SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ચમત્કારિક આવિષ્કિારો પછી માનવીને અતિમાનવ બનાવવાની શોધમાં છે. તે માટે જીવશરીરનાં મૂળ તત્ત્વ ડી. એન. એ. (ડી ઓક્સીરિબો ચૂક્લિક એસિડ) ઉપર શોધ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો આ વાત જાણે છે કે ડી. એન. એ. કેવી રીતે કામ કરે છે. જે દિવસે તેની સંપૂર્ણ કાર્યશૈલીનો ખ્યાલ આવી જશે, તે દિવસે કોશિકાઓની મશીનરી ઉપર માનવીનો સમગ્ર અધિકાર સ્થપાઈ જશે. ત્યારબાદ માનવશરીરમાં જે ગુણવત્તાના વિકાસની અપેક્ષા રાખવામાં આવશે તેને વિકસિત કરવાની ફોર્મ્યુલા હાથમાં આવી જશે. તે માનવીની બહુ મોટી ઉપલબ્ધિ ગણાશે. એક તરફ માનવીને અતિમાનવ બનાવવાનું સ્વપ્ન જોવાઈ રહ્યું છે જ્યારે બીજી તરફ માનવજાતિના અસ્તિત્વ ઉપર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. ભૌતિક વિકાસ માટે મોટી મોટી યોજનાઓ બની રહી છે, પરંતુ માનવીય ગુણોની સુરક્ષા તરફ ધ્યાન આપવા માટે અવકાશ નથી. માનવીને સુવિધાઓ આપવા માટે નવી નવી શોધો કરવામાં આવી રહી છે, પરંતુ તેના ચરિત્ર તરફ કોઈનું ધ્યાન જતું નથી. ચારિત્રનિમણમાં સૌથી મોટો હાથ વિચારશક્તિનો છે. હમણાંના કેટલાક દશકાઓમાં માનવીની વૈચારિક અને સાંસ્કૃતિક ઓળખ પણ સમાપ્ત થતી રહી છે. સુધાર નહીં, રૂપાંતરણ એક સમય એવો હતો કે જ્યારે ભારતની પોતાની વિચારશૈલી અને જીવનશૈલી હતી. આજે ભારતીય લોકો ઉપભોગ સામગ્રી ઉપર જ નહીં, વિચારો ઉપર પણ વિદેશી મહોર લેવાની આદત ધરાવે છે. આયાત કરેલી વિચારધારા પ્રત્યે તેમનું જે આકર્ષણ છે તેની સામે ભારતીય સંસ્કૃતિના સનાતન સિદ્ધાંતો ફિક્કા પડી રહ્યા છે. આવા સંજોગોમાં નવા માનવીના નિમણિની જરૂર છે. માનવચારિત્રને સુધારવા માટે પ્રત્યેક યુગમાં પ્રયત્નો થયા છે. પણ એમ લાગે છે કે હવે માત્ર સુધારથી કામ નહીં ચાલે. નવા નિમણિ માટે સમૂળ રૂપાંતરણની અપેક્ષા છે. જીર્ણશીર્ણ વસ્ત્રોમાં કેટલાં થીંગડાં મારવાં ? અંતિમ સમાધાન તો તેને બદલવાથી જ શક્ય છે. અણુવ્રત, પ્રેક્ષા ધ્યાન અને જીવનવિજ્ઞાન- આ ત્રિઆયામી કાર્યક્રમના આધારે નવા માનવીના નિર્માણની પ્રક્રિયાને વ્યાવહારિક બનાવી શકાય તો નવું દર્શનઃ નવો સમાજ | ૨૦૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy