SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ * * * *** : : :: :: lan નવા માનવીનો જન્મ થી નવા માનવીના જન્મની કલ્પના જેટલી સુખદ છે તેટલી જ કઠિન તેની પ્રક્રિયા છે. એક માતા પોતાના પ્રથમ સંતાનની કલ્પનાથી રોમાંચિત થઈ ઊઠે છે. પરંતુ પ્રસવની પીડા તો તેણે જ સહન કરવી પડે છે. એક દૃષ્ટિએ જોઈએ તો નવા માણસનો જન્મ ક્યારે નથી થતો ? જન્મ લેનાર પ્રત્યેક માનવી નવો જ તો હોય છે ! એક દાર્શનિક કોઈ એક ગામમાં ગયો. ત્યાં એક જગાએ અનેક ગ્રામજનો ઊભેલા હતા. દાર્શનિકે તેમને પૂછ્યું, “ભાઈઓ આપના ગામમાં કોઈ મોટા માણસનો જન્મ થયો છે ખરો ?' ગ્રામજનો પ્રશ્ન સાંભળીને ચોંકી ઊઠ્યા. તેમાંથી એક જણ બોલ્યો, “ભાઈસાહેબ ! અમારા ગામમાં તો માત્ર જ બાળકો જ જન્મે છે. મોટો માણસ તો કોઈ જમ્યો જ નથી.' ભણ્યા ગયા વગરની ગ્રામીણ વ્યક્તિએ જીવનનું બહુ મોટું સત્ય પ્રગટ કરી દીધું. વાસ્તવિકતા એ જ છે કે આ જગતમાં જન્મ વખતે કોઈ મોટો માણસ નથી હોતો. રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ગાંધી, ભિક્ષુ વગેરે જેટલા મહાપુરુષો થયા છે તે સૌએ બાળક તરીકે જ જન્મ લીધો હતો. તેમણે પુરુષાર્થ કર્યો, પોતાના કર્તુત્વને વફાદાર રહ્યા પરિણામે તેઓ મહાપુરુષ બની ગયા. જન્મ અથવા નિર્માણની ચર્ચા ઉત્ક્રાંતિવાદના જનક ડાર્વિનની થિયરી માનવીને વાનરનું સંતાન કહે છે. તેના મત પ્રમાણે નવા માનવીના જન્મની કથા લખી શકાય છે. પરંતુ ડાર્વિનનો ખ્યાલ જૈન સિદ્ધાંતની કસોટી ઉપર ખરો પુરવાર થતો નથી. તેથી નવા માણસનો સંબંધ તેના જન્મ સાથે નહિ, નિમણિ સાથે જોડવો પડશે. જન્મ અને નિમણિ બંને અલગ અલગ પરિસ્થિતિઓ છે. મહાભારતનો કણ કહે છે કે, દેવાયત કુલે જન્મ, મદાયત તુ પૌરુષમ્' કયા કુળમાં જન્મ લેવો તે ભાગ્યને અધીન છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy