SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ જી (૨૪) કાર્યક્ષેત્રમાં નિપુણતાભણાવવ આ સંસાર છે. તેમાં અનેક પ્રકારના લોકો રહે છે. કેટલાક લોકો બહુ સારા હોય છે અને કેટલાક બહુ જ ખરાબ હોય છે. કેટલાક લોકોની કક્ષા મધ્યમ હોય છે. કેટલાક લોકો પુરુષાર્થી હોય છે અને કેટલાક આળસુ. કેટલાક લોકો એવા હોય છે કે જેઓ આળસ પણ કરે છે અને પુરુષાર્થ પણ કરે છે. કેટલાક લોકો સંકલ્પના દઢ હોય છે અને કેટલાક લોકો સંકલ્પમાં એકદમ શિથિલ હોય છે. સામાન્ય સંકલ્પના સહારે જીવન જીવનારા લોકો પણ હોય છે. કેટલાક લોકો ઉત્તમ હોય છે, કેટલાક મધ્યમ હોય છે અને કેટલાક અધમ હોય છે. આ ક્રમમાં અનેક દ્રષ્ટિથી માનવીની ત્રણ શ્રેણીઓ બની શકે છે. તે શ્રેણીઓની વ્યાખ્યાનાં પણ અનેક બિંદુઓ છે. કાર્યની સફળતાના આધારે રાજર્ષિ ભર્તૃહરિની વ્યાખ્યા આ પ્રમાણે છે. પ્રારભ્યતે ન ખુલ વિઘ્નભયેન નીચૈઃ. પ્રારભ્ય વિઘ્નવિહતા વિરન્તિ મધ્યાઃ । વિઘ્નઃ પુનઃ પુનરપિ પ્રતિહત્યમાનાઃ, પ્રારબ્ધમુત્તમજના ન પરિત્યજન્તિ નિમ્ન કક્ષાની વ્યક્તિ કોઈપણ કાર્યનો આરં ફરતી નથી. તેના મનમાં સતત વિઘ્નો અને અવરોધોનો ભય રહે છે. મધ્યમ કક્ષાની વ્યક્તિ કામનો આરંભ તો કરે છે પરંતુ અવરોધોથી હતાશ થઈને તેને વચ્ચે જ છોડી દે છે. ઉત્તમ કક્ષાની વ્યક્તિ વારંવાર અવરોધો આવવા છતાં નિરાશ થતી નથી. તે જે કાર્યની શરૂઆત કરે છે તેને પૂર્ણ કરીને જ વિરામ લે છે. મનોબળ Jain Educationa International હું એવી અનેક વ્યક્તિઓને ઓળખું છું કે જે કોઈપણ નવા કાર્યને પૂર્ણ ઉત્સાહ સાથે હાથમાં લે છે. તેમનો ઉત્સાહ માત્ર ત્યાં સુધી જ રહે છે જયાં સુધી કોઈ અવરોધ નડતો નથી. અવરોધ ઉપસ્થિત થતાં જ તેમનું મનોબળ કમજોર થઈ જાય છે. કમજોર ાર્યક્ષેત્રમાં નિપુણતા لا For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy