય તરફડવા લાગ્યો. તેને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગી. તે હવે બે ક્ષણની પણ પ્રતીક્ષા કરી શકે તેમ નહોતું. તળાવમાંથી બહાર નીકળ્યા પછી ગુરુએ શિષ્યને પૂછ્યું, ‘તળાવના પાણીની અંદર તને કેવો અનુભવ થતો હતો ?' શિષ્ય બોલ્યો, ‘ગુરુદેવ ! એ ક્ષણે મને એટલી બધી રુંધામણ થતી હતી કે બહાર નીકળવાની ભાવના સિવાય બીજો કોઈ વિકલ્પ મારે માટે રહ્યો નહોતો.’ ગુરુએ કહ્યું, “જે દિવસે સાધના માટે તને આટલી બધી બેચેનીનો અનુભવ થશે, એ જ દિવસે તને હું સાધનાનો માર્ગ બાવીશ.' સ્વસ્થ કોણ હોય છે ? જે દિવસે માનવીના મનમાં સ્વસ્થ સમાજની સંરચના માટે બેચેની જાગી જશે તે દિવસે સમાજનિર્માણનું સ્વપ્ન અધૂરું નહીં રહે. સમાજિનર્માણનો પાયો વ્યક્તિનિર્માણ છે. જ્યાં સુધી વ્યક્તિ સ્વસ્થ નહીં બને, ત્યાં સુધી તે સમાજને સ્વસ્થ થવા દેશે નહીં. સ્વસ્થ કોણ હોય છે ? આ સંદર્ભમાં એક પ્રાચીન ખ્યાલ છે નિત્યં હિતાહારવિહારસેવી, સમીક્ષ્યકારી વિષયેષ્વસક્તઃ। દાતા સમઃ સત્યપરઃ ક્ષમાવાનું, આપ્તોપસેવી સ ભવત્યરોગઃ ।। સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ સમાજ Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ જે વ્યક્તિ હંમેશાં હિતકર ભોજન કરે છે, ભ્રમણ કરે છે, વિચારપૂર્વક કામ કરે છે, ઈદ્રિયના વિષયમાં આસક્ત બનતી નથી, ઉદાર દયની હોય છે. સમભાવમાં રહે છે, સત્યનિષ્ઠ હોય છે, સહિણું રહે છે અને આપ્તપુરુષોના સાંનિધ્યથી લાભાન્વિત થાય છે તે સ્વસ્થ હોય છે. શારીરિક, માનસિક અને ભાવનાત્મક ત્રણે દષ્ટિએ સ્વસ્થ હોવું એ સ્વસ્થતાની સંપૂર્ણ ઓળખ છે. પ્રત્યેક વ્યક્તિ આ સ્વરૂપમાં સ્વાથ્યલાભ મેળવશે તો સ્વસ્થ સમાજની સંરચના આપોઆપ થવા લાગશે. ગાંધીજીનાં સ્વપ્નોનું ભારત મહાત્મા ગાંધીએ એક સ્વપ્ન જોયું હતું. સ્વતંત્ર અને સુંદર ભારતનું સ્વપ્ન. તેમણે જોયેલા ભારતના સ્વપ્નમાં કોઈ વ્યક્તિ નશાખોર નહોતી. કોઈના મનમાં છૂત-અછૂતની ભાવના નહોતી. કોઈ નિરપરાધ પ્રાણીને પજવનાર નહોતું. કોઈ કોઈને દગો કરનાર નહોતું. દેશની આઝાદીની સાથોસાથ મેં અણુવ્રતનું અભિયાન શરૂ કર્યું. અણુવ્રતની આચારસંહિતા ગાંધીના સ્વપ્નને આકાર આપનારી આચારસંહિતા છે. કાશ ! ગાંધીજી થોડોક વધુ સમય જીવ્યા હોત ! અમે તેમને મળ્યા હોત. અણુવ્રત વિશે ચર્ચા કરી હોત અને ભારતને નવા સ્વરૂપમાં ઢાળવા માટે સંયુક્ત રૂપે પ્રયાસ કર્યો હોત. અચાનક ગાંધીજીની હત્યા થઈ ગઈ. પાર્થિવ સ્વરૂપે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો આત્મા ભારતના કણ કણમાં વસેલો છે. ગાંધીના નામ ઉપર જેમને ગૌરવ છે, જેઓ ગાંધીના સ્વપ્નને સાકાર કરવા ઝંખે છે અને એક સ્વસ્થ સમાજના નિમણિમાં સહયોગી બનવા ઇચ્છે છે. તેમની જવાબદારી બને છે કે તેઓ સૌપ્રથમ પોતાને સ્વસ્થ બનાવે. સૌંદર્યની ઓળખ સ્વસ્થ અને સુંદર બનવાની આકાંક્ષાથી અનેક લોકો માત્ર શરીર તરફ ધ્યાન આપે છે. તેઓ શરીરને સજાવે છે અને તેની જ ચિકિત્સા કરાવે છે. બાહ્ય સૌદર્ય વ્યર્થ નથી હોતું, પરંતુ એ જ સર્વસ્વ પણ નથી હોતું. ચાણક્ય અને ચંદ્રગુપ્તનો એક પ્રસંગ આ સચ્ચાઈને પ્રગટ કરનારો છે. સમ્રાટ ચંદ્રગુપ્ત અને મહારાણી પોતાના અંતપુરમાં વિશ્રામ રાણીe નવું દર્શન કરાવોસમાજEB૯૮e mડા Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ કરી રહ્યાં હતાં. મહામાત્ય ચાણક્ય ખાસ કારણે ત્યાં આવ્યા. આવશ્યક વાત પૂરી થયા પછી ચંદ્રગુપ્ત બોલ્યા, “ચાણક્ય ! તમે ભારે બુદ્ધિશાળી છો. તમારી બુદ્ધિ ઉપર મને ગર્વ છે. કાશ ! તમારું શરીર પણ એટલું જ સુંદર અને સુડોળ હોત તો કેવું સારું !' ચાણક્ય કંઈક કહે, તે પહેલાં જ મહારાણીએ કહ્યું, “મહારાજ ! બાહ્ય સૌદર્ય કોઈ વિશેષ વાત નથી. આંતરિક સૌદર્યનું આગવું મહત્ત્વ છે.' ચાણક્યને બોલવાની તક આપ્યા વગર જ ચંદ્રગુપ્ત કહ્યું, “મહારાણી ! એ માટે કોઈ ઉદાહરણ આપો.' આથી ચાણક્ય બોલ્યા, “મહારાજ ! એવાં ઉદાહરણો તો અનેક હોઈ શકે છે. પરંતુ પ્રથમ આપ થોડુંક પાણી તો પી લો.' ચાણક્ય બે ગ્લાસ પાણી લઈને આવ્યા. એક ગ્લાસમાં સોનાના ઘડામાં ભરેલું પાણી હતું, બીજામાં માટીના ઘડામાં ભરેલું પાણી હતું. સમ્રાટે પહેલો. ગ્લાસ લઈ પાણી ચાખ્યું અને કહ્યું, “આ તે કંઈ પાણી છે ? તેલ જેવા ગરમ પાણીથી તરસ કેવી રીતે છીપાશે ?” ચાણક્ય બોલ્યા, “મહારાજ ! આ તો રત્નજડિત સોનાની સુરાહીનું પાણી છે. બીજા ગ્લાસનું પાણી માટીના ઘડાનું છે. આપ ચાહો તો તેને પણ પી લો.” સમ્રાટે પાણી ચાખ્યું અને આખો ગ્લાસ ખાલી કરી દીધો. જેવું મીઠું એવું જ ઠંડુ હતું એ પાણી. સમ્રાટની તરસ શાંત થઈ. તેમણે મૂક્ત કંઠે પાણીની પ્રશંસા કરી. રાણીએ કહ્યું, “મહારાજ ! માત્ર બાહ્ય સૌંદર્યથી શું થયું ? તરસ તો માટીના ઘડાના પાણી થકી છિપાઈ.” તમારા હાથ ખૂબ સુંદર છે. બાહ્ય સૌંદર્ય પ્રત્યક્ષ દેખાય છે. તેથી તેના પ્રત્યે આકર્ષણ થઈ જાય છે. આંતરિક સૌંદર્યને ઓળખનારી આંખ સૌની પાસે હોતી નથી. આ સંજોગોમાં તેનું મૂલ્યાંકન કરવાનું મુશ્કેલ બની જાય છે. જીવનમાં કેટલીક ક્ષણો એવી આવે છે કે જ્યારે વ્યક્તિની અંતર્દષ્ટિ ખૂલી જાય છે અને તે આંતરિક સૌંદર્યની ઝલક પામે છે. તે સમયે તેનું ચિંતન અને તેનો વ્યવહાર બદલાઈ જાય છે. એક કિશોર પોતાની માતાના વાંકાચૂકા હાથ જોઈને બોલ્યો, માતા, તું કેટલી સુંદર છે. તારા હાથ આવા કેવી રીતે થઈ ગયા ? આ તો બહુ જ ખરાબ લાગે છે. તેની પ્લાસ્ટિક સર્જરી કરાવી લે.” માતાએ હસીને વાત ટાળી દીધી. કિશોરે ચાર-પાંચ વખત આ વાત Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ કહ્યા કરી. માતા તેને વળતી રહી. એક દિવસ તેણે ખૂબ આગ્રહ ર્યો ત્યારે માતા બોલી. “બેટા ! તું નાનો હતો. પારણામાં સૂતો હતો. એકાએક ઘરમાં આગ લાગી. તું આગમાં ફસાઈ ગયો. હું દોડીને આવી. આગની જ્વાળાઓમાં હાથ નાખીને તેને પારણામાંથી બહાર કાઢ્યો. મારા હાથ ધઝી ગયા, પરંતુ તું બચી ગયો. મારો પુરુષાર્થ સફળ નીવડ્યો.' પોતાની માતાના મુખે તેના હાથના વાંકાચૂંકાપણા કે કઢંગાપણાની વાત સાંભળીને કિશોરની આંખો ખૂલી ગઈ. તેણે એક ઊંડી નજરથી માતાના હાથને ફરીથી જોયા. હવે ત્યાં માતાની મમતા દેખાતી હતી. કિશોરના મુખમાંથી અનાયાસ શબ્દો સરી પડ્યા, માતા ! તારા હાથ ખૂબ સુંદર છે. પ્લાસ્ટિકની સર્જરી કરવાનો વારંવાર આગ્રહ કરનાર પુત્રએ ત્યારપછી ક્યારેય એવો આગ્રહ ર્યો નહીં. કારણ કે તેનો આંતરિક સૌંદર્ય સાથે સાક્ષાત્કાર થઈ ગયો હતો. સમાજને સ્વસ્થ બનાવવા માટે તેના આંતરિક સૌંદર્યને સજાવવું જરૂરી છે. અણુવ્રતની આચારસંહિતા એક એવી સર્જરી છે કે જે માનવીના જીવનને સુંદર બનાવી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ XMIBE કરી જ શાણા ભાવોના દર્પણમાં મારી santપોતાનું પ્રતિબિંબ પાટણમાશા કેટલાક લોકો આસ્થાના સ્વરનું ગુંજન કરે છે. નવા યાત્રાપથ ઉપર પ્રસ્થાન કરે છે. અવરોધો દૂર કરીને રસ્તો બનાવે છે, સંઘર્ષો સામે હસતા હસતા ચાલે છે. ધૈર્યપૂર્વક આગળ વધે છે અને મંજિલ સુધી પહોંચી જાય છે. આવા લોકો વિધાયક ભાવોના અશ્વ ઉપર સવારી કરનારા હોય છે. કેટલાક લોકો નિરાશાની સોડ તાણીને સૂતેલા રહે છે. તેઓ અતીતમાં જીવે છે. ભવિષ્યની કલ્પનાઓ કરતા રહે છે. જે કર્યું નથી તેના માટે પસ્તાવો કરતા રહે છે. નવી આકાંક્ષાઓનાં સપ્તરંગી મેઘધનુષ રચે છે. ક્યારેક સમયની ટીકા કરે છે. ક્યારેક પરિસ્થિતિનો દોષ કાઢે છે તો ક્યારેક પોતાના ભાગ્ય ઉપર પડે છે. આવા લોકો નિષેધાત્મક ભાવોના આસન ઉપર બેસીને જિંદગીના દિવસો પૂરા કરે છે. એક માપદંડ છે આત્મનિરીક્ષણનો માનવી એક જ પ્રકારનું જીવન જીવવા માગતો નથી. એકરૂપતા વાસી મીઠાઈની જેમ બેસ્વાદ અને જૂના વસ્ત્રની જેમ કુરૂપ હોય છે. જીવનમાં વિવિધતા હોય તો જીવવાનું સહજ આકર્ષણ ટકી રહે છે. શક્ય છે, આ જ ઉદ્દેશથી વિધાયક અને નિષેધાત્મક ભાવોનું અસ્તિત્વ પેદા કરવામાં આવ્યું હોય. સત્ય એ છે કે આ બંને પ્રકારના ભાવ માનવીમાં જેટલા પ્રભાવશીલ છે તેની અપેક્ષાએ અન્ય પ્રાણીઓમાં અલ્પ પ્રમાણમાં છે. તમામ લોકોમાં પણ તેનું પ્રમાણ એકસરખું હોતું નથી. કઈ વ્યક્તિ તેનાથી કેટલી પ્રભાવિત છે તે જાણવા માટે સૌથી મોટો માપદંડ છે આત્મનિરીક્ષણનો. આ એક સુચિંતિત પ્રક્રિયા છે. તેના દ્વારા વ્યક્તિ મહોરાંની દુનિયામાંથી બહાર નીકળીને આત્મસાક્ષાત્કાર કરી શકે છે. ૩essencealese ભાવોના દર્પણમાં પોતાનું રિલિંબાવવાથી વાદળાણાવાળા પાણી Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ભાવોનો સ્વયંવર માનવીનું સમગ્ર વ્યક્તિત્વ ભાવો ઉપર નિર્ભર છે, છતાં પ્રત્યેક વ્યક્તિ એ જાણતી નથી કે તેનામાં ક્યા પ્રકારના ભાવ સક્રિય છે. જેના મનમાં એવી જિજ્ઞાસા જાગી જાય છે તેના માટે સમાધાનનો માર્ગ પણ બંધ નથી હોતો. જેન આગમોમાં અઢાર પ્રકારનાં પાપોનો ઉલ્લેખ મળે છે. હિંસ્ય, અસત્ય, ચોરી, વાસના, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પર-પરિવાદ, રતિ-અરતિ, માયામૃષા અને મિથ્યા દર્શનશલ્ય- આ અઢાર પાપ નિષેધાત્મક ભાવ છે. તેમાંના કેટલાક ભાવોનો સંબંધ સમૂહ સાથે છે. કેટલાક ભાવ વૈયક્તિક છે અને કેટલાક ભાવ એવા છે કે જે વ્યક્તિ અને સમૂહ બંને સાથે સંબંધ ધરાવે છે. ક્રોધ, માન, માયા અને લોભ આ ભાવ વૈયક્તિક અને સામુદાયિક અને બંને પ્રકારના છે. કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પર-પરિવાદ વગેરે ભાવ પર-સાપેક્ષ છે. સમૂહમાં રહેનાર વ્યક્તિ સ્વાર્થ, સુવિધા, પ્રતિષ્ઠા અથવા બદલાની ભાવનાથી પ્રેરિત થઈને આ પ્રકારના ભાવો પેદા કરે છે. કેટલીક વ્યક્તિઓ કારણવગર જ આ નિષેધાત્મક ભાવોના શિકાર બની જાય છે. તેમના વિશે એમ જ માની શકાય કે તેવા લોકો કાં તો આદતથી મજબૂર છે અથવા તો આત્મપ્રતિષ્ઠ ક્રોધ વગેરેની પ્રેરણાથી અભિભૂત છે. ઉપર જે નિષેધાત્મક ભાવોની ચર્ચા કરવામાં આવી છે તેનાથી વિપરિત ભાવોને વિધાયક ભાવ તરીકે ઓળખી શકાય છે. તેમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અસંગ્રહ, સહિષ્ણુતા, કોમળતા, સરલતા, સંતોષ, મૈત્રી, ગુણગ્રાહકતા વગેરે પ્રશસ્ત ભાવોનો સમાવેશ થાય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવોના સ્વયંવરમાં કઈ વ્યક્તિ કોને પસંદ કરે છે તે તેની પોતાની સમજ ઉપર નિર્ભર છે. સમજ કે વિવેકના પ્રકાશમાં પ્રત્યેક ભાવનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય છે. અપેક્ષા એટલી જ છે કે તેની પસંદગી કરતાં પહેલાં વ્યક્તિ પોતાની આંખોનું આવરણ ઉતારીને તેને બરાબર ઓળખી લે. પોતાના ભીતરમાં જોવું “સપિમ્બએ અપ્પગમખએણ- આત્મા દ્વારા આત્માને જોવાની વાત સીધીસાદી તો નથી, પરંતુ મહત્ત્વપૂર્ણ જરૂર છે. સામાન્ય રીતે માનવીની વૃત્તિ એવી હોય છે કે તે બીજાઓનું અવલોકન કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ બીજાઓના જે ભાવ કે વ્યવહાર તેને બરાબર નથી લાગતા તેવા જ ભાવ અને વ્યવહારમાં તે સ્વયં આવી જાય છે ત્યારે તેને કશું ભાન રહેતું નથી. શક્ય છે કે તે પોતાના વિશે એટલો બધો આશ્વસ્ત બની તો હોય કે જાણે તેનું કોઈ કામ ખોટું હોઈ જ ન શકે. આ જ એ બિંદુ છે કે જ્યાંથી પરિવર્તનની દિશા બંધ થઈ જાય છે. સ્વભાવપરિવર્તનનું સૂત્ર છે વિનિવર્તના. વિનિવર્તના એટલે નિષેધાત્મક ભાવોથી અપ્રભાવિત રહેવાનો સંકલ્પ. આ સંકલ્પની સ્વીકૃતિ સાથે જ એવો પુરુષાર્થ પ્રારંભ થઈ જાય છે કે જે પહેલેથી પ્રભાવી ભાવોને નિર્વીર્ય બનાવી શકે, તેમનાથી છૂટકારો અપાવી શકે. તેને માટે ગંભીર પર્યાલોચનની અપેક્ષા રહે છે. પોતાની ભીતરમાં અવલોકન કરનાર વ્યક્તિ જ આ બોધ પામી શકે છે કે તેનામાં કયો ભાવ અધિક સક્રિય છે. મારું રૂપ કેવું છે ? ભાવોના દર્પણને સામે મૂકીને પોતાનો ચહેરો જોવો આવશ્યક છે. ચહેરો પણ બહા૨નો નહીં, અંદ૨નો જોવાનો છે. જ્યાં સુધી તે દેખાશે નહીં ત્યાં સુધી વ્યક્તિ પોતાના સ્વરૂપથી પરિચિત થઈ શકશે નહીં. સ્વરૂપબોધ માટે તેનામાં જિજ્ઞાસા જાગવી જોઈએ. હું કેવો છું ? જિજ્ઞાસા પછી બીજી વાત છે ભૂખ. હું કંઈક બનવા ઇચ્છું છું. જ્યાં સુધી આ ભાવ જાગતો નથી ત્યાં સુધી પુરુષાર્થનું દ્વાર ખૂલતું નથી. પુરુષાર્થનો દરવાજો ખટખટાવવા માટે ચિકીર્ણ-કંઈક કરવાની ઇચ્છા હોવી આવશ્યક છે. નહીંતર વ્યક્તિ કોઈપણ દિશામાં આગળ વધી શકશે નહીં. દિશા-નિર્ધારણના અભાવે ક૨વામાં આવેલો પુરુષાર્થ સાર્થક બનતો નથી. રાજસ્થાનીમાં એક કહેવત છે, આંધો બટે જેવડી લારે પાડો ખાય.' કોઈ આંધળી વ્યક્તિ લીલા ઘાસનું દોરડું બનાવી રહી હતી. દોરડું જેમ જેમ તૈયાર થતું હતું તેમ તેમ પાછળની દિશામાં તે સરકાવતી હતી. ત્યાં ભેંસનો એક પાડો ઊભેલો હતો. જેટલી દોરી પાછળ તરફ સરકતી તેટલી પાડો ખાઈ જતો હતો. તે આંધળી વ્યક્તિનો આખા દિવસનો પરિશ્રમ પાડાના પેટમાં પહોંચી ગયો. લક્ષ્મણ નહિ પલટે લાખો નિષેધાત્મક ભાવોમાં જીવવાથી લાભ થાય કે ગેરલાભ ? ચિંતનની આ પણ એક દિશા છે. શું આ ભાવ શરીરને સ્વસ્થ રાખે ખોના દર્પનનાં પોતાનું પ્રતિબિંબ ૧૦૩ Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ છે ? મનને સમાધિસ્થ રાખે છે ? વિચારોના દ્વંદ્રને સમાપ્ત કરે છે ? સમૂહની સાથે સમાયોજનની અભિવૃત્તિ જગાડે છે ? વ્યક્તિને સહિષ્ણુ બનવાનું શીખવાડે છે ? જો આ પ્રશ્નોના ઉત્તરો સકારાત્મક હોય તો બહું મોટું આશ્ચર્ય છે. કોઈ પણ માનવી નષેધાત્મક ભાવોની લાકડીના ટેકે ઊરિોહણ કરી શકતો નથી. જો એમ સ્વીકારી લેવામાં આવે કે નિષેધાત્મક ભાવો વડે ન તો સ્વાસ્થ્ય મળે છે અને ન તો સમાધિ મળે છે, પરંતુ તેની પક્કડથી મુક્ત થવું કઠિન છે. બધું જ બદલાઈ શકે છે પરંતુ માનવીના સંસ્કારોમાં પરિવર્તન લાવવાનું કામ જિટલ છે. કહેવામાં આવે છે કે બારૈ કોસાં બોલી પલટે, ફલ પલટે પાકાં જરા આયાં કેશ પલટે, લક્ષ્મણ નહિં પલટે લાખાં બાર ગાઉએ બોલી બદલાય છે. પાકી ગયેલાં ફળોનો રંગ બદલાઈ જાય છે. ઘડપણ આવતાં જ વાળનો રંગ બદલાઈ જાય છે પરંતુ માનવીનો સ્વભાવ લાખ પ્રયત્ન કરવા છતાં પણ બદલાતો નથી. આ જનશ્રૃતિને એકાંતિક રીતે સત્ય ન માનીએ તો પણ એટલું તો નિશ્ચિત છે કે સઘન પુરુષાર્થ વગર સંસ્કાર બદલાતા નથી. સંસ્કારોમાં પરિવર્તન આવી શકતું નથી આ માન્યતાનો અભિનિવેશ છે. જો આ વાત સાચી હોત તો સાધના, તપસ્યા અને પ્રયોગોની વ્યર્થતા પુરવાર થઈ જાત. પછી ન તો પ્રશિક્ષણની અપેક્ષા રહે અને ન તો પ્રયોગોની મૂલ્યવત્તા પ્રમાણિત થાય. આજેય અમારી આસ્થા એવી છે કે માનવી બદલાઈ શકે છે. અલબત્ત, તે પરિવર્તનના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ હોવો જોઈએ. આ ભૂમિકામાં તેની વિચારણાનાં બિંદુઓ નીચે મુજબ હશે : * માનવી ચક્ષુષ્માન છે કે નહીં ? * માનવી કાંઈ જુએ છે કે નહીં ? * માનવીમાં મહત્ત્વાકાંક્ષા છે કે નહીં? * * માનવીનો દૃષ્ટિકોણ સુવિધાવાદી છે કે નહીં ? માનવીનો વિશ્વાસ પરિવર્તનમાં છે કે નહીં? * માનવીનો પુરુષાર્થ પરિવર્તનની દિશામાં છે કે નહીં ? * માનવીમાં સહિષ્ણુતા છે કે નહીં ? નવું દર્શન નવો સમાજ ૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ નિષેધાત્મક ભાવોનું પરિણામ આ કેટલાક એવા પ્રશ્નો છે કે જે વ્યક્તિને પોતાની સ્થિતિ પ્રત્યે સાવધાન કરે છે. તે એ વાતનો અનુભવ કરે કે સમાજમાં એ જ વ્યક્તિ અપેક્ષિત અથવા તિરસ્કૃત બને છે, જે નિષેધાત્મક ભાવોમાં જીવે છે. જેનું આભામંડળ મલિન હોય છે, અને જે કંઈક જાણવા-બનવા તથા કરવાની સ્થિતિમાં નથી હોતો. ગંગા નદીના કિનારે બલકોષ્ઠ નામનો એક ચંડાળ રહેતો હતો. તેની પત્નીનું નામ ગૌરી હતું. તેને એક પુત્ર હતો. તેનું નામ બલ હતું. થોડોક મોટો થયા પછી તે હરિકેશ નામે પ્રસિદ્ધ થયો. એક દિવસ તે પોતાના મિત્રો સાથે રમત રમતો હતો. રમત રમતમાં તે લડવા લાગ્યો. તેને રમતની ટોળીમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવ્યો. હરિકેશ રડવા જેવો થઈને ઊભો ઊભો રમત જોવા લાગ્યો. અચાનક ત્યાંથી એક સાપ નીકળ્યો. લોકોએ તે સાપને પથ્થરો વડે મારી નાખ્યો. થોડી વાર પછી ત્યાં એક અળસિયું નીકળ્યું. તેને કોઈએ કાંઈ જ કર્યું નહીં. હરિકેશ બંને દશ્ય નિહાળ્યાં. તેના મન ઉપર ઊંડી પ્રતિક્રિયા શરૂ થઈ. તેણે વિચાર્યું કે દુઃખ અને તિરસ્કારનું કારણ પ્રાણીનો પોતાનો વ્યવહાર જ છે. હું સાપની જેમ ઝેરીલો છું તેથી મારા મિત્રોએ મારું અપમાન કર્યું. જો હું અળસિયાની જેમ નિર્વિષ હોત તો મારા મિત્રોથી છૂટો શા માટે પડ્યો હોત ? ચિંતન આગળ ચાલ્યું. તેને જાતિ-સ્મૃતિ જ્ઞાન થયું. તેણે પોતાના નિષેધાત્મક ભાવોને સમજ્યા, છોડ્યા અને સાધુ બની ગયો. જો મારું જ દિલ ફંફોસું મનોવિજ્ઞાનના મત મુજબ આત્મખ્યાપન માનવીની મૌલિક મનોવૃત્તિ છે. પ્રત્યેક વ્યક્તિની એવી આકાંક્ષા હોય છે કે તેનું વૈશિસ્ય પ્રગટ થાય. બીજા લોકો તેનું મૂલ્યાંકન કરે, પરંતુ અન્ય લોકો પ્રત્યે તેનો દષ્ટિકોણ સકારાત્મક હોતો નથી. તે તેમની વિશેષતાઓમાં પણ ખામીઓ શોધે છે. પોતાની મોટામાં મોટી ભૂલ પણ તેને નાની લાગે છે જ્યારે બીજાઓના સામાન્ય દોષ પણ તેને પહાડ જેટલા મોટા લાગે છે. આ દષ્ટિકોણનું જ અંતર છે. જે વ્યક્તિને પોતાના દોષોમાં ખૂબીઓનો ભ્રમ પેદા કરે છે. અંતર્મુખ વ્યક્તિની દષ્ટિ એટલી પારદર્શી હોય છે કે તે બહારનાં તમામ આવરણોને દૂર સારવાર કરાવવા ભાવોના દર્પણમાં પોતાનું પ્રતિબિંબ થી ૧૦૫ eટાણા Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ કરીને પોતાની દુર્બળતાઓને જોઈ લે છે. કબીરે આ જ રહસ્યનું ઉદ્ઘાટન કરતાં કહ્યું છે કે બૂરા જો દેખન મેં ચલા, બૂરા ન મિલિયા કોય । જો દિલ ખોજું આપના મુઝસે બૂરા ન કોય માનવી બીજું કશુંય જુએ કે નહીં પરંતુ એટલું તો અવશ્ય વિચારે જ કે આનંદમય જીવન કેવી રીતે જીવી શકાય છે. આનંદનો સ્રોત બહાર ક્યાંય નથી. પોતાની જ ભીતરમાં જે સ્રોત છે તેને શોધવાની જરૂર છે. આ શોધમાં જાતે જ ખપી જવાનું હોય છે. જિન ખોજા તિન પાઈયા'નો સિદ્ધાંત અનુભવની વાણી છે. ભગવાન મહાવીરે કહ્યું, પત્તેયં સાયં, પત્તેયં વેયણા.' સુખ-દુઃખ પોત-પોતાનાં હોય છે. કોઈ-કોઈને ન તો સુખી બનાવી શકે છે અને ન તો દુઃખી બનાવી શકે છે. બીજા લોકો તો માત્ર ટેકો (લાકડાની ઘોડી) બની શકે છે. તેમનો સહારો એને જ મળશે કે જે તેનો સ્વીકાર કરશે. અન્યથા લાકડાની ઘોડી તો જડ હોય છે. તે કોઈને પરાણે ચાલવાની પ્રેરણા આપતી નથી. બીજાઓ દ્વારા સુખ-દુઃખનાં નિમિત્તો ઉપસ્થિત કરી શકાય છે, પરંતુ સંવેદન તો ત્યારે જ થશે કે જ્યારે વ્યક્તિ તે નિમિત્તોનો સ્વીકાર કરશે. વર્કશોપ ભાવોની દુનિયામાં માનવી સારું કે ખરાબ જે કાંઈ કરે છે તે તેના અંતર્ભાવોનું પરિણામ છે. જેવા ભાવ તેવી અભિવ્યક્તિ એ તથ્ય છે. તેના આધારે પ્રશ્ન ઉદ્ભવે છે કે માનવી પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે તો પછી તે અવાંચ્છનીય પ્રવૃત્તિ શા માટે કરે છે ? તેની પ્રત્યેક પ્રવૃત્તિનું પરિણામ તેણે જ ભોગવવું પડે છે. તો પછી તે ખોટી પ્રવૃત્તિઓના પ્રેરકભાવોને કેમ છોડતો નથી ? ખોટા સંસ્કારોને બદલવામાં ન આવે તો જીવનનું સુખ છિનવાઈ જાય છે. આ જ્ઞાન હોવા છતાં તે પરિવર્તનની યાત્રા કેમ શરૂ કરતો નથી ? બદલવાથી શો ફાયદો ? અને ન બદલવાથી શું નુકસાન છે ? લાભ-નુકસાનના ગણિતને સમજ્યા છતાં વ્યક્તિ કેમ બદલાતી નથી ? પરિવર્તનની પ્રક્રિયા જટિલ હોઈ શકે છે, પરંતુ તે અશક્ય તો નથી જ. જે વ્યક્તિ બદલવા ઇચ્છે છે, તેને માટે પંચસૂત્રી એક કાર્યક્રમ નિર્ધારીત છે. તેની ક્રિયાન્વિતી માટે એક વર્કશોપ આવશ્યક છે. તે વર્કશોપ કોઈ સભાગૃહમાં નહીં હોય. તેને માટે ભાવોની દુનિયામાં નવું દર્શન નવો સમાજ Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ કરવાનો રહેશે. તેનાં પાંચ અંગ છેફેઈથ. આસ્થા હોય આશા કોન્ફીડન્સ - આત્મવિશ્વાસ વિલપાવર ઈચ્છાશક્તિ ઓટોસજેશન - અનુપ્રેક્ષા અભ્યાસ સૌથી પ્રથમ માનવીના મનમાં એવી આસ્થા પ્રગટવી જોઈએ કે સંસ્કારોમાં પરિવર્તન આવી શકે છે. બીજી તરફ આશાનો દીવો પ્રજ્વલિત હોવો જોઈએ કે પરિવર્તન થશે જ. ત્રીજી વાત એનો આત્મવિશ્વાસ એટલો પ્રગાઢ હોવો જોઈએ કે તે પરિવર્તન કરીને જ રહેશે. ચોથો મુદ્દો વિશ્વાસને અનુરૂપ ઈચ્છાશક્તિ અથવા સંકલ્પશક્તિની પુષ્ટિ ઉપર જઈને અટકે છે. પાંચમું બિંદુ છે અભ્યાસ. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી નિરંતર અભ્યાસ કરવો જોઈએ. અનુપ્રેક્ષાના પ્રયોગ વડે ભાવોને બદલવા જોઈએ. ભાવપરિવર્તન જ વ્યવહારમાં પરિવર્તનનો પાયો છે. આ પાયા ઉપર ઊભી રહેનાર વ્યક્તિ જ પરિવર્તનના ચમત્કારને નિહાળી શકે છે. માનવીનું જીવન બહુરંગી છે. જિંદગીના બદલાતા રંગોથી પરિચિત થવા માટે ભાવજગતથી પરિચિત થવું પડશે. જીવનના રંગ પ્રશસ્ત બને, આકર્ષક બને, સર્જનાત્મક બને અને પોતાની ઉજ્વળતા દ્વારા અંધારાને દૂર કરનાર બને. એવી અભીપ્સા પ્રત્યેક વ્યક્તિમાં હોય છે. પરંતુ અભીપ્સા કોઈ જાદુઈ લાકડી નથી, જેને ફેરવીને ચપટી વગાડતાં જ બધું પ્રાપ્ત કરી શકાય. વાસ્તવિકતાની ધરતી કાંટાળી હોઈ શકે છે, પરંતુ ભાવોનાં ગુલાબ ખીલાવવાની વિરતા પણ તેમાં જ છે. કાશ ! માનવી પોતાના જીવનના યથાર્થને સમજે અને નિષેધાત્મક ભાવોની પક્કડથી પોતાને મુક્ત કરી શકે. ભાવોના દર્પણમાં પોતાનું પ્રતિબિંબ ૧૦૭ eleme Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિત્વવિકાસના ament પ્રત્યેક વ્યક્તિનું પોતાનું આગવું વ્યક્તિત્વ હોય છે. તેનાં બે રૂપ હોય છે- સહજ અને નિર્મિત. કેટલીક વ્યક્તિ એવી હોય છે કે જે નૈસર્ગિક વ્યક્તિત્વથી સંપન્ન હોય છે. તેનાં પણ બે રૂપ છે - અંતરંગ અને બાહ્ય. બાહ્ય વ્યક્તિત્વનો સંબંધ શારીરિક સંપદા અને રહેણીકરણીના સ્તર સાથે છે. સુંદર આકૃતિ, સુગઠિત શરીર, સમુચિત કદ-કાઠું, સક્ષમ ઇન્દ્રિયો, વ્યવસ્થિત વેશભૂષા વગેરે બાહ્ય વ્યક્તિત્વનાં અંગ છે. વિનમ્રતા, ઉદારતા, સહિષ્ણુતા, ધૃતિ, કરુણા, અનુશાસન વગેરે તત્ત્વો વ્યક્તિના અંતરંગ વ્યક્તિત્વની વ્યાખ્યા વ્યક્ત કરે છે. નિમિત વ્યક્તિત્વની વ્યાખ્યા બાહ્ય વ્યક્તિત્વની અપેક્ષાએ અંતરંગ વ્યક્તિત્વ સાથે વિશેષ સંકળાયેલી છે. આ ખ્યાલ અતિપ્રાચીન છે. હમણાંના થોડાક દશકાઓમાં બાહ્ય પરિવર્તનના નિમણિ તરફ પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મોટાં શહેરોમાં બ્યુટીપાર્લરોની વધતી જતી સંખ્યા એ બતાવે છે કે આ યુગના લોકો બાહ્ય સૌંદર્ય અથવા વ્યક્તિત્વ ઉપર કેટલું બધું ધ્યાન આપે છે. પ્લાસ્ટિક સર્જરીનો પ્રયોગ પણ મુખ્ય રૂપે તો બાહ્ય વ્યક્તિત્વને શોભાવવા માટે જ કરવામાં આવતો હોય છે. એક વખત સ્કોટહોમના એક મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં એક મોટું દર્પણ લટકાવેલું હતું. તેની ઉપર કેમેરાની આંખ હતી. દિવસ દરમ્યાન અનેક સ્ત્રી-પુરુષો તે દર્પણની આગળથી પસાર થતાં હતાં. સ્ત્રીઓ ત્યાં અટકીને પોતાનું રૂપ જોતી અને વાળ સરખા કરતી. પુરુષો ટાઈની ગાંઠ સરખી કરતા અને પોતાના વ્યક્તિત્વનું પ્રમાણ મેળવતા. એક દિવસની ગણતરી પ્રમાણે દર્પણ સામે ૪૧૨ સ્ત્રીઓ અને ૭૭૯ પુરુષો અટક્યાં હતાં. સૌંદર્ય તેમજ વ્યક્તિત્વ પ્રત્યે ક Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ સભાનતાનું અધ્યયન કરવા માટે સ્વીડનના મનોવૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કર્યો હતો. બાહ્ય વ્યક્તિત્વની જેમ અંતરંગ વ્યક્તિત્વનાં ઘટકતત્ત્વોનું પણ નિર્માણ અને વિકાસ કરી શકાય છે. આ પ્રક્રિયામાં સંબંધિત વ્યક્તિ અને તેના પ્રશિક્ષકની ધ્યેયનિષ્ઠા, પુરુષાર્થ અને સતત જાગરૂકતાનો સમુચિત યોગ થવો અપેક્ષિત છે. તેના અભાવે વ્યક્તિત્વને દૃઢ ક૨ના૨ી વિશેષતાઓનો પ્રાદુર્ભાવ થઈ શકતો નથી. ગ્રંથિતંત્ર અને નાડીતંત્રની સ્વસ્થતાનો પણ વ્યક્તિત્વનિર્માણના કાર્યમાં પૂર્ણ સહયોગ રહે છે. સંવેગોનું અસંતુલન વ્યક્તિત્વને બગાડે છે. નિર્માણ અને વિધ્વંસ આ બંને વિરોધી શબ્દો છે. નિર્માણ જેટલું કઠિન છે એટલો જ વિધ્વંસ સ૨ળ છે. એક ઘડાના નિર્માણમાં કેટલો બધો શ્રમ લાગે છે ! પરંતુ એ જ ઘડો પથ્થરના એક પ્રહા૨થી ફૂટી જાય છે. વસ્ત્રના નિર્માણની પ્રક્રિયા કેટલી બધી જિટલ હોય છે ! પરંતુ એક જ ઝટકામાં તેને ફાડી શકાય છે. એક શહેર વસાવવામાં કેટલો બધો સમય અને શ્રમ વપરાય છે ! પરંતુ એક અણુબોંબનો વિસ્ફોટ તેને જોતજોતામાં નષ્ટ કરી મૂકે છે. આ જ વાત માનવીના વ્યક્તિત્વને લાગુ પડે છે. તેનો વિકાસ જેટલો ધીમી ગતિએ થાય છે એટલો જ તીવ્ર ગતિએ તેનો હ્રાસ થાય છે. 'વ્યક્તિત્વના હ્રાસનું સૌથી મોટું કારણ સંવેગોનું અસંતુલન છે. જે વ્યક્તિના સંવેગો સંતુલિત રહે છે, તેની સહિષ્ણુતાને કોઈ છિનવી શકતું નથી. તેની વિનમ્રતા અને ઉદારતા ક્યારેય ઘટતી નથી. તેની ધૃતિ, કરુણા, અનુશાસનપ્રિયતા વગેરે વિશેષતાઓ ક્યારેય ક્ષીણ થતી નથી. ભગવાન મહાવીરનું ઉદાહરણ આપણી પાસે છે. સાધનાકાળ દરમ્યાન તેમણે કેવાં કેવાં કષ્ટ સહન કર્યાં. તે કષ્ટોની કથા સાંભળવા માત્રથી મન ધ્રૂજી ઊઠે છે. આચાર્ય ભિક્ષુની જીવનગાથામાં પણ ઓછો રોમાંચ નથી. અપશબ્દો, મારપીટ વગેરે તમામ પ્રસંગોમાં તેઓ અવિચળ રહ્યા હતા. તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા કરવામાં આવી નહોતી. કારણ કે તેમના સંવેગો સંતુલિત હતા. સંવેગોના અસંતુલનનું મૂળ કારણ છે મોહ. મોહકર્મ જેટલું સઘન હોય છે, એટલું સંવેગોનું સંતુલન બગડે છે, તેનો અંતરંગ વ્યક્તિત્વ ઉપ૨ પ્રભાવ પડે છે. માનવી ઉર્દૂડ અને અસહિષ્ણુ બની વ્યક્તિત્વવિકાસના ઘટકો ૩૦૯.c Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ જાય છે. તેનો સ્વભાવ ચિડિયો બની જાય છે. તે વાતેવાતે અધીર થઈ ઊઠે છે. આવી સ્થિતિથી બચવા માટે મોહકમને હળવું કરવું અનિવાર્ય છે. વ્યક્તિત્વનિર્માણની સાધના વ્યક્તિત્વના નિમણિની પ્રક્રિયા ઢગલા ઢીંગલીના નિર્માણની પ્રક્રિયા નથી. વ્યક્તિત્વને મનમાન્યું રૂપ આપી શકાય, તે માટે બહુ ભારે તપસ્યાની અપેક્ષા રહે છે. તપસ્યા વગર કોઈ પણ મહત્ત્વપૂર્ણ કાર્ય સફળ થઈ શકતું નથી. ધાર્મિક અને આધ્યાત્મિક અનુષ્ઠાનોની સફળતા જ તપસ્યા ઉપર નિર્ભર હોય એવી વાત નથી. કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટતા પ્રાપ્ત કરવા માટે તપસ્યાની સહાય લેવી પડશે. એક વિદ્યાર્થી ભણે છે. વિદ્યાની વિશિષ્ટ શાખાઓમાં દક્ષતા પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીએ તપસ્વી જીવન જીવવું પડે છે. સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવું અથવા ડિગ્રી માટે પ્રમાણપત્ર પ્રાપ્ત કરવું એ કોઈ મોટી વાત નથી. ગંભીર જ્ઞાન અર્જિત કરવાની યોગ્યતાના સંદર્ભમાં જેન આગમ ઉત્તરાધ્યનમાં કહેવામાં આવ્યું છે કે વસે ગુરુકુલેનિર્ચ, જોગવ ઉવહાણવી પિયંકરે પિયંવાઈ, સેસિલ્બલદ્ધ મપરિહઈ. જે વ્યક્તિ ગુરુકુળમાં રહે છે, સમાધિમાં રહે છે- મન, વચન અને કાયયોગને સાધી લે છે, તપસ્યા કરે છે, સૌને પ્રિય હોય તેવું કરે છે, અને સૌની સાથે પ્રિય ભાષામાં વાત કરે છે તે શિક્ષણ મેળવવાની અધિકારી છે. કલાકા૨ કલાસાધના કરે છે. તેમાં કેટલા બધા એકાગ્ર થવું પડે છે ! એકાગ્રતા વગર કોઈ કલા સિદ્ધ થઈ શકતી નથી. નૃત્ય કલા હોય કે સંગીત કલા, ચિત્ર કલા હોય કે લિપ કલા, તપસ્યા કરનાર જ કલામાં નિષ્ણાત બને છે. કલા પણ વ્યક્તિત્વનું એક અંગ છે. જીવનના પ્રત્યેક વ્યવહારમાં કલાનો પ્રવેશ થાય તો સહજ રૂપે વ્યક્તિત્વ નિખરી શકે છે. ખેડૂત, મજૂર, વ્યાપારી, વૈજ્ઞાનિક વગેરેની સફળતાની પાછળ તેની તપસ્યાનો જ હાથ રહેલો હોય છે. ઠંડી- ગરમી સહન કરવી, બળબળતા તડકામાં કામ કરવું, રાતદિવસ ઉદ્યમ કરવો, ભૂખ-તરસ વેઠવાં, આ બધું એક રીતે તપસ્યા નથી તો બીજું શું છે? તેમની સામે Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ આત્મવિકાસનું લક્ષ્ય નથી. ઊંચા લક્ષ્યના અભાવે તેમની તપસ્યા મોક્ષની સાધક ભલેને ન હોય, પરંતુ પોતાના ક્ષેત્રમાં કુશળતા દ્વારા થતી પ્રગતિને કોણ રોકી શકે છે? - જરૂરી છે સમન્વિત વિકાસ આજકાલ વ્યક્તિત્વવિકાસ માટે જાતજાતના કોર્સ કરવામાં આવે છે. મહાનગરોમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે ખાસ વર્ગો ચાલે છે. તે યુવક યુવતીઓને આકર્ષિત કરનારી બાબત છે. પરંતુ મોટે ભાગે જોવા એવું મળે છે કે તે બાબત પણ બહિર્લક્ષી વધુ છે, આત્મલક્ષી ઓછી છે. અંતરંગ અને બહિરંગ વ્યક્તિત્વ સાથે સાથે વિકસિત થાય તો સત્ય, શિવ અને સૌંદર્યની સમન્વિતી થઈ જાય છે. અન્યથા એકાંગી વ્યક્તિત્વનો વિકાસ અધૂરાપણાનો ત્રાસ આપતો રહે છે. સત્ય સ્વયં સુંદર હોય છે. પરંતુ તેને પણ યોગ્ય પરિધાનની અપેક્ષા રહે છે. નગ્ન સત્ય વ્યવહારના મંચ ઉપર શોભનીય બનતું નથી. શિવ એટલે કલ્યાણ. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર માટે કલ્યાણકારી યોજનાઓ સાંભળવા અને જોવામાં ભારે આકર્ષક લાગે છે. પરંતુ તેમની સાથે સત્ય અને સૌંદર્યનો યોગ ન થાય તો તે થોડાક જ સમયમાં પોતાની વ્યર્થતા પ્રમાણિત કરી દે છે. સૌંદર્ય માનવીના મનને બાંધનારું તત્ત્વ છે. પ્રકૃતિ હોય કે પુરુષ તેમાં સૌંદર્યનો જેટલો અધિક નિખાર હોય છે, તે એટલો જ પ્રભાવિત કરે છે. પરંતુ સત્ય અને શિવ વિનાનું સૌંદર્ય માત્ર આંખો માટે સુખદ બની શકે છે. જીવન માટે તેનો કોઈ ઉપયોગ રહેતો નથી. ભાવશુદ્ધીકરણ અને ધ્યાન વ્યક્તિત્વ વિકાસના અનેક ઉપક્રમોનું પોતાનું સ્થાન હોય છે. તેમાં એક વિશિષ્ટ ઉપક્રમ ભાવોના શુદ્ધીકરણનો છે. ક્રોધ, અભિમાન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરે નિષેધાત્મક ભાવ વ્યક્તિત્વને વિવાદાસ્પદ બનાવે છે. ક્ષમા, મૃદુતા, સરળતા, અનાસક્તિ, તટસ્થતા વગેરે વિધાયક ભાવ વ્યક્તિત્વને પ્રભાવી બનાવે છે. હું એવી અનેક વ્યક્તિઓને જાણું છું જેમનું કોઈ વિશિષ્ટ કતૃત્વ ન હોવા છતાં તેઓ અત્યંત લોકપ્રિય બની ગઈ હોય. ભૂતકાળમાં તેમનો વિરોધ કરનાર લોકો તેમના પક્ષમાં જોડાઈ ગયા હોય. તેનું કારણ તેમના ભાવોનું શુદ્ધીકરણ હતું. અભ્યાસ દ્વારા કોઈ પણ વ્યક્તિ ભાવશુદ્ધીકરણની દિશામાં આગળ વધી શકે છે. રહe seaઝરાટક્કર મહામક્તિત્વવિકાસના ઘટકો વિરક Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિત્વનું નિમણિ કે વિકાસ કેવી રીતે થશે ? એવું સંશયાત્મક ચિંતન અને વચન આસ્થાને ખંડિત કરે છે. અખંડ આસ્થા સહિત પ્રાણાતિપાત વગેરે અઢાર નિષેધાત્મક ભાવોથી બચવાનો સંકલ્પ વ્યક્તિત્વના નિર્માણની દિશામાં સાચું પ્રસ્થાન છે. અનેક વખત એવું જોવા મળે છે કે વ્યક્તિ પોતાની દુર્બળતાથી, ભયથી, મરે છે. તેને મારનાર બીજી કોઈ વ્યક્તિ નથી હોતી. એક વ્યક્તિ દોડી રહી હતી. તેની પાછળ એક કૂતરો દોડવા લાગ્યો. વ્યક્તિ ગભરાઈ ગઈ. તે ઝડપથી દોડવા લાગી. કૂતરાની ગતિમાં પણ ઝડપ આવી. દોડનાર વ્યક્તિએ એમ સમજી લીધું કે આજે આ કૂતરો મને જરૂર કરાશે. તેનાથી બચવા માટે તેણે દોડ સ્પર્ધાની જેમ દોડવાનું શરૂ કર્યું. આગળ વ્યક્તિ અને પાછળ કુતરો. રેસ ચાલી રહી હતી. તે દરમ્યાન અવાજ સંભળાયો થોભી જાવ. તે વ્યક્તિ થોભી ગઈ. કૂતરો પણ થોભી ગયો. અને તેને સૂંઘીને ચાલ્યો ગયો. રોકનાર વ્યક્તિ અનુભવી હતી. તેણે કહ્યું, “મૂર્ખ ! કૂતરો તને કરડવા માટે દોડતો નહોતો. તારી એડ્રીનલ ગ્રંથિના રાવની ગંધ કૂતરાને ખેંચી રહી હતી. ભયજનક સંજોગોમાં એડ્રીનલનો સ્રાવ વધુ થાય છે. અહીં કોઈ બીજો માણસ છે તે જ મને મદદ કરશે. એવા આશ્વાસનથી તારો ભય ઓછો થયો. ગ્રંથિનો સ્રાવ બંધ થયો અને કૂતરો પાછો વળ્યો. “ભીતો ભૂતેહિ ધિધ્વઈ - ડરપોક વ્યક્તિને ભૂત પકડે છે. મહાવીરની આ અનુભવવાણી એક વૈજ્ઞાનિક નિષ્કર્ષની સંવાદી બની રહી છે. ભાવપરિવર્તન અથવા ભાવશુદ્ધીકરણનું એક અમોઘ સાધન છે પ્રેક્ષાધ્યાન. ધ્યાન એકાગ્રતાની નિષ્પત્તિ છે. જે વ્યક્તિનું ધ્યાન પોતાની જાતને જોવામાં એકાગ્ર હોય છે, તે પોતાને પામી લે છે. આત્મદર્શનનું આ સૂત્ર વ્યક્તિત્વના નિર્માણનું પ્રથમ સોપાન છે. ધ્યાનના વિવિધ પ્રયોગો દ્વારા વ્યક્તિત્વનું નિમણિ શક્ય છે. એવા વિશ્વાસની ભૂમિમાં પ્રેક્ષાધ્યાનનાં બીજ વાવીને વ્યક્તિત્વવિકાસનું ફળ પ્રાપ્ત કરીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ તાલાલા તનાવથી મુક્તિ વર્તમાન યુગની સમસ્યાઓમાં એક ગંભીર સમસ્યા છે તનાવ. તનાવનો સીધોસાદો અર્થ છે તાણ-ખેંચાણ. તે શારીરિક, માનસિક અને ભાવાત્મક ત્રણ કક્ષાએ થાય છે. સામર્થ્ય કરતાં વધુ પડતો શ્રમ કરવામાં આવે તો શારીરિક તનાવ પેદા થાય છે. એક હદ કરતાં વધુ વિચાર કરવાથી માનસિક તનાવ પેદા થાય છે. સંવેગોના અસંતુલનમાંથી ભાવાત્મક તનાવ પેદા થાય છે. તનાવ કોઈપણ કક્ષાનો હોય. તેનાથી વ્યક્તિ અસહજ અને અસ્વસ્થ બની જાય છે. તનાવની સ્થિતિમાં ન તો ખાવાપીવાનું ગમે છે, ન તો કામ કરવામાં મન લાગે છે કે ન તો સાચી રીતે ચિંતન થઈ શકે છે. તેથી તેને એક કષ્ટસાધ્ય બીમારી તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક અવસ્થાએ તનાવ થાય છે. તનાવ માટે અંગ્રેજીમાં ટેન્શન શબ્દનો પ્રયોગ થાય છે. પ્રાચીનકાળમાં ટેન્શન થતું હતું કે નહીં તે વિષે ચોક્કસપણે નિર્ણય કરવાનું મુશ્કેલ છે. આજના યુગમાં કોઈપણ વર્ગ અને અવસ્થાના લોકોમાં ટેન્શન જોવા મળે છે. વિદ્યાર્થીજીવન તો દરેક રીતે નિશ્ચિતતાનો સમય હોય છે, છતાં તે તનાવમુક્ત રહી શકતું નથી. નાનાં બાળકોમાં તનાવ કેમ હોય છે ? આ પ્રશ્ન વિશે વિચાર કરતાં જે સ્થિતિ સામે આવે છે તેનો સંબંધ માનસિક પ્રતિકૂળતા સાથે છે. ઉચિત-અનુચિત કોઈ પણ પ્રકારની માંગ હોય, તેની પૂર્તિ થાય તો ઠીક નહિતર તનાવની સ્થિતિ પેદા થશે. ભણવાનો સમય રમત-ગમત અને ટીવીમાં પસાર થઈ જાય છે. પરીક્ષામાં પેપર બરાબર હોતાં નથી, પરીક્ષાનું પરિણામ અપેક્ષા કરતા પ્રતિકૂળ આવે છે. વગેરે Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ સંજોગોમાં વિદ્યાર્થી તનાવ અનુભવે છે યુવાવસ્થા જીવનની સર્વાધિક કાર્યકારી અવસ્થા હોય છે. તેમાં વ્યક્તિ ખપી જાય છે, તપી જાય છે, અને કંઈક કરી શકે છે. પરંતુ પરિવારની નાનકડી અવ્યવસ્થા તેને તનાવમાં લઈ જાય છે. વ્યવસ્થામાં થોડીઘણી પણ ચડ-ઊતર થાય તો તેના માટે તે અસહ્ય બની જાય છે. શારીરિક અસ્વસ્થતાની સ્થિતિ તેને બેચેન બનાવી મૂકે છે. પરિણામે વ્યક્તિ તનાવોથી ઘેરાઈ જાય છે. તનાવથી મુક્ત થવા માટે તે જુદા જુદા નશાની શરણાગતિ લે છે. એક વખત તેને એવો અનુભવ થાય છે કે જાણે તેનું સમગ્ર ટેન્શન દૂર થઈ ગયું, પરંતુ નશાનો પ્રભાવ ક્ષીણ થતાં જ તે વધુ તનાવગ્રસ્ત બની જાય છે. જેટલો તનાવ વધુ તેટલો વધુ નશો. એક પ્રકારનું કુચક્ર ફરતું રહે છે, જે વ્યક્તિને આત્મહત્યા અથવા અવસાદના કિનારે પહોંચાડી દે છે. વૃદ્ધાવસ્થામાં વ્યક્તિ પોતાની જવાબદારીઓથી નિશ્ચિંત બની જાય છે. તેના જીવનમાં તનાવની પરિસ્થિતિ ક્યાંથી આવે ? પરંતુ વર્તમાન જીવનશૈલીમાં ઘડપણ જેટલું દયનીય બની રહ્યું છે તેટલી કદાચ અન્ય કોઈ અવસ્થા દયનીય નથી હોતી. પાશ્ચાત્ય જીવનશૈલીની તર્જ ઉ૫૨ આજનો યુવાન સ્વતંત્ર રહેવા ઇચ્છે છે. માતાપિતા પ્રત્યેનાં પોતાનાં કર્તવ્યોની વિસ્મૃતિ કરીને તે તેમને બોજરૂપ માનવા લાગ્યો છે. પોતાના જ ઘરમાં તે કાં તો મહેમાનની જેમ રહે છે અથવા તો ઉપેક્ષાના ડંખ સહન કરે છે. આ જ કારણે સમાજમાં વૃદ્ધાશ્રમો, વૃદ્ધ સેવા કેન્દ્રો, અથવા સમાધિ કેન્દ્રોની સ્થાપના કરવાનું ચિંતન પ્રબળ,બનતું જાય છે. તનાવ શા માટે થાય છે ? તનાવને એક બીમારી માની લેવાથી તેની ચિકિત્સાની વાત સમજાય છે. હોમિયોપેથિક ચિકિત્સાપદ્ધતિ લક્ષણના આધારે ચાલે છે. સાચું લક્ષણ પક્ડમાં આવી જાય તો દવાનાં બે-ચાર ટીંપાં અથવા તો એકાદ પડીકી જ રોગીને આશ્વસ્ત કરી દે છે. તનાવ પણ કારણ વગર થતો નથી. તેનાં સાચાં કારણોની તપાસ કરવાથી તેનું નિવા૨ણ શક્ય બને છે. મારે જો તેનાં કારણોની શોધ કરવાની હોય તો હું મારી પોતાની અનુભૂતિના આધારે વિશેષ જાણકારી આપી શકું તેમ નથી. બાળપણમાં મેં ક્યારેય તનાવનું નામ પણ સાંભળ્યું નવું દર્શન નવો સમાજ Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ નહોતું. નવમા દશકની ઉંમર સુધી પણ હું તનાવ વિશે ખૂબ ઓછું જાણું છું. તેને મારી સાધના સમજું, પ્રકૃતિનું વરદાન માનું કે પછી ગુરુઓની કૃપા કહ્યું- વાસ્તવિકતા તો એટલી જ છે કે હું તનાવને ઓળખતો નથી. એક ધર્મસંઘની જવાબદારી સંભાળતી વખતે મારી સામે વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ આવે છે. પરિસ્થિતિની વિકટતા એક વખત મને વિચલિત કરી શકે છે, પરંતુ હું તરત સાવધાન બની જાઉં છું. આ જ કારણે હું દરેક વખતે માનસિક દષ્ટિથી સ્વસ્થ અને સંતુલિત રહું છું. આ સંદર્ભમાં પોતાના અનુભવોનો ઉપયોગ કરીને હું કહી શકું છું કે તનાવ એને જ થાય છે જેને પોતાના ઉપર અનુશાસન નથી હોતું. તનાવ એમને જ સતાવે છે જેમનો પોતાની વૃત્તિઓ ઉપર કાબૂ નથી હોતો. તનાવની સમસ્યા માત્ર એવા લોકોને જ પજવે છે જેઓ સ્વતંત્ર નથી, યંત્ર છે. તેમના યાંત્રિક જીવનની ઓળખ છે બીજાઓનાં મૂલ્યાંકનો ઉપર પોતાનું માપન. કોઈકના કહેવા માત્રથી પોતાના કાર્યને સારું કે ખરાબ માનનાર વ્યક્તિ ક્યારેય તટસ્થ ચિંતન કરી શકતી નથી. હું પોતે ગ્રેમાલી છું. કેટલીક વ્યક્તિઓ બીમારીની અવસ્થામાં તનાવ વેઠે છે. તેમની સામે વ્યવસાય, સભા-સંસ્થાનું કામ, સામાજિક તેમજ પારિવારિક જવાબદારીઓ વગેરેનો ભાર ઊભો થઈ જાય છે. શારીરિક દુર્બળતાને કારણે તે ભારને ઉઠાવી શકાતો નથી. પરિણામે માનસિક દષ્ટિએ તે તૂટવા લાગે છે. કેટલાક લોકો કેન્સર વગેરે અસાદ્ય રોગોના આક્રમણથી થાકીને નિરાશ થઈ જાય છે. એવી સ્થિતિ તેમને તનાવ અથવા ડિપ્રેશનમાં લઈ જાય છે. પોતાનું રક્ષણ અથવા પોતાની સ્વસ્થતા માટે તેઓ જે ચિકિત્સક પાસે જાય છે, તે પોતે જ તનાવથી છલોછલ હોય છે. એક રોગી વ્યક્તિ બીજા રોગીની ચિકિત્સા કેવી રીતે કરી શકે? તનાવના સંદર્ભમાં ગંભીરતાપૂર્વક વિચાર કરીએ તો જણાય છે કે ચિકિત્સક પાસે તેની પોતાની કોઈ દવા નથી હોતી. તનાવની જો કોઈ ચોક્કસ, અમોઘ દવા હોય તો તે છે મેડિટેશન-ધ્યાન. ધ્યાનનો અભ્યાસ કરીને અનેક વ્યક્તિઓએ તનાવથી મુક્તિ મેળવી છે. આજે કડકડતનાવથી મુક્તિ શક્ય છે પse peese s Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પણ કોઈ વ્યક્તિ તનાવમુક્તિ મેળવવા ઈચ્છે તો તેણે ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ બ્રિટનના પ્રસિદ્ધ હાસ્ય અભિનેતા પ્રેમાલ્હી એક વખત એક ડોક્ટર પાસે ગયા. તેને અવસાદની બીમારી હતી. ડોક્ટરે પ્રાથમિક તપાસ અને પૂછપરછ દરમ્યાન જાણ્યું કે તેનો દર્દી શરીરથી નહીં પરંતુ મનથી બીમાર છે. તેના ઉપચાર માટે તેને દવાની નહીં પરંતુ ખુલ્લા વાતાવરણની જરૂર છે. કંઈક વિચારીને ડોક્ટરે કહ્યું, “જો તમે સ્વસ્થ થવા ઈચ્છતા હો તો પ્રેમાલ્હી પાસે પહોંચી જાવ. એક અઠવાડિયા સુધી તેની સાથે રહેવાથી તમે સ્વસ્થ બની જશો.' વાત સાંભળીને પ્રેમાલ્હી ખડખડાટ હસી પડ્યો. ડોક્ટરે તેને હસવાનું કારણ પૂછ્યું તો એણે કહ્યું ડોક્ટર સાહેબ, હું પોતે જ પ્રેમાડી છું. હું જેની પાસે જઈને રહું?' નાનો ઉપર ગાય છે. તનાવમુક્તિનો એક સીધોસાદો ઉપાય છે- ભેદવિજ્ઞાન. આત્મા અને શરીરની ભિન્નતાનો બોજ તથા અનુભવ જે વ્યક્તિને થઈ જાય તે ક્યારેય તનાવમાં રહેતી નથી. તેને માટે “આત્મા અન્યઃ પુદ્ગલથ્ય અન્યઆ વાક્યનું આલંબન લઈને ઊંડી અનુપ્રેક્ષામાં જવાની જરૂર છે. જ્ઞાનપ્રાપ્તિનો વિશિષ્ટ ક્ષયોપશમ ન થવાથી માણ-તુષની ભિન્નતાનું ચિંતન કરનાર મુનિ ગુણસ્થાનોની શ્રેણી ઉપર આરોહણ કરતાં કરતાં કેવળજ્ઞાનના શિખર સુધી પહોંચી જાય છે, તો પછી તે તનાવથી મુક્ત કેમ નથી થઈ શકતો ? આત્મા અને શરીરની ભિન્નતાનું અનુચિંતન કરવા માટે નિમ્નલિખિત દુહાની અનુપ્રેક્ષા ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. આત્મા બિનશરીર બિનહૈ, એક નહીં સંજોના હેમિલ્ટીસેમિફાજુલા, પર આખિર સોના સોના જે વ્યક્તિ ખાંડ ખાય છે તેને મીઠાશનો અનુભવ થાય છે. ધ્યાન-અનુપ્રેક્ષા વગેરે પ્રયોગોમાં ન જનાર વ્યક્તિ પ્રશ્ન પૂછે છે, “શું એ સાચું છે કે તનાવથી છૂટકારો મેળવી શકાય છે ?' હું તેમને કેવી રીતે પ્રતીતિ કરીવી શકું ? માષ-તુષની ભિન્નતાના ચિંતન માત્રથી શ્રેણીનું આરોહણ થઈ શકે છે. આ વાત તેમને કેવી રીતે સમજાવું ? હું તો માત્ર એટલું જ કહી શકું કે આજના યુગમાં કાંઈ જ અશક્ય નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ નિરાશાના નિસાસા છાંટવાથી શો લાભ ? અમે સૌ ત્યારે બાળકો હતા. અમારી ઉંમર પાંચ-સાત વર્ષની હશે. અમે સાંભળ્યું કે માનવી ચંદ્રમા ઉપર પહોંચી જશે, ત્યાં નગર વસાવશે અને ત્યાં જ રહેશે. તે વખતે અમે વિજ્ઞાનનો કક્કો પણ જાણતા નહોતા, પરંતુ આ વાત ઉપર અમે વૈજ્ઞાનિકોની ઠેકડી ઉડાડી. અમને તેમની વાતો ગપ્પાથી વિશેષ કાંઈ જ ન લાગી. અમારા દ્વારા ઠેકડી ઉડાડવાથી શું થતું ? વૈજ્ઞાનિકો પોતાના પ્રયોગો કરતા રહ્યા, આગળ વધતા રહ્યા અને એક દિવસ તેઓ ચંદ્રમા ઉપર પહોંચી ગયા. જે કામ સૌની સામે થયું હોય તેનો અસ્વીકાર શી રીતે થઈ શકે ? આવા સંજોગો જોઈને મનને એમ લાગે છે કે આજે જે અસંભવિત લાગે છે તે આવતી કાલે સંભવિત બની શકે છે. જ્યારે માણસ નવું સંશોધન કરી શકે છે. અંતરિક્ષ યાનમાં યાત્રા કરી શકે છે. સમગ્ર બ્રહ્માંડમાં વિચરી શકે છે, ચંદ્રમા વગેરે ગ્રહો નક્ષત્રો ઉપર ઊતરી શકે છે. ત્યાંની સ્થિતિનું અધ્યયન કરી શકે છે. ત્યારે તે શું ન કરી શકે ? કોઈક કામ મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ તે કામ કર્યા પછી શું મુશ્કેલ અને શું સરળ ? કામ કર્યા પહેલાં માનવી કોઈપણ કામને મુશ્કેલ સમજીને બેસી જાય તો તે કંઈ જ કામ નહીં કરી શકે. મારે મારું કામ કરવું જ છે એવા દૃઢ નિશ્ચિય સાથે કાર્યનો આરંભ કરી દેવામાં આવે તો પછી કશું જ મુશ્કેલ રહેતું નથી. એમ કહેવામાં આવે છે કે આજે કોઈને કેવળજ્ઞાન થઈ શકતું નથી, મનઃપર્યવજ્ઞાન થઈ શકતું નથી. પૂર્વોનું જ્ઞાન થઈ શક્યું નથી. ક્ષપકશ્રેણી પામી શકાતી નથી. શા માટે ? મારા મત મુજબ આમ માની લેવું એ જ સૌથી મોટી દુર્બળતા છે. વર્તમાનમાં એટલી ઉત્કૃષ્ટ સાધના કરવામાં આવે તો આ ઉપલબ્ધિઓને કોણ રોકી શકે ? પ્રત્યેક ક્ષેત્રમાં ઉત્સર્ગ-માર્ગની જેમ અપવાદ માર્ગ પણ હોય છે, તેનો લાભ ત્યારે જ મળી શકે છે કે જ્યારે નિરાશા નિસાસા છાંટવામાં આવે છે. એક સફળ પ્રયોગ હું પ્રયોગમાં વિશ્વાસ રાખું છું. મેં મારા જીવનમાં અનેક પ્રયોગો કર્યા છે. અહીં હું એક પ્રયોગની ચર્ચા કરવા ઇચ્છું છું. ઈ.