________________
શોધી લે છે. ક્યારેક ક્યારેક ઇચ્છાઓના દમનથી વ્યક્તિ પાગલપણાની સ્થિતિમાં પહોંચી જાય છે. તેથી શમન કે સંયમના માર્ગને પ્રશસ્ત માનવામાં આવે છે.
ત્રીજી જીવનશૈલી માનવીને યથાર્થથી દૂર લઈ જાય છે. કલ્પનાઓના સ્વપ્નો બતાવે છે. અને ભૌતિકવાદની આંધળી સુરંગમાં ધકેલી દે છે. પ્રથમ જીવનશૈલી સામાન્ય માનવી માટે સુગમ નથી. દઢ ઇચ્છાશક્તિ, પુષ્ટ સંકલ્પશક્તિ અને સામા પ્રવાહમાં આગળ વધવાનો ઉત્સાહ ન હોય તો અપરિગ્રહ, અહિંસા અને ઇચ્છાસંયમની વાત વ્યર્થ બની જાય છે. આ બંનેની વચ્ચેની એક જીવનશૈલી છે. તેને મધ્યમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ભૂતવાદ અને અધ્યાત્મવાદ આ બંને અતિની વચ્ચેનો માર્ગ હોવાથી આ જીવનશૈલીને વ્યાવહારિક માનવામાં આવી છે.
ગૃહસ્થો માટે અર્થ જરૂરી છે
મહાવીરે પ્રથમ શ્રેણીની જીવનશૈલી સ્વીકારી છે, પરંતુ તેમણે મધ્યમ શ્રેણીને વિશેષ મહત્ત્વ આપ્યું છે. તેમણે ઉત્કૃષ્ટ જીવનશૈલીથી જીવતા લોકોનો એક વર્ગ બનાવ્યો. તેમાં માત્ર પચાસ હજાર વ્યક્તિઓને પ્રવેશ આપ્યો. તે લોકો મહાવ્રતી કે સાધુ કહેવાયા. મધ્યમ જીવનશૈલીને આધાર બનાવીને ચાલનારા લોકોનું પણ એક . સંગઠન બન્યું. તેમાં પાંચ લાખ લોકો જોડાયા. તેઓ વ્રતી અથવા શ્રાવક તરીકે ઓળખાયા. મહાવ્રતી સમાજ અપરિગ્રહી હોય છે. તેના જીવનયાપનની પદ્ધતિ સંસારી લોકો કરતાં ભિન્ન પ્રકારની હોય છે. તેમાં પરિગ્રહને કોઈ સ્થાન નથી હોતું. વ્રતી સમાજ અપરિગ્રહના આધારે ચાલી શકતો નથી. જીવનયાપન માટે અર્જિન અને અર્થસંગ્રહ બંને માન્ય છે. ગૃહસ્થ વ્યક્તિ પાસે અર્થ ન હોય તો તેની સ્થિતિ ચિંતનીય બની જાય છે. અભિભાવ એટલે દારિત્ર્ય. કવિએ દારિદ્ર પર વ્યંગ કરતાં લખ્યું છે કે
રે દારિદ્ર ! નમસ્તુભ્ય, સિદ્ધોડસ્મિ ત્વત્પ્રભાવતઃ । સર્વાનહં પ્રપશ્યામિ, માં પ્રપશ્યતિ કોડપિ ન
હે દારિત્ર્ય ! તને નમસ્કાર છે. જ્યારથી તું મારા ઘેર આવ્યું છે ત્યારથી તારી કૃપાથી હું સિદ્ધ બની ગયો છું. સિદ્ધોની સ્થિતિ કેવી હોય છે ? તે સૌને જુએ છે પરંતુ તેમને કોઈ જોતું નથી. હું પણ આજે છે સૌને જોઉં છું પરંતુ મારી સામે કોઈ જોતું નથી. દિદ્ર માણસ તરફ કોણ જુએ અને કોણ તેની વાત સાંભળે ?
અમીરી અને ગરીબી બંને અભિશાપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org