________________
પ્રોત્સાહન મળે છે. તેથી અહિંસાના પ્રશિક્ષણમાં એવી વ્યાવહારિક વાતોને પણ જોડવી જોઈએ કે જે અનિચ્છાએ પણ દેશની ભાવિ પેઢીને હિંસાની દિશામાં ધકેલે છે. મુશ્કેલ પરંતુ અશકય નહિ
કેટલાક લોકો એમ વિચાર કરે છે કે અહિંસાના પ્રશિક્ષણની વાત સારી તો છે પરંતુ મુશ્કેલ છે. પ્રશિક્ષણ ભલે ગમે તે ચીજનું હોય, તે સરળ હોઈ શકે છે. હિંસાનું પ્રશિક્ષણ પણ સરળ ક્યાં છે ? જો તે સરળ હોત તો ભારત-ચીન યુદ્ધ વખતે ભારત હાર પામ્યું ન હોત. ભારતીય સૈનિકોએ ઊંચા પર્વતો ઉપર અસહ્ય ઠંડીમાં રહીને યુદ્ધ કરવાનું પ્રશિક્ષણ મેળવ્યું નહોતું. પરિણામે તેઓ હારી ગયા. ત્યાર પછી તેમને તેવું શિક્ષણ આપવામાં આવ્યું તો તેઓ તે પરિસ્થિતિમાં રહેવાના અભ્યાસુ બની ગયા.
મારી સમજણ પ્રમાણે અહિંસાનું પ્રશિક્ષણ મુશ્કેલ છે ખરું, પરંતુ એટલું બધું મુકેલ પણ નથી કે તેને કોઈ પામી જ ન શકે. મૂળ વાત છે આસ્થાની. પ્રથમ એ આસ્થાનું નિમણિ થવું જરૂરી છે કે અહિંસા એક શક્તિ છે. અભ્યાસ વડે તે શક્તિને મેળવી શકાય છે, વધારી શકાય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે.
અહિંસાના પ્રશિક્ષણ દ્વારા હિંસા સમાપ્ત થઈ જશે એમ વિચારવું તે અતિકલ્પના જ ગણાશે. હિંસા સમાપ્ત થવાનો અર્થ છે “ જગતની સમાપ્તિ. જ્યાં સુધી જગત છે, ત્યાં સુધી મનુષ્યમાં કામ, ક્રોધ વગેરે નિષેધાત્મક ભાવ રહેશે જ. જ્યાં સુધી નિષેધાત્મક ભાવ હશે ત્યાં સુધી હિંસાની સત્તાને નિઃશેષ કરી શકાશે નહીં. હિંસાને મિટાવી નથી શકાતી. પરંતુ તેની ઉગ્રતાને ઘટાડી તો શકાય છે. અહિંસાના પ્રશિક્ષણની સૌથી મોટી સાર્થકતા એ છે કે હિંસાના જે નવા નવા ચહેરા માનવીય ગુણોને ભરખી જવા માટે કટિબદ્ધ થઈ રહ્યા છે, તેમને નિષ્ક્રિય બનાવવાનો પ્રયત્ન ચાલતો રહે.
હિંસા કોણ કરે છે ? આ સંદર્ભમાં મહાવીરવાણીને ઉદ્ધત કરી શકાય છે. “આયારો'માં હિંસક વ્યક્તિની અંતરંગ ઓળખ આપતાં, કહેવામાં આવ્યું છે કે, “અદ્દે લોએ પરિજુણે, દુબોહે અવિજાણએ”- જે માનવી લોકાર્ત છે, વિષય-કષાય વગેરે માનસિક દોષોથી પીડિત છે, તે હિંસામાં પ્રવૃત્ત થાય છે. જે પરિજીણું છે, અભાવગ્રસ્ત છે, પદાર્થને મેળવવાની અભિલાષા હોવા છતાં તેનાથી વંચિત રહે છે તે હિંસા કરે રસધારણ ર ટા eોતાનાયકો અહિંસાનું પ્રશિક્ષણા કરારોટરહાલટારકારક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org