________________
ખસેડવાની વાત હોય તો એ ધ્યાન રાખતા કે પલંગને ખેંચવાથી કોઈ જીવની હિંસા ન થઈ જાય. તેમના પગ સાફ કરવા માટે જે પથ્થર રાખવામાં આવતો, તેને પણ પ્રમાદવશ ક્યાંક ખોઈ નાખવામાં આવતો તો તેમને ભારે કષ્ટનો અનુભવ થતો. ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા આવા તો અનેક પ્રસંગો છે, જે તેમની આધ્યાત્મિકતા અથવા અહિંસાની નિષ્ઠાને પ્રગટ કરે છે. અહિંસાને આ સ્વરૂપે જીવનાર વ્યક્તિ જ અહિંસાનું સક્રિય પ્રશિક્ષણ આપી શકે છે. અહિંસાના સંદર્ભમાં મહાવીરની ષ્ટિ
મહાત્મા ગાંધીના જીવનપ્રસંગો વાંચવાથી એમ લગે છે કે તેમણે અહિંસાનો સમગ્ર પાઠ ભગવાન મહાવીર પાસેથી વાંચ્યો હતો. પ્રકૃતિ તરફ મહાવીરનો દૃષ્ટિકોણ હંમેશાં સકારાત્મક હતો. તેમણે કહેલું.
પુર્વિન ખણે ન ખણાવર્ષે, સીઓદગંનપિએ પિયાવએ
અગણિસöજા સુનિસિયં, તં ન જલે ન જલાવએ જે સ ભિક્ષ્
પૃથ્વીનું ખનન કરવું કે કરાવવું તે હિંસા છે. શીતોદક પીવું અને પીવડાવું તે હિંસા છે. શસ્ત્ર સમાન સુતીક્ષ્ણ અગ્નિ સળગાવવો કે સળગાવડાવવો તે હિંસા છે. જે આવી હિંસાથી અલિપ્ત રહે છે તે ભિક્ષુ છે.
ભગવાન મહાવીરે પૃથ્વી, પાણીની જેમ પંખા વગેરે દ્વારા હવા મેળવવી, હરિયાળીનું છેદન- ભેદન કરવું અને ત્રસ જીવોનો વધ કરવો વગેરેને હિંસા ગણાવ્યાં છે. પ્રકૃતિનું અસીમ દોહન કરનારા લોકો મહાવીરના આ બોધપાઠ દ્વારા થોડીક પણ પ્રેરણા લઈ શકે તો તેમના જીવન ઉપર અહિંસાનો પ્રભાવ પડી શકે છે. પરંતુ આશ્ચર્ય તો એ વાતનું છે કે ભગવાન મહાવીર પ્રત્યે આસ્થાીલ તેમના અનુયાયી સમાજમાં અહિંસાના પ્રશિક્ષણની કોઈ વ્યવસ્થા નથી. આ જ કારણે જૈન સમાજમાં પણ કેટલાક ખાસ પ્રસંગોએ ફળો અને શાકભાજીઓને પશુ-પક્ષીઓનો આકાર આપીને સજાવવામાં આવે છે. શાકાહારી ભોજનને એવી અભિધા આપવામાં આવે છે, જે તેમના માંસાહારી હોવાનો ભ્રમ જગાડે છે. તેનાથી અનર્થ હિંસાને
દર્શનના નામ રોશન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org