________________
સાધનશુદ્ધિને મહત્ત્વ
મહાવીરનું અર્થશાસ્ત્ર ગૃહસ્થના અથર્જન પર પ્રતિબંધ નથી મૂકતું પરંતુ સાધનશુદ્ધિની વાત સમજાવે છે. ગમે તેમ કરીને અથર્જન કરવું એવો સિદ્ધાંત મહાવીરને માન્ય નહોતો. તેમણે સાધનશુદ્ધિને સંપૂર્ણ મહત્ત્વ આપ્યું અને કહ્યું કે અશુદ્ધ સાધનો વડે અર્જિત અર્થ વ્યક્તિનાં સુખચેન છીનવી લે છે. ચોરી અને છેતરપીંડી જેવી પ્રવૃત્તિઓને તેમણે ક્યારેય વાંછનીય નહોતી માની. તેમ ભય અને આતંકનું વાતાવરણ સર્જીને અર્થસંગ્રહ કરવાની પ્રવૃત્તિને પણ તેમણે ક્યારેય ઉચિત નહોતી માની.
વર્તમાન યુગમાં અથર્જનની એક નવી સંસ્કૃતિ વિકસિત થઈ છે. તેથી વ્યક્તિ શ્રમ વગર અને મૂડી વગર એક દિવસમાં કરોડપતિ બની જાય છે. આ સંસ્કૃતિ અપહરણની સંસ્કૃતિ છે. કોઈ મોટા વ્યવસાયનું અથવા તેના બાળકનું અપહરણ કરીને તેને છોડવા માટે કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવે છે. જો આવું કરનારને પૈસા આપવામાં આવે તો ખોટી પરંપરાને પ્રોત્સાહન મળે છે. અને જો તેને પૈસા ન આપવામાં આવે તો અપહૃત વ્યક્તિની હત્યાની પીડા સહન કરવી પડે છે. આ બંને તરફનો માર કોઈપણ અર્થશાસ્ત્રમાં સ્વીકાર્ય નથી. આમ છતાં આવી અનેક ટોળીઓ સક્રિય છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે આવા લોકો નિર્ભય બનીને પોતાનું કામ કરે છે. જ્યારે અપહૃત વ્યક્તિ અને તેના સંબંધીઓ રાતદિવસ ભયભીત રહે છે. ગરીબી અને બેકારી બંને અભિશાપ
માનવી સુખની આકાંક્ષા સાથે જીવે છે. તે અથર્જનને પણ સુખનો હેતુ સમજે છે. પરંતુ અમીર વ્યક્તિઓની દુઃખ-દુવિધાઓ ઉપર ધ્યાન આપવામાં આવે તો અર્થ દ્વારા સુખપ્રાપ્તિનો ખ્યાલ ખંડિત થઈ જાય છે. મહાવીરે કહ્યું, “અઠ્ઠા વિ સંતા અદુવા પમત્તા'- ગરીબ અને અમીર બંને પ્રકારના લોકો ધર્મની આરાધના કરી શકતા નથી. ગરીબ અભાવગ્રસ્ત હોય છે. તેઓ ભરણપોષણની ચિંતામાંથી બહાર નીકળી શકતા નથી. ધર્મને સમજવાની તેમની માનસિકતા બનતી નથી. અમીર લોકો વિલાસી બની જાય છે. વિલાસિતાને કારણે તેમને ધર્મની ચચ રૂચિકર લાગતી નથી.
મહાવીરના યુગમાં કેટલીક એવી વ્યક્તિઓ થઈ જે આર્થિક દષ્ટિએ વિશેષ સંપન્ન ન હોવા છતાં પરમ સુખી હતી. તેમાંનું એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org