________________
સાહિત્યકાર, નિમતિ, નિર્દેશક, સરકાર અને પ્રજા સૌ સાથે મળીને કરશે તો જ કાંઈક સમાધાન મળશે. દ્વિીમાર્ગ ઉપર ઊભેલી પેઢીઓ
સાંપ્રત યુગની યુવાપેઢી અને કિશોર પેઢી સંશયના દ્વિમાર્ગ પર ઊભેલી છે. એક તરફ વિલાસિતા તથા સુવિધાવાદનું આકર્ષણ, તો બીજી તરફ સાંસ્કૃતિક તથા પારસ્પરિક મૂલ્યોનું બંધન. ક્યારેક તે આકર્ષણથી બંધાઈને એ માર્ગે આગળ વધવા માગે છે કે તો ક્યારેક મૂલ્યોના બંધનથી પરેશાન થઈને પાછા વળવા ચાહે છે. એક વિચિત્ર પ્રકારની અવઢવભરી સ્થિતિ છે. આ સ્થિતિમાં તે હજારો યુવકો અને કિશોરો માટે ગૌરવ છે કે જેઓ આજે પણ પોતાના મન ઉપર લગામ રાખી શક્યા છે. અશ્લિલતાના વાતાવરણમાં રહેવા છતાં તેનાથી તેઓ અપ્રભાવિત છે. અનુસ્રોતમાં વહેતા લોકોની ભીડમાં ઊભા રહેવા છતાં સામાપ્રવાહની દિશામાં આગળ વધવા માટે તેઓ કટિબદ્ધ છે. એવા લોકો ઉપર આપણી સંસ્કૃતિને ગૌરવ છે, પરંપરાને ગૌરવ છે અને એ મૂલ્યોને પણ ગૌરવ છે કે જે આજે ખતમ થવાની અણી ઉપર છે. આ દેશમાં હજારો વર્ષ પૂર્વે જે મહાપુરુષો થયા હતા તેઓ ભવિષ્યદષ્ટા હતા. તેમને હાથની રેખાઓની જેમ સ્પષ્ટ દેખાતું હતું કે આગામી યુગમાં મનુષ્ય વિકૃતિઓની અંધારી સુરંગોમાં ઊતરી જશે. તેમને આભાસ થઈ ગયો હતો કે માણસ ઉચિત અને અનુચિતની સીમારેખાને ઓળંગી જશે. એટલે જ તેમણે કહ્યું હતું કે –
અંગપર્સંગસંઠાણું,ચારુલ્લવિયપેરિયા ઈન્દીર્ણ તંગનિઝાએ, કામરાગવિવઢણ II
સ્ત્રીઓનાં અંગ-પ્રત્યંગ, મધુર વાણી તથા કટાક્ષોને ન જુઓતે તરફ ધ્યાન ન આપો. કારણ કે તે બધાં કામુકતાને વધારનારાં છે.
કેટલાક લોકો પ્રશ્ન ઉઠાવે છે કે આપણા મહાપુરુષોએ સાક્ષાત રૂપમાં સ્ત્રીનાં અંગ-પ્રત્યંગોને જોવાનો તથા તેમની સાથે આલાપ-સંલાપ કરવાનો નિષેધ કર્યો છે. જાહેરખબરો તથા ફિલ્મોમાં તો સ્ત્રીઓનાં ચિત્રો હોય છે. ચિત્ર જોવામાં વળી શી બૂરાઈ છે ? આ પ્રશ્નનો ઉત્તર આપવાની મારે જરૂર નથી. ભગવાન મહાવીર જાણતા હતા કે વ્યક્તિ પોતાના બચાવ માટે પ્રશ્ન ઉપસ્થિત કરી શકે છે. એટલે તેમણે પહેલેથી જ કહ્યું છે કે –
ર૪ર૪ર૪૪we:www નવું દર્શની નવોસમાજ
ક80%eseટર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org