સ. ૧૯૯૩માં તનાવથી મુકિતય છે..! Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ રાજલ સર ચાતુર્માસમાં મારા પગમાં સાઈટીકાનું દર્દ શરૂ થયું. ડોક્ટરે મને પૂર્ણ આરામ કરવાની સલાહ આપી. વિશ્રામનો એવો આદેશ મારા જીવનનો પ્રથમ પ્રસંગ હતો. આખો દિવસ સૂઈ રહેવાની કલ્પનાએ મને નિરાશ કરી મૂક્યો. પરંતુ હું તરત સજાગ બની ગયો. મેં વિચાર્યું કે નિરાશા વળી શાની ? ડોક્ટર કહે છે કે કોઈ ખાસ સમસ્યા નથી. માત્ર એક નસ દબાઈ છે. વિશ્રામ કરવાથી તે સંજોગો બદલાઈ જશે. આવા સમયમાં હું નિષેધાત્મક ભાવોમાં પહોંચી જાઉં તો બીજાઓને શું કહીં શકું ? મારે આ સ્થિતિનો સ્વીકાર કરવો છે, વિધાયક ભાવો સહિત સ્વીકાર કરવો છે. પોતાના ચિંતનને વિધાયક બનાવવા માટે મેં સંસ્કૃતમાં એક પદની રચના કરી આનન્દોમે રોમણિ રોક્સિ, પ્રવહતું, સતતં મન પ્રસાર વસ્થ સ્વસ્થૌડહમિતિ ચ મળે, કાયોત્સર્ગસુખશયાના મારા રોમેરોમમાં આનંદ પ્રવાહિત થાય. પ્રત્યેક પળે મારી માનસિક પ્રસન્નતા ટકી રહે. આ પૂર્ણ આરામનો સમય મારા માટે કાયોત્સર્ગની વિશેષ સાધનાનો સમય છે. કાયોત્સર્ગમાં સુખેથી શયન કરતો રહીને હું મને સ્વસ્થ અનુભવી રહ્યો છું. સ્વસ્થતાના આ અનુચિંતનમાં મારો ધર્મસંઘ પણ સહભાગી બન્યો. સ્વાથ્ય માટે કરવામાં આવેલી સંઘની મંગળકામનાઓ દ્વારા મને ખૂબ હિંમત મળી. હું સ્વસ્થ થઈ ગયો. આધ્યાત્મિક આલંબન તરફ મારી આસ્થા વિશેષ પુષ્ટ બની ગઈ. જીવનમાં આવનારી કોઈપણ પરિસ્થિતિમાં સંતુલન માટે નીચે જણાવેલ દુહો આલંબન બની શકે છે અણહોણી હસી નહીં, હસી ન્યૂ હોણી બેમતલબ બેચેન બણ, કચું ધીરજ ખોણી 1 આ દુહાની અનુપ્રેક્ષા કરવાથી મારા ચિંતનનો પ્રવાહ બદલાઈ ગયો. હું મને સ્વસ્થ અનુભવવા લાગ્યો. દષ્ટિ બદલાતાં જ ર્દય શાળા શિકારણs નવું દર્શાવોસમાજshwas Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ બદલાવાની વાત માત્ર સૈદ્ધાત્તિક વાત નથી. મનનો વિશ્વાસ બહુ મોટું કામ કરે છે. અપેક્ષા છે કે નિષ્ઠા અને સંકલ્પ સહિત પ્રત્યેક સિદ્ધાન્તને પ્રયોગમાં લાવી શકું. જે વ્યક્તિ તનાવથી છૂટકારો મેળવવા ઇચ્છતી હોય તે પોતાની જીવનશૈલી બદલે, વૃત્તિઓનો સંયમે કરે, અતીતની સ્મૃતિ અને ભવિષ્યની કલ્પનાઓની જાળથી મુક્ત રહે, અનુપ્રેક્ષા-સમવૃત્તિ, શ્વાસપેક્ષા અને કાયોત્સર્ગનો અભ્યાસ કરે, તનાવનો પંજો આપોઆપ ઢીલો પડી જશે. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પાલાલા સમયનું પ્રબંધન માનવી આ સૃષ્ટિનું સર્વોત્તમ પ્રાણી છે. તેની પાસે જ્ઞાન છે, સમજણ છે, વિચારવાની શક્તિ છે, અભિવ્યક્તિની ક્ષમતા છે અને કાર્ય- સંપાદનનું કૌશલ છે. તે પોતાના જ્ઞાન અને સમજના આધારે લક્ષ્યનું નિધરિણ કરે છે. લક્ષ્ય સુધી પહોંચવા માટે સાધનસામગ્રી એકત્ર કરવાની જવાબદારી પણ તેને માથે રહે છે. પોતાની જવાબદારીનો અનુભવ કરીને તે પુરુષાર્થ આદરે છે અને આત્મવિશ્વાસ સહિત આગળ વધે છે. ક્યારેક તે નિરવરોધ ગતિથી ચાલતો રહે છે તો ક્યારેક તેની ગતિમાં અવરોધ પણ આવે છે. ક્યારેક તે થાકને કારણે થોડોક સમય વિશ્રામ કરવા બેસે છે તો ક્યારેક થાક લાગવા છતાં તેને કોઈ રોકી શકતું નથી. સામે લક્ષ્ય છે, મનમાં ઉત્સાહ છે, ગતિમાં વિશ્વાસ છે, છતાં લક્ષ્ય સુધી પહોંચવામાં કેટલોક સમય લાગી જાય છે. ઉર્વરભૂમિ, સારું ખાતર, યોગ્ય વરસાદ, શ્રેષ્ઠ બીજ, ખુલ્લો તડકો, મુક્ત હવા અને માળીની સારસંભાળ- આ સઘળું હોવા છતાં બીજમાંથી છોડ બનવાની યાત્રા ક્ષણભરમાં થઈ જતી નથી. ચક્રવર્તીનું રત્ન પ્રાતઃકાળે પાક (બીજ) વાવે છે અને સાંજે તો લણી પણ લે છે. પરંતુ તે એક દિવ્ય ઘટના છે. તેમાં પણ ચાર પ્રહરનો સમય લાગે જ છે. સમયના અભાવમાં કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. તેથી સમયના પ્રબંધન તરફ સૌથી વધુ ધ્યાન આપવાની અપેક્ષા છે. સમય પ્રતીક્ષા કરતો નથી સમય નદીનો પ્રવાહ છે. તે ક્યારેય અટકતો નથી, સતત વહેતો રહે છે. તેને બાંધીને રાખી શકાતો નથી, તેનો ઉપયોગ કરી શકાય છે. સમય કોઈની પ્રતીક્ષા કરતો નથી. તેનો સમુચિત ઉપયોગ એ જ કરી શકે છે કે જે તેના પ્રબંધનના નિયમોને જાણે છે અને તે અનુસાર કામ કરે છે. આ જ કામ આજે માનવી માટે સૌથી અઘરું બની ગયું છે. તેને દરરોજ ચોવીસ કલાકનો સમય મળે છે. દિવસ નાનો મોટો આશારા કારખાનવું દર્શન નવો સમાજની રક્ષા Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ હોઈ શકે છે. રાત પણ નાની મોટી હોઈ શકે છે. પરંતુ બંને મળીને પૂરા ચોવીસ કલાક થાય છે. પ્રત્યેક માનવીનો દિવસ ચોવીસ કલાકનો પત્ર લખાવીને આવે છે. કેટલાક લોકોના જીવનમાં સમય બરકત લાવે છે. તેઓ જેટલાં કામ કરવા ચાહે છે એટલાં કામ કર્યા પછી પણ તેમની પાસે થોડોક સમય બરો છે. તેમને કદી એમ નથી લાગતું કે તેમની પાસે સમય નથી. કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે કે જેમની પાસે ક્યારેય કોઈ કા” માટે સમય હોતો જ નથી. તેઓ એવા લોકો છે કે જેમની પાસે પોતાને માટે પણ સમય નથી હોતો. જગતની દોડાદોડીમાં તેઓ આંખો બંધ કરીને સહભાગી બની જાય છે. તેમને એ પણ ખબર નથી પડતી કે કયા સમયે કયું કામ કરવું તેમના માટે આવશ્યક છે. આવી કક્ષાના લોકો સમયનું મૂલ્યાંકન કરી શકતા નથી. અહાવીરની ચેતવણી ભગવાન મહાવીર આ અવસર્પિણી કાળના અંતિમ ધર્મપ્રવર્તક હતા. તેઓ કોઈ સંપ્રદાયના નહીં, ધર્મના પ્રવર્તક હતા. તેઓ કોઈ રૂઢ ધર્મના નહીં, જીવંત ધર્મના પ્રવર્તક હતા. તેમણે ધર્મની આરાધનાને જેટલું મહત્ત્વ આપ્યું તેથી વિશેષ મહત્ત્વ સમયની સાધનાને આપ્યું. ઉત્તરાધ્યયનનું એક આખું અધ્યયન સમયની પરિધિમાં નિર્મિત થયું છે. ભગવાન મહાવીર પોતાના પ્રથમ શિષ્ય ગણધર ગૌતમને સંબોધિત કરી રહ્યા હતા, સમય ગોયમ્ ! મા પમાયએ !’ હે ગૌતમ તું એક ક્ષણ માટે પ્રમાદ કરીશ નહીં. ગુરુની આ એક નાનકડી શિખામણ ગૌતમના જીવનનો અણમોલ વારસો બની ગયો. પ્રશ્ન ઉદ્ભવે છે કે મહાવીરે સમયને આટલું બધું મહત્ત્વ શા માટે આપ્યું ? તેમણે ગૌતમનું નામ લઈને આ વાત શા માટે કહી ? મહાવીર આપ્તપુરષ હતા. તેમનો પ્રત્યેક શબ્દ વિશેષ અર્થ ધરાવતો હતો. ગૌતમ તેમના પ્રિય શિષ્ય હતા. મહાવીરના મનમાં પ્રિયતા-અપ્રિયતાની કોઈ ભેદ રેખા નહોતી. પરંતુ ગૌતમ એવી ભેદરેખા મિટાવી શક્યા નહોતા. તેમના મનમાં મહાવીર પ્રત્યે પ્રિયતાનો ભાવ હતો. તેમનો એ રાગાત્મક અનુબંધ તૂટે, એ દૃષ્ટિએ મહાવીરે તેમને ઉદ્બોધન કર્યું. તેમણે કહ્યું, “આ માનવજીવન અત્યંત મુશ્કેલીથી મળ્યું છે. નવ ખાઈઓ પાર કર્યા પછી આ જીવનની પ્રાપ્તિ થઈ છે. સ્થાવર જીવનિકાની પાંચ ખાઈઓ. એક એક અસંખ્ય અને સમયનું પ્રબંધન Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ અનંત સમય રહ્યા પછી પ્રાણી તે ખાઈમાંથી બહાર નીકળે છે. ત્રણ ખાઈઓ વિકલેન્દ્રિય જીવનિકાઓની છે. તેમાં પણ લાંબા સમય સુધી રહેવું પડે છે. નવમી ખાઈ તિર્યંચ પંચેન્દ્રિયની છે. આ ખાઈને પાર કર્યા પછી દુર્લભ માનવજીવન પ્રાપ્ત થાય છે. જો આ જીવનને એમ જ વેડફી દઈએ તો પશ્ચાત્તાપ સિવાય બીજું કશું જ મળશે નહીં. તેથી સમયનું મૂલ્યાંકન કરીને માનવજીવનને સાર્થક બનાવવું જરૂરી છે. સમયનું માપન મેં ઉત્તરાધ્યયન આગમ વાંચ્યું. ગૌતમને સંબોધન કરીને કહેવામાં આવેલાં અધ્યયન વાંચ્યાં. સમયના મૂલ્યને જાણ્યું અને બીજા લોકોને તે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તે દૃષ્ટિએ મેં એક ગીત લખ્યું. સૂક્ત “ખણું જાણાહિ” ન ભૂલેં, અભિનવ આયામોં કો છૂ લેં, “તુલસી” કે ઉદ્ગાર, સમય કા અંકન હો જાગે શુભ સંસ્કાર, સમય કા અંકન હો જે લોકો ક્ષણનું મહત્ત્વ જાણે છે. તેઓ પોતાના જીવનમાં નવી ક્ષિતિજો ખોલી શકે છે. હું આ વાત મારા અનુભવના આધારે કહું છું. શુભ સંસ્કાર જગાડવા માટે સમયનું માપન આવશ્યક સમજું છું. સમયનું માપન એ જ વ્યક્તિ કરી શકે છે કે જે તેનું મૂલ્ય જાણે છેસમજે છે. સમજણના અભાવે માપન કે ઉપયોગની વાત તો ઠીક, તેનો દુરુપયોગ કરી શકાય છે. બાળપણનું કામ ઘડપણમાં નહીં લૌકિક અને લોકોત્તર બંને સંદર્ભોમાં સમયનો ઉપયોગ ન કરનાર બરબાદ થાય છે અને તેનો યોગ્ય ઉપયોગ કરનાર સફળ થાય છે. આ દૃષ્ટિએ સમયનો હિસાબ કિતાબ રાખવો આવશ્યક છે. આ બોધ બાળપણમાં મળી જાય તો જીવનમાં સંભાવનાઓની નવી દિશાઓ ખૂલી શકે છે. હું ઘણી વખત વિચાર કરું છું કે બાલ્યવય અને કિશો૨વયમાં સમયનું મૂલ્ય સમજી શક્યો હોત તો આજે ન જાણે ક્યાંથી ક્યાં પહોંચી ગયો હોત ? ક્યારેક ક્યારેક મનમાં એવો પણ વિચાર આવે છે કે મારું બાળપણ ફરીથી પાછું મળે. પરંતુ તે હવે પાછું મળી શકે તેમ નથી. જો કે મેં મારા બાળપણને એમ જ વેડફ્યુ નવું દર્શન નનો સમા Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ નથી. છતાં જેટલો ઉપયોગ થવો જોઈતો હતો તેટલો થઈ શક્યો નહોતો. સમયના સંદર્ભમાં એક બીજી વાત પણ જાણવા જેવી છે અને તે એકે યોગ્ય સમયે જ કામ થઈ શકે છે. જે કામ બાળપણમાં થઈ શકે છે તે કામ ઘડપણ શી રીતે થાય ? કેટલાક લોકો કહે છે કે બાળકોને દીક્ષા ના આપવી જોઈએ. કોઈ ચોકક્સ દષ્ટિએ તેમની વાત વાજબી હોઈ શકે છે, પણ તેઓ એ વાત કેમ ભૂલી જાય છે કે બાળપણમાં જે સંસ્કાર આવી શકે છે તે પુખ્ત થયા પછી મારી શકતા નથી. રિલાણનો તિજારા મૃણ બાળપણમાં જ અધિક શક્ય છે. સદગુણોનાં જે બીજી બાછાપાણીની ફળદ્રુપ ભૂમિમાં વાવી શકાય છે તે પ્રૌઢતાની ઠોર ધરતીમાં ની રીતે વાવી શકાશે? નીરને બહાર કરીને સમયનું મૂલ્ય જે તે સમયે જ થાય છે. એક સમય એવો હોય છે કે જ્યારે વ્યક્તિ પાસે કોઈકની સાથે વાત કરવાની ફુરસદ નથી હોતી. મળનારા લોકોની લાંબી લાઈન હોય છે. અત્યંત આવશ્યકતા હોય છતાં તેમને સમય આપી શકાતો નથી. જીવનના એક પડાવ ઉપર વ્યક્તિ દ્વાર્થથી નિવૃત્ત થઈ જાય છે. તે સમયે તેની પાસે ખૂબ સમય હોય છે. પરંતુ બીજું કોઈ ત્યાં આવતું નથી. તેની પાસે બેસતું નથી કે તેની સાથે વાત કરતું નથી. આ સ્થિતિ તેને માટે અસહ્ય હોય છે. પરંતુ તેને બદલવાનો કોઈ ઉપાય હોતો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ નિસાને પોતાના જીવનની આ વિપત્તિની ચર્ચા કરતાં કહ્યું કે. જ્યારે હું રાષ્ટ્રપતિ હતો ત્યારે અનેક લોકો મને મળવા માગતા હતા. હું તેને સમય આપી શકતો નહોતો. આજે હું આખો દિવસ માત્ર બેસી રહે છે, પરંતુ કોઈ વ્યક્તિ મને મળવા માટે આવતી નથી.' આવો જ એક પ્રસંગ પ્રભુદયાળજીનો છે. તેઓ દિલ્હીમાં હતા. તેમના ઘરમાં લોકોની ભારે ભીડ જામેલી રહેતી હતી. તેઓ કોઈ ના નહોતા. સક્રિય રાજકારણમાં પણ નહોતા. છતાં તેમનો ભારે પ્રભાવ હતો. લોકો તેમની પાસે આવતા અને પોતાની સમસ્યાઓના સામાલિનામાં તેમનો સહયોગ લેતા. એક સમય એવો આવ્યો કે જ્યારે હાબલીવાલજી સ્વસ્થ થઈ ગયા. વૃદ્ધ થઈ ગયા. તેમને પક્ષાઘાત (લકવો) થાઈ ગયો. લોકોની અવરજવર બંધ થઈ ગઈ. તેમને એક્લતાનો અનુભવ થવા લાગ્યો. તેઓ એ સ્થિતિથી વ્યથિત થઈ Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ અમે દિલ્હી ગયા. ડાબડીવાલજી દર્શન કરવા માટે આવ્યા. તેઓ માનસિક દૃષ્ટિએ તૂટી રહ્યા હતા. અમે તેમને એક મંત્રનો જપ ક૨વાનો પરામર્શ આપ્યો. તેમણે મંત્રને પકડી લીધો. આખો દિવસ પંત્રનો જાપ કરે. જીવનનું ખાલીપણું ટળી ગયું. ત્યારબાદ તેઓ પ્રસન્નતાથી છલકાઈ ગયા. આ પ્રસંગોની ચર્ચાનો એક જ ઉદ્દેશ છે કે માનવીનો દૃષ્ટિકોણ બદલાય. તેની સામે જીવનભર એક જ સ્થિતિ રહે, એક જ કામ રહે, એમ વિચારવું ખોટું છે. સમયાનુસાર કાર્ય-પરિવર્તનના સિદ્ધાંતને માન્ય કરનાર વ્યક્તિ ક્યારેય નિષ્ક્રિય રહી શકતી નથી. સમયપ્રબંધનનું સૂત્ર ભારતીય લોકોની એક નબળાઈ છે સમયની અનિયમિતતા. એ જ કારણે ઉપહાસમાં કહેવામાં આવે છે ઈન્ડિયન ટાઈમ. જ્યારે પણ ભારતીય સમયના સંદર્ભમાં આ વ્યંગ્યોક્તિ સાંભળું છું ત્યારે ક્ષોભ અનુભવું છું. પાશ્ચાત્ય લોકો ‘ટાઈમ મેનેજમેન્ટ’ની બાબતમાં અત્યંત જાગરૂક છે. તેઓ સમયની પૂરી પાબંધી જાળવે છે. જ્યારે જે કામ તેમણે કરવાનું હોય છે તે જ સમયે તેઓ કરે છે. વિદેશી લોકો પ્રેક્ષાધ્યાનનું શિક્ષણ લેવા અહીં આવે છે. તેમણે જેટલા દિવસ રહેવાનું હોય છે તેટલા દિવસની પૂરી દિનચર્યા નક્કી કરી લે છે. ક્રમથી તેઓ પોતાના સમયનો પૂરોપૂરો ઉપયોગ કરી શકે છે. તેથી હું વારંવાર કહું છું કે સમયનું પ્રબંધન શીખવું હોય તો પશ્ચિમના લોકો પાસેથી શીખવું જોઈએ. આ સમયની અનિયમિતતાથી માનવીની જીવનશૈલી અવ્યવસ્થિત થઈ જાય છે. ન તો સૂવાનો સમય નિશ્ચિત કે ન તો જાગવાનો સમય નિશ્ચિત ! આવા સંજોગોમાં જાગરણ અને શયનની વચ્ચે થતાં કાર્યો વ્યવસ્થિત થઈ શકતાં નથી. કેટલાક લોકો કહે છે કે, “અમે મોડા ઊંઘીએ છીએ એટલે મોડા ઊઠીએ છીએ. અમારો દિવસ મોડો શરૂ થાય છે, પરંતુ અમે અવ્યવસ્થિત તો નથી. અમારી દૈનિકચર્યા આ જ રીતે ચાલે છે.’ આમ કહેનારા લોકો પોતાની દૃષ્ટિએ કદાચ વ્યવસ્થિત હોઈ શકે ખરા, પરંતુ બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને ક૨વાનાં કાર્યો તેઓ ક્યારે કરશે ? કેવી રીતે કરશે ? જે લોકોને પોતાના જીવન અને સ્વાસ્થ્યની થોડીક પણ ચિંતા છે, તેઓ સમય-પ્રબંધનના સૂત્રને પોતાના હાથમાં રાખે અને ધન્યતાનો અનુભવ કરે. નવું દર્શન નવો સમાજના Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ લાલાબા સમયની સાધના દોરા લાભાલાવાળા અને સ્વપ્રબંધન શાલાલ શા માનવી ચિંતનશીલ પ્રાણી છે, કર્મશીલ પ્રાણી છે. તે વિચારે છે અને પુરુષાર્થ કરે છે. તેના વિચારનું બિંદુ સ્વ પૂરતું જ નથી, પર માટે પણ હોય છે. તે શરીર વિશે વિચારે છે. વેશભૂષા વિશે વિચારે છે, મકાન વિશે વિચારે છે. ખાવાપીવા વિશે વિચારે છે. સુખસુવિધાઓ વિશે વિચારે છે અને એ જ રીતે અનેક પ્રવૃત્તિઓ વિશે પણ વિચારે છે, પરંતુ પોતાના વિશે વિચારતો નથી. આ પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ વિશે તે જેટલું ચિંતન કરે છે તેટલું પોતાને તે ચિંતનના પરિઘમાંથી બહાર રાખે છે. બીજા લોકો શું કરે છે. શું નથી કરતા અને તેમણે શું કરવું જોઈએ – એના ચિંતનનો ભાર ઊંચકીને તે ફરે છે. પરંતુ પોતે શું કરે છે- શું નથી કરતો અને પોતે શું કરવું જોઈએ -આ સંદર્ભમાં વિચારવાની તેને ફુરસદ નથી હોતી. કોઈકની પાસે સમય હોય છે પરંતુ પોતાના વિશે વિચારવાની માનસિકતા નથી હોતી. કેટલીક વ્યક્તિ પોતાના વિશે વિચારે છે પરંતુ તેની ક્રિયાન્વિતી કરી શકતી નથી. જો એમ હોત તો સ્વપ્રબંધન વિશે નવા અભિગમથી વિચાર કરવાની અપેક્ષા જ રહી ન હોત. ચાવી હાથમાં નથી માનવીમાં અનંત ક્ષમતાઓ હોય છે. આ વાત બીજી રીતે એમ પણ કહી શકાય કે તેની પાસે ક્ષમતાઓનો અખૂટ ભંડાર છે. પરંતુ તે તેનો ઉપોયગ કરી શકતો નથી. કારણ કે ભંડારની ચાવી તેના હાથમાં નથી. ક્યાંક ક્યાંક એવું પણ બને છે કે ચાવી રહી જાય છે અને ખજાનો કોઈ ચોરી જાય છે. એક કંજૂસ શેઠની પાસે કરોડોની સંપત્તિ હતી. તેણે સઘળી સંપત્તિમાંથી હીરા- માણેક ખરીદી લીધાં. તેમને એક પેટીમાં મૂકીને કરી સમયની સાધના અને સ્વપ્રબંધન તરપw::: : Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ તાળું લગાવી દીધું. તેની ચાવી તે પોતાની પાસે રાખતો હતો. તેને બાળબચ્ચાંનો પણ વિશ્વાસ નહોતો. તેથી ચાની કોઈને સોંપતો નાહ એક દિવસ રાત્રે ઘરમાં ચોર ઘસ્યા ચોરોના હાથમાં પણ સારી ગઈ. તેઓ બહાર નીકળ્યા. ત્યારે કેટલાક લોકો જાગી ગયા. તેમણે શેઠને કહ્યું “ચોર આપની પેટી લઈને ભાગી ગયા.” શીઠે કહ્યું, “ચોર મૂર્ખ છે. પેટી લઈ જઈને તે શું કરશે? ચાવી તો મારી પાસે છે. આંતરિક ક્ષમતાઓને જગાડવા માટે સત્થરુષાર્થની અપેક્ષા છે. પુરુષાર્થ કરતાં પણ કંઈક બનાવાની આ કોલસાનો ક્રમ અધિક મહત્ત્વનો છે. આગમની ભાષામાં ભવિહુ કમિતા કહેવામાં આવે છે. દશવૈકાલિક સૂત્રમાં તેનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કેઆવપકિ પિરિવારના પરિવમેવમા દયો મેલ મોટાભાગના લોકો અનુસોતમાં પ્રસ્થાન કરતા હોય છે. ભોગ માર્ગ તરફ જઈ રહ્યા છે. પરંતુ જે લોકો કંઈક બનાવા માગો છે, જેને પ્રતિસોતમાં ગતિ કરવાનું લક્ષ્ય મળ્યું છે, જે વિષયાભોગોથી વિરક્ત થઈને સંયમની આરાધના કરવા ચાહે છે તેમણે પોતાના આત્માને સ્રોતની વિરુદ્ધમાં લઈ જવો જોઈએ. સંકલ્પ રસ રાજા ભવે છે હું સાધુ બન્યો ત્યારે મારી ઉંમર અગિયાર વર્ષની હતી. હું ખાસ ભણેલો ગણેલો પણ નહોતો તેથી ખાસ કંઈ જાણતો નહોતો. પરંતુ હું એટલું અવશ્ય જાણતો હતો કે મારે ક્રાઈક બનવું છે. શું બનવું છે ? કેવી રીતે બનવું છે ? એવા પ્રશ્નોના ઊંડાણમાં જવાની જરૂર નહોતી. ગુરુદેવનાં ચરણોમાં રહીને કંઈક બનવું છે- એવા માનસિક સંકલ્પે જ મને ગુરુચરણોમાં પહોંચાડ્યો. ગુરુદેવે મને કંઈક બનાવવાનો સંકલ્પ કર્યો. તે બંને સંલ્યોના યોગ થાકી હું અહીં સુધી પહોંચ્યો છું. હું ઘણીવખત વિચારું છું કે જો હું પચી શકું છું તો બીજા લોકો કેમ નથી પહોંચી શક્તા ? ઈચ્છાશક્તિ અને સંકલ્પશક્તિ પુષ્ટ હોય તો સાધારણ દેખાતી વ્યક્તિ પણ પોતાના ગંતવ્ય સુધી પહોંચી જાય છે. અપેક્ષા છે પ્રસ્થાન પૂર્વે લક્ષ્યનિધરિણાની. મેં સાધુ બનવાનું લક્ષ્ય નક્કી કર્યું. હું સાધુ બની ગયો. તમામ લોકો આવું લક્ષ્ય બનાવી શકતા નથી. જે લોકો સાધુ નથી બની શતા તેઓ શ્રેષ્ઠ શ્રાવક બનાવનું લક્ષ્ય નક્કી કરે. શ્રાવકનાં બાર Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ વ્રતોનું પાલન કરે, જો એ પણ શક્ય ન હોય તો કેટલાંક વ્રતોની સાધના કરવી જોઈએ. આ ધાર્મિક દૃષ્ટિકોણ છે. લૌકિક દૃષ્ટિએ પણ માનવી લક્ષ્યનું નિર્ધારણ કરે છે. કોઈ વ્યક્તિ ઔદ્યોગિક ક્ષેત્રે શિખર પર પહોંચવા ચાહે છે, કોઈ શિક્ષક બનાવા ઇચ્છે છે, કોઈક મજૂર બનીને પોતાના જીવનને નવી દિશા આપવા માગે છે. બીજું કાંઈ નહીં તો એક સગૃહસ્થ બનવાનો સંકલ્પ પ્રત્યેક વ્યક્તિ માટે શક્ય છે. નાનો કે મોટો કોઈ પણ સંકલ્પ હોય, તેની સંપૂર્તિ માટે સ્વપ્રબંધન આવશ્યક છે. સ્વનિયંત્રણ આવશ્યક છે, તેના અભાવે સફ્ળતાની કલ્પના થઈ શકતી નથી. મંત્રસાધનાની પ્રથમ શરત માનવી ખૂબ કામ કરે છે. તેની પાસે કાર્યોની લાંબી યાદી રહે છે. તેમાં કેટલાંક કામ સરળ હોય છે અને કેટલાંક કામ કઠિન. સરળ કામ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. કઠિન કામ કરવામાં તકલીફ પડે છે. ક્યારેક ક્યારેક સરળ કામને પણ મુશ્કેલ માની લેવામાં આવે છે. એમાં દૃષ્ટિકોણનો તફાવત છે. ઉદાહરણ તરીકે સ્વપ્રબંધનને જ લઈ શકાય. આ કામ સૌથી વધુ સરળ હોવું જોઈતું હતું. પોતાનું પ્રબંધન, પોતાનું નિયંત્રણ કઠિન શી રીતે હોઈ શકે ? અને બીજા કોઈ ઉ૫૨ માનવીનું નિયંત્રણ ચાલે કે ન ચાલે, તે પોતાને તો પોતાની ઇચ્છાનુસાર વાળી શકે છે. પરંતુ આજે આ જ કામ સૌથી મુશ્કેલ બની ગયું છે. સિદ્ધ પુરુષની પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું, “મેં સાંભળ્યું છે કે આપની પાસે વશીકરણ મંત્ર છે. હું તે મંત્રની સાધના કરવા ઝંખું છું.' સિદ્ધ પુરુષે જિજ્ઞાસા વ્યક્ત કરી, મંત્રની સાધના કરીને તમે શું કરશો ?” સાધના-ઇચ્છુક વ્યક્તિએ કહ્યું, ‘હું સમગ્ર સંસારને વશમાં કરવા ઇચ્છું છું.' સિદ્ધ પુરુષે પૂછ્યું, ‘તમારો પરિવાર તમારા વશમાં છે ખરો ?” તેણે કહ્યું, “પરિવારના લોકો મારી વાત માનતા નથી.' સિદ્ધ પુરુષે પૂછ્યું, ‘તમારા પુત્રો અને પત્ની ઉપર તમારું અનુશાસન છે ખરું ?' તેણે ક્ષોભપૂર્વક કહ્યું, “આજના જમાનામાં અનુશાસનને વળી કોણ માને છે ?” સિદ્ધ પુરુષે અંતિમ પ્રશ્ન પૂછ્યો, પોતાની જાત ઉપર તમારું નિયંત્રણ છે ખરું ?” તેણે કહ્યું, “મારી પાસે નિયંત્રણની શક્તિ નથી તેથી હું આપની પાસે મંત્ર શીખવા આવ્યો છું.' સિદ્ધ પુરુષે કહ્યું, મારી પાસે એવો કોઈ મંત્ર નથી.' મંત્ર સમયની સાધના અને સ્વપ્રબંધન Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સાધનાનો પ્રથમ શરત છે સ્વપ્રબંધન, આત્મનિયંત્રણ. વશીકરણ મંત્ર એ જ વ્યક્તિ સિદ્ધ કરી શકે છે કે જેનું પોતાનાપણું નિયંત્રિત હોય. પોતાનો પ્રસાદ લેવાનો છે. માનવી જેટલો ભટકે છે, તે પોતાના અસંયમને કારણે ભટકે છે, પ્રમાદને કારણે ભટકે છે, અસંયમ અને પ્રમાદ ભીતરમાં છે. તે જોઈ શકાતા નથી. ભગવાન મહાવીરે આ સંદર્ભમાં માનવીને સજાગ કરતાં કહ્યું કિંમે પરો પાસઈ કિંવ અપ્પા, કિં વાહખલિયં નવિવજયામિા ઇચ્ચેવસઍઅશુપાસમાણો, અણાગયે નો પડિબંધકજા. શું મારા પ્રમાદને કોઈ બીજી વ્યક્તિ જુએ છે? અથવા પોતાની ભૂલને હું સ્વયં જોઉં છું. એવી કઈ સ્કૂલના છે જેને હું છોડતો નથી? આ રીતે સમ્યક્ આત્મનિરિક્ષણ કરનાર અનાગતનો પ્રતિબંધ ન કરે, અસંયમમાં ન બંધાય, નિંદા ન કરે. પ્રમાદની સંભાવનાનો અસ્વીકાર થઈ શકતો નથી, પરંતુ સ્વપ્રબંધનનું લક્ષ્ય હોય તો તે સંભાવનાથી જરાય ઊતરતું નથી. તે માટે માનવીએ બદલાવું પડશે. પરિવર્તનનો માર્ગ ભૂલોના શુદ્ધીકરણનો માર્ગ છે. કાં તો તમે બદલાવ કાં તો પ્રવાહમાં ભળી જાવ. બદલાવાની માનસિકતા રહેશે તો પોતાનું જીવન પોતાની મુઠ્ઠીમાં રહેશે. યુગના પ્રવાહમાં વહેતા રહેશો તો પોતાની લગામ પોતાના હાથમાંથી છૂટી જશે. એક બાદશાહ હાથી ઉપર બેઠો હતો. મહાવત હાથીને ચલાવવા જતો હતો. બાદશાહે કહ્યું, “હાથીની લગામ મારા હાથમાં સોંપો.' મહાવતે કહ્યું, “જહાંપનાહાં હાથીને લગામ હોતી નથી.’ બાદશાહ બોલ્યો, “જેની લગામ મારા હાથમાં ન હોય તેની સવારી હું નહીં કરું.’ બાદશાહ નીચે ઊતરી ગયો. જે વ્યક્તિ પોતાના જીવનની લગામ પોતાના હાથમાં નથી રાખતી તે સારું જીવન કઈ રીતે જીવી શકે ? આસ્થાસૂત્ર આત્મનિયંત્રણની વાત અમે આજે જ નથી કરી રહ્યા, વર્ષોથી કરી રહ્યા છીએ. દશકાઓથી કહી રહ્યા છીએ. પરંતુ અમારી વાત Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ સાંભળે કોણ? ડોશીના કહેવાથી ખીર કોણ બનાવે ? જ્યારે પાશ્ચાત્ય દેશોમાંથી સેલ્ફ મેનેજમેન્ટની લહર આવી તો ભારતીય લોકોનું ધ્યાન ખેંચાયું. હવે તેઓ વ્યવસાયમાં સ્વપ્રબંધનની ચર્ચા કરે છે. ચચ ગમે ત્યાંથી શરૂ થાય, આખરે તો તેને જીવનના પ્રત્યેક ક્ષેત્ર સાથે જોડવી પડશે. નહિતર ન તો સ્વાચ્ય બચશે, ન સંપત્તિ બચશે અને ન તો જીવન બચશે. આજના યુગમાં કેટલાક લોકો એવા છે કે જેઓ ઘણાં મોટાં મોટાં કામ કરે છે, પરંતુ સ્વપ્રબંધનની દૃષ્ટિએ કાંઈક જ કરતા નથી. તેઓ પોતાની નિદ્રા ગુમાવે છે, ભૂખ ગુમાવે છે અને શરીર ગુમાવી બેસે છે. તેઓ રાત-દિવસ ટેન્શનમાં જીવે છે. એવા લોકોને મારી સલાહ છે કે હજી પણ ચેતી જાવ. પોતાના સ્વાથ્યનો સોદો ન કરો. જીવનનો સોદો ન કરો. સારું જીવન જીવવા માટે તેમણે સંયમની સાધના કરવી જોઈએ. સ્વપ્રબંધન એ જ સાધનાનું એક અંગ છે. સંયમ છે તો જીવન છે, પ્રબંધન છે તો જીવન છે. આ આસ્થાસૂત્રને હાથમાં રાખવાથી જ જીવનયાત્રાની ગતિ નિરવરોધરૂપે આગળ વધી શકે છે. w ww સમયની સાધના અને સ્વપ્રબંધન સરકારશ્ના Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ન સ્વસ્થ જીવનનો પ્રથમ ઘટક : શારીરિક સ્વાશ્ય આકાશ વ્યાપક તત્ત્વ છે. વ્યાપકતાનું પોતાનું મૂલ્ય છે, પરંતુ તેની ઉપયોગિતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલું રહે છે. આકાશ જડ-ચેતન તમામ પદાથોનો આધાર છે, પરંતુ તેને બાંધ્યા વગર માનવીની આવાસ-વ્યવસ્થા બની શકતી નથી. માનવી કલ્પનાશીલ પ્રાણી છે. તેણે આકાશને બાંધીને મકાન બનાવવાની કલ્પના કરી. વાસ્તુશિલ્પનો વિકાસ આ કલ્પનાની જ ફલશ્રુતિ છે. અધ્યાત્મની દષ્ટિએ આત્મા પરમ તત્ત્વ છે. અધ્યાત્મની શોધનું એક માત્ર કેન્દ્ર આત્મા છે. આત્મા સ્વ છે. આત્મા સિવાયના જેટલા પણ પદાર્થો છે તે સઘળા પર છે. શરીર તે પૈકીનું એક અંગ છે. શરીર અને આત્મા પરસ્પર સાથે મળેલાં છે. તેમનો સંબંધ કાળનાં અનંત પડ નીચે દબાયેલો છે. તેથી અસ્તિત્વની દષ્ટિએ સર્વથા ભિન્ન હોવા છતાં ઉપયોગિતાની દષ્ટિએ શરીર અને આત્મા એકાત્મ થઈને કામ કરે છે. આવાસની સુવિધા માટે મકાનનું નિમણિ જરૂરી છે. મકાનનું આયુષ્ય વધારવા માટે તેની દેખભાળ પણ જરૂરી છે. દેખભાળ અને યોગ્ય માવજતના અભાવે મકાન ખંડેર બની જાય છે. આવાસીય દષ્ટિએ ખંડેરનો કોઈ ઉપયોગ રહેતો નથી. ક્યારેક ક્યારેક તો તે ભૂતિયું બનીને અકારણ જ ભય પેદા કરે છે. તેથી એમ કહેવામાં આવે છે કે મકાનની સારસંભાળ ન લેવામાં આવે તો તેના નિમણિનું ઔચિત્ય નથી. આત્મા શરીરમાં બંદી છે. તેને શરીરથી મુક્ત કરવા માટે શરીરને સમજવું અને સાધવું આવશ્યક છે. શરીરને સાધવું એટલે તેની ઉપેક્ષા કરવી એમ નહીં. શરીરને સ્વસ્થ રાખવા માટે તેના પ્રત્યે જાગરૂકતા જરૂરી છે. કારણ કે અસ્વસ્થ શરીર આત્મા સુધી Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ પહોંચવાનો અથવા તો આત્માને પામવાનો માર્ગ જ અવરુદ્ધ કરી દે છે. શરીરની અસ્વસ્થતા મસ્તિષ્કને કુંઠિત કરી મૂકે છે. કુંઠિત મસ્તિષ્ક વડે ન તો કોઈ ચિંતન થશે અને ન તો કોઈ સત્પરુષાર્થ. તેથી શારીરિક સ્વાચ્ય અંગે વિચારવું અને જાગરૂક રહેવું આવશ્યક છે. સંયમની સાધના જરૂરી છે. મેડિકલ સાયન્સ શારીરિક સ્વાચ્ય વિશે વ્યાપક માહિતી આપે છે. સામાન્ય માનવી તેનો પૂરો લાભ લઈ શકતો નથી. જે લોકો ચિકિત્સા-વિજ્ઞાનની ઝીણામાં ઝીણી બાબતો સમજે છે-જાણે છે, તેઓ પણ શરીર પ્રત્યે પૂર્ણ જાગરૂક રહી શકતા નથી. આવા સંજોગોમાં કેટલીક નાની-નાની વાતો ઉપર ધ્યાન આપીને શરીરને સ્વસ્થ રાખી શકાય છે. ગીતામાં કહેવામાં આવ્યું છે કે યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસી યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા યોગ એ જ વ્યક્તિનાં દુઃખોનો નાશ કરે છે, જેનો આહાર-વિહાર સંયમિત હોય છે, જેની ચેષ્ટાઓ સંયમિત હોય છે. અને જેનું શયન તથા જાગરણ પણ સંયમિત હોય છે. ભગવાન મહાવીરે આચરણના ક્ષેત્રમાં સંયમને અત્યંત મહત્ત્વ આપ્યું છે. દૈનિક વ્યવહારમાં સંયમનો પ્રયોગ કરવાનો ઉપદેશ આપતાં તેમણે કહ્યું જયં ચરે જયંચિટ્ટ, જયમાસે જયં સએ જય ભુજંતો ભાસંતો, પાવં કર્મોન બંઘઈ છે. જે સાધક સંયમપૂર્વક ચાલે છે, સંયમપૂર્વક બેસે છે, સંયમપૂર્વક સૂએ છે, સંયમપૂર્વક ભોજન કરે છે, અને સંયમપૂર્વક બોલે છે, તેને પાપકર્મનું બંધન થતું નથી. ખાણીપીણી, રહેણીકરણી, આલાપ-સંલાપ વગેરે ક્રિયાઓ સંયમપૂર્વક કરવી જોઈએ. જાગરૂકતાપૂર્વક કરવી જોઈએ. આમ કરવાથી આત્માનું મકાન-શરીર સ્વસ્થ રહે છે. નાના મોટા ઉપદ્રવોની મરામત થઈ શકે છે. મકાન ખંડેર થઈ જાય તો તેને તોડીને નવું બનાવવું પડે છે. એ જ રીતે શરીર જીર્ણ થયા પછી તેને સ્વસ્થ કરવાનું મુશ્કેલ બને છે. એ દષ્ટિએ શરી૨ અસ્વસ્થ બને જ નહીં તેની સાવધાની અનિવાર્ય છે. સ્વાશ્યના ત્રણ માર્ગ સ્વાથ્યની ચર્ચા સૌને ગમે છે. આ વિષયના અનુભવી લોકો પોતાના અનુભવોને શબ્દબદ્ધ કરે છે ત્યારે શ્રોતા અને વાચકોનો કડક સ્વસ્થ જીવનનો પ્રથમ ઘટક શારીરિક સ્વાસ્થતdeos Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ પુષ્ટ બની જાય છે. કેટલાક લોકો સ્વાથ્યની ઉપેક્ષા કરે છે, પરંતુ તેમણે એ ન ભૂલવું જોઈએ કે આનંદમય જીવનનો એક ઘટક તે પણ છે. એક પ્રસિદ્ધ કહેવત છે કે જેણે ધન ગુમાવ્યું તેણે કશું જ નથી ગુમાવ્યું, જેણે સ્વાચ્ય ગુમાવ્યું તેણે કંઈક ગુમાવ્યું છે, પરંતુ જેણે ચારિત્ર ગુમાવ્યું તેણે તો સર્વસ્વ ગુમાવ્યું છે. આ દ્વારા સ્વાથ્યનું મહત્ત્વ સમજી શકાય છે. શારીરિક સ્વાથ્યની સુરક્ષાના ત્રણ માર્ગ છે : * એવી જીવનશૈલીનું અનુસરણ કરવું કે જેથી બીમારીઓ ટાળી શકાય. * અસાવધાની કે સંયોગવશ કોઈ બીમારીનું આક્રમણ થઈ જાય તો પ્રાકૃતિક સાધનો વડે પુનઃસ્વાથ્યલાભ માટે પ્રયત્ન કરવો. * જરૂર હોય તો અનુભવી ચિકિત્સકનો સહયોગ લેવો. અમારી કલકત્તાની યાત્રા દરમિયાન અમારો એક પડાવ જસીડીમાં થયો. ત્યાં નેચરોપથીના અનુભવી ચિકિત્સક શ્રી મહાવીરપ્રસાદજી હતા. અમે તેમના પ્રાકૃતિક ચિકિત્સાકેન્દ્રમાં ઊતર્યા. ત્યાં અમને તેઓ મળ્યા અને કહ્યું, “આચાર્યશ્રી, આપના વિશે સાંભળ્યું તો ઘણું બધું હતું પરંતુ મળવાનું સૌભાગ્ય આજે જ પ્રાપ્ત થયું. અહીં અમારું ચિકિત્સાકેન્દ્ર ચાલે છે. અમે પ્રાકૃતિક વિધિઓ દ્વારા રોગીઓના ઈલાજ કરીએ છીએ. માટી-પાણીનો પ્રયોગ અને ખાણી-પીણીનો સંયમ. અમારા મત મુજબ આ ચિકિત્સા પદ્ધતિ અત્યંત ઉપયોગી છે. આપની રુચિ તેમાં છે કે નહીં ?' મહાવીરપ્રસાદજીની વાત સાંભળીને મેં કહ્યું : પ્રાકૃતિક ચિકિત્સામાં જ માત્ર નહીં, અમે તો પ્રાકૃતિક જીવનમાં પણ વિશ્વાસ ધરાવીએ છીએ. જેનો મુખ્ય તત્ત્વો છેપદયાત્રા, નિયમિત દિનચય, ધ્યાન, સ્વાધ્યાય, આસન વગેરેના પ્રયોગ, ખાણીપીણી પ્રત્યે જાગરૂકતા, ઈદ્રિયસંયમ અને માનસિક પ્રસન્નતાનો અભ્યાસ. મારી શ્રદ્ધા છે કે જો જીવનશૈલી સારી અને સાચી હોય તો અસ્વસ્થતા ભાગ્યે જ જોવા મળશે. પરંતુ આજે સ્થિતિ ઊલટી છે. ખાદ્યસામગ્રી શુદ્ધ મળતી નથી. પ્રદૂષણ સતત વધતું જાય છે. જીવનમાં દોડધામનું પ્રમાણ વિશેષ રહે છે. આ જ કારણે બીમારીઓ નવાં નવાં સ્વરૂપ ધારણ કરીને સ્વાથ્ય ઉપર આક્રમણ કરી રહી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ મહાવીરપ્રસાદજીના મનમાં અમારા વિશે કેટલીક ભ્રાંતિઓ હતી. તેઓ અમને રૂઢિવાદી સમજતા હતા. તેમનું ચિંતન એવું હતું કે નેચરોપથીમાં અમને વિશ્વાસ નથી. આખો દિવસ ત્યાં રહ્યા પછી અને તેમની સાથે વાતચીત કરવાથી તેમની બ્રાંતધારણાઓ બદલાઈ ગઈ. તેઓ સ્વાભાવિક રીતે જ બોલ્યા, “મારા મનમાં આપના પ્રત્યે અનેક ગેરસમજો હતી. આજે જે તમામનું નિરાકરણ થઈ ગયું. આપના વિચારોથી હું અત્યંત પ્રભાવિત થયો છું.’ પ્રાકૃતિક જીવન માનવી માટે વરદાનરૂપ છે. આ વાત જ્યારથી સમજાઈ ગઈ છે ત્યારથી અમે અમારી જીવનશૈલી બદલી લીધી છે. આ સંદર્ભમાં એક વખત મેં મહાપ્રજ્ઞજીને કહ્યું હતું કે, આપણે થોડાક મોડા પડ્યા છીએ. જો આરંભથી પ્રાકૃતિક જીવન જીવ્યા હોત તો શતજીવી બન્યા હોત. ખેર, જાગ્યા ત્યારથી સવાર. જ્યારથી અમને જ્ઞાન થયું ત્યારથી અમારો દૃષ્ટિકોણ બદલાયો છે. સ્વસ્થ રહેવા માટે દૃષ્ટિકોણને સમ્યફ રાખવો અત્યંત આવશ્યક છે. સ્વાથ્ય અને ભોજન માનવી શારીરિક દૃષ્ટિએ સ્વસ્થ રહેવા ઇચ્છે છે પરંતુ તેનો દષ્ટિકોણ સમ્યક નથી. તે સ્વાથ્યને નહીં જીભના સ્વાદને ઓળખે છે. તેના ભોજનમાં એવા પદાર્થો હોય છે કે જે સ્વાથ્ય માટે ઘાતક નીવડી શકે. અત્યંત ઠંડા અને અત્યંત ગરમ પદાર્થ, તળેલું-શેકેલું, ચટપટું, અત્યંત ગરીષ્ઠ તથા એકસાથે અધિક સંખ્યામાં ખાવામાં આવતા પદાર્થો શરીરને પોષણ નથી આપતા, પરંતુ તેનું શોષણ કરે છે. એક એક ટંકે સો-સો, પચાસ-પચાસ પ્રકારના પદાર્થો બનાવનારાઓ એવું કેમ નથી વિચારતા કે કોઈ પણ વ્યક્તિ આટલી બધી વાનગીઓ એક વખતમાં શું ખાઈ શકે ખરી ? જે ખાવાનું જ શક્ય ન હોય તો એવી પ્રતિસ્પર્ધ શા માટે કરવી જોઈએ? વળી તેમાં થતાં અપવ્યય તરફ પણ કોઈનું ધ્યાન જતું નથી. એક સમય એવો હતો કે જ્યારે મોટા ભોજન સમારોહમાં ખાદ્ય પદાર્થોની સંખ્યા પંચાયત દ્વારા નિયંત્રિત રહેતી હતી. કોઈ વ્યક્તિ આર્થિક દષ્ટિએ ગમેતેટલી સંપન્ન હોય, છતાં સામાજિક વ્યવસ્થાનું અતિક્રમણ કરી શકતી નહીં. પંચાયત સંસ્થાનું અસ્તિત્વ તો આજે પણ છે, પરંતુ તેનું વર્ચસ્વ ઘટી ગયું છે. સામાજિક નિયંત્રણના અભાવે વૈભવ-પ્રદર્શનની ઘેલી સ્પધ ચાલી રહી છે, જે કોઈપણ ઝક સ્વસ્થ જીવનનો પ્રથમ ઘટક શારીરિક સ્વાધ્યad૩૪ Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિએ ઉચિત નથી. કાજળની ઓરડીમાં શારીરિક સ્વાથ્ય માટે યોગાસનની પણ આગવી ઉપયોગિતા છે. તે ક્ષેત્રમાં કેટલીક સજગતા વિકસી છે. પરંતુ નિયમિતતાના અભાવે કામ પૂરું થઈ શકતું નથી. જે લોકોને શારીરિક શ્રમ કરવાનો હોતો નથી, માત્ર દિમાગનો શ્રમ કરવાનો હોય છે, તેમને માટે યૌગિક ક્રિયાઓની વિશેષ અપેક્ષા છે. પરંતુ સૂવા અને ઊઠવાના સમયમાં વિલંબ થવાના કારણે અત્યંત આવશ્યક કાર્ય છટકી જાય જે સંસારમાં આજે આપણે જીવી રહ્યા છીએ, તેમાં સ્વસ્થ રહેવું એ કાજળની ઓરડીમાં રહીને કલંક ન લગાડવા જેટલું કપરું છે. અસ્વસ્થતાનાં બે-ચાર નહીં, પરંતુ અનેક કારણો છે. ડગલે ને પગલે આવાં કારણોની જાળ પથરાયેલી છે. કૃત્રિમ ફળદ્રુપતાઓ દ્વારા અનાજની પેદાશ, ફળો તથા શાકભાજીઓ ઉપર રાસાયણિક દવાઓનો છંટકાવ, ગેસના ચૂલા ઉપર ભોજન રાંધવું, પ્રદૂષિત પાણી, પ્રદૂષિત હવા, ભોજન બનાવવાનાં અને ખાવાનાં પાત્રોમાં ધાતુઓનું પરિવર્તન વગેરે અનેક કારણો એવાં છે કે જે જાણી જોઈને પેદા કરેલાં છે. આ પ્રકારનાં કારણો હોય ત્યાં સ્વસ્થતાની અપેક્ષા એ કાજળની ઓરડીમાં રહીને નિષ્કલંક રહેવાની કલ્પના નથી તો બીજું શું છે ? આ જે પ્રકારની પરિસ્થિતિઓ અત્યારે ચાલી રહી છે, તેમાં યુગના પ્રભાવથી બચવાનું શક્ય લાગતું નથી. છતાં એક હદ સુધી બચાવ થઈ શકે છે. તે માટે માનવીએ સજગ રહેવું પડશે. કૃત્રિમ સાધનોનો વ્યામોહ ઘટાડીને પ્રકૃતિજીવી બનવાનું લક્ષ્ય બનાવવું પડશે. સુવિધાવાદને બદલે ઉપયોગિતાને અપનાવવી પડશે. ખાવાપીવાની બાબતોમાં સંયમને મહત્ત્વ આપવું પડશે. માનવીની જીભને સ્વાદ જોઈએ. સ્વાદ ઉપર વિજય મેળવ્યા વગર અસ્વસ્થતા ઉપર વિજય મેળવી શકાતો નથી. ભોજન કોની જેમ ડોક્ટરની સામે કેટલાક રોગીઓ બેઠા હતા. સ્વાથ્યની તપાસ કરીને દવાની ચિઠ્ઠી લખ્યા પછી ડોક્ટરે રોગીઓને પૂછ્યું, ‘તમે પશુની જેમ ખાવ છો કે માણસની જેમ ?” આ વાત રોગીઓને અપ્રિય Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ લાગી. એક વ્યક્તિએ કહ્યું, ‘ડોક્ટરસાહેબ ! આપ આવી વાત કરીને અમારું અપમાન કરી રહ્યા છો. શું અમે એટલા બધા મૂર્ખ છીએ કે પશુઓની માફક ભોજન કરીએ ?' આ જવાબ સાંભળીને ડોક્ટર હસી પડ્યા. બોલ્યા, “મહાશય ! તમારે સ્વસ્થ થવું હોય અને સ્વસ્થ રહેવું હોય તો પશુની માફક ભોજન કરવું જ પડશે. તમે મનુષ્યને ખાતાં જોયો છે, અને પશુને પણ ખાતાં જોયું છે. માનવી આગ્રહનો કાચો હોય છે. તેને ભૂખ ન હોય છતાં કોઈ તેને આગ્રહ કરનારું મળી જાય તો તે કંઈક ને કંઈક ખાઈ લે છે. માનવી પેટ ભરી લીધા પછી પણ ખાતો રહે છે, જ્યારે પશુ એવી મૂર્ખામી કરતું નથી. ખાદ્ય પદાર્થ ગમે તેટલો સ્વાદિષ્ટ, સુરુચિપૂર્ણ અને સ્વાસ્થ્યપ્રદ હોય પરંતુ પશુનાં ખાવાની મર્યાદા હોય છે. પેટ ભરાઈ ગયા પછી તે ખાતું નથી. માનવીમાં આટલો સંયમ ક્યાં હોય છે ? ડોક્ટરે ભોજન વિશે એક સાચો દૃષ્ટિકોણ આપ્યો- તે પ્રમાણે ભોજન કરવામાં આવે તો અધિક ખાવાથી અને અસમયે ખાવાથી થતી બીમારીઓથી બચી શકાય છે. સ્વસ્થ રહેવા માટે ભોજન અને શરીર ઉપર ધ્યાન આપવું જ માત્ર પર્યાપ્ત નથી. તેનું અંતરંગ કારણ છે ચિત્તની પ્રસન્નતા. સારા ભાવ, સારા વિચાર, કષાયની અલ્પતા, સંવેગોનું નિયંત્રણ, તનાવનો અભાવ વગેરે તથ્યો તરફની જાગરૂકતા રાખવામાં આવે તો શારીરિક સ્વાસ્થ્ય સ્વાભાવિક રીતે જ સુરક્ષિત રહી શકે છે. સ્વસ્થ જીવનનો પ્રથમ ઘટક શારીરિક સ્વાસ્થ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્થ ઘટક: ૨૨ જીવનનો બીજો માનસિક સ્વાસ્થ્ય આ શરીર અને મનનો પરસ્પર સાથે ઊંડો સંબંધ છે. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસે છે. આ એક ચિંતન છે. સ્વસ્થ મન શારીરિક સ્વાસ્થ્યનું કારણ છે, પણ એક કલ્પના છે. આ બંનેના યોગથી પિરણામ એ આવે છે કે શરીર અને મનની સ્વસ્થતા ૫૨સ્પ૨ને પ્રભાવિત કરે છે. શરીરની તપાસમાં રોગનું કોઈ લક્ષણ ન હોય તો પણ મનની પરેશાની વ્યક્તિને અસ્વસ્થ બનાવી મૂકે છે. એ જ રીતે તમામ પ્રકારની નિશ્ચિંતતા અને અનુકૂળતાની સ્થિતિમાં પણ માનવીના કોઈ અંગમાં અચાનક કોઈ રોગનો ઉદ્ભવ થાય તો માનવીના મનને બેચેન બનાવી મૂકે છે. મહામાત્ય ચાણક્ય કુશળ કુટનીતિજ્ઞ હતા. તેમના ચિંતનનું મુખ્ય ક્ષેત્ર રાજનીતિ હતું. પરંતુ તેમણે દર્શન અને વ્યવહારજગતને પણ પોતાના પ્રદાનથી વંચિત રાખ્યું નથી. મનના સંદર્ભમાં પોતાના વિચાર પ્રગટ કરતાં તેમણે કહ્યું, મનઃ એવ મનુષ્યાણાં કારણું બંધમોક્ષયોઃ ।' માનવીનું મન જ તેને બાંધે છે અને એ જ એને મુક્ત કરે છે. આ માન્યતાને જો સ્વીકારી લઈએ તો માનવીના વિકાસ અને હ્રાસની સઘળી જવાબદારી મન ઉપર આવી જાય છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય ને અસ્વાસ્થ્યની જવાબદારીમાંથી પણ તે મુક્ત થઈ શકતું નથી. Jain Educationa International જૈનદર્શન મુજબ શરીરમાં પાંચ ઇંદ્રિયોનું સ્થાન છે, એ જ રીતે મનનું પણ સ્થાન છે. તેમાં તફાવત હોય તો તે માત્ર એટલો જ કે ઇંદ્રિયોનું ક્ષેત્ર સીમિત છે અને મનનું ક્ષેત્ર વ્યાપક છે. અથવા આ વાતને બીજી રીતે એમ પણ કહી શકાય કે મન સંચાલક છે અને નવું દર્શન નવો સમાજ ૧૩ For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રિયો તેના દ્વારા સંચાલિત છે. મનનો કોઈ સંચાલક છે ખરો ? આ પ્રશ્નને એક વખત છેડીને મનના સ્વાસ્થ્યને ચર્ચાનો વિષય બનાવવામાં આવી રહ્યો છે. મન ચંચળ છે કે વૃત્તિઓ ? મનની બાબતમાં સામાન્ય ખ્યાલ એવો છે કે, તે માનવીને ગુમરાહ કરે છે. જે બીજાને ગુમરાહ કરે છે તે સ્વયં પણ ગુમરાહ જ હશે. મનને નિયંત્રિત કરવાની દષ્ટિએ મેં એક ગીત લખ્યું છે તેમાં તેની ભટકવાની વૃત્તિનું ચિત્ર ઉપસાવ્યું છે. લમ્બી ઉડાન ભરે, પંખી બેપાંખ ઓ, દૂર-દૂર ઝાંક ઝાંખૈ, કે હૈ બેઆંખ ઓ, પૈરાં બિના ઓ ભટકોડ । મુઠ્ઠી મેં મનૐ નૈ રાખૌ ।। પાંખ વગર આ મન દૂર દૂર સુધી ઊડતું રહે છે. તે જ્યાં સુધી જુએ છે કદાચ ત્યાં સુધી દૂરદર્શક યંત્ર પણ જોઈ શકતું નથી. તેની પાસે ગતિ માટે પગ નથી, છતાં તે રાતિદવસ ભટકતું રહે છે. તેનો ચંચળ સ્વભાવ જોતાં તેના ઉપર નિયંત્રણ રાખવાનું જ ઉચિત છે. મનના વિષયમાં એક નવો ખ્યાલ એવો ઊભો થયો છે કે ચંચળતા મનનો સ્વભાવ નથી. તેને ચંચળ બનાવે છે માનવીની વૃત્તિઓ. દર્પણ ઉપર જે પ્રતિબિંબ પડે છે, તે દર્પણનાં પોતાનાં નથી હોતાં. તેની સામે સારી નરસી જે છબી આવે છે, તેનું તેમાં પ્રતિબિંબ પડે છે એ જ રીતે માનસિક ચંચળતા પણ ક્રિયા નથી, પ્રતિક્રિયા છે. વૃત્તિઓમાં ચંચળતા હશે તો મન દ્વારા પ્રગટ થાય છે. આદૃષ્ટિએ મનને દોષિત સમજવું ઠીક નથી. બીજી દૃષ્ટિએ જોઈએ તો આ માનવીના વિચાર અથવા અભિવ્યક્તિનો તફાવત છે. જે ભ્રમણશીલ નથી, એ મન વળી કેવું ? તેની ચંચળતા સર્વ પ્રસિદ્ધ છે. તેને સ્થિર કરવાના જેટલા પણ પ્રયત્ન કરવામાં આવે છે તેટલી તેની દોડધામ વધી જાય છે. તેને સાધવાની ટેક્નિક જ વિલક્ષણ છે. કેટલાક જ લોકો તેના ઉપર અનુશાસન રાખી શકે છે. મોટા ભાગના લોકો તો મનના ગુલામ હોય છે. જ્યાં સુધી વ્યક્તિ મનની ગુલામીથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તે તેને સ્વસ્થ બનાવી નહીં શકે. સ્વસ્થ જીવનનો બીજો ઘટક માનસિક સ્વાસ્થ્ય ૧૩૭ Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ બીમારી બીજી અને ઉપચાર બીજો મનનું કામ છે મનન કરવાનું. મનન કરવા માટે સામગ્રીની અપેક્ષા રહે છે. સામગ્રી સારી હોય તો મનને અહીંતહીં ભટકવાની તક મળતી નથી. સ્વાધ્યાય, ધ્યાન, જપ, સેવા, પરોપકાર વગેરે કાર્યોમાં સંલગ્ન વ્યક્તિઓનું મન સ્થિર થઈ જાય છે. પરંતુ જે મનને સામગ્રી બરાબર મળતી નથી, તે વાસના તરફ દોડે છે. વાસનાનાં અનેક રૂપ છે. ઈદ્રિયોના જેટલા વિષય છે, તે તમામ વાસના અને ઉપાસના બંનેનાં નિમિત્ત છે. તેમાં મુખ્ય ભૂમિકા છે મનની અસ્વસ્થતા અને સ્વસ્થતાની. મન અસ્વસ્થ હશે તો ઈદ્રિયો ઉપર તેનો પ્રભાવ પડશે. અને શરીર પણ અસ્વસ્થ બની જશે. સ્વસ્થ મન ઉપાસનાની દિશામાં અગ્રેસર બની શકે છે, પરંતુ તેની સ્વસ્થતા માટે પ્રયત્ન જ કોણ કરે છે? એક ઊંટ બીમાર પડવું. વૈદ્ય કહ્યું, ‘તેને વાયુનો પ્રકોપ છે. તેની પીઠ ઉપર લોખંડનો સળીયો ગરમ કરીને ડામ લગાવો’. ઊંટનો માલિક ઘેર ગયો. તે બળદની પીઠ ઉપર ડામ લગાડવા લાગ્યો. એકાએક વૈદ્ય ત્યાં પહોંચ્યા. બળદનો ઉપચાર કરતાં જોઈને તેણે પૂછયું, “તમે તો કહ્યું હતું કે ઊંટ બીમાર છે, બળદને શા માટે ડામ લગાડો છો ?' ઊંટનો માલિક બોલ્યો, “બીમાર તો ઊંટ જ છે, પરંતુ તેની પીઠ સુધી મારો હાથ પહોંચતો નથી તેથી હું બળદની પીઠ ઉપર ડામ દઈ રહ્યો છું.' બળદનો ઉપચાર કરવાથી ઊંટ સ્વસ્થ બની શકતું નથી. એ જ રીતે શરીરની ચિકિત્સા કરવાથી મન સ્વસ્થ થઈ શકતું નથી. મનની અસ્વસ્થતામાં શરીર અને વાણીનો યોગ હોઈ શકે છે. યોગ જ કેમ, જ્યાં જ્યાં શરીરનો સંયોગ મળે છે ત્યાં ત્યાં મનનો દોષ હોય છે. મનના અસતુ ચિંતનથી કોઈ વ્યક્તિ ગુનેગાર બનતી નથી. તે ગુનેગારોની શ્રેણીમાં તો ત્યારે આવે છે કે જ્યારે શરીરની સક્રિયતા વડે તે મનની વાત પ્રગટ થાય છે. આમ શરીર અને મન બંનેનો સંબંધ ખૂબ ઊંડો છે. મનને સુમન અને અમન બનાવવું છે માનવીની સારી અને ખોટી- બંને પ્રકારની પ્રવૃત્તિઓમાં શરીર અને મન બંનેની ભૂમિકા રહે છે. આમ છતાં સામાન્ય રીતે તે શરીર કરીese sense નવું દર્શની નવોસમાજaહીews Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ તરફ વધુ ધ્યાન આપે છે. પ્રાતઃકાળે જાગરણથી માંડીને રાત્રે શયન સુધીના સમયમાં માનવી શું કરે છે ? નહાવું, ધોવું, માથું ઓળવું, દાતણ કરવું, ખાવું- પીવું, સૂઇ જવું વગેરે કાર્યો સાથે કોને સંબંધ છે, શરીરને કે મનને ? જ્યાં સુધી હું સમજી શક્યો છું ત્યાં સુધી મોટાભાગના લોકો શરીર માટે વિશેષ કામ કરે છે. મનની આટલી ઉપેક્ષા થાય તો પછી તે અસ્વસ્થ કેમ ન બને ? મનને અસ્વસ્થતાથી બચાવવા અથવા સ્વસ્થ બનાવવાની વાતથી પહેલાં જરૂરી છે મનને સમજવાની વાત. જ્યાં સુધી મનના સ્વરૂપ વિશે સમ્યક્ વિચાર કરાવમાં નહીં આવે ત્યાં સુધી મન સુમન નહીં બની શકે. મનને સુમન બનાવવું તે એક ઉપલબ્ધિ છે, પરંતુ મંઝિલ તો તેનાથી આગળ છે. જે ક્ષણે મન અમન બને છે એ જ ક્ષણે માનવી સ્વર્ગના સુખની વાંસળી વગાડી શકે છે. મનને સુમન કે અમન બનાવવાના બે ઉપાય છે. માનસિક એકાગ્રતા અને સંકલ્પશક્તિનો વિકાસ. અતીતની સ્મૃતિ, ભવિષ્યની કલ્પના, ભૌતિક આકર્ષણ, લક્ષ્યહીન જીવન વગેરે માનસિક એકાગ્રતાના અવરોધો છે. તેમનાથી છુટકારો મેળવવાનો અમોઘ ઉપાય છે- વર્તમાનમાં જીવવું અને સમયનું નિયોજન કરવું. સમયની સુવ્યવસ્થા મનને કાર્યોમાં બાંધી રાખે છે. ખાલી મન શયતાનનું ઘર બને છે. તેથી ઇચ્છાશક્તિ અથવા સંકલ્પશક્તિના આધારે મનને સાધવાનો પ્રયાસ કરવો જોઈએ. મનનો ઉપચાર ક્યાં થાય છે ? જૈનઆગમોમાં બે શબ્દો આવે છે ઃ સમિતિ અને ગુપ્ત. મનની સમિતિ પણ હોય છે અને ગુપ્તિ પણ હોય છે. સમિતિ એટલે સમ્યક્ પ્રવૃત્તિ. મનનો નિરોધ શક્ય ન હોય તો તેની દિશાને સાચી રાખવા માટે મનની સમિતિને સાધન બનાવી શકાય છે. ગુપ્તિ એટલે નિરોધ. નિરોધની પ્રક્રિયાથી મન અમન બને છે, પરંતુ આ કામ એટલું સરળ નથી. જ્યાં સુધી અચિંતનની સ્થિતિનું નિર્માણ ન થાય, ચિંતન અને અચિંતનની વચ્ચે સંતુલન સાધી લેવામાં આવે તો અનેક સમસ્યાઓમાંથી બચાવ થઈ શકે છે. માનવી પોતાને અત્યંત શક્તિશાળી સમજે છે. તે શક્તિઓનો સ્વસ્થ જીવનનો બીજો ઘટક માનસિક સ્વાસ્થ્ય ૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ અખૂટ ભંડાર છે. એમાં તો કોઈ શંકા નથી. પરંતુ જ્યાં સુધી મન ઉપર વિજય મેળવી લેવાતો નથી ત્યાં સુધી અન્ય ક્ષેત્રોમાં મેળવેલો વિજય અપૂર્ણ છે. મનને જીતવાની નિષ્પત્તિ છે- મનની ચંચળતાને સમાપ્ત કરવી. ચંચળતાની સ્થિતિમાં ઉચિત-અનુચિતનો વિવેક પણ ટકી શકતો નથી. અસ્થિર મન સૌથી મોટો પરાજય છે એમ માનીને તેની સ્થિરતાને વિશેષ મહત્ત્વ આપવું જોઈએ. કેટલાક લોકો કહે છે કે, અમારું મન ચંચળ છે, અસ્વસ્થ છે તેને સ્વસ્થ ક્યાં બનાવીએ અને કેવી રીતે બનાવીએ ? એક સમય એવો હતો કે જ્યારે મનને માટે કોઈ હોસ્પિટલ નહોતી, કોઈ ડોક્ટર નહોતા, અને કોઈ દવા નહોતી. મનની બીમારીઓ વધતી ગઈ તેમાંથી મનોવિજ્ઞાન વિકસિત થયું. મનોચિકિત્સકો તૈયાર થયા. માનસિક ચિકિત્સાકેન્દ્રો પણ ખૂલ્યાં. પરંતુ સમસ્યાનું સમાધાન થયું નહીં. આવાં ચિકિત્સા કેન્દ્રોનું સંચાલન કરનાર જ્યાં સુધી પોતાના મનને પ્રશિક્ષિત નહીં બનાવે ત્યાં સુધી તેઓ રોગીને શી રીતે સ્વસ્થ બનાવી શકશે? અમારી પાસે તમામ વર્ગના લોકો આવે છે. ડોક્ટરો પણ આવે છે. પોતાની સમસ્યા લઈને આવે છે. તેઓ કહે છે કે તેમનું મન ચંચળ છે. તેમને ટેન્શન થઈ જાય છે. કોઈ ઉપાય બતાવો. વકીલ આવે છે. તે કહે છે કે તેમણે ખૂબ વિચારવું પડે છે. રાત-દિવસ તનાવમાં જીવે છે. તેનાથી છુટકારો કઈ રીતે મળી શકે ? પ્રોફેસરોની સમસ્યા પણ તેમની સમસ્યા જેવી જ છે. મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓની અનુશાસન હીનતા તેમના માટે બોજરૂપ બની છે. આ કક્ષાના લોકો પણ પોતાને અસ્વસ્થ અનુભવે છે અને પોતાના રોગને બેઈલાજ સમજે છે. તો સામાન્ય લોકોની તો વાત શી કરવી ? આ માનસિક અસ્વસ્થતાનો ઉપચાર કરવામાં અક્ષમ ચિકિત્સાકેન્દ્રોની જાળ ગમે તેટલી પથરાય તેથી શું વળશે ? ઉદાહરણ સંકલ્પની દઢતાનું સો રોગોની એક દવા” આ માત્ર કહેવત નથી તેમાં સત્યાંશ પ્રતીત થાય છે. મનની જેટલી બીમારીઓ છે તે તમામનો ઉપચાર પ્રેક્ષાધ્યાન દ્વારા શક્ય છે. આ દષ્ટિએ “પ્રેક્ષાધ્યાન ચિકિત્સાલય'ના નિમણિનું ચિંતન ચાલી રહ્યું છે. ચિંતનની સ્થિરતા માટે સંકલ્પની :20::22:28:કટર નવું દર્શન નવોસમાજી Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ દઢતા અપેક્ષિત છે. મનની જેમ સંકલ્પ પણ અસ્થિર હોય તો કામ ચાલી શકે નહીં. સંકલ્પની દૃઢતાનું ઉદાહરણ શોધવું હોય તો સ્થૂલિભદ્રની વાત કરવામાં આવે છે. પાટલીપુત્રના રાજા નંદના મંત્રીનું નામ શકડાલ હતું. તેને બે બુત્રો હતા- સ્થૂલિભદ્ર અને શ્રિયક. સ્થૂલિભદ્ર બાળપણથી સંસારથી વિરક્ત હતો. તેને અનુરક્ત ક૨વા માટે નગ૨ની પ્રસિદ્ધ ગણિકા કોશાની પાસે મોકલવામાં આવ્યો. ગણિકાના મોહપાશમાં બંધાઈને તે પોતાનાં માતા-પિતાને ભૂલી ગયો. પિતાનું મૃત્યુ થતાં બહુ મુશ્કેલીથી તેને ઘેર બોલાવવામાં આવ્યો. રાજાએ તેને મંત્રીપદ આપવા ઇશું. પરંતુ તેનું મન પુનઃ વિરક્ત થઈ ગયું. જૈન મુનિ સંભૂતવિજયગણની પાસે જઈને તે દીક્ષિત થઈ ગયા. મુનિજીવન સ્વીકારીને તે સાધના કરવા લાગ્યા. તપસ્યા, ધ્યાન અને શાસ્ત્રોના અભ્યાસ થકી તેમની સાધના પુષ્ટ બની. એક વખતની વાત છે. સંભૂતવિજયગણના કેટલાક શિષ્યોએ વિશેષ સાધનાની દૃષ્ટિએ વિશેષ સ્થાનોમાં ચાતુર્માસ કરવાની અનુજ્ઞા મેળવી. તેમાં મુનિ સ્થૂલિભદ્ર પણ હતા. તેમણે ગણિકા કોશાની ચિત્રશાળામાં ચાતુર્માસિક સમય વિતાવવાનો નિર્ણય લીધો. ગુરુની આજ્ઞા મેળવીને તે ગણિકા પાસે ગયા. કોશા ખૂબ ખૂશ થઈ. તેણે મુનિને સંસાર તરફ વાળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેને સફ્ળતા મળી નહીં. કોશા હતાશ થઈ ગઈ. મુનિએ કોશાને ઉપદેશ આપ્યો. મનિની દૃઢતાથી તે પ્રભાવિત થઈ ચૂકી હતી. તેણે જૈનદર્શનનાં સૂક્ષ્મ રહસ્યોનું જ્ઞાન મેળવીને જૈનધર્મ સ્વીકાર્યો. તે શ્રાવિકા બની ગઈ. ચાતુર્માસ સંપન્ન કરીને મુનિ સ્થૂલિભદ્ર પોતાના ગુરુ પાસે પહોંચ્યા. ગુરુએ દુષ્કર, દુષ્કર, મહાદુષ્કર કામ કહીને આવેલા પોતાના શિષ્યનું ઉત્સાહથી સ્વાગત કર્યું. પોતાના તરફ અનુરક્ત ગણિકાની ચિત્રશાળામાં રહેવું, લાંબા સમય સુધી રહેવું અને એક ક્ષણ માટે પણ વિચલિત ન થવું ! મુનિ સ્થૂલિભદ્રએ માનસિક પવિત્રતા અને સંકલ્પની દઢતાનું ઉદાહરણ આપ્યું. મનની અસ્થિરતા સ્વસ્થ જીવનનો બીજો ઘટક માનસિક સ્વાસ્થ્ય ૧૪૧ Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ અને સંકલ્પની શિથિલતાનાં ઉદાહરણો તો ગમે ત્યાં જોવા મળશે, પરંતુ મુનિ સ્થૂલિભદ્ર જેવા ઉદાત્તચારિત્ર અને દૃઢ સંકલ્પવાળા લોકો ક્યાં છે? પ્રશ્ન ઉદ્ભવી શકે કે તેમણે એવી દૃઢતા શી રીતે મેળવી ? મારું પોતાનું અનુમાન એવું છે કે તેમણે ચોક્કસ ધ્યાનની ઊંડી સાધના કરી હશે. ધ્યાન વગર મનની આટલી બધી નિર્મળતા, સ્વસ્થતા કે સ્થિરતાની કલ્પના જ અશક્ય છે. Jain Educationa International નવું દર્શન નવો સમાજ ૧૪૨ For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ (૨૩) સ્વસ્થ જીવનનો ત્રીજો ઘટક : ભાવાત્મક સ્વાસ્થ્ય ગામમાં કટપૂતળીઓનો ખેલ ચાલી રહ્યો હતો. બાળકો ખાવાપીવાનું ભૂલીને ખેલ જોવામાં તલ્લીન હતાં. યુવકો અને વડીલો પણ ખેલ જાવામાં સામેલ હતા. કઠપૂતળીઓ નાચી રહી હતી, ગીત ગાઈ રહી હતી, અંદર અંદર વાતો કરતી હતી, લડાઈ કરી રહી હતી અને બીજું પણ ઘણું બધું કરી રહી હતી. દર્શકો મુગ્ધ થઈ ઊઠ્યા હતા. આશ્ચર્ય એ વાતનું હતું કે લાકડાં અને કપડામાંથી બનાવેલી નિર્જીવ કઠપૂતળીઓ આટલી બધી ક્રિયાઓ શી રીતે કરી શકતી હશે? કઠપૂતળીઓમાં ચેતના નથી હોતી. ચેતનાના અભાવે ચિંતન પણ થતું નથી. ચિંતનના અભાવે ક્રિયાનું સમજપૂર્વક સંચાલન પણ અશક્ય બને છે. કઠપૂતળીઓ સ્વયં સંચાલિત નહોતી. તેમનો સંચાલક નેપથ્યમાં હતો. તે સ્વયં અદૃશ્ય રહીને કઠપૂતળીઓનું સંચાલન કરી રહ્યો હતો. પ્રવૃત્તિ અને ભાવ માનવી પ્રવૃત્તિ કરે છે. તે ખાય છે, પીએ છે, હસે છે, રડે છે, ગાય છે, મારપીટ કરે છે, ગાળો બોલે છે, નિંદા કરે છે, પ્રશંસા કરે છે, ક્રોધ કરે છે, પ્રેમ કરે છે, યુદ્ધ કરે છે, ડરે છે અને ન જાણે કેટકેટલું કરે છે. એક વ્યક્તિ આટલી બધી વિરોધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હોય છે. ક્યારેક ક્યારેય તેની પ્રવૃત્તિઓ જોઈને શંકા ઉદ્ભવે છે કે બે ક્ષણ પહેલાં સંપૂર્ણ શાંત વ્યક્તિ એકાએક ઉત્તેજિત કેવી રીતે થઈ ગઈ ? આ એ જ વ્યક્તિ છે કે કોઈ બીજી વ્યક્તિ? આ પ્રશ્ન ઉપર ગંભીરતાથી વિચાર કરવામાં આવે તો રહસ્ય જાણવા મળે છે. તે બતાવે છે કે માનવીની સઘળી પ્રવૃત્તિઓને સ્વસ્થ જીવનનો ત્રીજો ઘટક ભાવાત્મક સ્વાસ્થ્ય ૧૪ન Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ કઠપૂતળીઓની ક્રિયાઓ સાથે સરખાવી શકાય તેમ છે. કઠપૂતળીઓનો સંચાલક કોઈ બીજો જ હોય છે. એ જ રીતે માનવીય પ્રવૃત્તિઓનો સંચાલક પણ કોઈ અદશ્ય તત્ત્વ છે. તે ભાવ છે. માનવીની ભીતરમાં જેવા ભાવ હોય છે તેવી જ તેની પ્રવૃત્તિઓ થાય છે. આ અર્થમાં પ્રવૃત્તિઓ ભાવોની ઉપજીવી છે. એક વ્યક્તિ ક્રોધ કરે છે. ક્રોધના કારણે તેની આંખો લાલ થઈ જાય છે. તેનું નાક પહોળું થાય છે, હોઠ કંપે છે, મુઠ્ઠીઓ બંધ થઈ જાય છે, ક્રોધી વ્યક્તિ બડબડાટ કરવા લાગે છે. કોઈકની ઉપર હાથ ઉગામે છે. કોઈકના ઉપર દંડ પ્રહાર કરે છે. આ બધું શું છે? આપણા આચાર્યોએ આ પ્રવૃત્તિઓને અશુભ યોગ કહ્યો છે. પ્રમાદ અથવા અશુભ યોગનો સર્જક કષાય છે. આ ભાવ છે. પ્રાણાતિપાત વગેરે અઢાર પાપોનું સેવન પ્રમાદ છે, અશુભ યોગ છે. ભીતરમાં કષાય પ્રબળ નહીં હોય તો બહારથી પાપનું સેવન અસંભવ બનતું જશે. ભાવ અને આભામંડળ ભાવ શું છે ? મનુષ્યના ભાવજગતને સમજવા માટે તેના આભામંડળને જાણવું જરૂરી છે. આભામંડળ જેટલું ઉજ્જવળ હશે એટલા પવિત્ર તેના ભાવ હશે. આભામંડળની મલિનતા ભાવોની અશુદ્ધિનું પુષ્ટ સાક્ષ્ય છે. ભાવોનો સંબંધ બાહ્ય આકૃતિઓ સાથે નથી, આભામંડળ સાથે છે. આ વાતને બીજી રીતે એમ પણ કહી શકાય કે માનવીના જેવા ભાવ હશે તેવું જ તેનું આભામંડળ હશે. એક વ્યક્તિ દેખાવે અત્યંત સુંદર, સૌમ્ય અને આકર્ષક હોય, પરંતુ તેના આભામંડળનું ચિત્ર મલિન અને ભદ્ર આવે તો સમજી લેવું જોઈએ કે તેના ભાવજગતમાં કંઈક ગરબડ છે. એ જ રીતે બાહ્ય રીતે કુરૂપ અને સામાન્ય દેખાતી વ્યક્તિના આભામંડળની ઉજ્જવળતા એમ જણાવે છે કે તેની ભાવનાઓ અત્યંત પવિત્ર છે. આભામંડળને જોવું કે સમજવું તે સામાન્ય વ્યક્તિના વશની વાત નથી, પરંતુ ભાવોની શુદ્ધિ માટે જાગરૂક રહેવું તેના માટે સંભવ છે. રોગનું મૂળ ઉપાધિ પ્રશ્ન છે ભાવનાત્મક સ્વાથ્યનો. તેને સમજવા માટે ચાર શબ્દો ઉપર ધ્યાન આપવું જરૂરી છે. વ્યાધિ, આધિ, ઉપાધિ અને સમાધિ. આ ચારે શબ્દોની પ્રકૃતિ અને પ્રત્યય એક છે. તફાવત માત્ર ઉપસર્ગનો છે. વિ, આ, ઉપ, અને સમ આ ચારેય ઉપસર્ગોનું ટોળું Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ બનાવી દીધું છે. આ ઉપસર્ગ ચારેય શબ્દોમાં છે. તેના યોગથી ધિ શબ્દ બને છે. તેનો અર્થ છે માનસિક બીમારી. વિ ઉપસર્ગ જોડવાથી શબ્દ બને છે વ્યાધિ, વ્યાધિ એટલે શારીરિક બીમારી ઉપ પણ એક ઉપસર્ગ છે. તેના યોગથી ઉપાધિ શબ્દની નિષ્પત્તિ થાય છે. ભાવનાત્મક બીમારીને ઉપાધિ કહેવામાં આવે છે. જ્યાં સુધી વ્યાધિ, આધિ, અને ઉપાધિનો પ્રભાવ રહે છે ત્યાં સુધી વ્યક્તિ સ્વસ્થ બની શકતી નથી. સ્વસ્થ તે બને છે જે સમાધિમાં રહે છે. સમાધિની છત્રછાયામાં જ જીવનના આનંદનો અનુભવ કરી શકાય છે. માનવી અસ્વસ્થ થઈને ચિકિત્સક પાસે જાય છે. ચિકિત્સક તેની તપાસ કરે છે. તે રોગને પકડવાનો પ્રયત્ન કરે છે. તે શરીર ઉ૫૨ રોગના પ્રભાવક્ષેત્રને જાણીને ચિકિત્સા કરે છે, પરંતુ રોગીને ભૂલી જાય છે. તે વ્યાધિનો ઉપચાર કરે છે, પરંતુ આધિ અને ઉપાધિ સુધી પહોંચી શકતો નથી. ઉપર ઉપરથી ઉપચાર થાય છે, પરંતુ રોગીના રોગનાં મૂળ ઊંડે ઊતરી જાય છે. કુશળ ચિકિત્સક રોગનો ઇલાજ કરતાં પહેલાં રોગીની માનસિક સ્થિતિનું અધ્યયન કરશે. તેની પરિસ્થિતિઓને સમજવા ઇચ્છશે અને તેના ભાવોને પકડશે. ભાવાત્મક સ્તરે થતી ચિકિત્સામાં શરીર, મન અને ભાવ દરેકના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. મૂળ સમસ્યા છે જ્ઞાતા અને જ્ઞેયને સમજવાની. સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને કહ્યું, મેં પદાર્થોને ખૂબ જાણ્યા છે. હવે હું જાણનારાઓને જાણવા ઇચ્છું છું. જ્યાં સુધી શાતા અને શેય બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેનો સર્વાંગીણ બોધ મળી શકશે નહીં. ઉપાધિની ચિકિત્સા મેડિકલ સાયન્સનાં સંશોધનોએ આ ક્ષેત્રને અત્યંત વ્યાપક બનાવી દીધું છે. આજે હોસ્પિટલો અને ડોક્ટરોની કમી નથી. જેમ જેમ ડોક્ટરો વધતા જાય છે તેમ તેમ રોગીઓની સંખ્યા પણ વધતી જાય છે. ડોક્ટર ફિઝિશ્યન હોય કે સર્જન, તે યાંત્રિક નિદાનના આધારે ચિકિત્સા કરે છે. યંત્રોની પક્કડ સ્થૂળ હોય છે. સ્થૂળ શરીરના સ્તર ઉ૫૨ જે રોગોનાં લક્ષણો પક્કડમાં આવે છે તે જ ઉપચારનો આધાર બને છે. આવી સ્થિતિમાં આધિ અને ઉપાધિની ચિકિત્સા ગૌણ બની જાય છે. સ્વસ્થ જીવનનો ત્રીજો ઘટક ભાવાત્મક સ્વાસ્થ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિના વિષયમાં વિચારવામાં આવે તો ન તો તેની કોઈ દવા છે, ન વૈદ્ય છે અને ન પથ્ય છે. ઉપાધિની ચિકિત્સા થાય છે વિવેકજાગરણ દ્વારા. તે એક આંતરિક બીમારી છે. તેનું સ્વરૂપ છે કષાય, વાસના, સંવેગ વગેરે. તેના પ્રભાવને ક્ષીણ કરવા માટે ધ્યાન, પ્રાણાયામ, અનુપ્રેક્ષા, યોગાસન, વગેરેનો અભ્યાસ આવશ્યક છે. એક શબ્દોમાં કહેવું હોય તો આત્મરમણ અથવા આત્મસંયમની પ્રક્રિયા દ્વારા જ આ બીમારીમાંથી મુક્તિ સંભવ છે. ભાવોનો સંઘર્ષ સૈદ્ધાંતિક દૃષ્ટિએ ભાવોની મીમાંસા કરવામાં આવે તો મુખ્યત્વે આપણી સમક્ષ બે ભાવ છે ઉદય અને ક્ષયોપશમ. મોહકર્મના ઉદયથી માનવીના ભાવ વિકૃત બને છે. ક્ષયોપશમ તેમનું શુદ્ધીકરણ કરે છે. ઉદય અને ક્ષયોપશમનો સંઘર્ષ ચાલ્યા જ કરે છે. સાધક જુએ છે કે ઉદય વારંવાર ક્ષયોપશમને પછાડે છે. છતાં તે નિરાશ થતો નથી. પુરુષાર્થના અસ્ત્રને ધારદાર રાખનાર ક્ષયોપશમ ભાવને પ્રબળ બનાવી લે છે. પરંતુ જાગરૂકતા અને પુરુષાર્થના અભાવે ઉદય-ભાવનો મુકાબલો મુશ્કેલ બની જાય છે. મટકીમાં દહીં પડ્યા પછી હાથ પગ હલાવતો દેડકો બચી ગયો અને નિષ્ક્રિય થઈને બેસી રહેનારો મૃત્યુ પામ્યો. આ ઘટનાથી ક્ષયોપશમ અને ઉદય ભાવને સમજી શકાય છે. ઉદય અને ક્ષયોપશમ ભાવનો સંઘર્ષ સાતમા ગુણસ્થાનક સુધી છે. ત્યાર બાદ મોહકર્મના ઉપશમ અથવા ક્ષયની સ્થિતિ આવે છે. આ સંદર્ભમાં જયાચાર્ય શ્રીએ ચોવીસીમાં લખ્યું છે આઠમા થી દોય શ્રેણી છે રે, ઉપશમ ખપક પિછાણી ઉપશમ જાય ઇગ્યારર્વે રે, મોહ દબાવતો જાણો ઊધ્વરિોહણની પ્રક્રિયામાં આઠમા ગુણસ્થાનથી બે શ્રેણીઓ નીકળે છે- ઉપશમ અને ક્ષપક. ઉપશમ શ્રેણીથી આરોહણ કરનાર સાધકને પાછા વળવું પડે છે. તે અગિયારમાં ગુણસ્થાનથી આગળ વધી શકતો નથી. ઉપશમ શ્રેણીથી ચાલનારો સાધક ક્રોધને દબાવે છે, અભિમાનને દબાવે છે, માયાને દબાવે છે અને લોભને દબાવે છે. તે પોતાના કષાયને એટલા બધા દબાવી શકે છે કે મૃતપ્રાયઃ કરી દે છે. પરંતુ તે મરતા નથી. મૂચ્છિત બને છે. એલોપથિક દવાથી દબાયેલા Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ રોગોની જેમ તે ઉપશાંત બને છે. તાવ આવ્યો. ઈજક્શન લગાવ્યું. તાવ ઊતરી ગયો. જેક્શનનો પ્રભાવ ક્ષીણ થતાં જ ફરીથી તે આવે છે. એ જ રીતે અગિયારમા ગુણસ્થાનનો સાધક વીતરાગ બની જાય છે, અકષાય બની જાય છે. પરંતુ તેને માટે પાછા વળવાની અનિવાર્યતા હોય છે. તેણે પોતાના આવેગો અને સંવેગોનો ઉપશમ કર્યો છે, ક્ષય નથી કર્યો. જ્યાં સુધી ક્ષય નહીં થાય ત્યાં સુધી કષાય ફરીથી જાગશે. કષાય જાગવાની સ્થિતિમાં પતન અવયંભાવી છે. અગિયારમા ગુણસ્થાનકથી પડનાર પ્રથમ ગુણસ્થાન સુધી જઈ શકે ક્ષપકશ્રેણીથી આરોહણ કરનાર સાધક ક્રોધ વગેરે નિષેધાત્મક ભાવોને દબાવતો નથી, ક્ષીણ કરીને આગળ વધે છે. તે દશમાં ગુણસ્થાનથી છલાંગ મારે છે અને અગિયારમાં ગુણસ્થાનને ઓળંગીને બારમામાં પહોંચી જાય છે. બારમા ગુણસ્થાનકમાં એ જ જઈ શકે છે જે મોહકર્મનો સર્વથા ક્ષય કરી લે છે. ત્યાંથી પાછા વળવાનો માર્ગ બંધ થઈ જાય છે. મોહના ઉદયની બાધા સમાપ્ત થઈ જાય છે. આ દષ્ટિએ એમ માની શકાય કે સાધકની આખરી મંજિલ, ક્ષાયિક ભાવ છે. સંધર્ષ જ જીવન છે. ક્ષાયિક ભાવ આપણા માટે અભીષ્ટ છે. આપણા માટે જ નહીં, વિકાસની ઉચ્ચત્તમ ભૂમિકા ઉપર આરોહણ કરવા માટે આ જ એક માત્ર માર્ગ છે. ક્ષાયિક ભાવવાળી વ્યક્તિ જ વીતરાગ બને છે, સિદ્ધ બને છે. તે માટે નિરંતર સંઘર્ષ કરતા રહેવું જોઈએ. ભગવાન મહાવીરે કહ્યું છે, “જુદ્ધારિહં ખલુ દુલ્લાહ”- યુદ્ધને યોગ્ય સામગ્રીની ઉપલબ્ધિ દુર્લભ છે. માનવીનું ઔદારિક શરીર તે સામગ્રી છે. તેથી જ્યાં સુધી ઘડપણ ન આવે, વ્યાધિ ન વધે અને ઈદ્રિયોની શક્તિ ક્ષીણ ન થાય ત્યાં સુધી યુદ્ધ કરતાં રહો. તે યુદ્ધ કોની સાથે કરવાનું ? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું કે “ઈમેણં ચેવ જુઝાહિ કિં તે જુઝણ બજઝઓ' ?- સિંહ કે સુભટ સાથે યુદ્ધ કરવાથી તમને શું મળશે ? તમે યુદ્ધ કરવા માટે ઉદ્યત હોવ તો પોતાના આત્મા સાથે યુદ્ધ કરો, કર્મશરીર સાથે યુદ્ધ કરો. અણવ્રતનો એક ઉદ્દઘોષ છે- સંયમ જ જીવન છે. પ્રેક્ષાધ્યાનનો એક ઉદ્દઘોષ આ હોવો જોઈએ. સંઘર્ષ જ જીવન છે. ભાવધારાને સ્વસ્થ જીવનનો ત્રીજો ઘટક ભાવાત્મક સ્વાસ્થતિ : Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ બદલવી હોય તો સંઘર્ષ કરવો જ પડશે. સંઘર્ષ કરતા રહો, ઝઝૂમતા રહો, પાછું વળીને જોશો નહીં, સંઘર્ષ કરનાર જ વિજયી બને છે. એવા આસ્થાસૂત્રને સામે રાખીને નિરંતર સંઘર્ષમાં રત રહો. જ્યાં સુધી ભાવધારા ન બદલાય, ત્યાં સુધી સંઘર્ષને ચાલુ રાખો. નહિતર અહંકારનો નાગ ફરીથી ફૂંફાડો મારશે. ક્રોધનો અગ્નિ ફરીથી પ્રજ્જવલિત થઈ ઊઠશે. અહંકાર, ક્રોધ વગેરે ભાવોને પ્રબળ થવાની તક આપવી તે સૌથી મોટી હાર છે. સૌથી મોટી બીમારી છે અને સૌથી મોટી ઉપાધિ છે. તેથી પ્રેક્ષાધ્યાનની પ્રેરણા છે કે સૌ પ્રથમ ભાવજગતને સમજે. જ્યાં સુધી ભાવાત્મક સ્વાધ્ય પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી માનસિક અને શારીરિક સ્વાચ્ય પૂર્ણતા નહીં પામે. ભાવજગતને સ્વસ્થ કરવું હોય તો અણુવત, પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનની ત્રિવેણીમાં ડુબકી લગાવવી આવશ્યક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ જી (૨૪) કાર્યક્ષેત્રમાં નિપુણતાભણાવવ આ સંસાર છે. તેમાં અનેક પ્રકારના લોકો રહે છે. કેટલાક લોકો બહુ સારા હોય છે અને કેટલાક બહુ જ ખરાબ હોય છે. કેટલાક લોકોની કક્ષા મધ્યમ હોય છે. કેટલાક લોકો પુરુષાર્થી હોય છે અને કેટલાક આળસુ. કેટલાક લોકો એવા હોય છે કે જેઓ આળસ પણ કરે છે અને પુરુષાર્થ પણ કરે છે. કેટલાક લોકો સંકલ્પના દઢ હોય છે અને કેટલાક લોકો સંકલ્પમાં એકદમ શિથિલ હોય છે. સામાન્ય સંકલ્પના સહારે જીવન જીવનારા લોકો પણ હોય છે. કેટલાક લોકો ઉત્તમ હોય છે, કેટલાક મધ્યમ હોય છે અને કેટલાક અધમ હોય છે. આ ક્રમમાં અનેક દ્રષ્ટિથી માનવીની ત્રણ શ્રેણીઓ બની શકે છે. તે શ્રેણીઓની વ્યાખ્યાનાં પણ અનેક બિંદુઓ છે. કાર્યની સફળતાના આધારે રાજર્ષિ ભર્તૃહરિની વ્યાખ્યા આ પ્રમાણે છે. પ્રારભ્યતે ન ખુલ વિઘ્નભયેન નીચૈઃ. પ્રારભ્ય વિઘ્નવિહતા વિરન્તિ મધ્યાઃ । વિઘ્નઃ પુનઃ પુનરપિ પ્રતિહત્યમાનાઃ, પ્રારબ્ધમુત્તમજના ન પરિત્યજન્તિ નિમ્ન કક્ષાની વ્યક્તિ કોઈપણ કાર્યનો આરં ફરતી નથી. તેના મનમાં સતત વિઘ્નો અને અવરોધોનો ભય રહે છે. મધ્યમ કક્ષાની વ્યક્તિ કામનો આરંભ તો કરે છે પરંતુ અવરોધોથી હતાશ થઈને તેને વચ્ચે જ છોડી દે છે. ઉત્તમ કક્ષાની વ્યક્તિ વારંવાર અવરોધો આવવા છતાં નિરાશ થતી નથી. તે જે કાર્યની શરૂઆત કરે છે તેને પૂર્ણ કરીને જ વિરામ લે છે. મનોબળ Jain Educationa International હું એવી અનેક વ્યક્તિઓને ઓળખું છું કે જે કોઈપણ નવા કાર્યને પૂર્ણ ઉત્સાહ સાથે હાથમાં લે છે. તેમનો ઉત્સાહ માત્ર ત્યાં સુધી જ રહે છે જયાં સુધી કોઈ અવરોધ નડતો નથી. અવરોધ ઉપસ્થિત થતાં જ તેમનું મનોબળ કમજોર થઈ જાય છે. કમજોર ાર્યક્ષેત્રમાં નિપુણતા لا For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ મનોબળ સફ્ળતામાં સૌથી મોટું વિઘ્ન છે. કામ નાનું હોય કે મોટું, જો મનોબળ સાથ ન આપે તો તે પૂર્ણ થઈ શકતું નથી. દૃઢ મનોબળવાળી વ્યક્તિનો સંકલ્પ હોય છે કે તે વિઘ્નો-અવરોધો સામે લડશે, ઝઝૂમશે, કાર્યને અધવચ્ચે નહીં છોડે. કીડી દીવાલ ઉપર ચડે છે ત્યારે લપસીને ક્યારેક નીચે પડે છે. એક વખત નહીં વારંવાર પડવા છતાં તે પોતાનો માર્ગ બદલતી નથી. એક સમય એવો આવે છે કે જ્યારે તે ઉપર ચડવામાં સફળ થાય છે. કીડીની સફળતા ઉત્સાહી વ્યક્તિમાં નવો આત્મવિશ્વાસ પેદા કરે છે. તે પોતાની સુષુપ્ત શક્તિને જગાડીને કાર્યમાં સંલગ્ન બને છે. અવરોધો તેને પજવે છે, પરંતુ કીડીનો પુરુષાર્થ યાદ આવતાં જ તેની પરેશાની દૂર થઈ જાય છે. પછી ભવિષ્યની આશંકા તેના મનને કમજો૨ ક૨ી શકતી નથી. આ દૃષ્ટિએ કાર્યક્ષેત્રમાં સફળતાનું પ્રથમ સૂત્ર છે મનોબળ. સંવેગોનું સંતુલન કાર્યક્ષેત્ર ગમે તે હોય, તેમાં કામ કરનાર વ્યક્તિ એકલી નથી હોતી. એકલી વ્યક્તિ સ્વતંત્ર હોય છે. તે પોતાની મનમરજીથી ચાલે, તો પણ તેને કોઈ કહેનાર હોતું નથી. એક થી બે થતાં જ સમષ્ટિનો પ્રારંભ થઈ જાય છે. ત્યાં એકબીજાની ઇચ્છાઓ અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખવી જરૂરી બને છે. અન્યથા શાંતિભંગ થવાની આશંકા ઉદ્ભવે છે. તે માટે સંવેગોના સંતુલનની વાત અત્યંત મહત્ત્વની છે. અસંતુલન કોઈપણ સંજોગોમાં સારું નથી. પ્રકૃતિ અસંતુલિત બને છે ત્યારે સર્વનાશ સર્જાય છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, તોફાન, ધરતીકંપ વગેરે પ્રાકૃતિક અસંતુલનનાં પરિણામો છે. માનવીનું અસંતુલન પરિવાર અને સમાજમાં ઉથલપાથલ મચાવી દે છે. પારિવારિક ઝઘડા, સામાજિક સંઘર્ષ, યુદ્ધનો ઉન્માદ વગેરે સ્વયં કોઈ પ્રવૃત્તિ નથી. માનવી પોતાના સંવેગો ઉપરનું નિયંત્રણ ગુમાવે છે. તેથી તેમ બને છે. કર્મશક્તિના અપવ્યય અને સંકુચનમાં પણ સંવેગોનો જ મુખ્ય હાથ છે. તેથી સંવેગ-સંતુલનના સિદ્ધાંતને પ્રાયોગિક બનાવવો જોઈએ. તેના વગર ન તો વિદ્યાર્થી સફળ થઈ શકે છે ન તો શિક્ષક. ન ગૃહસ્થીનું સમ્યક્ સંચાલન શક્ય બને છે અને ન સંન્યાસનું. અસંતુલિત અવસ્થામાં ન તો બાળક સ્વસ્થ રહી શકે અને ન તો વૃદ્ધ. આ દૃષ્ટિએ સંવેગ-સંતુલનનું મહત્ત્વ છે. નવું દર્શન નવો સમાજ પ Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ સહિષ્ણુતા જે વ્યક્તિનો સંગ સંતુલિત રહે છે તે સ્વસ્થ જીવન જીવી શકે છે. સંતુલનની સાથે જ સહિષ્ણુતા જોડાયેલી છે. સહિષ્ણુતા માટે એક શબ્દ છે શાન્તિ. ક્ષાન્તિની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે - સહનં સર્વકષ્ટાનાગપ્રતિકારપૂર્વકમાં ચિત્તાવિલાપરહિતત્વા ક્ષાન્તિરિત્યભિધીયતે | શારીરિક, માનસિક અને ભાવાત્મક તમામ પ્રકારનાં કષ્ટોને સહન કરવાં એટલે ક્ષત્તિ. કેટલાક લોકો સહન કરે છે પરંતુ સાથે સાથે ચિંતા અને વિલાપ પણ કરે છે. આ દુર્બળતા છે. દુર્બળ વ્યક્તિઓને સહન કરવું, દીનતાપૂર્વક સહન કરવું અભિશાપરૂપ લાગે છે. કેટલાક લોકો કષ્ટપ્રદ સંજોગોનો પ્રતિકાર કરતા રહીને સહન કરે છે. કેટલાક લોકોના મનમાં પ્રતિક્રિયાઓ થતી રહે છે, છતાં તેઓ નામ, પ્રતિષ્ઠા કે કોઈ વિશેષ લાભ માટે સહન કરતા રહે છે. આ સ્થિતિ પણ નિરપેક્ષ નથી. સામેની વ્યક્તિ મને સહન કરે છે તો હું અસહિષ્ણુ બનીને શી રીતે કમજોર પડું ? એવું ચિંતન વ્યક્તિને સહનશીલ બનાવે છે. - વિશ્વવિદ્યાલયની પરીક્ષાઓ પાસ કરીને એક યુવક સીધો સંત કબીર પાસે પહોંચ્યો. કબીરે તેને આવવાનું પ્રયોજન પૂછ્યું. યુવક બોલ્યો, “બાબા ! ભણવાનું તો પૂરું થઈ ગયું. માતાપિતા મારાં લગ્ન કરવા ઈચ્છે છે. મારા મનમાં સંતો-મહાત્માઓનું આકર્ષણ છે. હું દુવિધાના કિનારે ઊભો છું. કોઈ નિર્ણય કરી શકતો નથી. આપની પાસેથી માર્ગદર્શન ઈચ્છું છું.' કબીરજી ભારે વિચિત્ર સંત હતા. તેમણે પત્નીને દીવો પેટાવીને લાવવાનો આદેશ આપ્યો. બપોરનો સમય હતો છતાં તેણે દીવો પેટાવ્યો. યુવક થોડોક નિરાશ થઈ ગયો. કબીરે દૂધ મંગાવ્યું. તેમની પત્ની દૂધના બે પ્યાલા મૂકીને ચાલી ગઈ. તે પાછી આવી ત્યારે ખાંડ માટે પૂછવા લાગી. કબીરે દૂધના બે ઘૂંટડા પીધા અને કહ્યું, દૂધ બરાબર છે ખાંડની જરૂર નથી. યુવક મૌન રહી શક્યો નહીં. તેણે કહ્યું, “બાબા ! દૂધ તો ખારું છે. આપે માતાજીને કહ્યું કેમ નહીં ?” કબીરજી બોલ્યા, “આ તારા માટે માર્ગદર્શન છે.” યુવક સમજ્યો નહીં. કબીરે રહસ્યોદ્દઘાટન કરતાં કહ્યું, “મારી પત્ની મને સહન કરે છે. મેં દિવસના અજવાળામાં દીવો પેટાવવાનો આદેશ આપ્યો છતાં તેણે કોઈ તર્ક કર્યો નહીં. દીવો પેટાવીને મૂકી દીધો. તે મને આટલું Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ સહન કરી શકતી હોય તો હું તેને સહન કેમ ન કરી શકું? દૂધ ખારું છે તે વાત સાચી છે. તેમાં નમક નાખ્યું છે. તેણે જાણી જોઈને તેમ કર્યું નથી. પ્રમાદવશ ખાંડના બદલે નમક નાખી દીધું હશે. તેથી શું થયું? શું આવો પ્રમાદ મારાથી ક્યારેય થતો નથી ? મેં તેને સહન કરી લીધો. નહિતર તારી સામે જ અમારે બંનેને ઝઘડો થઈ ગયો હોત. તમે સાધુઓના આશ્રમમાં જઈને રહો કે ગૃહસ્થી વસાવો, સહનશીલ બનીને જ સફળ બની શકશો.” યુવકને જીવનની દિશા મળી ગઈ. આ ઉદાહરણ છે સંવેગ-સંતુલનનું. માનવીના જીવનમાં આવા પ્રસંગો આવ્યા કરે છે. જે તેમને સહન કરી લે છે તે બચી જાય છે. જે સહન કરી શકતા નથી તેના અસ્તિત્વને માટે જોખમ ઊભું થાય છે. અસહિષ્ણુ વ્યક્તિ આત્મહત્યા કરી લે છે. પરીક્ષાનું પરિણામ બરાબર ન આવવાથી વિદ્યાર્થી આત્મહત્યા કરી લે છે. મનપસંદ છોકરી સાથે લગ્ન ન થવાથી અનેક યુવકો પોતાના જીવનની બાજી લગાવી દે છે. વેપારમાં અસફળ થયેલા કેટલાય વેપારીઓ મૃત્યુ પામે છે. મોટા મોટા વૈજ્ઞાનિકો પણ માનસિક દ્વિધાઓથી વ્યથિત થઈને કસમયે પોતાની જીવનયાત્રા સમાપ્ત કરી નાખે છે. આ બધું શા માટે થાય છે ? સંવેગોનું અસંતુલન એક મોટું કારણ છે. તેથી સંવેગ-સંતુલનનું સૂત્ર મહત્ત્વનું બને છે. શ્રમશીલતા, આજનો યુગ આર્થિક સ્પધનિો યુગ છે. અર્થ (ધન)ની આંધળી દોડમાં શિક્ષિત અને અશિક્ષિત સૌ કોઈ સહભાગી બન્યા છે. ભણેલા ગણેલા યુવકો પોતાના પરંપરાગત વ્યવસાયમાં રુચિ ધરાવતા નથી. તેઓ પોતાનું કાર્યક્ષેત્ર બદલવા ઝંખે છે. તે સૌ ઓફિસમાં સાહેબ બનીને બેસવા ઈચ્છે છે. બેરોજગાર સાહેબોની વધતી જતી સંખ્યા દેશના અર્થતંત્રને પડકારી રહી છે. આટલો મોટો દેશ અને કરોડો યુવકો બેરોજગાર ! આવા યુવકો નવી ટેકનોલોજીના સહારે પોતપોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ કૌશલ પ્રાપ્ત કરે તો તેમના હાથ ક્યારેય ખાલી રહેશે નહીં. મહાત્મા ગાંધી એક સફળ પ્રયોક્તા હતા. તેમણે પોતાના જીવનમાં અનેક પ્રયોગો કર્યા. તેમના પ્રયોગોથી અનેક લોકો લાભાન્વિત થયા. શ્રીમન્નારાયણ અગ્રવાલે એક વખત પોતાનું સંસ્મરણ કહેતાં જણાવ્યું કે, “આચાર્યશ્રી, અમે લોકો યુનિવર્સિટીમાં ભણતા હતા. ગાંધીજીનું નામ સાંભળ્યું. તેમની રાષ્ટ્રપ્રેમની કાકા: નવું દર્શન નવો સમાજstauોકસ Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ગાથાઓએ અમારા મનને પ્રભાવિત કર્યું. યુનિવર્સિટીનું શિક્ષણ સમાપ્ત થતાં જ હું તેમની પાસે ગયો. કોટ, પેન્ટ અને નેકટાઈ પહેરીને હું ગાંધીજીને મળ્યો. નમસ્કાર કરીને મારો પરિચય આપ્યો. ગાંધીજીએ કહ્યું, ‘શ્રીમન, તું શા માટે આવ્યો છે ?' મેં ગર્વપૂર્વક કહ્યું, મેં યુનિવર્સિટીની ડીગ્રી પ્રાપ્ત કરી લીધી છે. હવે હું આપના આશ્રમમાં કામ કરવા ઇચ્છું છું. આપ મને સેવાની તક આપો.' મારી વાત સાંભળીને ગાંધીજીએ મારા ઉપર એક ભરપૂર નજર નાખી અને કહ્યું, ‘તું કામ કરવા ઇચ્છે છે. તો લે આ પાવડો હાથમાં અને જમીન ખોદવા માંડ.' એકાદ બે ક્ષણ માટે હું સન્નાટામાં આવી ગયો. મેં મનોમન વિચાર્યું કે હું એક યુનિવર્સિટીનો વિદ્યાર્થી, મારી આવી વેષભૂષા, જ્યારે બાબાએ મને કેવું કામ સોંપ્યું ? ક્યાંક તે પાગલ તો નથી થઈ ગયા ને ? સંયોગવશ મેં મનની વાત મનમાં જ રાખીને પાવડો પકડ્યો. ભીતરમાંથી કોઈ અજ્ઞાત પ્રેરણા જાગી. હું કામ કરવા લાગ્યો. તે દિવસે મને જીવનનો એક નવો બોધપાઠ મળ્યો. મેં જાણી લીધું કે જ્યાં સુધી વ્યક્તિ કામ કરવાનું શીખતી નથી ત્યાં સુધી તેનું શિક્ષણ બેકાર જ રહે છે.’ શ્રીમન્નારાયણનું આ સંસ્મરણ જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે અત્યંત પ્રેરક લાગે છે. આજે વિદ્યાર્થીઓને આ બધું ભણાવવાની અપેક્ષા છે. જ્યાં સુધી તેઓ કામકાજથી દૂર ભાગશે, શ્રમશીલ નહીં બને, ત્યાં સુધી તેમનું શિક્ષણ સાર્થક નહીં બને. અમારા સાધુઓ ભણે છે, સાથોસાથ શ્રમ પણ પૂરેપૂરો કરે છે. શ્રમણ સંસ્કૃતિમાં શ્રમની ભારે પ્રતિષ્ઠા છે. સાધુ બનનાર વ્યક્તિ સાધારણ ઘરની હોય કે કરોડપતિ હોય તેણે શ્રમ તો કરવો જ પડશે. પોતાનું કામ પોતાના હાથે જ કરવું પડશે. હાથમાં પાત્ર લઈને જીવન-યાપન માટે ભિક્ષા વહોરવી જ પડશે. શ્રમશીલતા અને પરંપરાગત કાર્ય પ્રત્યે ગૌરવની ભાવના વ્યક્તિની કાર્યદક્ષતામાં અત્યંત ઉપયોગી નીવડી શકે છે. Jain Educationa International કાર્યક્ષેત્રમાં નિપુણતા ૧પ૩ For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Samલા પ્રેક્ષા છે એક લાલાશાળાની જીવનદર્શનના જ જન્મ અને જીવન આ બે બિંદુઓ છે. જન્મ એક સ્વાભાવિક ક્રિયા છે. જીવનમાં વિવેકનો યોગ થઈ શકે છે. જન્મ પ્રાણીની નિયતિ છે. જીવનની પાછળ કેટલીક પ્રેરણાઓ રહેલી હોય છે. જીવન જીવવું એક વાત છે અને જીવનને દર્શન બનાવવું તે બીજી વાત છે. જીવે છે તો સૌ કોઈ, પરંતુ જીવનને દર્શન બનાવવાનું દરેક માટે શક્ય નથી. આમ પણ માનવામાં આવે છે કે સૌનું જીવન દર્શન બની શકતું નથી. જીવનદર્શનના સંદર્ભમાં વિચાર કરતાં કેટલાક પ્રશ્નો સ્વાભાવિક રીતે ઉભવે છે કે * જીવન શું છે? * જીવન શા માટે છે? . * જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ? * જીવન કેવી રીતે જીવવું જોઈએ ? * શું જીવન ક્યાંય સમાપ્ત થાય છે કે સતત ચાલતું જ રહે છે ? * કોનું જીવન દર્શન બને છે ? જીવન શું છે? સૌથી પ્રથમ પ્રશ્ન છે જીવન શું છે ? એક ખ્યાલ મુજબ પાંચ ભૂતોની સમન્વિતી એટલે જીવન. પાંચ ભૂતોનું મળવું જીવન છે અને પાંચ ભૂતોનું વિસર્જન મોત છે. આ શરીર જીવનનો આધાર છે. તેમાં કોઈ ચેતના નામના તત્વને સ્વીકૃતિ મળતી નથી. કારણ કે તે આંખોનો વિષય નથી. જૈનદર્શનના આધારે જીવનને વ્યાખ્યાબદ્ધ કરવામાં આવે તો તેનું સ્વરૂપ આ પ્રમાણે બને છે- શરીર, ઈદ્રિયો, પ્રાણ, મન, ભાવ, ચિત્ત અને ચેતનાની યુતિ એટલે જીવન. તેમાં જડ અને ચેતન બંનેના યોગનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આત્માનું અસ્તિત્વ સૈકાલિક Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ છે. તેનો શરીર સાથે ગાઢ સંબંધ છે. અનાદિકાળથી તે કર્મશરીરથી સંપૂક્ત છે. જ્યાં સુધી આ સંયોગ રહેશે ત્યાં સુધી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થઈ શકશે નહીં. સામાન્ય માનવી આત્માના અસ્તિત્વને ઓળખે છે તો તેનો આધાર શરીર, ઈદ્રિયો વગેરે દશ્ય તત્ત્વો જ છે. જીવન શા માટે છે ? બીજો પ્રશ્ન જીવન શા માટે છે ? જેનો જન્મ થાય છે તેણે જીવવાનું પણ હોય છે. તેનો સંબંધ જીવનશક્તિ અથવા આયુષ્યપ્રાણ સાથે છે. જ્યાં સુધી આયુષ્યબળ પ્રાણ ક્ષીણ થતો નથી ત્યાં સુધી કોઈ કોઈને મારી શકતું નથી. એક વ્યક્તિ અચાનક મૃત્યુ પામે છે. એક વ્યક્તિ ભયંકર દુર્ધટનનો શિકાર થવાં છતાં બચી જાય છે. કેટલાક લોકો આમાં ઈશ્વરનું કર્તુત્વ સમજે છે. જો ઈશ્વર બચાવનાર હોય તો કોઈનેય શા માટે મરવા દે ? સમાજ અથવા રાષ્ટ્રને જે વિશિષ્ટ વ્યક્તિઓની જરૂર હોય છે, તેમને બચાવવામાં ઈશ્વર કમી કેમ કરે ? આવાં અનેક તથ્યો અન્ય પણ છે, જે કોઈ ઈશ્વરીય શક્તિના હસ્તક્ષેપ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. એક ભવથી બીજા ભવમાં જન્મ વખતે સૌથી પ્રથમ જે આહાર લેવામાં આવે છે તેને ઓજ આહાર કહે છે. આયુષ્યબળ પ્રાણ સાથે તેનો જ સંબંધ છે. જ્યાં સુધી જ આહાર રહે છે, જ્યાં સુધી આયુષ્યબળ પ્રાણ છે, ત્યાં સુધી જીવન છે. આયુષ્ય સમાપ્ત થયા પછી કોઈ પ્રાણી જીવિત રહી શકતું નથી. જીવનનું લક્ષ્ય જ્યાં સુધી લક્ષ્યનો પ્રશ્ન છે, એક ઈદ્રિયથી ચાર ઇંદ્રિય સુધીના જીવોનાં જીવનનું કોઈ લક્ષ્ય નથી હોતું. કારણ કે લક્ષ્ય નિર્ધારણ કરી શકે એવી વિકસિત ચેતના તે જીવો પાસે નથી હોતી. પાંચ ઇંદ્રિયવાળા જીવોમાં નૈરયિક, તિર્યંચ અને દેવોની સામે પણ કોઈ મોટું લક્ષ્ય નથી હોતું. એક માનવી જ એવું પ્રાણી છે કે જે બુદ્ધિબળ અને વિવેકના સહારે લક્ષ્ય નક્કી કરે છે. સ્થાવર અને વિકલેન્દ્રિય જીવ અમસ્ક હોય છે. તેઓ કશું જ વિચારી શકતા નથી. પશુ-પક્ષી કેટલેક અંશે વિચારે-સમજે છે, પરંતુ વિવેકજાગૃતિના અભાવે તેઓ કોઈ ગહન વાત વિચારી શકતાં નથી. નૈરયિક જીવ એટલું કષ્ટ ભોગવે છે કે તેમની ચેતના મૂચ્છિત જેવી થઈ જાય છે. જ્યાં સુધી દેવોનો પ્રશ્ન છે- તેઓ વિલાસી હોય છે. ભૌતિક સુખોની આસક્તિ તેમને કોઈ ઉદાત્ત લક્ષ્ય સાથે જોડતી નથી. se e: પ્રેક્ષા છે. એક જીવનદર્શન ડીપ ઝરઝર ઝડરશ808 Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ માનવીનું મસ્તિષ્ક ખૂબ વિકસિત છે સંસારમાં જેટલાં નવાં સંશોધનો થયાં છે કે થઈ રહ્યાં છે, તે તમામ માનવીની દેણ છે. દેવોનું જીવનં સ્તર ઉન્નત છે. છતાં નવા વિકાસની દષ્ટિએ તેમના કર્તૃત્વ ઉપર પ્રશ્નાર્થચિ૯ લાગેલું છે. માનવી થઈને પણ જે નિષેધાત્મક ભાવોમાં જીવે છે, અમીરી-ગરીબીના અભિશાપથી સંત્રસ્ત છે, તે કોઈ મોટું કામ કરી શકતો નથી. સૌથી મોટું લક્ષ્ય છે મોક્ષ. એવું લક્ષ્ય માનવી જ બનાવી શકે છે અને એ જ મોક્ષ સુધી પહોંચી શકે છે. કેવી રીતે જીવવું? કેટલાક લોકો નિર્લક્ષ્ય જીવન જીવે છે. જીવવાનું છે એટલે જીવે છે. આવા લોકો જીવન જીવવાની કોઈ કલા અપનાવતા નથી. કેવી રીતે જીવવું જોઈએ એવો પ્રશ્ન તેમની સામે ક્યારેય ઉદ્ભવતો નથી. જેમની સામે કલાત્મક અથવા સાર્થક જીવન જીવવાનું લક્ષ્ય હોય છે, તેઓ ઉક્ત પ્રશ્ન વિશે ગંભીરતાથી વિચાર કરે છે. નિરાશા અને કુંઠિતતામાં જીવવાનું તેમને પસંદ નથી હોતું. તેમની સામે જીવનની એક પ્રક્રિયા હોય છે. તેઓ વિચારે છે કે પર્વતના શિખરના દેવદાર ન બની શકાય તો છેવટે ખીણનો છોડ તો બનીએ ! સૂરજ જેટલું અજવાળું ન કરી શકીએ તો છેવટે દીપક તો બનીએ. રાજપથ ન બની શકીએ તો ફૂટપાથ તો બનીએ. જીવનની એકએક ક્ષણ સાર્થક બને તે માટે સમયનું સમ્યક્ નિયોજન કરવાનું શીખીએ. વિધાયક ભાવોનો વિકાસ કરીએ. પ્રત્યેક સ્થિતિમાં સંતુલન જાળવી રાખીએ. દુઃખમાં સુખની શોધ કરીએ. મહત્ત્વાકાંક્ષાઓની જાળમાં ન ફસાઈએ અને સહજ ભાવથી પોતાના પુરુષાર્થનો ઉપયોગ કરીએ. ઉક્ત ચિંતન એક વિશિષ્ટ જીવનશૈલીની સૂચના આપનારું છે. જે લોકો આ વિધિથી જીવન જીવવાનો સંકલ્પ કરે છે તેઓ કેટલીક ઉપલબ્ધિઓ કરી શકે જીવન કક્યાં સુધી ? જેના દર્શનના મતાનુસાર જીવનનો સંબંધ પતિ અને પ્રાણ સાથે છે. જન્મના પ્રારંભમાં પૌગલિક શક્તિનું નિર્માણ એટલે પયપ્તિ. પયપ્તિની અપેક્ષા રાખતી જીવનની શક્તિ એટલે પ્રાણ. પયપ્તિઓ છ છે અને પ્રાણ દશ છે. સૌથી પ્રથમ આહારપયપ્તિનું નિમણિ થાય છે. તેનો સંબંધ આયુષ્યપ્રાણ સાથે છે. જ્યાં સુધી Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ આહાર ત્યાં સુધી આયુષ્ય. ઓજ આહાર સમાપ્ત થતાં જ આયુષ્યની સમાપ્તિ નિશ્ચિત છે. બીજી પયક્તિ છે શરીરપયતિ. તેનો સંબંધ કાયબલ પ્રાણ સાથે છે. તેને શરીરમાણ પણ કહેવામાં આવે છે. ઈદ્રિય પયપ્તિ પાંચ ઈદ્રિય પ્રાણ સાથે સંબંધ ધરાવે છે. શ્વાસોચ્છવાસ પથતિનો સંબંધ શ્વાસોચ્છવાસ સાથે છે. ભાષાપતિ વચન બળ પ્રાણ સાથે જોડાયેલી છે અને મન પયપ્તિનો સંબંધ મનોબળ પ્રાણ સાથે છે. માનવીનું જીવન ન તો કેવળ આત્માના આધારે ચાલે છે અને ન કેવળ શરીરના આધારે. આત્મા અને શરીર બંનેનો યોગ થાય છે ત્યારે જીવન ચાલે છે. જીવનની આ જ સામગ્રી જગતના પ્રત્યેક પ્રાણીને ઉપલબ્ધ થાય છે. તેથી જીવનયાત્રાનો આરંભ થઈ જાય છે. પરંતુ જીવન દર્શન બનતું નથી. તેને માટે યોગ અને ઉપયોગની અપેક્ષા રહે છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિ એટલે યોગ પ્રવૃત્તિ સારી અને ખરાબ બંને પ્રકારની હોય છે. વિવેકપૂર્વક કરવામાં આવેલી પ્રવૃત્તિ સુપ્રવૃત્તિ છે. આ વાતને એમ પણ કહી શકાય કે અધ્યાત્મ સાધાનાની દષ્ટિએ કરવામાં આવતી પ્રવૃત્તિ સુપ્રવૃત્તિ છે. લૌકિક અથવા શારીરિક દષ્ટિથી કરવામાં આવતી પ્રવૃત્તિ વ્યવહાર સંમત હોવા છતાં શુભપ્રવૃત્તિ નથી. છતાં તેમાં વિવેક જળવાય તો તેના ઔચિત્ય ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન લાગતું નથી. ઉપયોગ એટલે શુદ્ધચેતનાનો વ્યાપાર. તે જ્ઞાનાત્મક અને દર્શનાત્મક હોય છે. ઉપયોગની ચેતના ક્ષાયિક અને ક્ષાયોપથમિક ભાવોની ચેતના છે. ક્ષાયિક ભાવથી ઉપલબ્ધ થતું જ્ઞાન એક કેવળજ્ઞાન છે અને દર્શન એક કેવળદર્શન છે. બાકીનું જ્ઞાન અને દર્શન ક્ષાયોપથમિક ભાવ છે. તેમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન- આ ચાર જ્ઞાન તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન આ ત્રણ દર્શન સમાવિષ્ટ છે. યોગ એટલે પ્રવૃત્તિ. એમ પણ કહી શકાય કે આપણી પ્રવૃત્તિનો મૂળ સ્રોત યોગ છે અને તેનો શુદ્ધીકારક ઉપયોગ છે. જ્યાં યોગ ઉપયોગ વડે નિયંત્રિત રહે છે તે જીવનને પ્રશસ્ત સમજવામાં આવે છે. જીવન સમાપ્ત કેમ થાય છે ? જીવનની વ્યાખ્યા અને મીમાંસામાં અનેક દષ્ટિઓ કામ કરે છે. :e2888e પ્રેક્ષા છેએક જીવનદર્શન ૧૫૭wessessessessoms Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ જીવનની સમાપ્તિમાં પણ તે દૃષ્ટિઓ નજર સામે રાખવી આવશ્યક છે. શરીર, ઇંદ્રિય વગેરે સાત સ્તરોના આધારે જીવનની વ્યાખ્યાને સ્વીકારવામાં આવે તો શરીર અને ચેતનાનો યોગ જીવન છે અને તેમનો વિયોગ એ જીવનની સમાપ્તિ છે. સ્થૂળ શરીરનો વિયોગ થવા છતાં સંસારી આત્મા સૂક્ષ્મ શરીરો સાથે બંધાયેલો રહે છે. સૂક્ષ્મ શરીર પુનઃ સ્થૂળ શરીરનું નિર્માણ કરે છે અને જીવનયાત્રા ફરીથી શરૂ થઈ જાય છે. પર્યાપ્તિ અને પ્રાણના આધારે ટકેલું જીવન પણ ચોક્કસ કાલાવધિમાં કેદ થયેલું રહે છે. એક બિંદુએ પહોંચ્યા પછી પર્યાપ્તિ અને પ્રાણનું સામર્થ્ય સમાપ્ત થઈ જાય છે. આ ક્રમ ત્યાં સુધી ચાલુ રહે છે કે જ્યાં સુધી ચેતના પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરતી નથી. કોનું જીવન દર્શન બને છે ? જે વ્યક્તિ વિલક્ષણ જીવન જીવે છે, કલાપૂર્ણ જીવન જીવે છે, જાગૃતિપૂર્વક જીવન જીવે છે તેનું જીવન દર્શન બને છે. જે વ્યક્તિઓનું જીવન દર્શન બન્યું છે તેમાં મહાવીર આપણા આદર્શ છે તેમણે પોતાના જીવનનું લક્ષ્ય નિર્ધારિત કર્યું. લક્ષ્યને અનુરૂપ માર્ગ સ્વીકાર્યો. સ્વીકૃત માર્ગ ઉપર પૂર્ણનિષ્ઠાથી ચાલ્યા. તેમનું જીવન દર્શન બની ગયું. મહાવીરનો જન્મ વિલક્ષણ રીતે થયો નહોતો. તેમનું બાળપણ પણ સામાન્ય બળકોની જેમ વીત્યું. તેમણે યુવાવસ્થામાં પ્રવેશ કર્યો, ત્યાં સુધી કોઈ વિલક્ષણતા નહોતી. અઠ્યાવીસ વર્ષ સુધીનું તેમનું જીવન એક પ્રકારનું જીવન હતું. ત્યારબાદ બે વર્ષનું જીવન નિર્ધારિત લક્ષ્યની પૃષ્ઠભૂમિને મજબૂત કરાવનારું હતું. ત્રીસ વર્ષની અવસ્થામાં તેમણે પોતાના જીવનને નવો વળાંક આપ્યો. પરિવાર, રાજભવન, રાજવૈભવ વગેરેથી મોં ફેરવીને તેઓ ચાલ્યા અને બાર વર્ષ સુધી એકાકી ચાલતા રહ્યા. તેમનું લક્ષ્ય હતું પ્રત્યેક સ્થિતિમાં સામાયિક સાધના. સામાયિક એટલે સમતામાં રહેવું, પોતાનામાં રહેવું, તેમણે સમતાનું જીવન જીવ્યું. ત્યારબાદ કહ્યુંલાભાલાભે સુહે દુખે, જીવિએ મરણે તહા । સમોનિંદાપસંસાસુ તહા માણાવમાણઓ ॥ લાભ-અલાભ, સુખ-દુ:ખ, જીવન-મરણ, નિંદા-પ્રશંસા અને આ પાંચ વિરોધી યુગલોમાં સંતુલિત રહેનાર નવું દર્શન નવો સમાજ ૧૫૮ માન-અપમાન Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિનું જીવન દર્શન બને છે. અરિસ્સિઓ ઇહલોએ, પરલોએ અણિક્સિઓ વાસીચંદણકપ્પો ય અસણે અણસણે તહા જે ઐહિક અને પારલૌકિક આશંસાથી મુક્ત રહે છે, વિષના ડિંખ અને ચંદનના વિલેપનને એક જ દષ્ટિએ જુએ છે તથા ભૂખ લાગવા છતાં ભોજન મળવા-ન મળવાની સ્થિતિમાં સમ રહે છે, તે વ્યક્તિનું જીવન દર્શન બને છે. પ્રેક્ષા છે એક માર્ગ મહાવીરનું જીવનદર્શન છે સમતાનું દર્શન. તેને પ્રત્યેક વ્યક્તિ પોતાનું જીવનદર્શન કેવી રીતે બનાવી શકે ? આ એક મુખ્ય પ્રશ્ન છે. કારણ કે મહાવીર બનીને સાધના કરવાની ક્ષમતા સૌકોઈમાં નથી હોતી. જે લોકો એવી કઠોર સાધના નથી કરી શકતા તેમણે પણ નિરાશ થવાની જરૂર નથી. તેમને માટે સીધોસાદો માર્ગ છે પ્રેક્ષાનો. પ્રેક્ષા એટલે જોવું. પોતાની જાતને જોવી. ઊંડાણપૂર્વક જોવી. માત્ર જોવી. જેણે જોવાનું શીખી લીધું તેણે પ્રેક્ષાને પ્રાપ્ત કરી લીધી. પ્રેક્ષા મેળવનાર વ્યક્તિ સમતાથી જીવી શકે છે અને પોતાના જીવનને દર્શન બનાવી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ (૨૬ જૈનપરંપરામાં ધ્યાન ર ધ્યાનનો ઇતિહાસ એટલો જ પ્રાચીન છે જેટલો ધર્મનો. ધર્મની સાથે ધ્યાનનો અવિનાભાવી સંબંધ છે. ધ્યાન ધર્મનું આધારભૂત તત્ત્વ છે. તેને ધર્મથી અલગ કરી શકાતું નથી. આમ છતાં એક એવો સમય આવ્યો કે જ્યારે ધ્યાન અને ધર્મ વિખૂટા પડી ગયા. આ સંજોગોનો સંકેત કરતાં મેં તેરાપંથ પ્રબોધમાં લખ્યું છે કે ધ્યાન ધર્મ રો પ્રાણ બીજ હો પતો નહીં કશું છૂટગ્યો, અપણો રૂપ નિહારે જિણ મેં જાણક દર્પણ ટૂટગ્યો, હો સન્તાં ! પ્રેક્ષા તિણ પરમ્પરા રો પુનરુદ્ધાર હો || મારી સામે અનેક વખત એવો વિચાર આવ્યો કે જૈન ધર્મમાં ધ્યાનની પરંપરા નથી. આ વિચારની સાથે હું સંમત નથી. જૈન તીર્થંકરો અને આચાર્યોના જીવનપ્રસંગોમાં ઠેર ઠેર ધ્યાન ગુંથાયેલું જોવા મળે છે. તીર્થંકરનોની અનેક પ્રતિમાઓ ધ્યાનની મુદ્રામાં ઉપલબ્ધ છે. ધ્યાન વિશેનાં આટલાં પ્રમાણો પ્રાપ્ત થવા છતાં જે ખ્યાલ પેદા થયો તે અકારણ નહોતો. જૈનધર્મને એક એવા યુગમાંથી પસાર થવું પડ્યું કે જ્યારે કોઈ વિશેષ પરિસ્થિતિવશ સાધુ-સાધ્વીઓને ધ્યાન માટે અલગ સમય મળતો નહીં હોય. માનવીની એ પ્રકૃતિ છે કે એક વખત તેની દીનચર્યામાંથી કોઈ ચીજ નીકળી જાય તો તેને પુનઃ સંયોજિત કરવાની માનસિકતા બનતી નથી. ધ્યાન સાથે પણ આવું જ કંઈક બન્યું હોય તેમ લાગે છે. ધ્યાન શબ્દની મીમાંસા ધ્યાન ધાર્મિક વ્યક્તિની ચર્ચાનું મુખ્ય અંગ છે. જૈન આગમોમાં મુનિ માટે દિવસ અને રાત્રિના બીજા પ્રહરમાં ધ્યાન કરવાનું વિધાન છે. ચાર પ્રહર સ્વાધ્યાય, બે પ્રહર ધ્યાન અને બાકીના બે પ્રહરમાં ભોજન તથા શયન આમ આઠ પ્રહરનો ક્રમ નિશ્ર્ચિત હતો. પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે સતત એકપ્રહર સુધી શું ધ્યાન થઈ શકે ખરું ? છદ્મસ્થ વ્યક્તિનું ચિત્ત અંતર્મુહૂર્તથી અધિક સ્થિર રહી શકતું નથી. નવું દર્શન નવો સમાજ ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ આ એક માન્ય સિદ્ધાંત છે. ચિત્તની સ્થિરતા વગર ધ્યાન કેવી રીતે થઈ શકે ? આ સંદર્ભમાં ધ્યાન શબ્દના અર્થની મીમાંસા જરૂરી છે. ધ્યાનનો એક અર્થ છે યોગનિરોધ. મન, વચન અને કાયાની પ્રવૃત્તિને રોકવાથી જે ધ્યાન ફલિત થાય છે, તેને માટે કાળની સીમારેખા હોય છે. ધ્યાનનો બીજો અર્થ છે એક આલંબન ઉપર ચિત્તની સ્થિરતા. તેમાં પણ કાળની નિયામકતા હોઈ શકે છે. ધ્યાન શબ્દની નિષ્પત્તિ ચિંતન અર્થમાં પ્રયુક્ત “બૈ' ધાતુ વડે થઈ છે. ચિંતનનો વિષય એક હોઈ શકે છે અને બદલાઈ પણ શકે છે. આ દષ્ટિએ ધ્યાનનો સંબંધ અર્થની અનુપ્રેક્ષા સાથે પણ જોડાઈ જાય છે. પ્રથમ પ્રહરમાં આગમનો સ્વાધ્યાય કરવામાં આવતો, બીજા પ્રહરમાં તેના અર્થના ઊંડાણમાં ઊતરવા માટે અનુપ્રેક્ષાનો પ્રયોગ કરવામાં આવતો. આ પરંપરાને સામે રાખીને વિચારવામાં આવે તો એક પ્રહરના ધ્યાનની વાત અસંગત કે અસંભવિત જેવી નહીં લાગે. ધ્યાનનો અવરોધ ચંચળતા કેટલાક લોકો કહે છે કે તેઓ ધ્યાન કરી શકતા નથી કારણ કે તેમનું ચિત્ત ચંચળ છે. ચિત્તની ચંચળતા ધ્યાનમાં અવરોધક બને છે. આ તથ્યને પ્રગટ કરતાં આચાર્ય સોમપ્રભે લખ્યું છે કે ધર્મ ધ્વસ્તદયો યશદ્યુતનયોવિત્ત પ્રમત્તઃ પુમા, કાવ્યનિષ્પતિભસ્તપ: અમદયાશજોડલ્પમેઘાઋતમુાં વસ્તાલોકમલોચનશ્ચલમના ધ્યાન ચવાંછત્યસૌ, યઃ સંગં ગુણિનાં વિમુચ્યવિમતિઃ કલ્યાણમાકાંક્ષતિ કોઈ વ્યક્તિ ક્રૂર બનીને ધર્મની આરાધાના કરવા ઈચ્છે છે. દુનીતિનો પ્રયોગ કરીને યશસ્વી બનવા ઈચ્છે છે, આળસુ રહીને ધનસંચયની કામના સેવે છે, પ્રતિભાશૂન્ય રહીને કાવ્યકલામાં દક્ષ બનવા ઝંખે છે, ઉપશમ અને દયાભાવના અભાવે તપસ્વી થવા ઇચ્છે છે. મેધાની અલ્પતામાં પણ શાસ્ત્રોનું ગંભીર અધ્યયન કરવા ઈચ્છે છે. ચવિહિન હોવા છતાં વસ્તુને જોવા ઇચ્છે છે અને મનની ચંચળતામાં ધ્યાન કરવા ઈચ્છે છે, તો તે ક્યારેય સફળ થઈ શકતી નથી. એ જ રીતે ગુણીજનોનો સંપર્ક છોડીને કલ્યાણ ઝંખતી વ્યક્તિ પણ ક્યારેય સફળ થઈ શકતી નથી. પાણીમાં પગ નહીં મૂકું જે વ્યક્તિનું ચિત્ત ચંચળ છે, તે ઈચ્છા કરવા છતાં ધ્યાન નહીં કરારનપરંપરામાં ધ્યાન રાહતદર Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ કરી શકે. જેનું ચિત્ત સ્થિર છે તેને માટે ધ્યાનની કોઈ ઉપયોગિતા જ નથી. આમ આ પ્રકારનું ચિંતન એકાંગી છે. એકાંગી દષ્ટિ ધરાવનાર વ્યક્તિ જ એમ કહેશે કે જ્યાં સુધી મારું મન સ્થિર નહીં થાય ત્યાં સુધી હું ધ્યાન કરીશ નહીં. બે મિત્રો ન્હાવા માટે નદી કિનારે ગયા. બંને જણા નદીમાં ઊતર્યા. ત્યાં કીચડ હતો. એક મિત્રનો પગ લપસી ગયો. તે પાણીમાં તણાવા લાગ્યો. બીજા મિત્રએ તેને પકડીને બહાર કાઢ્યો. કિનારે આવીને તેણે કહ્યું, “જ્યાં સુધી હું તરવાનું નહીં શીખી લઉં, ત્યાં સુધી પાણીમાં પગ નહીં મૂકું.” શું પાણીમાં પગ મૂક્યા વગર કોઈ વ્યક્તિ તરવાનું શીખી શકે ખરી ? કેવી વિસંગતી છે આ ! જે લોકો એમ કહે છે કે મન સ્થિર થશે ત્યાર પછી જ ધ્યાન કરીશું, તે પણ એક પ્રકારની વિસંગતિ જ છે. મન ચંચળ છે તેથી જ ધ્યાનનો અભ્યાસ કરવાની જરૂર છે ! અભ્યાસ નહીં થાય તો મન કદીય સ્થિર બનશે નહીં. ચંચળ મનમાં ધ્યાન થઈ શકતું નથી, પરંતુ અભ્યાસ વગર ચંચળતા દૂર થશે નહીં. આ દષ્ટિએ પ્રત્યેક વાતને સાપેક્ષતાના આધારે સમજવી જોઈએ. આચાર્ય સોમપ્રભનું કથન પણ સાપેક્ષ છે. આ અવધારણાની ભૂમિકા ઉપર જ તત્ત્વની સાચી જાણકારી શક્ય છે. જીવવા માટે જરૂરી છે ધ્યાન ધ્યાનની અનેક પરંપરાઓ પ્રચલિત છે. જેનોની પોતાની સ્વતંત્ર પરંપરા છે. વર્તમાન યુગમાં ધ્યાનયોગનું મહત્ત્વ પણ છે. દેશવિદેશમાં ન જાણે કેટકેટલાં ધ્યાન કેન્દ્રો ચાલી રહ્યાં છે. ધ્યાનનું પ્રશિક્ષણ લેનારાઓમાં યુવા પેઢીના લોકો વિશેષ છે. ધ્યાનનાં પરિણામો પણ ચોંકાવનારાં છે. આટલું બધું થવા છતાં ધ્યાનનો નિયમિત પ્રયોગ કરનારા લોકો ઓછા છે. તેનાં કારણો અનેક હોઈ શકે છે. પ્રથમ કારણ છે અહમ્. અહમ્ ગૃહસ્થમાં જ નહિ, સાધુમાં પણ હોઈ શકે છે. કોઈ સાધુ એ રીતે વિચારી શકે છે કે અમે શું ધ્યાન કરીએ ? અમે તો સાધુ છીએ. ધ્યાન તો ગૃહસ્થોએ કરવું જોઈએ કે જેમનું મન સતત ભટકતું રહે છે. ગૃહસ્થને સત્તા, સંપત્તિ અથવા પોતાના પ્રભાવનો અહંકાર હોઈ શકે છે. તેની ભાષા તો એવી હોય છે કે હું કેટલા ઊંચા પદ ઉપર છું ! મારો વ્યવસાય કેટલો વ્યાપક પથરાયેલો છે ! સમાજની પ્રત્યેક વ્યવસ્થામાં મારી દખલ છે વગેરે. સાધુ હોય કે ગૃહસ્થ, મારા મત મુજબ ધ્યાન સૌ કોઈ માટે Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ અનિવાર્ય ગણાવું જોઈએ. સૈનિક ગતિવિધિઓમાં દક્ષતા લાવવાના ઉદ્દેશથી ધ્યાનની અનિવાર્યતા હોઈ શકે છે. તો અનુશાસિત અને વ્યવસ્થિત જીવન જીવવા માટે ધ્યાન અનિવાર્ય કેમ ન હોઈ શકે ? હું સ્પષ્ટ જાહેરાત કરી શકું છું કે જે વ્યક્તિ ધ્યાનનું પ્રશિક્ષણ નથી લેતી ધ્યાનનો અભ્યાસ નથી કરતી તે અપૂર્ણ રહે છે, અક્ષમ રહે છે અને જીવનના કોઈ મહત્ત્વપૂર્ણ લક્ષ્યની પ્રાપ્તિમાં તે સફળ થઈ શકતી નથી. આસ્થા, સંકલ્પ અને પુરુષાર્થ કેટલાક લોકો ધ્યાનના પ્રયોગ શીખવામાં રુચિ ધરાવે છે, પરંતુ ધ્યાન પ્રત્યે તેમની આસ્થા પુષ્ટ બનતી નથી. ઈંડામાંથી મોરનું બચ્યું નીકળશે કે નહીં એવી શંકાના કારણે એક બાળક ઈંડાને વારંવાર ફેરવી ફેરવીને જોતું રહે છે. તે મોરનું બચ્ચું મેળવી શકતો નથી. જે બાળકે અસંદિગ્ધ મનથી પ્રતીક્ષા કરી તેને મોરનું બચ્ચું મળી ગયું. ધ્યાન પ્રત્યે ઊંડી આસ્થાનું નિમણિ થઈ જાય, આસ્થાની સાથેસાથે સંકલ્પની દઢતા આવી જાય તો ચિત્તની ચંચળતાને મિટાવી શકાય છે. દઢ સંકલ્પી વ્યક્તિ અસંભવને સંભવ કરી બતાવે છે. “મરણધાર સુધ મગ લિયો'- આચાર્ય ભિક્ષુએ મોતનો પડકાર સ્વીકારીને શુદ્ધ માર્ગ ઉપર ચાલવાનું પસંદ કર્યું. સંકલ્પ સહિત પુરુષાર્થ ન હોય તો સંકલ્પ અકિંચિત્કર બની રહે છે. આસ્થા, સંકલ્પ અને પુરુષાર્થની ત્રિવેણી મરૂભૂમિને પણ મધુવનમાં પરિવર્તિત કરી શકે છે. ધ્યાનની પદ્ધતિનો આવિર્ભાવ કરી શકાય છે. તેને આગળ વધારી શકાય છે, પરંતુ વ્યાપક બનાવી શકાતું નથી. જે વિધિ જેટલી ઊંચી હોય છે તે એટલી જ ઓછી પ્રસરણશીલ હોય છે. આદર્શ તે નથી હોતો જ્યાં બધા લોકો પહોંચી જાય. આદર્શ સુધી એ જ લોકો પહોંચી શકશે જેઓ સૌભાગ્યશાળી હશે, આસ્થાશીલ હશે, દઢ સંકલ્પી અને પુરુષાર્થી હશે. આટલું બધું હોવા છતાં જ્યાં સુધી સદ્દગુરુ મળતા નથી, ત્યાં સુધી ધ્યાનની સાધના થઈ શકતી નથી. હું કેટલીક એવી વ્યક્તિઓને જાણું છું કે જેઓ ધ્યાનમાં રુચિ ધરાવે છે. તેઓ ધ્યાન માટે સમય આપે છે. ક્યાંય પણ કોઈ ધ્યાનશિબિર યોજાય છે તો તેમાં જવાની ભાવના ધરાવે છે. પરંતુ તેમનું મન કોઈ એક વિધિ પ્રત્યે સ્થિર બની શકતું નથી. કઈ વિધિ બરાબર છે અને કઈ નહીં એવો વિકલ્પ તેમને બેચેન બનાવ્યા કરે છે. મનને નિર્વિઘ્ન બનાવવા માટે ગુરુના માર્ગદર્શનની અપેક્ષા રહે છે. વાય જૈનપરંપરામાં ધ્યાન ૧૬૩ Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન સામે સઘળા રસ નીરસ છે. પ્રેક્ષાધ્યાનની પદ્ધતિ જેટલી સરળ છે તેટલી વૈજ્ઞાનિક પણ છે. તેને તમામ લોકો શીખે એવી અમારી અપેક્ષા છે. પરંતુ સચ્ચાઈ એ છે કે હજારો પ્રયત્નો કરવા છતાં અમે સૌકોઈને ધ્યાની બનાવી શકીશું નહીં. ધ્યાન શીખવા માટે આવશ્યક છે. જયમુનિ જેવી સ્થિતપ્રજ્ઞતા. વિ. સં. ૧૮૭પની વાત છે. ચૌદ વર્ષના જીત મુનિ પાલીના બજારમાં બેસીને લખી રહ્યા હતા. સામે નાટક ચાલતું હતું. નગરનાં બાળકો, વૃદ્ધો અને યુવાનો સૌ નાટક જોઈ રહ્યાં હતાં. તેમની વચ્ચે ઊભેલો એક વૃદ્ધ દુકાનમાં લેખનમગ્ન જીત મુનિને જોતો હતો. લગભગ બે કલાક સુધી નાટક ચાલ્યું. નાટક સમાપ્ત થતાં તે વૃદ્ધ બોલ્યો, “તેરાપંથનો પાયો સો વર્ષ ઊંડો થઈ ગયો. પાસે ઊભેલી વ્યક્તિઓએ વિસ્મયથી પૂછ્યું, “તેવું કઈ રીતે ?' વૃદ્ધે કહ્યું, “જે સંઘમાં એક નાનામાં નાનો સાધુ પણ આટલો સ્થિર થઈને બેસી શકતો હોય, બે કલાકમાં એક વખત પણ આંખ ઊઠાવીને નાટક તરફ જોતો ન હોય, તે સંઘનો વાળ પણ વાંકો થઈ શકે નહીં.' ધ્યાનની સાધના એ લોકો માટે કઠિન છે કે જેમનું મન ભટકતું રહે છે, જેઓ હાસ્ય-કુતૂહલમાં રસ લે છે, જેઓ દૂરદર્શન ઉપર સિરીયલો જોવા માટે લાલાયિત રહે છે અથવા જેઓ નિદ્રાને અત્યંત આદર આપે છે. ધ્યાનનો અભ્યાસ કરવો હોય તો આવા બાહ્ય રસોનો આસ્વાદ ત્યાગવો પડશે. જે દિવસે આ રસ છૂટી જશે તે દિવસથી ધ્યાનમાં રસ પ્રગટશે. તે રસનું આસ્વાદન કર્યા પછી સંસારના સઘળા રસ નીરસ બની રહેશે. Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ a આધ્યાત્મિક વૈજ્ઞાનિકાલ a વ્યક્તિત્વ લાલા જીવન એક ગીત છે- જો કોઈ ગાઈ શકે તો. જીવન એક અવસર છે. જો કોઈ તેનો ઉપયોગ કરી શકે તો. જીવન એક કર્તવ્ય છે- જો કોઈ તેનું પાલન કરી શકે તો. જીવન એક સાહસિક યાત્રા છે. જો કોઈ નિર્ભયતાપૂર્વક આગળ વધી શકે તો. જીવન એક રહસ્ય છે- જો કોઈ તેનું ઉદ્ઘાટન કરી શકે તો. સવાલ એક જ છે કે જીવનને સાર્થક કેવી રીતે બનાવી શકાય ? આજનો માનવી જીવનવિજ્ઞાનના યુગમાં જીવી રહ્યો છે. જીવનવિજ્ઞાનને કેટલાક લોકો જીવવિજ્ઞાન-બાયોલોજી સમજી લે છે, પરંતુ આ જીવજગતનાં રહસ્યોને સમજાવનારું વિજ્ઞાન નથી. તેનો સીધો સંબંધ માનવીની જીવનશૈલી સાથે છે. જે વ્યક્તિએ જીવનની કલાનો બોધ પામવો છે તેને માટે જીવનવિજ્ઞાનનું શિક્ષણ જરૂરી છે. જીવનવિજ્ઞાન પઢાઈ નથી, કઢાઈ છે. પુસ્તકીયું જ્ઞાન નથી, મનન અને નિદિધ્યાસન છે. સંત કબીરની અનુભવવાણી છે. પઢ-પઢ પોથા જગ મુઆ, પંડિત ભયા ન કોયT ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય છે. મોટા મોટા ગ્રંથો વાંચીને, પરીક્ષાઓ આપીને વ્યક્તિ ડીગ્રીઓ મેળવી શકે છે પરંતુ તે પંડિત બની શકતો નથી. પંડિત તો એ છે કે જે પ્રેમની લીપી વાંચે છે અને પ્રેમની ભાષા બોલે છે. વિદ્વતાપૂર્ણ ભાષણ આપનાર વ્યક્તિ કોઈ શ્રોતા ઉપર પોતાનો પ્રભાવ પાડી શકે કે ન પાડી શકે, પરંતુ પ્રેમના બે શબ્દો બોલીને વ્યક્તિ સમગ્ર સંસારને વશમાં કરી શકે છે. આ દષ્ટિએ પુસ્તકીયું જ્ઞાન અને ઉપલબ્ધિઓ કરતાં પણ અધિક મૂલ્ય પ્રાયોગિક જીવનનું છે. જે વ્યક્તિને પ્રાયોગિક જીવનમાં વિશ્વાસ હોય છે તે જ જીવનવિજ્ઞાન ભણી શકે છે. જે લોકોએ જીવનવિજ્ઞાનને સાંભળ્યું નથી, ભર્યું નથી, સમક્યું નથી. તેમાં તેમની આસ્થા કેવી રીતે હોઈ શકે ? કોઈપણ તત્ત્વને જોયા અને અનુભવ કર્યા પછી જ તેમાં આસ્થાના અંકુર પાંગરી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ જરૂરી છે સત્યની શોધ જીવનવિજ્ઞાન કોઈ પારંપરિક જ્ઞાન નથી, શિક્ષણની કોઈ રૂઢ દિશા નથી. તેનો સંબંધ જીવનના યથાર્થ સાથે છે. તેનું આસ્થાસૂત્ર છે- “અપ્પણા સચ્ચમેસેજ'- સ્વયં સત્યને શોધો. સત્ય એક અને અખંડ છે. તેને કોઈ પૂર્ણ જ્ઞાની જ પ્રાપ્ત કરી શકે છે. જ્યાં સુધી સંપૂર્ણ સત્યને હસ્તગત કરવાની અહંતા અર્જિત થતી નથી, ત્યાં સુધી ખંડિત અને વિખરાયેલા સત્ય થકી કામ ચલાવવું પડશે. સત્યને ભલે ગમે તે વ્યક્તિ શોધે, સત્ય સદા સત્ય જ રહે છે. આપણા પૂર્વજોએ સત્યની શોધમાં પ્રસ્થાન કર્યું હતું. તેમણે સત્યને મેળવ્યું હતું. તેમના દ્વારા વારસામાં જે સત્ય મળ્યું છે તેને જ આધાર બનાવીને જીવન જીવી શકાય છે. પરંતુ બીજાઓ દ્વારા શોધેલું સત્ય વાસી થઈ જાય છે. આપણે વાસી ખોરાક ખાવાનું પસંદ કરતા નથી તો પછી વાસી સત્ય શા માટે ચલાવી લેવું ? તીર્થકર સત્યદષ્ટા હોય છે. સત્યની શોધના લક્ષ્ય સહિત તેઓ ચાલે છે અને સત્યની ઉપલબ્ધિ થાય ત્યાં સુધી ચાલતા રહે છે. તેમનું સત્ય શાસ્ત્રોનું સત્ય નથી હોતું, અનુભવનું સત્ય હોય છે. તેમની અનુભૂત વાણીને ગણધરો ગુંથે છે. તે શાસ્ત્રોનું રૂપ લે છે. એક ક્ષેત્રમાં બે તીર્થંકરો એક સાથે થતા નથી. તે બંનેની વચ્ચે સમયનો અંતરાલ હોય છે. વળી સત્ય તેમને પોતપોતાનું હોય છે. તેઓ ક્યારેય એમ નથી કહેતા કે અમુક તીર્થંકરે આમ કહ્યું છે તેથી હું આમ કહું છું. ભગવાન પાર્શ્વ જે સત્યની શોધ કરી તેનો ઉપયોગ ભગવાન મહાવીરે નથી કર્યો. તેમણે કહ્યું, મેં જોયું છે, સમજ્યું છે, અનુભવ્યું છે તેથી હું આમ કહું છું.' અમે તીર્થંકર નથી તેથી અમે બીજાઓની શોધનો ઉપયોગ કરીએ છીએ. અમે ભગવાન મહાવીર દ્વારા શોધાયેલા સત્યનો ઉપયોગ કર્યો છે અને કરતા રહીશું, પરંતુ પોતાની શોધનો રસ્તો બંધ શા માટે કરીએ ? આપણે આપણા તીર્થકરોનું અનુસરણ કરવાનું છે. આપણે સ્વયં સત્યને શોધીએ અને પોતાના દ્વારા શોધેલા સત્યને ભોગવીએ. મહાવીરે ક્યારેય એમ નથી કહ્યું કે “મેં સઘળું શોધી લીધું, હવે નવી શોધની કોઈ અપેક્ષા જ નથી.' તેમનો દષ્ટિકોણ હતો- “સ્વયં સત્ય શોધો. શોધતા જાવ અને પામતા જાવ. તમારે માટે એટલું જ શોધવાનું અને મેળવવાનું બાકી છે જેટલું મારે માટે હતું.' કેટલો ઋજુ અને વ્યાપક દૃષ્ટિકોણ છે ! તેને આધાર માનીને Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ સત્યની શોધમાં જોડાઈ જઈએ તો ક્યારેક તો કોઈ દરવાજો સ્વયં ખૂલી જશે અને અજ્ઞાત જ્ઞાત બની જશે. આ ત્યારે જ શક્ય છે જ્યારે શોધની મનોવૃત્તિ હોય. આજે અનેક વ્યક્તિઓ થિસિસ લખે છે. થિસિસ લખવા માટે શોધ આવશ્યક છે. પરંતુ કોઈ પણ શોધપ્રબંધનો ઊંડાણથી અભ્યાસ કરવામાં આવે તો એમ લાગે છે કે તે માત્ર સંકલન છે. શોધ નામનું તત્ત્વ તેમાં છે જ નહીં, માત્ર સંકલનના આધારે ડિગ્રી મળી જાય છે. આવી શોધો વડે સત્યનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય જીવનવિજ્ઞાનનો ઉદ્દેશ છે આધ્યાત્મિકવૈજ્ઞાનિક વ્યક્તિત્વનું નિમણ. અધ્યાત્મ અને વિજ્ઞાન બંને પરસ્પરનાં પૂરક છે. તેથી બંનેનો સાપેક્ષ વિકાસ જરૂરી છે. યોગક્ષેમ વર્ષમાં પ્રવચનની પૂર્વે એક ગીત ગાવામાં આવતું હતું. તે ગીતનું એક પદ્ય છે. કોરી આધ્યાત્મિકતા યુગ કો ત્રાણ નહીં દે પાયેગી કોરી વૈજ્ઞાનિકતા યુગ કો પ્રાણ નહીં દે પાયેગી, દોનોં કી પ્રીતિ જુડેગી, યુગધારા તભી મુડેગી / ક્યા-ક્યા પાના હૈ, પહલે આંક લો // અધ્યાત્મના ક્ષેત્રમાં વિકાસની અનેક સંભાવનાઓ છે, પરંતુ માત્ર અધ્યાત્મવિકાસથી માનવીનું કામ નહીં ચાલે. વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ વડે માનવીની આંખો વિસ્મિત બની છે. પરંતુ તેને આધારે માનવીના અસ્તિત્વની સુરક્ષા સંભવિત નથી. જે દિવસે અધ્યાત્મ અને વિજ્ઞાનનો યોગ થશે એ જ દિવસે યુગધારાને વાળી શકાશે. તેથી જીવનવિજ્ઞાનના માધ્યમ દ્વારા એક જ વ્યક્તિમાં અધ્યાત્મ અને વિજ્ઞાનને પલ્લવિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અધ્યાત્મની શક્તિ અસીમ છે. માન્યતાના સ્તરે આ વાતને સ્વીકારવી એ કોઈ મોટી વાત નથી. અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોને અધિગત કરવા માટે ઊંડાણમાં ઊતરવું પડશે. ભગવાન મહાવીરે જે સત્ય આપ્યું, તેના ઉપર આસ્થા રાખનાર વ્યક્તિ કહે- ‘ભંતે અયં સે અઢે, અયં સે પરમ, સેસે અણè-ભત્તે !' આપે જે કાંઈ કહ્યું છે એ જ મારે માટે યથાર્થ છે અને એ જ પરમાર્થ છે. બાકી બધું અનર્થ છે. પરંતુ ભૌતિક પરિવેશમાં આનંદાનુભૂતિ કરનાર કોઈ વ્યક્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ અર્થ-ધનને જ અર્થ અને પરમાર્થ સમજે છે. અધ્યાત્મ કે પરમાર્થની ચિંતા તેને માટે અનર્થ બની રહે છે. આ વખતે (સને ૧૯૯૪) દિલ્હી આવ્યા પછી અનેક વિશિષ્ટ વ્યક્તિઓ સંપર્કમાં આવી. તેમાં રાજનેતા, સમાજનેતા, શિક્ષણશાસ્ત્રી વગેરે તમામ પ્રકારના લોકો હતા. મેં તેમની સાથે વાત કરી. મારા મનની કલ્પના તેમને જણાવી. રાષ્ટ્રીય ચરિત્રને ઉન્નત કરવાની ચર્ચા કરી. તેમણે મારી વાતમાં પૂર્ણ રસ લીધો. મારી કલ્પનાનું ઔચિત્ય સિદ્ધ કર્યું. ત્યાં સુધી કહ્યું કે કામ બહુ સારું છે, કરવું જ જોઈએ. આપ પ્રારંભ કરો. તેમાં અમારો સહયોગ મળી રહેશે. પરંતુ કોઈએ એમ ન કહ્યું કે આ કામ આપ અને અમે સાથે મળીને કરીશું. મને આશ્ચર્ય તો ત્યારે થયું કે જ્યારે કેટલાક લોકો એ કહ્યું કે, “આચાર્ય શ્રી ! પરિસ્થિતિઓ એવી વિષમ બની ગઈ છે કે હવે આપણા દેશમાં કાંઈ થઈ શકે તેમ નથી.' નિરાશાના આવા સ્વર સાંભળીને મનમાં થાય છે કે લોકોને આ શું થઈ ગયું છે ? શું અમારું બોલવું, ગાવું, સમજવું, કોઈ પરિણામ લાવશે ખરું ? જો કશું થવાનું જ ન હોય તો આ દિશામાં આટલો પુરુષાર્થ શા માટે કરવો ? દિશા બદલવાની વાત પણ સમજાતી નથી. પુરુષાર્થથી વ્યક્તિત્વ બને છે આધ્યાત્મિકવૈજ્ઞાનિક વ્યક્તિત્વના નિમણિનું સ્વપ્ન જેટલું આકર્ષક છે, તેને ફલિત કરવું એટલું જ કઠિન છે. કારણ કે તેમાં માનવીને બદલવો પડશે. બદલવાની વાત સૌથી વધુ કઠિન છે. જે વ્યક્તિ સતત આપણી સાથે રહે છે. તેને પણ બદલવાનું મુશ્કેલ છે. જે લોકો બદલવાનું લક્ષ્ય લઈને આવે છે તેમને બદલવામાં પણ સમય અને શ્રમની અપેક્ષા રહે છે. આવા સંજોગોમાં અજનબી લોકોની વચ્ચે પરિવર્તનની વાત કેવી રીતે પ્રભાવક બની શકે ? આ આશંકા હોવા છતાં અમે એક પ્રયોગ કરવા ઇચ્છીએ છીએ. પ્રાયોગિક જીવનમાં અમારો વિશ્વાસ છે. કોઈ પણ પ્રયોગ હોય, તેનું પરિણામ આવે છે, નિશ્ચિતરૂપે આવે છે. પુરુષાર્થની પરિણતિમાં વિલંબ થઈ શકે છે, પરંતુ ત્યાં અંધકારને અવકાશ નથી. આપણે જીવનભર પ્રયત્ન કરીએ, પ્રયોગો કરીએ, સંભવતઃ તેનું વાંછિત પરિણામ મળી શકશે. હાથ પગ હલાવતાં હલાવતાં દહીંમાંથી માખણ નીકળી આવશે. Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ મુંબઈમાં નેશનલ ચર્ચના અધ્યક્ષ ફાધર વિલિયમ અમારા સંપર્કમાં આવ્યા. તેમને અણુવ્રત વિશે સમજાવવામાં આવ્યું. તેઓ અણુવતી બન્યા. પૂર્ણ સમજ અને ઊંડી નિષ્ઠા સહિત તેઓ અણુવ્રતી બન્યા. તે અણુવ્રતનું જાગરૂકતાથી પાલન કરતા અને જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં અણુવ્રતની વાત કરતા. તેઓ સારા પ્રવક્તા હતા. એક વખત મુંબઈમાં અણુવ્રત સભાને સંબોધિત કરતાં તેમણે નાનકડી વાત કહી. ઓજપૂર્ણ ભાષા અને પ્રભાવીશૈલીમાં તેમણે કહેલી તે કથાને હું આજે પણ ભૂલી શક્યો નથી. તેમણે કહ્યું – માટલું દહીંથી ભરેલું હતું. ગૃહિણી તેના ઉપર ઢાંકણું ઢાંકવાનું ભૂલી ગઈ. તેમાં બે દેડકા પડ્યા. એક દેડકો ગભરાઈ ગયો. ભયના કારણે તેનું શરીર જડ બની ગયું. તે ધીરે ધીરે દહીંમાં ડૂળ્યો અને મૃત્યુ પામ્યો. બીજા દેડકાએ વિચાર્યું કે મોત સામે ઊભું છે. જો બચાવ થઈ શકે તો થોડોક પુરુષાર્થ કરી જોવો જોઈએ. આવા ચિંતન સાથે તેણે દહીંમાં હાથપગ હલાવવાનું શરૂ કર્યું. દહીંનું મંથન થયું. તેમાંથી માખણ નીકળ્યું. માખણનો ગોળો બની ગયો. દેડકો આરામથી તેની ઉપર બેસી ગયો. એટલામાં ત્યાં ગૃહિણી આવી પહોંચી. તેણે દેડકાને બહાર કાઢ્યો. તે બચી ગયો. આ એક વાત છે. તેનું પ્રતિપાદ્ય છે પુરુષાર્થની પ્રેરણા. માનવી પુરુષાર્થમાં વિશ્વાસ કરે અને ઘેયપૂર્વક તેના પરિણામની પ્રતીક્ષા કરે તો યોગ્ય સમયે તેનું પરિણામ મળશે જ. આ દષ્ટિએ આધ્યાત્મિક વૈજ્ઞાનિક વ્યક્તિત્વના નિમણિમાં અમે અમારા શ્રમ અને શક્તિનું નિયોજન કર્યું છે. જીવનવિજ્ઞાન વ્યક્તિત્વનનિમણનો એક ઘટક છે. બાળકમાં વ્યક્તિત્વની છુપાયેલી શક્યતાઓને પ્રગટ કરવામાં તેનો પ્રયોગ સફળ અને સાર્થક નીવડી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ શિવાજીવનશૈલીમાં કૌશલનો amega પ્રવેશ જરૂરી છે. ઘણા માનવી પ્રવૃત્તિ કરે છે. તેનાં ત્રણ સાધન છે. શરીર, વાણી અને મન. જેન દર્શનમાં તેમને માટે યોગ શબ્દનો પ્રયોગ થાય છે. યોગની પરિભાષા કરતાં કહેવામાં આવ્યું છે કે- મનોવાકાયવ્યાપારો યોગ”મન, વાણી અને શરીરના વ્યાપારનું નામ યોગ છે. ગીતાની પરિભાષા મુજબ કર્મમાં કૌશલનો યોગ માનવામાં આવ્યો છે. કર્મ કરવું માનવીની વિવશતા છે. જ્યાં સુધી શરીર, વાણી અને મન સક્રિય છે, ત્યાં સુધી તે કાંઈક ને કાંઈક કરતો રહે છે. તેને છોડી શકતું નથી. આ તથ્યને ત્યાં એ સ્વરૂપે રજૂઆત કરી છે કે “ન હિ કિશ્ચિત્ ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકતુ”- કોઈ વ્યક્તિ ક્યારેય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતી નથી. કર્મનાં બે સ્વરૂપ છે. સહજ અને સુચિંતિત. સહજ કર્મ થતું રહે છે. તેને માટે વિચારવાની અપેક્ષા નથી હોતી. માખી દિવસભર ઊડ્યા કરે છે. માછલી પાણીમાં તર્યા કરે છે. મચ્છર ઊડતો રહે છે. માંકડ કરડતો રહે છે. કોઈ ચકલી દર્પણ સામે બેસે તો આખો દિવસ પ્રતિબિંબ સાથે લડતી રહે છે. તેની લડાઈ કોઈ બીજા સાથે નથી હોતી. પોતાના પ્રતિબિંબ સાથે હોય છે. તેમાં વિવેક નથી હોતો. તેથી તે પોતાના જ પ્રતિબિંબને બીજી ચકલી સમજીને તેને ચાંચ માય કરે છે. લડતાં લડતાં તેની ચાંચ લોહીલુહાણ થઈ જાય તો પણ તે લડાઈ બંધ કરતી નથી. આવાં કાર્યોમાં કૌશલની વાતનો કોઈ તક નથી. કૌશલનો પ્રશ્ન ત્યાં આવે છે જ્યાં કર્મ સુચિંતિત હોય છે. વિવેક સહિત સંપાદિત કરવામાં આવે છે. કુસલે પુણ ણો બદ્ધ ણો મુદ્દે કૌશલપૂર્વક કાર્ય કરનાર વ્યક્તિ કુશળ કહેવાય છે. જૈન Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ આગમોમાં કુશળને અસાધારણ પુરુષ માનવામાં આવ્યો છે. તે સંદર્ભમાં લખવામાં આવ્યું છે કે – કુસલે પણ ણો બઢે ણો મુદ્દે કુશળ વ્યક્તિ ન તો ક્યાંય બંધાયેલી છે અને ન તો ક્યાંય મુક્ત છે. અહીં કુશળ શબ્દ વીતરાગનો પર્યાય છે. તેમને માટે કોઈક કલ્પ, મયદા, કે પ્રતિબંધ નથી હોતો. પ્રતિબંધ મુક્ત હોવાનો અર્થ એ નથી કે તેમનાં કાર્યોમાં કરણીય-અકરણીયનો વિવેક નથી હોતો. તેઓ એવું કોઈ કામ કરતા જ નથી કે જે અકરણીય હોય. આ દૃષ્ટિએ એમ કહ્યું કે તેઓ મુક્ત પણ નથી. અકુશળ અને કુશળનાં કાર્યોમાં કેટલો મોટો તફાવત હોય છે ! અકુશળ વ્યક્તિ ઉપર પોતાના આત્માનું નિયંત્રણ નથી હોતું તેથી તેના માટે વ્યવસ્થાગત અથવા પરકૃત નિયંત્રણ જરૂરી બની જાય છે. કુશળ વ્યક્તિ આત્માનુશાસન વડે બંધાયેલી રહે છે, તેથી ત્યાં બાહ્ય નિયંત્રણ અકિંચિકર બની જાય છે. કેવી રીતે આવે છે કૌશલ? કૌશલના સંદર્ભમાં ચાર પ્રકારની બુદ્ધિઓનો બોધ પ્રાસંગિક લાગે છે. અમૃતનિશ્ચિત મતિના ચાર પ્રકાર દશર્વિવામાં આવ્યા છે : ઔત્પત્તિકી, વૈનાયિકી, કામિકા અને પારિણામિકી. ઔત્પત્તિકી- સર્વથ અદષ્ટ અને અશ્રુત વિષયનું એકાએક જ્ઞાન થવું તે ઔત્પત્તિની બુદ્ધિનું કામ છે. વૈનાયિકી- વિનય એટલે વિધિપૂર્વક શિક્ષણ. તે શિક્ષણ દ્વારા ઉત્પન્ન થતી બુદ્ધિ એટલે વૈનયિકી બુદ્ધી. કાર્મિકી- કર્મનો અર્થ છે અભ્યાસ. અભ્યાસ કરતાં કરતાં કોઈ કલા કે વિદ્યા અધિગત (પ્રાપ્ત) થાય છે તેને કામિની બુદ્ધિ કહેવામાં આવે છે. પારિણામિકી- ઉંમરની સાથે સાથે વધતા જતા અનુભવમાંથી જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે તે પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. - ઉક્ત ચારે પ્રકારની બુદ્ધિઓમાં કામિની બુદ્ધિનો સંબંધ કૌશલ સાથે છે. કર્મ કરતાં કરતાં તેમાં જે સુઘડતા અને દક્ષતા આવે છે તે કાર્યને જ કૌશલ કહેવામાં આવે છે. ત્રણ ભૂતોનું કાર્ય કોઈ શહેરમાં સંક્રામક બીમારી પ્રસરી ગઈ. બીમારી એટલી ઝડપથી પ્રસરી ગઈ કે લોકો દરરોજ મૃત્યુ પામવા લાગ્યા. એક એક કરીને સેંકડો લોકો મૃત્યુ પામ્યા. ડોક્ટર, વૈદ્ય વગેરે પોતપોતાની sessessessedજીવનટીલીમાંકૌશલનો પ્રવેશ જરૂરી છે :pesetze૪ Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ સમજ પ્રમાણે ચિકિત્સા કરતા હતા, પરંતુ તેમનો કોઈ ઉપચાર સફળ થતો નહોતો. સૌ શહેરવાસીઓ આવી આકસ્મિક આપત્તિથી ચિંતિત થયા. સૌથી વધુ ચિંતા તો રાજાને હતી. એ જ દિવસોમાં શહેરમાં ત્રણ ભૂતવાદીઓ (ભૂવા) આવ્યા. એમણે કહ્યું, “અમે આ ઉપદ્રવને શાંત કરી શકીએ તેમ છીએ.' રાજાએ તેમને રાજદરબારમાં તેડાવ્યા. તેમાં એક જણે કહ્યું, ‘મેં મંત્રની સાધના કરી છે. તેથી એક ભૂત મારા કાબૂમાં છે. તે સુંદર રૂપ ધારણ કરીને શહેરમાં ઘૂમે છે. જ્યારે ભૂત શહેરમાં ભ્રમણ કરે છે ત્યારે તેને જોઈને કોઈ તેની પ્રશંસા કરે છે તો તે ઋષ્ટ થઈ ઊઠે છે અને પ્રશંસા કરનાર વ્યક્તિ નષ્ટ થઈ થાય છે. જે ક્ષણે તે દેખાય એ ક્ષણે તેની સામે મધ્યસ્થ ભાવથી ઊભો રહેનાર રોગમુક્ત બની જાય છે.’ રાજાએ તે ભૂતવાદીને રજા આપી દીધી. કારણ કે આવા સુંદર ભૂતની પ્રશંસા તો સહુ કોઈ કરી નાખે. બીજા ભૂતવાદીએ કહ્યું, “મહારાજ ! મેં લાંબા સમય સુધી સાધના કરી છે. સાધનાથી આકૃષ્ટ થઈને એક ભૂત મારી સાથે રહે છે. તે ભારે કરામતી છે. તે પોતાના રૂપને વિકૃત કરીને શહેરમાં ભ્રમણ કરે છે. તેને જોઈને જો કોઈ હસે કે ઘૃણા કરે તો તેનું માથું સાત ટુકડાઓમાં વિભાજિત થઈને નીચે પડે છે. કોઈ જો તેની પ્રશંસા અને તેની પૂજા કરે તો તે સ્વસ્થ થઈ જાય છે.’ રાજાએ વિચાર્યું કે આવા ભૂતને જોઈને બાળકો હસ્યા વગર રહેશે નહીં. બીમારી દૂર કરવાના લોભમાં કદાચ દેશની ભાવિ પેઢીથી હાથ ધોવા પડે ! બીજા ભૂતવાદીને પણ બીમારી દૂર કરવાની તક મળી નહીં. ત્રીજો ભૂવો રાજાની સામે આવ્યો તેણે કહ્યું, “રાજન્ ! મારી મંત્રસાધનાથી જે ભૂત વશમાં થયું છે તે ભારે વિલક્ષણ છે. તે અત્યંત કુરુપ થઈ ને શહે૨માં ઘૂમે છે. તેને જોઈને જો કોઈ ઘૃણા કરે, તેની નિંદા કરે, તેને ગાળો આપે, પથ્થર નાખે, તેની મશ્કરી કરે અથવા તો બીજું કંઈ કરે તો તે સમ (શાંત) રહે છે, અને માત્ર દૃષ્ટિથી જ સૌને સ્વસ્થ બનાવી દે છે. રાજાએ તે ભૂવાને પ્રયોગ કરવા માટે અનુમતિ આપી. ભૂવાએ મંત્રનું સ્મરણ કર્યું અને ભૂત આવ્યું. રાજાના નિર્દેશ પ્રમાણે તે શહેરમાં ફર્યું. શહેરના લોકોએ તેને જોયું અને તે રોગમુક્ત બની ગયા. રાજાએ પોતાની રાજધાનીમાં તે ભૂતની પ્રતિષ્ઠા કરાવી. રાજાની આજ્ઞાથી શહેરમાં એવી જાહેરાત કરવામાં આવી કે દરવર્ષે અમુક દિવસે આ ભૂતની પૂજા કરવામાં આવે. જે દરેક સ્થિતિમાં નવું દર્શન નવો સમાજ કર Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ સમ રહે છે તે જ પૂજા-પ્રતિષ્ઠા પામે છે. આ વાતનાં ત્રણે ભૂત બીમારીને દૂર કરી શકતાં હતાં, પરંતુ ત્રીજા ભૂતને કામ કરવાની તક મળી. કારણ કે તેના કાર્યમાં કૌશલ હતું. તેણે કોઈને નુકસાન પહોંચાડ્યા વગર શહેરનું સંકટ દૂર કર્યું. આ જ કામ પ્રથમ બે ભૂત વડે કરાવવામાં આવ્યું હોત તો શહેરનાં કેટલાં પરિવારો વેરાન થઈ ગયાં હોત ! તેથી કાર્ય ભલે નાનું હોય કે મો, મહત્ત્વપૂર્ણ હોય કે સામાન્ય, તેમાં કૌશલના મહત્ત્વનો અસ્વીકાર કરી શકાશે નહીં. ઈયાણિ નો કૌશલનો સંબંધ કોઈ એક જ કાર્યક્ષેત્ર સાથે નથી. એક જ સમય કે પરિસ્થિતિ સાથે પણ નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પરિસ્થિતિ મુજબ કૌશલની વ્યાખ્યાઓ પણ બદલાતી રહે છે. અધ્યાત્મ અથવા ધર્મના ક્ષેત્રમાં કૌશલ એને સમજવામાં આવે છે કે જે સ્વસ્થ હોય, આત્મસ્થ હોય, કષાયમુક્ત હોય, અને પવિત્ર આભામંડળયુક્ત હોય. આવી વ્યક્તિઓના સંપર્ક માત્રથી પાપ દૂર થઈ જાય છે. આ જ આરાયને નીચેના પદ્યમાં જોઈ શકાય છે. દર્શન જિનેન્દ્રાણાં સાધુનાં વન્દનેન ચા નચિરં તિષ્ઠતે પાપં, છિદ્રહસ્તે યથા જલમ્ તીર્થંકરોનાં દર્શન અને સાધુઓને વંદન દ્વારા પાપ એવી રીતે દૂર થાય છે જેવી રીતે છિદ્રોવાળી અંજલીમાંથી પાણી. સાધનાના ક્ષેત્રમાં કૌશલનો સંબંધ અકરણીય કાર્યની નિવૃત્તિ સાથે છે. સાધનાના માર્ગ ઉપર પગ મૂકતાં જ સાધક કુશળ બની જાય તો પછી તેણે બીજું કાંઈ કરવાનું રહે નહીં. સાધનાની તડપ છે. માનસિક સંકલ્પ છે. તે દિશામાં પ્રસ્થાન પણ થઈ ચૂક્યું છે. છતાં પોતાને સાધવામાં સમય લાગે છે. પચાસ વ્યક્તિ સાધના કરે છે. એક જ ગુરુનું સાન્નિધ્ય અને એકસરખું વાતાવરણ તેમને મળે છે, છતાં તે સૌ એકસમાન ગતિથી આગળ વધી શકતા નથી. એક જ હાથની પાંચેય આંગળીઓ સમાન નથી હોતી. એ જ રીતે તમામ સાધકો પણ સમાન નથી હોતા. એક સાધુ જે દિવસે દીક્ષિત થાય છે, એ જ દિવસે કેવલી બની શકે છે. એક સાધુ અનેક જન્મોની સાધના પછી પણ કેવલ્યનું વરણ નથી કરી શકતો. આવા સંજોગોમાં તેને માટે કૌશલની ઓછામાં ઓછી અહતા એ છે “ઈયાણિ નો જમણું :: :: જીવનશૈલીમાં કૌશલનો પ્રવેશ જરૂરી છે 19:28:::૪૪૪૪૪૪૪ Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ પુવમકાસી પમાએણે”. પ્રમાદવશ આ જ સુધી જે કાંઈ કર્યું તે હવે નહીં કરું. સાધક વિચારે છે કે અત્યાર સુધી તે કુશળ નહોતો. તેનો વિવેક જાગૃત નહોતો. તેથી તેના દ્વારા પ્રમાદ થતો રહ્યો. પરંતુ હવે તે કુશળ થઈ ગયો. તેનો વિવેક જાગી ગયો. વિવેકાગ્રુતિ પછી પણ જો પ્રમાદ થતો રહે તો તે કૌશલનો શો લાભ? અતીતનું પ્રતિક્રમણ અને ભવિષ્ય તરફ જાગરૂકતા-એ જ છે કુશળતાના વિકાસની પ્રક્રિયા. જાગ્યા ત્યારથી સવાર કેટલાક લોકો એમ વિચારે છે કે કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં જે કામ ન થયું તે ઘડપણમાં શી રીતે થશે ? મારી દષ્ટિએ આ ચિંતન નિષેધાત્મક છે. કામ કરતાં કરતાં તેમાં દક્ષતા આવે છે. અંતિમ ચોટમાંથી સફળતા મળે છે. તેનો અર્થ એવો નથી કે અગાઉની તમામ ચોટ નિષ્ફળ ગઈ. અંતિમ બુંદથી ઘડો ભરાય છે. પરંતુ તેમાં પૂર્વવર્તી બુંદોનો સહયોગ અનિવાર્ય છે. તેથી અતીતમાં કાંઈ જ નથી થયું તેમ વિચારવું કુંઠિત થવા સમાન છે. ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય તરફ ધ્યાન જ જતું નથી. આજ સુધી ધ્યાન ગયું નથી. હજી પણ સમય હાથમાં છે. તેને શા માટે વેડફવો ? જાગ્યા ત્યારથી સવાર- આ સુક્ત નજર સામે રાખીને પુરુષાર્થના દીપકને પ્રદીપ્ત રાખવો આવશ્યક છે. જે લોકો આ દષ્ટિએ સજગ રહેતા નથી, તેઓ પોતાની ઉંમરનો ઘણો મોટો ભાગ વ્યર્થ વેડફે છે. આવા લોકોને મારો પરામર્શ છે કે, “ગયું તે ગયું, હજી જે રહ્યું છે તેને રાખી જાણ.” જે સમય બચ્યો છે તેનો ઉપયોગ કરવાથી જીવન સાર્થક બની શકે છે. કહેવામાં પણ આવ્યું છે કે, પાછલ ખેતી નિપજે, તો પિણ દાલિદ્દર જાય.” અષાઢમાં વરસાદ ન પડ્યો. શ્રાવણમાં પણ વરસાદ ન પડ્યો. ખેડુત નિરાશ થઈ ગયો. ભાદરવા મહિનામાં વરસાદ પડ્યો. ખેડૂતે ખેતર ખેડ્યું નહીં. મિત્રોએ તેને સમજાવ્યો. તેની હિંમત વધારી. તેણે ખેતરમાં બીજ વાવ્યાં. પાક એટલો બધો પાક્યો કે તેનું ભાગ્ય બદલાઈ ગયું. જે લોકો ઉંમરના આખરી તબક્કામાં પહોંચ્યા પછી પણ કૌશલ પ્રાપ્ત કરે છે તે લોકો ઘણુંબધું કરી શકે છે. કુશળતામાં અગ્રેસર થવાની દિશા કુશળતાના સંદર્ભમાં માનવીએ પોતાની કલ્પનાઓના માપદંડ ex::::::: :નવું દર્શન : નવો સમાજ::: ૧૩૮૪૦૦ew Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ સ્થિર ક૨વા જોઈએ. વિદ્યા, અર્થ અને શક્તિનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે ? આ પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતના સુપ્રસિદ્ધ શ્લોકમાં આ રીતે મળે છે વિદ્યા વિવાદાય ધનં મદાય, શક્તિઃ પરેમાં પરિપીડનાય। ખલસ્ય સાધોઃ વિપરીતમેતત્, શાનાય, દાનાય ચ રક્ષણાય દુર્જન વ્યક્તિ પોતાની વિદ્યાનો ઉપયોગ વિવાદ માટે કરે છે. ધન પ્રાપ્ત કરીને તે અહંકારી બને છે. અને શક્તિસંપન્ન થઈને બીજાઓને પીડા પહોંચાડે છે. જ્યારે સજ્જન વ્યક્તિ વિદ્વાન બનીને જ્ઞાનનું આદાનપ્રદાન કરે છે. સંપન્ન થઈને સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં ધનનો ઉપયોગ કરે છે અને પોતાની શક્તિનો ઉપયોગ બીજાના સંરક્ષણ માટે કરે છે. સજ્જન અને દુર્જનનું કુશળ અને અકુશળમાં આરોપણ કરી દેવામાં આવે તો તેમની વ્યાખ્યા સ્પષ્ટ થઈ જશે. આ વ્યાખ્યાઓ સમજ્યા પછી પ્રત્યેક સમજદાર વ્યક્તિ કુશળ બનવાની દિશામાં આગળ વધવા ઇચ્છશે. તેની એક જ દિશા છે - પ્રેક્ષાધ્યાન’. જેણે ધ્યાનની સાધના શરૂ કરી દીધી, તેણે કુશળતાના માર્ગ ઉપર પદાર્પણ કરી દીધું. ધ્યાનનો સાધક પોતાનું ચિંતન બદલે છે, પોતાનો વ્યવહાર બદલે છે અને બીજાઓના પરિવર્તનનું પોતે નિમિત્ત બને છે. પરિવર્તન દ્વારા જે પરિણામ આવે છે તે વ્યક્તિને મૌન પ્રેરણા આપે છે કે કામકાજમાં જ નહીં, જીવનશૈલીમાં પણ કૌશલનો પ્રવેશ જરૂરી છે. જીવનશૈલીમાં કૌશલનો પ્રવેશ જરૂરી છે. Jain Educationa International For Personal and Private Use Only ૧૭૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ E શિક્ષણની નવી દિશા હતી શિક્ષણ જીવનના સંસ્કાર છે. સોળ સંસ્કારોમાં ભલે તેની ગણના ન કરવામાં આવી હોય, પરંતુ જીવનને સંસ્કારી બનાવવામાં તેની મુખ્ય ભૂમિકા છે. પ્રાચીનકાળમાં શિક્ષણનો પ્રારંભ ગુરુકુળોમાં થતો હતો. તેમાં અક્ષરજ્ઞાનસંગીતકલા, શસ્ત્રવિદ્યા વગેરેની સાથોસાથ જીવનની કલાનું પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. કઠોર સંયમ અને કઠોર શ્રમ દ્વારા અર્જિત શિક્ષણ વ્યક્તિત્વને સવગીરૂપમાં શોભાવે છે. દશવૈકાલિક સૂત્રમાં શિક્ષણના ઉદ્દેશોની ચચ સ્વરૂપે કહેવામાં આવ્યું છે કે * મને જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે હું અધ્યયન કરીશ. * હું એકાગ્રતા વિકસાવવા માટે અધ્યયન કરીશ. * હું આત્મસ્થ બનવા માટે અધ્યયન કરીશ. * હું સ્વયં આત્મસ્થ બનીને બીજા લોકોને આત્મસ્થ બનાવવા માટે અધ્યયન કરીશ, શિક્ષક અને વિદ્યાર્થી બંને ઉક્ત ઉદ્દેશોની પૂર્તિ માટે શિક્ષણને સંચરણશીલ બનાવે તો શિક્ષણના ક્ષેત્રમાં નવી ક્રાંતિની શક્યતાનો અસ્વીકાર થઈ શકે નહીં. પરંતુ આટલા પવિત્ર ઉદ્દેશો સહિત આજે કેટલી શિક્ષણસંસ્થાઓ ચાલે છે ? શિક્ષણનો સીધો સંબંધ ભરણપોષણ સાથે જોડવામાં આવે છે. જે શિક્ષણ ભરણપોષણ તરફી નથી હોતું તે આકર્ષણનો વિષય બનતું નથી. ભરણપોષણની સાથે શિક્ષણનો કોઈ વિરોધ ભલે ન જ હોય, પરંતુ માત્ર ભરણપોષણ ઉપર આધરિત શિક્ષણ વ્યક્તિત્વવિકાસના લક્ષ્યને પાર પાડી શકતું નથી. આ દષ્ટિએ શિક્ષણના સ્વરૂપ, ઉદ્દેશ અને સાધનસામગ્રી વગેરે મુદ્દાઓ વિશે ગંભીર અને ગહન વિચાર કરવાની અપેક્ષા રહે છે. જીવનરૂપી સોયનો દોરો એટલે શિક્ષણ : શિક્ષણનાં બે સ્વરૂપ છે- ગ્રહણશિક્ષણ અને આસેવનશિક્ષણ. Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણશિક્ષણ દ્વારા બોધ મળે છે અને આસેવનશિક્ષણ દ્વારા ચરિત્ર ઘડાય છે. જે શિક્ષણપ્રણાલી બહુમુખી બોધ આપતી હોય, પરંતુ. ચારિત્ર તરફ ધ્યાન ન આપતી હોય તે અધૂરી છે. શિક્ષણનું મૂલ્યાંકન ચારિત્રનિમણિના આધારે જ થવાથી તે જીવન સાથે જોડાઈ શકે છે. શિક્ષાર્થી શિક્ષણ મેળવવા ઇચ્છે છે. તે જ્યાં સુધી અવરોધોને પાર કરતો નથી, ત્યાં સુધી શિક્ષણનો અધિકારી બનતો નથી. અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ આ પાંચ મોટા અવરોધ છે. એમને ખતમ કરવા માટે વિનમ્રતા, સહનશીલતા, અપ્રમાદ, સ્વાથ્ય અને ઉત્સાહની અપેક્ષા છે. શિક્ષણની ઉપયોગિતા વિવેકની જાગૃતિમાં છે. શિક્ષણના ક્ષેત્રમાં અનેક ડિગ્રીઓ મેળવ્યા પછી પણ વિવેકનું જાગરણ ન થયું હોય તો તેથી જીવનમાં નિખાર શી રીતે આવે ? શિક્ષણને સસૂત્ર (દોરો પરોવેલી) સોયની ઉપમા આપવામાં આવી છે. જહા સૂઈ સસુરા, પડિયાવિનવિણસ્સUા એવં જીવે સસુરે, સંસારે ન વિણસ્સઈ સોયમાં દોરો પરોવી દીધો હોય તો તે ખોવાઈ જવા છતાં ફરીથી મળી જાય છે. એ જ રીતે શિક્ષણ-સૂત્ર થકી બંધાયેલી વ્યક્તિ. સંસારના ભ્રમણથી પોતાનો બચાવ કરી શકે છે. પ્રાચીન સમયમાં વૃદ્ધ નાની-દાદી કહેતી હતી કે સોયને દોરો પરોવીને જ રાખવી જોઈએ. દોરા વગરની સોય ખોવાઈ જાય તો તેને શોધવામાં ઘણી મુશ્કેલી પડે છે. શિક્ષણ એક દોરો છે. તેમાં પરોવાયેલું જીવન અવ્યવસ્થિત નથી હોતું. તેથી જીવનને શિક્ષણ સાથે જોડીને રાખવું જરૂરી છે. જરૂરી છે વિધાયક વિચાર માનવીની પાસે વિકસિત મસ્તિષ્ક છે. તે વિચારે છે અને પોતાના વિચારને ક્રિયાન્વિત પણ કરે છે. તેની સામે કરણીય કાર્યોની લાંબી સૂચિ છે. તે ખાય છે, પીએ છે, રમત ગમત કરે છે, ભણે છે, વ્યવસાય કરે છે, લગ્ન કરે છે, બાળકો પેદા કરે છે, મકાન બનાવે છે, અને બીજું પણ કોણ જાણે કેટકેટલું કરતો રહે છે. તે સઘળું યાદ રાખે છે. પરંતુ માનવતાને ભૂલી જાય છે. સમસ્યાનું મૂળ એ જ છે. તે સમસ્યાનું સમાધાન પણ શોધે છે, પરંતુ સમાહિત થઈ શકતો નથી. ટીeeeeeeeeટર શિક્ષણની નવી સ્થિતિસ્થ૭ીકરા કારાક Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ કારણ કે તેનું સમાધાન ઉપર ઉપરનું હોય છે. તે ફૂલો અને પાંદડાંને કાપે છે. તેની દષ્ટિ પરિણામ ઉપર સ્થિર હોય છે. તે મૂળને જોતો જ નથી. સમસ્યાનાં મૂળ ઉપર તે પ્રહાર જ કરતો નથી. જો એમ કરતો. હોત તો તેની ઉપર સમસ્યાઓનો વિકરાળ પંજો છવાયો ન હોત. માનવી ભલે ગમે તે કરે પરંતુ તેણે કંઈ પણ કરતાં પહેલાં આંખો બંધ કરીને બે ક્ષણ માટે વિચારવું જોઈએ કે હું માણસ છું. માનવતાની સતત સ્મૃતિ રહેશે તો તે એમ પણ વિચારી શકશે કે હું પશું નથી. હું રાક્ષસ નથી, હું દાનવ નથી, હું કૂર નથી, હું હત્યારો નથી, હું નશાખોર નથી. નેતિ-નેતિની આ ભાષા થકી માનવીમાં હીનતાના ભાવ આવી શકે છે. તેનાથી બચવા માટે તેણે વિચારવું જોઈએ કે હું સંવેદનશીલ છું, હું કરૂણાશીલ છું, હું પ્રામાણિક છું, હું સત્યનિષ્ઠ છું, હું વ્યસનમુક્ત છું, હું આવેશમુક્ત છું અને હું જાગરૂક છું. ચિંતનના આવા પવિત્ર પ્રવાહમાં નિષ્ણાત રહેનાર માનવી જે કાંઈ કરશે તેમાં માનવતાને નહીં ભૂલે. તે પોતાના જીવનને વિકૃત નહીં થવા દે. આ જ છે શિક્ષણની નવી દિશા, જે માનવીને બીજું કાંઈપણ બનાવતાં પહેલાં સાચા અર્થમાં માનવી બનાવે છે. શિક્ષણનો ઉદ્દેશ વિદ્યાર્થી શિક્ષણ મેળવવા માટે વિદ્યાલય, મહાવિદ્યાલયમાં જાય છે. આગળ ભણવું હોય તો વિશ્વવિદ્યાલયમાં પણ જાય છે. જો તેને પૂછવામાં આવે કે તે શા માટે ભણે છે ? તેના શિક્ષણનું લક્ષ્ય શું છે ? તો તેનો સંભવિત જવાબ કદાચ એવો હશે કે મારે એન્જિનીયર, ડોક્ટર, વકીલ, વેપારી, શિક્ષક, વૈજ્ઞાનિક વગેરે બનવું છે. કોઈ પણ વિદ્યાર્થીનો એવો ઉત્તર ભાગ્યે જ હશે કે તેણે માણસ બનવું છે. હોઈ પણ નહીં શકે. કોઈ પણ શિક્ષણ સંસ્થામાં એવો કોઈ વિભાગ જ નથી કે જેમાં માનવતાનું શિક્ષણ આપવામાં આવતું હોય. આજે અપેક્ષા એ વાતની છે કે માનવી ભલે ગમે તે કરે, પરંતુ તે માનવતાના આધારને ન ભૂલે. તે ભણે, લખે, વ્યવસાય કરે કે નોકરી કરે પરંતુ માનવીય મૂલ્યોને વિસ્મૃત ન કરે. સામાન્ય રીતે જોવા એમ મળે છે કે જે વાતો યાદ રાખવાની હોય છે તેમને ભૂલી જવામાં આવે છે અને જેનાથી કશો લાભ થવાની સંભાવના ન હોય તેવી બાબતોને યાદ રાખવામાં આવે છે. મહાપુરુષોની પ્રેરક જીવનગાથાઓને ભુલાવી દેવામાં આવી રહી છે અને અભિનેતાઓ તથા અભિનેત્રીનાં નામોને જાનવું દર્શનનો સમાજdલ00 :30: Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ મંત્રની જેમ સ્મરવામાં આવે છે. આ એવી વિસંગતિ છે, કે જેને દૂર કર્યા વગર શિક્ષણને પ્રભાવશાળી બનાવી શકાશે નહીં. શિક્ષણનો પ્રભાવ પરિવાર, સમાજ અને રાષ્ટ્ર ઉપર પડે છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનું જીવન સંસ્કારી બનશે તો પરિવાર, સમાજ અને રાષ્ટ્રને પણ લાભ મળશે. પરંતુ આ તરફ ધ્યાન કોણ આપે ? રાજનૈતિક નેતાઓને પોતાની સત્તાની ચિંતા છે. ઉદ્યોગપતિઓને પોતાના ઉદ્યોગ-વ્યવસાયની ચિંતા છે. શિક્ષકોને પોતાના ભરણપોષણની ચિંતા છે. સંસ્થાઓના અધિકારીઓને પોતાના નામની ચિંતા છે અને અભિભાવકોને ડિગ્રીઓની ચિંતા છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવું હશે ? એક સમય એવો હતો કે જ્યારે ધર્મગુરુઓ સંસ્કાર-નિર્માણની ચિંતા કરતા હતા. અત્યારે તો તેમની ચિંતાનું વાતાવરણ જ બદલાઈ ગયું છે. આવી સ્થિતિમાં માનવીનું જીવન દિશાહીન બને તો તેની જવાબદારી લેનાર કોઈ હોતું નથી. સૌને પોતપોતાના સ્વાર્થ અને પોતપોતાની ચિંતાઓ છે. જ્યાં સુધી સ્વાર્થી મનોવૃત્તિનું શુદ્ધીકરણ નહીં થાય, જીવનમૂલ્યોને કેન્દ્રમાં રાખવામાં નહીં આવે ત્યાં સુધી શિક્ષણ દ્વારા પણ કોઈ મોટા પરિવર્તનની શક્યતા નથી. શિક્ષણ અને અનુશાસન એક ખ્યાલ એવો પ્રવર્તે છે કે ધર્મગુરુઓનું કામ આત્મા-૫૨માત્માની ચર્ચા પૂરતું મર્યાદિત છે. તેમનું કાર્યક્ષેત્ર અધ્યાત્મ છે. તેઓ પરિવાર, સમાજ, શિક્ષણ કે રાષ્ટ્ર વિશે વિચારી શકે નહીં. ક્યારેક હું પણ એવું જ વિચારતો હતો. મને કેટલીક વ્યક્તિઓએ અવારનવાર સામાજિક બૂરાઈઓ ઉપર પ્રહાર કરવા માટે અનુરોધ કર્યો. મેં તેમની વાત ટાળવા પ્રયત્ન કર્યો. સામાજિક પરંપરાઓ સાથે અમારે શી લેવા દેવા ? આ વિચારધારાને કારણે અનેક વર્ષો સુધી હું મૌન રહ્યો. પરંતુ ધીરે ધીરે મારું ચિંતન બદલાયું. ચિંતન બદલાતાં જ ધર્મનું વ્યાપક સ્વરૂપ પ્રત્યક્ષ થયું. ધર્મનું કામ બૂરાઈઓનો પ્રતિકાર અને ભલાઈનો વિસ્તાર કરવાનું છે. ધર્મના મંચ ઉપરથી જો બૂરાઈનો પ્રતિકાર નહીં ક૨વામાં આવે તો તે કામ કોણ કરશે ? અણુવ્રતનો સમગ્ર કાર્યક્રમ બૂરાઈઓને નિર્મૂળ કરવાનો છે. વૈયક્તિક, સામાજિક, રાજનૈતિક, ધાર્મિક વગેરે જેટલી પણ બૂરાઈઓ છે તે અણુવ્રતના માધ્યમથી દૂર કરી શકાય તેમ છે. શિક્ષણની નવી દિશા Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ઓછી તો જરૂર કરી શકાય. એવી આસ્થા સાથે અમે લાંબી પદયાત્રા કરી. તમામ જાતિ અને વર્ગના લોકોનો સંપર્ક સાધ્યો. લોકજીવનની સમસ્યાઓનું અધ્યયન કર્યું અને તેના સમાધાનની પ્રક્રિયા રજૂ કરી. શિક્ષણજગતની એક મોટી સમસ્યા છે અનુશાસનહીનતા. અનુશાસનનાં બે રૂપ છે- આંતરિક અને બાહ્ય. પોતાનાથી પોતાનું અનુશાસન- આ અનુશાસનનું ઉત્કૃષ્ટ રૂપ છે. આત્માનુશાસનનો વિકાસ નથી થતો ત્યારે બાહ્ય અનુશાસન આવે છે. જ્યાં બંને પ્રકારનાં અનુશાસન પ્રભાવહીન બની જાય છે ત્યાં સ્થિતિ નિયંત્રણમાંથી બહાર નીકળી જાય છે. જીવનમાં અનુશાસન શી રીતે આવે ? આ પ્રશિક્ષણ વિદ્યાલયોમાં આપવામાં આવે, પ્રાયોગિકરૂપે આપવામાં આવે તો શિક્ષણનો વ્યાવહારિક ઉપયોગ થાય છે. મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈએ જે તમારી સાથે સારો વ્યવહાર કરે તેની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ અને જે તમારી સાથે ખરાબ વ્યવહાર કરે તેની સાથે ખરાબ વ્યવહાર કરવો જોઈએ- આ બધું શિખવાડવાની જરૂર નથી. માનવી સંસ્કારોની પંરપરા પોતાની સાથે લઈને આવે છે. થોડીક સમજણ વિકસિત થતાં જ તે એવી વાતો સ્વયં શીખી લે છે. તેણે શીખવાનું તો એ છે કે જે તારી સાથે સારી રીતે વ્યવહાર ન કરે તેના પ્રત્યે પણ તારા મનમાં સદ્દભાવ રહેવો જોઈએ. જે વ્યક્તિ તારા પ્રત્યે ક્રોવે કરે, તેના પ્રત્યે પણ તારે ક્ષમાભાવ કેળવવો જોઈએ. પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે ક્રોધી વ્યક્તિ માટે શંકાનો ભાવ શું શક્ય છે? જે વ્યક્તિ કંઈક કરવા ચાહે છે તેને માટે કશું જ અશક્ય નથી. જેણે કંઈ જ કરવું નથી તેના શબ્દકોષમાં સંભવ જેવો શબ્દ નહીં મળે. ક્રોધને ક્ષમાથી જીતવાની પ્રેરણા ભગવાન મહાવીર પાસેથી મળે છે. મહાવીરને ઉત્તેજિત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. દેવોએ ઉપસર્ગો કર્યા. માણસોએ કષ્ટો આપ્યાં. પશુપક્ષીઓએ તેમને પજવ્યા. પરંતુ મહાવીર વિચલિત ન થયા. કઈ ધાતુમાંથી બન્યું હતું મહાવીરનું શરીર ? હાડમાંસનું પૂતળું જ તો હતા ! છતાં તેમની સહિષ્ણુતા અનુપમ હતી. આ જ છે તે શિક્ષણની નવી દિશા જેને આપણે વ્યક્તિત્વના પરિવર્તની કસોટી સમજીએ છીએ. સૌકોઈ મહાવીર બની શકે નહી. પરંતુ તેમણે જેવું જીવન Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ જીવ્યું, તેનો શતાંશ અથવા સહસ્રાંશ પણ ગ્રહણ કરી લઈએ તો ઘણીમોટી ઉપલબ્ધિ થઈ શકે. થોડીક પ્રતિકૂળતા સામે આવતાં જ વ્યક્તિનું દિમાગ અસ્તવ્યસ્ત થઈ જાય છે. રાત્રીની નિદ્રા અને દિવસની ભૂખ ગાયબ થઈ જાય છે. તે સમયે મહાવીરને યાદ કરીને સંતુલન જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંતુલનનો ઉપદેશ આચાર્ય ભિક્ષુ પાસેથી પણ મળી શકે છે, મહાત્મા ગાંધી પાસેથી પણ મળી શકે છે, ઈશુ ખ્રિસ્ત પાસેથી પણ મળી શકે છે. આ કક્ષાના અનેક મહાપુરુષો પાસેથી મળી શકે છે. તેમની સામે કેટકેટલી વિકટ પરિસ્થિતિઓ હતી ! કેટકેટલા ઉત્તેજનાભર્યા પ્રસંગો હતા ! તેઓ દરેક સ્થિતિમાં શાંત અને સંતુલિત રહ્યા. જીવનવિજ્ઞાન આ બધી વાતો વિદ્યાર્થીઓને શીખવે છે. જીવનમાં નવી દિશાની સંભાવના જીવવિજ્ઞાન પોતાના વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાનું અવરોધક નથી. તે ઇચ્છે છે કે વિદ્યાર્થી માત્ર બુદ્ધિના સ્તરે અટકે નહીં, આગળ વધે. તેણે ભાવનાત્મક સ્તરે પણ વિકાસ કરવાનો છે. જીવનવિજ્ઞાન કોઈ વિદ્યાર્થીને બુદ્ધ, કમજોર, કાયર, કે હ૨૫ોક બનાવતું નથી. તેનું લક્ષ્ય છે વિદ્યાર્થીના જીવનમાં સમત્વનો વિકાસ. આ સંદર્ભમાં એક વાત વિશેષ ધ્યાન આપવા લાયક એ છે કે જીવનવિજ્ઞાનનો આ ઉપક્રમ માત્ર વાજ્રય નથી, બોલવા પૂરતો મર્યાદિત નથી. તેમાં પ્રશિક્ષણનાં બે માધ્યમો છે- ભાષાયુક્ત અને ભાષામુક્ત. બીજા શબ્દોમાં આ માધ્યમોને સૈદ્ધાન્તિક અને પ્રાયોગિક પણ કહી શકાય છે. ભાષાયુક્ત પ્રશિક્ષણ ચાલી જ રહ્યું છે. તેને રોકવાની અપેક્ષા નથી. તેનો પણ થોડો ઘણો પ્રભાવ તો હોય છે. સ્થાયી પ્રભાવ પડશે ભાષામુક્ત પ્રશિક્ષણ દ્વારા, પ્રાયોગિક પ્રશિક્ષણ દ્વારા. આ જ કારણે જીવનવિજ્ઞાન શિક્ષણની નવી દિશા બની શક્યું છે. જીવવિજ્ઞાનની વાત કોઈને રુચિકર લાગે કે ન લાગે, તેને કોઈ સ્વીકારે કે ન સ્વીકારે તે વ્યક્તિની પોતાની સ્વતંત્રતા છે. પરંતુ માનવીને સાચા અર્થમાં માનવી બનાવવો હોય, સમાજનું માળખું બદલવું હોય, ભારતની ગરિમાને પુનઃ અર્જિત કરવી હોય તો આજે નહીં તો કાલે જીવનવિજ્ઞાન જેવો કોઈક ઉપક્રમ ચલાવવો જ પડશે. શિક્ષણનો જે ક્રમ ચાલી રહ્યો છે તેને ખોટો પ્રમાણિત કરવો અથવા તેને અટકાવવો તે અમારો ઉદ્દેશ નથી. જે કાંઈ છે એ તો ઠીક છે જ, શિક્ષણની નવી દિશા Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ પરંતુ તેમાં જે ખામી છે, અધૂરાપણું છે તેને દૂર કરવા માટે જીવનવિજ્ઞાનને શિક્ષણ સાથે જોડવાની જરૂર છે. જે વિદ્યાર્થી આ વિષયમાં વિશેષ યોગ્યતા વિકસાવવા ઈચ્છે તેને માટે તે એક સ્વતંત્ર વિષય પણ બની શકે છે. જ્યાં વિશિષ્ટીકરણનું લક્ષ્ય ન હોય ત્યાં પ્રત્યેક વિષય સાથે પ્રાયોગિક રૂપે જીવનવિજ્ઞાન ભણવામાં આવે તો શિક્ષણનો આ નવો હેતુ વિદ્યાર્થીના જીવનમાં નવી દિશા ખોલવાની સંભાવનાને પ્રશસ્ત કરશે. કલશોક લાડીલા વટાણા લાગી કરી નવું દર્શન નો સમાજathe Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ I am સમાજ સંરચનાનો લા કાલાવાલાલા લાલ આ ધારાવાલા લાલ વ્યક્તિ સમાજનું ઘટકતત્ત્વ છે. સમાજની સંરચનાથી રાષ્ટ્ર પ્રભાવિત થાય છે. રાષ્ટ્રીય ચેતનાનો પ્રભાવ વિશ્વ ઉપર પડે છે. આ સમગ્ર વિશ્વનું સૌથી નાનું એકમ વ્યક્તિ છે. વ્યક્તિ સ્વસ્થ હોય તો સમાજની સ્વસ્થતા પણ વધે છે. સ્વસ્થ સામાજિકતાથી રાષ્ટ્રનું સ્વાચ્ય પ્રભાવિત થાય છે. જગતમાં જેટલાં રાષ્ટ્રો છે તે તમામ સ્વસ્થ હોય તો એક સ્વસ્થ વિશ્વની સરંચના શક્ય છે. આ વાત વૈચારિક સ્તરે જેટલી સુખદ જણાય છે, ક્રિયાત્મક સ્તરે એટલી જ કઠિન છે. કઠિન તો ઠીક, અસંભવ પણ માની લઈએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. અનંતકાળથી ચાલી આવી રહેલી વિશ્વની શૃંખલામાં ઘણુંખરું કોઈ પણ સમય એવો નહોતો કે જ્યારે આ ધરતી અને આકાશનો પ્રત્યેક અણુ સ્વસ્થ હોય. કાળનો રથ હજી અટક્યો નથી. તેનો અંતિમ છેડો ક્યાંય દેખાતો નથી. આવી સ્થિતિમાં નિર્વિવાદ સત્ય એ છે કે આ જગત એક શાશ્વત તત્ત્વ છે. તેમાં સ્વસ્થતા અને અસ્વસ્થતાની સત્તા સદાય રહી છે. આ કારણે જ “વસુધૈવ કુટુંબકમ્', વૈશ્વિકનીડમૂ જેવી આકર્ષક કલ્પનાઓ હજી સુધી પ્રાયોગિકરૂપ પામી શકી નથી. અત્યંત કઠિન છે સમગ્ર સંસારને સ્વસ્થ બનાવવાની વાત. તેથી આપણે સ્વસ્થ સંસારની સંરચનાનું સ્વપ્ન જોવાની ભૂલ નહીં કરીએ. સફળતાનો નવો માપદંડ સ્વસ્થ સંસારની સંરચનાના સંકલ્પસહિત કોઈપણ વ્યક્તિ આગળ ચાલે છે તો તે નિરાશા સિવાય કશું જ પામતી નથી. કારણ કે તે અતિવાદ છે. અતિવાદ અને નિરાશાને પરસ્પર ગાઢ સંબંધ છે. સંસાર તો શું કોઈ પણ રાષ્ટ્રને પણ સુચિંતિત માળખામાં ઢાળી શકાય શિક્ષણની નવી દિશા ૦ ૧૮૩ Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ છે ખરું? જો એવું હોત તો મોટી મોટી ક્રાંતિઓ અસફળ નીવડી ન હોત. સોવિયેત સંઘના વિઘટને સામ્યવાદી રાષ્ટ્ર વ્યવસ્થાઓ ઉપર જે પ્રશ્નાર્થ ચિલ મુક્યું છે તેનો ઉત્તર શોધવામાં પણ અનેક દશકાઓ વીતી જશે. તેથી હું કોઈ સ્વસ્થ રાષ્ટ્રના નિમણિનો દાવો કરતો નથી. શહેરો અને ગામોના નિમણિની યોજનાઓ પણ ચાલી રહી છે, પરંતુ તેમનો સીધો સંબંધ વસ્તીઓ, ઉપનગરો, સડકો, ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો વગેરેની સંરચના સાથે છે. આ કામમાં પણ કાર્યકતઓની પ્રામાણિકતા અનેક પ્રશ્નોના પરિઘમાં અટવાયેલી છે. | મારી રૂચિ સ્વસ્થ સમાજની સંરચનામાં છે. આ દષ્ટિએ મેં કામ શરૂ કર્યું. કામ આજે પણ ચાલી રહ્યું છે. પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે મને આ કામમાં સફળતા મળી છે ખરી ? આ સફળતા મળી હોત તો મારું કામ સમાપ્ત થઈ ગયું હોત. જો હજી સુધી સફળતા નથી મળી તો ભવિષ્યમાં ક્યારેય મળવાની નથી. આવા સંજોગોમાં તે દિશામાં સમય અને શ્રમ ખર્ચવામાં કેટલું ઔચિત્ય ગણાય ? આવા પ્રશ્નોનો સામનો મારે વારંવાર કરવાનો આવે છે. આ સંદર્ભમાં મારો ખ્યાલ એવો છે કે સો ટકા સફળતાનું રંગીન સ્વપ્ન મારી આંખોમાં નથી. જો કોઈ કામમાં પચાસ કે પંચાવન ટકા સફળતા પણ મળી જાય તો તેને અસફળ કઈ રીતે કહી શકાય ? કારણ કે સફળતાનું પલ્લું ભારે છે. સમાજની સ્વસ્થતા અને અસ્વસ્થતાનાં બે પલ્લામાં જ્યાં સુધી સ્વસ્થતાનું પલ્લું ભારે છે, ત્યાં સુધી સ્વસ્થ સમાજની સંરચનાનું સ્વપ્ન ધૂંધળું બની શકશે નહીં. જો એમ હોત તો કોઈ સ્વખું ક્યારેય સફળ થઈ શક્યું ન હોત. આ સંસારમાં અહિંસાનું અસ્તિત્વ છે, તો હિંસાનું પણ અસ્તિત્વ છે. હિંસા અને અહિંસા બંને સાથે સાથે રહે છે. નિતાંત હિંસક કે નિતાંત અહિંસક સમાજની શોધ કરવામાં આવે તો શોધનાર ભારે મુશ્કેલીમાં આવી જશે. એવા કાળખંડની શોધ પણ શક્ય લાગતી નથી, કે જેમાં હિંસા કે અહિંસા નામશેષ થઈ જાય. આવી સ્થિતિમાં અહિંસાના ક્ષેત્રમાં કાર્યરત લોકોની સફળતાનું માપ સાપેક્ષ દષ્ટિકોણથી કરી શકાય છે. સમાજમાં અહિંસાનું પલ્લું ભારે હોય અને હિંસાનું પલ્લું હલકું હોય તો અહિંસાના કાર્યક્રમને અસફળ માનવો ન જોઈએ. માનવીની ત્રણ શ્રેણીઓ માનવી સારું કે ખરાબ કોઈપણ કાર્ય કરે છે તેની પાછળ નવું દર્શન : નવો સમાજ [ ૧૮૪ Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રેરક તત્ત્વ કામના હોય છે. કામના ન હોય તો કોઈપણ કાર્યની પ્રવૃત્તિ શી રીતે થાત ? આ એક સામાન્ય વાત છે કે સંસારી પ્રાણી કામનાઓની જાળથી મુક્ત નથી હોતો. કામનાનાં બે સ્વરૂપ છેપ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત કામના વિકાસની સૂચક છે. જે વ્યક્તિની મહત્ત્વકાંક્ષા જેટલી મોટી હશે તે એટલાં જ મોટાં કામ કરી શકશે. જેનામાં કંઈક કરવાની કે કંઈક બનાવની ઇચ્છા નથી હોતી તે પોતાની કર્મશક્તિને કુંઠિત કરી નાખશે. કેટલાક લોકો ગીતાના નિષ્કામ કર્મની વાતો કરે છે. જૈનદર્શનમાં પણ આકાંક્ષારહિત કરણીને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીરે કહ્યું છે- જે સાધક તપસ્યા કે સાધના કરે છે તેની સામે સ્પષ્ટ લક્ષ્ય હોવું જોઈએ. તે આલોક અને પરલોક સંબંધી ભૌતિક લાલસાઓના નિમિત્તે સાધના ન કરે. પૂજા-પ્રતિષ્ઠા માટે સાધના ન કરે. સાધનાની સાથેસાથે કામનાનો યોગ થાય તો તેની ઉત્કૃષ્ટતા સામે પ્રશ્નાર્થચિહ્ન લાગી જાય છે. પરંતુ આવી નિષ્કામ સાધના પ્રત્યેક વ્યક્તિ કરી શકતી નથી. નિષ્કામતાના શિખર ઉપર વીતરાગ જ આરોહણ કરી શકે છે. વીતરાગ તે હોય છે કે જેને માટે કશું જ પણ મેળવવું બાકી નથી રહેતું. બીજું તો ઠીક, મોક્ષની કામના પણ નિઃશેષ થઈ જાય છે. તેથી વીતરાગને પૂર્ણ કામ કહેવામાં આવે છે. કામનાઓનું કળણ સામાન્ય વ્યક્તિને ફસાવી દે છે અને તે અકામ બની શકતી નથી. આવી સ્થિતિમાં તેને માટે વચ્ચેનો માર્ગ શ્રેયસ્કર છે. અતિકામ અને અકામ આ બંને અતિ છે. અતિકામ બરબાદીનો માર્ગ છે. અકામ વિકાસમાં અવરોધની સ્થિતિ છે. આ બંનેની વચ્ચે રહેનાર વ્યક્તિ અલ્પકામ હશે. તેની કામનાઓ સીમિત અને નિયંત્રિત રહેશે. આવી વ્યક્તિ માટે અલ્પચ્છ શબ્દનો પ્રયોગ થાય છે. આ ભૂમિકા ઉપર માનવજાતિની ત્રણ શ્રેણીઓ હોય છે. અનિચ્છ ઃ જેને કોઈ ઈચ્છા નથી હોતી. મહેચ્છ ? જેની ઇચ્છાઓનો ક્યારેય અંત નથી આવતો. અલ્પચ્છ ? જેની ઇચ્છાઓ સીમિત હોય છે. જે વ્યક્તિના મનમાં કોઈપણ પ્રકારની ઈચ્છા બાકી નથી રહેતી તે વ્યક્તિ મહાન હોય છે. આવી વ્યક્તિઓ માટે જ આપણા લોકકવિઓએ શહેનશાહ શબ્દનો પ્રયોગ કર્યો છે. સમાજ સંરચનાનો આધાર ૭ ૧૮૫ Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ચાહ ગઈ ચિન્તા મિટી, મનવા બેપરવાહ! જિસકો કુછ ન ચાહિએ, સો શાહન કે શાહ // ધરતીપુત્રોમાં એવી વ્યક્તિની ગણના કરવામાં આવે તો, તેમની સંખ્યા કેટલી હશે ? બહુ વધારે તો હોઈ જ ન શકે. આંગળીના વેઢે ગણાવી શકાય એટલી વ્યક્તિઓ મળે તો પણ સંતોષની વાત ગણાય. આ કક્ષાની વ્યક્તિ જ વીતરાગ કે વીતરાગતાની સાધક હોઈ શકે છે. મહેચ્છ વ્યક્તિઓની આકાંક્ષાઓ એટલી બધી વિસ્તૃત હોય છે કે એનો કોઈ અંત દેખાતો નથી. ઈચ્છા હુ આગાસસમા અખંતિયા'આ મહાવીરવાણી એવી વ્યક્તિઓ તરફ સંકેત કરે છે. વધુ પડતી ઈચ્છાઓ માનવીને મૂઢ બનાવી મૂકે છે. જેટલો લાભ થાય છે તેટલો લોભ વધતો જાય છે. લોભી અને કંજૂસ વ્યક્તિ વૈભવના શિખર ઉપર ઊભા રહીને પણ પેટ ભરીને ભોજન કરી શકતી નથી. આવી વ્યક્તિ નિરંતર સંકલેશમાં જીવવા માટે વિવશ રહે છે. જેનદર્શનમાં આવી વ્યક્તિને મિથ્યાદષ્ટિ કહેવામાં આવી છે. વીતરાગતા પ્રત્યેક ધાર્મિક વ્યક્તિનો આદર્શ હોઈ શકે છે, પરંતુ તેની સાધના પરિપાક સુધી પહોંચવામાં ઘણો સમય લે છે. મિથ્યાદષ્ટિકોણ વીતરાગતાના માર્ગનો અવરોધ છે. જ્યાં સુધી વ્યક્તિનો દષ્ટિકોણ સાચો નથી હોતો ત્યાં સુધી તે સમ્યકુ અને અસમ્યની સમીક્ષા કરી શકતી નથી. તેથી સૌ પ્રથમ સમ્યક્રષ્ટિ થવું જરૂરી છે. સમ્યદષ્ટિ વ્યક્તિ જ અલ્પચ્છ હોઈ શકે છે. તે જાણે છે કે સંસારમાં રહેતાં રહેતાં કામનાઓનો અંત લાવી શકાતો નથી. પરંતુ કામનાઓ વ્યક્તિ ઉપર સવાર થઈ જાય એટલી હદે તેને છૂટ આપવાનો પણ શો અર્થ છે ? અલ્પચ્છ વ્યક્તિ દુન્યવી વ્યવહારનો લોભ કરતી નથી, પરંતુ વ્યવહારોમાં થતી વિકૃતિઓને રોકવાનો પ્રયત્ન કરે છે. કમનાઓના વિસ્તારનું પરિણામ માનવી પ્રવૃત્તિ કરે છે. આ તેની ચિંતાનો વિષય નથી. તેને ચિંતા તો રહે છે પરિણામની. કોઈ પ્રવૃત્તિનું પરિણામ બૂરું આવે છે તો તે સજગ બની જાય છે. જો પ્રવૃત્તિ કર્યા પહેલાં તેના પરિણામ વિશે વિચાર થઈ શકતો હોત તો કદાચ પ્રવૃત્તિમાં જ શુદ્ધીકરણનું લક્ષ્ય બની જાત. પરંતુ હાથમાંથી તીર છૂટી ગયા પછી શું થઈ શકે ? કામનાઓના દાસ બનનાર લોકો ક્યારેય વિચારી જ નથી શકતા કે નવું દર્શન : નવો સમાજ [ ૧૮૬ Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ સીમાઓના અતિક્રમણનું પરિણામ કેવું આવશે ? મહાવીરવાણીમાંતેની સ્થિતિનું ચિત્રણ મળે છે- “કામકામી ખલુ અયં પુરિસે, સે સોયતિ જૂરતિ તિપ્રતિ પિતિ પરિતધ્વતિ'- આ પુરુષ કામકામી છે- મનોજ્ઞ શબ્દ અને રૂપની કામના કરનાર છે. કામકામી પુરુષ શોક કરે છે, ખિન્ન થાય છે, કુપિત થાય છે, આંસુ સારે છે, પીડા અને અનુતાપનો પણ અનુભવ કરે છે. આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવવાના કારણે વ્યક્તિની મનોવૃત્તિમાં આગ્રહ આવી જાય છે. આગ્રહ જ્યારે દુરાગ્રહનું રૂપ ધારણ કરે છે ત્યારે કેર વર્તાવે છે. દુર્યોધનના દુરાગ્રહની ભાષામાં કેટલો બધો અહંકાર હતો ! “સૂચ્યગ્રં ચૈવ દાસ્યામિ, બિના યુદ્ધન કેશવ!! - શ્રીકૃષ્ણ, હું યુદ્ધ વગર સોયની અણી જેટલો ભૂભાગ પણ પાંડવોને આપીશ નહીં. કૌરવો અને પાંડવોની વચ્ચે મનોભેદની સ્થિતિ ભારે જટિલ બની ગઈ. તે સમયે સમાધાનની જવાબદારી શ્રી કણે પોતાના માથે લીધી. તેમણે બંને પક્ષને સામસામે બોલાવીને કહ્યું, “દુર્યોધન ! તું તારા સામ્રાજ્યનો વિસ્તાર કર. પાંડવોને તેની સાથે કોઈ લેવા દેવા નથી. તેમને પોતાના પગ મૂકવા માટે જમીન જોઈએ. તું માત્ર પાંચ ગામ પાંચ ભાઈઓને આપી દે. તેથી સમગ્ર સમસ્યા ઉકલી જશે.” દુર્યોધનને શ્રીકૃષ્ણનો પ્રસ્તાવ ગમ્યો નહીં. તેનાં ભવાં તંગ થઈ ગયાં. તે વ્યંગ્યમાં બોલ્યો, “અમારી ભાઈઓની લડાઈમાં તમને લવાદ કોણે બનાવ્યા ? મને તમારી પંચાયતી સ્વીકાર્ય નથી. હું સ્પષ્ટ જાહેર કરું છું કે લડાઈ વગર હું કશું જ આપીશ નહીં. મારા તરફથી પાંડવોને આમંત્રણ છે. તેઓ આવે, લડે, જમીન જીતે અને પોતાના ભુજબળથી ગામ વસાવે.” જો આવી વ્યક્તિઓ સમાજમાં થઈ જાય તો જ્યારે ઇચ્છે ત્યારે મહાભારત રચી દે. અને કોઈને પણ શાંતિથી જીવવા જ ન દે. પરંતુ શું કહી શકાય. આવી વ્યક્તિઓનું પણ નામ ચાલતું જ રહે છે. જ્યાં સુધી મહાભારત રહેશે, ત્યાં સુધી શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિરની સાથે દુર્યોધનનું નામ પણ લેવાતું રહેશે. જ્યારે મળશે સંકલ્પનો પરિપાક આ સંસાર છે. એમાં ખરાબ લોકો હોય છે તો સારા લોકોનો પણ અભાવ નથી હોતો. ભગવાન મહાવીરના શ્રાવકોની જીવનગાથા વાંચીએ તો તેમના પ્રત્યે શ્રદ્ધા અને આદરના ભાવ જાગે છે. શ્રાવક આનંદ, કામદેવ, ચૂલણી પિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકૌલિક, સમાજ સંરચનાનો આધાર ૭ ૧૮૭ Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ સદાલપુત્ર, મહાશતક, નંદિનીપિતા અને લેતિયાપિતા- આ દશ શ્રાવકોનાં નામ ઉપાસકદશા સૂત્રમાં મળે છે. તેઓ મહાવીરના મુખ્ય શ્રાવકો હતા. તેમના પોતપોતાના વ્યવસાય હતા. કરોડોની સંપત્તિના માલિક હતા. સેંકડો વ્યક્તિઓની સાથે રહેતા હતા. હજારો પશુઓ પાળતા હતા. વિપુલ વૈભવ વચ્ચે રહેવા છતાં તેમની કામનાઓ કેટલી બધી સીમિત હતી ! પહેરવા માટે મર્યાદિત વસ્ત્રો અને ખાવા માટે મર્યાદિત ભોજન આખા દિવસમાં એક ફળથી અધિક ખાતા નહોતા. ફળોમાં પણ એક આંબળાથી વિશેષ નહીં. એક અંગરખું. એક જોડી ચંપલ. બીજું તો ઠીક, દાતણ માટેની પણ મર્યાદા ! વ્યક્તિગત ભોગ માટે ઓછામાં ઓછી સામગ્રી. બાકીનું સઘળું સમાજ માટે. આ ઉત્કૃષ્ટ કોટિના શ્રાવકો કહેવાયા. આવા લોકોના જીવનનાં વ્યાખ્યાન કરવામાં આવ્યાં છે. લાખો શ્રાવકોમાં દશ શ્રાવકોનો ઉલ્લેખ તેમનાં વૈશિસ્યનું પ્રતીક છે. તે વૈશિશ્ય કામનાઓને વધારવાથી નહીં, સીમિત કરવાથી આવ્યાં હતાં. સ્વસ્થ સમાજની સંરચનાનો આ મહત્ત્વપૂર્ણ આધાર છે. - સ્વસ્થ સમાજ સંરચનાના સંદર્ભમાં મહાવીરના મુખ્ય શ્રાવકોની ચચ એક આદર્શ તરફ સમાજનું ધ્યાન ખેંચે છે. તે આદર્શ સુધી સેંકડો-હજારો લોકો પહોંચી જાય તે અતિકલ્પના છે. મહાવીરયુગમાં પણ તે ઉલ્લેખનીય શૃંખલામાં માત્ર દશ કડીઓ જોડી શકાઈ. આ દષ્ટિએ એમ સ્વીકારવામાં કોઈ સંકોચ નથી કે તે કક્ષાની વ્યક્તિ શ્રાવક સમાજમાં મોખરે હોઈ શકે છે, સમાજ સંરચનાના સૂત્રધાર તેઓ હોઈ શકે છે, પરંતુ સમગ્ર સમાજને તે માળખામાં ઢાળી શકાતો નથી. સમાજ માટે એક અલગ પ્રકારના ઢાંચાની જરૂર છે. તે ઢાંચો છે અણુવ્રત આચારસંહિતા. મારું આ વર્ષોજૂનું સ્વપ્ન છે. જે દિવસે સમાજની પ્રત્યેક વ્યક્તિ અથવા પ્રત્યેક પરિવાર અણુવતી બની જશે, તે દિવસે એક સ્વસ્થ સમાજ કે અહિંસક સમાજની કલ્પના સાકાર થઈ જશે. “અણવ્રત પરિવાર યોજના'નું પ્રારૂપ પણ આ પૃષ્ઠભૂમિ ઉપર જ તૈયાર કરવામાં આવ્યું છે. એક થી દશ, દશથી સો, સોથી હજાર, હજારથી દશ હજાર, દશ હજારથી એક લાખ- આ રીતે વધતા જતા આંકડાની ગુણાત્મકતાના આધારે સ્વસ્થ સમાજ સંરચનાનો સંકલ્પ ફળદાયી બનશે. એક વ્યક્તિનો આ સંકલ્પ જે દિવસે પ્રત્યેક વ્યક્તિનો સંકલ્પ બની જશે તે દિવસે તેના પરિપાકથી લાખો લાખો લોકો લાભાન્વિત બની શકશે. નવું દર્શન : નવો સમાજ ૧૮૮ Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧ માથાલાલા ઊજળાધાભવિષ્યનું વા શું R : પ્રત્યેક માતાનું સ્વપ્ન હોય છે કે તેના પુત્રનું જીવન ઉપલબ્ધિઓથી સભર બની જાય. ઉપલબ્ધિઓની ચર્ચા જેટલી લોભામણી છે, તેટલી જ તે પ્રબળ સાધના પણ માગે છે. સાધના વગર આજ સુધી કોઈપણ વ્યક્તિને ઉપલબ્ધિઓ મળી નથી. વિદ્યાર્થીઓનું જીવન એક સાધક જેવું જીવન હોય છે. તેનું ભવિષ્ય તેના પરિવાર કે સમાજનું નહીં, રાષ્ટ્રનું ભવિષ્ય હોય છે. જે રાષ્ટ્રના વિદ્યાર્થીઓ જ્ઞાનસંપન્ન અને ચરિત્રસંપન્ન હોય છે, તે રાષ્ટ્રની છબી અલગ જ બને છે. જ્ઞાન અને ચરિત્રના કિનારા જેટલા મજબૂત હોય છે, તેટલી વિદ્યાર્થીજીવનની સરિતા વ્યવસ્થિતરૂપે વહે છે. તેથી જ્ઞાન અને ચરિત્ર બંને પલ્લાં સંતુલિત રાખવાની અપેક્ષા છે. હિંસા, આતંક, ક્રૂરતા, અનુશાસન હીનતા, ચરિત્રહીનતા વગેરે આ યુગની પ્રબળ સમસ્યાઓ છે. આ સમસ્યાઓથી માત્ર કોઈ વર્ગવિશેષ જ આક્રાંત નથી થતો. યુગીન પરિસ્થિતિઓનો પ્રભાવ પ્રત્યેકની ઉપર જુદા જુદા પ્રમાણમાં પડે છે. વર્તમાન યુગની સમસ્યાઓ સાથે નિપટવાનો એક ઉપાય છે શસ્ત્રબળ. દેશમાં ઠેર ઠેર શસ્ત્રબળનો પ્રયોગ થઈ રહ્યો છે.છતાં સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જાય છે. બીજો ઉપાય છે કાનૂનબળ. કાનૂન પાસે અધિકાર હોય છે. ત્યાં અસ્ત્ર અને અર્થ બંનેનો ઉપયોગ થાય છે. જ્યાં કાનૂન પણ અકિંચિકર બની જાય છે ત્યાં વ્યક્તિએ કોઈ નવા પ્રસ્થાનની વાત વિચારવી પડે છે. આવતી કાલની શ્રેષ્ઠતાનો આધાર આજ કોઈ રાષ્ટ્રનો ચહેરો જોવો હોય તો તેની કિશોર પેઢીનો ચહેરો જોવો જોઈએ. આજના કિશોર આવતી કાલના કર્ણધાર બનવાના છે. ઊજળા ભવિષ્યનું આશ્વાસન ૯ ૧૮૯ Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ તેમનું નિમણિ સાચી રીતે ન થઈ શકે તો રાષ્ટ્રના નિમણિનું સ્વપ્ન સાકાર નહીં થાય. કિશોર પેઢીનું નિમણિ કરવા માટે તેના મસ્તિષ્કને પ્રશિક્ષિત કરવું જરૂરી છે. પ્રશિક્ષણ વગર મસ્તિષ્કીય પરિવર્તનની સંભાવના અત્યંત ઘટી જાય છે. જે દેશની કિશોરપેઢી સંસ્કાર-નિમણિની યાત્રામાં એક એક ડગલું પણ આગળ વધે છે તેનું ભવિષ્ય શૂન્યમાં રહેતું નથી. તે વારસામાં મળેલા સંસ્કારો અને પોતાના પુરુષાર્થના બળે વિકાસની નિશ્ચિત દિશામાં આગેકૂચ કરી શકે છે. ભવિષ્યની ચિંતા વર્તમાનની ઉપેક્ષા કરવા માટે ન કરવી જોઈએ. આજની ખોટ જેટલી પ્રાકૃતિક અને જીવનતત્ત્વોથી ભરપૂર હશે એટલી જ આવતી કાલ સુંદર બની શકશે. તેથી અતીતની સ્મૃતિ અને ભવિષ્યની ચિંતાથી અલગ પડીને દેશની ભાવિ પેઢીને ન્યાય આપવો પડશે. ભાવિ પેઢીના કુતગામી અને સંતુલિત વિકાસ માટે સુચિંતિત કાર્યશૈલી ઉપર ધ્યાન આપવાની જરૂર છે. કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતી વખતે બે પ્રકારની નીતિઓ નજર સામે રખવાની હોય છે- દૂરગામી અને શીઘ્રગામી. શીધ્રગામી નીતિ સારી હોઈ શકે છે જો ભવિષ્ય ઉપર તેનો દુગ્ધભાવ ન પડવાનો હોય તો. દૂરગામી નીતિના આધારે સફળતા મેળવવામાં સમય લાગી શકે છે, પરંતુ તેની ભૂમિકા નક્કર બને છે. દેશની ભાવિ પેઢીને યુગિન સમસ્યાઓના પડછાયાઓથી દૂર રાખીને જીવનના યથાર્થનો અનુભવ કરાવવો હોય તો એક સફળનીતિનું નિર્ધારણ કરવું પડશે. શેષનની ચિંતા રાષ્ટ્રીય વિકાસમાં વિદ્યાર્થીઓની ભૂમિકાઓ ઉપર વિચાર કરતી વખતે એક ચિંતન જાગ્યું કે બે અથવા પાંચ વર્ષમાં આપણે વિદ્યાર્થીઓને શું આપવું છે ? તેમને આપણે શું બનાવવા ઇચ્છીએ છીએ ? તેમને જે કાંઈ આપવું છે, તે શિક્ષણના માધ્યમ દ્વારા જ આપી શકાય છે. મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી ટી.એન. શેષન અમારી પાસે આવ્યા અને બોલ્યા, “આચાર્યશ્રી, દેશના કરોડો વિદ્યાર્થીઓની હાલત દયનીય બની રહી છે. તેમને જોઈને આંખોમાં આંસુ આવે છે. વિદ્યાર્થીઓના સંદર્ભમાં આક્રમક મુદ્રામાં ઊભેલો સવાલ આપણી પુરુષાર્થહીનતા ઉપર જાણે કે અટ્ટહાસ્ય કરી રહ્યો નવું દર્શન : નવો સમાજ ! ૧૯૦ Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ છે. દેશને આઝાદ થયે અડધી સદી સમાપ્ત થઈ ચૂકી છે છતાં આપણે તેમને આપી શું રહ્યાં છીએ ? શેષનની ચિંતાની પાછળ છુપાયેલી તેમના મનની પીડાનો આભાસ પામીને મેં પૂછ્યું, “વાત શી છે, શેષાનસાહેબ ? આપ જેવા સમર્થ માનવી આવી નિરાશાની વાત કેમ કરી રહ્યા છે ?” મારી જિજ્ઞાસાનું સમાધાન કરતાં તેમણે કહ્યું, “એવો કોઈ અભ્યાસક્રમ નથી કે જેથી બાળકોને જીવવાનું શિખવાડી શકાય. એવી કોઈ શિક્ષણ પદ્ધતિ નથી કે જે જીવનને સમગ્ર રૂપે જીવનબોધ આપી શકે. એવું કોઈ પુસ્તક નથી જેને જોઈને મન આશ્વસ્ત બની શકે.' આ બધું કહેતાં શેષાનસાહેબ એટલા બધા ભાવુક બની ગયા કે તેઓ પોતાની આસપાસની ઉપસ્થિતિને પણ વિસરી ગયા. તેમની ભાવુકતા અને બેચેની જોતાં મેં કહ્યું, “શેષાનસાહેબ આપની ચિંતા શું અમે ઓછી કરીએ ?' આ પ્રશ્ન તેમને ચોંકાવી દીધા. તેમની આંખોમાં વિસ્મયના ભાવ તરવરવા લાગ્યા. મેં કહ્યું, “આપ જે અભ્યાસક્રમની વાત કરી રહ્યા છો તેવો અભ્યાસક્રમ તૈયાર છે.' આ વાતથી તેઓ પ્રસન્ન થયા. પરંતુ તેમની જિજ્ઞાસાનો અંત ન આવ્યો. તેઓ બોલ્યા. “ક્યાં છે એ અભ્યાસક્રમ ? કોણે તૈયાર કર્યો ? કેવી રીતે તૈયાર કર્યો ? કઈ સંસ્થા દ્વારા તે સ્વીકૃત બન્યો ?’ તેમની અધીર ઉત્સુકતા એકસાથે સઘળા સવાલોના જવાબ શોધવા લાગી. મેં તેમને જીવનવિજ્ઞાનની ભૂમિકા સમજવી અને કહ્યું કે, “આ અભ્યાસક્રમ અમારા નિર્દેશન હેઠળ તૈયાર થયો છે. કોઈ સંસ્થા દ્વારા નહીં, પ્રયોગ દ્વારા માન્ય થઈ ચૂક્યો છે અને તેનું વિધિવત્ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે.' એક પ્રયોગ કાચા ઘડાઓ માટે જીવનવિજ્ઞાન કોઈ અજાયબી નથી. અણુવ્રત અને પ્રેક્ષાધ્યાનનું એક સમન્વિત રૂપ છે જીવનવિજ્ઞાન. તે ખાસ તો બાળકો માટે છે. માનવીની જીવનશૈલીને વ્યવસ્થિત બનાવવાની દષ્ટિએ અણુવ્રતની વાત સામે આવી. અણુવ્રત આચાર-સંહિતાનું સાર્વભૌમ અને સાર્વજનીન રૂપ મોટે ભાગે તમામ લોકોને રૂચિકર લાગ્યું. પરંતુ અમારી પાસે કોઈ જાદુઈ લાકડી નથી, જે ફેરવીને સૌને અણુવ્રતના માળખામાં ઢાળી દઈ શકે. જામી ગયેલા ખોટા સંસ્કારોને ખતમ કરવાનું કામ સરળ નથી. માત્ર ઉપદેશ કે દર્શન વ્યક્તિને બદલી નથી શકતાં. પરિવર્તન માટે જરૂરી છે પ્રયોગ. અણુવ્રત દર્શનને જીવનગત ઊજળા ભવિષ્યનું આશ્વાસન ૯ ૧૯૧ Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ બનાવવાના પ્રશ્ન ઉપર મહાપ્રશજીને મેં સંકેત આપ્યો. તેમણે અધ્યયન અને અનુભવોના આધારે પ્રેક્ષાધ્યાન પદ્ધતિનો આવિર્ભાવ કર્યો. એક સમસ્યા ઉકલી ગઈ. સ્વભાવ-પરિવર્તનની પ્રક્રિયા હસ્તગત થઈ ગઈ. અણુવ્રત અને પ્રેક્ષાધ્યાન એકબીજાનાં પૂરક તરીકે પોતાનું કામ કરવા લાગ્યાં. સંસ્કારોની રૂઢતા કે ટિલતાના કારણે જ્યાં પ્રયોગો ઇચ્છિત પરિણામ ન લાવી શક્યા ત્યાં અમારા ચિંતનની નવી બારી ખૂલી. પાકા ઘડાઓ બદલવા કરતાં કાચા ઘડાઓને સાચા સ્વરૂપે ઘડવાની પ્રેરણાની નિષ્પત્તિ એટલે જ જીવવિજ્ઞાન. આ બાળકો માટે સિદ્ધાન્ત અને પ્રયોગની મિશ્રિત પ્રક્રિયાઓ છે. શિક્ષણની સાથે જોડવાથી તેને જીવનની સાથે સહેલાઈથી જોડી શકાશે. એવી કલ્પના પછી તેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો. પ્રાથમિક કક્ષાથી સ્નાતકોત્તર કક્ષા સુધી જીવનવિજ્ઞાનનો સમગ્ર અભ્યાસક્રમ ભણાવવામાં આવી રહ્યો છે. ભવિષ્યનો આભાસ કોઈપણ રાષ્ટ્રનું ભવિષ્ય કેવું હશે ? તેની ભવિષ્યવાણી જ્યોતિષ વિદ્યાના આધારે કરવામાં આવી રહી છે. પરંતુ મારો ખ્યાલ એવો છે કે રાષ્ટ્રનું ભવિષ્ય તેની શિક્ષણનીતિ ઉપર નિર્ભર હોય છે. જે રાષ્ટ્રમાં વિદ્યાર્થીઓને હિંસાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે, તે આગળ જઈને આતંકવાદનું કેન્દ્ર પ્રમાણિત બની શકે છે. જે રાષ્ટ્રની શિક્ષણનીતિમાં જીવનમૂલ્યો ઉપર ધ્યાન આપવામાં આવે છે, તે રાષ્ટ્રના નાગરિકો માનવતાના વિકાસમાં સહભાગી બની શકે છે. આ દૃષ્ટિએ જીવનવિજ્ઞાનના સંદર્ભમાં શિક્ષણના ક્ષેત્રને પ્રભાવિત કરવું આવશ્યક લાગે છે. શિક્ષણ-ક્રમને વ્યવસ્થિત કરવા માટે ભારતમાં અનેક સંસ્થાઓ સ્થપાઈ. પ્રત્યેક સંસ્થાએ પોતાના લાંબા-લાંબા રિપોર્ટ્સ તૈયાર કર્યા. તેની નિષ્પત્તિથી કોઈને સંતોષ નથી. અમે ન તો કોઈ સંસ્થા બનાવી, ન તો કોઈ રિપોર્ટ બનાવડાવ્યો અને ન તો કોઈ પગારદાર વિદ્વાનને બેસાડીને કામ સોંપ્યું. અમારા જીવનવિજ્ઞાનના મંત્રદાતા મહાપ્રજ્ઞજી છે. તેમના નિર્દેશનમાં કેટલાક સાધુઓ અને સમર્પિત કાર્યકર્તાઓ કામ કર્યું છે. અમારી પાસે સાધુ-સાધ્વીઓની સક્ષમ ટીમ છે. જરૂર પડે તો એક સાથે પચાસ વ્યક્તિઓને કામમાં જોડી નવું દર્શન ઃ નવો સમાજ D ૧૯૨ Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ શકાય છે. અમારું એક જ લક્ષ્ય છે કે જે દેશમાં આપણે રહીએ છીએ, જે દેશના લોકો સાથે આપણો સંબંધ છે, તે દેશનાં બાળકોને સંસ્કારી બનાવવાં જોઈએ. જે દેશનાં બાળકો સંસ્કારી હશે, તે જ દેશ જગતમાં પોતાની છબી ઉજ્જવળ બનાવી શકશે. ચરિત્રનું પ્રમાણપત્ર એક સમય એવો હતો કે જ્યારે ભારત અધ્યાત્મના ક્ષેત્રમાં વિશ્વનો ગુરુ ગણાતો હતો. ભારતીય લોકો પાસેથી ચરિત્રનું શિક્ષણ લેનારા પોતાને ગૌરવશાળી માનતા હતા. આજે તે ભારતની આધ્યાત્મિક શક્તિઓ કુંઠિત કેમ બની ગઈ ? ભારતીય ઋષિમુનિઓની સાધનાનું તેજ ક્ષીણ કેમ થઈ ગયું ? ભારતીય અધ્યાત્મનો વિદેશોમાં પ્રચાર કરનારા સંતો-મહાત્માઓ ત્યાં પહોંચીને ભૌતિકવાદી કેમ બની ગયા ? કોઈપણ વિચાર કે પ્રયોગ જ્યાં સુધી વિદેશમાંથી આયાત નથી થતો ત્યાં સુધી તે ભારતમાં પ્રતિષ્ઠા પામતો નથી. આવી માનસિકતાનું કારણ શું ? આવા અનેક પ્રશ્નો છે, જે ભારતીય ગરિમાને ઘેરીને ઊભા છે. તે ઘેરાને તોડવા માટે સમગ્ર દેશે જાગવું પડશે. જાગરણની દિશાઓ ખોલવાનું અભિયાન ચલાવવું પડશે. આ દૃષ્ટિએ બીજું કોઈ વિચારે કે ન વિચારે, જાગરણનું અભિયાન ચલાવે કે ન ચલાવે પરંતુ અમે અમારી મર્યાદામાં કામ કરવા માટે સંકલ્પિત છીએ. તે સંકલ્પની નાનકડી નિષ્પત્તિ એટલે જીવનવિજ્ઞાન. જીવનવિજ્ઞાનનો જે અભ્યાસક્રમ તૈયાર થયો છે તેમાં અમે અમારાં દષ્ટિ અને અનુભવોનો વ્યાપક ઉપયોગ કર્યો છે. આ વિષયમાં અમારો કોઈ આગ્રહ નથી. મેં જે કાંઈ કર્યું છે તેને અંતિમ માનીને ચિંતનનો માર્ગ બંધ નથી કર્યો. શિક્ષણની દષ્ટિએ મૌલિક વિચાર રજૂ કરનાર કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાનાં સૂચનોનું અમે સ્વાગત કરીએ છીએ. ક્યાંય કશુંક જડવું હોય તો અમને કોઈ મુશ્કેલી નથી. વિદ્યાર્થીના સવÉગીણ વ્યક્તિત્વનું નિર્માણ શિક્ષણની સૌથી મોટી ઉપલબ્ધિ છે. પંદર-વીસ વર્ષો સુધી વિદ્યાલયો, મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોની પરિક્રમા કરીને ત્યાંથી વિદાય લેતી વખતે ઉપાધિઓનાં પ્રમાણપત્રો મેળવી લેવાં તે શિક્ષણનો સાર્થક ઉદ્દેશ નથી. શિક્ષણની સાર્થકતા ચારિત્રિક ઉજ્જળતાનું પ્રમાણપત્ર છે. તે પ્રમાણપત્ર માત્ર કાગળનો ટુકડો જ નહીં હોય, ઊજળા ભવિષ્યનું આશ્વાસન ૯ ૧૯૩ Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવિદ્યાલયના કુલપતિના હસ્તાક્ષરનું ઓશિયાળું નહીં હોય. તે તો પોતે જ બોલશે, વિદ્યાર્થીઓના જીવનથી ઝળકશે અને તેના વ્યવહારથી પ્રમાણિત થશે. આ વિષયમાં જીવવિજ્ઞાન થોડી પણ આશા જગાડી શકે તો અમારો પુરુષાર્થ સફળ છે. Jain Educationa International નવું દર્શન ઃ નવો સમાજ D ૧૯૪ For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ' જ * દાદ દિલીપ = એ કવીસમી સદીનો માનવી કેવો હશે? ભારતની સંસ્કૃતિ બહુરંગી સંસ્કૃતિ છે. અહીં અનેક ધર્મોમાં શ્રદ્ધા રાખનારા લોકો વસે છે. પ્રત્યેક ધર્મની પોતાની સ્વતંત્ર માન્યતાઓ હોય છે. તીર્થયાત્રા અને તીર્થસ્નાનની પરંપરા પણ બદ્ધમૂલ છે. ખાસ પ્રસંગોએ લાખો લોકો નદીસ્નાન કરે છે. કેટલાક લોકો ગંગાસ્નાનનું મહત્ત્વ આપે છે, કેટલીક વ્યક્તિઓની દષ્ટિએ યમુનાનું મહત્ત્વ છે. સરસ્વતીને માનનારા લોકો પણ આ દેશમાં વસે છે. એ જ રીતે જ્યાં આ ત્રણે નદીઓનો સંગમ થાય છે, તે ત્રિવેણી સંગમ' એક વિશિષ્ટ તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. ત્રિવેણીનું જે મહત્ત્વ પ્રશિષ્ટ છે તે એક એક નદીનું નથી. આ લૌકિક દષ્ટિ છે. ત્રિવેણીને એક પ્રતીકરૂપે સ્વીકારી લેવામાં આવે તો અણુવ્રત, પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનના સંગમને ત્રિવેણી સંગમ કહી શકાય છે. અણુવ્રતનો પોતાનો સ્વતંત્ર કાર્યક્રમ છે. તેના પ્રત્યે પ્રત્યેક વર્ગનું આકર્ષણ છે. પ્રેક્ષાધ્યાનની પોતાની પ્રક્રિયા છે. આ પણ સૌ માટે ઉપયોગી છે. પરંતુ પ્રબુદ્ધ વર્ગના લોકો તેનું વિશેષ મૂલ્યાંકન કરી રહ્યા છે. જીવનવિજ્ઞાનના પોતાના સિદ્ધાન્તો અને પ્રયોગો છે. તેનો ઉપયોગ શિક્ષણના ક્ષેત્રમાં થઈ રહ્યો છે. આ ત્રણે કાર્યક્રમ પોતપોતાનાં ક્ષેત્રોમાં સ્વતંત્રરૂપે શક્તિશાળી છે. ત્રણે શક્તિઓનું એકીકરણ થવાથી તેમની ક્ષમતા કેટલી અધિક થઈ જશે તે અનુભવનો વિષય છે. સંયોગથી શક્તિ એક લોકોક્તિ છે- ‘એકલા-એકલ એકલો, બે મિલ બાવન વીર. તેનો પ્રયોગ કેવા સંદર્ભમાં થયો એ તો સંશોધનનો વિષય છે, પરંતુ એકવીસમી સદીનો માનવી ક્વો હશે? • ૧૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ એટલું નિશ્ચિંત છે કે એકમાંથી બે થતાં જ શક્તિ વધી જાય છે. એકલી