________________
E
શિક્ષણની નવી દિશા હતી
શિક્ષણ જીવનના સંસ્કાર છે. સોળ સંસ્કારોમાં ભલે તેની ગણના ન કરવામાં આવી હોય, પરંતુ જીવનને સંસ્કારી બનાવવામાં તેની મુખ્ય ભૂમિકા છે. પ્રાચીનકાળમાં શિક્ષણનો પ્રારંભ ગુરુકુળોમાં થતો હતો. તેમાં અક્ષરજ્ઞાનસંગીતકલા, શસ્ત્રવિદ્યા વગેરેની સાથોસાથ જીવનની કલાનું પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. કઠોર સંયમ અને કઠોર શ્રમ દ્વારા અર્જિત શિક્ષણ વ્યક્તિત્વને સવગીરૂપમાં શોભાવે છે. દશવૈકાલિક સૂત્રમાં શિક્ષણના ઉદ્દેશોની ચચ સ્વરૂપે કહેવામાં આવ્યું છે કે
* મને જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે હું અધ્યયન કરીશ. * હું એકાગ્રતા વિકસાવવા માટે અધ્યયન કરીશ. * હું આત્મસ્થ બનવા માટે અધ્યયન કરીશ. * હું સ્વયં આત્મસ્થ બનીને બીજા લોકોને આત્મસ્થ બનાવવા
માટે અધ્યયન કરીશ, શિક્ષક અને વિદ્યાર્થી બંને ઉક્ત ઉદ્દેશોની પૂર્તિ માટે શિક્ષણને સંચરણશીલ બનાવે તો શિક્ષણના ક્ષેત્રમાં નવી ક્રાંતિની શક્યતાનો અસ્વીકાર થઈ શકે નહીં. પરંતુ આટલા પવિત્ર ઉદ્દેશો સહિત આજે કેટલી શિક્ષણસંસ્થાઓ ચાલે છે ? શિક્ષણનો સીધો સંબંધ ભરણપોષણ સાથે જોડવામાં આવે છે. જે શિક્ષણ ભરણપોષણ તરફી નથી હોતું તે આકર્ષણનો વિષય બનતું નથી. ભરણપોષણની સાથે શિક્ષણનો કોઈ વિરોધ ભલે ન જ હોય, પરંતુ માત્ર ભરણપોષણ ઉપર આધરિત શિક્ષણ વ્યક્તિત્વવિકાસના લક્ષ્યને પાર પાડી શકતું નથી. આ દષ્ટિએ શિક્ષણના સ્વરૂપ, ઉદ્દેશ અને સાધનસામગ્રી વગેરે મુદ્દાઓ વિશે ગંભીર અને ગહન વિચાર કરવાની અપેક્ષા રહે છે. જીવનરૂપી સોયનો દોરો એટલે શિક્ષણ :
શિક્ષણનાં બે સ્વરૂપ છે- ગ્રહણશિક્ષણ અને આસેવનશિક્ષણ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org