________________
I am સમાજ સંરચનાનો લા કાલાવાલાલા લાલ આ ધારાવાલા લાલ
વ્યક્તિ સમાજનું ઘટકતત્ત્વ છે. સમાજની સંરચનાથી રાષ્ટ્ર પ્રભાવિત થાય છે. રાષ્ટ્રીય ચેતનાનો પ્રભાવ વિશ્વ ઉપર પડે છે. આ સમગ્ર વિશ્વનું સૌથી નાનું એકમ વ્યક્તિ છે. વ્યક્તિ સ્વસ્થ હોય તો સમાજની સ્વસ્થતા પણ વધે છે. સ્વસ્થ સામાજિકતાથી રાષ્ટ્રનું સ્વાચ્ય પ્રભાવિત થાય છે. જગતમાં જેટલાં રાષ્ટ્રો છે તે તમામ સ્વસ્થ હોય તો એક સ્વસ્થ વિશ્વની સરંચના શક્ય છે. આ વાત વૈચારિક સ્તરે જેટલી સુખદ જણાય છે, ક્રિયાત્મક સ્તરે એટલી જ કઠિન છે. કઠિન તો ઠીક, અસંભવ પણ માની લઈએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. અનંતકાળથી ચાલી આવી રહેલી વિશ્વની શૃંખલામાં ઘણુંખરું કોઈ પણ સમય એવો નહોતો કે જ્યારે આ ધરતી અને આકાશનો પ્રત્યેક અણુ સ્વસ્થ હોય. કાળનો રથ હજી અટક્યો નથી. તેનો અંતિમ છેડો ક્યાંય દેખાતો નથી. આવી સ્થિતિમાં નિર્વિવાદ સત્ય એ છે કે આ જગત એક શાશ્વત તત્ત્વ છે. તેમાં સ્વસ્થતા અને અસ્વસ્થતાની સત્તા સદાય રહી છે. આ કારણે જ “વસુધૈવ કુટુંબકમ્', વૈશ્વિકનીડમૂ જેવી આકર્ષક કલ્પનાઓ હજી સુધી પ્રાયોગિકરૂપ પામી શકી નથી. અત્યંત કઠિન છે સમગ્ર સંસારને સ્વસ્થ બનાવવાની વાત. તેથી આપણે સ્વસ્થ સંસારની સંરચનાનું સ્વપ્ન જોવાની ભૂલ નહીં કરીએ. સફળતાનો નવો માપદંડ
સ્વસ્થ સંસારની સંરચનાના સંકલ્પસહિત કોઈપણ વ્યક્તિ આગળ ચાલે છે તો તે નિરાશા સિવાય કશું જ પામતી નથી. કારણ કે તે અતિવાદ છે. અતિવાદ અને નિરાશાને પરસ્પર ગાઢ સંબંધ છે. સંસાર તો શું કોઈ પણ રાષ્ટ્રને પણ સુચિંતિત માળખામાં ઢાળી શકાય
શિક્ષણની નવી દિશા ૦ ૧૮૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org