________________
બદલવી હોય તો સંઘર્ષ કરવો જ પડશે. સંઘર્ષ કરતા રહો, ઝઝૂમતા રહો, પાછું વળીને જોશો નહીં, સંઘર્ષ કરનાર જ વિજયી બને છે. એવા આસ્થાસૂત્રને સામે રાખીને નિરંતર સંઘર્ષમાં રત રહો.
જ્યાં સુધી ભાવધારા ન બદલાય, ત્યાં સુધી સંઘર્ષને ચાલુ રાખો. નહિતર અહંકારનો નાગ ફરીથી ફૂંફાડો મારશે. ક્રોધનો અગ્નિ ફરીથી પ્રજ્જવલિત થઈ ઊઠશે. અહંકાર, ક્રોધ વગેરે ભાવોને પ્રબળ થવાની તક આપવી તે સૌથી મોટી હાર છે. સૌથી મોટી બીમારી છે અને સૌથી મોટી ઉપાધિ છે. તેથી પ્રેક્ષાધ્યાનની પ્રેરણા છે કે સૌ પ્રથમ ભાવજગતને સમજે. જ્યાં સુધી ભાવાત્મક સ્વાધ્ય પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી માનસિક અને શારીરિક સ્વાચ્ય પૂર્ણતા નહીં પામે. ભાવજગતને સ્વસ્થ કરવું હોય તો અણુવત, પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનની ત્રિવેણીમાં ડુબકી લગાવવી આવશ્યક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org