________________
હૃદયપરિવર્તનમાં છે. છતાં એમ માનવામાં આવે છે કે માત્ર હૃદયપરિવર્તન દ્વારા સામાજિક વિસંગતિઓને દૂર કરી શકાશે નહિ. તે ઉપરાંત વ્યવસ્થાનું પરિવર્તન આવશ્યક છે. માનવીનું મન પણ બદલાય અને વ્યવસ્થા પણ બદલાય તો મુશ્કેલમાં મુશ્કેલ લાગતું કાર્ય પણ સરળતાથી પાર પાડી શકાય છે. અશ્લિલતાની સમસ્યા સામે લડવા માટે પણ આ જ ઉપાય કામિયાબ બની શકે તેમ છે.
અણુવ્રતનો એક સંકલ્પ છે- નવા માણસનું નિર્માણ. તે રાષ્ટ્રો, પ્રાંતો, સંપ્રદાયો, વગ અને જાતિઓના વાડાઓથી મુક્ત બને. તે મંદિરો, મસ્જિદો, ગિરજાઘરો, ગુરુદ્વારો અને ધર્મસ્થાનોમાં બદ્ધ આસ્થાને નિબંધ કરે. તે હિંસા, આતંક, ચોરી, વ્યસન, અશ્લિલતા વગેરે દુરાચરણોથી મુક્ત બને. તે કલા, સાહિત્ય, સંગીત, નૃત્ય વગેરે સાંસ્કૃતિક પરંપરાઓમાં ઘૂસણખોરી કરતી વિકૃતિઓને મિટાવીને સામાજિક સ્વાથ્યનું પોષણ કરે. આવા માનવના નિમણિ દ્વારા એક નવા યુગનો પ્રારંભ થાય. તે યુગ અહિંસાનો યુગ હશે, ચારિત્રનિમણિનો યુગ હશે. માનવતાનો યુગ હશે અને સાચી જીવનશૈલીથી જીવતા માનવીનો યુગ હશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org