SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ચાહ ગઈ ચિન્તા મિટી, મનવા બેપરવાહ! જિસકો કુછ ન ચાહિએ, સો શાહન કે શાહ // ધરતીપુત્રોમાં એવી વ્યક્તિની ગણના કરવામાં આવે તો, તેમની સંખ્યા કેટલી હશે ? બહુ વધારે તો હોઈ જ ન શકે. આંગળીના વેઢે ગણાવી શકાય એટલી વ્યક્તિઓ મળે તો પણ સંતોષની વાત ગણાય. આ કક્ષાની વ્યક્તિ જ વીતરાગ કે વીતરાગતાની સાધક હોઈ શકે છે. મહેચ્છ વ્યક્તિઓની આકાંક્ષાઓ એટલી બધી વિસ્તૃત હોય છે કે એનો કોઈ અંત દેખાતો નથી. ઈચ્છા હુ આગાસસમા અખંતિયા'આ મહાવીરવાણી એવી વ્યક્તિઓ તરફ સંકેત કરે છે. વધુ પડતી ઈચ્છાઓ માનવીને મૂઢ બનાવી મૂકે છે. જેટલો લાભ થાય છે તેટલો લોભ વધતો જાય છે. લોભી અને કંજૂસ વ્યક્તિ વૈભવના શિખર ઉપર ઊભા રહીને પણ પેટ ભરીને ભોજન કરી શકતી નથી. આવી વ્યક્તિ નિરંતર સંકલેશમાં જીવવા માટે વિવશ રહે છે. જેનદર્શનમાં આવી વ્યક્તિને મિથ્યાદષ્ટિ કહેવામાં આવી છે. વીતરાગતા પ્રત્યેક ધાર્મિક વ્યક્તિનો આદર્શ હોઈ શકે છે, પરંતુ તેની સાધના પરિપાક સુધી પહોંચવામાં ઘણો સમય લે છે. મિથ્યાદષ્ટિકોણ વીતરાગતાના માર્ગનો અવરોધ છે. જ્યાં સુધી વ્યક્તિનો દષ્ટિકોણ સાચો નથી હોતો ત્યાં સુધી તે સમ્યકુ અને અસમ્યની સમીક્ષા કરી શકતી નથી. તેથી સૌ પ્રથમ સમ્યક્રષ્ટિ થવું જરૂરી છે. સમ્યદષ્ટિ વ્યક્તિ જ અલ્પચ્છ હોઈ શકે છે. તે જાણે છે કે સંસારમાં રહેતાં રહેતાં કામનાઓનો અંત લાવી શકાતો નથી. પરંતુ કામનાઓ વ્યક્તિ ઉપર સવાર થઈ જાય એટલી હદે તેને છૂટ આપવાનો પણ શો અર્થ છે ? અલ્પચ્છ વ્યક્તિ દુન્યવી વ્યવહારનો લોભ કરતી નથી, પરંતુ વ્યવહારોમાં થતી વિકૃતિઓને રોકવાનો પ્રયત્ન કરે છે. કમનાઓના વિસ્તારનું પરિણામ માનવી પ્રવૃત્તિ કરે છે. આ તેની ચિંતાનો વિષય નથી. તેને ચિંતા તો રહે છે પરિણામની. કોઈ પ્રવૃત્તિનું પરિણામ બૂરું આવે છે તો તે સજગ બની જાય છે. જો પ્રવૃત્તિ કર્યા પહેલાં તેના પરિણામ વિશે વિચાર થઈ શકતો હોત તો કદાચ પ્રવૃત્તિમાં જ શુદ્ધીકરણનું લક્ષ્ય બની જાત. પરંતુ હાથમાંથી તીર છૂટી ગયા પછી શું થઈ શકે ? કામનાઓના દાસ બનનાર લોકો ક્યારેય વિચારી જ નથી શકતા કે નવું દર્શન : નવો સમાજ [ ૧૮૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy