________________
છે ખરું? જો એવું હોત તો મોટી મોટી ક્રાંતિઓ અસફળ નીવડી ન હોત. સોવિયેત સંઘના વિઘટને સામ્યવાદી રાષ્ટ્ર વ્યવસ્થાઓ ઉપર જે પ્રશ્નાર્થ ચિલ મુક્યું છે તેનો ઉત્તર શોધવામાં પણ અનેક દશકાઓ વીતી જશે. તેથી હું કોઈ સ્વસ્થ રાષ્ટ્રના નિમણિનો દાવો કરતો નથી. શહેરો અને ગામોના નિમણિની યોજનાઓ પણ ચાલી રહી છે, પરંતુ તેમનો સીધો સંબંધ વસ્તીઓ, ઉપનગરો, સડકો, ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો વગેરેની સંરચના સાથે છે. આ કામમાં પણ કાર્યકતઓની પ્રામાણિકતા અનેક પ્રશ્નોના પરિઘમાં અટવાયેલી છે. | મારી રૂચિ સ્વસ્થ સમાજની સંરચનામાં છે. આ દષ્ટિએ મેં કામ શરૂ કર્યું. કામ આજે પણ ચાલી રહ્યું છે. પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે મને આ કામમાં સફળતા મળી છે ખરી ? આ સફળતા મળી હોત તો મારું કામ સમાપ્ત થઈ ગયું હોત. જો હજી સુધી સફળતા નથી મળી તો ભવિષ્યમાં ક્યારેય મળવાની નથી. આવા સંજોગોમાં તે દિશામાં સમય અને શ્રમ ખર્ચવામાં કેટલું ઔચિત્ય ગણાય ? આવા પ્રશ્નોનો સામનો મારે વારંવાર કરવાનો આવે છે. આ સંદર્ભમાં મારો ખ્યાલ એવો છે કે સો ટકા સફળતાનું રંગીન સ્વપ્ન મારી આંખોમાં નથી. જો કોઈ કામમાં પચાસ કે પંચાવન ટકા સફળતા પણ મળી જાય તો તેને અસફળ કઈ રીતે કહી શકાય ? કારણ કે સફળતાનું પલ્લું ભારે છે. સમાજની સ્વસ્થતા અને અસ્વસ્થતાનાં બે પલ્લામાં જ્યાં સુધી સ્વસ્થતાનું પલ્લું ભારે છે, ત્યાં સુધી સ્વસ્થ સમાજની સંરચનાનું સ્વપ્ન ધૂંધળું બની શકશે નહીં. જો એમ હોત તો કોઈ સ્વખું ક્યારેય સફળ થઈ શક્યું ન હોત.
આ સંસારમાં અહિંસાનું અસ્તિત્વ છે, તો હિંસાનું પણ અસ્તિત્વ છે. હિંસા અને અહિંસા બંને સાથે સાથે રહે છે. નિતાંત હિંસક કે નિતાંત અહિંસક સમાજની શોધ કરવામાં આવે તો શોધનાર ભારે મુશ્કેલીમાં આવી જશે. એવા કાળખંડની શોધ પણ શક્ય લાગતી નથી, કે જેમાં હિંસા કે અહિંસા નામશેષ થઈ જાય. આવી સ્થિતિમાં અહિંસાના ક્ષેત્રમાં કાર્યરત લોકોની સફળતાનું માપ સાપેક્ષ દષ્ટિકોણથી કરી શકાય છે. સમાજમાં અહિંસાનું પલ્લું ભારે હોય અને હિંસાનું પલ્લું હલકું હોય તો અહિંસાના કાર્યક્રમને અસફળ માનવો ન જોઈએ. માનવીની ત્રણ શ્રેણીઓ માનવી સારું કે ખરાબ કોઈપણ કાર્ય કરે છે તેની પાછળ
નવું દર્શન : નવો સમાજ [ ૧૮૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org