________________
શા માટે કરે છે. અપરાધી મનોવૃત્તિનો જન્મ અને વિકાસ મોહની પ્રેરણા છે, તે કર્મશાસ્ત્રીય દષ્ટિકોણ છે. ચરિત્ર પ્રત્યે આસ્થા અને આકર્ષણના અભાવે વ્યક્તિ અપરાધની દિશામાં આગળ વધે છે, આ નૈતિક દ્રષ્ટિકોણ છે. અભાવ, પ્રતિસ્પર્ધા અને આકાંક્ષાના દબાણ હેઠળ વ્યક્તિ અપરાધી બને છે. તે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. ટૂંકમાં એવો નિષ્કર્ષ મળે છે કે અભાવ અને અતિભાવ વ્યક્તિને અપરાધની સીડી ચડવાની પ્રેરણા આપે છે.
જે સમાજવ્યવસ્થામાં કેટલાક લોકો ભૌતિક સમૃદ્ધિના શિખર ઉપર બિરાજે છે અને કેટલાક લોકોને રાત-દિવસ પરિશ્રમ કરવા છતાં પેટ ભરવા જેટલું પણ મળતું નથી, ત્યાં અપરાધી મનોવૃત્તિનો જન્મ થાય છે. ધોલનગર (ગુજરાત)નરેશનો સેવક તેમના પગ દબાવી રહ્યો હતો. રાજાને ઊંઘ આવી ગઈ. સેવકે આંગળીમાં પહેરેલી સોનાની વીંટી કાઢી લીધી. રાજાને સેવક માટે શંકા ઉપજી, પરંતુ કાંઈ જ કહ્યું નહીં. બીજા દિવસે સેવક ફરીથી પગ દબાવવા આવ્યો. રાજાએ નિદ્રાનું બહાનું બનાવ્યું. સેવકે બીજા પગની આંગળી ઉપરથી આભૂષણ કાઢવાનો પ્રયત્ન કર્યો. રાજાએ કહ્યું, એક તો રહેવા દે !” સેવક ભોંઠો પડી ગયો. તેનું મન પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યું. તેણે રાજાની માફી માંગી. રાજાએ કહ્યું“આ ભૂલ તારી નથી મારી છે. તને પગાર ઓછો મળે છે. આટલા પગારમાં તારું ભરણપોષણ થઈ શકતું નથી. મેં એ બાબત તરફ ક્યારેય લક્ષ્ય આપ્યું નથી. મારી લાપરવાહીને કારણે તારા મનમાં અપરાધી વૃત્તિનો જન્મ થયો.' એમ કહેવામાં આવે છે કે તે દિવસથી રાજાએ પોતાના તમામ કર્મચારીઓનો પગાર વધારી દીધો હતો. અપરાધી કોણ?
માનવી પૂર્ણ નથી હોતો. તેનામાં દુર્બળતાઓ હોય છે. તેનાથી પ્રમાદ થઈ જાય છે. સામાન્ય પ્રમાદ અપરાધ નથી બનતો. તેથી નાની મોટી ભૂલો કરનાર વ્યક્તિ અપરાધી કહેવાતી નથી. અપરાધી તો એ છે કે જે સમાજવિરોધી અને રાષ્ટ્રવિરોધી કાર્યો ઇરાદાપૂર્વક કરે છે અને કેદી બનીને જેલમાં જવા છતાં તેનાથી અળગા થવાનું ધ્યેય રાખતો નથી. જેલની સજા ભોગવીને બહાર નીકળ્યા પછી તે શું કરશે ? આવો પ્રશ્ન તેની સામે ઉદ્દભવતાં તેનો જવાબ એવો વિચારે છે કે જે ગફલતને કારણે પોતે પકડાઈ ગયો હતો તેવી ગફલતથી
wateasedeewઅપરાધી મનોવૃત્તિનું કિરણ શક છે
મહeweeeee
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org