વ્યક્તિ ધ્યાન કરી શકે છે પરંતુ જ્ઞાનસાધનામાં બે હોય તો વિશેષ સુવિધા રહે છે. સમૂહગાન પણ એક કરતાં વધારે વ્યક્તિ મળીને કરે છે, ત્યારે તેને પ્રભાવી બનાવી દે છે. એ જ રીતે ત્રણ શક્તિઓનો સંગાથ થવાથી અનેક અનુકૂળ પિરણામો લાવી શકાય છે. દૂધ, ચોખા અને ખાંડ આ ત્રણ પદાર્થ છે. દૂધ પી શકાય છે. ચોખા ખાઈ શકાય છે. ખાંડ પણ ફાકી શકાય છે. ત્રણે પદાર્થોનો સ્વતંત્ર ઉપયોગ છે. પરંતુ તેમના અલગ અલગ રહેવાથી ખીર બની શકતી નથી. ખીર બનાવવા માટે ત્રણે પદાર્થોને ભેગા કરવા પડશે. ખીરનો જે સ્વાદ છે તે દૂધ, ચોખા કે ખાંડમાં નથી. તેથી તો ખીર-ખાંડનું ભોજન પ્રસિદ્ધ છે. ગીતા અને જૈનદર્શનની ત્રિવેણી ગીતામાં જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગની ચર્ચા છે. પોતપોતાના સ્થાન ઉપર ત્રણેય યોગોનું મહત્ત્વ છે. કોઈ યોગનો માર્ગ અન્ય કોઈથી ઊતરતો નથી. પરંતુ ત્રણેય યોગોનો યોગ તેમની શક્તિને ત્રિગુણિત જ નહીં, બહુગુણિત કરી દે છે. કોઈ વ્યક્તિ માત્ર જ્ઞાનયોગને જ સર્વસ્વ સમજીને બેસી જાય તો શું તેને સફળતા મળી શકે ખરી ? એ જ રીતે માત્ર ભક્તિના બળે પણ સિદ્ધિ મળી શકતી નથી. જ્ઞાન અને ભક્તિશૂન્ય કર્મ કરનાર વ્યક્તિ પણ જીવનના કોઈ ને કોઈ મુકામે નિરાશ થતી જોવા મળે છે. આ દૃષ્ટિએ ત્રણે યોગોની સંયુક્ત આરાધનાનો સિદ્ધાન્ત કાર્યકારી બને છે. જૈનદર્શનમાં મોક્ષમાર્ગની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે - ‘સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ, સમ્યગ્દર્શન મોક્ષનું સાધક તત્ત્વ છે. પરંતુ સમ્યક્ત્તાનના અભાવે દર્શન અધૂરું છે. સમ્યક્ત્તાનનો પોતાનો ઉપયોગ છે, પરંતુ સમ્યક્ આચરણ વગર તે અપંગ છે. અપંગ વ્યક્તિને સઘળું દેખાય છે છતાં તે ચાલી નથી શકતી. આ સમગ્ર પ્રતિપાદનનો ફલિતાર્થ એ છે કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય મળીને જ મોક્ષનો માર્ગ બને છે. આધુનિક ત્રિવેણી અણુવ્રત, પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાન આ ત્રણેય કાર્યક્રમ નવું દર્શન ઃ નવો સમાજ ] ૧૯૬ Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ વ્યાપક છે. ત્રણેયનો સ્વતંત્ર ઉપયોગ છે. છતાં ત્રણેય મળીને એક સ્વતંત્ર કાર્યક્રમનું રૂપ ધારણ કરે છે. પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે તેમાં શ્રેષ્ઠતા કોની છે ? આ પ્રશ્નનું સમાધાન સાપેક્ષ દષ્ટિએ આપી શકાય છે કે સામાન્ય રીતે જે સમયે જે કાર્યક્રમનો પ્રસંગ હોય છે, સમગ્ર શક્તિનું નિયોજન તેના ઉપર જ કરવામાં આવે છે. આ અપેક્ષાએ કોઈ ઓછું કે વધારે નથી. ત્રણેયનું તટસ્થ મૂલ્યાંકન કરવું હોય તો અણુવ્રતને તમામ કાર્યક્રમોનો પાયો માની શકાય છે. પ્રેક્ષાધ્યાન ભવન છે. તેમાં નિવાસ કરનાર છે. વિદ્યાર્થી, અધ્યાપક અને અભિભાવક. તેમની વચ્ચે ચાલનારો કાર્યક્રમ જીવનવિજ્ઞાન છે. તેમાં કોઈ એકને પણ આમતેમ કરી શકાતું નથી. જીવનવિજ્ઞાનનો સીધો સંબંધ વિદ્યાર્થીઓ સાથે છે. પરંતુ એકલા વિદ્યાર્થીઓ શું કરી શકે ? તેમને જીવનવિજ્ઞાનનું સાચું પ્રશિક્ષણ આપનાર અધ્યાપકો નહીં મળે તો પુસ્તકોનો જ ભાર વધશે. કદાચ યોગ્ય પ્રશિક્ષક મળી જાય અને વિદ્યાર્થી મન લગાવીને પ્રશિક્ષણ પ્રાપ્ત કરે છતાં ઘરનું વાતાવરણ બરાબર નહીં હોય તો સ્કૂલની વાતો સ્કૂલ પૂરતી જ મર્યાદિત બની રહેશે. જીવનવિજ્ઞાનની સૈદ્ધાન્તિક બાજુને પ્રાયોગિક ભૂમિકા આપવા માટે ત્રિકોણાત્મક અભિયાન આવશ્યક છે. પ્રશિક્ષઓની ગ્રહણશીલતા, પ્રશિક્ષકોનો પુરુષાર્થ અને અભિભાવકોની જાગરૂકતાનો યોગ થવાથી અપેક્ષિત પરિણામ લાવી શકાય છે. અણુવ્રત છે પાયાનો પથ્થર અણુવ્રત આપણા સાર્વજનિક કાર્યક્રમોનું આધારભૂત તત્ત્વ છે. અમે લોકોની નજીક ગયા અને લોકોએ કાર્યક્રમોનું મૂલ્યાંકન કર્યું. તેનું નિમિત્ત અણુવ્રત છે. અણુવ્રતની પૂર્વે અમારી ઓળખ તેરાપંથી આચાર્ય તરીકે હતી. તેરાપંથી પણ એવા કટ્ટર કે અમે અમારી કાર્યસીમાને અત્યંત સંકુચિત રાખતા હતા. કોઈ સુધારક અમને સમાજસુધારનો કાર્યક્રમ ચલાવવાનો અનુરોધ કરે તો અમે તેનો સ્વીકાર કરતા નહોતા. અમારું ચિંતન એવું હતું કે પ્રવચન કરવું અને સામાયિક, પૌષધ વગેરે ત્યાગ-પ્રત્યાખ્યાન કરવાં એ જ અમારું કામ છે. સમાજ અને પરિવારની કુપ્રથાઓ સાથે અમારે શી લેવા દેવા ? એવા ખ્યાલને આધારે અને સામાજિક બૂરાઈઓને છોડવાનો ઉપદેશ એકવીસમી સદીનો માનવી કેવો હશે? • ૧૯૭ Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ પણ આપતા નહોતા. આખરે અણુવ્રતના પરિપ્રેક્ષમાં વિચાર કરતી વખતે અમારો દૃષ્ટિકોણ વ્યાપક બન્યો. અમે ચિંતન કર્યું કે બૂરાઈ કોઈ પણ ક્ષેત્રમાં હોય તો તેનો પ્રતિકાર ધર્મના કાર્યક્ષેત્રમાં આવી શકે છે. આ ચિંતનની ક્રિયાન્વિતીના ફળસ્વરૂપે અમે સામાજિક, રાજનૈતિક, શૈક્ષણિક ધાર્મિક વગેરે તમામ ક્ષેત્રોમાં કામ કરવાનું શરૂ કરી દીધું. અણુવ્રતને કારણે અમે લાંબી લાંબી યાત્રાઓ કરી. યાત્રાઓમાં વ્યાપક જનસંપર્ક થયો. દેશના પ્રબુદ્ધ અને ચિંતનશીલ લોકો અમને મળ્યા. તેમની સાથે અનેક વિષયો ઉપર વિચાર-વિમર્શ થયો. કેટલાક લોકોનાં સૂચનો પણ અમારા માટે અત્યંત ઉપયોગી નીવડ્યાં. અણવત વિશે સાહિત્ય લખવામાં આવ્યું. અણુવ્રત શિક્ષક-સંસદના માધ્યમથી શિક્ષણજગતમાં અણુવ્રતનો સ્વર અધિક મુખર થઈ ઊઠ્યો છે. આજે તો સ્થિતિ એવી બની ગઈ છે કે અણુવ્રત અમારી ઓળખનું પ્રખર માધ્યમ બની ચૂક્યું છે. અણુવ્રતના નામથી લોકો મને ઓળખે છે અને મારા નામથી અણુવ્રતને ઓળખે છે. વ્યક્તિ અને કાર્યક્રમમાં આટલું તાદામ્ય ત્યાં જ હોઈ શકે છે જ્યાં કોઈ સારું પરિણામ સામે આવે છે. અણુવ્રત અને પ્રેક્ષાધ્યાન અણુવ્રત રાષ્ટ્રીય ચારિત્રને ઉન્નત બનાવનારું આંદોલન છે. વ્યક્તિ સુધારણા તેની ભિત્તિ છે. વ્યક્તિ વ્યક્તિનું ચરિત્ર સમુન્નત બનશે તો રાષ્ટ્રીય ચરિત્ર-નિર્માણ માટે વિશેષ કાંઈ કરવાનું રહેશે. નહીં. એક અસાંપ્રદાયિક કાર્યક્રમ તરીકે અણુવ્રતે જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તે કોઈ પણ નૈતિક આંદોલનને ભાગ્યે જ મળી હશે. જ્યારથી તેની સાથે પ્રેક્ષાધ્યાનનો યોગ થયો છે ત્યારથી અણુવ્રતની શક્તિ વધી ગઈ છે. પ્રેક્ષાધ્યાન વગર અણુવ્રત અધૂરું છે અને અણુવ્રત વગર પ્રેક્ષાધ્યાનની ભૂમિકા નક્કર બની શકતી નથી. આ દૃષ્ટિએ આ બંને એકબીજાના પૂરક છે. કોઈ વ્યક્તિ અણુવ્રતી બને છે તો તેને માટે પ્રેક્ષાધ્યાનનો અભ્યાસ કરવાનું આવશ્યક બને છે. ધ્યાનના અભ્યાસથી તે અણુવ્રતની આચારસંહિતાને સરળતાથી આત્મસાત્, કરી શકે છે. આ રીતે એક પ્રેક્ષાધ્યાની માટે અણુવતી બનવાનું આવશ્યક છે. કારણ કે નૈતિક ભૂમિકા વગર આધ્યાત્મિક ઉપલબ્ધિઓની વાત માત્ર વિડંબના જ બની રહે છે. નવું દર્શન : નવો સમાજ ! ૧૯૮ Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ એક વ્યક્તિ અણુવ્રતી બનવા ઇચ્છતી હતી. તેના માર્ગમાં એક અવરોધ હતો. તેને નશો કરવાનું વ્યસન હતું. નશામુક્ત થયા વગર અણુવ્રતની આચારસંહિતમાં પોતાને સ્થિર કરવાનું શક્ય નહોતું. । તેણે પ્રેક્ષાધ્યાન શિબિરમાં ભાગ લીધો. બે-ચાર દિવસોની તકલીફ પછી તેની આદત છૂટી ગઈ. તેણે માદક અને નશીલા પદાર્થોથી છૂટકારો મેળવીને જીવનમાં નવી તાજગીનો અનુભવ કર્યો. સત્યની શોધ ચાલુ છે આચાર્ય પાસે ભિક્ષુ આવીને કેટલાક લોકો બોલ્યા, સ્વામીજી ! આપની સાધના સરસ છે. આપ ખૂબ મહાન સાધુ છો. પરંતુ આ વસુધા રત્નગર્ભા છે. આ ધરતી ઉપર આપના કરતાં મહાન અને શ્રેષ્ઠ સાધુ હોય તો આપ તેની સાથે કેવો વ્યવહાર કરશો ?’ આ વાત સાંભળીને આચાર્ય ભિક્ષુએ કહ્યું, “ભાઈ ! આ તો તેં બહુ સારી વાત કરી. હું તો એવી વ્યક્તિઓની શોધમાં છું. જો તેઓ સાધુ અવસ્થામાં મારાથી મોટા હશે તો હું તેમનાં ચરણોમાં પ્રણામ કરીશ. અને નાના હશે તો તેમને ભેટી પડીશ.' આચાર્ય ભિક્ષુનો આ ઉદાર દૃષ્ટિકોણ અમને વા૨સામાં મળ્યો છે. અમે અણુવ્રત, પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનને માનવહિતની દૃષ્ટિએ પ્રસારિત કરી રહ્યા છીએ. પરંતુ અમારો એવો આગ્રહ નથી કે આ કાર્યક્રમ જ સર્વસ્વ છે. એનાથી સારો કોઈ પણ માર્ગ મળે તો તેનો સ્વીકાર કરવામાં અમને કોઈ મુશ્કેલી નથી. અમારા ચિંતનમાં ક્યાંય સ્થગિતતા નથી. અમે તો શોધ કરનારા છીએ. સત્યની શોધમાં આગળ વધી રહ્યા છીએ. ક્યાંય પણ સત્યનું કોઈ કિરણ દેખાય તો તેનો સ્વીકાર કરવામાં સંકોચ નથી રાખતા. અણુવ્રત, પ્રેક્ષાધ્યાન વગેરે પણ સંપૂર્ણ સત્ય નથી. તે બધાના યોગથી કોઈ ને સત્યનો થોડોઘણો પ્રકાશ પણ મળી શકે તો અમને પ્રસન્નતા થશે. બે અતિની વચ્ચે આપણે વીસમી શતાબ્દીના અંતિમ દશકામાં જીવી રહ્યાં છીએ. સત્યનો રથ ઝડપથી આગળ વધી રહ્યો છે. એકવીસમી શતાબ્દીનો પગરવ સંભળાઈ રહ્યો છે. આ સદીમાં માનવીનો પ્રવેશ કેવી રીતે થાય ? આ વિશે કેટલાક લોકો ગંભીરતાથી વિચારી રહ્યા છે. કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર, રોબોટ, અને સુપર રોબોટ જેવા એકવીસમી સદીનો માનવી કેવો હશે ? – ૧૯૯ Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ચમત્કારિક આવિષ્કિારો પછી માનવીને અતિમાનવ બનાવવાની શોધમાં છે. તે માટે જીવશરીરનાં મૂળ તત્ત્વ ડી. એન. એ. (ડી ઓક્સીરિબો ચૂક્લિક એસિડ) ઉપર શોધ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો આ વાત જાણે છે કે ડી. એન. એ. કેવી રીતે કામ કરે છે. જે દિવસે તેની સંપૂર્ણ કાર્યશૈલીનો ખ્યાલ આવી જશે, તે દિવસે કોશિકાઓની મશીનરી ઉપર માનવીનો સમગ્ર અધિકાર સ્થપાઈ જશે. ત્યારબાદ માનવશરીરમાં જે ગુણવત્તાના વિકાસની અપેક્ષા રાખવામાં આવશે તેને વિકસિત કરવાની ફોર્મ્યુલા હાથમાં આવી જશે. તે માનવીની બહુ મોટી ઉપલબ્ધિ ગણાશે. એક તરફ માનવીને અતિમાનવ બનાવવાનું સ્વપ્ન જોવાઈ રહ્યું છે જ્યારે બીજી તરફ માનવજાતિના અસ્તિત્વ ઉપર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. ભૌતિક વિકાસ માટે મોટી મોટી યોજનાઓ બની રહી છે, પરંતુ માનવીય ગુણોની સુરક્ષા તરફ ધ્યાન આપવા માટે અવકાશ નથી. માનવીને સુવિધાઓ આપવા માટે નવી નવી શોધો કરવામાં આવી રહી છે, પરંતુ તેના ચરિત્ર તરફ કોઈનું ધ્યાન જતું નથી. ચારિત્રનિમણમાં સૌથી મોટો હાથ વિચારશક્તિનો છે. હમણાંના કેટલાક દશકાઓમાં માનવીની વૈચારિક અને સાંસ્કૃતિક ઓળખ પણ સમાપ્ત થતી રહી છે. સુધાર નહીં, રૂપાંતરણ એક સમય એવો હતો કે જ્યારે ભારતની પોતાની વિચારશૈલી અને જીવનશૈલી હતી. આજે ભારતીય લોકો ઉપભોગ સામગ્રી ઉપર જ નહીં, વિચારો ઉપર પણ વિદેશી મહોર લેવાની આદત ધરાવે છે. આયાત કરેલી વિચારધારા પ્રત્યે તેમનું જે આકર્ષણ છે તેની સામે ભારતીય સંસ્કૃતિના સનાતન સિદ્ધાંતો ફિક્કા પડી રહ્યા છે. આવા સંજોગોમાં નવા માનવીના નિમણિની જરૂર છે. માનવચારિત્રને સુધારવા માટે પ્રત્યેક યુગમાં પ્રયત્નો થયા છે. પણ એમ લાગે છે કે હવે માત્ર સુધારથી કામ નહીં ચાલે. નવા નિમણિ માટે સમૂળ રૂપાંતરણની અપેક્ષા છે. જીર્ણશીર્ણ વસ્ત્રોમાં કેટલાં થીંગડાં મારવાં ? અંતિમ સમાધાન તો તેને બદલવાથી જ શક્ય છે. અણુવ્રત, પ્રેક્ષા ધ્યાન અને જીવનવિજ્ઞાન- આ ત્રિઆયામી કાર્યક્રમના આધારે નવા માનવીના નિર્માણની પ્રક્રિયાને વ્યાવહારિક બનાવી શકાય તો નવું દર્શનઃ નવો સમાજ | ૨૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ સાચા અર્થમાં નવી સદી કે નવા યુગનો પ્રવેશ સાર્થક થઈ શકે છે. નવા યુગ સાથે મારો મત કોમ્યુટર કે રોબોટના યુગનો નથી. કોમ્યુટર કે રોબોટની ઉપયોગિતા હોઈ શકે છે, પરંતુ તે માનવીની ઉપયોગિતા ઉપર પ્રશ્નાર્થ ચિલ મૂકી દે છે. તેથી આગામી યુગને અહિંસા, અણુવ્રત કે પ્રેક્ષાધ્યાનનો યુગ બનાવી શકાય તો માનવીની જીવનશૈલી અને કાર્યશૈલી સ્વાભાવિક રીતે પરિવર્તન પામશે. આ યુગમાં માનવીની મહત્તા સત્તા, સંપદા અને શક્તિના આધારે નહીં ગણાય. તે યુગમાં જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ અને સંપ્રદાયવાદના ઘેરામાં માનવી વિભક્ત નહીં બને. માત્ર માનવતાના આધારે જ માનવીનું મૂલ્યાંકન કરનાર યુગ જ વાસ્તવમાં નવાં યુગની પ્રતિષ્ઠાને સ્થાપિત કરી શકશે. એકવીસમી સદીનો માનવી કેવો હશે? - ૨૦૧ Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ lી | મહાવીરનું અર્થશાસ્ત્ર . ક કક જ માનવજાતિને ત્રણ શ્રેણીઓમાં વિભક્ત કરી શકાય છેભવિષ્યદર્શી, વર્તમાનદર્શી અને વિગતદર્શી. અતીતને જોવો, તેના વિશે વિચારવું એ કોઈ મોટી વાત નથી. પોતાની ગતિવિધિ કે કાર્યશિલીને વળાંક આપવા માટે અતીતની સમીક્ષા ઉપયોગી બની શકે છે. પરંતુ અતીત વિશે અધિક ચિંતન કરવાથી કોઈ ઉપલબ્ધિ મળી જતી હોય તેમ લાગતું નથી. પગની સામે તો સૌ કોઈ જોઈ શકે છે. જે વ્યક્તિમાં ચિંતનની ક્ષમતા હોય કે ન હોય તે વ્યક્તિ પણ વર્તમાનમાં ઘટિત ઘટનાઓ ઉપર દષ્ટિપાત સ્વાભાવિક રીતે જ કરી શકે છે. માનવીની જ શી વાત, એક પશુ પણ વર્તમાનજીવી હોઈ શકે છે. ખાણીપીણી, સુરક્ષા, બચાવ વગેરે તેનાં તમામ કાર્યો તાત્કાલિક અપેક્ષાઓ અને પરિસ્થિતિઓના આધારે થાય છે. ચિંતનશીલ તો એ કહેવાય છે કે જે ભવિષ્યને જુએ છે. સો-પચાસ વર્ષની વાત વિચાર્યા વગર કોઈપણ વ્યક્તિ કોઈ મોટી યોજનાનો આરંભ ન કરી શકે. દીર્ઘ પશ્યત મા હર્પ, પરં પશ્યત માપરમદીર્ઘકાળને જુઓ અલ્પકાળને શું જોવાનો ? ઉત્કૃષ્ટને જુઓ, સાધારણને શું જોવાનું ? ઉપનિષદોની આ વાણી માનવીને આગળની વાત વિચારવાની પ્રેરણા આપે છે. કષાય અને નોકષાય શું છે? આ સંસારમાં જેટલા અર્થશાસ્ત્રીઓ થયા, જે જે લોકોએ નવી અર્થનીતિઓ આપી તે સૌએ કદાચ દૂરગામી ચિંતનને ક્રિયાન્વિત કરવાની ચેષ્ટા કરી છે. સમાજસુધાર કે માનવીને સુખી બનાવવાની અભિપ્રેરણાથી કરવામાં આવેલા પ્રયત્નોનું સ્વાગત પણ થાય છે. પરંતુ એ વાત ન ભૂલવી જોઈએ કે જ્યાં સુધી માનવીની ભીતરમાં કષાય અને નોકષાય રહેશે ત્યાંસુધી તે સુખી નહીં બની શકે. કષાય અને નોકષાય જેનદર્શનના પારિભાષિક શબ્દો છે. નવું દર્શન ઃ નવો સમાજ [ ૨૦૨ Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ, માન, માયા, અને લોભ આ ચતુષ્પદીનો વાચક છે કષાય શબ્દ. સંસારમાં પરિભ્રમણશીલ પ્રત્યેક પ્રાણી આ ચતુષ્પદી સાથે જકડાયેલું છે. પ્રમાણમાં તફાવત જરૂ૨ છે. કોઈ વ્યક્તિને તીવ્ર ગુસ્સો આવે છે અને તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે. તો કોઈ વ્યક્તિને ખૂબ ઓછો ગુસ્સો આવે છે. આ જ વાત માન, માયા અને લોભ વિશે પણ કહી શકાય. નોકષાય એટલે કષાયનો અભાવ નહીં, કષાયને ઉત્તેજિત કરનારી વૃત્તિઓ. નોકષાયના નવ પ્રકાર છે. હાસ્ય, રતિ, અરિત, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ. આ વૃત્તિઓ કષાયની સાથે પેદા થાય છે અને તેની સાથે જ સંવેદિત પણ થાય છે કષાય અને નોકષાયનો સંબંધ મોહનીય કર્મ સાથે છે. જ્યાં સુધી મોહનીય કર્મનો ક્ષય નથી થતો ત્યાં સુધી માનવી એકાંતિક સુખનો અનુભવ કરી શકતો નથી. મુસલમાન સારો નથી જ્યોર્જ બર્નાર્ડ શો એક મોટી સભાને સંબોધિત કરતા હતા. એવામાં તેમણે ઇસ્લામ ધર્મની મુક્તકંઠે પ્રશંસા કરી. તેમનું ભાષણ સમાપ્ત થયું. એક વ્યક્તિ તેમની નજીક જઈને બોલી, “શો, એમ લાગે છે આપ હવે તરત જ ઈસ્લામ ધર્મ સ્વીકારી લેશો.' બર્નાર્ડ શોએ પૂછ્યું, ‘કેમ ભાઈ ! તને આવી વાત કોણે કરી ?” પ્રશ્નકર્તાએ કહ્યું, ‘કહ્યું તો કોઈએ નથી. પરંતુ આપે ઈસ્લામ ધર્મની આટલી બધી વિશેષતાઓ જણાવી તેથી મને એમ લાગ્યું.’ બર્નાર્ડ શોએ તે ભાઈની જિજ્ઞાસાનું સમાધાન કરતાં કહ્યું, “તારી વાત ઠીક છે. ઈસ્લામ ધર્મ ખૂબ સરસ છે. હું એનો સ્વીકાર કરી લેત . પરંતુ મારી એક મુશ્કેલી છે. ધર્મ તો સારો છે પરંતુ મુસલમાન સારો નથી.’ ધર્મ અને મજહબ બે અલગ તત્ત્વો છે. ધર્મ હંમેશાં સારો જ હોય છે. બૂરાઈ મજહબોમાં આવે છે. પ્રત્યેક ધર્મના સિદ્ધાંતો મહાન હોય છે, પરંતુ માનવી તેનું પ્રામાણિક પાલન કરતો નથી. જ્યાં સુધી ધર્મ આત્મસાત્ થઈ શકતો નથી, ત્યાં સુધી માનવી સારો બની શકતો નથી. બધું જ બરાબર હોવા છતાં જો માનવી બરાબર ન હોય તો કોઈ જ કામ બરાબર ચાલતું નથી. તેથી સૌપ્રથમ માનવીને બરાબર કરવાની જરૂર છે, તેની વૃત્તિઓને બદલવાની જરૂર છે, કષાય અને નોકષાયને ઘટાડવાની જરૂર છે. Jain Educationa International મહાવીરનું અર્થશાસ્ત્ર ૨૦૩ For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ દરિદ્ર કોણ? કષાય ચતુષ્ટયીના આખરી છેડે પ્રતિષ્ઠિત છે લોભ, લોભની અભિપ્રેરણા વ્યક્તિને અથર્જનની દિશામાં અગ્રસર કરે છે. આ દિશાનો જેટલો વિસ્તાર થાય છે એટલો જ લોભ વધતો જાય છે. જેટલી સંપન્નતા એટલી જ તૃષ્ણા. આ એક શાશ્વત સત્ય છે. આ સત્યને તપાસનારા કેટલાક વિશિષ્ટ લોકોનું ચિંતન બીજું જ છે. તેમણે કહ્યું કે કો વા દરિદ્રો હિ વિશાલતુણ શ્રીમાંશ્ચ કો યસ્ય સમતિ તોષ છે જે વ્યક્તિની તૃષ્ણા જેટલી વિશેષ હોય છે તે એટલો જ મોટો દરિદ્ર હોય છે. એ વ્યક્તિ સૌથી વધુ સમૃદ્ધ છે કે જે પૂર્ણ સંતુષ્ટ રહે દરિદ્ર અને સમૃદ્ધની આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે દરિદ્રતા અને સમૃદ્ધિનો સંબંધ અર્થ (ધન) સાથે નહીં, પરંતુ વ્યક્તિના વિચારો સાથે છે, વૃત્તિઓ સાથે છે. તેથી વૃત્તિઓ અને વિચારોના શુદ્ધીકરણની અપેક્ષા છે. ચિત્ર બનાવવા માટે સ્વચ્છ કેનવાસ જોઈએ. કેનવાસ ઉપર ધબ્બા હશે તો ચિત્ર સુંદર નહીં બને. શુદ્ધીકરણ માટે પણ સ્વચ્છ દષ્ટિ જોઈએ. તેનું જ નામ સમ્યક્ટર્શન છે. તે માટે કષાયના દબાણને હળવું કરવું આવશ્યક છે. અકિંચન અને ચક્રવર્તીનું સુખ અર્થ જીવનયાપનનું સાધન છે એ વાત સાચી છે. જો તેને સાધન તરીકે સ્વીકાર્યું હોત તો અથર્જનની મયદા જોવા મળત. પરંતુ જ્યારે તે સાધનના સિંહાસન ઉપરથી ઊઠીને સાધ્યના સિંહાસન ઉપર બેસી જાય છે ત્યારે અનેક સમસ્યાઓ ઉદ્દભવે છે. જ્યાં અર્થને વિલાસિતા અને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવવામાં આવે છે ત્યાં પણ પ્રશ્નો વધે છે. અર્થની સાથે સુખ-શાંતિની અસત્ કલ્પનાઓ પણ જોડાયેલી છે. પરંતુ એવી કલ્પનાઓની કરોડરજજુ ત્યારે તૂટી જાય છે, જ્યારે એક અકિંચન વ્યક્તિના સુખ સાથે ચક્રવર્તી સમ્રાટનું સુખ તોલવામાં આવે છે. ત્રાજવાના એક પલ્લામાં અકિંચનનું સુખ અને બીજા પલ્લામાં ચક્રવર્તી સમ્રાટનું સુખ. ત્રાજવાની દાંડી ઊંચકતાં ચક્રવર્તીના સુખવાળું પલ્લું ખૂબ ઉપર જાય છે અને નવું દર્શન ઃ નવો સમાજ | ૨૦૪ Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ અકિંચનના સુખવાળું પલ્લું નીચે અડે છે. આ તફાવતની અભિવ્યક્તિ નીચેના પદ્યમાં થઈ છે : તણસંથારહિસાણોકવિ, મુણિવરોભટ્ટરાગમયમાહો જંપાવઈ મુત્તિ-સુહં, કરો તે ચક્કવટ્ટી વિના રાગ, મદ અને મોહને જીતનાર અકિંચન મુનિ ઘાસના આસન ઉપર બેસીને જે અનિર્વચનીય સુખનો અનુભવ કરે છે, તે એક ચક્રવર્તી સમ્રાટ પણ કરી શકતો નથી. મહાવીરનું દર્શન કહે છે કે સુખ ન તો પદાર્થમાં છે ન તો તેના ત્યાગ કે ભોગમાં છે. સુખ વ્યક્તિની પોતાની વૃત્તિઓમાં છે. માનવી પોતાનામાં જીવવાનું શીખી લે તો તે સંસારનું સૌથી મોટું સુખ મેળવી શકે છે. આ વિધાનમાં કદાચ અતિવાદની ગંધ આવે છે. સંસારના મોટા ભાગના લોકો આ વાતમાં વિશ્વાસ નહીં કરે. છતાં એ તો નિશ્ચિત છે કે દોડાદોડ, પ્રતિસ્પર્ધાઓ અને ખેંચતાણમાં સુખ નથી. તેમાં તો માત્ર સુખાભાસ જ મળી શકે છે. અર્થશાસ્ત્ર સાથે મહાવીરની ચર્ચા શા માટે? વર્તમાન યુગ જાહેરખબરનો યુગ છે. જાહેરખબર-સંસ્કૃતિની ઝાકઝમાળથી માનવીની આંખો અંજાઈ ગઈ છે. સામાન્ય પદાર્થ પણ જાહેરખબરની મદદ લઈને સૌની આંખોમાં વસી જાય છે. જાહેરખબર સમાચારપત્રોમાં હોય છે, પોસ્ટરોમાં હોય છે, સંબંધિત પદાર્થોનાં પેકેટો ઉપર હોય છે, અને દૂરદર્શન ઉપર પણ અત્યંત આકર્ષક રીતે બતાવવામાં આવે છે. લોકો તેને રુચિપૂર્વક નિહાળે છે. તેમના પ્રત્યે આકર્ષિત થાય છે. અને યેન કેન પ્રકારેણ તે મેળવવાનો પ્રયત્ન કરે છે. માનવીની મનોવૃત્તિ સુધારાવાદી હોય છે, ભોગવાદી હોય છે. સુવિધા અને ભોગ માટે અર્થની આંધળી દોડમાં ઉચિત-અનુચિતનો વિવેક જ સમાપ્ત થઈ જાય છે. આ જગતનું અર્થશાસ્ત્ર છે. તેના આધારે જ દુનિયાદારી ચાલે છે. તેની સાથે મહાવીરના અર્થશાસ્ત્રનો ઉપયોગ નહીં થાય તો અર્થશાસ્ત્રીય સમસ્યાઓનું સમાધાન નહીં થાય. મહાવીરના અર્થશાસ્ત્રનો પાયો સાધનશુદ્ધિ છે. આ પાયા ઉપર નિયંત્રિત ઇચ્છાઓનો મહેલ ઊભો થશે ત્યારે માનવી મહાવીરનું અર્થશાસ્ત્ર • ૨૦૫ Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ સુખચેનથી જીવી શકશે. કેટલાક લોકો પૂછે છે કે અર્થશાસ્ત્ર સાથે મહાવીરને જોડવાનો ઉદ્દેશ શો છે ? આ પ્રસંગે એક દોહો યાદ આવે છે દહી જુ માટે ઘાલિયો કરે જુ દાઝાજાઝ / ઊન્ડા ઠંડા ક્યું કરે? (એક) માખણ કૈરે કાજ રે માનવી દૂધ ઉકાળે છે, ઠંડું કરે છે, દહીં જમાવે છે, તેને માટીના પાત્રમાં ભરે છે અને વલોણા વડે તેનું મંથન કરે છે. તેને ફીણવાળું બનાવી દે છે. શા માટે ? માખણ મેળવવું છે. માખણના ઉદ્દેશથી તે સમગ્ર પ્રક્રિયા કરે છે. અર્થશાસ્ત્રના સંબંધમાં આ સમગ્ર ચર્ચા-પરિચર્ચાનો એક જ ઉદ્દેશ છે કે અશાંત અને બેચેન માનવીને કોઈ એવો રસ્તો મળી જાય કે જેના ઉપર ચાલીને તે શાંતિનો અનુભવ કરી શકે. નવું દર્શન : નવો સમાજ | ૨૦૬ Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ L શિલા સમાજવાદ, સામ્યવાદી અને મૂડીવાદળamલાલાણી સમાજ માટે ધર્મ ઉપયોગી છે, પરંતુ માત્ર ધર્મના આધારે સમાજ ચાલી શકતો નથી. આ દષ્ટિએ સામાજિક જીવનમાં ધર્મશાસ્ત્રની જેમ અર્થશાસ્ત્ર ઉપર પણ નવું ચિંતન થતું રહે છે. અર્થ શાસ્ત્રના ક્ષેત્રમાં કેટલીક એવી વ્યક્તિઓ મળે છે જેમણે પ્રાસંગિક વિચારો વ્યક્ત કર્યા છે. તેમના વિચારોએ એક નવી હલચલ જગાડી છે. તે લોકોમાં ગાંધી, માર્કસ, કીન્સ વગેરે કેટલીક વ્યક્તિઓનાં નામ ઉલ્લેખનીય છે. સમાજવાદ, સામ્યવાદ, અને મૂડીવાદના સંદર્ભમાં તેમની અવધારણાઓ ઉપર વિચાર કરી શકાય છે. ગાંધીનું દર્શન ગાંધી અધ્યાત્મવાદી વિભૂતિ હતા. તેમણે પોતાના જીવનમાં અધ્યાત્મના અનેક પ્રયોગો કર્યા. અહિંસા પ્રત્યે તેમની ગાઢ શ્રદ્ધા હતી. તેઓ પોતાની શ્રદ્ધાને સાર્વજનિક બનાવવા ઇચ્છતા હતા. તેઓ સમગ્ર સમાજ, દેશ અને માનવજાતિના અભ્યદયની ચિંતા કરતા હતા. તેમનું ચિંતન વ્યક્તિવાદી નહીં પરંતુ સમાજોન્મુખી હતું. વિનોબાજી દ્વારા સંપ્રેષિત સર્વોદય આંદોલનનું બીજ ગાંધીના મનની ધરતી ઉપર અકુરિત થઈ ચૂક્યું હતું. તેમને તેમાં કામ કરવાની તક મળી નહોતી. જો તેઓ કેટલાંક વર્ષ વધુ જીવ્યા હોત તો દેશની પ્રથમ પંક્તિમાં ઊભેલા લોકોથી માંડીને અંતિમ પંક્તિમાં ઊભેલા લોકો સુધી સૌને એક નવી દષ્ટિ આપી શક્યા હોત. ભારત પરતંત્ર હતો. આઝાદીની લડાઈ ચાલુ હતી. લોકોના મનમાં વિગ્રહોની આગ ભભૂકતી હતી. તેઓ કોઈ પણ ક્ષણે હિંસક વિસ્ફોટ કરે તેમ હતું. પરંતુ તેમના નેતા ગાંધીજી અહિંસાવાદી હતા. સાધનશુદ્ધિ ઉપર તેમનું સંપૂર્ણ ધ્યાન હતું. તેમણે હિંસાના બળે પ્રાપ્ત થનારી આઝાદીને પોતાની સ્વીકૃતિ આપી નહોતી. અહિંસાની સમાજવાદ, સામ્યવાદ અને મૂડીવાદ ૦ ૨૦૭ Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ શક્તિ વડે દેશને સ્વતંત્ર કરવાનો તેમનો સંકલ્પ સાકાર થયો. અહિંસા અને સમતાની ભાવનાથી પ્રેરાઈને જ તેમણે રંગભેદ, જાતિભેદ ને છૂતઅછૂતને સમાપ્ત કરવાના પ્રબળ પ્રયત્નો કર્યા. તેમનો પ્રયાસ સફળ ન થયો તે અલગ વાત છે, પરંતુ તેમણે જે ચિંતન આપ્યું તે તેમની સમાજવાદી અને સર્વોદયી અવધારણાઓનું જ પ્રતિબિંબ હતું. ગાંધીની સૌથી મોટી ઉપલબ્ધિ એ ગણાય કે તેમણે વ્યક્તિનિષ્ઠ અહિંસાનો સમાજ અને રાજનીતિમાં પ્રવેશ કરાવ્યો. તેઓ અહિંસા અને સત્યના પૂજારી હતા. તેથી પ્રત્યેક કાર્યની શ્રેષ્ઠતાનો માપદંડ તેને જ માનતા હતા. માર્કસનું અવદાન કાર્લ માર્કસ જર્મનીની ધરતી ઉપર જન્મ્યા હતા. ભારતીય આધ્યાત્મિક દ્રષ્ટિકોણનો તેમને પરિચય થયો નહીં હોય. છતાં તેમના મનમાં પણ કરુણા હતી. તેમણે વિચાર્યું કે દેશમાં કરોડો લોકો ભૂખ્યા છે. તેમને પેટ ભરીને ભોજન પણ મળતું નથી. પહેરવા માટે પૂરતાં વસ્ત્રો મળતાં નથી. રહેવા માટે મકાન મળતું નથી. આવી સ્થિતિ ક્યાં સુધી ચાલે ? થોડા ઘણા લોકો સંપત્તિથી ભરપૂર ભોગ ભોગવે અને બાકીના લોકો અભાવોના રણમાં તડપતા રહે આવી વ્યવસ્થા કોઈ પણ દેશ માટે સુખદ ગણી શકાય નહીં. માસનું ધ્યાન ગરીબો, શ્રમિકો અને દલિતો ઉપર ગયું. તેમણે તેમના ઉદ્ધાર માટે પ્રયત્નો કર્યા. તેમનું ચિંતન એવું હતું કે લોકો સુખી હશે તો બાકીનું બધું આપમેળે બરાબર ગોઠવાઈ જશે. જો તેમની સ્થિતિ સુધારવામાં આવે તો વિષમતાની ખાઈઓ આપોઆપ દૂર થઈ જશે. તેમણે સામ્યવાદની અવધારણા રજૂ કરી. તેમના માટે અહિંસા અસ્વીકાર્ય નહોતી, પરંતુ તેઓ ગાંધીજીની જેમ અહિંસા ઉપર જ અટક્યા નહોતા. જ્યાં અહિંસાથી કામ સિદ્ધ ન થતું ત્યાં તેઓ હિંસાનો સહારો પણ લેતા. તેમણે કહ્યું કે પ્રયોજન સિદ્ધ કરવા માટે જે કોઈ સાધન સુલભ હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. આજે સોવિયેત સંઘમાં માસવાદી અવધારણા ઉપર પ્રશ્નચિહ્ન મુકાઈ ગયું છે. સોવિયેત સંઘ વેરવિખેર થઈ ગયો છે. આજે ત્યાં સામ્યવાદની પ્રાસંગિકતા સમાપ્ત થતી જોવા મળે છે. સામ્યવાદ સફળ થયો કે નહીં તે વિષય સ્વતંત્ર સમીક્ષાનો છે, પરંતુ માર્ક્સ લોકોની અંધશ્રદ્ધા તોડવાનું જે વિલક્ષણ કાર્ય કર્યું તે તેમના મૌલિક નવું દર્શન : નવો સમાજ | ૨૦૮ Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ચિંતનની ઘણી મોટી ભેટ છે. શરૂઆતમાં લોકોનો એવો વિશ્વાસ હતો કે અમીરી અને ગરીબી વ્યક્તિનાં પોતાનાં કર્મોનું ફળ છે. તે માટે કોઈને દોષી ઠરાવવું વાજબી નથી. માર્સે કર્મના સિંહાસન ઉપર પુરુષાર્થને પ્રતિષ્ઠિત કર્યો. પુરુષાર્થ દ્વારા કર્મને પણ બદલી શકાય છે. આ સિદ્ધાંતના આધારે સોવિયેત સંઘમાં એક ક્રાંતિનો સૂત્રપાત થયો. કિન્સની અવધારણા કીન્સ મૂડીવાદી વિચારધારામાં માનનારા હતા. તેઓ દેશને સમૃદ્ધ બનાવવાના હિમાયતી હતા. વર્ગસંઘર્ષને તેમણે સ્વીકૃતિ આપી નહોતી. તેમનું ચિંતન એવું હતું કે તમામ લોકો સમૃદ્ધ ન બની શકે તો જેટલા બની શકે તેમને સમૃદ્ધિના શિખર ઉપર પહોંચાડી દેવા જોઈએ. દેશમાં સંપન્નતા વધવી જોઈએ. તે માટે નૈતિકતા-અનૈતિકતા જેવી વાતોમાં અટવાઈ જવાનું ઉચિત નથી. લોકો ભૂખ્યા હોય તો શું નૈતિકતાથી પેટ ભરી શકાય ખરું ? દેશ સમૃદ્ધ હશે, લોકો નિશ્ચિત રહેશે તો નૈતિક મૂલ્યોની ચચનેિ ખાસ્સો અવકાશ મળશે. મહાવીરનું આકર્ષણ શા માટે? ગાંધી, માર્ક્સ અને કીન્સ પછી આપણે મહાવીરને આપણી ચર્ચાનો વિષય બનાવીએ. મહાવીરનું ચિંતન નિતાંત અધ્યાત્મવાદી હતું. આપણે તેમના દ્વારા બતાવવામાં આવેલા માર્ગે ચાલીએ છીએ. તેઓ આપણા આરાધ્ય છે. આપણે માટે તેઓ જ સર્વસ્વ છે. તેમના સિવાય આપણો કોઈ આધાર નથી. આ વાત આપણે માત્ર શ્રદ્ધાના બળે નથી કહેતા. આચાર્ય હેમચંદ્રે તેમની સ્તુતિ કરતાં લખ્યું છેઃ ન શ્રદ્ધચૈવત્વયિ પક્ષપાતો, ન ષમાત્રાદરુચિઃ પરેષા યથાવદાપ્તત્વપરીક્ષયા તુ, ત્વમેવ વીર ! પ્રભુમાશ્રિતાઃ સ્મઃ | પ્રભુ મહાવીર ! આપના પ્રત્યે અમારી અખૂટ શ્રદ્ધા છે, ધર્માનુરાગ છે તેથી અમે આપને માનીએ છીએ અને આપના ચિંતનને મહત્ત્વ આપીએ છીએ એવી વાત નથી. અન્ય દાર્શનિકો અથવા ધર્મપ્રવર્તકો તરફ અમારા મનમાં કોઈ દ્વેષભાવના છે, એ કારણે તેમનામાં અમને રુચિ નથી કે આસ્થા નથી એ વાત પણ સાચી નથી. પ્રભુ ! અમે આપની પરીક્ષા કરી છે. આપની આપ્તતાને સમાજવાદ, સામ્યવાદ અને મૂડીવાદ ૦ ૨૦૯ Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ કસોટી ઉપર કસી છે. અમે જાણ્યું કે આપે તત્ત્વને યથાર્થરૂપે જાણ્યું છે અને યોગ્યરૂપે તેનું પ્રતિપાદન કર્યું છે. આ વિશિષ્ટતાને કા૨ણે જ અમે આપની શરણાગતિ સ્વીકારી છે. અનાગ્રહના પ્રવક્તા મહાવીરે જેવું દર્શન આપ્યું તેવું જ જીવન પોતે જીત્યા. તેમણે જે સત્ય મેળવ્યું તેને લોકો સમક્ષ રજૂ કર્યું. પરંતુ તેને સ્વીકારવા માટે કોઈ આગ્રહ ન કર્યો. તેમણે કહ્યું કે સ્વયં સત્યની શોધ કરો. કોઈ બીજી વ્યક્તિ દ્વારા શોધેલા સત્ય ઉપર અટકી ન જાઓ. પોતાની શોધ ચાલુ રાખો. ઉધારનું સત્ય ક્યારેય પોતાનું થઈ શકતું નથી. તેના આધારે નિશ્ચિંત થઈને બેસનાર ક્યારેય સત્યને પ્રાપ્ત કરી શકતો નથી. મહાવીરે કહ્યું, ‘મઇમં પાસ’ - હે તિમન ! તમે જુઓ, બીજા કોઈની વાત સાંભળવાની આવે તો સાંભળો, પરંતુ તેની ઉપર પોતાની બુદ્ધિથી વિચાર કરો. વિચાર્યા-સમજ્યા વગર કોઈની વાતને સ્વીકારી લેવી તે બુદ્ધિનું કાર્ય નથી. તમે સૌની વાત સાંભળો પરંતુ જં છેયં તં સમાયરે' જે તમને સારું લાગે તેનું જ આચરણ કરો, કેવો ઉદાર અને વ્યાપક વિચારપ્રવાહ છે ! તેથી આપણે મહાવીર પ્રત્યે મુગ્ધ છીએ. તેમણે અનાગ્રહ અને ઋજુતાનો જે દૃષ્ટિકોણ આપ્યો તે જ સત્ય છે. તેના આધારે આપણે તે લોકોની ભલાઈઓને પણ સ્વીકારી લઈએ છીએ જેમના પ્રત્યે આપણને શ્રદ્ધા નથી હોતી. ધર્મો અને દર્શનોના તુલનાત્મક અધ્યયનની પરંપરા આ ભૂમિકા ઉપર જ આગળ વધે છે. શાંતિનાં અવરોધક તત્ત્વો મહાવીરની સાધનાનો ઉદ્દેશ આસ્થાની આવૃત્ત શક્તિઓને નિરાવરણ કરવાનો હતો. તેમણે જ્ઞાન અને દર્શનનાં આવરણો દૂર કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉપલબ્ધ કર્યું. આત્માને વિકૃત ક૨ના૨ મોહ કર્મને તેઓ શરૂથી જ પરાભૂત કરી ચૂક્યા હતા. આત્માની અસીમ ક્ષમતાને રુંધનાર અંતરાય કર્મ દૂર થઈ ગયું. મહાવીરની ભીતરમાં જ્ઞાન અને દર્શનના સઘળા સ્રોત ખૂલી ગયા. તેમના આત્મામાં અંતહીન આનંદ પ્રગટ થઈ ગયો. તેમની અનંત શક્તિ જાગ્રત થઈ ગઈ. સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી તેમણે ધર્મતીર્થની સ્થાપના કરી. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ તીર્થની સ્થાપના કરીને તેઓ તીર્થંકર બન્યા. નવું દર્શન ઃ નવો સમાજ ñ ૨૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ * મહાવીરે ધર્મનાં બે સ્વરૂપોનું નિરૂપણ કર્યું : અણગાર ધર્મ અને આગાર ધર્મ. અણગાર ધર્મની સાધના કરનાર અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ આ પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. આગાર ધર્મના સાધકો ઉક્ત પાંચ વ્રતનોનું પાલન અમુક મર્યાદામાં રહીને કરે છે. આ દષ્ટિએ તેમનાં વ્રતોને અણુવ્રત કહેવામાં આવે છે. અપરિગ્રહની સાધનામાં અમીરી-ગરીબીની કોઈ સમસ્યા નથી. આ સમસ્યા ત્યાં જ પેદા થાય છે જ્યાં અર્થના અર્જન. સંગ્રહ અને ભોગની લાલસા હોય. ગૃહસ્થ પરિગ્રહથી વિરત થઈ શકતો નથી. તેણે પરિગ્રહજનિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. કેટલીક વ્યક્તિઓ મહાવીર પાસે ગઈ અને કહ્યું, “પ્રભુ ! અમે શાંતિથી જીવવા ઇચ્છીએ છીએ, પરંતુ અમારું મન શાંત રહેતું નથી. અમે શું કરીએ ? કયા માર્ગે ચાલીએ ? આપ અમને માર્ગદર્શન આપો.' મહાવીરે કહ્યું, “શાંતિ અને અશાંતિ બંને આપની ભીતરમાં છે. આપ સ્વયે નિર્ણય કરો કે આપને શું જોઈએ છે ? જો આપ શાંતિના ઈચ્છુક હોવ તો તમારે પોતાની આકાંક્ષાઓને સીમિત કરવી પડશે. આ જગતમાં પદાર્થોની મર્યાદા છે. તમે અસીમ સંપદા મેળવવા ઇચ્છો છો. તો શી રીતે શક્ય બને ? વળી બીજી વાત છે કે સંસારમાં જે કાંઈ છે તે સઘળું આપ મેળવી લો તો બીજા લોકોની જરૂરિયાતો પૂરી નહીં થાય. એક વ્યક્તિ કે વર્ગ ઘણુબંધું મેળવી લે અને બીજી વ્યક્તિ કે વર્ગ ભૂખ્યો રહે આ બંને સ્થિતિઓ શાંતિમાં અવરોધક છે.” સમાધાનની દિશા અર્થ વગર સંસારનું કામ ચાલી શકે નહીં. સમાજમાં રહેનાર કોઈપણ વ્યક્તિ અપરિગ્રહી બની શકતી નથી. તે ભીખ માગીને પણ પોતાનું કામ ચલાવી શકતી નથી. એક ભિખારી ભિક્ષાજીવી હોય છે, પરંતુ જો કોઈ ગૃહસ્થ ભીખ માગે તો સમાજમાં તેની બદનામી થાય છે તેથી તે અથર્જિનથી ઉદાસીન થઈ શકતો નથી. અર્જન અને ભોગ ઉપર પ્રતિબંધ મૂકવો એ ધર્મનું કામ નથી. ધર્મનું કામ તો તેની ઉપર નિયંત્રણ મૂકવાનું છે. મહાવીરે કહ્યું, “આકાંક્ષાઓને સીમિત કરો. સાધનશુદ્ધિ તરફ ધ્યાન આપો. અને ઉપભોગનો સંયમ કરો.' આ માર્ગ શાંતિ અને સુખનો નિરાપદ માર્ગ છે. ભોગવાદી મનોવૃત્તિ સંયમની વાત સ્વીકારી શકતી નથી. સમાજવાદ, સામ્યવાદ અને મૂડીવાદ ૦ ૨૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ જ્યાં ભોગવાદ ઉશૃંખલ બને છે, ત્યાં વ્યક્તિ પોતાના હિત માટે બીજાઓના હિતને કચડી નાખવામાં સંકોચ અનુભવતી નથી. મહાવીરના અર્થશાસ્ત્રમાં ઉચ્છંખલતાને કોઈ સ્થાન નથી. ઉચ્છંખલતા વૃત્તિઓની હોય કે વ્યવહારની તેનાથી સમસ્યાઓ વધે જ છે. આજે એવી સમસ્યાઓથી સમગ્ર જગત આક્રાંત છે. સમાધાનો શોધવામાં આવે છે પરંતુ તેની દિશા બરાબર નથી. ઈંધણથી આગ શાંત થતી નથી. અધિક ઉત્પાદન, અધિક અર્જન અને અધિક ભોગ થકી આકાંક્ષાઓનો સાગર તરી શકાતો નથી. આવા સંજોગોમાં સંયમનો સિદ્ધાંત જ એકમાત્ર એવી ક્ષિતિજ છે કે જ્યાંથી સમાધાનની દિશાઓ ખૂલી શકે છે. નવું દર્શન : નવો સમાજ D ૨૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ · 34 ગરીબી અને બેકારીની સમસ્યા વર્તમાન અર્થશાસ્ત્ર કહે છે કે સઘળા લોકો સંપન્ન અને સમૃદ્ધ બને. છલ્લાં કેટલાંક વર્ષોથી ચૂંટણીના ઢંઢેરોઓમાં ગરીબી અને બેકારી દૂર કરવાના વાયદા થાય છે. સંપન્નતા અને સમૃદ્ધિનાં આશ્વાસનો, વાયદા અને પ્રયત્નો થવા છતાં ગરીબી વધી રહી છે. બેકારોની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ થતી રહી છે અને જીવનયાપનની સમસ્યા ઘેરી બની રહી છે. આ સમસ્યાનું કોઈ સમાધાન છે જ નહીં શું ? સમસ્યા હોય અને તેનું કોઈ સમાધાન જ ન હોય એ વાતમાં મને શ્રદ્ધા નથી. ભલે કોઈપણ ક્ષેત્રની સમસ્યા હોય, તેનું સમાધાન અવશ્ય હશે જ. તેને શોધનાર વ્યક્તિ જોઈએ. સમાધાનની શોધ કરતાં પહેલાં સમસ્યાના સ્વરૂપ વિશે વિચાર કરવો આવશ્યક હોય છે. સ્વરૂપની સ્પષ્ટતા વગ૨ સમાધાન શેનું થશે ? સમસ્યાના બે છેડા છે. તેના એક છેડા ઉપર ગરીબી છે અને બીજા છેડા ઉપર બેકારી છે. આપણે પ્રથમ ગરીબી વિશે વિચાર કરીએ. ગરીબીની વ્યાખ્યા શી છે ? ગરીબ કોને માનવો ? આ સંદર્ભમાં સંસ્કૃત સાહિત્યનું ચિંતન એક ઝબકારો આપે છે Jain Educationa International ઉપર્યુપરિ પશ્યન્તઃ સર્વ એવ દરિદ્રતિ । અધોડઘઃ પશ્યતઃ કસ્ય મહિમા નો ગરીયસી ॥ પોતાનાથી ઉપ૨ જોનારા તમામ લોકો રિદ્ર બની જાય છેલખપતિ કરોડપતિને જોઈને પોતાની ગરીબીનો અનુભવ કરે છે. કરોડપતિ પોતાની સામે અબજપતિને જોઈને કુંઠિત થઈ ઊઠે છે અને ખરવપતિને જોઈને અબજપતિ પોતાને ગરીબ સમજે છે. આમ આગળથી આગળ સમૃદ્ધિનું આકલન કરવામાં આવે તો પાછળના સઘળા લોકો ગરીબ પ્રમાણિત થઈ જશે. હવે જો આ ક્રમને ઊલટાવીને જોવામાં આવે, એટલે કે નીચેની તરફ જોવામાં આવે તો ગરીબી અને બેકારીની સમસ્યા ૦ ૨૧૩ For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ શોધવા છતાંય કોઈ ગરીબ દેખાશે નહીં. જેની પાસે પોતાની હવેલી હોય તે ફ્લેટવાલ્વ માણસને જુએ. ફ્લેટવાળો માણસ સામાન્ય ઓરડીમાં રહેનાર તરફ જુએ. ઓરડીમાં રહેનાર ઝૂંપડીમાં રહેનારને જુએ અને ઝૂંપડીવાળો માણસ ફૂટપાથ ઉપર જિંદગી પસાર કરનાર તરફ જુએ. આ દષ્ટિએ પ્રત્યેક વ્યક્તિ પોતાને અમીર સમજી શકે છે. સ્વાર્થની ભૂમિકા ઉપર સહયોગ મળે છે ગરીબી અને અમીરી વિશે નિરપેક્ષ દષ્ટિએ કંઈ જ કહેવું શક્ય નથી. કારણ કે માણસ ગરીબ કે અમીર વૈભવના આધારે નહીં, વિચારોના આધારે હોય છે. એવી સ્થિતિમાં ગરીબી દૂર કરવાનું અભિયાન કોણ ચલાવી શકે? કઈ રીતે ચલાવી શકે? કેટલાક લોકો એમ કહે છે કે ગરીબોને મદદ કરવી જોઈએ. મદદની વાત સાંભળવા કે વાંચવામાં ખૂબ ગમે છે, પરંતુ કોણ કોને મદદ કરે છે ? આ સંસારમાં સર્વોપરિ તત્ત્વ સ્વાર્થ છે. સ્વાર્થ ન હોય તો પુત્ર પોતાના પિતાને પણ કંઈ પૂછતો નથી અને પિતા પણ પોતાના પુત્રને સહયોગ આપતો નથી. ભાઈ-ભાઈ હોય, સાસુ-વહુ હોય, પતિ-પત્ની હોય કે મૈત્રીનો સંબંધ હોય જ્યાં સુધી પરસ્પરનો સ્વાર્થ સિદ્ધ થાય છે ત્યાંસુધી સંબંધોમાં મધુરતા ટકી રહે છે. સ્વાર્થને થોડો પણ આઘાત લાગે તો સંબંધોનો મહેલ જમીનદોસ્ત થઈ જાય છે. એક ભાઈના ઘરમાં નદીના પાણીની જેમ ધનનો પ્રવાહ વહેતો હોય અને બીજા ભાઈને પેટ ભરવા પૂરતું ભોજન પણ નસીબમાં ન હોય તોય સહયોગ માટે હાથ લાંબો થઈ શકતો નથી. તો પછી કશીય જાણપિછાણ વગર નિઃસ્વાર્થ ભાવે સહયોગ આપનાર તો કોણ હોય? દેશમાં દુષ્કાળ પડે છે. પશુધનનો ક્ષય થવા લાગે છે. દૂધ, દહીં, ઘીની તંગી ઊભી થાય છે ત્યારે લોકોની આંખો ઊઘડે છે. પશુઓને બચાવવા માટે કેટલાક પ્રયત્ન કરવામાં આવે છે. શા માટે ? તેમાં પણ સ્વાર્થની ગંધ છે. પશુઓ વગર દૂધ, દહીં, ઘી ક્યાંથી મળે ? તે સુરક્ષા પશુઓની નથી, પોતાના સ્વાર્થની છે. નહિતર ભૂખથી તડપીને કેટલા માણસો દરરોજ મરતા હોય છે ! તેમની કોઈને ચિંતા થતી નથી. કારણ કે તેમના થકી કોઈ સ્વાર્થ સધાતો નથી. કેવું વિચિત્ર છે સ્વાર્થનું આ તંત્ર ! તેનાથી મુક્તિ કેવી રીતે મળે? સંસારમાં શ્રેષ્ઠ વ્યક્તિઓની કમી નથી. ઉચ્ચ સ્તરના કેટલાક લોકો એવા હોઈ શકે છે કે જેઓ સ્વાર્થથી મુક્ત થઈ ગયા હોય, નવું દર્શન : નવો સમાજ | ૨૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ જેમની સામે પોતાના-પારકા જેવી ભેદરેખા નથી હોતી, જેમના અંતઃકરણમાં પરાર્થ અને પરમાર્થની ભાવના હિલોળા લેતી હોય છે, જેઓ નામ અને પ્રતિષ્ઠાની આકાંક્ષાથી મુક્ત હોય છે. પરંતુ આવા લોકોની સંખ્યા કેટલી છે ? આટા (લોટ)માં નમક જેટલી પણ આવી વ્યક્તિઓ નથી હોતી. આ પ્રતિસ્રોતનો માર્ગ છે. તેના ઉપર ચાલવાનું ભારે મુશ્કેલ છે. આ આદર્શની વાત છે. કોઈનામાં આદર્શ ઉપસ્થિત કરવાની ક્ષમતા ન હોય તો તેની હત્યા તો ન જ થવી જોઈએ. સહયોગની વાત ન થાય તો કોઈને દીનહીન તો ન જ બનાવી શકાય. વધારાના વૈભવનું પ્રદર્શન કરીને કોઈને માનસિક રીતે પ્રતાડિત તો ન જ કરવો જોઈએ. બેકારી અને શિક્ષણ સમસ્યાના બીજા છેડા ઉપર બેકારીનું દર્શન થાય છે. એક સમય એવો હતો કે જ્યારે દેશમાં બેકારીની સ્થિતિ નહોતી. નાના મોટા સહ કોઈ લોકો પોતપોતાનો વ્યવસાય કરતા હતા. ખેડૂતો ખેતી કરતા હતા. સુથાર લાકડાનું કામ કરતા હતા. કુંભાર માટીનાં વાસણો બનાવતા હતા. લુહાર લોખંડની ચીજો બનાવતા હતા. સોની સોના-ચાંદીનું કામ કરતા હતા. વાણિયાઓ વેપાર કરતા હતા. એ જ રીતે નાયી, ધોબી, હરિજન વગેરે પોતપોતાના પરંપરાગત વ્યવસાય કરતા હતા. આવા વ્યવસાય પેઢી દર પેઢી આગળ ચાલતા હતા અને તેમાં ઉત્તરોત્તર નિપુણતા મળતી જતી હતી. પરંતુ આજે ખેડૂત, સુથાર, કુંભાર, લુહાર, સોની વગેરેના પુત્રો કોલેજમાં ભણે છે. તેઓ સ્નાતક અને સ્નાતકોત્તર પરીક્ષાઓ પાસ કરે છે. તેમની આકાંક્ષા ડોક્ટર, એન્જિનીયર, પ્રબંધક, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેમજ કંપનીના સચિવ બનવાની હોય છે. આમાનું કંઈ ન બની શકાય તો છેવટે ક્લાર્ક બનવાની વાત તો તેઓ ભૂલી શકતા નથી. કારણ કે પોતાના વારસાગત વ્યવસાય સંભાળવામાં તેમને શરમનો અનુભવ થાય છે. આવા લોકો ન ઘરના રહે છે ન ઘાટના. તેમની પાસેથી પારંપરિક વ્યવસાય તો છૂટી જાય છે અને તેમને સરકારી નોકરી મળી શકતી નથી. આવા સંજોગોમાં બેકારી ન વધે તો બીજું શું થાય ? બેકારી વધારવાની જવાબદારી આપણી શિક્ષણપ્રણાલિ ઉપર આવે છે. શિક્ષણ ક્લાર્કો તૈયાર કર્યા છે, ઓફિસર પેદા કર્યા છે, ગરીબી અને બેકારીની સમસ્યા ૦ ૨૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ શિક્ષિત લોકોને કોટ-પેન્ટ-ટાઇ પહેરાવીને બાબૂ બનાવી દીધા છે. બાબૂ ખુરસી ઉપર બેસી રહેવા ઇચ્છે છે. ખેત૨માં કામ કરવાનું તેને પસંદ નથી. ઘરમાં કામ હોય છે પરંતુ તેવું કામ કરવાની તેની તૈયારી હોતી નથી. આ સ્થિતિ માત્ર ભારતમાં જ નથી, ભારતમાં તો વિકસિત રાષ્ટ્રોનું માત્ર અનુકરણ જ થાય છે. બેકારીની વધતી જતી ટકાવારી આધુનિક વિકાસના પ્રતીક રાષ્ટ્ર અમેરિકા વિશે એમ કહેવાય છે કે ઇ.સ. ૧૮૭૦ સુધી ત્યાંની અડધા કરતાં વધારે વસ્તી ખેતીમાં જોડાયેલી હતી. પરંતુ ઈ.સ. ૧૯૦૦ સુધી પહોંચતાં પહોંચતાં મેન્યુફેક્ચર ઉદ્યોગના કારણે ખેતી કરનારા ખેડૂતોની સંખ્યા ઘટતી ઘટતી માત્ર ત્રીજા ભાગની રહી છે. અત્યારની વીસમી શતાબ્દીમાં આ સંકટ સતત વધતું રહ્યું છે. વિકાસની પાશ્ચાત્ય અવધારણા, જે સૌને રોજગાર, સમૃદ્ધિ અને ખુશાલી આપવાની બડાશ મારતી હતી. તે આજે કેટલી પ્રાસંગિક રહી છે ? અમેરિકાના શ્રમ-વિભાગના મત પ્રમાણે એકવીસમી સદીના પ્રથમ દશકા સુધી પગરખાં બનવવાના કાર્યમાં જોડાયેલા ૪૬ ટકા, ચામડાના કાર્યમાં જોડાયેલા ૩૨ ટકા, ઘરેલુ કાર્યમાં જોડાયેલા પ૧ ટકા, તમાકુ ઉદ્યોગમાં જોડાયેલા ૩૧ ટકા, તેલ-પેટ્રોલિયમના કાર્યમાં જોડાયેલા ૨૮ ટકા લોકો બેકાર થઈ જશે. અમીર દેશોની સંખ્યા ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક્સ ડેવલપમેન્ટની જૂન ૧૯૬૩માં પેરીસમાં થયેલી સંગોષ્ઠીમાં રજૂ થયેલા આંકડાની ચર્ચાના આધારે એવું તારણ મળે છે કે ઈ.સ. ૧૯૯૪ના અંત સુધીમાં દુનિયામાં માત્ર અમીર દેશોમાં બેકારીની સંખ્યા ત્રણ કરોડ કરતાં વધારે થઈ જશે. અમીર કે વિકસિત કહેવાતા દેશોની જો આવી સ્થિતિ હોય તો ભારત જેવા વિકાસશીલ અથવા અવિકસિત દેશોની હાલત કેવી હશે ? તથાકથિત વિકાસના નામે આવતી નવી આર્થિક નીતિઓએ ભારતીય યુવાપેઢીને દિગ્માન્ત બનાવી છે, એવું કેટલાક લોકો માને છે. એવી સંભાવના વિચારવામાં આવે છે કે એકવીસમી સદીનો દરવાજો બાવીસ કરોડ બેકા૨ નવયુવકો ખખડાવશે. નોકરીનું ઉપરથી અવતરણ નથી થતું અપેક્ષા તો એવી હતી કે દેશની પરિસ્થિતિઓ અને નવું દર્શન ઃ નવો સમાજ Ū ૨૧૬ Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણને બહુમુખી બનાવવામાં આવે. શિક્ષણ દ્વારા માનવીના બૌદ્ધિક સ્તરને માત્ર નહીં, ભાવનાત્મક સ્તરને પણ ઉન્નત બનાવવામાં આવે. પરંતુ આ બંને વાતો પાર પડી નથી. એક તરફ શિક્ષણજનિત સમસ્યાઓ, બીજી તરફ આંતરરાષ્ટ્રીય દબાણને કારણે બહુરાષ્ટ્રીય કંપનીઓને ભારતમાં કામ કરવાની મળેલી ખુલ્લી અનુમતિ. દિબ્રાન્ડ કરનારી વિકાસની પ્રતિસ્પર્ધી દેશના કરોડો નવજવાનો સમક્ષ નોકરી મેળવવાનો બહુ મોટો પડકાર ઊભો કરી રહી છે. શિક્ષણના વિષયમાં ઘણા લાંબા સમયથી એક વ્યાપક ચર્ચા ચાલી રહી છે, પરંતુ ઘાણીના બળદની જેમ આગળ ગતિ થઈ શકતી નથી. જ્યાં સુધી શિક્ષણનીતિમાં અપેક્ષિત સુધારો નહીં થાય, ત્યાં સુધી યુવાપેઢીની ધારણા બદલાશે નહીં. ધારણાઓમાં પરિવર્તન આવ્યા વગર બેકારીની સમસ્યા ઉકલે તેમ લાગતું નથી. કારણ કે નોકરી કદી ઉપરથી અવતરિત થતી નથી. એ તો માત્ર વ્યાવહારિક ભૂમિકા ઉપર જ શોધી શકાય. અહંકારની સમસ્યા ભણેલો ગણેલો એક ચારણ કવિતા રચવા લાગ્યો. તેણે રાજાને પોતાની કવિતાઓ સંભળાવી. રાજા ખુશ થયો. ચારણને મોટો સરપાવ મળ્યો. પ્રાચીનકાળમાં “લાખપસાવ' નામનો એક સરપાવ હતો. તેમાં રૂપિયા, પોશાક અને પ્રશસ્તિપત્ર વગેરે મળતું હતું. સરપાવ પામીને ચારણને અભિમાન ઉપર્યું. તે પોતાના ગામ ગયો. ગામની બહાર રોકાઈ ગયો. સંબંધીઓ અને મિત્રો તેને લેવા માટે આવ્યા. તે બોલ્યો, “મને લાખપસાવ મળ્યો છે. હું એવી રીતે ઘેર નહીં આવું. મને વાજતે ગાજતે વરઘોડા સહિત ઘેર લઈ જાવ.' ચારણના ઘરની સ્થિતિ સારી નહોતી. પરિવારના લોકોએ તેને ખૂબ સમજાવ્યો પરંતુ તે એકનો બે ન થયો. પરિવારના સ્વજનો દુઃખી થયા. ચારણની પત્ની સાસુ-સસરાની આજ્ઞા લઈને તેને સમજાવવા ગઈ. તેણે પોતાના પતિને વધામણી આપતાં કહ્યું, “ઘેર બા-બાપુજી આપની પ્રતીક્ષા કરી રહ્યાં છે અને આપ હજી અહીં બેઠા છો. ચાલો, ઘેર ચાલો.' ચારણે કહ્યું, “તું પણ કેવી સ્ત્રી છે ! મને લાખપસાવ મળ્યો છે. એમ કેવી રીતે આવું ?” પત્નીએ મધુર વ્યંગ્ય કરતાં કહ્યું ગરીબી અને બેકારીની સમસ્યા ૦ ૨૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ કિંતા ! જો કુંજર ચઢો, રતન કચોલો હાથી માંગ્યા જો મોતી મિલે તો હિ અન્ન ભિખારી જાત ! હે પતિદેવ ! આપને શું થઈ ગયું છે ? લાખપસાવ મેળવીને આપ આટલા અભિમાનમાં આવી ગયા છો. ધારો કે આપના માટે હાથી લાવી દઈએ. વાંજિત્રો મંગાવી લઈએ. હાથમાં રત્નજડિત પાત્ર આપીએ. છતાં આપનું કામ તો માગવાનું જ છે ને ! ધારો કે તમારી ખ્યાતિ જાણીને કોઈ તમને દાનમાં મોતી આપી દે. તો પણ તમે આખરે તો ભિખારી જ કહેવાશોને ! જો માગીને જ ખાવાનું હોય તો પછી જ અહંકાર કઈ વાતનો ?પત્ની પાસેથી બોધ પામીને ચારણની આંખો ખૂલી ગઈ. તે ઊભો થયો અને પોતાને ઘેર ચાલ્યો ગયો. એમ લાગે છે કે આજે માણસને ડિગ્રી શું મળી ગઈ – ખેડૂત, સુથાર અને કુંભારનાં સંતાનોમાં અકડાઈ આવી ગઈ. કિસાન વગેરે શબ્દો માત્ર પ્રતીકાત્મક છે. મૂળ વાત તો વારસાગત વ્યવસાય પ્રત્યેના હીન માનસ અને મનોભાવની છે. જ્યાં સુધી આ મનોવૃત્તિ બદલાશે નહીં ત્યાં સુધી સમસ્યા કઈ રીતે હળવી થશે? સાધર્મિક વાત્સલ્યનો પ્રયોગ ભગવાન મહાવીર વ્યક્તિગત સાધનામાં જેટલો વિશ્વાસ કરતા હતા તેટલું જ મહત્ત્વ સામૂહિક સાધનાને પણ આપતા હતા. તેમણે દર્શનના આઠ આચાર બતાવ્યા. તેમાં આઠમો આચાર સાધર્મિક વાત્સલ્યનો છે. વ્યક્તિની આસ્થાને ધર્મમાં સ્થિર કરવી અને જે લોકોને ધર્મ પ્રત્યે શ્રદ્ધા નથી, જે લોકો જન્મથી ધાર્મિક નથી તેમને કર્મથી ધાર્મિક બનવવાનો પ્રયત્ન કરવો. એ સાધર્મિક વાત્સલ્યનું આધ્યાત્મિક પાસું છે. તેનું સામાજિક પાસું સાધર્મિક લોકો સાથે ભાઈચારાનો વ્યવહાર કરવાનું અને તેમનાં સુખ-દુઃખોમાં સહભાગી બનવાનું છે. આ માનવીય સંવેદનાની અભિવ્યક્તિ છે. જ્યાં સંવેદનાનો સ્રોત સુકાઈ જાય છે ત્યાં વ્યક્તિ બીજાનાં સુખ-દુઃખથી પ્રભાવિત થઈ શકતી નથી. પ્રાચીનકાળમાં દક્ષિણ ભારતના જૈન સમાજે સામાજિક સ્તરે સાધર્મિક વાત્સલ્યનો પ્રયોગ કર્યો. શિક્ષણ, ચિકિત્સા, ભરણપોષણ અને આશ્વાસનના રૂપમાં ત્યાં ચાર પ્રકારના દાનની પરંપરા વિકસીજ્ઞાનદાન, ઔષધિદાન, અન્નદાન અને અભયદાન. સમાજમાં કોઈ વ્યક્તિ નિરક્ષર, બીમાર, ભૂખી કે ભયભીત ન રહે એ દષ્ટિએ નવું દર્શનઃ નવો સમાજ | ૨૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ સાધર્મિક વાત્સલ્યનો ઉપક્રમ ચાલ્યો. તેનાથી હજારો પરિવારોને સ્વાભાવિક રીતે ભગવાન મહાવીરનું શરણ ઉપલબ્ધ થયું. જૈનસંસ્કૃતિ પ્રસરણશીલ બની. લોકજીવન ઉપર જેનધર્મનો પ્રભાવ વધ્યો. કાલાન્તરે દક્ષિણ ભારતમાં પણ સાધર્મિક વાત્સલ્યની પરંપરા શિથિલ થવા લાગી અને ધીરે ધીરે તે ક્ષીણ થઈ ગઈ. હવે તો એમ લાગે છે કે સાધર્મિક વાત્સલ્યનાં ઉક્ત ચારેય બિંદુઓને ઈસાઈ લોકોએ અપનાવી લીધાં છે. ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ઈસાઈ ધર્મનો વિસ્તાર જોતાં એમ કહી શકાય કે તેઓ પોતાના લક્ષ્ય પ્રત્યે સજગ છે. ભય અને પ્રલોભનનો માર્ગ ધર્મનો માર્ગ નથી, પરંતુ ભાઈચારો, સૌહાર્દ અને સાધર્મિક વાત્સલ્યનો માર્ગ દરેક રીતે પ્રશસ્ત માર્ગ છે. તેમાં કોઈને દીનહીન માનવામાં આવતો નથી. ગરીબી અને બેકારીની સમસ્યાથી આક્રાંત લોકો હીનભાવનાના શિકાર બની જાય છે. તેમનાં સુખ-દુઃખમાં સંભાગિતા અને તેમની સાથે ભાઈચારાના વ્યવહાર થકી એક હદ સુધી આ સમસ્યાને જરૂર ઉકેલી શકાય છે. ગરીબી અને બેકારીની સમસ્યા ૦ ૨૧૯ Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ અમીરી અને ગરીબી આ બંને અભિશાપલા માનવજાતિને બે વર્ગોમાં વિભક્ત કરી શકાય છે. પ્રથમ વર્ગમાં એ લોકો આવે છે કે જેઓ કોઈ ચોક્કસ જીવનશૈલીને સ્વીકારીને જીવે છે. બીજા વર્ગમાં એ લોકો આવે છે કે જેમની સમક્ષ કોઈ આદર્શ કે લક્ષ્ય નથી હોતું. તેઓ જે રીતે જીવે છે એ જ તેમની જીવનશૈલી બની જાય છે. મહાવીરે ત્રણ પ્રકારની જીવનશૈલીઓ બતાવી છે. * અનિચ્છ, અનારંભ અને અપરિગ્રહ. * અભેચ્છ, અલ્પારંભ અને અલ્પપરિગ્રહ. * મહેચ્છ, મહારંભ, મહાપરિગ્રહ. ત્રીજી જીવનશૈલીમાં પરિગ્રહની કોઈ હદ રહેતી નથી. સમગ્ર સંસારનું ઐશ્વર્ય મળી જાય તો પણ વ્યક્તિને સંતોષ થતો નથી. તે વધુ ને વધુ પરિગ્રહ કરવા ઇચ્છે છે. તે માટે તે મહારંભનો માર્ગ અપનાવે છે. આરંભ એટલે હિંસા. હિંસા વગર સંસારી પ્રાણીનું જીવન નભતું નથી. પરંતુ જે જીવનશૈલીમાં હિંસાની સીમાઓ તૂટી જાય છે તેમાં વ્યક્તિ ક્રૂર બની જાય છે. એવી વ્યક્તિને નૃશંસ,માયાવી, દંભી, રૌદ્ર, સ્વાર્થી, હત્યારો વગેરે વિશેષણોથી વિશેષિત કરવામાં આવે છે. “અહમ્મણ વિત્તિ કખેમાણા’ - અધર્મથી રોજીરોટી મેળવનાર વ્યક્તિ આ શ્રેણીમાં આવે છે. પ્રથમ પ્રકારની જીવનશૈલીથી જીવનારી વ્યક્તિ અપરિગ્રહી હોય છે. અપરિગ્રહી વ્યક્તિના જીવનમાં હિંસાનાં તમામ દ્વાર બંધ રહે છે. હિંસાનો સીધો સંબંધ પરિગ્રહ સાથે છે. જ્યાં પરિગ્રહ નથી હોતો ત્યાં હિંસાની અપેક્ષા નથી રહેતી. હિંસાની જનની ઇચ્છા છે. અહિંસક વ્યક્તિ અનિચ્છ બની જાય છે. ઈચ્છાઓનું દમન પણ થઈ શકે છે, પરંતુ એ માર્ગ નિરાપદ નથી. દમિત ઈચ્છાઓ નવો માર્ગ નવું દર્શન : નવો સમાજ | ૨૨૦ Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ શોધી લે છે. ક્યારેક ક્યારેક ઇચ્છાઓના દમનથી વ્યક્તિ પાગલપણાની સ્થિતિમાં પહોંચી જાય છે. તેથી શમન કે સંયમના માર્ગને પ્રશસ્ત માનવામાં આવે છે. ત્રીજી જીવનશૈલી માનવીને યથાર્થથી દૂર લઈ જાય છે. કલ્પનાઓના સ્વપ્નો બતાવે છે. અને ભૌતિકવાદની આંધળી સુરંગમાં ધકેલી દે છે. પ્રથમ જીવનશૈલી સામાન્ય માનવી માટે સુગમ નથી. દઢ ઇચ્છાશક્તિ, પુષ્ટ સંકલ્પશક્તિ અને સામા પ્રવાહમાં આગળ વધવાનો ઉત્સાહ ન હોય તો અપરિગ્રહ, અહિંસા અને ઇચ્છાસંયમની વાત વ્યર્થ બની જાય છે. આ બંનેની વચ્ચેની એક જીવનશૈલી છે. તેને મધ્યમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ભૂતવાદ અને અધ્યાત્મવાદ આ બંને અતિની વચ્ચેનો માર્ગ હોવાથી આ જીવનશૈલીને વ્યાવહારિક માનવામાં આવી છે. ગૃહસ્થો માટે અર્થ જરૂરી છે મહાવીરે પ્રથમ શ્રેણીની જીવનશૈલી સ્વીકારી છે, પરંતુ તેમણે મધ્યમ શ્રેણીને વિશેષ મહત્ત્વ આપ્યું છે. તેમણે ઉત્કૃષ્ટ જીવનશૈલીથી જીવતા લોકોનો એક વર્ગ બનાવ્યો. તેમાં માત્ર પચાસ હજાર વ્યક્તિઓને પ્રવેશ આપ્યો. તે લોકો મહાવ્રતી કે સાધુ કહેવાયા. મધ્યમ જીવનશૈલીને આધાર બનાવીને ચાલનારા લોકોનું પણ એક . સંગઠન બન્યું. તેમાં પાંચ લાખ લોકો જોડાયા. તેઓ વ્રતી અથવા શ્રાવક તરીકે ઓળખાયા. મહાવ્રતી સમાજ અપરિગ્રહી હોય છે. તેના જીવનયાપનની પદ્ધતિ સંસારી લોકો કરતાં ભિન્ન પ્રકારની હોય છે. તેમાં પરિગ્રહને કોઈ સ્થાન નથી હોતું. વ્રતી સમાજ અપરિગ્રહના આધારે ચાલી શકતો નથી. જીવનયાપન માટે અર્જિન અને અર્થસંગ્રહ બંને માન્ય છે. ગૃહસ્થ વ્યક્તિ પાસે અર્થ ન હોય તો તેની સ્થિતિ ચિંતનીય બની જાય છે. અભિભાવ એટલે દારિત્ર્ય. કવિએ દારિદ્ર પર વ્યંગ કરતાં લખ્યું છે કે રે દારિદ્ર ! નમસ્તુભ્ય, સિદ્ધોડસ્મિ ત્વત્પ્રભાવતઃ । સર્વાનહં પ્રપશ્યામિ, માં પ્રપશ્યતિ કોડપિ ન હે દારિત્ર્ય ! તને નમસ્કાર છે. જ્યારથી તું મારા ઘેર આવ્યું છે ત્યારથી તારી કૃપાથી હું સિદ્ધ બની ગયો છું. સિદ્ધોની સ્થિતિ કેવી હોય છે ? તે સૌને જુએ છે પરંતુ તેમને કોઈ જોતું નથી. હું પણ આજે છે સૌને જોઉં છું પરંતુ મારી સામે કોઈ જોતું નથી. દિદ્ર માણસ તરફ કોણ જુએ અને કોણ તેની વાત સાંભળે ? અમીરી અને ગરીબી બંને અભિશાપ Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ સાધનશુદ્ધિને મહત્ત્વ મહાવીરનું અર્થશાસ્ત્ર ગૃહસ્થના અથર્જન પર પ્રતિબંધ નથી મૂકતું પરંતુ સાધનશુદ્ધિની વાત સમજાવે છે. ગમે તેમ કરીને અથર્જન કરવું એવો સિદ્ધાંત મહાવીરને માન્ય નહોતો. તેમણે સાધનશુદ્ધિને સંપૂર્ણ મહત્ત્વ આપ્યું અને કહ્યું કે અશુદ્ધ સાધનો વડે અર્જિત અર્થ વ્યક્તિનાં સુખચેન છીનવી લે છે. ચોરી અને છેતરપીંડી જેવી પ્રવૃત્તિઓને તેમણે ક્યારેય વાંછનીય નહોતી માની. તેમ ભય અને આતંકનું વાતાવરણ સર્જીને અર્થસંગ્રહ કરવાની પ્રવૃત્તિને પણ તેમણે ક્યારેય ઉચિત નહોતી માની. વર્તમાન યુગમાં અથર્જનની એક નવી સંસ્કૃતિ વિકસિત થઈ છે. તેથી વ્યક્તિ શ્રમ વગર અને મૂડી વગર એક દિવસમાં કરોડપતિ બની જાય છે. આ સંસ્કૃતિ અપહરણની સંસ્કૃતિ છે. કોઈ મોટા વ્યવસાયનું અથવા તેના બાળકનું અપહરણ કરીને તેને છોડવા માટે કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવે છે. જો આવું કરનારને પૈસા આપવામાં આવે તો ખોટી પરંપરાને પ્રોત્સાહન મળે છે. અને જો તેને પૈસા ન આપવામાં આવે તો અપહૃત વ્યક્તિની હત્યાની પીડા સહન કરવી પડે છે. આ બંને તરફનો માર કોઈપણ અર્થશાસ્ત્રમાં સ્વીકાર્ય નથી. આમ છતાં આવી અનેક ટોળીઓ સક્રિય છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે આવા લોકો નિર્ભય બનીને પોતાનું કામ કરે છે. જ્યારે અપહૃત વ્યક્તિ અને તેના સંબંધીઓ રાતદિવસ ભયભીત રહે છે. ગરીબી અને બેકારી બંને અભિશાપ માનવી સુખની આકાંક્ષા સાથે જીવે છે. તે અથર્જનને પણ સુખનો હેતુ સમજે છે. પરંતુ અમીર વ્યક્તિઓની દુઃખ-દુવિધાઓ ઉપર ધ્યાન આપવામાં આવે તો અર્થ દ્વારા સુખપ્રાપ્તિનો ખ્યાલ ખંડિત થઈ જાય છે. મહાવીરે કહ્યું, “અઠ્ઠા વિ સંતા અદુવા પમત્તા'- ગરીબ અને અમીર બંને પ્રકારના લોકો ધર્મની આરાધના કરી શકતા નથી. ગરીબ અભાવગ્રસ્ત હોય છે. તેઓ ભરણપોષણની ચિંતામાંથી બહાર નીકળી શકતા નથી. ધર્મને સમજવાની તેમની માનસિકતા બનતી નથી. અમીર લોકો વિલાસી બની જાય છે. વિલાસિતાને કારણે તેમને ધર્મની ચચ રૂચિકર લાગતી નથી. મહાવીરના યુગમાં કેટલીક એવી વ્યક્તિઓ થઈ જે આર્થિક દષ્ટિએ વિશેષ સંપન્ન ન હોવા છતાં પરમ સુખી હતી. તેમાંનું એક Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ નામ પુણિયા શ્રાવકનું છે. રાજગૃહ નગરમાં મહાવીરનો ઉપાસક પુણિયો રહેતો હતો. તેની પાસે નાનકડી ઝૂંપડી હતી. તેનો વ્યવસાય પણ સામાન્ય હતો. તે રૂની પુણિયો બનાવીને વેચતો હતો, તેથી તેનું નામ પુણિયા શ્રાવક તરીકે પ્રસિદ્ધ થયું હતું. પુણિયો વેચવામાંથી જે કમાણી થતી એટલામાં તે સંતુષ્ટ હતો. તે ધમરાધના પ્રત્યે જાગરૂક હતો. અલ્પારંભ અને અલ્પપરિગ્રહી હતો. તેની ઈચ્છાઓ સીમિત હતી. તેથી ઓછામાં ઓછી સાધનસામગ્રીમાં પણ તે પ્રસન્ન રહેતો હતો. જો સુખ અને પ્રસન્નતાનો સંબંધ અર્થ સાથે હોત તો પુણિયો ક્યારેય સુખી અને પ્રસન્ન થઈ શક્યો ન હોત. બીજી ઘટના શ્રેષ્ઠી મમ્મણની છે. તે અખૂટ સંપદાનો સ્વામી હતો. પરંતુ તે તેનો ઉપભોગ કરી શકતો નહોતો. ઐશ્વર્યશાળી હોવા છતાં તેનાં દુઃખોનો પાર નહોતો. તે રાત્રે નદીકિનારે લાકડીઓ ભેગી કરતો હતો. અંધારી રાત, વાદળીનો ગડગડાટ અને વીજળીના ચમકારા થતા હતા. તેવા સમયે તેને નદીકિનારે લાકડીઓ વીણતો જોઈને મહારાણી ચેલણાએ સમ્રાટ શ્રેણિકને કહ્યું, “આપના રાજ્યમાં કેવા ગરીબ લોકો વસે છે ?” સમ્રાટને અચરજ થયું. તેણે અનુચરોને મોકલીને તે વ્યક્તિને બોલાવી. પૂછ્યું, “તું કોણ છે ? આવી ભયાનક રાત્રે પણ તું આટલો બધો પરિશ્રમ શા માટે કરે છે ?” આગંતુક બોલ્યો, “મહારાજ ! હું આપના નગરમાં વસતો શ્રેષ્ઠિ પુત્ર છું. મારું નામ મમ્મણ છે. મારી પાસે એક બળદ છે. તેની જોડી તૈયાર કરવા માટે હું રાતદિવસ પરિશ્રમ કરું છું.' રાજાએ પોતાના અનુચરોને આદેશ આપ્યો કે રાજ્યની વૃષભશાળામાં જે બળદો છે તેમાંથી મમ્મણને જે બળદ પસંદ આવે તે આપી દો. મમ્મણે વૃષભશાળા જોઈ. તેને એક પણ બળદ પસંદ ન આવ્યો. સમ્રાટને આ વાતની જાણ કરવામાં આવી. સમ્રાટે મખ્ખણનો પોતાનો બળદ જોવાની ઉત્સુકતા પ્રગટ કરી. મમ્મણે કહ્યું, ‘મહારાજ ! મારો બળદ અહીં સુધી આવી શકે તેમ નથી. આપ મારા ઘેર પધારવાનો અનુગ્રહ કરો.' સમ્રાટ શ્રેણિક મમ્મણની સાથે તેના ઘેર પહોંચ્યો. ત્યાં જઈને સમ્રાટે તેના બળદને જોયો, તો તેની આંખો અંજાઈ ગઈ. ત્યાં એક રત્નજડિત બળદ ઊભો હતો. સમ્રાટે કહ્યું, “અરે મૂર્ખ ! આ બળદની જોડી બનાવવા જેટલો વૈભવ તો રાજ્યના ભંડારોમાં પણ નથી. તું ભૂખ્યો-તરસ્યો રહીને, રાતદિવસ ઘોર પરિશ્રમ કરીને આ બળદની જોડી બનાવીશ. પછી અમીરી અને ગરીબી બંનેઅભિશાપર વે Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ એ બળદો વડે તું શું કરીશ ?’ મમ્મણ મૌન રહ્યો. મહારાણીએ ચેલણાએ પણ મમ્મણનો રત્નજડિત બળદ જોયો. તેણે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું, ‘આ વ્યક્તિ દરિદ્ર નથી, લોભી છે. ઘરમાં આટલો બધો વૈભવ હોવા છતાં તે કેટલું કષ્ટ ભોગવી રહ્યો છે ! તેનું દુઃખ દૂર કરી શકે તેવું કોઈ નથી. જો અર્થ થકી સુખ મળતું હોત તો મમ્મણ દુઃખી શા માટે હોત ? મહાવીરનું અર્થશાસ્ત્ર કહે છે કે સુખદુઃખનો સંબંધ અર્થ સાથે નહિ, માનવીની વૃત્તિઓ સાથે છે. મહત્ત્વ ઉપયોગિતાના આધારે મહાવીરના અનુયાયીઓમાં તમામ પ્રકારના લોકો હતા. પુણિયા જેવા ઓછી મૂડીવાળા લોકો તેમના શ્રાવક હતા, તો શ્રેણિક જેવા સમ્રાટ પણ તેમના શ્રાવક હતા. તે બંનેમાં મહત્ત્વપૂર્ણ કોણ હતું. મહાવીરની દૃષ્ટિએ બંને વ્યક્તિ પોતપોતાની જગાએ મહત્ત્વપૂર્ણ હતી. તેમનું મહત્ત્વ તેમની ઉપયોગિતાના આધારે હતું. સામાયિકની સાધનાનો પ્રશ્ન હોય ત્યારે મહાવીર પુણિયા શ્રાવકને મહત્ત્વ આપતા. તેમણે સમ્રાટ શ્રેણિકને કહ્યું કે, જો પુણિયા શ્રાવકની એક સામયિક તેને ઉપલબ્ધ થઈ જાય તો તેનું નરકમાં જવાનું ટળી જાય. આ ઘટનામાં પુણિયા શ્રાવકનું મહત્ત્વ પુરવા૨ થાય છે. મહારાજ શ્રેણિક પોતાના યુગના પ્રભાવશાળી સમ્રાટ હતા. તેમનો જે પ્રભાવ હતો તે પુણિયા શ્રાવકનો નહોતો. શ્રેણિક જેવા સમ્રાટ મહાવીરના ભક્ત હતા, એવી સૂચનાથી જૈનશાસનની જેટલી પ્રભાવના થઈ શકે છે તેટલી પુણિયા શ્રાવકના નામથી થઈ શકે તેમ નથી. આ દૃષ્ટિએ એમ સ્વીકારી શકાય કે કોઈપણ વ્યક્તિનું મહત્ત્વ તેની ઉપયોગિતાના આધારે જ આંકી શકાય છે. મહાત્મા ગાંધી અને લુઈ ફિશર અર્થ માનવી માટે જીવનયાપનનું સાધન છે, સાધ્ય નથી. છતાં તેમાં વૃદ્ધિ કરવાના તીવ્ર પ્રયત્નો ચાલે છે. આ સ્થિતિ નિહાળીને કેટલાક લોકો કહે છે કે, આર્થિક વિકાસની કોઈ એક હદ નક્કી કરવી જોઈએ. હદની વાત બહુ સારી છે, પરંતુ જ્યાં સુધી ઇચ્છાઓનો સંયમ નહિ થાય ત્યાં સુધી હદ માત્ર યાંત્રિક બની રહેશે, આરોપિત બની રહેશે. વ્યવસ્થાગત હદ થકી માનવીનું મન બદલાતું નથી. આ નવું દર્શન નવો સમાજ Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રમાં વિવેકની અપેક્ષા છે. વિવેક દ્વારા નિર્ધારિત સીમા સુખની વ્યાખ્યાને જ નહીં, અનુભૂતિને પણ બદલી નાખે છે. મહાત્મા ગાંધી સેવાગ્રામમાં રહેતા હતા. અમેરિકાના પત્રકાર લૂઈ ફિશર ગાંધીજીના જીવન ઉપર લખવા ઇચ્છતા હતા. તેમણે આશ્રમમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. મહાત્માજીએ તેમને અનુમતિ આપી. તેમણે કામ કરવાનું શરૂ કર્યું. ગરમીની ઋતુ હતી. ત્યાં વાતાનુકૂલનની કોઈ વ્યવસ્થા નહોતી. ભયંકર ગરમીથી લૂઈ ગભરાઈ ગયા. તેમણે કહ્યું, “મહાત્માજી ! આટલી બધી ગરમીમાં રહેવાનું મુશ્કેલ છે. હું અહીં કામ નહીં કરી શકું. હવે જે ગરમી વધશે તો મારે માટે જીવવાનું પણ મુશ્કેલ બની જશે.” મહાત્મા બોલ્યા, ‘તમારે એરકંડિશન જોઈએ તો તમારે માટે તેની વ્યવસ્થા થઈ જશે.' મહાત્મા ગાંધીએ કહ્યું, “એક મોટું ટબ લાવો. તેમાં ઠંડું પાણી ભરી દો. તેમાં બે સ્કૂલ ગોઠવો. એક સ્કૂલ ઉપર ફાઈલો મૂકો અને બીજા ઉપર લૂઈને બેસવાની વ્યવસ્થા કરો.' શીતળ છાંયડામાં ટબ મૂકવામાં આવ્યું. મહાત્માજીએ લૂઈને બોલાવીને કહ્યું, “કોટ કાઢી નાખો. પાટલૂન ઊંચું કરો. સ્કૂલ ઉપર બેસી જાવ. પગ પાણીમાં રાખો. પછી જુઓ કે આ કેવી વાતાનુકૂલિત જગા છે ! હવે અહીં શાંતિથી કામ કરો.' લૂઈએ ત્યાં બેસીને કામ કર્યું. ગરમીની સમસ્યાનું સમાધાન થઈ ગયું. જીવનમાં આવી અનેક પરિસ્થિતિઓ આવે છે. તે પરિસ્થિતિઓ સાથે સામંજસ્ય ગોઠવવાનો દૃષ્ટિકોણ દરેક વ્યક્તિનો પોતાનો અલગ અલગ હોઈ શકે છે. આ સ્થિતિમાં વિકાસની કોઈ એક સીમા કેવી રીતે બાંધી શકાય ? મહાવીરના અર્થશાસ્ત્રમાં વિકાસની સીમાઓ મહાવીરના અર્થશાસ્ત્રમાં વિકાસની એક સીમા નિશ્ચિત છેશોષણમુક્ત વ્યવસ્થા. તેમણે શોષણમુક્ત વ્યવસ્થાનાં પાંચ સૂત્રો આપ્યાં. * કોઈ માનવી કે પશુને મારવું. * કોઈ માનવી કે પશુને બંધનમાં રાખવું. * કોઈ માનવી કે પશુનો અંગભંગ કરવો. * કોઈ માનવી કે પશુ ઉપર અતિભાર લાદવો. * પોતાના આશ્રિત માનવી કે પશુના ભરણપોષણનો વિચ્છેદ કરવો- તેમને યોગ્ય સમયે ભોજનપાણી ન આપવાં, પૂરતા Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણમાં ભોજનપાણી ન આપવાં વગેરે. જે અર્થશાસ્ત્રમાં એક વ્યક્તિના વિકાસની સંપૂર્ણ સંભાવનાઓ હોય અને બાકીની વ્યક્તિઓની જરૂરિયાતોની પૂર્તિ પણ ન થતી હોય એવું અર્થશાસ્ત્ર કઈ રીતે માન્ય થઈ શકે? જે લોકોના શ્રમ અથવા જીવનનાં મૂલ્યો ઉપર અર્થતંત્ર વિકસિત થાય છે તેમના શ્રમને ઉચિત પારિશ્રમિક ન મળે અને તેમના જીવનની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા ન હોય તે અર્થશાસ્ત્રના વિકાસની અવધારણાઓ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન લટકી જાય છે. મહાવીરના અર્થશાસ્ત્રમાં સંયમનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મૂલ્ય સંભાળી લોકો પ્રત્યે થતી સંવેદનશીલતાનું છે. સંવેદન અને કરુણાથી શૂન્ય અર્થશાસ્ત્ર માનવજાતિનાં હિતોનું રક્ષણ કરી શકતું નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ' :: ' :: : સંતુલિત જીવનશૈલીનો કામ કરી સમયનો ચહેરો બદલાય છે પરંતુ સત્ય નથી બદલાતું. અર્થ અનર્થનું મૂળ છે. આ એક સનાતન સત્ય છે. એવી લોકભાષા અતીતમાં જાણીતી હતી. વર્તમાનમાં પ્રમાણિત થઈ રહી છે અને ભવિષ્યમાં તેના પડઘા નહીં પડે એમ કહેવાનું મુશ્કેલ છે. માનવજીવનની એક મોટી વિસંગતિ છે અર્થ. એક તરફ અર્થને અનર્થનું મૂળ માનવામાં આવે છે. બીજી તરફ અર્થ વગર કોઈનું જીવન ચાલી શકતું નથી. જ્યાં અર્થ છે ત્યાં હિંસા છે. અર્થનું અર્જન, અર્થનો ભોગ, અર્થનો સંગ્રહ અને અર્થની સુરક્ષા આ બધા સાથે હિંસા એવી રીતે ગૂંથાઈ ગઈ છે કે ત્યાંથી તેને અલગ પાડી શકાતી નથી. આવી સ્થિતિમાં અહિંસા અને શાંતિના અર્થશાસ્ત્રની ચર્ચા ખરેખર ચોંકાવનારી છે. અધ્યાત્મની ભાષામાં મુખ્ય બે પાપ છે- હિંસા અને પરિગ્રહ. બીજા શબ્દોમાં પ્રસાદ અને આસક્તિ. પ્રમાદ હિંસા છે. મહાવીરે ગૌતમને કહ્યું, “સમય ગોય! મા પમાયએ હે ગૌતમ તું એક પળ માટે પ્રમાદ કરીશ નહીં. અહિંસાનું વ્રત સ્વીકાર્યા પછી પ્રમાદ થાય તો તેથી અહિંસા ખંડિત થાય છે. કોઈ પ્રાણીના પ્રાણ નો વધ કરવો તે હિંસા છે. તેથી પણ મોટી હિંસા પ્રમાદની એ પળ છે, જ્યારે વ્યક્તિ આત્મતુલાના સિદ્ધાંતને ભૂલીને કોઈ પ્રાણી-વિયોજન કરે છે. વિચારોની જે ભૂમિકા ઉપર હિંસાના ભાવ અંકુરિત થાય છે, તે ભૂમિકાનું નિમણિ પ્રમાદની પળોમાં થઈ શકે છે. હિંસા પરિગ્રહની જનની છે કે પરિગ્રહ હિંસાનો જનક છે ? આ ગંભીર પ્રશ્ન છે. કેટલાક લોકો હિંસાની સાથે પરિગ્રહને જોડે છે. અહિંસા પરમોધર્મ આ અવધારણાના આધારે તેઓ તમામ બૂરાઈઓનું મૂળ હિંસાને સમજે છે. સત્યની આ એક બાજુ છે. તેની કારક સંતુલિત જીવનશૈલીનો આધાર રાખે ઉwe weીર Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ બીજી બાજુ સઘળી સમસ્યાઓનું મૂળ પરિગ્રહ માનવામાં છે. મહાવીરે કહ્યું, “ણ એન્થ તવો વા દમો વા શિયમો વા કિસ્સતિ' - પરિગ્રહમાં આસક્ત માનવીને ન તો તપ હોય છે, ન શાંતિ હોય છે અને ન નિયમ હોય છે. જૈન શ્રાવક અને યુદ્ધ અર્થનો અનર્થનું મૂળ માનવા છતાં તેને છોડી શકાતું નથી. કારણ કે તે સમાજ માટે આવશ્યક છે, ઉપયોગી છે. અર્થ હશે ત્યાં સુધી હિંસાથી છૂટકારો નહીં મળી શકે. અર્થ હોય અને હિંસા ન હોય એ કઈ રીતે સંભવી શકે ? ઈ.સ. ૧૯૬૫માં હિંદુસ્તાન-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. તે સમયે અમે દિલ્હીમાં હતા. વિશ્વવિદ્યાલયના કેટલાક અધ્યાપકો અમારી પાસે આવીને કહેવા લાગ્યા, “આચાર્ય શ્રી ! પાકિસ્તાને આપણા દેશ ઉપર આક્રમણ કર્યું છે. આપ અહિંસક છો. આપને માટે તો આ સમય ભારે સંકટનો ગણાય. હવે શું થશે ?' મેં કહ્યું, “સંકટ તો સમગ્ર દેશ ઉપર છે. તેમાં આપ અને અમે અલગ ક્યાં રહીએ છીએ ?' પ્રોફેસરે કહ્યું, “જેને લોકો અહિંસામાં માને છે. યુદ્ધમાં તેમની ભૂમિકા શી હોઈ શકે ?” 1 તેમના કથનનો અભિપ્રાય સમજીને મેં જવાબ આપ્યો, “જૈન લોકો અહિંસામાં વિશ્વાસ ધરાવે છે એ વાત સાચી. પરંતુ શું તમામ જેન સંન્યાસી છે ? તેઓ દેશમાં રહે છે. પોતાનાં બાળકો-પરિવાર સાથે રહે છે. તેમની પાસે જમીન જાયદાદ છે. તેઓ વ્યવસાયી છે. તેઓ પોતાની અને પોતાના દેશની સુરક્ષા નહીં કરે શું ?” પ્રોફેસરે પૂછ્યું, “શું જેને લોકો મોરચા ઉપર જઈ શકે ખરા? યુદ્ધમાં ભાગ લઈ શકે ખરા?' મેં કહ્યું, “આપ કેવી વાત કરી રહ્યા છો ? એમ લાગે છે કે આપને ઇતિહાસનું જ્ઞાન નથી. જેન સમ્રાટો થયા છે. સેનાપતિઓ થયા છે. તેમણે અનેક યુદ્ધો લડ્યાં છે. પરંતુ તેમના યુદ્ધમાં એક સીમા હતી- અનર્થ હિંસા ન થાય, અનાવશ્યક હિંસા ન થાય.” આ વાત તેમને સમજાઈ ગઈ. યુદ્ધનાં પ્રાચીન અને અર્વાચીન કારણો અર્થની સાથે હિંસાની વાત કોઈ નવી અવધારણા નથી. જ્યારે પણ અને જ્યાં પણ અર્થની સીમાનું અતિક્રમણ થયું છે, ત્યાં હિંસાને ભડકવાની તક મળી છે. પ્રાચીન કાળમાં યુદ્ધનું મુખ્ય કારણ અર્થ અને પરિગ્રહને જ માનવામાં આવતું હતું. તે માન્યતાને એક કવિની કાકાસાહe નવું દર્શન નવોસમાજ રાણરાયટીeણાટક Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ભાષામાં અભિવ્યક્તિ મળી છે તીન બાત હૈ વૈર કી, જર જોરુ જમીન ‘સ્વરૂપદાસ’ ત્રિહું તે અધિક, મત કી બાત મહીન II ઇતિહાસનાં પૃષ્ઠો વાંચો. યુદ્ધનાં કારણો શોધો. માનવી હિંસા માટે કેમ પ્રેરિત થાય છે ? સ્વરૂપદાસજીના મત મુજબ યુદ્ધનાં મુખ્ય ત્રણ કારણો છે- ધન, સ્ત્રી અને ધરતી. ધન માટે ભાઈ-ભાઈ લડે છે એને એકબીજાને મારતા રહ્યા છે. સ્ત્રી માટે લડવામાં આવેલાં યુદ્ધોની તો એક લાંબી હારમાળા છે. સામ્રાજ્ય વિસ્તારની લાલસાએ તો ઇતિહાસને જ રક્તરંજિત કરી મૂક્યો છે. મહાવીરે ધન, સ્ત્રી અને ધરતી દરેકને પરિગ્રહ માન્યાં છે. પરિગ્રહને કેન્દ્રમાં રાખીને ચાલનાર ક્યારેય હિંસાથી બચી શકતો નથી. આ દૃશ્ય પરિગ્રહ કરતાં પણ મોટો પરિગ્રહ હોય છે, જે તરફ કવિએ સંકેત કર્યો છે. તે પરિગ્રહ મતનો છે, વિચારોનો છે. જ્યાં સુધી માનવીના વિચારોમાં હિંસા ઊતરતી નથી ત્યાં સુધી તેના હાથ હથિયાર ઊઠાવી શકતા નથી. આજે યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ગયું છે. તેની વ્યાખ્યાઓ પણ બદલાઈ ગઈ છે. યુદ્ધના મોરચાઓ ઉપર સેનાઓની સામસામેની લડાઈઓમાં શસ્ત્રોની સાથે યુદ્ધકૌશલનું મહત્ત્વ હતું. સસુરક્ષાત્મક ઉપાયોમાં પરકોટા, કિલ્લા, બૂર્જા અને ખાઈઓનું મહત્ત્વ હતું. અત્યારે હવાઈ હુમલાઓની સામે તે ઉપાયો કેવા અસહાય બની ગયા છે ! સ્ટારવો૨ની વિભીષિકાથી સમગ્ર વિશ્વ સંત્રસ્ત છે. આજે તો એક વ્યક્તિ આયુધ શાળામાં બેસીને એક બટન દબાવી દે તો પ્રલયની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આ જ કારણ છે, હવે મોટાં મોટાં શક્તિશાળી રાષ્ટ્રો શસ્ત્રપરિસીમન, નિઃશસ્ત્રીકરણ અને યુદ્ધને ટાળવાની વાતનાં વિશ્વાસ કરવા લાગ્યાં છે. આ શતાબ્દીનું સૌથી વધુ ભયાનક યુદ્ધ આર્થિક યુદ્ધ છે. આર્થિકયુદ્ધ અર્થાત્ વ્યાપારમાં સ્પર્ધા, વિશ્વકક્ષાએ વ્યાવસાયિક પ્રતિસ્પર્ધાઓ. ભારતમાં બહુઉદ્દેશીય કંપનીઓના આગમનને આશંકાની દૃષ્ટિથી જોવામાં આવી રહ્યું છે. દેશમાં એક અજાણ્યો ભય વધતો રહ્યો છે. વ્યવસાયી લોકોનું એક ચિંતન છે કે ગમે તેમ કરીને ઉત્પાદન વધે. ઉત્પાદન વધશે અને આવશ્યકતાઓ નહીં વધે તો ઉત્પાદનની ખપત નહીં થાય. તેથી આવશ્યકતાને વધારવાની પ્રક્રિયા કામમાં લેવામાં આવી રહી છે. એક એક ચડિયાતી આકર્ષક સંતુલિત જીવનશૈલીનો આધાર ૨૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ જાહેરખબરોના માધ્યમ વડે માનવીના ઉપભોગની આકાંક્ષાઓ જગાડવામાં આવી રહી છે. આકાંક્ષાની પૂર્તિ માટે અર્થ વધશે, સંપન્નતા વધશે. જેમ જેમ સંપન્નતા વધશે તેમ તેમ નવી આકાંક્ષાઓ પેદા થશે, આકાંક્ષાઓની પૂર્તિ માટે ઉત્પાદન વધશે. આ રીતે ચક્ર ચાલ્યા કરશે. ઉત્પાદન પણ શેનું ? શસ્ત્રોનું, શરાબનું, ડ્રગ્સનું અને ન જાણે બીજી કઈ કઈ ચીજોનું. અહીં જરૂર છે વિવેકની. અહીં અપેક્ષા છે નિયંત્રણની. વિવેક અને નિયંત્રણથી મુક્ત વ્યવસાય માનવીને ક્યાં લઈ જશે તે કહેવાનું મુશ્કેલ છે. વેપારની સીમાઓ મહાવીરે ક્યારેય વ્યવસાયનો વિરોધ કર્યો નથી. પરંતુ ત્યાં પણ કેટલીક લક્ષ્મણરેખાઓ દોરી. તેમણે શ્રાવક આનંદને બાર વ્રતોનું સ્વરૂપ સમજાવ્યું. સાતમું વ્રત છે- “ઉપભોગ-પરિભોગપરિમાણ.’ આ વ્રતના સંદર્ભમાં તેમનું ચિંતન સ્પષ્ટ છે. ભોગ કે સાધન વિપુલ હૈ, અતુલ મન કી લાલસા, લાલસા કી પૂર્તિ મેં આરંભ હૈ ભૂચાલ–સા / ખાદ્ય-સંયમ વસ્ત્રસંયમ વસ્તુ કા સંયમ સો, ભોગ યા ઉપભોગ કા સંયમ સફલતા સે બઢે છે. શ્રાવકે જીવનયાપન માટે વ્યવસાય કરવો પડે છે, પરંતુ એવો વ્યવસાય કે જેમાં હિંસાની સીમા ન રહેતી હોય તે ત્યાજ્ય છે. આવા વ્યવસાયમાં પંદર કાંદાનોનો સમાવેશ થાય છે. અંગારકર્મ, વનકર્મ શાકટકર્મ, ભાટકકર્મ વગેરે પંદર કમદાનોને શ્રાવક માટે એક હદ સુધી વર્જિત માનવામાં આવ્યાં છે. વ્યવસાયના ક્ષેત્રમાં માન્યતાઓમાં ભારે પરિવર્તન આવ્યું. આવી સ્થિતિમાં કોઈ ચોક્કસ માપદંડનું નિધરિણ મુશ્કેલ લાગે છે. છતાં શસ્ત્ર, અભક્ષ્ય પદાર્થ, માદક અને નશીલા પદાર્થ (ડ્રગ્સ) તથા ક્રૂર હિંસાજનિત વસ્તુઓના વ્યાપારથી તો બચી જ શકાય છે. પ્રાચીનકાળમાં મોટાભાગના લોકો ખેતીનો વ્યવસાય કરતા હતા. તેને ઉત્તમ માનવામાં આવતો હતો. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર. આ દષ્ટિએ અનેક પ્રકારના વ્યાપાર નિષિદ્ધ હતા. મૂળ વાત એ છે કે તે સમયે ઇચ્છાઓ ઓછી હતી, આવશ્યકતાઓ ઓછી હતી, તેથી વેપાર પણ સીમિત હતો. વેપારની સીમા પાછળનો મૂળ ઉદ્દેશ એ હતો કે જીવનની શાંતિનો ભંગ ન થવો જોઈએ. અશાંતિને પામીને અથર્જન તથા અર્થસંગ્રહ કરવાનો અર્થ જ શો છે? અકાર કરાયા જારી કરાશા નવું દર્શન કરાવોસમાજalso doe Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ જીવનની વ્યાખ્યા માનવી પોતાના જીવનને સાચી રીતે જીવવા ઝંખે છે. જીવન સાચું છે કે નહીં એવી જિજ્ઞાસાને સમજવા માટે ચાર માપદંડ નિર્ધારિત છે- શાંતિ, સુષ્ટિ, પવિત્ર અને આનંદ. ભારત દેશની સંસ્કૃતિમાં અર્થ, ભોગવિલાસ, સત્તા અને સંઘર્ષને જીવનના આદર્શ તરીકે સ્વીકાર્ય નથી. આ ભૂમિકા ઉપર જીવનની એક સારી વ્યાખ્યા આવી હોઈ શકે શાં– તુષ્ટ પવિત્રં ચ સાનદમિતિ તત્ત્વતઃ જીવન જીવનપ્રાહઃ ભારતીયસુસંસ્કૃતી પ્રશ્ન એક જ છે કે શાંતિ અને તુષ્ટિ મળે કેવી રીતે ? પવિત્રતા આવે ક્યાંથી ? આનંદનું મૂળ ક્યાં છે ? શોધનારાઓ માટે સમાધાનની કમી નથી રહેતી. જે ચાલે છે તે મંજિલ સુધી પહોંચી જાય છે. અમે મહાવીરનું દર્શન વાંચ્યું તેને આધાર બનાવીને ચિંતન કર્યું. ત્યાંથી મળેલા સમાધાનને આ રીતે વ્યક્ત કરી શકાય છે. સન્તોષાયતે શાન્તિસ્તોષહેતુઃ સ્વતંત્રતા હેતુશુદ્ધયા પવિત્રતં સ્વસ્થ આનામહતિ . શાંતિની ઈચ્છા હોય તો સંતોષનો અનુભવ કરવો. નહિતર અબજો-ખરવોની સંપત્તિ વચ્ચે રહેવા છતાં શાંતિનો અનુભવ નહીં થાય. તુષ્ટિની ઇચ્છા હોય તો સ્વતંત્ર બનો, આત્માનુશાસિત બનો. નહિતર બાહ્ય નિયંત્રણોની પરવશતામાં તુષ્ટિની સંભાવના સમાપ્ત થઈ જશે. પવિત્રતાની ઈચ્છા હોય તો સાધનશુદ્ધિનું ધ્યાન રાખો. ધતુરાના છોડ ઉપર કેરીનું ફળ આવતું નથી. એ જ રીતે અશુદ્ધ સાધનો વડે પવિત્રતા પ્રગટતી નથી. આનંદની આકાંક્ષા હોય તો સ્વસ્થ રહો. પોતાની ભીતરમાં રહેવાનો અભ્યાસ કરો. પરમાં-બીજામાં આનંદ શોધનાર વ્યક્તિ ભટકી જાય છે. પદાર્થ પર છે. માનવીની સહજ મનોવૃત્તિ એવી છે કે તે પuથમાં આનંદનો અનુભવ કરે છે. તે આનંદ ભ્રમ છે. તે અનુભૂતિ ક્ષણિક છે. આત્મસ્થ થવાથી જે આનંદ મળે છે તે એકાદ વખત પણ મળી જાય તો પછી પદાર્થ જાનત આનંદની તુચ્છતા સમજાઈ જશે. સ્વસ્થ અને સંતુલિત જીવન મહાવીરના અર્થશાસ્ત્રમાં આકાંક્ષા અને આવશ્યકતાઓને વધારવાનો નહીં, પ્રાપ્ત સાધનસામગ્રીમાં સંતોષ માનવાનો નિર્દેશ જારાણી શકાશese સંતુલિત જીવનશૈલીનો સાધારી શરૂ Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ છે. તેમણે વિવશતાથી ગરીબીનો અભિશાપ સહન કરવાની નહીં, સ્વવશતામાં અર્થને સીમિત કરવાની વાત કહી છે. તેમણે અર્થના અર્જનનો નિષેધ નથી કર્યો, પરંતુ સાધનશુદ્ધિને વિશેષ મહત્ત્વ આપ્યું છે. તેમણે ચોરીને તો ત્યાજ્ય માની છે, ચોરને ચોરી કરવામાં સહયોગ આપવાની વાતને પણ ઉચિત ગણાવી નથી. તેમની દષ્ટિએ ચોરીનો માલ ખરીદવો, રાજ્ય દ્વારા નિષિદ્ધ વસ્તુઓની આયાત-નિકાસ કરવી, ભેળસેળ કરવી, અસલી વસ્તુ બતાવીને નકલી વસ્તુ વેચવી, તોલમાપમાં ગરબડ કરવી, રિશ્વત લેવી વગેરે અથર્જનનાં અશુદ્ધ સાધનો છે. આવાં સાધનો દ્વારા અર્જિત અર્થ વડે પવિત્રતા પ્રગટી શકતી નથી. મહાવીરની દષ્ટિમાં તાત્કાલિક લાભનું નહીં, દીર્ઘકાલિક લાભનું મહત્ત્વ હતું. ઈમાનદારીને ગિરવે મૂકીને વ્યવસાયના ક્ષેત્રમાં પોતાની પ્રતિષ્ઠા ગુમાવીને તાત્કાલિક લાભ ઇચ્છતો માણસ સ્વસ્થ રહી શકતો નથી. અસ્વસ્થતા શરીરની હોય કે મનની, તે આનંદમાં અવરોધક બને છે. સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી માટે મહાવીરના અર્થશાસ્ત્રને વાંચવું અને આત્મસાત્ કરવું અત્યંત આવશ્યક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ((30) પર્યાવરણ અને songg અર્થશાસ્ત્ર આજે જગતની સામે પર્યાવ૨ણની સમસ્યા સૌથી વિકટ છે. એક સમય એવો હતો કે જ્યારે આણવિક અસ્ત્રોની સમસ્યા ભયંકર હતી. એક એકથી ચડિયાતાં શક્તિશાળી અને સંહારક અસ્ત્રોનું નિર્માણ થઈ રહ્યું હતું. વિશ્વની મહાશક્તિઓ આતંકિત હતી. પરસ્પર સંદેહનું વાતાવરણ હતું. પરમાણુઅસ્ત્ર બનાવવાની પહેલ સને ૧૯૪૫માં અમેરિકાએ કરી. તે વર્ષે ત્રણ બોંબ બનાવવાની સામગ્રી એકઠી થઈ ગઈ. એક બોંબનું પરીક્ષણ ન્યૂ મેક્સિકોમાં ક૨વામાં આવ્યું હતું. તે વિશ્વનું પ્રથમ પરમાણુ પરીક્ષણ હતું. બાકીના બે બોંબ નાગાસાકી અને હિરોશિમા ઉપર ફેંકવામાં આવ્યા. સોવિયેત સંઘે પ્રથમ પરમાણુ-પરીક્ષણ ઇ.