________________
ચિત્તભિત્તિ નનિઝાએ, નારિવા સુઅલંકિયા ભમ્બરં પિવદદ્ગુણ, દિપિડિસમાહરે !
આભૂષણોથી અલંકૃત સ્ત્રીની તો વાત શી કરવી, સ્ત્રીઓનાં ચિત્રોથી ચિત્રિત ભીંતને પણ ન જોવી જોઈએ. કદાચ એવી સ્ત્રી અથવા ભીંત પર નજર પડી જાય તો તેને તરત જ એવી રીતે પાછી ખેંચી લો જેવી રીતે મધ્યાહ્નના સૂર્ય ઉપર પડેલી નજર આપોઆપ પાછી વળે છે.
- આ એક એવો બોધપાઠ છે, કે જે આત્માને પવિત્ર રાખવા માટે આપવામાં આવ્યો છે. જે માનવજાતિએ તેને ઊંડાણથી વાંચ્યો હોત અને પ્રાયોગિક રૂપે સ્વીકાર્યો હોત તો તે આ ક્ષેત્રમાં આટલી અશ્રુંખલ બની ન હોત. સામાજિક સ્વાથ્યનો આધાર
શાસ્ત્રીય સત્ય અને આત્માની પવિત્રતા માટે સૌને આસ્થા હોય તે જરૂરી નથી, પરંતુ સામાજિક સ્વાચ્ય તો સૌકોઈ માટે આવશ્યક છે. વ્યક્તિગત જીવનના પણ કેટલાક આદશ હોય છે. માત્ર આ બે બિંદુઓ ઉપર થોભીને વિચાર કરવામાં આવે તો શ્લિલતા, અશ્લિલતા, શિષ્ટતા, અશિષ્ટતા સારાપણું-ભૂંડાપણું વગેરેની ભેદરેખા આપોઆપ દોરાઈ જશે.
કેટલાક તથાકથિત યોગીઓ તથા ભગવાનોએ સેક્સને ખુલ્લું કરવામાં પોતાનો સંપૂર્ણ યોગ આપ્યો છે. તેમણે તેમ કરીને સમાજમાં વિપ્લવ મચાવી દીધો. સ્થિતિ એવા નાજુક તબક્કા ઉપર પહોંચી ગઈ કે તેમની વિરુદ્ધમાં બોલનારાઓની પણ તેમણે ખૂબ ખબ૨ લીધી. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ પણ એક શાશ્વત સત્ય છે કે
જ્યારે જ્યારે કોઈ મહાપુરુષ અથવા મહાન વિચારકે પોતાના યુગની વિસંગતિઓના વિરોધમાં અવાજ ઉઠાવ્યો ત્યારે ત્યારે તેને દબાવવાના ઉગ્ર પ્રયત્નો કરવામાં આવ્યા. વિસંગતિઓનો સંબંધ ધર્મ સાથે હોય કે સમાજ સાથે, તેમને દૂર કરવાનું અભિયાન જીવ સટોસટની બાજી લગાવીને જ ચલાવી શકાય છે. અણુવ્રત : એક અભિયાન
અણુવ્રત રાષ્ટ્રીય ચારિત્રનિમણિ માટે ચલાવવામાં આવી રહેલું એક અભિયાન છે. તેની આસ્થા સજા અને કાનૂનમાં નથી, પરંતુ
રાજકારઅલિલતાની સમસ્યાઅણુવ્રતનું સમાધાન ૪:૪૪૪૪૪૪૪:૪૦%
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org