________________
બચવાનો પોતે પ્રયાસ કરશે.
અપરાધ માટે જેના મનમાં ગ્લાનિ નથી થતી, પ્રાયશ્ચિત્ત નથી થતું, અને એવો વિચાર પણ નથી આવતો કે મેં પ્રમાદવશ જે અપરાધ કરી લીધો તે હવે પછી ક્યારેય નહીં કરું, તેવી વ્યક્તિ માન્ય અપરાધી હોય છે. અભાવ, પ્રતિશોધ (બદલો), મહત્ત્વાકાંક્ષા વગેરે કેટલાંક એવાં કારણો છે કે જે અપરાધી મનોવૃત્તિને જન્મ આપે છે. જ્યાં સુધી આ કારણોની સત્તા રહેશે ત્યાં સુધી અપરાધીઓની નવી નવી યાદીઓ બનતી જ રહેશે.
અપરાધ કેમ વધે છે ?
એક સમય એવો હતો કે જ્યારે અપરાધીને સામાજિક સ્વીકૃતિ મળતી નહોતી. તેના તરફ આંગળી ચિંધવામાં આવતી હતી. તેને દુરાચારી, હત્યાચારી, હિંસક અને ગુનેગાર માનવામાં આવતો હતો. સમાજના ઉપેક્ષાપૂર્ણ અને અનાદરપૂર્ણ દૃષ્ટિકોણને કા૨ણે અપરાધ કરનાર વ્યક્તિ શરમ અનુભવતી હતી. તેને એમ લાગતું હતું કે પોતે કોઈને પોતાનું મોઢું બતાવવા યોગ્ય નથી. પરંતુ આજની બદલાયેલી પરિસ્થિતિઓમાં સૌપ્રથમ તો એ બાબતનો વિકાસ થયૌ છે કે આંગળી ચિંધવાનુ ઓછું થતું ગયું છે. કોઈ વ્યક્તિ ખોટું આચરણ કરી રહી હોય તો એમાં મારે શું કરવાનું ? એવી ઉપેક્ષાત્મક વૃત્તિએ સમાજનું બહુ મોટું અહિત કર્યું છે. કોઈપણ પ્રકારની રોકટોક ન હોવાને કા૨ણે અપરાધીને ખુલ્લેઆમ ગુના કરવાની તક મળે છે. વાત અહીં જ સમાપ્ત થતી નથી. હવે તો અપરાધીઓને આશ્રય પણ આપવામાં આવે છે. અપરાધનું સામાજીકરણ અથવા રાજનીતિકરણ થઈ રહ્યું છે. આ અત્યંત ખતરનાક ખેલ છે. તેમાં જોડાનાર વ્યક્તિ કોઈ આત્મઘાતી કક્ષાથી ઊતરતી નથી.
એક વિદ્યાર્થીએ નાનો અપરાધ કર્યો. તેની માતાએ તેને ઠપકો તો ન આપ્યો, પરંતુ પ્રોત્સાહન આપ્યું. વિદ્યાર્થીને ઉચિત-અનુચિતનું જ્ઞાન મળ્યું નહીં. તે નાના નાના અપરાધ કરતો રહ્યો. તેના મનમાંથી ભય નીકળી ગયો. આગળ જતાં એક કુખ્યાત અપરાધી તરીકે તે ઓળખાવા લાગ્યો. એક વખત તે પકડાઈ ગયો. તેને ફાંસીની સજા થઈ. ફાંસી આપતાં પહેલાં તેણે પોતાની મા સાથે અભદ્ર વ્યવહાર કર્યો. કોઈકે તેને એવા વ્યવહાર માટેનું કારણ પૂછ્યું. તેણે કહ્યું, “મારી માતાએ મારા અપરાધોને પ્રોત્સાહન ન આપ્યું હોત તો આજે મારી નવું દર્શન નવો સમાજની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org