________________
આવે છે ? માત્ર સ્ત્રીઓના ઉપયોગની ચીજો ઉપર જ નહીં, પુરુષો અને બાળકોના ઉપયોગની વસ્તુઓ તથા પત્ર-પત્રિકાઓમાં સ્ત્રીને જે સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, તેનાથી કામુકતા ન વધે તો બીજું શું થાય ?
દૂરદર્શનની ટેકનોલોજીનો મૂળભૂત ઉદ્દેશ સંચારવ્યવસ્થાને દ્રુતગામી બનાવવાનો તથા માનવીય અને સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રસારણ હશે, પરંતુ આજે તે કેટલી વિકૃતિઓને જન્મ આપી રહી છે તે કોઈનાથી અજાણ્યું નથી. નવી નવી ચેનલો, નવી ધારાવાહિકો. અને નવી નવી જાહેરખબરો. એમ લાગે છે કે જાણે કોઈ મહામાયાએ માનવીની જીવનશૈલીને જ અસ્તવ્યસ્ત કરી દીધી ન હોય ! દૂરદર્શન ઉપર જ્યારે નવા નવા ચહેરા જોવા મળે છે ત્યારે મહિલાઓ રસોડાને ભૂલી જાય છે તથા બાળકો હોમવર્ક ભૂલી જાય છે. સ્વાધ્યાય, ધ્યાન જેવી પ્રવૃત્તિઓની તો વાત જ શી કરવી, દિનચર્યાની આવશ્યક કામ પણ ચૂકી જવાય છે અને અતિથિઓની પણ ઉપેક્ષા થાય છે !
સિનેમાનો ઇતિહાસ વધુમાં વધુ એકસો વર્ષ જૂનો છે. ઈ.સ. ૧૮૬૫માં ફ્રાંસના લુનિએર બંધુઓએ પહેલી વખત આ નવા કલાક્ષેત્રને જન્મ આપ્યો. પ્રસિદ્ધ નવલકથાકાર મેક્સિમ ગોર્કીએ આ ક્ષેત્રની ક્ષમતાઓ તથા તેમાં સંભવિત વિકૃતિઓની કલ્પના શરૂથી જ કરી દીધી હતી. જો સિનેમાને જ્ઞાનવર્ધન તથા મનોરંજનનાં સાધન સુધી સીમિત રાખવામાં આવ્યું હોત તો કદાચ તેના ઉપર કોઈ પ્રશ્ન ચિલ મૂકવું પડ્યું ન હોત, પરંતુ જ્યારથી આ કલાનું વ્યાવસાયીકરણ થયું, ત્યારથી તેમાં વિકૃતિઓનો પ્રવેશ શરૂ થઈ ગયો. જે ફિલ્મ ઉદ્યોગ માનવતાની શોધ અને ઓળખ માટે સહાયક બની શકે તેમ હતો, તે અપરાધ અને અશ્લિલતાનો પ્રેરણાસ્રોત બની ગયો.
સિનેના જગતની ઉશૃંખલ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે સેન્સર બોર્ડ બન્યું. આજે જેટલી ફિલ્મો પડદા ઉપર રજૂ થાય છે તેમને સેન્સર બોર્ડની નજરથી પસાર થઈને આવવું પડે છે. આ વ્યવસ્થા હોવા છતાં ફિલ્મોનાં ગીતો અને સંવાદોમાં આજે જેવી સામગ્રી પિરસાઈ રહી છે તે તો શરમને પણ શરમનો અનુભવ કરાવનારી છે. સેન્સરબોર્ડની કાતર આવા પ્રસંગોમાં કેમ બુઠ્ઠી થઈ જાય છે ? આ એક પડકારભર્યો પ્રશ્ન છે. તેનો સામનો કલાકાર,
esses અલિલતાની સમસ્યા અનતનું સમાધાન ૩૯૪રરકારક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org