સ. ૧૯૪૯માં કર્યું. ત્યારબાદ બ્રિટન, ફ્રાંસ અને ચીને પણ પોતાની પરમાણુ-ક્ષમતાનું પરીક્ષણ કર્યું. વિશ્વમાં સને ૧૯૪૫થી ૧૯૯૪ સુધી અઢારસોથી વધુ પરમાણુ-૫૨ીક્ષણ થઈ ચૂક્યાં છે. લગભગ પાંચસો પરીક્ષણ વાયુમંડળમાં થયાં અને બાકીનાં પરીક્ષણ ભૂમિ ઉ૫૨ થયાં. પરીક્ષણોની પ્રતિસ્પર્ધાનાં દુષ્પરિણામો જોઈને પરમાણુ અસ્ત્રોના નિર્માણ અને પરીક્ષણ ઉપર એક હદ સુધી પ્રતિબંધ આવ્યો. હવે પરમાણુ-અસ્ત્ર-સંકટની ચર્ચા ઘણી જૂની થઈ ગઈ છે. પાછા વળીને જોવાની તક Jain Educationa International પર્યાવરણની સમસ્યા એક સાથે સામે આવી ગઈ છે તેથી સમગ્ર વિશ્વ ચોંકી ઊઠ્યું છે. એક દૃષ્ટિએ તો આ સારું જ થયું છે. આ કારણે લોકોનું વિચારવાનું તો બદલાયું ! નહિતર આ વિષયમાં કોઈ કોઈની વાત સાંભળવા માટે તૈયાર જ નહોતું. માનવીની સામે એક જ લક્ષ્ય હતું. ગમે તેમ કરીને સમૃદ્ધિ વધારવી. સૌ સંપન્ન બને એવો નારો જેટલો લોભામણો હતો એટલો જ ઘાતક હતો. સંપન્નતાના પર્યાવરણ અને અર્થશાસ્ત્ર For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ નશામાં પ્રકૃતિનું અસીમ દોહન થવા લાગ્યું. તેનાથી પર્યાવરણની સમસ્યાઓ પેદા થઈ. લોકોને વિચારવાની તક મળી. પડછાયાની જેમ અનુગમન કરી રહેલી વિનાશલીલાને પાછાં વળીને જોવાની તક મળી. કોઈ બચશે જ નહીં તો સંપન્નતા શા કામમાં આવશે - એવા ચિંતને માનવીને સજાગ કરી દીધો. સમસ્યાનું મૂળ ધરતી અને સૂરજની વચ્ચે ઓઝોનનું પડ છે. તે પૃથ્વીથી ઉપર દશથી પંદર કિલોમીટર વચ્ચે સમતાપ મંડળમાં આવેલી એક વિરલ છત્રી છે. તે અંતરીક્ષમાંથી આવતી પરાબેંગની જેવાં હાનિકારક કિરણોને પૃથ્વી સુધી પહોંચવામાં અવરોધ કરે છે. પ્રાકૃતિક અસંતુલન અને પ્રદૂષણના કારણે તે છત્રીમાં છિદ્રો પડી ગયાં છે. છિદ્રો વધતાં જાય છે. ધરતી ઉપર જીવનની સુરક્ષા ઓઝોનના કારણે છે. તે ક્ષતિગ્રસ્ત થવાથી જીવન સામેનાં જોખમો વધી ગયાં છે. ઠેરઠેર ધરતીકંપ, પૂર, તોફાન વગેરે પ્રાકૃતિક પ્રકોપ જનજીવનને અસ્તવ્યસ્ત કરી રહ્યા છે. જ્વાળામુખી ફાટવાની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. આવા સંજોગમાં સંપન્નતાનો ભોગ કોણ કરશે ? કેવી રીતે કરશે ? આજે વિશ્વની મૂર્ધન્ય વ્યક્તિઓને આ ચિંતા સતાવી રહી છે કે પૃથ્વીનું શું થશે? જો પૃથ્વી નહીં બચે તો માનવી નહીં બચે અને માનવી નહીં બચે તો આ સંપન્નતા અર્થહીન બની રહેશે. માનવી જેવા દૂરદર્શી, ચિંતનશીલ અને વિવેકશીલ પ્રાણી માટે આ એક પડકાર છે, જેનો મુકાબલો કરવો અત્યંત આવશ્યક છે. મુકાબલાની તૈયારી કરતાં પહેલાં વિચારો કે સમસ્યા કઈ વાતની છે. મારા મત મુજબ સમસ્યાનું મૂળ છે- માનવીનો એકાંગી દષ્ટિકોણ. મહાવીરે અનેકાન્ત દષ્ટિકોણનું મૂલ્ય જાણ્યું. તેનો ઉપયોગ કર્યો અને તે વિશે માહિતી આપી. પરંતુ લોકો આ દાર્શનિક અને સાંસ્કૃતિક વારસાને ભૂલતા રહ્યા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની સીમાઓને વણજોઈ કરીને એક જ દિશામાં આગળ દોડી રહ્યા છે. તેમને બીજું કાંઈ જ જોઈતું નથી, સંપન્નતા અને સુવિધા જ માત્ર જોઈએ છે. ખબર નથી કે આવો દષ્ટિકોણ વ્યક્તિને ક્યાં લઈ જશે અને તે દ્વારા તેનું કર્યું હિત સધાશે. મહાવીરે દષ્ટિકોણને સમ્યક અને સ્થિર બનાવવાની વાતને વિશેષ મહત્ત્વ આપ્યું. તેમણે કહ્યું સમ્યક્ દષ્ટિકોણ સઘળા ધર્મોનું Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ મૂળ છે અને મિથ્યાદષ્ટિકોણ સઘળાં પાપોનું મૂળ છે. સંસારમાં જેટલાં પાપ છે, તેમાં સૌથી મોટું પાપ મિથ્યાત્વ દષ્ટિકોણનું છે. જે સમ્યક્ દષ્ટિથી સંપન્ન હોય છે તે જ સમત્વદર્શી હોય છે. “સમાઈસી ન કરેઇ પાવ- મહાવીરની આ અનુભૂતિ બહુ મોટા સત્યની અભિવ્યક્તિ છે. જો માનવીનો દ્રષ્ટિકોણ સાચો હોત, તેમાં એકાંગિતા ન હોત તો તે અર્થને જ સર્વસ્વ માની ન લેત. અર્થ જ સર્વસ્વ ન હોત તો પ્રકૃતિનું આટલું બધું દોહન (શોષણ) થયું ન હોત, આટલું બધું ઓધોગીકરણ થયું ન હોત. પરંતુ આ બધું થઈ રહ્યું છે. કારણ કે માનવીનો દૃષ્ટિકોણ સાચો નથી. પ્રાકૃતિક સંપદા સામે જોખમ જૈન શાસ્ત્રોમાં લોકસ્થિતિનું વર્ણન આ પ્રમાણે મળે છેઆકાશ એક સાર્વભૌમ સત્તા ધરાવતું તત્ત્વ છે. આકાશ ઉપર વાયુ પ્રતિષ્ઠિત છે. વાયુ ઉપર સમુદ્ર છે. સમુદ્ર ઉપર આપણી પૃથ્વી છે. આ પૃથ્વી ઉપર પ્રાણી છે. પ્રાણીઓમાં માનવી. પશુ પક્ષી. કીડા-મંકોડા વગેરે તમામ છે. સંસારમાં જે જેવાં છે તેવાં જ રહે તો ક્યાંય કોઈ અવ્યવસ્થા થાય નહીં. પ્રાકૃતિક વ્યવસ્થા સાથે છેડછાડ કરવાથી જ અસંતુલન વધે છે. માનવીએ પૃથ્વી-પાણી તો ઠીક, આકાશની પણ છેડછાડ શરૂ કરી દીધી. વાયુમંડળમાં એવા ગેસ છોડવામાં આવે છે કે ઓઝોનને વિશેષ નુકસાન પહોંચાડે છે. જો તે આવું ન કરત તો પ્રાકૃતિક સંપદાની આટલી ક્ષીણતા ક્યારેય ન થઈ હોત. મેં એક એવી વ્યક્તિને જોઈ છે કે જે સંપન્નતાના શિખર ઉપર બેઠી હતી. તેની જમીનમાં સોનું દાટેલું હતું. તેના મકાનની દીવાલોમાં હીરા-મોતી જડેલાં હતાં. તેના ઘરના ખંડોમાં સોનાનાં કબાટો હતો. તેની પાસે એટલો બધો વૈભવ હતો કે તેની સાત પેઢીઓ ખુલ્લા હાથે દાન કરે તો પણ કોઈ મુશ્કેલી ન આવે. તે વ્યક્તિ જુગાર-સટ્ટાની ચુંગાલમાં ફસાઈને બરબાદ થઈ ગઈ. આ કોઈ વાત નથી. નજરે જોયેલી ઘટના છે. પ્રકૃતિની પાસે પણ એટલી બધી સંપદા છે કે માનવજાતિ ગમે તેટલો ઉપયોગ કરે તો પણ તે ક્યારેય સમાપ્ત થાય તેમ નથી. પરંતુ જ્યારથી તેનો દુરુપયોગ થવા લાગ્યો છે, તેનું અતિ માત્રામાં શોષણ થવા લાગ્યું છે, ત્યારથી તેના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. કાકાસારા રાજારાણા પર્યાવરણ અને અર્થશાસ્ત્ર પાણી Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિનું અસીમ શોષણ કરનાર લોકો કહે છે કે આ અભિયાન તમામ લોકોની સંપન્નતા માટે છે. મને તો એમ લાગતું નથી કે આવું કોઈ ચિંતન હોય. સૌનું તો કોણ જુએ છે ? જે થોડાક લોકો સંપન્ન છે, તેઓ અતિસંપન્ન બની રહ્યા છે. બાકીના લોકો વિપન્નતાનો અભિશાપ જીવી રહ્યા છે. એક વાત બીજી પણ છે કે જો તમામ લોકો સંપન્ન બની જાય તો સંપન્નતાનું પણ કોઈ મહત્ત્વ રહે નહીં. સંપન્નતા સમાધાન નથી એક પ્રાચીન વાર્તા છે. ઈંદ્ર અને ઈંદ્રાણી સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં પધાર્યાં. તેઓ એક ગામની નજીક રહ્યાં. તેમણે જોયું તો ગામમાં મોટા ભાગના લોકો ગરીબ હતા, સંકટગ્રસ્ત હતા. ઇંદ્રાણીએ કહ્યું, ‘આપ તો સંકટમોચક છો. આ લોકોનું સંકટ દૂર કરો.' ઈંદ્ર બોલ્યા, દરેક વ્યક્તિને સંકટમુક્ત કરી શકાતી નથી.' આથી ઈંદ્રાણી વધુ મક્કમ બન્યાં. તેમણે કહ્યું, ‘આપ ઇચ્છો અને તે કામ ન થાય એવું હું માની શકતી નથી. આપે કંઈક કરવું જ પડશે.' સ્ત્રીહઠનો મુકાબલો ઈંદ્ર પણ કરી શક્યા નહીં. તેઓ બોલ્યા, “મને વિશ્વાસ તો નથી, છતાં તું કહે છે તેથી હું એક પ્રયત્ન કરી જોઉં.' ઈંદ્રએ પોતાની દિવ્યશક્તિનો ઉપયોગ કર્યો. ગામમાં દરેક વળાંક ઉપર સોનાના ઢગલા ગોઠવી દીધા. થોડીક જ વારમાં એ વાત લોકો સુધી પ્રસરી ગઈ. સ્ત્રી, પુરુષ, બાળકો વગેરે ગામના તમામ લોકો તત્પરતાથી ઘરની બહાર દોડી આવ્યા. જેની પાસે થેલી, પેટી, તગારું વગેરે જે કંઈ સાધનો હતાં તે સોનાથી ભરી લીધાં. સમગ્ર ગામ દરિદ્રતાના અભિશાપથી મુક્ત થઈ ગયું. સૌની પાસે સુખસુવિધાનાં સઘળાં સાધનો પર્યાપ્ત હતાં. થોડાક સમય પછી ઈંદ્ર અને ઈંદ્રાણી વળી પાછાં એ જ ગામમાં પધાર્યાં. તેમણે જોયું કે ગામના લોકો સંપન્ન છે, પણ પ્રસન્ન નથી. તેમના ચહેરા ઉપર વિષાદ છે. વિષાદનું કારણ સમજાયું નહીં. કેટલાક લોકો ત્યાં ઊભા ઊભા વાતો કરતા હતા. એક વ્યક્તિએ કહ્યું, ‘કોણ જાણે કયા મૂરખનું આ કામ છે ? આપણને સૌને સંપન્ન બનાવી દીધા. હવે આપણે આપણી સંપદા કોને બતાવીએ ? અહીં તો કોઈ જોનારું છે જ નહીં !' ઈંદ્ર ઈંદ્રાણી તરફ જોઈને બોલ્યા, ‘તેં કહ્યું હતું કે આ લોકોનું સંકટ દૂર કરો. મેં તે સૌને સંપન્ન બનાવી દીધા. પરંતુ તેમનું સંકટ દર્શન નવો સમાજ Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ દૂર થવાને બદલે વધી ગયું છે. તે આ વાતને સમજી લે કે સંકટ વિપન્નતાનું નથી હોતું, વૃત્તિઓનું હોય છે. જ્યાં સુધી વૃત્તિઓનું શુદ્ધીકરણ નથી થતું ત્યાં સુધી સંકટ પણ નથી ટળતું. જ્યાં સુધી દષ્ટિ સમ્યફ નહીં બને ત્યાં સુધી નવાં નવાં સંકટો આવ્યા જ કરવાનાં. હું એકલો શી રીતે પહેરી શકું? મહાત્મા ગાંધી દષ્ટિસંપન્ન વિભૂતિ હતા. શરીરથી દૂબળા પાતળા, પરંતુ મનથી ઉદાર. ઓછો ખોરાક ખાતા અને ઓછાં કપડાં પહેરતા. માત્ર વિચારોથી જ નહીં, આચરણથી પણ તેઓ સાચા સમાજવાદી હતા. તેમનું ચિંતન એવું હતું કે જ્યારે દેશના લોકો ભૂખ્યા રહેતા હોય ત્યારે પોતે પેટ ભરીને શી રીતે જમી શકે? એક વખત એક બાળક ગાંધીજી પાસે ગયો અને કહ્યું, “બાપુ ! આપ આટલી નાનકડી ધોતી અને ગંજી કેમ પહેરો છો ? હું આપને સંપૂર્ણ પોશાકમાં જોવા ઈચ્છું છું.” ગાંધીએ કહ્યું, “બેટા ! તારા ઈચ્છવાથી શું થશે ? તારી માતા સંપૂર્ણ પોશાક આપશે નહીં.' બાળકે આગ્રહ કરીને કહ્યું, 'બાપુ ! આપ ના ન પાડો. મારી માતા બહુ સારી અને ઉદાર છે. હું જેમ કહીશ તેમ તે કરશે જ.' ગાંધીજી તેને સમજાવતાં બોલ્યા, “બેટા ! એક પોશાકથી મારું કામ નહીં ચાલે. મારે ત્રીસ કરોડ પોશાક જોઈશે. ત્રીસ કરોડ ન મળે તો હું એકલો તે શી રીતે પહેરી શકું ? ગાંધીજી સ્વયં ઓછું ખાતા અને ઓછું પહેરતા. તે માત્ર ત્યાં જ અટક્યા નહોતા. તેમણે દેશની જનતાને સંયમ અને સાદગીનો માર્ગ બતાવ્યો. તેઓ દેશને દરિદ્ર રાખવા ઈચ્છતા નહોતા. તેમણે લોકોનું ધ્યાન લઘુઉદ્યોગો તરફ આકળ્યું. ઘેર ઘેર ચરખા લાવીને તેમણે બેકારીની સમસ્યાનું નવું સમાધાન આપ્યું. તાદાભ્યનો અનુભવ વિ. સં. ૨૦૦પમાં મેં કેટલાક સાધુઓને સૌરાષ્ટ્ર તરફ મોકલ્યા. ત્યાં ભયંકર વિરોધનું વાતાવરણ ઊભું થયું. સાધુઓને રહેવા માટે યોગ્ય સ્થાન મળતું નહોતું. ખાવા માટે પૂરતું ભોજન મળતું નહોતું. આ સમાચાર પ્રાપ્ત થતાં મેં દૂધનો ત્યાગ કર્યો અને આહારમાં પદાર્થોની સંખ્યા સીમિત કરી દીધી. કોઈને કાંઈ જ કહ્યા વગર હું આ પ્રયોગ કરતો રહ્યો. સાધુઓમાં ઉહાપોહ જાગ્યો. મારી સામે પ્રશ્ન આવ્યો, ‘તબિયત બરાબર નથી કે શું ? ભોજનમાં કેમ રાપર્યાવરણ અને અર્થશાસ્ત્રકાર૩૭ Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ તફાવત પડી ગયો છે ?' મેં વાત ટાળી દીધી. મારા મનમાં સાધુઓ પ્રત્યે સંવેદનાનો ભાવ જાગૃત હતો. તેઓ ભૂખ્યા રહે અને હું ભરપેટ ભોજન કર્યું એ મારા માટે અસહ્ય હતું. થોડાક સમય પછી સૌરાષ્ટ્રથી સમાચાર મળ્યા કે ત્યાં સાધુઓને હવે કોઈ મુશ્કેલી નથી. ત્યારે મેં ફરીથી વ્યવસ્થિત ભોજન શરૂ કર્યું. ગાંધીજી મહાન હતા. તેમનું ચિંતન પણ મહાન હતું. મારો પ્રયોગ નાનકડા સ્વરૂપે હતો. પરંતુ તાદાત્મ્યની વાત બંને પ્રસંગો સાથે જોડાયેલી છે. પછી કાંઈ નહીં થાય પ્રકૃતિ સાથે માનવીનું તાદાત્મ્ય જોડાયેલું હોત તો તે કશું વિચાર્યા વગર આટલી હદે તેનું શોષણ કરતો ન હોત. પ્રકૃતિનું અનિયંત્રિત શોષણ એટલે પ્રલયને સીધું આમંત્રણ. આપણે જાણીએ છીએ કે આ અવસર્પિણી કાળનો છઠ્ઠો આરો પ્રલયની કથા લખશે. પરંતુ હજી તો હજારો વર્ષોની અવધિ બાકી છે. જે ઘટના ઘણાં વર્ષો પછી ઘટવાની છે તે આજે ઘટવા લાગે તો અસ્વાભાવિક કહેવાય. પ્રાકૃતિક સ્થિતિઓમાં આવેલાં પરિવર્તનોથી માનવીના વિચારો બદલાયા છે, પરંતુ આચરણ હજી નથી બદલાયું. જ્યાં સુધી તેની આર્થિક દૃષ્ટિ સ્વસ્થ અને સંતુલિત નહીં બને ત્યાં સુધી પર્યાવરણ સંતુલિત શી રીતે રહેશે ? પર્યાવરણની સમસ્યા કોઈ એક રાષ્ટ્રની સમસ્યા નથી. તેનાથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થઈ રહ્યું છે. આ સમસ્યાને અનેક દિશાએથી જોવાનો અને તેનો સ્થાયી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. સમય આપણા હાથમાંથી છટકી રહ્યો છે. અત્યારે જો કશું જ નહીં ક૨વામાં આવે તો પછી કાંઈ ન રહે. Jain Educationa International નવું દર્શન નવો સમાજ ૩ For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ અર્થશાસ્ત્રાના બે અધ્યાય : | લવાજા સાધનશુદ્ધિ અને સંયમ જાળવી કરિના સમાજનાં બે સ્વરૂપ છે - અનિયંત્રિત અને નિયંત્રિત. અનિયંત્રિત સમાજમાં ઇચ્છાઓ ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. જેમતેમ કરીને ઈચ્છાઓની પૂર્તિ કરવી એ જ સમાજનું લક્ષ્ય હોય છે. કોઈપણ પ્રકારની સીમા, મયદા, વર્જના કે લક્ષ્મણરેખા તેને માન્ય હોતી નથી. કેટલાક દશકાઓ પૂર્વે અમેરિકામાં હિપ્પીઓ અને બીટલ્સ લોકોએ પોતાનો એક સમાજ બનાવ્યો. અથવા એમ કહી શકાય કે પારંપરિત સામાજિક પરિવેશને તોડીને તેમણે મુક્ત જીવનશૈલી સ્વીકારી. તેમનું ચિંતન એવું હતું કે બંધન વિકાસમાં અવરોધક છે. નિષેધ આકર્ષણને વધારે છે. પરંપરાઓ વ્યક્તિને રૂઢ બનાવે છે. મસ્તીનું જીવન ખુલ્લાપણામાં છે. જે વ્યક્તિની જેવી ઈચ્છા હોય, તેવું જીવન જીવવા માટે તે સ્વતંત્ર રહે, પરંતુ તેઓ એ સત્ય જાણતા નહોતા કે તમામ ઈચ્છાઓની પૂર્તિ થઈ શકતી નથી. આચાર્ય સોમપ્રભે આ સત્યનું ઉદ્ઘાટન કરતાં લખ્યું છે કે વધિસ્તુષ્યતિ નેન્ધનૈરિહયથા નાસ્મોભિરઝ્મોનિધિસ્તન્મોહઘનો ઘનૈરપિ ઘનૈર્જન્તુને સન્તુષ્યતિ ન વેવં મનુતે વિમુચ્યવિભવંનિઃશેષમળ્યું ભવું, યાત્યાત્મા તદઉં મુપૈવ વિદઘાયેનાંસિ ભૂયાંસિ કિસ્સા ઈંધણ દ્વારા આગ ક્યારેય શાંત થતી નથી. પાણી વડે ક્યારેય સમુદ્રને તૃપ્તિ થતી નથી. એ જ રીતે મોહાસક્ત માનવી ઘણું બધું ધન મેળવવા છતાં સંતુષ્ટ બનતો નથી. તે એમ નથી વિચારતો કે આત્મા સઘળો વૈભવ અહીં મૂકીને પરભવમાં જાય છે. મારે કશું જ સાથે લઈ જવાનું નથી તો પછી હું શા માટે વ્યર્થ પાપોનું બંધન કરું ? જ્યાં સુધી માનવીનો દૃષ્ટિકોણ સમ્યફ નથી બનતો, ત્યાં સુધી તે સાચું ચિંતન કરી શકતો નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ઈમાનદારી અને પ્રતિષ્ઠાની હત્યા નિયંત્રિત સમાજમાં સામાજિક મૂલ્યમાપદંડોની પ્રતિષ્ઠા હોય છે. ત્યાં કોઈ પણ વ્યક્તિ સ્વેચ્છાચારી નથી હોતી. તે વિચારે છે કે સમાજમાં તે એકલો જ નથી. અનેક વ્યક્તિઓનો સમન્વય એટલે જ સમાજ. સમાજ કોઈ એક વ્યક્તિની ઈચ્છાથી નથી ચાલતો. તેના કેટલાક નિયમો અને કાયદા-કાનૂન હોય છે. જે તોડવાથી સામાજિક સંઘર્ષ પેદા થાય છે. વ્યક્તિની પોતાની ઇચ્છાઓ અને આકાંક્ષાઓ હોય છે. તેનો જનક છે લોભ. લાભથી લોભ વધે છે. લોભી વ્યક્તિનું જીવન અનેક પ્રકારની વિસંગતિઓથી ભરાઈ જાય છે. લોભથી તેને કેટલું બધું અહિત થાય છે તે વિચારી શકતો નથી. લોભને જીતવાનો નિર્દેશ કરતાં આચાર્ય સોમપ્રભે કહ્યું મૂલં મોહવિષદ્ગમસ્ય સુકૃતામ્ભોરાશિફલ્મોભવઃ, ક્રોઘાનેરરણિઃ પ્રતાપતરણિપ્રચ્છાદને તોયદ: ક્રિીડાસઘકલેવિવેકશશિનઃસ્વભનુરાપનદીસિન્ધઃ કીર્તિલતાકલાપકલાભો લોભ પરાભૂયતામા જે મોહરૂપી વિષવૃક્ષનું મૂળ છે, સુકૃતરૂપી સમુદ્રને સૂકવી નાખવા માટે અગત્ય ઋષિ છે, ક્રોધરૂપી અગ્નિ માટે અરણીનું લાકડું છે, પ્રતાપરૂપી સૂર્યને આચ્છાદિત કરવા માટે વાદળ છે, કલહનું ક્રીડાગૃહ છે, વિવેકરૂપી ચંદ્રમાને પ્રસિત કરવા માટે રાહુ છે, આપદારૂપ નદીઓને સમાવિષ્ટ કરવા માટે સમુદ્ર છે, કીર્તિરૂપી ડાળીઓને તોડવા માટે શિશુ હાથી છે, એવા લોભને જીતો. લોભની આગ ખૂબ જલદી પ્રસરે છે. તે વ્યક્તિનાં સુખચેન, સ્વાથ્ય , નિશ્ચિતતા, પ્રેમ વગેરે તમામ તત્ત્વોને ભસ્મિભૂત કરી મૂકે છે. લોભી વ્યક્તિ પોતાની ઈમાનદારીને તો ગિરવે મૂકે છે જ, પરંતુ. સાથોસાથ પોતાની પ્રતિષ્ઠાની હત્યા પણ કરે છે. આ નવ્વાણુંનું ચક્કર છે. જે વ્યક્તિ તેમાં પડે છે તે જોતજોતામાં બરબાદ થઈ જાય નવ્વાણુંનું ચક્કર એક ગામમાં બે પરિવાર સામસામે રહેતા હતા. એક પરિવાર આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ હતો. મોટો બંગલો, આધુનિક સુખસગવડોની ભરમાર, ઉચ્ચ કક્ષાની જીવનશૈલી, બહુ મોટો કારોબાર, નાનકડો પરિવાર. સારું ભોજન, ફળ, રસ, દૂધ વગેરેની Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ કોઈ કમી નહીં, છતાં પરિવારના મુખ્ય શેઠ ખૂબ દૂબળા-પાતળા હતા. તેમને ન તો પૂરી ભૂખ લાગતી હતી અને ન તો રાત્રે પૂરી નિંદ આવતી હતી. શેઠજીના બંગલાની બરાબર સામે જ એક બીજો પરિવાર રહેતો હતો. સામાન્ય મકાન, સામાન્ય કમાણી અને સામાન્ય જીવનશૈલી. ન કોઈ આધુનિક સાધન કે ન તો તે મેળવવાની લાલસા. પરિવારના તમામ લોકો પરિશ્રમી હતા. આખો દિવસ સખત મહેનત કરતા હતા. ત્રણ વખત ભોજન લેતા. રાત્રે મીઠી નિદ્રા લેતા. મસ્તીનું જીવન જીવતા. ન કોઈ ચિંતા અને ન કોઈ પ્રતિસ્પર્ધા. દરરોજ જેટલું કમાતા એમાં જ સંતોષ માનતા. ન એક દિવસ શેઠાણી પોતાના બંગલાની છત ઉપર બેઠી હતી. શેઠજી પણ ત્યાં જ હતા. શેઠાણીની દૃષ્ટિ સામેના મકાન તરફ ગઈ. તેમણે ઋષ્ટપુષ્ટ અને સ્વસ્થ પાડોશીઓને જોયા. તેમના મનમાં જિજ્ઞાસા જાગી. તેમણે શેઠજીને કહ્યું, ‘શેઠ સાહેબ ! આપણા ઘરમાં કોઈ વાતની કમી નથી. ધનદોલત એટલાં છે કે બંને હાથે વહેંચવા છતાં કોઈ મુશ્કેલી ન પડે. ખાવા-પીવાની સઘળી સમુચિત વ્યવસ્થાઓ છે. આમ છતાં આપનું શરીર કૃશ બનતું જાય છે. અત્યારે તો આપણા દીકરાની પણ તિબયત ઠીક નથી. આપ જુઓ સામેના પડોશીના પરિવારને. તે તમામ લોકોની તંદુરસ્તી કેવી સરસ છે !’ શેઠાણીની વાત સાંભળીને શેઠજી બોલ્યા, ‘આપણા અને તેમના પરિવારમાં જે તફાવત છે તે તું નહીં સમજી શકે. તે લોકો હજી સુધી નવ્વાણુના ચક્કરમાં નથી પડ્યા. તેથી કમાય છે અને મસ્તીથી ખાય-પીએ છે. માનવીનું સુખ-ચેન છીનવી લેનાર જો કોઈ હોય તો તે છે નવ્વાણુનું ચક્કર. શેઠાણી પૂછ્યું, ‘આ નવ્વાણુનું ચક્કર તે વળી શી વાત છે ?' શેઠજીએ કહ્યું, ‘તું જોયા કર. હું આવું જ એક ચક્કર હવે ચલાવું છું.’ શેઠજીએ એક થેલીમાં નવ્વાણુ રૂપિયા ભર્યા. રાત્રે સૌ સૂઈ ગયા. ત્યારપછી તે થેલી પાડોશીના ઘરમાં ફેંકાવી દીધી. સવારે પાડોશી પરિવારનો મુખ્ય માણસ જાગ્યો. તેણે ઘરના આંગણામાં રૂપિયા ભરેલી થેલી જોઈ. તેણે થેલી ખોલી. તેમાં ચાંદીના રૂપિયા હતા. રૂપિયાની ગણતરી કરી. પૂરા નવ્વાણુ રૂપિયા હતા. તેણે ભાગ્યની પ્રશંસા કરી. ભગવાનનો આભાર માન્યો. અને પોતાના અર્થશાસ્ત્રના બે અધ્યાય સાધનશુદ્ધિ અને સંયમ Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ દીકરાઓને બોલાવીને થેલી મળ્યાની વાત જણાવી. અહીં સુધી તો બધું બરાબર હતું. પરંતુ એકાએક તેના મનમાં એક વિચાર જાગ્યો, ભગવાને અમને આટલા બધા રૂપિયા આપ્યા. છતાં સોમાં એક ઓછો છે. તો શા માટે આપણે એક રૂપિયો ઉમેરીને આ થેલીને સુરક્ષિત મૂકી ન દઈએ ? આટલો મોટો પરિવાર છે, કોણ જાણે ક્યારે પૈસાની જરૂર પડે ? | મુખ્ય વ્યક્તિએ પોતાનો વિચાર દીકરાઓને જણાવ્યો. તેમને પોતાના પિતાનું ચિંતન વાજબી લાગ્યું. એ જ દિવસથી તેમણે પોતાના ખાવા પીવામાં કરકસર શરૂ કરી. ચાર દિવસોમાં એક રૂપિયા બચાવી દીધો. થેલીમાં રૂપિયો ઉમેરીને તે મૂકી દીધો. પરંતુ હવે તેમને પૈસા બચાવવાનો લોભ જાગી ગયો. એક તરફ પૈસા બચાવવા અને બીજી તરફ વધુ શ્રમ કરીને વધુ પૈસા કમાવવા. સંગ્રહની વૃત્તિ વધી. નિશ્ચિતતા તૂટી. રાતદિવસ પૈસા જ પૈસા દેખાવા લાગ્યા. છ મહિના પણ પસાર થયા નહોતા ત્યાં તો પરિવારના તમામ લોકો બીમાર પડી ગયા. મુખ્ય વ્યક્તિનું શરીર સુકાઈને સોટી જેવું થઈ ગયું. શેઠજીએ શેઠાણીને એ દિવસની સ્મૃતિ કરાવતાં કહ્યું, ‘ત્યાં અત્યારે પાડોશી પરિવારની હાલત જોઈ કે નહીં ?' શેઠાણીએ એક નજર એ તરફ નાખી. તે સ્તબ્ધ બની ગઈ. પાડોશીઓને તે ઓળખી પણ ન શકી. તેણે પૂછ્યું, “શેઠ સાહેબ ! આ શું થયું ?” શેઠજી બોલ્યા, બીજું તો કાંઈ નથી થયું, આ તો નવ્વાણુનું ચક્કર છે. આ ચક્કરમાં જે કોઈ આવી જાય છે તેની સાથે આવું જ બને છે.” આદર્શોની ખીંટી ઉપર ભરાવવાનું ઔચિત્ય આજનું અર્થશાસ્ત્ર નવ્વાણુના ચક્કર જેવું છે. અધિક ઉત્પાદન અને અધિક અર્જન. સોથી હજાર, હજારથી લાખ, લાખથી કરોડ, કરોડથી અરબ, અરબથી આગળ ઘણું બધું. કોઈ પણ બિંદુ ઉપર ઇચ્છાઓનું નિયંત્રણ નથી. યથાર્થની ભૂમિકાથી જોવામાં આવે તો માનવીને કેટલું જોઈએ ? ભોજન, વસ્ત્રો અને રહેઠાણ. એક ગરીબ માણસ અનાજની રોટલી ખાઈને જીવે છે તો શું એક અમીર સોનાચાંદીની રોટલી ખાય છે ? એક ગરીબ સામાન્ય કપડાં પહેરીને કામ ચલાવે છે, તો શું અમીર લોકો માટે દેવનામી વસ્ત્રો આવે છે ? એક ગરીબ વ્યક્તિ નાનકડી ઝૂંપડીમાં રહે છે તો શું અમીર લોકો જરા ટાટાનવું દર્શન કરવોસમાજEી ર૪ર આe ણાટકાઓ Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ મોટી મોટી હવેલીઓમાં આળોટે છે ? આહાર, વસ્ત્ર અને રહેઠાણ વગેરે જીવનની પ્રાથમિક આવશ્યકતાઓ છે. તેમની પૂતિ ન થાય તો માનવીનું કામ ચાલી શકતું નથી. પરંતુ તે માટે આદર્શોને ખીંટી ઉપર ભરાવીને વધુમાં વધુ સમૃદ્ધ બનવાની હોડનું ઔચિત્ય સમજાતું નથી. આ વાતો સમાજ માટે છે, સમજ માટે નહીં. સમાજ માનવીઓનો બનેલો છે, જ્યારે સમજ પશુઓની હોય છે. પશુઓને આ વિશે કાંઈ જ કહેવાની જરૂર નથી. કારણ કે તેમની ઈચ્છાઓ સીમિત હોય છે. તેમનામાં સંગ્રહવૃત્તિ નથી હોતી. તેમને ખાવા માટે ગમે તેટલું આપવામાં આવે પરંતુ પેટ ભરાઈ જશે એટલે તરત તેઓ ખાવાનું છોડી દેશે. તેમના મનમાં ક્યારેય એવો વિચાર પણ નથી આવતો કે આવતી કાલ માટે થોડુંક બચાવીને રાખીએ. એમ લાગે છે કે તેમનો સંયમ સહજ સંયમ છે. માણસે સંયમ ગુમાવ્યો છે. ક્યાં છે ખાવાનો સંયમ ? ક્યાં છે પહેરવાનો સંયમ ? એક એક ટંકના ભોજનમાં સો સો પ્રકારની વાનગીઓ ! શું કોઈ વ્યક્તિ એક વખતમાં આટલી બધી ચીજો ચાખી શકે ખરી ? પહેરવા માટે વસ્ત્ર આવશ્યક છે. ઋતુ અને પ્રસંગ અનુસાર વેશભૂષા બદલાતી રહે છે. એ દષ્ટિએ દશ-વીસ પ્રેસ રાખવાની વાત હજી સમજાય તેમ છે. પરંતુ એક વ્યક્તિ સો-પચાસ પ્રકારનાં વસ્ત્રો રાખે છે તે શું છે ? અંધાનુકરણ અથવા પ્રદર્શનની મનોવૃત્તિ છે, સંગ્રહની મનોવૃત્તિ છે અને અસંયમની મનોવૃત્તિ છે. આવી અન્ય પણ કેટલીક વાતો છે જે વિચાર માંગે છે, પરિવર્તન માગે છે અને ઈચ્છાઓના નિયંત્રણ કે સંયમની આવશ્યકતાનો અનુભવ કરે છે. - નાનકડી છતાં મહત્ત્વની વાતો મહાવીરના અર્થશાસ્ત્રમાં સાધનશુદ્ધિને જેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે એટલું જ મહત્ત્વ ઉપભોગ-પરિભોગની મયદાને પણ આપવામાં આવ્યું છે. મહાવીરના શ્રાવક સમાજમાં આ બંને બિંદુઓ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું. સાધનશુદ્ધિની દૃષ્ટિએ તેને માટે કેટલાક વ્યવસાય વર્જિત છે. એ જ રીતે શ્રાવકના દૈનિક વ્યવહારમાં આવનારા પદાર્થો અને પ્રવૃત્તિઓની મયદાનો ક્રમ પણ પ્રચલિત છે. વર્તમાનમાં આ ઉપક્રમને ચૌદ નિયમો તરીકે સ્વીકારવામાં આવ્યો છે. ચૌદ કારક અર્થશાસ્ત્રના બે અધ્યાય સાધનશુદ્ધિ અને સંયમ ર૪૩% 008 Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ નિયમમોમાંથી કેટલાક નિયમોનો ઉલ્લેખ અહીં કરીએ * સચિત્ત- અન્ન, પાણી, ફળ વગેરે સચિત્ત વસ્તુઓની મર્યાદા કરવી. * દ્રવ્ય- ખાવા પીવામાં લેવાતી વસ્તુઓની સંખ્યા સીમિત કરવી. * વિગઈ- દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ ખાંડ અને મીઠાઈ આ છે વિગઈના ઉપભોગની મયદા કરવી. * પની- ચંપલ, મોજા, ચાખડી, બૂટ વગેરેની મર્યાદા કરવી. * વસ્ત્ર પહેરવા માટેનાં વસ્ત્રોની મયદા કરવી. * વાહન- મોટર, રેલગાડી, સ્કૂટર, રિક્ષા વગેરે વાહનોની - મયદા કરવી. * સ્નાન- સ્નાન તથા જળની માત્રાની મયદા કરવી. આમ નાની નાની વાતો ઉપર ધ્યાન આપીને દરરોજ સંકલ્પ કરવામાં આવે છે. આ સંયમની સાધના છે. ઉપભોગ-પરિભોગનું સીમાકરણ છે. વર્તમાન અર્થશાસ્ત્રી અથર્જનની સાથે સાધનશુદ્ધિ અને સંયમ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને જોડી શકે તો માનવીની જીવનશૈલીમાં દેખીતું પરિવર્તન આવે શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ I ! ' 3 : ક ! I am અર્થશાસ્ત્રની સૈકાલિક જ એ વધારણા :/01 - કાકા : : :: : :: સત્યનાં બે રૂ૫ છે- અનુભવનું સત્ય અને શાસ્ત્રોનું સત્ય. અનુભવનું સત્ય શાશ્વત હોય છે, સૈકાલિક હોય છે અને દેશકાળની સીમાઓથી અબાધિત હોય છે. શાસ્ત્રોનું સત્ય બુદ્ધિપ્રસુત હોય છે. તેથી તે સામયિક હોય છે. બુદ્ધિ વર્તમાનમાં ચાલે છે. તે નજીકના ભૂતકાળ અને નજીકના ભવિષ્યકાળને પોતાનો વિષય બનાવી શકે છે. પરંતુ તેની ઉપજ દેશકાળ સાપેક્ષ હોય છે. આ દષ્ટિએ અનુભૂત સત્ય શાસ્ત્રીય સત્ય કરતાં વિશેષ વિશ્વસનીય હોય છે. માનવી સમાજમાં જીવે છે. પોતાની સાધના દ્વારા તે સત્યનો અનુભવ કરે છે. તેના અનુભવનું સામાજીકરણ થાય છે તો અનુભવોનું સત્ય શાસ્ત્રોનું સત્ય બની જાય છે. અનુભવનું સત્ય સૈકાલિક થવા છતાં ય સમયબદ્ધ રહે છે. સત્યનો સાક્ષાત્કાર કરનાર વ્યક્તિ એક નિશ્ચિત સમય પછી સંસારના ચિત્રપટથી અદશ્ય થઈ જાય છે. આ દષ્ટિએ અનુભૂત સત્ય કરતાં પણ અધિક મહત્ત્વપૂર્ણ બની જાય છે. શાસ્ત્રોનું સત્ય. શાસ્ત્રો અનેક પ્રકારનાં હોય છે. સમાજશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે. ચિંતન અને પરિસ્થિતિના તફાવતથી આ શાસ્ત્રોનાં વિવિધ રૂપો બને છે. પ્રસ્તુત સંદર્ભમાં અર્થશાસ્ત્રને વિચારનો વિષય બનાવવામાં આવે છે. અર્થશાસ્ત્ર વિષે વિચારનાર અને લખનાર અનેક વ્યક્તિઓ થઈ ચૂકી છે. તેથી અર્થશાસ્ત્ર પણ અનેક છે જેમકે – એડમસ્મિથનું અર્થશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, કાર્લમાર્કસનું અર્થશાસ્ત્ર, કીન્સનું અર્થશાસ્ત્ર, ગાંધીનું અર્થશાસ્ત્ર વગેરે. આ લોકોની જેમ મહાવીરનું પણ કોઈ અર્થશાસ્ત્ર છે ખરું ? આ પ્રશ્ન અત્યંત સામાયિક છે. આજથી પચાસ વર્ષ પહેલાં આ વિષયમાં કંઈક રાજા અર્થશાસ્ત્રની સૈકાલિક અવધારણા પ્રકાર રૂફ Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં આવ્યું હોત તો શક્ય છે કે લોકો સાંભળવાનું પસંદ ન કરત. પરંતુ અત્યારના લોકો એટલા બધા ભ્રાંત અને અશાંત છે કે તેમને માટે નવી દ્રષ્ટિની ઉપયોગિતા છે. પ્રાસંગિક ચર્ચા કોઈ વાત ગમે તેટલી મહત્ત્વની કેમ ન હોય, તેનું મૂલ્ય સમય સાપેક્ષ હોય છે. યોગ્ય સમયે કહેવામાં આવેલી સામાન્ય વાત પણ વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. યોગ્ય અવસર વિશિષ્ટ વાતને પણ અકિંચિત્કર પ્રમાણિત કરી દે છે. તેથી જ તો કહેવામાં આવ્યું છે કે - ફીકી પે નીકી લગે, કહિયે સમય વિચાર । સબકો મન હરસિત કરે, પૂં બ્યાવન મેં ગા૨ ।। નીકી પે ફીકી લગૈ, બિન અવસર કી બાત । જૈસે વરણન યુદ્ધ મેં, નહિ સિણગાર સુહાત ॥ વિવાહના પ્રસંગે મહિલાઓ ફટાણાં ગાય છે. સામાન્ય પ્રસંગે એવી ગાળો ગાવામાં આવે તો ઝઘડા થઈ શકે છે. પરંતુ વિવાહના પ્રસંગે હલકી કક્ષાનાં ગીતો પણ શ્રોતાઓ ખુશ થઈ ને સાંભળે છે. તેથી સમયને ઓળખીને કામ ક૨વું જોઈએ. સંસારી વ્યક્તિને શૃંગા૨૨સની વાતો અધિક રુચિકર લાગે છે. પરંતુ યુદ્ધના પ્રસંગે કોઈ કામકથા કહેવા લાગે તો તે સર્વથા નીરસ અને અર્થહીન પ્રતીત થાય છે. અર્થશાસ્ત્રના સંદર્ભમાં મહાવીરનું નામ અપ્રાસંગિક લાગે છે. પરંતુ આજે અર્થના ક્ષેત્રમાં વધતી જતી વિસંગતિઓ અને વિકૃતિઓને જોતાં મહાવીરનું દર્શન અત્યંત પ્રાસંગિક બની રહ્યું છે. કોઈ એક પ્રાંત કે રાષ્ટ્રની જ વાત નથી. સમગ્ર વિશ્વનું અર્થશાસ્ત્ર ભટકી ગયું છે. આ દૃષ્ટિએ મહાવીરનું અર્થશાસ્ત્ર પ્રકાશનાં થોડાંક કિરણો પણ પાથરી શકે તો લોકોનો માર્ગ મોકળો બની શકે તેમ છે. આવશ્યક છે અર્થની સાથે ધર્મનો સિદ્ધાંત ભારતીય નીતિશાસ્ત્ર પુરુષાર્થ ચતુષ્ટયીની ચર્ચા કરે છે. તેમાં બે સાધ્ય છે અને બે સાધન છે. કામ સાધ્ય છે,અર્થ સાધન છે. મોક્ષ સાધ્ય છે, ધર્મ સાધન છે. કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોએ અર્થ અને કામનો સ્વીકાર કર્યો. પરંતુ ધર્મ અને મોક્ષને છોડી દીધાં. તેમણે કામને માનવીની મૌલિક મનોવૃત્તિ કહીને તેને દરેક પ્રકારે મુક્તિ આપી. કામની પૂર્તિ માટે અર્થ આવશ્યક બને છે. આ દૃષ્ટિએ અર્થ નવું દર્શન નવો સમાજ Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ માનવીનું લક્ષ્ય બની ગયું છે. લક્ષ્યની પ્રાપ્તિમાં નૈતિક-અનૈતિક કે ઉચિત-અનુચિતનો કોઈ વિચાર જ રહેશે નહીં તો આર્થિક અસદાચાર કેમ નહીં વધે ? આ સંદર્ભમાં મહાવીરનું ચિંતન સર્વથા મૌલિક છે. તેમણે કહ્યું“કામા દુરતિક્રમા' - કામ દુર્લધ્ય છે. કામેચ્છાને સમાપ્ત કરી શકાતી નથી. “કામકામી ખલુ અયં પુરિસે' - આ પુરુષ કામભોગોની કામના કરનારો છે. કામ છે તો અર્થ પણ આવશ્યક છે. પરંતુ જ્યાં માનવી કામ અને અર્થની આસક્તિ ઉપર જ અટકી જાય છે ત્યાં તેને ધર્મ અને મોક્ષની ચર્ચા વ્યર્થ લાગે છે. કામાસક્ત અને અથસિક્ત માનવી સ્કૃતિ અને કલ્પનાની પળોજણમાં જ જીવે છે. તેથી તે અમર હોય તે રીતે આચરણ કરે છે. એ જ દુઃખનું મૂળ છે અને એ જ સમસ્યાઓનો ઉકેલ છે. જે વ્યક્તિમાં મુમુક્ષા હોય છે. આ સંસાર અને સંસારિક દુઃખોથી મુક્ત થવાની ઇચ્છા હોય છે તે ધર્મને ભૂલી શકતી નથી. ધર્મ વગરનું જીવન અધૂરું છે. ધર્મ વગર સુખ-શાંતિની કલ્પના પણ થઈ શકતી નથી. આ દષ્ટિએ કામ અને અર્થની સાથે મોક્ષ અને ધર્મના સિદ્ધાંતને સ્વીકારવો આવશ્યક છે. વિસંગતિનું નિરસન મહાવીરે મોક્ષનો માર્ગ લીધો. મોક્ષપ્રાપ્તિ માટે તેમણે ધર્મની આરાધના કરી. તેમની સાથે મોક્ષ અને ધર્મની ચર્ચા થઈ શકે છે, પરંતુ મહાવીર અને અર્થશાસ્ત્ર આ બે શબ્દોમાં જ કેટલો બધો વિરોધાભાસ છે ! મહાવીરને અર્થશાસ્ત્ર સાથે વળી શી લેવાદેવા ? પ્રશ્ન ઉદ્ભવી શકે છે પરંતુ તેમાં મૂંઝવણની કોઈ અપેક્ષા નથી. કારણ કે હું અત્યારે સિદ્ધ મહાવીરની નહીં, સાધક મહાવીરની વાત કરી રહ્યો છું. સાધનાકાળમાં મહાવીર મોટે ભાગે મૌન રહ્યા એ વાત પણ સાચી નથી. પરંતુ હું તીર્થંકર મહાવીરને પણ એક સાધક તરીકે જોઉં છું. મહાવીર રાજકુળમાં પેદા થયા. રાજસી વાતાવરણમાં ઉછર્યા. તેઓ બાળકમાંથી યુવાન બન્યા. તેમનો વિવાહ થયો. અર્થ અને કામ બંને સાથે તેમનો સંબંધ રહ્યો. સાધનાના માર્ગે તેઓ પછીથી ચાલ્યા. આવા સંજોગોમાં એમ કેમ માની શકાય કે અર્થશાસ્ત્ર સાથે તેમને કોઈ સંબંધ જ નહોતો ? મહાવીરની ઘટના તો ઘણી પછીની ઘટના છે. ઋષભે શું નથી wee૪૪ર૪ર૪ર૪ અર્થશાસ્ત્રની સૈકાલિક અવધારણા માટે કરી ? Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ કર્યું ? તેઓ પોતાના યુગમાં સમાજવ્યવસ્થાના સૂત્રધાર હતા. તેમણે પરિવાર અને સમાજના સંચાલનની સઘળી ગતિવિધિઓનું પ્રશિક્ષણ આપ્યું. આચાર્ય હેમચંદ્ર લખ્યું છે કે એતચ્ચસર્વસાવધમપિલોકાનુકમ્પયા સ્વામી પ્રવર્તયામાસ જાનનું કર્તવ્યમાત્મનઃા ઋષભ જાણતા હતા કે તેઓ જે કલાઓ અને વ્યવસ્થાઓનો ઉપદેશ આપી રહ્યા છે તે સઘળો સાંસારિક છે, સપાપ છે. પરંતુ પોતાનું કર્તવ્ય સમજીને તેમણે કર્મયુગનું પ્રવર્તન કર્યું. તે સમયે ઋષભ સિદ્ધ નહોતા, સાધક હતા. તેથી વિસંગતિનો પ્રશ્ન સ્વયં ઓગળી જાય ઘેરાઓની વચ્ચે ઊભેલો માનવી માનવીએ પોતાને માટે કેટલાક ઘેરાઓ ઊભા કર્યા છે. સૌથી મોટો ઘેરો અનિવાર્યતાનો છે. જીવનયાપન માટે કેટલીક અનિવાર્ય અપેક્ષાઓ હોય છે. તેમનો સંબંધ ભીતરની માગ સાથે છે. આહાર, વસ્ત્ર અને રહેઠાણ તથા ચિકિત્સા, શિક્ષણ વગેરે જીવનની પ્રાથમિક અપેક્ષાઓ છે. આવશ્યકતાઓનો ઘેરો ઘણો મોટો છે. માનવી પોતાના સામાજિક સ્તરના અનુપાતથી આવશ્યકતાઓને વિસ્તારે છે. તેમાં આહાર, વસ્ત્રો, ભોજન વગેરેની ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે વૈયક્તિક અને સામાજિક પરિવેશના આધારે આવશ્યકતાઓનું નિધરણ કરવામાં આવે છે. ત્રીજો ઘેરો ઇચ્છાઓ અને આકાંક્ષાઓનો છે. માનવીની ઈચ્છાઓ આકાશની જેમ અનંત છે. આકાશનો કોઈ અંત દેખાતો નથી. એ જ રીતે ઇચ્છાઓનો પણ અંત નથી હોતો. આ સંદર્ભમાં એક કવિની બે પંક્તિઓ ખૂબ માર્મિક સાંસોં કી સીમા નિશ્ચિત હૈ, ઈચ્છાઓં કા અન્ત નહીં હૈ ? જિસ કી કોઈ ચાહ નહીં હો, ઐસા કોઈ સન્ત નહીં હૈ // ત્રીજો ઘેરો જીવનની અનિવાર્યતા અને આવશ્યકતાને જ માત્ર નથી જોતો, તે અપેક્ષિત સુવિધાઓ ઉપર પણ નથી અટકતો, તેના વિસ્તારમાં વિલાસિતા અને પ્રતિષ્ઠા જેવી મનોવૃત્તિઓનો યોગ રહે છે. તે એવી મનોવૃત્તિઓ છે, જે સુખનો આભાસ આપીને દુખ માટે ઘોર ખોદે છે. વિલાસિતાને વધારનારા જેટલા પદાર્થો છે, તે આપાત્તભદ્ર એટલે કે પ્રારંભમાં સુંદર હોય છે. તેમના ઉપયોગથી Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ એક વખત મન મુગ્ધ થઈ જાય છે. પરંતુ તેમનું આકર્ષણ સંધ્યાકાલીન અબ્રરાગ જેવું ક્ષણિક હોય છે. માનવી જેટલો અધિક સંગ્રહ કરે છે અને જેટલા અધિક ભોગ ભોગવે છે એટલો જ તે અશાંત બને છે. મહાવીરે કહ્યું- “અહો ય રા ય પરિતપ્રમાણે, કાલાકાલસમુદાઈ, સંજોગી અઠાલોભી, આલુપે સહસક્કરે'-કામ અને અર્થમાં આસક્ત વ્યક્તિ રાતદિવસ પરિતપ્ત રહે છે, કાળ કે અકાળમાં અથર્જિન માટે તે વ્યાકુળ રહે છે. સંયોગનો અર્થી અને અર્થલોલુપ બનીને તે ચોર કે લુંટારો થઈ જાય છે. તેવા સંજોગોમાં તેને શાંતિ શી રીતે મળે ? મહાવીરના અર્થશાસ્ત્રમાં સમાયેલું છે સૈકાલિક સત્ય આકાંક્ષાના ઘેરાને વધારનાર વ્યક્તિનું એકમાત્ર લક્ષ્ય હોય છે વિલાસિતા. વિલાસિતા જીવનની જરૂરિયાત નથી. તેનાથી કામુકતાને ઉત્તેજન મળે છે. સંસારના અર્થશાસ્ત્રીઓ આ જ બિંદુની પરિક્રમા કરી રહ્યા છે. અહીં સંયમ કે નિયમનનો કોઈ સિદ્ધાંત નથી. મહાવીરનું અર્થશાસ્ત્ર સંયમથી અતૃપ્રેરિત છે. તેમણે કહ્યું. “ઇચ્છાઓ સ્વાભાવિક છે, એ જ રીતે સંયમ પણ સ્વાભાવિક હોવો જોઈએ. નહિતર કામભોગોમાં આસક્ત પુરુષ ઉત્તરોત્તર કામની પાછળ ચક્કર લગાવતો રહે છે.” વૈજ્ઞાનિકોએ ભૌતિક ક્ષેત્રે ખૂબ કામ કર્યું. તેમનું અવદાન માનવીને આશ્ચર્યમાં મૂકવાનું છે. પરંતુ ભૌતિક આવિષ્કારોનો પ્રભાવ તાત્કાલિક રહે છે. જેમ જેમ સમય વીતે છે તેમ તેમ તેમની વ્યર્થતા પ્રમાણિત થતી જાય છે. ફ્રીઝની શોધ થઈ. લોકોએ ચમત્કાર જેવો અનુભવ કર્યો. પડદા ઉપર ફિલ્મ બતાવવામાં આવી, જાણે આંખોની સામે સ્વર્ગ ઊતરી આવ્યું ! દૂરદર્શન તો એનાથી પણ આગળ વધ્યું. કોમ્યુટર અને રોબોટની શોધોએ માનવીના બુદ્ધિબળની ઉત્કૃષ્ટતા પુરવાર કરી દીધી. પરંતુ આજનું ચિંતન ભૂમિકા બદલી રહ્યું છે. ભૌતિક ઉપલબ્ધિઓ ઉપર તોળાઈ રહેલાં જોખમોનો આતંક વધતો જાય છે. તેથી તેમને પ્રતિબંધિત કરવાનો સ્વર મુખર બની રહ્યો છે. વૈજ્ઞાનિકો વર્તમાનજીવી હોય છે. તેઓ પદાર્થ ને યંત્રના સહારે જીવે છે. તેમના જ્ઞાનની સીમા હોય છે. મહાવીર ત્રિકાલદર્શી હતા. તેમણે આત્માનુભવના આધારે સત્યને જાણ્યું. તેમના જ્ઞાનની સીમા નહોતી. તેમણે પદાર્થની ક્ષમતાને ઓળખી અને સાપેક્ષ દષ્ટિએ Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ સત્યનું નિરૂપણ કર્યું. તેમણે કહ્યું- “સુખ, શાંતિ અને વિકાસનાં શિખરો ઉપર પહોંચવા માટે અધ્યાત્મની શરણે જવું પડશે.’ પરંતુ શરીરધારી પ્રાણી ભૌતિક બાબતોની ઉપેક્ષા કરી શકતો નથી. જીવનયાપન માટે તેની ઉપયોગિતા છે. પરંતુ સીમાનું અતિક્રમણ સૌથી મોટો ત્રાસ છે. તેથી અનિવાર્યતા, આવશ્યકત્તા અને આકાંક્ષાની ભેદરેખાને સમજો અને સંયમનો અભ્યાસ કરો. પ્રાચીન દાર્શનિકોએ કહ્યું, બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. જગત મિથ્યા શા માટે છે ? આ પ્રશ્નના સમાધાનમાં તેમણે જગતને માયા તરીકે ઓળખાવ્યું. આ સંદર્ભમાં મહાવીરના દૃષ્ટિકોણને સ્પષ્ટ ક૨તાં આચાર્ય હેમચંદ્રે લખ્યું માયા સતી ચે ્ દ્વયતત્ત્વસિદ્ધિરથાસતી હન્ત ! કુતઃ પ્રપંચઃ ? માયા સત્ છે કે અસત્ ? જો તે સત્ હોય તો અદ્વૈતવાદનો સિદ્ધાંત ખંડિત થશે. એક બ્રહ્મ અને બીજી માયા આ બંને તત્ત્વ બની જશે. જો માયા અસત્ હોય તો પછી વિવાદ કઈ વાતનો ? મહાવીર ક્યાંય પણ મૂંઝાયા નથી. તેમણે સાપેક્ષતાના આધારે પ્રત્યેક સમસ્યાનો ઉકેલ આપ્યો છે. તેમનું અર્થશાસ્ત્ર આધ્યાત્મિક અને ભૌતિક મૂલ્યોની સાપેક્ષ સ્વીકૃતિ છે. જ્યાં અન્ય અર્થશાસ્ત્ર એકાંગી દૃષ્ટિ જોઈને માનવીને કિંગ્મૂઢ બનાવી રહ્યાં છે ત્યાં મહાવીરનું અર્થશાસ્ત્ર સર્વાંગીણ ચિંતન પ્રસ્તુત કરીને ત્રૈકાલિક સત્યને અભિવ્યક્તિ આપી રહ્યું છે. Jain Educationa International નવું દર્શન નવો સમાજ ૫૦ For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ T સત્યમેવ જયતે લાલાની શબ્દની પોતાની સંસ્કૃતિ છે, પરંપરા છે, ઇતિહાસ છે. અવારનવાર શબ્દોનો ઉપકર્ષ અને અપકર્ષ પણ થતો રહે છે. કેટલાક શબ્દ એવા છે કે જે કોઈ યુગમાં ગૌરવના પ્રતીક ગણાતા. પરંતુ આજે પોતાની ગરિમા ખોઈ ચૂક્યા છે. કેટલાક શબ્દો યુગના આઘાતો સહન કરીને પણ આજે જીવી રહ્યા છે. તેમની અસ્મિતા માનવ સંસ્કૃતિ સાથે ગુંથાયેલી છે. તેઓ જીવનનો મંત્ર બની જાય છે અને માનવીની મૂચ્છિત ચેતનામાં નવા પ્રાણનો સંચાર કરે છે. જય, વિજય વગેરે શબ્દો ભારતીય સંસ્કૃતિમાં વિશેષ શબ્દો છે. ધાર્મિક, રાજનૈતિક, સાંસ્કૃતિક વગેરે અનેક ક્ષેત્રોમાં આ શબ્દોને મંગલના પ્રતીક માન્યા છે. પ્રાચીન કાળમાં રાજ્યાભિષેકના સમયે જય-વિજય વગેરે શબ્દોથી વધપિનની પરંપરા પ્રચલિત હતી. યુદ્ધમાં વિજયી રાજાઓના સ્વાગત-સન્માનમાં પણ આ શબ્દોનો પ્રયોગ થતો હતો. ધર્મસાધનાની સ્વીકૃતિનો પ્રસંગ હોય કે આચાર્યપદના અભિષેકનો સમય હોય, “જય-જય નંદા !' “જય-જય ભદ્દા !' “જય-જય નંદા ભદ્દે તે,’ ‘અજિયં જિણાહિજિયં પાલયાતિ,' “જિયમઝે વસાહ' વગેરે વાક્યો જૈન આગમોમાં પ્રયોજાયો છે. શબ્દમાં શક્તિ હોય છે તે વૈજ્ઞાનિક શક્તિ છે. મંત્રોનો પ્રભાવ શબ્દશક્તિના કારણે જ છે. શબ્દના શુદ્ધ ઉચ્ચારણથી તેમની શક્તિ વધે છે. ધ્વનિતરંગોના માધ્યમથી માત્ર સંવાદ-સંપ્રેષણ જ નથી થતું, ચિકિત્સા પણ થઈ શકે છે. કેટલાંક વિશેષ શ્રમસાધ્ય કાર્યોના સંપાદનમાં શબ્દશક્તિનો પ્રયોગ કરવાથી ઉત્સાહ અને મનોબળની વૃદ્ધિ થાય છે. કેટલાક શબ્દપ્રયોગો એવા પણ હોય છે જે મનોબળને તોડે છે અને વ્યક્તિને અસફળ બનાવે છે. આ દષ્ટિએ શબ્દપ્રયોગના સમયે વિશેષ સાવધાનીની અપેક્ષા રહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક માનવી આસ્થાના બળે જીવે છે. આદર્શ સુધી પહોંચવા માટે તે કેટલાંક આસ્થાસૂત્રોનું નિર્માણ કરે છે. જીવનયાત્રામાં જ્યાં પણ તેનાં કદમ ડગમગે છે. ત્યાં આસ્થાસૂત્રોના આલંબન થકી જોખમપૂર્ણ માર્ગોને પણ પાર કરી દે છે. સત્યમેવ જયતે” આ મહત્ત્વપૂર્ણ આસ્થા સૂત્ર છે. આ સૂત્ર આકર્ષક છે, પ્રેરક છે અને પ્રભાવોત્પાદક પણ છે. તેનો પ્રયોગ ધર્મના મંચ ઉપ૨થી થાય તો કોઈ મોટી વાત નથી. કારણ કે ધર્મની આધારશિલા સત્ય છે. પરંતુ ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં તેને અંકિત કરવામાં આવ્યું છે. કોઈપણ દેશનું શાસનસૂત્ર આ પ્રતીકના બળ ઉપર સંચાલિત હોય તે તેના માટે ગૌરવની વાત છે. ભારત જેવા અધ્યાત્મપ્રધાન દેશમાં આવી આસ્થાનું નિર્માણ મુશ્કેલ પણ નથી. આટલું બધું સ્વીકાર કર્યાં પછી પણ સત્યમેવ જયતેસત્યનો જ વિજય થાય છે આ પ્રયોગ ચર્ચાસ્પદ લાગે છે. કોઈ વ્યક્તિ ધર્મની સાધના કરે છે, તે સત્ય પ્રતિ નિષ્ઠા ધરાવે છે, તો તેની સાધનાનો સંબંધ જયવિજય સાથે નથી, આત્માના વિકાસ સાથે છે. સત્યનો સાધક આત્મવિકાસના શિખર ઉપર આરોહણ કરી શકે છે, પરંતુ જીવનના પ્રત્યેક વળાંક ૫૨ તે વિજયનું જ વરણ કરે એવી પ્રતિબદ્ધતા નથી હોતી. અનેક પ્રસંગોએ સત્યવાદીને હારતો અને અસત્યભાષીને જીતતો જોવાનું બને છે. નાનક હાર્યા હી ભલા ન્યાયાલયમાં કેસ ચાલે છે. વાદી અને પ્રતિવાદી બંને પોતપોતાની વાત કરે છે. ત્યાં હારજીતનો ફેંસલો સાક્ષીઓના આધારે થાય છે. જે વ્યક્તિ પોતાના કેસના પક્ષમાં સાચા કે ખોટા જેટલા સબળ સાક્ષીઓ ૨જૂ કરે છે, તે જીતી જાય છે. સાચી વ્યક્તિ સાક્ષીઓના અભાવમાં પરાજય પામે છે. આવા સંજોગોમાં સત્યમેવ જયતે આ કથન એકાંતિક અને આત્યન્તિક સત્ય બની શકતું નથી. સંભવતઃ આ સંદર્ભમાં ગુરુનાનકની વાણી મુખર બની હતી. નાનક હાર્યા હી ભલા, જીતણ દે સંસાર । હાર્યા તે હર સે મિલ્યા, જીત્યા જમ કે દ્વારા ॥ બે દેશો વચ્ચે યુદ્ધ છેડાય છે. જે દેશની સૈન્યશક્તિ અને નવું દર્શન નવો સમાજને પ Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ શસ્ત્રશક્તિ પ્રબળ હોય છે તે સૈન્ય યુદ્ધમાં વિજયી બને છે. સેનાનું મનોબળ અને યુદ્ધકૌશલ પણ વિજયમાં સહાયક બને છે. યુદ્ધની ક્ષમા અને અર્હતાના અભાવે માત્ર સત્યના સહારે વિજયપ્રાપ્તિનું સ્વપ્ન કેવળ સ્વપ્ન જ છે. કોઈ દુર્બળ દેશ સત્યના બળ પર વિજયી થવાનું ગૌરવ પામી શકે છે ખરો ? કંટાકીર્ણ છે સત્યનો માર્ગ રામ અને રાવણનું યુદ્ઘ રામાયણનો અત્યંત માર્મિક પ્રસંગ છે. શ્રીરામ મર્યાદા પુરુષોતમ હતા. સત્યમાં તેમને અગાધ શ્રદ્ધા હતી. સત્યની રક્ષા માટે જ તેમણે અયોધ્યાને છોડીને વનવાસ સ્વીકાર્યો હતો. તેમના અનુજ લક્ષ્મણ પણ સત્યપરાંડમુખી નહોતા. રાવણે તેમને કેટલા બધા પરેશાન કર્યા ! લક્ષ્મણને તો એક રીતે મોતના જડબામાં ધકેલી જ દીધા. તે સમયે અસત્યે જે અટ્ટહાસ્ય કર્યું, તેથી સત્યનો સ્વ૨ જાણે બિલકુલ દબાઈ ગયો હતો. અન્તતોગત્વા વિજય રામનો થયો. પરંતુ સત્યનો માર્ગ તેમના માટે કેવો કંટકાકીર્ણ બની રહ્યો ! રાજા હરિશ્ચંદ્રની કથા ખૂબ પ્રસિદ્ધ છે. તેમની સત્યનિષ્ઠાનું પરિણામ શું આવ્યું ? એક યશસ્વી રાજાને ચંડાળના ઘેર નોકરી કરવી પડી. પુત્ર રોહિતાશ્વના અકાળ હૃદયવિદારક મૃત્યુ પ્રસંગે સત્યની સુરક્ષા માટે જ તેમણે પત્ની પાસે કફનના પૈસા માગ્યા. શું એને જ સત્યનો વિજય કહેવામાં આવે છે ? સામાન્ય વ્યક્તિ ત્યાં વિચલિત થઈ જાય છે. કારણ કે તેના અંતિમ પરિણામ સુધી અડગ રહેવાનું ધૈર્ય તે રાખી શકતી નથી. સત્ય માટે સમર્પિત રોમ રોમ સત્ય વિશે મારા ઉક્ત વિચાર સત્ય પ્રત્યેની મારી આસ્થા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી શકે છે, પરંતુ હું એક વાત સ્પષ્ટ કરી દેવા ઇચ્છું છું કે મારું પ્રત્યેક રોમ સત્ય માટે સમર્પિત છે. સત્ય મારું જીવન છે, પ્રાણ છે અને શ્વાસોચ્છ્વાસ છે. મારી સઘળી સાધના સત્ય માટે છે. મારો એ અતૂટ વિશ્વાસ છે કે સત્ય ક્યારેય હારતું નથી. પ્રત્યેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેનું તેજ નિખરે છે. પરંતુ વ્યવહારની ભૂમિકા ઉપ૨ તેને જય-પરાજય સાથે જોડવાનું ઔચિત્ય સમજાતું નથી. ‘સત્યમેવ જયતે’ આ આસ્થાસૂત્રની પ્રતિમાને અક્ષુણ્ણ રાખવામાં સત્યમેવ જયતે Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ આવે એમાં મને કોઈ મુશ્કેલી નથી. પરંતુ ક્યારેક ક્યારેય મનમાં એક નવો વિચાર ઝબકે છે કે જેન આગમોમાં સત્યનો મહિમા જે સ્વરૂપે ઉદ્દગીત છે તે વધુ પ્રભાવી, ઉપયોગી અને વ્યાવહારિક નીવડી શકે તેમ છે. આવી સ્થિતિમાં આપણે તે વાક્યને આદર્શ માનીને સત્ય તરફ પોતાના વિશ્વાસને અધિક દઢ બનાવી શકીએ છીએ. મહાવીરવાણીમાં સત્યનો સંદેશ ભગવાન મહાવીર સત્યના મહાન સાધક હતા. તેમણે પોતાના સાધનાકાળ દરમિયાન અસહ્ય કષ્ટ સહ્યાં. છતાં ક્યારેય અસત્યનો સહારો ન લીધો. તેમના પોતાના જ શિષ્ય ગૌશાલકે અસત્ય બોલીને તેમને મુશ્કેલીમાં મૂકવાના ભરપૂર પ્રયત્નો કર્યા. પરંતુ તેમણે પોતાના બચાવ માટે પણ ક્યારેય સત્યને અભડાવ્યું નહીં. સત્ય વિશે તેમની અનુભવપૂત વાણીનાં કેટલાંક ઉદાહરણો આ પ્રમાણે છે. સચ્ચે ભયવં - સત્ય જ ભગવાન છે. સર્ચ લોયશ્મિ સારભૂયં સત્ય લોકમાં સારભૂત છે. સત્યમેવ સમભિજાણાહિ- સત્યનું જ અનુશીલન કરો. સઍસિ બિતિ કુવ્વહ - સત્યમાં ધૈર્ય કેળવો. સચ્ચસ્સ આણાએ ઉવઢિએ સે મેહાવી મારે તરતિ - જે સત્યની આજ્ઞામાં ઉપસ્થિત છે તે મેધાવી મૃત્યુને તરી જાય છે. મહાવીરવાણીનાં ઉક્ત સૂત્રોને જીવન સાથે જોડવા માટે અમે અહંતુ વંદનામાં કેટલાંક સૂત્રો ઉદ્ધત કર્યા છે. પ્રતિદિન સવારે અને સાંજે બંને સમયે અહત્ વંદનાનું સામૂહિક સંગાન અત્યંત તન્મયતા અને ગૌરવપૂર્વક કરવામાં આવે છે. સત્ય પ્રત્યેની આસ્થાને દઢ કરવાનો આ એક સરળ પ્રયોગ છે. ચિનની નવી દિશા સત્યનિષ્ઠ વ્યક્તિ નિશ્ચિત રહે છે, લોકમાં પ્રતિષ્ઠા પામે છે, આદેયવચન બને છે. તેની આજ્ઞાનું કોઈ અતિક્રમણ કરી શકતું નથી અને તેને વચનસિદ્ધિની ઉપલબ્ધિ પણ મળી શકે છે. આ જ દષ્ટિએ પ્રત્યેક વિવેકસંપન્ન વ્યક્તિએ સત્ય સાથે સંબંધિત આસ્થાવાક્યો અથવા આદર્શ વચનોને સામે રાખવાં પડે છે. એકનિષ્ઠ બનીને કરકરી નવું દર્શન નવો સમાજEારકwseી કરી Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ સત્યનું અનુશીલન અને અનુપાલન કરવાનું હોય છે. પરંતુ જય-પરાજયની ભાવનાથી આગળ વધીને આત્મશુદ્ધિ અથવા જીવનની પવિત્રતાનો ઉદ્દેશ જ મુખ્ય બનવો જોઈએ. ચિંતનની આ નવી દિશાને પ્રયોગની ભૂમિકા મળે એટલી અપેક્ષા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ગણાધિપતિ ગુરુદેવ તુલસી : પરિચય-ઝલક જન્મ : ૨૦, ઑક્ટોબર : ૧૯૧૪ (લાડનું) | વિ.સં. ૧૯૭૧, કારતક સુદ ૨ દીક્ષા : ૫, ડિસેમ્બ૨ ઃ ૧૯૨૫ (લાડનું) વિ. સં. ૧૯૮૨, માગસર વદ ૫ આચાર્યઃ ૨૭, ઑગષ્ટ : ૧૯૩૬ (ગંગાપુર) વિ.સં. ૧૯૯૩, ભાદરવા સુદ ૯ અણુવ્રતપ્રવર્તનઃ ૨, માર્ચ : ૧૯૪૯ (સરદારશહે૨) વિ.સં. ૨૦૦૫, ફાગણ સુદ ૨ I યુગપ્રથાન ૪, ફેબ્રુઆરી : ૧૯૭૧ (બીદાસર) વિ.સં. ૨૦૨૬, મહી, સુદ ૭. ભારતજ્યોતિઃ ૧૪, ફેબ્રુઆરી ૧૯૮૬ (ઉદયપુર) વિ.સં. ૨૦૪૨, મહાસુદ ૫ વાપતિઃ ૧૪, જૂન ઃ ૧૯૯૩ (લાડનું) વિ.સં. ૨૦૫૦, જેઠ વદ ૧૦ ઈદિરા ગાંધી રાષ્ટ્રીય એકતા પુરસ્કાર ૩૧, ઑક્ટોબર : ૧૯૯૩ (નવીદિલ્હી) વિ.સં. ૨૦૪૮, આસો વદ ૧ ગણાધિપતિઃ ૧૮, ફેબ્રુઆરી : ૧૯૯૪ (સુજાનગઢ) વિ.સં. ૨૦૫૮, મહા સુદ ૭ y.org For Personal and Private Use Page #260 -------------------------------------------------------------------------- ________________ QR হলভাতন মানী ভাত Jain Educationa International For Personal and Private Use Only www.jainelibr .org