SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ રોગોની જેમ તે ઉપશાંત બને છે. તાવ આવ્યો. ઈજક્શન લગાવ્યું. તાવ ઊતરી ગયો. જેક્શનનો પ્રભાવ ક્ષીણ થતાં જ ફરીથી તે આવે છે. એ જ રીતે અગિયારમા ગુણસ્થાનનો સાધક વીતરાગ બની જાય છે, અકષાય બની જાય છે. પરંતુ તેને માટે પાછા વળવાની અનિવાર્યતા હોય છે. તેણે પોતાના આવેગો અને સંવેગોનો ઉપશમ કર્યો છે, ક્ષય નથી કર્યો. જ્યાં સુધી ક્ષય નહીં થાય ત્યાં સુધી કષાય ફરીથી જાગશે. કષાય જાગવાની સ્થિતિમાં પતન અવયંભાવી છે. અગિયારમા ગુણસ્થાનકથી પડનાર પ્રથમ ગુણસ્થાન સુધી જઈ શકે ક્ષપકશ્રેણીથી આરોહણ કરનાર સાધક ક્રોધ વગેરે નિષેધાત્મક ભાવોને દબાવતો નથી, ક્ષીણ કરીને આગળ વધે છે. તે દશમાં ગુણસ્થાનથી છલાંગ મારે છે અને અગિયારમાં ગુણસ્થાનને ઓળંગીને બારમામાં પહોંચી જાય છે. બારમા ગુણસ્થાનકમાં એ જ જઈ શકે છે જે મોહકર્મનો સર્વથા ક્ષય કરી લે છે. ત્યાંથી પાછા વળવાનો માર્ગ બંધ થઈ જાય છે. મોહના ઉદયની બાધા સમાપ્ત થઈ જાય છે. આ દષ્ટિએ એમ માની શકાય કે સાધકની આખરી મંજિલ, ક્ષાયિક ભાવ છે. સંધર્ષ જ જીવન છે. ક્ષાયિક ભાવ આપણા માટે અભીષ્ટ છે. આપણા માટે જ નહીં, વિકાસની ઉચ્ચત્તમ ભૂમિકા ઉપર આરોહણ કરવા માટે આ જ એક માત્ર માર્ગ છે. ક્ષાયિક ભાવવાળી વ્યક્તિ જ વીતરાગ બને છે, સિદ્ધ બને છે. તે માટે નિરંતર સંઘર્ષ કરતા રહેવું જોઈએ. ભગવાન મહાવીરે કહ્યું છે, “જુદ્ધારિહં ખલુ દુલ્લાહ”- યુદ્ધને યોગ્ય સામગ્રીની ઉપલબ્ધિ દુર્લભ છે. માનવીનું ઔદારિક શરીર તે સામગ્રી છે. તેથી જ્યાં સુધી ઘડપણ ન આવે, વ્યાધિ ન વધે અને ઈદ્રિયોની શક્તિ ક્ષીણ ન થાય ત્યાં સુધી યુદ્ધ કરતાં રહો. તે યુદ્ધ કોની સાથે કરવાનું ? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું કે “ઈમેણં ચેવ જુઝાહિ કિં તે જુઝણ બજઝઓ' ?- સિંહ કે સુભટ સાથે યુદ્ધ કરવાથી તમને શું મળશે ? તમે યુદ્ધ કરવા માટે ઉદ્યત હોવ તો પોતાના આત્મા સાથે યુદ્ધ કરો, કર્મશરીર સાથે યુદ્ધ કરો. અણવ્રતનો એક ઉદ્દઘોષ છે- સંયમ જ જીવન છે. પ્રેક્ષાધ્યાનનો એક ઉદ્દઘોષ આ હોવો જોઈએ. સંઘર્ષ જ જીવન છે. ભાવધારાને સ્વસ્થ જીવનનો ત્રીજો ઘટક ભાવાત્મક સ્વાસ્થતિ : Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy