________________
મૂળ છે અને મિથ્યાદષ્ટિકોણ સઘળાં પાપોનું મૂળ છે. સંસારમાં જેટલાં પાપ છે, તેમાં સૌથી મોટું પાપ મિથ્યાત્વ દષ્ટિકોણનું છે. જે સમ્યક્ દષ્ટિથી સંપન્ન હોય છે તે જ સમત્વદર્શી હોય છે. “સમાઈસી ન કરેઇ પાવ- મહાવીરની આ અનુભૂતિ બહુ મોટા સત્યની અભિવ્યક્તિ છે. જો માનવીનો દ્રષ્ટિકોણ સાચો હોત, તેમાં એકાંગિતા ન હોત તો તે અર્થને જ સર્વસ્વ માની ન લેત. અર્થ જ સર્વસ્વ ન હોત તો પ્રકૃતિનું આટલું બધું દોહન (શોષણ) થયું ન હોત, આટલું બધું ઓધોગીકરણ થયું ન હોત. પરંતુ આ બધું થઈ રહ્યું છે. કારણ કે માનવીનો દૃષ્ટિકોણ સાચો નથી. પ્રાકૃતિક સંપદા સામે જોખમ
જૈન શાસ્ત્રોમાં લોકસ્થિતિનું વર્ણન આ પ્રમાણે મળે છેઆકાશ એક સાર્વભૌમ સત્તા ધરાવતું તત્ત્વ છે. આકાશ ઉપર વાયુ પ્રતિષ્ઠિત છે. વાયુ ઉપર સમુદ્ર છે. સમુદ્ર ઉપર આપણી પૃથ્વી છે. આ પૃથ્વી ઉપર પ્રાણી છે. પ્રાણીઓમાં માનવી. પશુ પક્ષી. કીડા-મંકોડા વગેરે તમામ છે. સંસારમાં જે જેવાં છે તેવાં જ રહે તો ક્યાંય કોઈ અવ્યવસ્થા થાય નહીં. પ્રાકૃતિક વ્યવસ્થા સાથે છેડછાડ કરવાથી જ અસંતુલન વધે છે. માનવીએ પૃથ્વી-પાણી તો ઠીક, આકાશની પણ છેડછાડ શરૂ કરી દીધી. વાયુમંડળમાં એવા ગેસ છોડવામાં આવે છે કે ઓઝોનને વિશેષ નુકસાન પહોંચાડે છે. જો તે આવું ન કરત તો પ્રાકૃતિક સંપદાની આટલી ક્ષીણતા ક્યારેય ન થઈ હોત.
મેં એક એવી વ્યક્તિને જોઈ છે કે જે સંપન્નતાના શિખર ઉપર બેઠી હતી. તેની જમીનમાં સોનું દાટેલું હતું. તેના મકાનની દીવાલોમાં હીરા-મોતી જડેલાં હતાં. તેના ઘરના ખંડોમાં સોનાનાં કબાટો હતો. તેની પાસે એટલો બધો વૈભવ હતો કે તેની સાત પેઢીઓ ખુલ્લા હાથે દાન કરે તો પણ કોઈ મુશ્કેલી ન આવે. તે વ્યક્તિ જુગાર-સટ્ટાની ચુંગાલમાં ફસાઈને બરબાદ થઈ ગઈ. આ કોઈ વાત નથી. નજરે જોયેલી ઘટના છે. પ્રકૃતિની પાસે પણ એટલી બધી સંપદા છે કે માનવજાતિ ગમે તેટલો ઉપયોગ કરે તો પણ તે ક્યારેય સમાપ્ત થાય તેમ નથી. પરંતુ જ્યારથી તેનો દુરુપયોગ થવા લાગ્યો છે, તેનું અતિ માત્રામાં શોષણ થવા લાગ્યું છે, ત્યારથી તેના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે.
કાકાસારા રાજારાણા પર્યાવરણ અને અર્થશાસ્ત્ર
પાણી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org