________________
અનુભવ થઈ શકે છે. તેઓ એમ વિચારતા હશે કે નવો માનવી કોણ હશે ? તેનું નિમણિ કેવી રીતે થશે ? શું તે અતિ માનવ હશે ? શું તેનામાં કોઈપણ પ્રકારની માનવીય દુર્બળતા નહીં હોય ? આવા બધાં પ્રશ્નોમાં અટવાયા વગર જ હું મારી કલ્પનાના માનવીનું મોડેલ અત્રે રજૂ કરી રહ્યો છું:
- નવો માનવી જાતિવાદ અને સંપ્રદાયવાદનાં બંધનોથી મુક્ત હશે.
- નવો માનવી સાંપ્રદાયિક નહીં, ધાર્મિક હશે.
- નવો માનવી અહિંસા પ્રત્યે શ્રદ્ધાશીલ હશે. તે હિંસાના હથિયારનો ઉપયોગ નહીં કરે.
- નવો માનવી લોકતંત્રનાં મૂળ નહીં કાપે, પરંતુ તે તેમને વધુ ઊંડાં બનાવશે.
- નવો માનવી પર્યાવરણને પ્રદૂષિત નહીં કરે, પરંતુ તેની સુરક્ષા માટે જાગરૂક રહેશે.
- નવો માનવી નશાખોરીથી મુક્ત હશે.
- નવો માનવી અર્થને જીવનનું સાધન માનશે, તેને સાધ્ય માનીને અટકી નહીં જાય.
- નવો માનવી યુગશૈલીના પ્રવાહમાં તણાશે નહીં. તેની જીવનશૈલી સુચિંતિત હશે. અવરોધ યુગનો નહીં પણ મનનો
નવા માનવીના મોડેલ વિષે ચર્ચા દરમિયાન કેટલાક લોકો નિરાશા ભરી વાતો કરે છે. તેઓ વિચારે છે કે વર્તમાન યુગની પરિસ્થિતિઓ કોઈ પણ વ્યક્તિની જીવનશૈલીમાં પરિવર્તન લાવી શકે તેમ નથી. આ તો ટાળી દેવાની (ભાગેડુવૃત્તિની) વાત છે, બહાનાબાજીનો દૃષ્ટિકોણ છે. જે લોકોએ કાંઈ જ કરવું નથી, પોતાની જાતને બદલવી નથી તે લોકો યુગનો દોષ જુએ છે. માનવીનો સંકલ્પ અને પુરુષાર્થ પ્રબળ હોય તો કોઈ પણ યુગમાં કામ કરી જ શકાય છે. તૈત્તિરીય ઉપનિષમાં યુગોની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે.
કલિઃ શયાનો ભવતિ, સંજિહાનતુ દ્વાપરઃા ઉતિષ્ઠનું ત્રેતા ભવતિ, કૃતં સંપઘતે ચરનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org